Part-1-Okhaharan in Gujarati Poems by Mahakavi Premanand books and stories PDF | Part-1-Okhaharan

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

Part-1-Okhaharan


ઓખાહરણ

મહાકવિ પ્રેમાનંદ

ભાગ-૧


© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

ઓખાહરણ

મહાકવિ પ્રેમાનંદ

રચનાઃ આશરે સને-૧૭૩૪ પહેલાં પ્રાચીન ગુજરાતી સાહિત્ય, પ્રકાશનાધિકારમુક્ત

પરિચય

મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણની શરૂઆત ગણેશ સ્તુતિથી થાય છે અને ત્યાર પછી કુલ ૯૩ કડવામાં કથા વહેંચાયેલી છે. ઓખાહરણ એ ગુજરાતી ભાષાના આખ્યાન સાહિત્ય પ્રકારમાં ગણાય છે. આથી આ રચના પદ્ય રચના હોય છે. દરેક કડવું (પ્રકરણ) ચોક્કસ પ્રકારના રાગમાં ગાવાનું હોય છે. આખ્યાનકારો આ પ્રકારે આ આખ્યાનનું ગાન કરે છે. રાગની વિગત પણ દરેક કડવા સાથે આપેલી છે. અહીં આખ્યાનના પ્રકરણો માટે "કડવું" શબ્દ વપરાયો છે. જેનો ઉચ્ચાર "કડવું" (કળવું) એમ થાય. જેની વ્યુત્પત્તિ જોતાં જણાય છે કે, મૂળ સંસ્કૃત શબ્દ "કટ" એટલે કે ’બાજુ’ પરથી; ’એક આખ્યાનનો અકેકો ભાગ; પ્રકરણ; અધ્યાય’ એમ અર્થ થાય છે. બીજી વ્યુત્પત્તિ સંસ્કૃત શબ્દ "કલાપ" મળે છે. જે પરથી તેનો અર્થ; ’એક જ રાગના કાવ્યની કેટલીક કડીઓના સમુદાય; કવિતાનું એક નાનું પ્રકરણ; એક પ્રકારનો કાવ્યપ્રબંધ’ એમ થાય છે. કડવાની બધી લીટી એક જ રાગમાં ગવાય. (સંદર્ભઃ ભ.ગો.મં./કડવું)

કથાસાર

આ આખ્યાનનો સાર ટૂંકમાં જોઈએ તો, દૈત્યરાજ બળિ (બલિરાજા)નો પુત્ર બાણાસુર તપ વડે મહાદેવને પ્રસન્ન કરી અને બળવાન બને છે તથા મહાદેવ તેને પુત્રવત સન્માન આપે છે. બળના મદમાં બાણાસુર સર્વલોકે હાહાકાર મચાવે છે અને અંતે તેની સામે લડવા વાળું કોઈ ન રહેતા સ્વયં મહાદેવને પોતાની સાથે લડવા આહવાન કરે છે. અંતે શિવ તેને વચન આપે છે કે હું નહિ પણ મારૂં સંતાન તારી લડવાની ઈચ્છા પૂર્ણ કરશે. પણ ત્યાં સુધી તું રાહ જો. ત્યાર પછી ગણેશના જન્મની પ્રસિદ્ધ કથાનો અહીં સમાવેશ થયો છે. ગણેશની સાથે જ પાર્વતી દ્વારા એક પુત્રી પણ ઉત્પન્ન કરાયાની અને જ્યારે શિવ તપ કરી ઘરે આવે છે ત્યારે ગણેશ સાથેના યુદ્ધ, શિરચ્છેદ અને પુત્રીનું ડરને કારણે છૂપાઈ જવાની કથા છે. આ પુત્રી તે "ઓખા". જેને પોતાના ભાઈની વહાર કરવાને બદલે ડરપોક બની છૂપાઈ જવાની સજારૂપે પાર્વતી દ્વારા દૈત્ય વંશમાં જન્મનો શાપ મળે છે.

અંતે ઓખાની કાકલૂદીથી પીગળી પાર્વતી તેને દૈત્યકુળમાં જન્મ છતાં દેવકુમાર સાથે લગ્ન થવાના અને તત્પશ્ચાત પોતાના દ્વારા તેનો સ્વીકાર થવાના આશીર્વાદ આપે છે.

આ ઓખા દૈત્યરાજ બાણાસુરને ત્યાં પુનઃજન્મ પામે છે. અને ઓખાના જન્મ સમયે આકાશવાણી દ્વારા બાણાસુરને ચેતવણી મળે છે કે, આ કન્યા દેવકુમારને પરણશે અને તે પરણશે ત્યારે જમાઈ દ્વારા તારા બળના અભિમાનનો નાશ થશે. તારા બાહુઓ છેદાશે. ઓખાને કદી પરણાવવી જ નહિ તેવા સંકલ્પ સાથે તેને પ્રધાનની કન્યા ચિત્રલેખા સાથે એકદંડિયા મહેલમાં, સઘળી રાજસી સુખ સુવિધાઓ સાથે એકાંતવાસ આપી દેવામાં આવે છે. ઓખા યુવાનીમાં આવે છે. સ્વપ્નમાં પોતાના થનાર પતિનું દર્શન કરે છે. ચિત્રલેખા, જે ચિત્રકલામાં પ્રવિણ છે, દેશદેશાંતરના રાજકુમારોના ચિત્ર બનાવી બનાવી ઓખાને બતાવે છે અને અંતે એ નક્કી થાય છે કે જે ભાવિ ભરથારના ઓખાએ સ્વપ્નમાં દર્શન કર્યા તે દ્વારિકાના રાજા શ્રી કૃષ્ણનો પૌત્ર અનિરૂદ્ધ. અને પછી સખી ચિત્રલેખા દ્વારિકા નગરી માંહેથી રાજકુમાર અનિરૂદ્ધનું, ઊંંઘમાં પોઢેલા અનિરૂદ્ધનું, અપહરણ કરે છે અને ઓખાને ઓરડે લાવે છે. ઓખા-અનિરૂદ્ધના છાનામાના લગ્ન થાય છે. જાણ થતા બાણાસુર કાળઝાળ બની અનિરૂદ્ધ પર ત્રાટકે છે. સંઘર્ષ પછી અનિરૂદ્ધ કેદમાં પડે છે. અનિરૂદ્ધની વહારે કૃષ્ણ તો પોતાના ભક્ત બાણાસુરની વહારે શિવ આવે છે. શિવ અને કૃષ્ણના યુદ્ધની કથા છે. અંતે સૌ સારાવાના થાય છે. બાણાસુરનો મદ ભાંગે છે, કૃષ્ણ શિવ વચ્ચે સૂલેહ થાય છે અને ઓખા-અનિરૂદ્ધ ગૃહસંસાર માંડે છે. આ બધું કવિ પ્રેમાનંદની કાવ્યાત્મક આખ્યાન શૈલીમાં અહીં વાંચવા મળશે. અને અંતે, હરણ (અપહરણ) તો અનિરૂદ્ધનું થયું છતાં

