Coffee House - 11 in Gujarati Love Stories by Rupesh Gokani books and stories PDF | કોફી હાઉસ - પાર્ટ-૧૧

Featured Books
Categories
Share

કોફી હાઉસ - પાર્ટ-૧૧

રૂપેશ ગોકાણી

Contact no. – 80000 21640

કોફી હાઉસ પાર્ટ – 11

લવ સ્ટોરી

“પ્રેય ઘરમાં અંદર નહી આવે? અહીથી જ મને છોડીને ચાલ્યો જઇશ?” મે તેને દરવાજા પાસે ડ્રોપ કરી ત્યારે કુંજ ચહેકી ઉઠી. “અંદર તારો બાઘડ બીલ્લો ખુલ્લેઆમ શિકારની શોધમાં ભટકતો હશે અને મને તું અંદર આવવાનુ કહે છે? ના બાબા ના, એવું રીશ્ક નહી લેવું મારે.” હું બોલતા બોલતા હસી પડ્યો. “પ્રેય મારીશ હો, એ મારા પપ્પા છે, યાદ છે કે નહી? તેના વિશે આમ કહે તે મને ન ગમે.” તે પણ ગંભીરતાથી પુરુ વાક્ય બોલી ન શકી અને હસી પડી.

“બસ આ જ રીતે નિર્ભય રીતે આજીવન હસતી રહે તેવી શુભેચ્છા છે કુંજ. તારુ આ નિર્દોષ હાસ્ય પર તો આવા લાખો બાઘડ બીલ્લાઓને પાંજરે પુરી દઉ.” હું રોફ જમાવતા બોલ્યો. “પપ્પા એ પપ્પા , મારે.જરા અહી આવો તો, પ્રેય આવ્યો છે મળવા તમને. એ કંઇક કહે છે તમારા વિષે.” તેણે ત્યાં ગેઇટ પાસે ઉભા ઉભા જ બૂમ પાડી. “અરે યાર , તું તો બધી વાત ગંભીરતાથી લઇ લે છે. મારે બે ઘડી મજાક પણ ન કરવી તારી સાથે?”

“ડોન્ટ વરી પ્રેય, પપ્પા ઘરે નથી. એ જરૂરી કામ અર્થે અમદાવાદ ગયા છે.” “હાસ.. મારા જીવમાં જીવ આવ્યો.” “ચલ બાય ડીઅર. કાલે મળીએ કોલેજે.”

“ઓ.કે. બાય.” કહેતા તેણે મને ફ્લાઇંગ કીસ આપી દોડીને ગેઇટ ખોલી અંદર જતી રહી.

સાતમા આસમાને વિહરતો હું પણ મામાના ઘરે જવા નીકળી ગયો. તે દિવસે હું ખુબ જ ખુશ હતો. મારી ઇચ્છા અને ધારણા મુજબ કુંજના બર્થ ડે ને સેલીબ્રેટ કરવા હું સફળ રહ્યો હતો. ઘરે પહોંચી બુક લઇ આડો પડ્યો કે મને થોડી જ વારમાં ઉંઘ આવી ગઇ. આગલી રાત્રીએ બધી તૈયારીમાં આરામ જ થયો ન હતો. સાંજે છ વાગ્યે ઉઠ્યો. જરા ફ્રેશ થયો અને પછી વાંચવા બેસી ગયો. આજે મનમાં અલગ જ પ્રકારની શાંતિ ફીલ થતી હતી અને મારુ સંપુર્ણ ધ્યાન વાંચનમાં હતુ. એકાદ બે કલાક કન્ટીન્યુઅસ વાંચન બાદ થોડો રેસ્ટ લેવા મે ફોન હાથમાં લીધો અને કુદરતી મારુ મન કુંજને મેસેજ કરતા હું રોકી ન શક્યો. “હાય કુંજ,” બીજી જ પળે તેનો રિપ્લાય આવ્યો , “હાય પ્રેય. હાઉ આર યુ?” “આઇ એમ ફાઇન. કેમ મારા મેસેજની જ રાહ જોવાતી હતી કે શું?” “હાસ્તો વળી. આપણે છુટા પડ્યા ત્યારથી તારા મેસેજની રાહ જોતી હતી તે છેક હાલ તારો મેસેજ આવ્યો.” મને મારી ઉંઘણશી હોવાની ટેવ પર જરા ગુસ્સો આવી ગયો અને મે ફટાફટ મેસેજ ટાઇપ કર્યો , “સોરી બેબી, જરા આંખ લાગી ગઇ હતી મારી.” “મને જાગતી છોડીને મસ્ત ઉંઘ કરી લીધી ને?”

