Nagar - 38 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | નગર - 38

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

નગર - 38

નગર-૩૮

( આગળનાં પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- વિભૂતીનગરમાં જશ્નનો માહોલ છે. બધા નગરવાસીઓ વિભૂતીનગરનાં રચેયતા બૂઝુર્ગોનાં માન-સન્માનમાં તેમની પ્રતિમાઓને નગરમાં સ્થાપીત કરવા એકઠા થયા છે...પરંતુ એ બૂઝુર્ગોએ આજથી દોઢસો વર્ષ અગાઉ કેવું અધમ ક્રૃત્ય આચર્યુ હતું અને કેવી રીતે આ નગર વસાવ્યુ હતું એ કારસ્તાનથી તેઓ અજાણ છે.....હવે આગળ વાંચો.)

કાર ચલાવતી વખતે ઇશાનનાં હાથ ધ્રુજી રહયા હતાં. તેના સોહામણા ચહેરા ઉપર જે પરસેવો ફૂટતો હતો તેને વારે-વારે હાથ ફેરવીને લુછવાની તે વ્યર્થ કોશીશ કરી રહયો હતો. તેનાં દિલમાં ધડબડાટી મચી હતી. તેનાં દાદા, દેવધર તપસ્વી... જુઠ્ઠુ બોલ્યા હતાં. તેમણે કહયું હતું કે તેઓ વિભૂતીનગરનાં ભૂતકાળ વિશે વધુ કંઇજ જાણતા નથી. તેમની એ વાત સરાસર ગલત હતી. ઇશાનને એ અત્યારે સમજાતું હતું, એટલેજ તે થડકી રહયો હતો. તેનું અનુમાન જો સત્ય નીકળે તો તેનાં દાદાનો જીવ જોખમમાં હતો. ફક્ત તેનાં દાદા જ નહી, આખુ તપસ્વી ખાનદાન, નગરનાં સેક્રેટરી નવનીત ચૌહાણ, કર્નલ માથુરનો પરીવાર અને પુજારી શંકર શુક્લાનો પરીવાર પણ જોખમમાં હતો. ઇશાનને ધીરે-ધીરે બધુ સ્પષ્ટ રીતે સમજાવા લાગ્યું હતું...અને તે જે સમજ્યો હતો એ ઘણુ ભયાનક હતું, ભયાવહ હતું.

એક્સિલેટર ઉપર તેણે પગ દબાવ્યો, જીપ ગોળીની જેમ ભાગી. ગણતરીની મીનીટોમાં તે તપસ્વી મેન્શન પહોંચ્યો. જીપ પાર્ક કરી, જીપમાંથી ઉતરી તે મકાનમાં દાખલ થયો. ડ્રોઇંગરૂમ વટાવી, દાદર ચડી હાંફતો તેનાં દાદા દેવધર તપસ્વીનાં કમરાનાં બંધ બારણા સામે આવીને ઉભો રહયો. અંદરથી મંદિરની ઘંટડીનો અવાજ તેનાં કાને અફળાયો. આ દાદાનો પુજા-પાઠનો સમય હતો. ઇશાન ખચકાઇને બે-ઘડી ત્યાંજ ઉભો રહયો. જો બીજો કોઇ સમય હોત તો તેણે તેનાં દાદાની પુજામાં ખલેલ પાડવાનું પસંદ કર્યુ ન હોત, પરંતુ અત્યારે તેની પાસે બીજો કોઇ વિકલ્પ નહોતો. વિકલ્પો વિચારવાનો સમય પણ નહોતો. તેણે દરવાજે ટકોરા માર્યા.

“ અંદર આવી જા દિકરા...” અંદરથી દાદાએ તરત હોંકારો ભણ્યો. ઇશાનને આશ્વર્ય થયું. દાદાને કેમ ખબર પડી કે દરવાજે હું જ હોઇશ....! તેણે વધુ વિચાર્યા વગર દરવાજો ધક્લ્યો અને અંદર પ્રવેશ્યો. દાદાનો કમરો ગુગળ અને ચંદનનાં ધુપની સુગંધથી તરબતર હતો. કમરાનાં ઇશાન ખૂણામાં નાનકડુ પણ સુંદર રીતે સજાવેલુ મંદિર હતું. તેની સમક્ષ તેનાં દાદા અત્યારે પુજાપાઠ કરી રહયા હતાં. મંદિરનાં ઓટલા ઉપર સળગતા દિવા જોઇને ઇશાનને ખ્યાલ આવ્યો કે દાદાની પુજા હવે સમાપ્તીનાં આરે છે. તે હળવે પગલે એ તરફ ચાલ્યો અને તેનાં દાદાની બાજુમાં બેઠો, હાથ જોડયા અને ભગવાનની મૂર્તિઓ સમક્ષ તેણે શીશ ઝૂકાવ્યું.

