Sannatanu Rahashy - Part 12 in Gujarati Horror Stories by Bhavisha R. Gokani books and stories PDF | સન્નાટાનુ રહસ્ય - પાર્ટ-૧૨

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

સન્નાટાનુ રહસ્ય - પાર્ટ-૧૨

નામ – ગોકાણી ભાવિષાબેન રૂપેશકુમાર

email –

સન્નાટાનુ રહસ્ય- એક ભયાનક વાર્તા

વિષય : સસ્પેન્સ – થ્રીલર

પ્રકરણ : 12

“મેહુલ યાર તુ ફૈઝલ નબીર અને રવી યાદવની કાંઇ પણ હિસ્ટરી જાણ્યા વિના ગુસ્સે થઇ નીકળી ગયો. જરા સાંભળી તો લેવી હતી બધી વાત. શું વિના કારણે ગુસ્સે થાતો રહે છે?” પક્કાએ મેહુલને કહ્યુ.

“મારી વાત એમ હતી કે ફૈઝલ નબીર અને રવીને બહુ અનબન હતી અને એક બે વખત તો રવીનું કામ તમામ કરવા તેણે કોશિષ પણ કરી હતી પણ તે નાકામ રહ્યો એટલે મારુ કહેવુ એમ હતુ કે આપણે ફૈઝલની પણ તપાસ કરવી જરૂરી છે, ક્યાંક ફૈઝલે જ રવીને મારી નાખ્યો હોય તો??”

“તારી પણ બુધ્ધી બેર મારી ગઇ છે કે શું? શું તુ પણ આ ફૈઝલ બૈઝલની વાતમાં ફસાઇ ગયો છે? અરે યાર નરી આંખે દેખાય જ છે કે આ રીતે એક જ પેટર્નથી ત્રણ ત્રણ ખુન થઇ ચુક્યા છે અને હજુ તુ કહે છે કે ફૈઝલે રવીનુ ખુન કર્યુ છે અને ફૈઝલે જો રવીનુ ખુન કર્યુ હોય તો એ આ રીતે ખુન શું કામ કરે? એ રવી યાદવને બંદુકની ગોળીથી અથવા તો તેના કોઇ સાગરીતોની મદદથી ખુન કરાવી શક્ત. આ રીતે હેવાનિયતથી તો કોઇ મનોરોગી અથવા સીરીયલ કિલર જ ખુન કરી શકે માટે આ બધી ફૈઝલની ઇન્વેસ્ટીગેશન કરવાનુ બંધ કરી દે અને તું ત્યાં વાપીમાં તપાસ ચાલુ રાખ અને મને સુરતમાં જઇ તપાસ જારી રાખવા દે. સમજ્યો બુધ્ધુ???

“મેહુલ આપણે શકમંદ કોઇને પણ છોડી દેશુ તો ક્યાંક મોટુ નુકશાન થઇ ન જાય. અત્યારે તો જેના પર શક જાય કે તરત જ તેની તપાસ કરવા પાછળ પડી જવામાં જ અક્કલનું કામ છે.” ઇન્સપેક્ટર રાધે વર્માએ મેહુલને કહ્યુ. “રાધે તારી વાત સાચી છે. શકમંદ કોઇને પણ છોડી શકાય નહી. હુ મારી સિરિયલ કિલિંગની થિયરી પર આગળ વધુ છુ અને તુ અને પક્કો દુશ્મન અને શકમંદોની તપાસ કરો સાયદ તેમાંથી પણ કોઇ ખુની હોઇ શકે.”