“અરે ના બેબી, કાલે આખી રાત ઉંઘ્યો ન હતો તે ક્યારે સુઇ ગયો એ ખબર જ ન રહી.” “કેમ કાલે રાત્રે કઇ ફ્રેન્ડ સાથે ચેટ કરતા હતા તે ઉંઘી ન શક્યા જનાબ? જરા કહો તો અમને પણ ખબર પડે ને?”

“છે એક ફ્રેન્ડ મારી. એ આપણી જ કોલેજમાં સ્ટડી કરે છે. કાલે તો રાત્રીના ત્રણ વાગ્યા સુધી તેની સાથે ચેટ કરી. ટાઇમ ક્યાં અને કેવી રીતે પસાર થઇ ગયો તેની ખબર જ ન પડી.” “ઓહહહહ..... ધેટ્સ ગ્રેટ પ્રેય. અમને પણ મળાવાનો મોકો આપો તમારી અપ્સરા સાથે.”

“એ કાંઇ કોઇ પણ અજાણ્યાઓને ન મળે. તેને મળવા માટે તો અપોઇન્ટમેન્ટ લેવી પડે કુંજ.” “હા તો તું અપાવી દે અપોઇન્ટમેન્ટ. આટલી તો લાગવગ ચાલે ને મારી?” “ના જી ના. લાગવગ ન ચાલે તેમા. તેને મળવા માટે તો ભલભલા આતુર છે પણ તેને ક્યાં મારાથી ફુરસત મળે છે?” હમ્મ્મ્મ્મ ગુડ, તો તેને મળવા શું કરવુ પડશે? ક્યાં જવુ પડશે મારે.” એક કામ કર તો તું તેને મળી શકે.’ “શું બોલ ને બાબુ. શું કરુ?” “તુ ક્યાં બેઠી છે અત્યારે?” “મારા રૂમમાં આપણે તે દિવસે જ્યાં બેઠા હતા ત્યાં જ.” “હા તો ત્યાંથી જરા લેફ્ટ સાઇડ પર નજર કર.” “અરે ત્યાં તો મીરર છે પ્રેય.” “હા તો જોઇ લો મારી ફ્રેન્ડને મીરરમાં”