અનુક્રમણિકા

ઓખાહરણ

૧.સ્તુતિ

૨.કડવું-૧ - આદ્યશક્તિ મા અંબા પ્રગટ્‌યા

૩.કડવું-૨ (રાગઃકેદારો) - હું તો શ્રી પુરૂષોત્તમ શિર નામું

૪.કડવું-૩ - રાય તપ કરવાને જાય રે

૫.કડવું-૪ - વરદાન પામી વળિયો બાણાસુર

૬.કડવું-૫ - કૈલાસ પર્વત જઈ રાજાએ

૭.કડવું-૭ - દેવી નાવણ કરવા બેઠાં

૮.કડવું-૮ (સાખી) - વાડી વિના ઝુરે વેલડી

૯.કડવું-૯ - રૂપગુણને વાદ પાડયા

૧૦.કડવું-૧૦ - પંથી જ્યારે ચાલે ગામ

૧૧.કડવું-૧૧ - ઓખા કહી ઉમિયાએ

૧૨.કડવું-૧૨ - રાય બાણાસુરને બારણ

૧૩.કડવું-૧૩- ચંડાળ તો કોઈ એક નથી રાય

૧૪.કડવું-૧૪- બળીઓ બાણાસુર રાય

૧૫.કડવું-૧૫ - ઉમિયા વાણી બોલિયાં

૧૬.કડવું-૧૬ - પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારીજી

૧૭.કડવું-૧૭ (સાખી) - ભાદરવે જે કરે હળોતરા

૧૮.કડવું-૧૮ - શોણિતપુર પાટણ ભલુ

૧૯.કડવું-૧૯ - જોબનીયું વાધ્યું રે

૨૦.કડવું-૨૦ - પાંચ વર્ષની પુત્રી

સ્તુતિ

એક નામ મુજને સાંભર્યું, શ્રી ગૌરીપુત્ર ગણેશ;

પાર્વતીના અંગથી ઉપન્યો, તાત તણો ઉપદેશ. (૧)

માતા જેની પાર્વતી ને, પિતા શંકરદેવ;

નવખંડમાં જેની સ્થાપના, કરે જુગ ભુતળ સેવ. (૨)

સિંદુરે શણગાર સજ્યા, ને કંઠે પુષ્પના હાર;

આયુદ્ધ ફરસી કર ધરીને, હણ્‌યા અસુર અપાર. (૩)

પહેલા કરમાં જળકમંડળ, બીજે મોદિક આહાર;

ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે રે જપમાળ. (૪)

ચાલો સહિયરો દેરે જઈએ, પૂજીએ ગણપતિરાય;

મોટા લીજે મોદિક લાડુ, લાગીએ શંભુસુતને પાય. (૫)

એવા દેવ સાચા મુનિવાચા, પૂરે મનની આશ;

બેઉ કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ. (૬)

કડવું-૧

આદ્યશક્તિ મા અંબા પ્રગટ્‌યાં, જ્યાં પવન નહિ પાણી;

સુરીનર મુનિજન સર્વ કળાણા, તું કોણે ન કળાણી. (૧)

તારૂં વર્ણન કેઈ પેરે કરીએ, જો મુખ રસના એક;

સહસ્ત્રફેણા શેષનાગને, મા ! તોયે ના પામ્યો શેષ. (૨)

જુજલાં રૂપ ધરે જુગદંબા, રહી નવખંડે વ્યાપી;

મહા મોટા જડમૂઢ હતા મા, તેમની દુરમત કાપી. (૩)

ભક્તિભાવ કરી ચરણે લાગું, મા આદ્યશક્તિ જાણી;

અમને સહાય કરવા તું સમરથ, નગરકોટની રાણી. (૪)

તું તારા ત્રિપુરા ને તોતળા, નિર્મળ કેશ રંગે રાતે;

બીજી શોભા શી મુખ કહીએ, રચના બની બહુ ભાતે. (૫)

હંસાવતી ને બગલામુખી, અંબીકા તું માય;

ભીડ પડે તમને સંભારૂં, કરજો અમારી સહાય. (૬)

મા સેવક જન તારી વિનતી કરે, ઉગારજો અંબે માય;

બ્રહ્‌મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી વાય. (૭)

શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય;

અબીલ ગુલાલ તણા હોય ઓચ્છવ, મૃદંગના ઝણકાર. (૮)

સિંહાસન બેઠી જુગદંબા, અમૃત દૃષ્ટે જોતી;

સોળે શણગાર તેં સજ્યા મા, નાકે નિરમળ મોતી. (૯)

ખીર ખાંડ મધ શર્કરા, આરોગો અંબામાય;

અગર કપુરે તારી કરૂં આરતી, સેવકજન શિર નમાય. (૧૦)

તું બ્રહ્‌માણી તું રૂદ્રાણી, તું દેવાધિદેવા;

સકલ વિશ્વમાં તું છે માતા, કરૂં તારી સેવા. (૧૧)

માના શરણ થયા પ્રતિપાલ, પહોંચી મનની આશ;

કુશળક્ષેમ રાખજો મા સર્વને, એમ કહે ત્રિપુરાદાસ રે. (૧૨)

કડવું-૨

(રાગઃકેદારો)

હું તો શ્રી પુરૂષોત્તમ શિર નામું, હું તો સકળ પદારથ પામું;

વામું વામું રે, દુઃખ સકળ કુળીવર તણાં રે.