“હા, તારી તપાસ ક્યાં સુધી પહોંચી છે. કોઇ અગત્યના ક્લુ મળ્યા?” “પક્કા યાર હજુ તો અંધારામાં ફાંફા મારી રહ્યો છુ. જેમાં એક પછી એક ગુંચવાડામાં ફસાતો જાઉ છુ. પણ મને વિશ્વાસ છે કે આ કેસ હુ સોલ્વ કરીશ જ.” “ખુની ગમે તેવો ચાલાક અને બાહોશ હોય એક દિવસ તો ભુલ જરૂર કરી જાય છે યાર ડોન્ટ વરી. કાંઇક ક્લુ તો હશે જ એન્ડ કોન્ગો આજે સિરિયલ કિલરના કારણે તુ તો હીરો બની ગયો. બધા ન્યુઝ પેપર અને ન્યુઝ ચેનલમાં તારી જ ચર્ચા છે.” “શુ કોન્ગો યાર? હીરો નહી ઉલ્લુ બનાવે છે સાલા આ મીડીયાવાળા. એક જ વાતને ઉછાળી ઉછાળીને પ્રદર્શીત કરતા તો કોઇ આ લોકો પાસેથી શીખે. અકારણ જનતાના દિમાગમાં ડર પેદા કરવાના કારસ્તાન છે આ બધા. મીડીયાને તો બસ ફટાફટ રીઝલ્ટ જોઇએ છે બસ બીજુ કાંઇ જ નહી. તેઓને કાંઇક ન્યુઝ મળે કે બ્રેકીંગ ન્યુઝના નામે ચોતરફ મફત પબ્લીશીટી કરી દે છે. તે હિરોના નામે મને ફસાવે છે. ઠીક છે ચલ હવે હું નીકળું છું કાંઇ કામ હોય કે કોઇ ક્લુ મળે તો મને કહેજે.” “હવે અત્યારે રાત્રે કયા નીકળે છે. ચાલો તમે બંન્ને મારા ઘરે રાત્રે ડિનર લઇ લો અને સવારે નીકળજે” વચ્ચે રાધે વર્માએ કહ્યુ એટલે મેહુલે પોતાની ઘડિયાળમાં જોઇને કહ્યુ “ઓ.કે. સાચી વાત છે દોસ્ત રાતના અગિયાર વાગવા આવ્યા છે. કેસને લઇને હુ તો સ્થળ સમય અને સંજોગ બધાનુ ભાન ભુલી જાવ છુ. મગજ આખો દિવસ ઘુમ્યા જ કરે છે.” “તારે ફ્રેશ થવાની જરૂર છે મેહુલ. મુબંઇ ભાભી પાસે જઇ માઇન્ડ ફ્રેશ કરવું છે કે અહી જ કોઇક મેમસાબનો મેળ કરાવી દઉ??” પક્કાએ હસતા હસતા પુછ્યુ. “પક્કા શું તુ પણ યાર. આ બધી છોકરીઓ તો માત્ર ટાઇમપાસ છે. બાકી સાચુ કહુ તો ખ્યાતિની બહુ યાદ આવે છે. બહારની બિરયાની ગમે તેટલી સ્વાદિષ્ટ હોય ઘરની દાળને કોઇ ન પહોચે. ખ્યાતિ સિવાય મને ક્યાંય શાંતિ ન મળે. ખ્યાતિ તો ખ્યાતિ જ છે.” આટલુ બોલી મેહુલ જરા ઉદાસ બની ગયો.

“એક કામ કર મેહુલ, ભાભીને ફોન કરી વાત કરી લે એટલે મનને થોડી શાંતિ મળે.” રાધે વર્માએ કહ્યુ. મેહુલે પોતાના સેલમાંથી તેની પત્ની ખ્યાતિને ફોન જોડ્યો.

“તુ તો ક્યા કયારે બિરયાની ચાખે છે દોસ્ત તુ તો ખાલી સુગંધનો જ આનંદ લે છે. મને તારી બધી ખબર છે. તુ ખાલી ઘરની દાળનો જ શોખીન છો.” પક્કો તેની મજાક કરતો હતો એટલે મેહુલે હસતા હસતા સાઇડમાં જઇને ફોન પર વાત શરૂ કરી અને અડધો એક કલાક વાત કર્યા બાદ આવ્યો અને બોલ્યો “હવે બેટરી ફુલ્લી ચાર્જ થઇ ગઇ યાર. ચાલો હવે મસ્ત ડિનર લઇએ સાથે.”

બધા રાધે વર્માના ઘરે ડિનર માટે પહોંચ્યા, ડિનર લીધુ અને ત્યાં જ કેસની વાતો કરતા કરતા સુઇ ગયા.

