From the Earth to the Moon - 14 in Gujarati Short Stories by Jules Verne books and stories PDF | ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 14

Featured Books
Categories
Share

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 14

તીકમ અને લેલું

પ્રકરણ ૧૪

એજ સાંજે બાર્બીકેન અને તેમના સાથીઓ ટેમ્પા ટાઉન પરત થયા; જ્યારે મર્ચીસન એટલેકે તેમનો એન્જીનીયર ન્યુ ઓર્લિયન્સ જવા માટે ટેમ્પીકોમાં બેઠો. તેનું હવેનું કાર્ય હતું કારીગરોની ફોજ બનાવવા માટેનું લીસ્ટ તૈયાર કરવાનું અને માલસામાન એકઠો કરવાનું. ગન ક્લબના સભ્યો ટેમ્પા ટાઉનમાં જ રોકાઈ ગયા કારણકે તેમણે શરૂઆતનું કાર્ય કરવા માટે સ્થાનિકોને મદદ કરવાની હતી. વિદાય થયાના આઠ દિવસ બાદ ટેમ્પીકો ઇસ્પીરીટુ સેન્ટોની ખાડી પર પરત આવી અને આ વખતે તેની પાસે સ્ટીમ બોટ્સનો આખો કાફલો પણ હતો. મર્ચીસને પોતાની સાથે પંદરસો કારીગરોને પણ સાથે આવવા માટે મનાવી લીધા હતા. ગન ક્લબ દ્વારા ભારેખમ મજુરી આપવાની તૈયારી હોવાને લીધે મર્ચીસને કારીગરોને એક આખી સેના ભેગી કરી હતી જેમાં ભઠ્ઠીવાળા, લુહારો, પથ્થર તોડવાવાળા, ખાણીયા, ઇંટો બનાવનાર અને મહેનતની કળા જાણનારા તમામ લોકો જેને કોઇપણ પ્રકારના રંગભેદ વગર સમાવી લેવામાં આવ્યા હતા. આ તમામ મજુરોએ વળી પોતાના પરિવારો પણ સાથે લીધા હતા આમ એક આખું ગામ જાણેકે સ્થળાંતર કરીને આવ્યું હોય એવું લાગી રહ્યું હતું.

૩૧મી ઓક્ટોબરની સવારના દસ વાગ્યે આ આખું લશ્કર ટેમ્પા ટાઉનના મછવાઓ પર ઉતર્યું અને કોઇપણ કલ્પી શકે છે કે આમ થવાથી એ નાનકડા શહેરની શી હાલત થઇ હશે જેની વસ્તી એક જ દિવસમાં બમણી થઇ ગઈ હતી,

શરૂઆતના કેટલાક દિવસોમાં આ તમામ ફ્લોટીલામાં લવાયેલા કાર્ગોને ઉતારવામાં વ્યસ્ત રહ્યા, જેમાં મશીનો, રાશન ઉપરાંત લોખંડની મોટી મોટી પ્લેટો હતી જેને અલગ અલગ ટુકડામાં નંબર આપીને લાવવામાં આવી હતી. આજ સમયે બાર્બીકેને રેલ્વેના પ્રથમ પાટાની સ્થાપના કરી જે છેવટે સ્ટોન્સ હિલને ટેમ્પા ટાઉન સાથે જોડવાના હતા. પહેલી નવેમ્બરે બાર્બીકેન ખાસ કારીગરોની એક ટુકડી લઈને ટેમ્પા ટાઉન છોડી ગયા અને બીજેજ દિવસે સ્ટોન્સ હિલની આસપાસ નાનાનાના ઝુંપડાઓ અસ્તિત્વમાં આવી ગયા. આ ઝુંપડાઓની આસપાસ અણીયાળી જાળીઓ પણ બાંધી દેવામાં આવી જેથી કોઇપણ તકલીફ સામે રક્ષણ મળી શકે. આ દ્રશ્ય જોઇને કોઈને પણ એમ લાગે કે તે અમેરિકાના કોઈ નવા શહેરમાં આવી ગયો છે. તમામ વસ્તુઓ શિસ્તના માળખાં હેઠળ આવરી લેવામાં આવી અને આથી જ કાર્ય પણ ધાર્યા મુજબ જ શરુ થઇ શક્યું.