(રાગઃઢાળ)

દુઃખ સકળ વામું કુળીવરના, સુણતાં પાતક જાય;

ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકી મૂકાય. (૧)

તાવ, તરીઓ એકાંતરીઓ, ન ચઢે તેની કાય;

ભૂતનો ભણકારો તેને, ન આવે સ્વપ્નામાંય. (૨)

પરીક્ષિત પૂછે કહોને શુકજી, ઓખાનો મહિમાય;

કોણ રીતે થયો, ઓખા અનિરૂદ્ધનો વિવાય. (૩)

પ્રથમથી તે નવમે સુધી, કહ્યા મને નવ સ્કંધ;

હવે દશમની કહો કથા, જેમ ઉપજે આનંદ. (૪)

હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંસ;

પ્રથમ મારી પુતના ને, પછી પછાડયો કંસ. (૫)

પછી પધાર્યા દ્વારિકામાં, પરણ્‌યા છે બહુ રાણી;

સોળ સહસ્ત્રશત રાણી તેમાં, અષ્ટ કરી પટરાણી. (૬)

તેમાં વડાં જે રૂક્ષ્મણી, પ્રદ્યુમન તેના તન;

પ્રદ્યુમનના અનિરૂદ્‌ધિ કહિએ, કર્મ કથા પાવન. (૭)

આદ્ય બ્રહ્‌મા સૃષ્ટિ કરતા, મરીચી જેના તન;

મરીચીના સુત કશ્યપ કહીએ, હિરણ્‌યકશ્યપ રાજન. (૮)

વિષ્ણુભક્ત પ્રહલાદ તેને, વહાલા શ્રીભગવંત;

પ્રહલાદનો સુત વિરોચન, બળીરાય તેનો તન. (૯)

બળિતણો સુત બાણાસુર, જેનું મહારૂદ્ર ચરણે મન;

એક સમે ગુરૂ શુક્ર આવ્યા, ત્યારે બોલ્યો વચન. (૧૦)

અહો ગુરૂજી, અહો ગુરૂજી, કહોને તપમહિમાય;

શુક્ર વાણી બોલિયા, તું સાંભળને જગરાય. (૧૧)

ત્રણ લોકમાં ભોળા શંભુ, આપશે વરદાન;

મધુવનમાં જઈ તપ કરો, આરાધો શિવ ભગવાન રે. (૧૨)

કડવું-૩

રાય તપ કરવાને જાય રે, એ તો આવ્યો મધુવનમાંય રે;

કીધું નિમજ્જન સ્નાન રે, ધરિયું શિવજી કેરૂં ધ્યાન રે. (૧)

રાય બેઠો છે આસન વાળી રે, કર જમણામાં જપમાળા ઝાલી રે;

માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે, તોયે આરાધે શિવ ભગવાન રે. (૨)

રૂધિર માંસ સુકાઈ ગયું રે, શરીર સુકાં કાષ્ટવત થયું રે;

મહાતપીઓ કેમે નવ બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે. (૩)

વળતી બોલ્યા શંકરરાય રે, તમે સાંભળો ઉમિયાય રે;

એક અસુર મહાતપ સાથે રે, મારૂં ધ્યાન ધરીને આરાધે રે. (૪)

કોણ કહીએ જેના બાપ રે, તે તો માંડી બેઠો મહાજાપ રે;

તમે કહો તો વરદાન આપું રે, કહો તો પુત્ર કરીને થાપું રે. (૫)

વળતાં બોલ્યાં રૂદ્રાણી રે, મારી વાત સુણો શૂલપાણી રે;

દૂધ પાઈને ઉછીરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે. (૬)

ભેદ ભસ્માંગદનો લહ્યો રે, વરદાન પામીને પૂંઠર થયો રે;

વરદાન રાવણને તમે આપ્યાં રે, તેણે જાનકીનાથ સંતાપ્યાં રે. (૭)

માટે શી શિખામણ દીજે રે, ભોળા રૂડું ગમે તે કીજે રે;

વળતાં બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયાય રે. (૮)

સેવા કરી ચઢાવે જળ રે, તેની કાયા કરૂં નિરમળ રે;

સેવા કરી ચઢાવે સુગંધ રે, બુદ્‌ધિ કરૂં ધનધન રે. (૯)

જે કોઈ ચઢાવે બિલિપત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે;

સેવા કરી વગાડે ગાલ રે, તેને કરી નાખું ન્યાલ રે. (૧૦)

નારી પાનીએ બુદ્‌ધિ તમારી રે, આપતાં નવ રાખીએ વારી રે;

હું તો ભોળાનાથ કહેવાઉં રે, હવે કપટીનાથ કેમ થાઉં રે. (૧૧)

એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિર હાથ રે;

તું તો જાગ્ય બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે. (૧૨)

હું તો જાગું છું મહારાજ રે, આપો શોણિતપુરનું રાજ રે;

શિવ માગું છું વારંવાર રે, મને આપો કર હજાર રે. (૧૩)

કર એકેકો એવો કીજે રે, દસ સહસ્ત્ર હસ્તીતણું બળ દીજે રે;

અસ્તુ કહીને શિવે વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરીને સ્થાપ્યો રે. (૧૪)

કડવું-૪

વરદાન પામી વળિયો બાણાસુર, શોણિતપુરમાં જાય;

વનનાં વાસી પશુ રે પંખી, તે લાગ્યાં બ્હીવાય. (૧)

કાંઈ નવ દીઠું સાંભળ્યું, જેમ વૃક્ષ ચાલ્યું જાય;

આવીને જોવા લાગ્યા સર્વે, દીઠો બાણાસુરરાય. (૨)

નગર સમીપે ચાલી આવ્યો, બાણાસુર બળવાન;

કૌભાંડ નામે રાય તણે ઘર, પ્રગટ થયો પ્રધાન. (૩)

કોઈક દેશની કન્યા લાવી, પરણાવ્યો રાજન;

દેશ જીતવા સંચર્યો, રાય બાણાસુર બળવંત. (૪)

પાતાળે નાગલોક જીતી, ચાલ્યો તેણીવાર;

દેશદેશના નાઠા જાય, ... (પુસ્તકમાં ખૂટતું લખાણ.)

