shadow in Gujarati Crime Stories by Kuraso books and stories PDF | છાંયો - 4 - પંદર વર્ષ પહેલાની રાત

The Author
Featured Books
Categories
Share

છાંયો - 4 - પંદર વર્ષ પહેલાની રાત

પંદર વર્ષ પહેલા…

અમદાવાદ શહેર એટલું મોટું અને વ્યસ્ત નહોતું જેટલું આજે છે.
શહેરની બહારના રસ્તાઓ પર રાત્રે શાંતિ છવાઈ જતી.

તે રાત્રે પણ આવું જ હતું.

આકાશમાં હળવો પવન વહેતો હતો અને રસ્તા પર થોડું ધુમ્મસ હતું.
સ્ટ્રીટલાઇટનો પીળો પ્રકાશ ધીમે ધીમે રસ્તા પર ફેલાઈ રહ્યો હતો.

રસ્તાની બાજુમાં એક નાનું પરિવાર ચાલતું હતું.

પિતા – રમેશ
માતા – સવિતા
અને બે બાળકો.

છોકરો – આદિત્ય 
 દીકરી – પૂજા 

આ ચારેય લોકો શહેરમાંથી પોતાના ઘેર જઈ રહ્યા હતા.

રમેશ એક સામાન્ય માણસ હતો.
તે એક બિલ્ડીંગ માં મજૂરી કામ કરતો હતો.

તેનું જીવન સરળ હતું.

થોડું કમાતો, પરંતુ પરિવાર સાથે ખુશ રહેતો.

તે રાત્રે પણ તેઓ શહેરમાં ખરીદી કરવા આવ્યા હતા.

પૂજાના હાથમાં એક નાનું ટેડી બિયર હતું.
તે ખુશીથી કૂદકાં મારતી ચાલી રહી હતી.

“પપ્પા… આવતીકાલે સ્કૂલમાં ફેન્સી ડ્રેસ છે.”

રમેશ હસ્યો.

“તો મારી રાજકુમારી શું બનશે?”

પૂજા ગર્વથી બોલી:

“હું એન્જલ બનવાની છું!”

આદિત્ય મજાકમાં બોલ્યો:

“એન્જલ નહીં… તું તો શેતાન છે.”

પૂજાએ ગુસ્સે થઈને તેને ધક્કો માર્યો.

માતા સવિતા હસવા લાગી.

તે એક સામાન્ય પરિવાર હતો.

અને એ જ તેમની સૌથી મોટી ખુશી હતી.

પરંતુ એ જ સમયે…

દૂરથી એક કાર ખૂબ ઝડપથી આવી રહી હતી.

કારમાં ચાર યુવાન બેઠા હતા.

મોંઘા કપડાં, હાથમાં દારૂની બોટલ.

કાર ચલાવતો હતો એક અમીર ઘરના છોકરો.

તેનું નામ હતું રાકેશ મહેતા.

તેના મિત્રો પાછળ બેઠા હતા.

એક બોલ્યો:

“સ્પીડ વધાર… મજા આવશે!”

રાકેશ હસ્યો અને એક્સિલેટર વધુ દબાવી દીધું.

કાર હવે ખૂબ ઝડપથી દોડી રહી હતી.

રસ્તા પર થોડું ધુમ્મસ હતું.

અને સામે ચાલતા પરિવારને તેઓએ ધ્યાન જ આપ્યું નહોતું.

આદિત્ય આગળ ચાલી રહ્યો હતો.

અચાનક તેને દૂરથી આવતી કારના હેડલાઈટ દેખાયા.

તે થોડી ક્ષણ માટે અટકી ગયો.

કાર ખૂબ ઝડપથી નજીક આવી રહી હતી.

આદિત્ય ચીસ પાડી ઉઠ્યો:

“પપ્પા… કાર!”

પણ હવે મોડું થઈ ગયું હતું.

એક ભયંકર અવાજ થયો.

ધડાકા સાથે કાર પરિવારને ટક્કર મારી ગઈ.

સમય જાણે થંભી ગયો.

પૂજા હાથમાંથી ટેડી બિયર છૂટી ગયો.

