avasar in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | અવસર

Featured Books
Categories
Share

અવસર

અવસર

એક ગંજા માથા અને પાંખવાળા અવસરના ચિત્રે એક યુવાનનું જીવન બદલી નાખ્યું — કારણ કે અવસરને પકડવો હોય તો આજે જ પકડવો પડે, કાલે માત્ર પસ્તાવો જ બચે! 

આ વાર્તા વાંચશો તો તમારા હાથમાં પણ અવસરના વાળ આવી જશે.

 

कालो हि सकलातीतः कस्यचित् न प्रतीक्षते।
तस्मात् सर्वप्रयत्नेन कार्यं काले समाचरेत्॥

સમય સર્વથી શક્તિશાળી છે; તે કોઈની રાહ જોતો નથી. તેથી મનુષ્યે સંપૂર્ણ પ્રયત્ન સાથે દરેક કાર્ય યોગ્ય સમયે પૂર્ણ કરી લેવું જોઈએ।— જે સમયને ઓળખે છે અને સમયસર કાર્ય કરે છે, સફળતા હંમેશા તેના ચરણ ચૂમે છે।

 

એક વાર અમદાવાદની સાંકડી ગલીમાં આવેલી એક જૂની ચિત્રોની દુકાનમાં એક યુવાન પ્રવેશ્યો. તેનું નામ હતું રતન. જીવનમાં કંઈક મોટું કરવાની તાલાવેલી સાથે, પરંતુ હજુ સુધી કોઈ માર્ગ ન મળ્યો હોવાના આક્રોશ સાથે તે ફરતો હતો. દુકાનના માલિક ગુરુવર રાજેશ્વર — વૃદ્ધ, તેજસ્વી આંખો અને શાંત સ્મિતવાળા — એક ખૂણામાં બેઠા હતા.

રતનની નજર બે અદ્ભુત ચિત્રો પર પડી.

પહેલા ચિત્રમાં એક દિવ્ય પુરુષનો આકાર હતો — મુખ પર ઘનઘોર વાળનો પડદો, પગમાં તેજસ્વી પાંખો. બીજા ચિત્રમાં તે જ આકાર પાછળથી દેખાતો હતો — સિર પર એક વાળ પણ નહીં, એકદમ ટકલુ.

“બાપુ, આ ચિત્ર કોનું છે?” અર્જુને પૂછ્યું.

રાજેશ્વરે મીઠા સ્વરે કહ્યું, “અવસરનું.”

“ચહેરો વાળથી કેમ ઢંકાયેલો છે?”

વૃદ્ધે ધીમેથી કહ્યું,  “કારણ કે અવસર આવે છે ત્યારે મનુષ્ય તેને ઓળખી શકતો નથી. અવસર ક્યારે આવશે તે ભાગ્યેજ લોકોને ખબર પડે છે.”

“અને પગમાં પાંખો?”

“એટલા માટે કે જો તેનો ઉપયોગ કરો તો તમે ફાયદામાં અહીં તો તે પલકારામાં ઊડી જાય છે.”

અર્જુને બીજા ચિત્ર તરફ આંગળી ચીંધી, “અને આ એવાજ બીજા ચિત્રમાં ટકલુ માથું?”

 

રાજેશ્વર હસ્યા. તેમની આંખોમાં અનુભવનો ઊંડો સાગર હતો. “જો તેને આગળથી વાળ પકડી લેવાય તો અવસર તારો થઈ જાય છે. પરંતુ જો તું થોડી વાર પણ ખોટી કરે, તો માત્ર ટકલુ તેલ વાળું માથું હાથમાં આવે છે અને તે હાથમાંથી સરકી જાય છે.”

રતન સ્તબ્ધ થઈ ગયો. એક સામાન્ય ચિત્રની દુકાનમાં તેને જીવનનું સૌથી મોટું પાઠ મળી ગયું હતું.

ત્યારે રાજેશ્વરે એક પ્રાચીન શ્લોક કહ્યો:

कालो हि सकलातीतः कस्यचित् न प्रतीक्षते।
तस्मात् सर्वप्रयत्नेन कार्यं काले समाचरेत्॥

સમય કોઈની રાહ જોતો નથી. તે કોઈનું માનતો નથી, ન કોઈની રાહ જુએ છે. તેથી જે કામ કરવાનું હોય તે પૂરા જોરથી અને સમયસર કરી લેવું જોઈએ. વિલંબ કરવાથી અવસર હાથમાંથી સરકી જાય છે.

રતનની આંખોમાં આંસુ આવી ગયાં. તેણે પોતાની જાતને આટલા વર્ષોથી દોષ આપ્યો હતો કે “મને અવસર જ ન મળ્યો.” પરંતુ આજે તે સમજી ગયો — આ માત્ર બહાનું હતું. અવસરો તો વરસાદની જેમ વરસતા રહે છે. પરંતુ આંખો બંધ હોય તો વરસાદ પણ વ્યર્થ.

અવસર આવે છે નીરવ પગે,

વાળથી ઢંકેલા મુખે, પાંખે ભરીને.

પકડી લે આજે, વિલંબ ન કરીશ,

નહીંતર ગંજું માથું હાથમાં રહી જશે.

 

 “અવસરોની રાહ જોનાર કદી સફળ નથી થતો, પરંતુ જે અવસરને બનાવે છે તે જ વિજયી બને છે.”

રતન દુકાનમાંથી બહાર નીકળ્યો ત્યારે તેની આંખોમાં નવી ચમક હતી. તે સમજી ગયો હતો કે અવસર મોટા કે નાના નથી હોતા. તેને ઓળખવાની અને પકડવાની હિંમત જોઈએ છે.

न कश्चिदपि जानाति किं कस्य श्वो भविष्यति।
अतः श्वः करणीयानि कुर्यादद्यैव बुद्धिमान्॥

સમય અત્યંત અનિશ્ચિત છે. કાલનો દિવસ કેવો આવશે, કોનું શું થશે — આ કોઈના હાથમાં નથી. આથી સાચા અર્થમાં સમજુ અને બુદ્ધિમાન માણસ કાલના કામને આજના દિવસમાં જ સમાપ્ત કરી દે છે. વિલંબ કરવો એ મૂર્ખતા છે, કારણ કે કાલ કદાચ ક્યારેય આવે જ નહીં.