સૂરજે વળતી સાંગ આપી, બાણ તણા કરમાંય. (૬)

જીતી સુરને પાછો વળિયો, મળિયા નારદમુન;

પ્રણામ કરીને પાયે લાગ્યો, તેણે સમે રાજન. (૭)

ઓ નારદજી, ઓ નારદજી, ના થયું મારૂં કામ;

એકે જોધ્ધો ન મળ્યો સ્વામી, પહોંચે મનની હામ. (૮)

નારદ વાણી બોલ્યા, તું સુણ બાણાસુર રાય;

જેને તુજને હાથ આપ્યા, તે શિવશું કર સંગ્રામ. (૯)

કડવું-૫

કૈલાસ પર્વત જઈ રાજાએ, ભીડી મોટી બાથ;

જળમાંહી જેમ નાવ ડોલે, એમ ડોલે ગ્િારિનાથ. (૧)

ટોપ કવચ ને ગદા ફરસી, કડકડાટ બહુ થાય;

એણે સમે ઉમિયાજી મનમાં, લાગ્યાં બ્હીવાય. (૨)

જઈને શંકરને ચરણે નમિયાં, અહો અહો શિવરાય;

શાને કાજે બીહો પાર્વતી, આવ્યો બાણાસુર રાય. (૩)

શોણિતપુરનું રાજ્ય આપ્યું, ઉપર કર હજાર;

વળી માગવા શું આવ્યો છે, અંધ તણો કુમાર. (૪)

સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા, તે તો સ્વામી સત્ય;

એક યોધ્ધો મુજને આપો, યુધ્ધ કરવા સમર્થ. (૫)

આવો શિવ આપણ બે વઢિયે, આપ આવ્યા મારી નજરે;

ફટ ભૂંડા તું એ શું બોલ્યો, ખોટી હઠ આ તજ રે. (૬)

કડવું-૬

તે તો તારે વણ કહે મેં, ઉપજાવ્યો છે એક;

જે કર છેદન કરીને તારા, કરશે કટકા અનેક. (૧)

તે તો સ્વામી કેમ કહું હું જાણું, ચિંતા મુજને થાય;

લે બાણાસુર જા હું આપું, એક આ ધ્વજાય. (૨)

જ્યારે એ ભાંગી પડશે, ત્યારે કર તારા છેદાય;

રૂધિર તણો વરસાદ વરસશે, તારા નગર મોઝાર. (૩)

ત્યારે તું એમ જાણજે, રીપુ ઉત્પન્ન થયો સાર;

વરદાન પામી વળિયો બાણાસુર, શોણિતપુરમાં જાય. (૪)

એક સમે મહાદેવ કહે, મારે તપ કરવાનું મન;

તેણે સમે ઉમિયાએ માંડયું, અતિ ઘણું રૂદન. (૫)

અહો શિવજી, અહો શિવજી, જનમારો કેમ જાય;

મારે નથી એકે બાળક તો, કહો વલે શી થાય ? (૬)

મહારૂદ્ર વાણી બોલિયા, લે આ મારૂં વરદાન;

તું એક પુત્રને એક પુત્રી, ઉપજાવજે સંતાન. (૭)

વરદાન આપી મહાદેવજી, વન તપ કરવાને જાય;

ઉમિયાજી નહાવાને બેઠાં, વિચાર્યું મનમાંય. (૮)

શિવનાં ઘર મોટાં જાણીને, રખે આવતું કોય;

બે બાળક મેલું બારણે તે, બેઠાં બેઠાં જોય. (૯)

દક્ષિણ અંગથી મેલ લઈને, અઘડ ઘડિયું રૂપ;

હાથ ચરણને ઘુંટણપાની, ટુંકું અંગ સ્વરૂપ. (૧૦)

ચતુર્ભુજને ફાંદ મોટી, દીસે પરમ વિશાળ;

શોભા તેની શું કહું, કંઠે ઘુઘરમાળ. (૧૧)

પહેલાં કરમાં જળકમંડળ, બીજે મોદિક આહાર;

ત્રીજા કરમાં ફરસી સોહિએ, ચોથે રે જપમાળ. (૧૨)

ગણેશને ઉપજાવીને, બોલ્યાં પાર્વતીમાત;

એની પાસે જોડ હોય તો, કરે તે બેઠાં વાત. (૧૩)

વામ અંગથી મેલ લઈને, ઘડી કન્યારૂપ;

શોભા તેની શી કહું, શુકદેવજી કહે સુણ ભૂપ. (૧૪)

સેંથો ટીલડી રાખડી, અંબોડી વાંકી મોડ;

કંઠ કપોળ અને કામની, તેડે મોડામોડ. (૧૫)

કોથળી ફૂલની વેલણ ડાબલી, રમતા નાના ભાત;

કંકુ પડો નાડાછડી તે, આપ્યો લઈને હાથ. (૧૬)

(વલણ)

પરિક્ષિતને શુકદેવ કહે, કુંવરી કન્યા જેહ રે;

ઘર સાચવવાને બાળકો, બે પ્રગટાવ્યાં તેહ રે. (૧૭)

કડવું-૭

દેવી નાવણ કરવા બેઠાં, નારદ આવ્યા ત્યાંય;

બાળક બે જોઈને નાઠા, ગયા શિવ છે જ્યાંય. (૧)

નારદ ચાલી આવિયા, મધુવન તતખેવ;

ઓરે શિવજી ઓરે શિવજી, નફટ ભૂંડી ટેવ. (૨)