જમીનની બનાવટને પણ વારંવારના શારકામ દ્વારા અત્યંત ઝીણવટથી ચકાસવામાં આવી અને ત્યારબાદ ખોદકામની શરૂઆત ચોથી નવેમ્બરે શરુ થશે એમ નક્કી કરવામાં આવ્યું.

તે દિવસે બાર્બીકેને તમામ મુકાદમોને બોલાવ્યા અને તેમને આ પ્રમાણે સંબોધ્યા: “મારા મિત્રો, તમને બધાને ખબર છે કે આપણે ફ્લોરીડાના આ જંગલના વિસ્તારમાં કયા કાર્ય માટે ભેગા થયા છીએ. આપણું કાર્ય એક એવી તોપ બનાવવાનું છે જેનો અંદરનો ડાયામીટર નવ ફીટ લાંબો હોય, છ ફૂટ જાડો હોય અને જેની અંદર સાડાઓગણીસ ફૂટની જાડાઈ વાળો ગોળો મુકવામાં આવશે. આથી આપણે અત્યારે સાઈઠ ફૂટના ડાયામીટરનો તેમજ નવસો ફૂટ ઊંડો એક કૂવો ખોદવાનો છે. આ મહાન કાર્ય આપણે આઠ મહિનામાં પૂર્ણ કરવાનું છે, આથી તમારે કુલ ૨,૫૪૩,૪૦૦ ક્યુબીક ફૂટનો ખાડો ૨૫૫ દિવસમાં તૈયાર કરી બતાવવાનો છે; બીજા શબ્દોમાં કહું તો તમારે રોજ લગભગ ૨૦૦૦ ક્યુબીક ફૂટનું ખોદકામ કરવાનું છે, જે મારા હિસાબે હજાર માણસો માટે જરાય મુશ્કેલીભર્યું નથી કારણકે આ કામ ખુલ્લામાં કરવાનું છે જે બંધ જગ્યા કરતા વધારે સરળ સ્થળ છે. જો કે આ કાર્ય થવું તો જોઇશે જ, અને હું એમ જરૂરથી કહીશ કે એ તમારી હિંમત અને કુશળતાથી જ પાર પડશે.”

બીજે દિવસે સવારે આઠ વાગ્યે ફ્લોરીડાની ધરતી પર તીકમનો પહેલો પ્રહાર થયો અને ત્યારબાદ અસંખ્ય મજૂરોના હાથમાં રહેલા એ મુખ્ય ઓજારે ક્યારેય આરામ લીધો નહીં. દર ત્રણ કલાકે મજૂરો ગેન્ગસ એકબીજાને આરામ આપતી હતી.

ચોથી નવેમ્બરે સ્ટોન્સ હિલની ટોચ ઉપર પચાસ મજૂરોએ સાઈઠ ફૂટનો ડાયામીટર બનાવતા બનાવતા ખોદકામ શરુ કર્યું. તીકમ સૌથી પહેલાં એક કાળા પથ્થર સાથે ટકરાયો જે છ ઇંચ જાડો હતો અને તેને બહુ જલ્દીથી દૂર કરવામાં આવ્યો. ત્યારબાદ બે ફૂટની ઉંડાઈ સુધી જીણી રેતી મળી જેને સંભાળપૂર્વક બાજુમાં રાખી દેવામાં આવી કારણકે તે કાસ્ટિંગ માટે ભવિષ્યમાં કામમાં લાગવાની હતી. ત્યારબાદ કેટલીક ઘટ્ટ સફેદ માટી સામે આવી જેને બ્રિટનમાં ચોક કહેવામાં આવતી હતી. આ બંનેએ ચાર ફૂટની ઊંડાઈ કરી આપી. ત્યારબાદ ફરીથી લોખંડનું એક ઓજાર જમીનની મજબુતાઈ સાથે ટકરાયું જે આમ તો તે એક પથ્થર જેવું હતું પરંતુ તે કોઈ ખનીજ હોય એવું પણ લાગી રહ્યું હતું. એકદમ સુકું અને એકદમ મજબુત એવા આ પથ્થર જેવા ખનીજને તીકમ તોડી શકવા માટે અસમર્થ હતું. આ સમયે ખાડો સાડા છ ફૂટ સુધી ખોદાઈ ગયો હતો અને કડિયાકામ શરુ કરવામાં આવ્યું હતું.