થોડી ક્ષણો પશ્યાત દેવધર તપસ્વી પુજામાંથી પરવાર્યા હતા અને તેમણે ઉભા થવાનાં બદલે તેઓ જે આસન ઉપર બેઠા હતા તેને ઇશાન તરફ ફેરવ્યુ. હવે દાદો-દિકરો આમને-સામને હતાં.

“ તમને ખબર હતી કે હું આવીશ...? ” આશ્વર્યભર્યા સ્વરે ઇશાને પુછયું.

“ ગઇકાલે રાત્રે મને એવી ભ્રાંતી થઇ હતી કે સવાર થતાં જ તું આવવો જોઇએ....! અને મને એ પણ અંદેશો થયો કે તું શું પુંછવા આવીશ...! ” મૃદુ હાસ્ય વેરતા દાદા બોલ્યા. ઇશાનને તેમની વાતોથી આશ્વર્યનાં ઝટકા લાગતા હતા.

“ અચ્છા....તો તમને ખ્યાલ છે કે હું શું કામ અત્યારે આવ્યો છું...? ”

“ ચાલ તને એક વાર્તા કહું...” ઇશાનનાં સવાલનો જવાબ આપ્યાં વગર દાદાએ તેમનું કહેવું ચાલું રાખ્યું “ ઘણાં વર્ષો પહેલા એક સાવ કંગાળ ગામડું હતું. તેમાં ચીંથરેહાલ, ગંદા-ગોબરા ગરીબ, દુનિયાથી સાવ અલીપ્ત થોડા પરીવારો રહેતા હતાં. રહેતા શું...ગરીબાઇમાં સબડતા હતા એમ કહે. એક દિવસ અચાનક એ ગામનાં દરિયાકાંઠે એક મબલખ દોલત ભરેલું જહાંજ આવીને ઉભુ રહે છે. એ જહાંજનાં કપ્તાન પાસે બેહિસાબ ધન-સંપત્તિ હતી પરંતુ તેઓ કયાંક, દુનિયાનાં કોઇક ઠેકાણે ઠરી-ઠામ થઇને રહી શકે તેવી જમીનની તલાશમાં હતાં. કપ્તાને એ ગામનાં મોભીયો સાથે જમીનનાં બદલામાં અમુક દોલત આપવાનો સોદો કર્યો. ”

“ આગળની કહાની મને ખબર છે દાદા...” ઇશાનને સમજાતું હતું કે તેનાં દાદા વિભૂતી નગરની જ વાર્તા કહી રહયા છે.

“ મને ખબર છે કે તને આ કહાની શંકર મહારાજે કહી હતી, અને એ પણ ખ્યાલ આવે છે કે તું અત્યારે, આટલી વહેલી સવારે મારા કમરામાં શું કામ આવ્યો છે..? છતાં, તું શાંતીથી સાંભળ. તને આ વાર્તામાં તારા લગભગ બધા સવાલોનાં જવાબ મળી રહેશે....”

“ મને તમારી ફીકર થાય છે દાદાજી...”