વનવગડામાં ભમતા હીંડો, માથે ઘાલો ધૂળ;

આ ધંતુરો વિજિયા ચાવો, કરમાં લ્યો ત્રિશૂળ. (૩)

તમે રે વનમાં તપ કરો, ને ઘેર ચાલ્યું ઘરસુત્ર;

તમો વિના તો ઉમિયાજીએ, ઉપજાવ્યા છે પુત્ર. (૪)

મહાદેવ ત્યાંથી પરવર્યા, કૈલાસ જોવા જાય;

ગણપતિ વાણી બોલિયા, આડી ધરી જેષ્ટિકાય. (૫)

અલ્યા જટિલ જોગી ભસ્મ અંગે, દિસંતો અદ્દભુત;

આજ્જ્ઞા વિના અધિકાર નહિ, હોય પૃથ્વીનો જો ભૂપ. (૬)

વચન એવું સાંભળીને, કોપિયા શિવરાય;

લાતો ગડદા, પાટુ મૂકી, આવ્યા ઘરની માંય. (૭)

ગણપતિનો ગડદો પડે, બ્રહ્‌માંડ ભાંગી જાય;

ત્રિલોક તો ખળભળવા લાગ્યું, આ તે શું કહેવાય ? (૮)

ત્યારે શિવજી કોપિયા ને, ચડી મનમાં રીસ;

કોપ કરીને ત્રિશૂળ મેલ્યું, છેદ્યું ગણપતિનું શીષ. (૯)

માગશર વદી ચોથને દહાડે, પુત્ર માર્યો તર્ત;

તે દહાડેથી ચાલ્યું આવ્યું, ગણેશ ચોથનું વ્રત. (૧૦)

તે મસ્તક તો જઈને પડયું, ચંદ્રના રથમાંય;

તેથી ચતુર્થીને દિવસે, ચંદ્રપૂજન થાય. (૧૧)

એવે શિવજી ઘરમાં આવ્યા, જ્યાં ઉમિયાજી ન્હાય;

ઓખા બેઠી‘તી બારણે તે, નાસી ગઈ ઘરમાંય. (૧૨)

લવણ કોટડીમાં જઈને પેઠી, મનમાં વિચારી;

ભાઈના કકડાં કીધા માટે, મુજને નાંખશે મારી. (૧૩)

મહાદેવજી ઘરમાં ગયા ને, ઝબક્યાં ઉમિયા મન;

નેત્ર ઉઘાડી નિરખિયું, ત્યારે દીઠા પંચવદન. (૧૪)

વસ્ત્ર પહેરીને ઉમિયા કહે છે, કેમ આવ્યા મહાદેવ;

આક ભાંગ ધંતુરો ચાવો, નફટ ભૂંડી ટેવ. (૧૫)

નાહાતા ઉપર શું દોડયા આવો, સમજો નહિ મન માંહે;

બે બાળક મેલ્યાં બારણે, કેમ આવ્યાં મંદિર માંહે. (૧૬)

છાની રહે તું પાપણી, મેં જોયું પારખું બધું;

આટલા દહાડા સતિ જાણતો, પણ સર્વ લૂંટી ખાધું. (૧૭)

મુજ વિના તેં તો પ્રજા કીધી, એવું તારૂં કામ;

પારવતીજી ! તમે રાખ્યું, હિમાચળનું નામ. (૧૮)

વચન એવું સાંભળીને, ઉમિયાજીને ઊંઠી જ્વાળ;

કાલે તમો કહી ગયા હતા, જે પ્રગટ કરજો બાળ. (૧૯)

ત્યારે શંકરે નીચું જોયું, મનમાં વાત વિચારી,

તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્રને આવ્યો મારી. (૨૦)

કડવું-૮

(સાખી)

વાડી વિના ઝુરે વેલડી, વાછરૂં વિના ઝુરે ગાય;

બાંધવ વિના ઝુરે બેનડી, પુત્ર વિના ઝુરે માય. (૧)

ધન ધાન્ય અને પુત્ર, પુત્ર જ આગેવાન;

જે ઘેર પુત્ર ન નિપજ્યો, તેનાં સૂનાં બળે મસાણ. (૨)

પુત્ર વિના ઘર પાંજરૂં, વન ઊંભે અગ્નિ બાળીશ;

શિવ શાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી પામીશ ? (૩)

(રાગઃવિલાપનો)

બોલો હો બાળા રે હો ગણપત. બોલો હો બાળા. ટેક.

ઉમિયાજી કરે છે રૂદન, હો ગણપત.

શિવ શાને માર્યો મારો તન, હો ગણપત. (૧)

શિવ પુત્ર વિનાની માય. હો ગણપત.

તેને સંપત્તિ પાઘેર જાય. હો ગણપત. (૨)

... (પુસ્તકમાં અધુરૂં)

તે તરણાથી હળવી થાય, હો ગણપત. (૩)

ત્યારે શિવને આવ્યું જ્જ્ઞાન, હો ગણપત.

મેં તો આપ્યું હતું વરદાન. હો ગણપત. (૪)

પેલા નારદિયાનું કામ, હો ગણપત.

જૂઠા બોલો છે એનું નામ, હો ગણપત. (૫)

એણે વાત કરી સર્વ જૂઠી, હો ગણપત.

હું તો તપથી આવ્યો ઊંઠી, હો ગણપત. (૬)

મેં તો માર્યો તમારો તન, હો ગણપત.