ખોદકામની જગ્યાના તળીએ આ લોકોએ ઓકના વૃક્ષનું એક ચક્કર બનાવ્યું જેને ચાકીથી જોડવામાં આવ્યું હતું અને તે ખૂબ મજબૂત પણ હતું. લાકડાના આ ચક્કરની બરોબર વચ્ચે કોલમ્બિયાડના આગલા ભાગના ડાયામીટર જેટલોજ એક પોલો ડાયામીટર બનાવવામાં આવ્યો હતો. આ જ ચક્કર પર સૌથી પહેલા કડિયાઓએ પોતાનું પ્રથમ કાર્ય કર્યું અને હાયડ્રોલીક સિમેન્ટથી જોડવામાં આવેલા પથ્થરો હતા જેને અત્યંત મક્કમતાથી તેની સાથે જોડવામાં આવ્યા હતા. ગોળાકારના ઘેરાવાથી મધ્ય તરફ આ પ્રમાણે પથ્થરોનું બાંધકામ થવાને લીધે મજૂરો જાણેકે એકવીસ ફૂટના ડાયામીટરવાળા એક કુવામાં ઉભા રહી ગયા હોય એમ લાગી રહ્યું હતું. જ્યારે આ કામ પૂર્ણ થયું ત્યારે ખોદકામવાળાઓએ પોતાનું કાર્ય ફરીથી શરુ કર્યું અને પેલો પથ્થર ચક્કરની નીચેથી ફરીથી તોડવા લાગ્યા. દર બે ફૂટના ખોદકામ બાદ તેઓ પથ્થરના ટુકડાઓને ખસેડી લેતા હતા. આ સમય દરમિયાન પેલું ચક્કર સતત ધીરેધીરે નીચેની તરફ સરકી રહ્યું હતું અને ઉપરની તરફ જ્યાં કડીયાઓએ અતૂટ મહેનતથી કાર્ય કર્યું હતું તેમણે સતત કેટલીક ફાંટ રાખવાનું કામ કરે રાખ્યું જેથી જ્યારે કાસ્ટિંગનું કાર્ય થાય ત્યારે આ ફાંટમાંથી ગેસ આસાનીથી પસાર થઇ શકે.

એક કારીગર માટે આ કામ કરવામાં અત્યંત ધ્યાન રાખવાની જરૂર હોવા ઉપરાંત કાર્ય વ્યવસ્થિત થાય તેની જવાબદારી પણ હતી. ચક્કરની નીચે કાર્ય કરનારા એકથી વધારે મજૂરો પથ્થરની ફાડોથી ઈજા પણ પામ્યા. પરંતુ તેમના કામ પ્રત્યેની ધગશે ક્યારેય વિરામ ન લીધો પછી તે દિવસ હોય કે રાત, સુર્યપ્રકાશ હોય કે ઇલેક્ટ્રિક લાઈટ. પથ્થરો સામે ટકરાતી તીકમોના અવાજ, પથ્થરો તોડતા ટેટાઓના ધડાકા, જમીનનો ભુક્કો કરતા મશીનોનો અવાજ અને આ બધામાંથી ઉભા થતા ધુમાડાએ સ્ટોન્સ હિલની આસપાસ આતંકનું એક વર્તુળ બનાવી દીધું જેને તોડવાની હિંમત ભેસોનાં ટોળાઓએ કે પછી સેમીનોલ્સના યોદ્ધાઓએ ક્યારેય કરી નહીં. જે હોય તે, પણ કાર્ય એ સમયે નિયમિતપણે આગળ વધતું રહ્યું, જ્યારે આગથી ચાલતી ક્રેન કચરો હટાવવા લાગી. વિચાર્યા ન હોય એવા અંતરાય બહુ ઓછા આવ્યા પરંતુ જો આવ્યા તો તેને તરતજ હટાવી દેવામાં આવ્યા.

પહેલા મહિનાને અંતે નક્કી કરેલા સમય દરમિયાન જે ઉંડાઈ મેળવવાની હતી તે એટલેકે ૧૧૨ ફૂટને મેળવી લેવામાં આવી. આ ઉંડાઈ ડિસેમ્બરમાં બેવડી અને જાન્યુઆરીમાં ત્રણગણી થઇ ગઈ.