“ મારી ચીંતા ન કર ઇશાન, પહેલાં તું આખી કહાની સાંભળી લે... ” દાદાએ ગળુ ખોંખાર્યુ અને ફરીથી તેમની કહાની આગળ વધારી. “ એ સોદો ફાઇનલ થયો હતો. બંને પક્ષનાં લોકો તેનાથી રાજી હતાં. પરંતુ....જહાંજની મુલાકાતે ગયેલા મોભીઓએ તે જહાંજમાં ભરેલા લોકોને જોયા ત્યારે તેઓ ચોંકી ઉઠયાં હતા. જહાંજમાં આવેલો એક-એક બંદો, એક-એક ઔરત...અને બાળકો સુદ્ધા, તમામને કોઇ ભયંકર રોગ લાગુ પડયો હોય એવું માલુમ થતું હતું. તેઓ રોગિષ્ટ હતાં, તેમનાં ચહેરાઓમાં કીડા ખડબદતા હતાં, આંખોનાં ડોળા અને મોં નાં દાંતની આસ-પાસની ચામડી ખવાઇ ગઇ હતી. તેમનો દેખાવ બિભત્સ, ચીતરી ચડે તેવો અને ડરામણો હતો. આવા ભયાનક રોગગ્રસ્ત માણસોને પોતાની બસ્તીની બાજુમાં નવું ગામ વસાવવાની મંજૂરી આપવાનાં વિચાર માત્રથી તેઓ ધ્રુજી ઉઠયા હતાં. તેનાથી તો તેમની બસ્તી ઉપર પણ એ રોગચાળો ફેલાવાની શક્યતાઓ નકારી શકાય તેમ નહોતી. જહાંજનાં લોકોએ કદાચ આ રોગચાળાનાં કારણેજ પોતાનું વતન છોડયું હશે એ સમજતા તે ચારેયને સહેજે સમય ન લાગ્યો. અને અત્યારે આ લોકો તેમની પાસે જમીન માંગી રહયા હતાં.

“ તો તેમણે લોકોએ સોદો કેન્સલ કરીને પાછું આવતું રહેવું જોઇતું હતું.... ” ઇશાને દલીલ કરી.

“ એમ કર્યુ હોત તો સારું થાત...પણ ત્યારે એ ચારેયને જે સૂઝયુ તે ખરું. એ સમય, એ જમાનો અલગ હતો ઇશાન. આજથી દોઠસો-બસો વર્ષ પહેલાંનાં લોકોમાં અત્યારનાં લોકો જેવી સુંવાળપ નહોતી. એ સમયે લૂંટ, મારફાડ, ચાંચીયાગીરી, યુધ્ધો બહુ સામાન્ય હતા. ”

“ તમે આવી વાતો કહીને આપણા બૂઝુર્ગોએ જે અધમ કૃત્ય આચર્યુ છે તેને જસ્ટીફાઇ ન કરી શકો.. ” ઇશાન એકાએક ઉકળી ઉઠયો. તેને આ કહાની જ હંબગ લાગતી હતી, પણ તે એ પણ જાણતો હતો કે તેના દાદા તેની સમક્ષ ક્યારેય જુઠુ નહી બોલે.

“ હું કોઇને જસ્ટીફાઇ નથી કરી રહયો. હું તો ફક્ત એક કહાની સંભળાવું છું. ત્યારનાં માહોલમાં કોઇ વ્યક્તિ કેવી રીતે વિચારતો હશે એ તને સમજાવું છું. હાં, તો....એ પછી જે થયું તે બહુ ભયાનક હતું. એ વિગતોમાં હું નથી પડવા માંગતો, પણ...એ ચારેયે ભેગા મળીને એ જહાંજને લૂંટયુ હતું. માત્ર ત્રણ બંદુકો અને એક ચાકુનાં જોરે આખુ જહાંજ તેમણે લૂંટયુ હતું. જહાંજની તમામ દોલતને પોતાની હોડીમાં તેઓએ લાદી હતી. એ સમયે, ખરા ટાણે જ, અચાનક કોણ જાણે કેમપણ જહાંજમાં આગ ધધકી ઉઠી હતી અને જોત-જોતામાં આગની લપટોમાં એ જહાંજ સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગયું હતું. જહાંજની સાથે તેમાં હતા એ લોકો પણ એ આગમાં બળીને સ્વાહા થઇ ગયા હતા. એમ સમજને કે રાતોરાત એક જહાંજ આ દુનિયાનાં પટલ ઉપરથી ગાયબ થઇ ગયું હતું. કોઇને તેની જાણ સુધ્ધા થઇ નહોતી કે સવારે દરિયાકાંઠે લાંગરેલુ એક જંગી જહાંજ એક રાત્રીમાં કયાં ચાલ્યુ ગયું. .? ”

“ અને એ જહાંજમાંથી લૂંટેલી દોલતનાં જોરે તે ચારેય વ્યક્તિઓએ આજનાં ભવ્ય વિભૂતીનગરની નીંવ રાખી એમ જ કહેવા માંગો છો ને તમે...? ” ઇશાન બોલી ઉઠયો. તેને શંકર મહારાજે આ કહાની સંભળાવી હતી પરંતુ ફરીવાર તેનાં દાદાનાં મુખે સાંભળીને તેનું લોહી ગરમ થઇ ઉઠયું હતું.