આ ઊંગ્યો શો ભૂંડો દન , હો ગણપત. (૭)

(રાગઃઆશાવરી)

નંદી ભૃંગી મોકલ્યા તે, પહેલી પોળે જાય;

હસ્તી એક મળ્યો મારગમાં, તે શિરે કીધો ઘાય. (૧)

ગજનું મસ્તક લાવીને , ધડ ઉપર મેલ્યું નેટ;

ગડગડીને હેઠે બેઠું, આગળ નીકળ્યું પેટ. (૨)

કાળા એના કુંભસ્થળ, વરવા એના દાંત;

આગળ એને સૂંઢ મોટી, લાંબા પહોળા કાન. (૩)

દેવમાં જાશે શું પોષાશે. અપાર મુજને દુઃખ;

દેવતા સર્વે મેણાં દેશે , ધન પાર્વતીની કુખ. (૪)

કડવું-૯

રૂપગુણને વાદ પાડયા, ચાલ્યા રાજદ્વાર;

ગુણને આપ્યા બેસણાં, પછી રૂપને કર્યા જુહાર. (૧)

રૂપ તો આપ્યાં શિવે નાગરાં, કોઈ જોગી અબધુત;

ચતુરાઈ દીધી જે ચારણાં, વળી કોઈ રજપુત. (૨)

પુન્ય વિના ધન કયા કામકો, ઉદક વિણ કુંભ;

એ દો વસ્તુ કછુ ન કામકી, જેમ ગુણ વિના રૂપ. (૩)

સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ ન દિયો લગાર;

રૂપ તમારૂં પાછું લો, રૂપ ગુણ વિણ છે ભાર. (૪)

કડવું-૧૦

પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ;

કથા ગ્રંથ આરંભે જેહ, પ્રથમ ગણપતિ સમરે તેહ. (૧)

સૌભાગ્યવંતી શણગાર ધરે, ગણપતિ કેરૂં સ્મરણ કરે;

સોની સમરે ઘડતાં ઘાટ, પંથી સમરે જાતાં વાટ. (૨)

પંચવદનના દહેરામાંય , પહેલી પૂજા ગણપતિની થાય;

એ વિના મુજને પૂજે તો, સર્વે મિથ્યા થાય. (૩)

ઉથલો—

શાને કાજે રૂવે પાર્વતી, શાને લોચન ચોળે;

જેને ઘેર વિવાહવાજન હશે. ત્યાં બસશે ઘીને ગોળે રે. (૪)

કડવું-૧૧

ઓખા કહી ઉમિયાએ, સાદ કર્યા બે ચાર;

ત્યારે ઓખા આવી ઊંભી, નીસરીને ઓરડી બહાર. (૧)

મરાવી ભાઈને, તું તો નાસી ગઈ;

મહાદેવે ગણપતિને માર્યો, તે સુધા મને નવ કહી. (૨)

તારૂં અંગ ગળજો, લુણે ગળજો કાય,

દૈત્યના કુળમાં અવતરજે, એણી પેરે બોલ્યાં માય. (૩)

ઓખાબાઈ થરથર ધ્રૂજ્યા, એ તો વાત અટંક;

અપરાધ પાખે માતા મારી, આવડો શો દંડ ?. (૪)

ઉમિયા કહે મેં શાપ દીધો, તે કેમ મિથ્યા થાય

દૈત્યકુળમાં અવતરજે, દેવ વરી કોઈ જાય . (૫)

ચૈત્રના મહિનામાં બાઈ, તારો રે મહિમાય;

ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકી મૂકાય. (૬)

ચૈત્રમાસના ત્રીસ દહાડા, અન્ન અલુણુ ખાય;

ત્રીસ નહિ તો વળી પાંચ દહાડા. પાછલા કહેવાય. (૭)

પાંચ દિવસ જો નવ પળે તો, ત્રણ દિવસ વિશેક;

ત્રણ દિવસ નવ થાય તો, કરવો દિવસ એક. (૮)

એ પ્રકારે વ્રત કરવું, સમગ સ્ત્રીજન;

અલવણ ખાએ ને અવની સુવે, વળી એક ઉજ્વળ અન્ન. (૯)

દેહ રક્ષણ દાન કરવું, લવણ કેરૂં જેહ;

પાર્વતી કહે પુત્રીને, સૌભાગ્ય ભોગવે તેહ. (૧૦)

વૈશાખ સુદી તૃતિયાને દિને, તું આવજે મુજ પાસ;

ગૌર્ય કરીને પુત્રી મારી, પૂરીશ મનની આશ. (૧૧)

શુકદેવ કહે રાજા સુણો, અહીં થયો એહ પ્રકાર;

હવે બાણાસુરની શી ગત થઈ, તેનો કહું વિસ્તાર. (૧૨)

વલણ—

કહું વિસ્તાર એનો, સુણી રાજા નિરધાર રે;

હવે બાણાસુર ત્યાં રાજ કરતો, શોણિતપુર મોઝાર રે. (૧૩)

કડવું-૧૨

રાય બાણાસુરને બારણે, વાળવા આવી રે ચંડાળણી;

નિત્ય પડી રજ વાળીને કર્યું ઝાકઝમાળ. બાણાસુરને બારણે. (૧)

રાય મેડિયેથી હેઠો ઉતર્યો, થયો પ્રાતઃકાળ;

મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર. બાણાસુર.. (૨)

રાય બાણાસુર વળતી વદે, મનમાં પામી દુઃખ;

મુજને દેખીને કેમ ફેરવ્યું, અલી તારૂં રે મુખ. બાણાસુર.. (૩)

ત્યાં ચંડાળણી વળતી વદે, સાંભળીયે રાય;

તમો ઊંંચ અમો નીચ છું, મુખ કેમ દેખાડાય. બાણાસુર.. (૪)

ત્યારે બાણાસુર વળતી વદે, સાંભળ રે ચંડાળણી;

સાચું રે બોલને કામની, કરૂં બે કકડાય. બાણાસુર.. (૫)

ત્યારે ચંડાળણી; વળતી વદે, સાંભળો રાજન;

સાચું બોલું જેવો ઘટે, તેવો દેજો દંડ. બાણાસુર.. (૬)

પ્રાતઃકાળે જોઈએ નહિ, વાંઝિયાનું વદન;

તમારે કાંઈ છોરૂં નથી, સાંભળો હો રાજન. બાણાસુર..(૭)

કડવું-૧૩

ચંડાળ તો કોઈ એક નથી રાય ! દશ વિધના કહેવાય;

પહેલો ચંડાળ તેને કહીએ, નદી ઊંતરી નવ નહાય. (૧)

બીજો ચંડાળ તેને કહીએ, પુત્રીનું ધન ખાય;