“કેમ મારી ફ્રેન્ડ છે ને લાખોમાં એક? છે તેનો કોઇ જવાબ?” મે બીજો મેસેજ મોકલી દીધો. “તેના ખુલ્લા હવામાં લહેરાતા વાળ, કાનમાં ચમકતી નાની નાની ઇયરીંગ્સ, સિમ્પલ બટ સોબર સ્ટાઇલ, તેની મંદ મંદ મુસ્કાન, હસતા હસતા તેના હાથેથી આંખ સાથે ચેનચાળા કરતી લટને સંવારવાની તેની આદત, આ બધુ તો કોઇ અપ્સરાના જ ગુણ છે ને???” મે ત્રીજો મેસેજ કર્યો. “કેમ જેલીય્સી ફીલ થવા લાગી કુંજ મારી ફ્રેન્ડને જોઇને??? તારો કોઇ રિપ્લાય નહી આવતો.” મે ચોથો મેસેજ કર્યો ત્યાં મને કુંજનો કોલ આવ્યો. “ફોન રીસીવ કરતા જ તે બોલી , “હવે બસ કરો મિસ્ટર પ્રેય, ક્યાંક તમારી ફ્રેન્ડને મારી જ નજર લાગે ન જાય.” કહી તેણે ફોન કટ કરી દીધો. હું મનોમન હસી પડ્યો અને બાજુમા રહેલા પીલ્લોને ગળે વળગાડી બેડ પર પડ્યો , “ઓહ માય કુંજ આઇ લવ યુ સો મચ એન્ડ આઇ નો યુ અલ્સો લવ મી મોર ધેન આઇ. પણ મને ખબર છે કે તું પ્રેમનો ઇઝહાર કરતા અચકાય છે.” બોલતા બોલતા હું તેને મહેસુસ કરવા લાગ્યો. “હવે હવામાં ઉડવાનુ બંધ કર અને વાંચનમાં ધ્યાન આપ.” તેનો મેસેજ વાંચતા જ હું સફાળો બેઠો થઇ ગયો. મને ફીલ થયુ જાણે તે મારી હરકતો પર નજર રાખી રહી છે કે શું?” “ઓ.કે. બેબી. મીસીંગ યુ સો મચ.” કહી હું ફરી વાંચવા લાગ્યો. *****************

“હાય ધ્વનુ. હાઉઝ યુ માય ફ્રેન્ડ?” સવારે કોલેજ પહોંચતા જ ધ્વની પાસે તેના હાલચાલ પુછવા બેસી ગયો. “આઇ એમ ફાઇન પ્રેય. કેમ આજે તો તારા ચહેરા પર બહુ રોનક દેખાય છે. રાઝ શું છે આ રોનકનો?” “નથીંગ માય ફ્રેન્ડ. આઇ એમ કુલ ઑલ્વેઝ યુ ક્નો. “હા મજનુરામ આઇ નો યુ આર ઑલ્વેઝ કુલ. પણ આજે કાંઇક અલગ જ અંદાજ છે તમારી વાક્છટામાં?” “નહી તો ધ્વની, રીઅલી નથીંગ ન્યુ.” મે તેને જવાબ આપતા કહ્યુ. “પ્રેય હવે શાણપણને બાજુમાં મુકી દે. કુંજ મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને બધી વાત મારી સાથે શેર કરે છે. સમજ્યો ને બધી વાત.”