“ એ ચારેય વ્યક્તિ એટલે કે એક મારા દાદા, અને તારા વડદાદા વિરમ તપસ્વી. બીજા નવનીત ચૌહાણનાં દાદા ભૂપત ચૌહાણ, ત્રીજા નિલેશ માથુરનાં દાદા ઇશ્વર માથુર અને ચોથા શંકર મહારાજનાં દાદા ત્રિભોવન શુક્લા. જહાંજમાંથી મેળવેલી મબલખ દોલતને તેઓએ અંગત હિત માટે વાપરવાનાં બદલે ગામનાં દરેક પરીવારમાં સમાન ભાગે વહેંચી દીધી હતી. તેનો અમુક હિસ્સો તેમણે ગામની તરક્કી માટે અલગ ફાળવી લીધો હતો અને વિરમનો “ વ ”, ભૂપતનો “ ભૂ ” અને ત્રિભોવનનો પહેલો અક્ષર “ તી ” લઇને તેમણે એક બેનામ બસ્તીને “ વિભૂતી ” નગર જેવું ભવ્ય અને અદકેરું નામ આપ્યું. માત્ર એક વર્ષની અંદર જ બસ્તીની શકલ પલટાઇ હતી. હવે તે એક કંગાળ બસ્તી નહોતી રહી. તેની જગ્યાએ આલીશાન “ વિભૂતીનગર ” ખડુ થયું હતું. એ નગરનાં લોકો સમૃધ્ધ હતાં. એશો-આરામથી પેઢઓની પેઢીઓ જીંદગી વિતાવી શકે એટલા સમૃધ્ધ. ” એક નિસાસો નાખી દેવધર તપસ્વી અટકયાં. એકધારું બોલતા તેમને પારાવાર શ્રમ પડયો હતો. તેમને શ્વાસ ચડતો હતો. ઇશાને ઉભા થઇને ઝડપથી પાણીનો ગ્લાસ ભરી તેમને પાણી પાયું અને ફરી પાછો પલાંઠી વાળીને તેનાં દાદા સમક્ષ ગોઠવાઇ ગયો. વિભૂતીનગરનાં નામકરણ બાબતે તેણે જે તર્ક લડાવ્યો હતો એ શત-પ્રતિશત સત્ય સાબીત થયો હતો. એક પ્રશ્નનો ઉકેલ તો મળ્યો હતો. તેણે આવુંજ કંઇક વિચાર્યુ હતું. નગરનાં કોમ્યુનીટી હોલનાં પહેલા માળે બનેલા મ્યુઝીયમની દિવાલે લટકતી ફોટોફ્રેમ ના ચિત્રો તેણે બારીકાઇથી નીરખ્યા હતા. એ ચિત્રોમાંથી અમુક ચિત્રો વિભૂતી નગરનાં ભૂતકાળનાં ચિત્રતો હતાં. તેમાં સાવ બેહાલ, કંગાળ ઝૂંપડા અને એવાં જ ઝૂંપડામાં રહેતા લોકો દેખાતા હતાં. જ્યારે ત્યારપછીનાં ચિત્રોમાં આજનાં ભવ્ય, આધુનીક વિભૂતીનગરની ઝલક દેખાતી હતી. એ પરીવર્તન કેમ કરતા થયું હતું એ ઇશાનને હવે બરાબર સ્પષ્ટ રીતે સમજાઇ ગયું હતું. અને... જેમ-જેમ તે સમજતો જતો હતો તેમ-તેમ તેનું હ્રદય વધુ જોરથી ધડકવા લાગ્યું હતું.