ત્રીજો ચંડાળ જેને કહીએ, દૂભે માતા પિતાય. (૨)

ચોથો ચંડાળ તેને કહીએ, હરે પારકી નાર;

પાંચમો ચંડાળ તેને કહીએ, પરદારા શું ખાય. (૩)

છઠ્‌ઠો ચંડાળ તેને કહીએ, હરે પારકું ધન;

સાતમો ચંડાળ તેને કહીએ, જેનું મેલું મન. (૪)

આઠમો ચંડાળ તેને કહીએ, કરમાયું વદન;

નવમો ચંડાળ તેને કહીએ, નહિ તનયા કે તન. (૫)

કડવું-૧૪

બળીઓ બાણાસુર રાય, પુત્રમાગવાને જાય;

મહાદેવજીની પાસે આવી, બેઠો તપ કરવાય. (૧)

એક હજાર હાથે તાળી પાડી, તવ રીઝ્‌યા શ્રી મહાદેવ;

આપો ને આપો શિવજી, પુત્ર એક તતખેવ. (૨)

ચિત્રકોપ લહિયાને તેડયા, કર્મ તણા જોનાર;

પૂર્વે રાજા તું તો કહાવે, વૈશ્ય તણો અવતાર. (૩)

તારા પેટે એક જ હતો, લાડકવાયો બાળ;

ભોજન કરવા તું તો બેઠો, તે સાંભળને ભુપાળ. (૪)

તુજ ભાણામાં જમવા આવ્યો, વેગે તારો બાળ;

માટી વાળા હાથ હતા, બાળકના તે વાર. (૫)

ત્યારે તુજને સંખ્યા આવી, હાંકી કાઢ્‌યો બાળ;

બાળક ત્યારે થરથર ધ્રૂજ્યો. સાંભળને ભુપાળ. (૬)

બાળકને તો રીસ ચઢીને, નવ ગણ્‌યો કાંઈ તાત રે;

તુજને પુત્ર વહાલો નથી, વાંઝિયો રહેજે જન્મ સાત રે. (૭)

કડવું-૧૫

ઉમિયા વાણી બોલિયાં, તું સુણ બાણાસુર રાય;

તારા મનમાં જો ગમે તને, આપું એક કન્યાય. (૧)

ત્યારે બાણાસુર કહે, પુત્રી મારે કોટીક પુત્ર સમાન;

મુજને ટાળે વાંઝિયો, આપો એ વરદાન. (૨)

કોઈક દેશનો રાજા જોઈશ, રાખશે મારૂં નામ;

પોષ માસથી પૂરણ માસે, પુરણ થશે કામ. (૩)

વર પામી બળીઓ બાણાસુર, શોણિતપુરમાં જાય;

બાણામતીને ગર્ભ રહ્યો છે, તેનો કહું મહિમાય. (૪)

પોષ માસથી પુરણ માસે, પ્રગટ થઈ કન્યાય;

વધામણિયા પરવરિયા, રાજસભામાં જાય. (૫)

શાણા જોશી તેડિયા, તેની જન્મપત્રિકા થાય;

વિદ્યાબળે કરી ગુરૂજી બોલ્યા, પોતે તેણીવાર. (૬)

પહેલી ઉમિયાજીના અંગથી, પ્રગટી છે કન્યાય;

તેને નામે રાશી જોઈને, નામ ધરો ઓખાય. (૭)

ગ્રહ વેળા શુભ લગ્નમાં, સંતાન પ્રગટી સાર;

એથી તારા હાથનો, વેગે ઉતરશે ભાર. (૮)

ત્યારે આકાશવાણી એવી થઈ, તું સાંભળને ભુપ નિરધાર;

એ પુત્રી ઈચ્છાવર વરશે, કો કારણ રૂપકુમાર. (૯)

જ્યારે પુત્રી પરણશે, વરતશે હાહાકાર;

ભાર ઉતારશે તુજ હાથનો, તુજ જામાત્ર તે વાર. (૧૦)

તે માટે તેડી પ્રધાન, એણીપેર પુછે છે રાજન;

દેવ વચન મિથ્યા નવ થાય, તે માટે કરવો શો ઉપાય ? (૧૧)

રચો માળિયા સુંદર સાર, તે માટે કરો ઉપાય;

ઓખા અને ચિત્રલેખાને, મેલો મંદિર માળિયા માંય રે. (૧૨)

કડવું-૧૬

પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારીજી, કેમ પ્રગટ થઈ બેઉ નારીજી;

ઓખા ને ચિત્રલેખા કેમ ધર્યાં નામજી, કેઈ વિધિએ આવ્યાં અસુરને ધામજી. (૧)

(ઢાળ)

ધામ આવ્યાં અસુરને, તેણે કામ સૌ દેવનાં કર્યાં;

મને વિસ્તારીને વર્ણવો, એ કેવી રીતે અવતર્યાં. (૧)

શુકદેવ કહે સુણ પરીક્ષિત, અભિમન્યુકુમાર;

પ્રશ્ન પૂછ્‌યો મને તેનો, સંદેહ ખોઉં નિરધાર. (૨)

એકવાર દેવ પાતાળે નાઠા, બાણાસુર તાપથી;

ત્યારે વરૂણ કેરા જગનમાં, કન્યા પ્રગટી આપથી. (૩)

કન્યા કહે કેમ પ્રગટ કીધી, કહો અમ સરખું કામ;

ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે, બાણાસુર જેનું નામ. (૪)

કન્યા કહે દુઃખ કાં ધરો, બાણાસુર આવશે પાતાળ;

એના પિતાના ચરણ પૂજવા, નિત્ય જાય છે પાતાળ. (૫)

ત્યારે મને પુત્રી કરીને સોંપજો, હું જઈશ એને ઘેર;

સાંકડી સગાઈએ સુતા થઈને, કરાવું ભુજનીપેર. (૬)

તેણે સમે પાતાળ આવ્યો, બાણાસુર રાજન,

તેને દેવે દીકરી આપી, પ્રસન્ન થઈને મન. (૭)