************************************

“શું થયુ કાકા?” કહેતી કાજલ દોડતી નીચે આવી. આદિત્ય પણ સાથે જ દોડતો આવ્યો. કાજલે જોયુ કે તેના પિતાજીના રૂમનો દરવાજો ખુલ્લો હતો અને ઘરના નોકરો ત્યાં ટોળુ વળીને ઉભા હતા. દોડતી તે તેના પપ્પાના રૂમમાં ગઇ અને ત્યાંનું દ્રશ્ય જોઇ કાજલ પોતાના હોંશ ગુમાવી બેઠી અને સીધી બેભાન થઇ ત્યાં જ ઢળી પડી. રૂમની અંદરનું દ્રશ્ય બહુ ભયાનક હતુ. ખુબ જ ખરાબ રીતે બટકા અને નખથી કોતરીને માંસના લોચા કાઢીને તેના પિતાજીનું ખુન કરવામાં આવ્યુ હતુ. આખા રૂમમાં લોહીની ધાર વહી જતી હતી. આખો રૂમ લોહીથી ખરડાયેલો હતો. આદિત્ય પણ ઘડીવાર માટે આ દ્રશ્ય જોઇ હેબતાઇ ગયો કે આ રીતે કૃર રીતે કોણે ખુન કર્યુ હશે? પણ તેણે સમયને અનુરૂપ કઠણ બની કાજલને સંભાળી લીધી અને હરૂકાકાની મદદથી કાજલને હૉલમાં સોફા પર સુવાડી દીધી.

કાજલ બેભાન થઇ ગઇ હતી એટલે આદિત્યએ તેને પાણી છાંટ્યુ પણ તે ભાનમાં આવી નહી તેના ધબકારા વધી ગયેલા જણાતા હતા એટલે આદિત્યએ ઝડપથી 108માં ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવી લીધી અને બીજો ફોન તેણે પોલીસ સ્ટેશને ફોન લગાવ્યો. કાજલની હાલત જોઇને આદિત્ય બેબાકળો બની ગયો. એક પળમાં પરિસ્થિતિ કેવી બદલાઇ જાય છે. હમણા થોડીવાર પહેલા આદિત્ય અને કાજલ સાથે બેસી મજાક મસ્તી કરતા કરતા આરામથી પોતાના અસાઇમેન્ટનુ કાર્ય કરતા હતા અને હવે બસ થોડુ કામ બાકી હતુ પછી બંન્ને એ સાથે લન્ચ લેવાનુ નક્કી કર્યુ હતુ અને કાજલ આજે જ તેને કહેતી હતી કે તે આજે પોતાના પિતાજીને તે બધી વાત જણાવી દેશે. તેને વિશ્વાસ પણ હતો કે તેના પિતાજી કયારેય આ સંબંધ માટે ના નહી પાડે કારણ કે કાજલ તેમને ખુબ જ વહાલી હતી. અને ઘડીભરમાં બધુ બદલાઇ ગયુ. જીવનની ગાડી એવા ઉબડ ખાબડ ઢોળાવ ઢલાણવાળા રસ્તેથી સફર કરાવે છે જેમાં પળે પળે આંચકા આવતા રહે છે અને જેનુ પુર્વાનુમાન શક્ય તો નથી પણ તેને સહન કરી હજુ માંડ સેટલ થઇએ ત્યાં કાંઇક બીજા થડકા આવીને ઉભા રહે છે. કાજલ માટે તેના પિતાજીની મોતનો આઘાત ખુબ જ અઘરો હતો. તે બેસુધ્ધ જ બની ગઇ. થોડીવારમાં 108 આવી ગઇ એટલે કાજલને લઇ આદિત્ય પણ હોસ્પિટલે ગયો. પોલીસ પણ ઘટનાસ્થળે તુરંત જ આવી ગઇ. તેણે કાજલની હાલત જોઇ તેના એક કોન્સટેબલને સાથે મોકલી બંન્નેને જવા દીધા. આખા સુરતમાં બધાને સિરિયલ કિલિંગ વિશે ખબર પડી ગઇ હતી આથી ખુનની પેટર્ન જોઇ પોલીસે તરત જ મેહુલને ફોન કર્યો અને આ ચોથા ખુન વિશે તેને માહિતી આપી.