“ પરંતુ હવે એ હિસાબ ચુકવવાનો સમય નજદીક આવી ગયો છે. જે કૃત્ય આપણા વડવાઓએ આચર્યુ હતું તેનું પરીણામ આપણે ભોગવવાનું છે ઇશાન. મને ખ્યાલ આવે છે કે તું શું વિચારી રહયો છે. તને મારી ચીંતા થવી સ્વાભાવીક છે....પણ હું તૈયાર છું. તારા વડદાદા વિરમ તપસ્વીએ જે ગુનો કર્યો હતો તેનું ફળ ભોગવવા હું તૈયાર છું. તું સાચું માનીશ ઇશાન, નવનીત ચૌહાણે જ્યારે નગરનાં વડવાઓને સન્માનવાની અને તેમની મૂર્તિઓનાં સ્થાપનની દરખાસ્ત નગરની સામાન્ય મિટિંગમાં બધા સમક્ષ રજુ કરી હતી ત્યારેજ હું સમજી ગયો હતો કે તે ક્ષણેથી જ નગરનું પતન થવું શરૂ થઇ ગયું છે. મારે વિરોધ નોંધાવવો હતો પરંતુ મિટિંગમાં હાજર લોકોએ બહુમતથી તેને મંજુરી આપી દીધી હતી એટલે હું ખામોશ રહયો હતો. મિટિંગ વિખેરાઇ પછી નવનીતને એકલાને અલગ બોલાવી મેં તેને સમજાવવાની કોશીષ કરી જોઇ....પણ તે માન્યો નહી. તેનાં દિલમાં એક એવી મહત્વકાંક્ષા જાગી હતી કે તેનાં દાદા ભૂપત ચૌહાણનું નામ વિભૂતી નગરવાસીઓ ગર્વથી પેઢઓની પેઢીઓ સુધી યાદ રાખે. તેની મહત્વકાંક્ષાએ મારી વાતને તેની સમજ શક્તિ સુધી પહોંચવા દીધી જ નહી. તેનું જે પરીણામ આવવું જોઇતું હતું...મને જે વાતની બીક હતી, એ સીલસીલો તે મિટિંગનાં બીજા જ દિવસથી શરૂ થયો. સૌથી પહેલુ મૃત્યુ માથુરનાં બ્રુનોનું થયું...અને પછી તો જાણે એક પછી એક આફતો નગર ઉપર ત્રાટકતી રહી. મારે આ તમામ ઘટનાઓથી તને દુર રાખવો હતો એટલે તને કંઇ નહોતુ જણાવ્યુ, પરંતુ હવે જ્યારે તું બધુ જાણીને જ આવ્યો છે તો કોઇ વાત છુપાવવાનો અર્થ નથી.”

“ આપણે કોઇપણ ભોગે આજનો કાર્યક્રમ રોકીએ તો...? ”

“ હવે તેનો કોઇ મતલબ નીકળશે નહી. કદાચ, કાર્યક્રમ રોકી દઇએ તો પણ હવે જે થવાનું છે તે થઇને જ રહેશે. વર્ષોથી સમુદ્રમાં ઘરબાયેલી શક્તિઓને આપણે જાણી-જોઇને જગાડી છે. તે શક્તિઓ હવે તેનો બદલો લઇને જ જંપશે...” નિરાશ વદને દાદાએ કહયું. જે શબ્દો થોડીવાર પહેલા શંકર મહારાજ બોલ્યા હતા એવા જ શબ્દો અત્યારે તેનાં દાદા બોલી રહયા હતાં.

***

આંચલ તેનાં રેડિયો સ્ટેશન પર હતી. તે વહેલી સવારથી જ નગરમાં યોજાનાર ઉત્સવની જાહેરાત તેનાં રેડિયો દ્વારા સતત પ્રસારીત કરી રહી હતી. અત્યારે બપોર થવા આવી હતી. બે વખત તેણે પંચમ દવેને કોન્ટેક કરવાની કોશીષ કરી જોઇ પરંતુ તેનો ફોન સતત ” આઉટ ઓફ કવરેજ ” બતાવતો હતો. તેને આશ્વર્ય જરૂર થયું પરંતુ તેનાં માટે પંચમદવે અત્યારે અગત્યનો નહોતો. તેનાં રેડિયો સ્ટેશન પરથી સતત આજે નગરમાં થનારા વિવિધ કાર્યક્રમો વીશે માર્ગદર્શન અને જાણકારી આપવામાં તે મશગુલ હતી. લગભગ બપોરે બાર વાગ્યે તેનો એ કાર્યક્રમ પત્યો હતો અને આળસ મરડતી તે ખુરશીમાં લાંબી થઇને બેઠી. સ્પ્રીંગવાળી ઝૂલતી ચેરમાં પીઠ ટેકવી તેણએ બંને પગને ટેબલ ઉપર લંબાવ્યા અને આરામથી ઝુલતી બેઠી. આંખો બંધ કરીને હજુ તેણે એક ગીત ગણગણવાનું શરૂ જ કર્યુ હતું કે....