રમેશ જમીન પર પડી ગયો.

સવિતા રસ્તા પર ઘસડાઈ ગઈ.

આદિત્ય થોડું દૂર ફેંકાઈ ગયો.

રસ્તા પર શાંતિ છવાઈ ગઈ.

માત્ર કારના એન્જિનનો અવાજ સંભળાતો હતો.

થોડી પળો પછી…

આદિત્ય ધીમે ધીમે આંખ ખોલે છે.

તેના કાનમાં ઘોંઘાટ થઈ રહ્યો હતો.

તે ઉભો થવાનો પ્રયત્ન કરે છે.

અને પછી…

તે જે દ્રશ્ય જુએ છે…

તે જીવનભર માટે તેના મનમાં કોતરાઈ જાય છે.

તેના પિતા રસ્તા પર નિષ્ચેત પડેલા હતા.

તેમના શરીરમાંથી લોહી વહેતું હતું.

પૂજા જમીન પર પડેલી હતી.

તે હલતી પણ નહોતી.

આદિત્ય ડરીને દોડે છે.

“પપ્પા… પપ્પા…!”

પરંતુ કોઈ જવાબ મળતો નથી.

તે પોતાની બહેનને હલાવે છે.

“પૂજા… ઊઠ…!”

પરંતુ તે ક્યારેય ઊઠવાની નહોતી.

કારમાંથી ચારેય યુવાનો ઉતરે છે.

એક ડરીને બોલે છે:

“યાર… આપણે કોઈને મારી નાખ્યા.”

રાકેશ ગુસ્સે બોલે છે:

“શાંત રહો!”

તે આસપાસ જુએ છે.

રસ્તો ખાલી હતો.

તેના એક મિત્રએ કહ્યું:

“પોલીસ બોલાવીએ?”

રાકેશ તીખું બોલ્યો:

“પાગલ છે?
મારા પપ્પા મંત્રી છે (સંજય મલ્હોત્રા) … બધું સંભાળી લેશે.”
આ છોકરા નું કંઈક કરવું પડશે( એમ વિચારી મોટો પાયપ કારમાંથી નીકાળી આદિત્ય ના માથા મા મારે છે

તે બધા ફરી કારમાં બેસે છે.

અને…

તે લોકો ત્યાંથી ભાગી જાય છે.

રસ્તા પર હવે આદિત્ય મરવા જય રહ્યો  હતો.

તેના આસપાસ તેના પરિવારના મૃતદેહ.

આદિત્યની આંખોમાં આંસુ વહેતા હતા.

તે આકાશ તરફ જોઈને ચીસ પાડે છે.

પરંતુ એ રાત્રે…

કોઈએ તેની ચીસ સાંભળી નહોતી.

આ અકસ્માત પછી કેસ પોલીસ સુધી પહોંચ્યો.

પરંતુ…

પૈસા અને પ્રભાવ બધું બદલી નાખે છે.

ડોક્ટર મનીષ શાહએ ખોટી મેડિકલ રિપોર્ટ બનાવી.

વકીલ અજય પટેલએ કોર્ટમાં કેસ દબાવી દીધો.

અને બિલ્ડર સંજય મલ્હોત્રાએ  રાહુલ ના ત્રણ સાથી ઓને પૈસા આપ્યા.

કેસ બંધ થઈ ગયો.

કાયદાએ કહ્યું —

આ અકસ્માત હતો.

પરંતુ એક બાળક માટે…

આ અકસ્માત નહોતો.

આ તેના જીવનનો વિનાશ હતો.

તે રાત્રે…એક તેની જ ઉમર નો છોકરો આદિત્ય ને હોસ્પિટલ પહોંચાડે છે 


હોસ્પિટલના બેડ પર પડેલો આદિત્ય છત તરફ જોઈ રહ્યો હતો.

તેની આંખોમાં આંસુ નહોતા.

માત્ર એક શાંત અગ્નિ હતો.

તેના મનમાં એક જ વિચાર જન્મ્યો.

“એક દિવસ… હું ન્યાય લઈશ.”

અને એ દિવસ…

હવે નજીક આવી રહ્યો હતો.