પ્રધાન કહે સ્વામી સાંભળીએ, આપો મુજને બાળ;

કન્યાદાન કુંવરીને દઉં તો, ઉતરે શિરની ગાળ. (૮)

ત્યારે રાજા કહે પ્રધાનને, આ પુત્રી મૂકું વન;

કાલે તેડીને તું આવજે, જાણે નહિ કો જન. (૯)

પ્રભાતે તે પ્રધાન આવ્યો, પુત્રી બેઠી જ્યાંય;

પુત્રી તો સમાધી લઈ, હરિ ધ્યાન ધરે છે ત્યાંય. (૧૦)

વાયુદ્વાર તેણે રૂંધિયા, ને રૂંધિયા શ્વાસોશ્વાસ;

જમણા પગના અંગૂઠા પર, ઊંભી રહી ખટમાસ. (૧૧)

તે જોઈને પાછો વળ્યો, પછી પુર ભણી પ્રધાન;

ખટમાસ પૂરણ તપ થયું, ત્યારે પધાર્યા ભગવાન. (૧૨)

માગ્ય કહેતાં કન્યા કહે, મને કરો આજ્જ્ઞા પ્રકાશ,

ભૂત-ભવિષ્ય વર્તમાન જાણું, ને ઊંડી ચઢું આકાશ. (૧૩)

એટલે પ્રભુએ તેને પાંખ આપી. વર આપીને વળિયા હરિ;

પ્રધાન આવ્યો પુર વિશે, તે કૌભાંડે પુત્રી કરી. (૧૪)

વલણ-

કુંવરી થઈ પ્રધાનની, તેનું પરાક્રમ કોઈ પ્રીછે નહિ;

શુકદેવ કહે રાય સાંભળીએ ચિત્રલેખાની, ઉત્પત્તિ કહી. (૧૫)

કડવું-૧૭

(સાખી)

ભાદરવે જે કરે હળોતરા, શત્રુ પાસે માગે શીખ;

ને ઘેર પુત્રી લાડકવાયી, તેનાં મા બાપ માગે ભીખ. (૧)

બાળે અગ્નિ બધું વન દહે, છળવડે પર્વત કોરાય;

અબળા રૂઠી જે કરે, મણિધરે નવ કરાય. (૨)

એટલા અંત ન લીજીએ, જો ઈચ્છીએ કુશળક્ષેમ;

...(પુસ્તકમાં અપૂર્ણ)

(રાગઃઢાળ)

નગર થકી એક જોજન, રાજાએ મહેલ રચાવ્યો સાર;

ગોખ બારી ને અટારી, તેનો કહેતાં ન આવે પાર. (૧)

મરકત મણિમોતીએ જડયાં, માંહે પીરોજાના પાટ;

હયશાળા ગજશાળા જે, હીંચવા હીંડોળાખાટ. (૨)

દિવસ માસ ને વરસ ગયાં, કન્યા મોટી થાય;

ચિત્રલેખા સંગે રમતાં, ઉલટ અંગ ન માય. (૩)

સવાલાખ જોદ્ધા રખવાળે, મેલ્યા છે રાજન;

એમ કહેતાં ઓખાબાઈ ને, આવ્યું છે જોબન. (૪)

તમે રાત્રે જાગો, દિવસે જાગો, નવ મીચો લોચન રે;

ઓખા કેરા માળિયામાં, રખે સંચરે પવન રે. (૫)

કડવું-૧૮

શોણિતપુર પાટણ ભલું, રાય બાણાસુરનું ગામ;

ઓખા તેની પુત્રી કહીએ, કરતી ઉત્તમ કામ. (૧)

ઘડી એકમાં લાવે સોગટાં, ઘડી એકમાં પાટ;

નાના વિધની રમત રમે, ઘડી એક હીંડોળાખાટ. (૨)

ઘડી એકમાં ઢીંગલા પોતિયાં, રમતની હોડાહોડ;

હીંડોળે હીંચવાને કાજે, રેશમકેરી દોર. (૩)

ઘમઘમઘમઘમ ઘુઘરા ગાજે, ઘુઘરડીનો ઘોર,

નાનાવિધનું ગાણુંગાતાં, મધુરો નીકળે શોર. (૪)

રમે જમે આનંદ કરે, પહેલા મંગળ ગાય રે;

જોબનવંતી થઈ છે ઓખા, મંદિર માળિયા માંયરે. (૫)

કડવું-૧૯

જોબનીયું વાધ્યું રે, ઓખા નાનડી રે લોલ;

મારે જોબનીયાની જાય, બેની ઘડી ઘડી રે લોલ;

તું તો સાંભળ સહિયર બેનડી રે લોલ,

મારો મૂરખ પિતા કંઈ જોતો નથી રે લોલ....(૧)

બોલી ઓખા વળતી વાણી, સાંભળ બેનડી રે લોલ;

મારો જાય કન્યાકાળ, વર જોતો નથી રે લોલ,

મારા જોબનીયા દહાડા ચાર છે રે લોલ.

નાણે રે મળશે પણ ટાણે નહિ મળે રે લોલ....(૨)

કડવું-૨૦

પાંચ વર્ષની પુત્રી, તો ગવરી રે કહેવાય;

તેને કન્યાદાન દે તો, કોટી યજ્જ્ઞફળ થાય. (૧)

પણ પુત્રી કેરા પિતાને, સમજાવી કહો વાત,

દેવવિવાહનું ફળ જેને, વરસ થયા છે સાત. (૨)

પુત્રી કેરા પિતાને, કાંઈ કહેવરાવો રે,

ગાંધર્વ વિવાહનું ફળ, જેને વર્ષ થાયે નવ. (૩)

એમ કરતાં વળી વચમાં, આવી પડે કાંઈ વાંક,

મનુષ્યવિવાહનું ફળ જેને, અગ્િાયારે આડો આંક. (૪)

એમ કરતાં વરસ જાય ને, બાર પૂરા થાય;

પુત્રીનું મુખ પિતા જુવે. બેસે બ્રહ્‌મહત્યાય રે. (૫)