“ ટીનન...ટીન...ટીન...ટીનનન....” એક સુમધુર, કાનને સાંભળવું ગમે એવું સંગીત તેનાં કાને પડયું. સહસા તે ચોંકી ઉઠી અને ટેબલ ઉપર ટેકવેલા પગને ખુરશી નીચે લબડાવી તે ટટ્ટાર થઇ. “ ટીન...ટીનન...ટીન... ” સંગીતની ધુન એટલી શાંત અને કર્ણપ્રીય હતી કે બે ઘડી તો આંચલને મજા પડી. પહેલાં તેને લાગ્યું કે એ ધુન તેની દિવાલે લટકતી ઘડીયાળ માંથી વહે છે. ખુરશીને ગોળ ફેરવી તેની પીઠ પાછળની દિવાલે લટકતી ઘડીયાળ તરફ નજર કરી. ના....ધ્વની ત્યાંથી નહોતો આવતો. સંગીત એ તરફથીજ રેળાતું હતું પરંતુ તે ઘડીયાળનું નહોતું. તેની ઘડીયાળ માં એવી કોઇ સિસ્ટમ જ નહોતી. તે એક સાદુ ઘડીયાળ હતું એવુ તેને યાદ આવ્યુ. તો પછી અવાજ આવે છે કયાંથી...? હેરાનીભરી આંખોએ તેણે ઓફિસમાં નજર ઘુમાવી. સહસા એક જગ્યાએ તેની આંખોની કીકીઓ સ્થિર થઇ. ત્યાં સામે... દુર... દિવાલને અઢેલીને મુકાયેલાં બીજા એક ટેબલ ઉપર, કશુંક લાલ-લાલ ગઠ્ઠા જેવું કંઇક સળગતું હતું. તપતાં સુરજની ગરમ ભઠ્ઠીમાં કોઇ ચીજ ઉકળી રહી હોય એવો લાલ હિંગળોક પ્રકાશ ત્યાંથી ઉઠતો હતો. એ શું હશે...? તેનું હ્રદય જોર-જોરથી ધડકવા લાગ્યુ. ઓફિસમાં મોટેભાગે તે એકલી જ હોય છે....આજે પણ એકલી હતી. જીંદગીમાં પ્રથમવાર એકલા હોવાનો ડર તેનાં મન ઉપર હાવી થયો. તે ખુરશીમાંથી ઉઠી અને ધીરે પગલે એ ટેબલ તરફ આગળ વધી. “ ટીનન...ટીનન...ટીન...ટીનન..” એવું સુમધુર સંગીત ત્યાંથી જ ઉદ્દભવતું હતું. તે આગળ વધી અને ટેબલની લગોલગ પહોંચીં. અને...તેની આંખો પહોળી થઇ. ભર બપોરે તેનો ચહેરો તરડાયો. ભયાનક ડરનું એક લખલખું તેનાં શરીરમાં ફરી વળ્યું. એક હેરતઅંગેજ દ્રશ્ય તેની આંખો સમક્ષ સર્જાયુ હતું, જેનો ડર તેનાં શરીરનાં રોમ-રોમમાં ફરી વળ્યો. ક્ષણપુરતો એક વિચાર ઉદભવ્યો કે તે અહીથી ભાગી છુટે અને તેની ઓફિસથી તે દુર ભાગી જાય, પરંતુ એવું તે કરી ન શકી. જાણે તેનાં પગને ગુંદરથી કોઇએ ઓફિસની ફર્શ સાથે ચીપકાવી દીધા હોય એમ ત્યાંજ તે ખોડાઇ રહી અને ફાટેલા મોંએ ટેબલ ઉપર સળગતા પેલા એક હાથાવાળા અરીસાને જોઇ રહી. હાં...આ એજ અરીસો હતો જે તેનો નાનો ભાઇ મોન્ટુ દરિયાકિનારેથી શોધીને લાવ્યો હતો. એ અરીસાને જાણે કોઇકે ધગ-ધગતી સળગતી ભઠ્ઠીમાં નાંખ્યો હોય એટલો લાલચોળ તપી ઉઠયો હતો. તેમાંથી નીકળતી ઉની આંચ આંચલ આટલે દુરથી પણ મહેસુસ કરી શકતી હતી. આંચલનાં સીનામાં ધડકતા દિલની ધડકનોમાં એ દ્રશ્ય જોઇને ભયાનક ખૌફ ઉદ્દભવ્યો. અરીસામાંથી સતત વહેતું “ ટીનન....ટીન...ટીનન..” સંગીત એ ખૌફને ,એ ડરને ઔર વધારી રહ્યું હતું.

( ક્રમશ )