પોલીસ ઇન્સપેકટર કાદરનો ફોન આવ્યો એટલે મેહુલ તરત જ સુરજ સિંઘના ઘરે પહોંચી ગયો. મેહુલે માર્ક કર્યુ કે એકદમ આગલી ત્રણ હત્યાની જેમ જ આ હત્યા કરવામાં આવી હતી. મેહુલે લાશની આસપાસ બધી વસ્તુઓનુ નિરીક્ષણ કરી લીધુ હતુ. સુરજ સિંઘનો રૂમ ખાસ્સો મોટો હતો, જેમાં ડબલ બેડનો એક પલંગ, બે સોફ્ટ ખુરસીઓ અને એક મેજ હતુ જયાં થોડી વાઇનની બોટલો પડી હતી. એક મોટુ 40 ઇંચનુ એલ.ઇ.ડી દિવાલ પર ટાંગેલુ હતુ અને બીજી બધી દિવાલો પર કાજલના બાળપણથી માંડીને અત્યાર સુધીના જાત જાતના ફોટો ફ્રેમમાં મઢીને લગાવેલા હતા. અને તેના પુરા પરિવારનો એક ફોટો પણ હતો જેમાં કાજલ અને સુરજ સિંઘ અને કાજલની મમ્મી અને તેના દાદા-દાદીનો ફોટો હતો. સુરજ સિંઘની લાશ ખુરશી પર પડેલી હતી અને ડાબી બાજુ નમી ગઇ હતી લોહીની ધાર હજુ ધીમે ધીમે વહી રહી હતી ચારે તરફ રૂમમાં લોહી ફેલાયેલુ હતુ. લોહી જામવા લાગ્યુ હતુ. માંસના લોચા નીચે પણ પડેલા હતા. લાશની હાલત અને લોહીના ખાબોચીયા જોઇ લાગતુ હતુ કે ખુન ઘણીવાર પહેલા જ થઇ ગયુ હતુ. મેહુલે લાશને ધારી ધારીને જોઇ પરંતુ અગાઉના ત્રણેય ખુનની જેમ અહીં પણ કોઇ જાતના નિશાન દેખાતા ન હતા અને જમીન પર પણ કોઇ જાતના કોઇના પગલા ન હતા છતાં તેણે પોલીસને કહીને ફોરેન્સિક લેબમાંથી એક વ્યકિતને બોલાવી લીધો. તે હવે કોઇ ચુક રાખવા માંગતો ન હતો. મેજ પર શેરબજારની એક ફાઇલ ખુલ્લી પડી હતી અને તેમાંથી થોડા પેઇજ નીચે ઉડીને જતા રહ્યા હતા અને એક લેપટોપ પણ ટેબલ પર પડેલુ હતુ. જે સ્લીપિંગ મોડ પર આવી ગયુ હતુ. મેહુલે સાવધાની પુર્વક એક રૂમાલથી લેપટોપ અને ફાઇલ લઇ લીધા. ઝીણવટ પુર્વકની તપાસ બાદ તેણે ઘરના વડીલ નોકર હરૂકાકાને બોલાવી પુછ્યુ,