“તે દિવસ હું શરમાઇ ગયો ધ્વની સામે.” “મને તેણે કાલે જ કહ્યુ કે કઇ રીતે તે તેની માંફી માંગી અને તેનો બર્થ ડે સેલીબ્રેટ કર્યો. સાચે જ પ્રેય આઇ એમ પ્રાઉડ ઓફ યુ. તારી ભુલનો એહસાસ થતા તે તેનો સ્વીકાર કરી કુંજની માંફી માંગી લીધી એ તારી મોટાઇ છે. આઇ એમ પ્રાઉડ ધેટ આઇ એમ યોર ફ્રેન્ડ. આઇ લાઇક યોર વે ટુ ઇમ્પ્રેસ કુંજન.” “યા ધ્વની મે તેની માંફી માંગી લીધી અને તેણે મને દિલથી માંફ કરી દીધો પણ મને એક વાત હજુ સમજાતી નથી.” “શું પ્રેય? શું નથી સમજાતુ તને?” “આઇ એમ નર્વસ. કઇ રીતે તને કહું?” “અરે યાર એક બેસ્ટ ફ્રેન્ડ છું હું તારી. મને ન કહી શકે તું?” “ઓ.કે. પણ આ વાત આપણા બન્ને વચ્ચે જ રહેવી જોઇએ. કુંજને ન કહેતી પ્લીઝ.” “ઓ.કે. પ્રોમીસ. નહી કહું કોઇને પણ“ ધ્વનીએ કહ્યુ. “આઇ એમ ઇન લવ ધ્વની, આઇ એમ ઇન ડીપ લવ વીથ કુંજ.” “વાઉ.......ધેટ્સ ગ્રેટ. તો એમા નર્વસ થવાની શું વાત આવી? બીન્દાસ કહી દે તેને તારા દિલની વાત.” “કહી તો હમણા દઉ પણ તે મારા પ્રેમનો સ્વીકાર નહી કરે તો? એ વાતનો મને ડર લાગે છે.” “અરે બુધ્ધુ, ડફ્ફર જ હતો અને હજુ ડફ્ફર જ રહેવાનો. ક્યારેય નહી સુધરે તું. અરે યાર તું કુંજને ચાહે છે તો તેનો ઇઝહાર કરવામાં તને શું પ્રોબ્લેમ છે?” “મને ડર છે કે કદાચ પ્રેમના ચક્કરમાં હું આટલી સારી અને ક્લોઝ ફ્રેન્ડ ગુમાવી ન બેસુ. તે બહુ મોર્ડન છે અને તેની લાઇફ સ્ટાઇલ અને જીવનધોરણ મારા કરતા બહુ હાઇ છે. હું ક્યારેય તેને એ એશોઆરામ નહી આપી શકુ જે તેને અત્યારે તેના ફાધર આપી રહ્યા છે. એટલે મને થોડો ડર લગે છે.” “પ્રેય, કોઇ પણ ગર્લ હોય તેને મન પૈસા કરતા પ્રેમ અને હુંફ મહત્વના છે, ભવિષ્યમાં તુ જો દિલોજાનથી મહેનત કરીશ તો તું ધન પણ કમાઇ જ શકવાનો છે. એમ આઇ રાઇટ?” “હાસ્તો ધ્વની પણ મને.........” “શું પણ મને? હવે ડરપોક બનવાનુ રહેવા દે નહી તો કોઇ તારી કુંજને ઉડાડી દૂર આસમાનમાં વીહરી જશે અને તું અહી જમીન પર પીંજરાના પક્ષીની જેમ તેને જોતો રહી જશે.” “ના યાર આમ ન બોલ પ્લીઝ.” “તો પછી ડરવાનુ મુકી દે અને બી સ્ટ્રોંગ. હું તો કહુ છું આજે જ તારા પ્રેમનો ઇઝહાર કરી દે.” “ના ના ના આજે નહી. વખત આવે તેને હું મારા પ્રેમનો ઇઝહાર જરૂર કરીશ.” “હાય બોથ ઓફ યુ. શું બન્ને વાતો કરો છો? મે આઇ જોઇન યુ બોથ?” કુંજ આવી અને બોલી. “હું તો ચોંકી જ ગયો કે ક્યાંક મારી ધ્વનીની બધી વાત કુંજ સાંભળી નથી ગઇ ને?” “યા યા શ્યોર કુંજન. પ્લીઝ હેવ અ શીટ.” ધ્વનીએ તેને બેસવા ચેર આપતા કહ્યુ. “કુંજ તને ખબર છે પ્રેય શેરો સાયરીનો ખુબ શોખીન છે. બહુ મસ્ત સાયરી બોલી જાણે છે પ્રેય.” “સાચે પ્રેય? મને આજ સુધી ખબર જ ન હતી આ વાતની તો.” “હાસ્તો કુંજ. પ્રેય એકાદ નજારો પેશ કરી દે એટલે કુંજને પણ ખબર પડી જાય.” “અરે ના અત્યારે નહી. પછી ક્યારેક વાત. અત્યારે તો મારો મુડ કોફી પીવાનો છે.” “પ્લીઝ પ્રેય. એક સાયરી મારા માટે પ્લીઝ.” આહહહ મારી કુંજ મને રીકવેસ્ટ કરે અને હું સાયરી ન બોલુ તે કેમ ચાલે? અને મે મને ગમતી એક સાયરી બોલી ગયો.