ફેબ્રુઆરીના મહિનામાં મજૂરોને પાણીની ચાદર સાથે સામનો કરવામાં આવ્યો જે બહારની ધરી સુધી ફેલાઈ ગઈ હતી. હવે એ જરૂરી હતું કે એર કમ્પ્રેસરની મદદથી ચાલતા શક્તિશાળી પંપની મદદ લેવામાં આવે જેનાથી આ કાણું સુકાઈ જાય અને જ્યાંથી પાણીનો આ ફુવારો આવી રહ્યો હતો તેને પણ બંધ કરી દેવામાં આવે, બિલકુલ એવી જ રીતે જે રીતે જહાજમાં પડેલા કાણાને સીવી દેવામાં આવે છે. આ કાર્યમાં થોડી જમીન ગુમાવવાની ખોટ સાથે સફળતા મળી. ચક્કર બનાવનારાઓ એ આ સમયે સાથ છોડ્યો અને ત્યારબાદ તેમની સાથે એક નાનકડું સમાધાન કરવામાં આવ્યું. આ અકસ્માતે ઘણા કારીગરોનો ભોગ લીધો.

ત્યારબાદ કાર્યના વિકાસમાં કોઈજ અડચણ આવી નહીં અને દસમી જૂને, બાર્બીકેને નક્કી કરેલી સમયમર્યાદાથી વીસ દિવસ પહેલાં જ, ૯૦૦ ફૂટનો એક કુવો જેનું મુખ પથ્થરનું બનેલું હતું તેને સફળતાપૂર્વક બનાવી લેવામાં આવ્યો હતો. આ કુવાના તળીયે ત્રીસ ફૂટની જાડાઈ વાળા સિમેન્ટના એક મોટા ખડકનું કડીયાકામ થયું જ્યારે સૌથી ઉપરનો ભાગ જમીન સાથે જ જોડાયેલો રહ્યો હતો.

પ્રમુખ બાર્બીકેન અને ગન ક્લબના સભ્યોએ તેમના એન્જીનીયર મર્ચીસનને ખુબ અભિનંદન આપ્યા કારણકે આ પ્રચંડ કાર્ય માનીન શકાય તેટલી ઝડપે પતાવી દેવામાં આવ્યું હતું.

આ આઠ મહિના દરમિયાન બાર્બીકેને એક વખત પણ સ્ટોન્સ હિલ છોડ્યું ન હતું. ખોદકામના કાર્ય પર તેમની નજર રહેતી, તેઓ મજૂરોની તબિયત અને સુખાકારી બાબતે સતત કાર્ય કરતા રહેતા હતા. તેમની મહેનતને લીધેજ ઉષ્ણકટિબંધના વિસ્તારોમાં ગીચ વસ્તી વચ્ચે થતી વારંવારની બીમારીઓ તેમજ મહામારી સામે મજૂરોને રક્ષણ મળી શક્યું હતું.

એ સાચું છે કે ઘણાબધા મજૂરોએ આ કાર્ય દરમિયાન પોતાનો જીવ ગુમાવવો પડ્યો કારણકે આ કાર્ય જ એટલું ખતરનાક હતું; પણ આ અકસ્માતો એવા હતા કે જેનાથી બચી શકાય એમ ન હતું અને એ એવા અકસ્માતો હતા જેની તમામ અમેરિકનોને જાણ હતી જ અને તેનાથી તેઓને જરાય ફિકર રહેતી ન હતી. તેમને મનુષ્યના સ્વભાવ પર વધારે માન હતું નહીં કે કોઈની અંગત લાગણીઓ પ્રત્યે.

જે હોય તે, પણ બાર્બીકેનના સિદ્ધાંતો આ તમામથી સાવ ઉંધા હતા અને તેમણે તેને જ્યારે પણ જરૂર પડી ત્યારે અમલમાં પણ મુક્યા. આથી તેમની સંભાળ, તેમની અક્કલ, તકલીફના સમયે મદદરૂપ થયેલી તેમની દખલગીરી અને તેમનામાં પ્રચૂર માત્રામાં રહેલું માનવીય ડાહપણ, આ બધા કારણોને લીધે અકસ્માતની સંખ્યા એટલાન્ટીકના બીજા કિનારે થતા અકસ્માતો, જ્યાં વધારે સાવચેતી રાખવામાં આવે છે તેની કિંમતના પ્રમાણમાં ખુબ ઓછી થઇ હતી. ફાંસ જ્યાં દર બે લાખ ફાન્કના કાર્ય સામે એક અક્સ્માત થતો હોય છે તેની સામે તો આ અકસ્માતો કોઈજ મુલ્ય ધરાવતા ન હતા.