“સુરજ સિંઘનુ ખુન થયુ ત્યારે તમે બધા ક્યાં હતા? આઇ મીન કોઇ ઘરમાં હતુ કે તે એકલા જ હતા?” “સાહેબની આજે તબિયત થોડી નરમ હતી એટલે તેઓ આજે ઓફિસે ગયા ન હતા અને સવારે દસ વાગ્યેથી રૂમમાં બેસી તેનુ કામ કરતા હતા અને નોકરોને પણ તેણે ડિસ્ટર્બ કરવાની ના પાડી હતી. દસ વાગ્યે બજાર ખુલ્યુ ત્યારે તેને ચા આપવા રાજુ નામનો નોકર ગયો હતો અને સાડા ત્રણે રાજુને જેને આવતીકાલે રજા જોઇતી હતી એટલે બજાર બંધ થયુ એટલે પુછવા રૂમમાં ગયો હતો.” હરૂકાકા આટલુ બોલતા રડી પડયા. મૃત્યુ ગમે તેનુ હોય પરંતુ એ એવી ઘટના છે જે માણસ કહી શકાય અને જેના દિલમાં જરાક પણ લાગણી હોય તેને થોડીવાર માટે તો વ્યથિત બનાવી જ દે છે ભલે તે મરનાર વ્યકિત સાથે આપણે ગમે તેવી અનબન હોય. પરંતુ ખુનીનુ હ્રદય કેમ પથ્થર જેવુ બની જતુ હશે કે તે ઘાતકી કૃત્ય કરતા તેનુ મન જરાય અચકાતુ નથી. “હમ્મ ઓ.કે.” “એટલે તમે બધા ઘરે જ હતા. તો તેનુ ખુન થયુ તો કોઇ અંદર આવ્યુ હતુ કે કાંઇ અવાજ સંભળાયો હતો?” “ના એવુ કોઇ આવ્યુ નથી. એક વાગ્યે કાજલ મેમસાહેબ તેના મિત્ર આદિત્ય સાથે આવ્યા હતા અને તેઓ તેમના રૂમમાં બેસી તેનુ કામ કરતા હતા. હુ સવારથી અહીં જ છુ હું ઘરનું કામ કરી જરા બજારમાં વસ્તુઓ લેવાની હતી તો ગયો હતો. બાકી હુ, રાજુ અને ગીતા બધા ઘરે જ છીએ. કોઇ આવ્યુ પણ નથી અને કોઇનો અવાજ પણ નથી આવ્યો” “એવુ કેમ બની શકે તમે બધા ઘરમાં હાજર હતા છતાંય કોઇક આવીને ખુન કરીને જતુ રહે અને તમને કોઇ અવાજ પણ આવે નહિ અને તમને કાંઇ ખબર પણ ન પડે? સ્ટ્રેંજ વેરી સ્ટ્રેંજ”

“સરે કોઇ ડિસ્ટ્રબ ના થાય માટે સાઉંડ પ્રૂફ બારી દરવાજા નખાવ્યા છે અને તેમનો રૂમ બંધ હતો આથી અંદરથી કોઇ અવાજ અમને ના આવી શકયો” “ઓ.કે.” મેહુલે વિચાર કર્યો કે અવાજ ના આવ્યો તે સમજાયુ પરંતુ ખુની અંદર કેવી રીતે આવ્યો અને આવ્યો તો કોઇને કેમ ખબર ન પડી? કોઇ પહેલેથી તો ઘરમાં હાજર નહોતુ ને?” તે રૂમના બધા બારી દરવાજા, બાથરૂમની બારી ગ્રીલ બધુ તપાસવા લાગ્યો પરંતુ કોઇ અંદર આવ્યુ હોઇ અને પાછુ જતુ રહ્યુ તેવા કોઇ નિશાન ન હતુ. બધુ વ્યવસ્થિત જ હતુ. ઘરમાં નોકર ચાકરની હાજરી સાથે ધોળા દિવસે હિંસક રીતે ખુની આવીને ખુન કરીને જતો રહે અને કોઇને કાંઇ પણ ખબર જ નડે તેવુ કેમ બની શકે? મેહુલનુ તો માથુ દુ:ખવા લાગ્યુ. તે સિગારેટ સળગાવી વિચારવા લાગ્યો. ઇન્સપેકટર કાદર પણ ગુંચવણમાં હતા કે તપાસની શરૂઆત કરવી તો ક્યાંથી કરવી?