“તકદીર ઉનકી જો હમે આઝમાયે બૈઠે હૈ,” “આયે હૈ મહેફિલ મે, મગર દૂર જાકર બૈઠે હૈ,” “નઝર સે નઝર મીલે તો પ્યાર હો,” “મગર અફસોસ વો નઝરે ઝુકાયે બૈઠે હૈ.”

સાયરી પુરી થતા જ મે કુંજ સામે જોયુ કે તે શરમાઇ ગઇ અને તેની પાંપણ ઝુકી ગઇ અને ઝુકેલી નજરે તે તેના ચન્દ્રમા સમાન ચહેરા પર સ્મિત વેરવા લાગી અને અગન ગરમીમા જેમ ચંદનનો સ્પર્શ સુહાવે તેમ મારુ રોમેરોમ પ્રફુલ્લીત થઇ ગયુ. થોડી વાર બસ નિરવ શાંતિ છવાઇ ગઇ. ન તે કાંઇ બોલી કે ન ધ્વની કે ન હું. “ઓય, હવે સાયરી પુરી થઇ ગઇ. હવે કોફીનો ઓર્ડર આપ પછી આપણે લેક્ચરમા જવાનુ છે, યાદ છે ને?” ધ્વની બોલી. “ઓ.કે. ઓ.કે.” મને સમય સ્થળનુ અનુસંધાન થતા મે કોફીનો ઓર્ડર આપ્યો અને કોફીને ન્યાય આપ્યા બાદ અમે ત્રણેય લેક્ચરમાં જવા નીકળી ગયા. રેગ્યુરરની જેમ સિંઘલ સર આવી ગયા અને લેક્ચર સ્ટાર્ટ થઇ ગયુ. આજે સિંઘલ સરે તમામ સ્ટુડન્ટ્સને પ્રોજેક્ટ વર્ક સોંપી દીધુ અને નેક્ષ્ટ મન્ડે પ્રોજેક્ટ સબમીટ કરવાની વોર્નીંગ પણ આપી દીધી. મને બધુ ગમે પણ લેખન વાંચન પણ આ પ્રોજેક્ટની વાત આવતા જ મારા મોતિયા મરી જાય પણ આ વખતે મે નક્કી કરી લીધુ હતુ કે કોઇ પણ ભોગે એ-વન પ્રોજેક્ટ તૈયાર કરવો છે અને તે બાબતે મે કુંજની હેલ્પ માંગી લીધી. મે વિચાર્યુ કે એ બહાને અમે બન્ને વધુ ટાઇમ સાથે સ્પેન્ડ કરીશું અને મારુ પ્રોજેક્ટ વર્ક પણ બહુ સારુ થઇ જશે. “પ્રેય તો એક કામ કરજે આજે સાંજે પાંચ વાગ્યે આવી જા મારા ઘરે. પપ્પા તો અમદાવાદ છે તો તને કોઇનો ડર નહી લાગે અને આપણે આરામથી પ્રોજેક્ટ તૈયાર કરી શકશું” કુંજે મને કહ્યુ. “ઓ.કે. ડન. હું પાંચ વાગ્યે આવું છું તારા ઘરે.”

હેલ્લો પ્રેય , છ વાગવા આવ્યા અને હજુ તુ ન આયો, ક્યાં છે? ફ્રેન્ડસ સાથે મસ્તી કરવામાં મશગુલ તો નહી થઇ ગયો ને?”

“નો માય સ્વીટુ, આઇ એમ ઓન માય વે ટુ યોર હોમ. મામાના ઘર માટે થોડી બજારમાંથી વસ્તુ લેવાની હતી તે આપીને બસ આવુ જ છું તારા ઘરે. કોફી રેડ્ડી રાખજે.”

“ઓ.કે. ચલ બાય.” “હાય કુંજ. હીઅર ઇઝ યોર પ્રેય. વ્હેર ઇઝ માય કોફી?”