સીવીલ હોસ્પિટલમાં આદિત્ય કાજલને લઇ આવ્યો ત્યાં ડોક્ટરે સારવાર શરૂ કરતા થોડી વારમાં કાજલને ભાન આવ્યુ ભાનમાં આવતા જ તે આદિત્યને વળગી પડી અને ધૃસકે ધૃસકે રડવા લાગી , “એ.ડી. મારા પપ્પાને શું થયુ? મને તેની પાસે લઇ ચાલ. મારે પપ્પા પાસે જવુ છે. પ્લીઝ એડી મને લઇ ચાલ. આદિત્યએ તેને કન્ટ્રોલ કરતા કહ્યુ, “કાજલ તે તારી નજરે જોયુ એ બધુ તને ખબર જ છે. અંકલની કોઇએ હત્યા કરી છે અને પોલીસ પણ ઘરે આવી ચુકી છે, ત્યાં તપાસ ચાલુ છે. મને વિશ્વાસ છે કે ખુની જલ્દી પોલીસની ગીરફ્તમાં હશે. “ના એવુ ન બને. પપ્પાને મારાથી કોઇ છીનવી ન શકે. તુ તો પ્લીઝ એમ ન બોલ. મને વિશ્વાસ છે પપ્પા મને આ રીતે એકલીને મુકીને નહી જાય. તે હજુ જીવે જ છે તેને હોસ્પિટલ લઇ આવો પ્લીઝ. આદિત્ય પ્લીઝ મને પપ્પા જોઇએ. હું તેના વિના નહી રહી શકુ.” કહેતી કાજલ ચોધાર આંસુએ રડતી રહી.

આદિત્યને કાજલની હાલત જોઇ ખુબ જ દુ:ખ થતુ હતુ પરંતુ તે તેની હાલત સમજતો હતો. પોતાના પ્રિયજનનુ મૃત્યુએ આ દુનિયામાં મોટામાં મોટુ દુ:ખ છે અને તે આઘાત જીરવવો કપરામાં કપરુ કાર્ય છે. લાગણીનો તાંતણો જયારે ફટ કરતા તોડી નાખવાનો વખત આવે છે ત્યારે તે પીડા મોટામાં મોટી શારીરિક પીડા કરતા પણ અઘરી હોય છે. ઘડીવાર માટે જીવન અને સંસાર પરથી મન ઉઠી જાય છે. તે કાજલને સાંત્વના આપવા લાગ્યો. પરંતુ કાંઇ સાંભળતી જ ન હતી તે બસ રડતી જ હતી. ડોક્ટરે કાજલને થોડી દવા આપી અને ડિસ્ચાર્જ આપતા આદિત્ય તેને ઘરે લઇ ગયો. આડોશી-પાડોશી, સગા-સંબંધીઓ બધા કાજલના ઘરે એકઠા થઇ ગયા હતા. સુરજ સિંઘના ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યુ હતુ. કાજલ ઘરે આવીને પણ તેના ફાધરને શોધતી તેના રૂમમાં જવા ગઇ પણ પોલીસે એ રૂમ લોક કરી દીધો હતો. ત્યાં કોઇને પ્રવેશવાની મનાઇ હતી. આદિત્ય તેને ઉપર તેના રૂમમાં લઇ ગયો અને ડોક્ટરે આપેલી દવા પીવડાવી સુવાડી દીધી. દવાની અસરને કારણે કાજલ થોડી વારમાં ઉંઘી જતા આદિત્ય નીચે આવ્યો.

વધુ આવતા અંકે................

...પે અટેન્શન પ્લીઝ...

ઓહ માય ગોડ વળી એક ખુન!!! આવી હેવાનિયતથી કોણ ખુન કરી રહ્યુ છે. મેહુલ અને તેના સાથીદારોએ હવે તો ઝડપ કરવી જ રહી નહી તો આ જ રીતે એક પર એક ખુન થતા રહેશે તો??? શું હશે આ ખુન પાછળનુ રહસ્ય??? એક માનસિક બિમાર માણસ કે પછી એક શાતિર માઇન્ડ??? શા માટે કાતિલ આધેડ વયના અને પૈસાદાર લોકોને ટારગેટ બનાવી રહ્યો છે??? તમારા મનના બધા પ્રશ્નોના ઉત્તર માટે વાંચતા રહો સન્નાટાનુ રહ્સ્ય......