હું તેને જોતો જ રહી ગયો. પીન્ક શોર્ટ ટોપ અને ઓફ વ્હાઇટ હાલ્ફ લેગીંગ્સ સાથે પીન અપ કરેલા વાળ, પગમાં પાયલ પહેરી તે મને વેલ કમ કરવા આવી. “આઇ એમ ઓલ્વેઝ ફાઇન પ્રેય. ઓય, હવે તારી ભાષામાં કહુ તો તારી કુંજગલીમાં ખોવાઇ જવાનુ બંધ કર અને બી સીરીયસ. આપણે પ્રોજેક્ટ વર્ક કરવાનું છે, યાદ છે કે ભૂલી ગયો?” “હા યાર યાદ જ છે. પહેલા મારી કોફી આપ પછી મગજ કાંઇક ચાલશે નહી તો હું મારી ભાષામા કહુ તો કુંજ્જ્જ્જ્જ્જ ગલીમાં ખોવાતો જ રહીશ.” કહેતા અમે બન્ને હસી પડ્યા. “મસ્તરામ આજે સર્વન્ટ નથુકાકા બીમાર છે તો આવ્યા નથી અને તને તો ખબર છે કે મને કોફી બનાવતા આવડતી નથી તો તારે જ કોફી બનાવવી પડશે આજે. વીલ યુ મેનેજ ઓર નોટ?”

“યા શ્યોર આઇ વીલ મેનેજે જાનુ. લેટ્સ ગો ટુ ધ કિચન. ચલ આજે તો તને કોફી બનાવતા શીખવાડુ.” હું બોલ્યો અને અમે બન્ને કિચન તરફ ગયા.

“ઓ.કે. બટ બી ફાસ્ટ. ડોન્ટ વેસ્ટ ટાઇમ ઓ.કે.?”

અમે બન્ને કીચનમાં ગયા અનો કોફી બનાવવાનું મે સ્ટાર્ટૅ કરી દીધુ. મારી બાજુમાં કુંજ ઉભી હતી. મારુ ધ્યાન તેની કુદરતી સુંદરતાને નીહાળવામાં જ મગ્ન હતુ. થોડીવારમાં મને શું થયુ કે મે તેના માથામાં ભરાવેલી હેરપીન ખેંચી લીધી અને તેના વાળને ખોલી નાખ્યા.

“મારી કુંજ ખુલ્લા વાળમાં જ સારી લાગે છે મીસ કુંજન. હવામાં લહેરાતા તારા ખુલ્લા કેશ મને ખુબ ગમે છે કુંજ.” હંમેશાની આદત મુજબ તે શરમાઇ જતા તેની લટ સાથે ગમ્મત કરતી લટને સંવારવા લાગી.

“હેય જાનુ કેમ શરમાઇ ગઇ? યુ ડીઝર્વ ધીસ વર્ડ્સ માય સ્વીટુ.” “થેન્ક્સ પ્રેય.” આજે શું હોય પણ તેની પાસે મારી સાથે વાત કરવાના શબ્દો ખુંટતા હતા.

“હેય કુંજ કેમ થેન્ક્સ પ્રેય આટલુ જ કહ્યુ? શબ્દો ખુંટે છે કે શું?” “બધી વાતોમાં શબ્દો જરૂરી નથી પ્રેય. ક્યારેક મૌનની પરિભાષા સમજી જવી પડે.”

મને મૌનની ભાષા કરતા તારી વાણી સાંભળવી વધુ ગમશે કુંજ.”

“ઉપ્પ્પ્પ્પ્સ ......આહહહહ......” કરતા અચાનક જ હું બરાડી ઉઠ્યો અને તે જોઇ કુંજ પણ ગભરાઇ ગઇ.

“શું થયુ???? જરા બોલ તો સહી.” કુંજ બોલી ઉઠી.

To be continued…………….