Shraddha Suman in Gujarati Short Stories by Trupti Bhatt books and stories PDF | શ્રદ્ધા સુમન

Featured Books
Categories
Share

શ્રદ્ધા સુમન

કુમુદ ની આંખ અચાનક ઉઘડી. ઉનાળાની રાત ટૂંકી પણ વહેલી સવારે મીઠી ઊંઘ આવે એ ઘેરાયેલી આંખે બેડ પર પડી રહી બાજુમાં નિશ્ચિત રીતે ઊંઘતા આલોકને જોઈ રહી. કુમુદ આશરે 50 ની ઉંમર અને આલોક લગભગ 57 વર્ષ. સુતા સુતા જ એણે મોબાઈલ હાથમાં લીધો સમય જોયો તારીખ જોઈ, તારીખ ૨૯મી મે.હવે ઊંઘ નહીં આવે એવું લાગતા પથારીમાંથી ઊભી થઈ અને રૂટીન પતાવવામાં વ્યસ્ત થઈ ગઈ.

 નાહી સ્વચ્છ કપડાં પહેરી હાથમાં ચા નો કપ લઈ પોતાનીઓસરી માં ખુરશી પર બેઠી. ચા ની ચુસ્કી ની લિજ્જત માણતા એ મનીપ્લાન્ટ ની સુંદરતાને આંખોથી પી રહી હતી.મનીપ્લાન્ટ પર એક દેવ .ચકલી ઉડતી ઉડતી આવી. કુમુદ એને જોઈ રહી. ચકલી ઉડીને એના એના ડ્રોઈંગ રૂમમાં ગઈ અને એના સસરાના ફોટા પર બેઠી. કુમુદ ની નજર હવે ફોટા પર સ્થિર થઇ! ફોટાની નીચે લખેલી તારીખ પર અટકી. સ્વર્ગવાસ તારીખ 29 /5/ 26આંખોએ મગજને તરત જ રિમાઇન્ડર આપ્યું આજે પપ્પાજી ને એક વર્ષ થઈ ગયું. આજના જમાના ને અનુરૂપ પપ્પાજી નો એક સારો ફોટો શોધી શ્રદ્ધાંજલિ whatsapp અને facebook ની સ્ટોરીમાં ચડાવી દીધું.અને લાગતા વળગતાઓએ બે હાથ જોડેલી સાઈન આપી પોતાની ડિજિટલ શ્રદ્ધાંજલિ આપી દીધી.


 સુરજ પોતાના કિરણો ની  સાથે જયારે હાજર થાય છે ત્યારે પ્રકાશ સાથે ગતિશીલતા પણ આપે છે.જ્યાં જીવન છે ત્યાં ગતિ છે જ્યાં સ્થિરતા છે ત્યાં શૂન્યતા છે.આલોક પોતાના સમયે ઉઠી નાઈ ધોઈ અને ડ્રોઈંગ રૂમમાં આવે છે અને બંને સાથે ચા નાસ્તો કરે છે એ વિચારે છે કે શું આલોક ને એના પપ્પા ની મૃત્યુ તારીખ યાદ પણ છે કે નહીં? એની ધારણા મુજબ જ આલોક ને તારીખ પણ યાદ હોતી નથી. તે આલોકને પપ્પાજીના સ્વર્ગવાસની તારીખ યાદ કરાવે છે. ત્યારબાદ આલોક પોતાની ઓફિસે જવા નીકળી જાય છે.

 કુમુદ રસોઈ બનાવીને પોટર વાળાને ફોન કરી આલોકનું ટિફિન મોકલી દીધું અને તે પણ જમીને ફ્રી થઈ.ઘરમાં એ અને આલોક જ રહેતા હતા. સંતાનો બહાર ભણતા હતા. બપોરે કુમુદ પોતાની બેંકની ફિક્સ ડિપોઝિટ ની તારીખો જોતી હતી ત્યારે પપ્પાજી આપેલ છ લાખની ફિક્સ ડિપોઝિટ હાથમાં આવી.ઘરમાં ઘણી ઘરવખરી એવી હતી જે પપ્પાજીએ પ્રેમથી વસાવી દીધી હતી. પપ્પાજીએ પોતાના નાણાંનું એવું વ્યવસ્થાપન કર્યું હતું કે તેઓ આર્થિક રીતે કદી આલોક પર ડીપેન્ડે જ રહ્યા ન હતા. અરે એમને તો પોતાની ક્રિયા પાછળ ખર્ચના પણ રૂપિયાની પણ વ્યવસ્થા કરી રાખી હતી. એમણે પોતાની જિંદગી એટલી નિયમિત રાખી કે જીવનના અંતિમ દિવસો સુધી એમને યોગ કર્યા હતા. આમ કદી લાંબી સેવા પણ કરવી  નહોતી પડી.છતાંય આજે એ બંનેને એમની મૃત્યુ તારીખ વિસરાઈ ગઈ હતી એનું કુમુદ ને દુઃખ હતું.

 આજે કુમુદ ને જીવનનું એક સત્ય સમજાયું કે જ્યાં સુધી આપણું શ્વાસ છે ત્યાં સુધી જ આપણી હયાતી છે ઘણીવાર આપણે ભવિષ્યના ભાર હેઠળ જીવનની વર્તમાનની સુખદક્ષણોને માણવાનું ભૂલી જઈએ છીએ. કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના વર્તમાન માણીને જીવવું એ જ સાચી જિંદગી છે.આજના સુપરફાસ્ટ એઆઈ યુગમાં આપણા સંતાનો તો આપણને યાદ રાખે એ અપેક્ષા જ વાહિયાત છે.

જે કાર્યક્ષેત્રમાં હોવ એ કાર્યક્ષેત્રને દિલ અને દિમાગથી પોતાના 100 % આપો કારણ કે કામ છે તો જીવન છે.

 જ્યારે નિરાંતની પળ છે એ પળ ને નિરાંતે માણો.શું ખબર પછી આવી નિરાંત મળે કે ન મળે! ભોજન લેતી વખતે માત્ર ને માત્ર ભોજનને જ મહત્વ આપો. નહીં કે મોબાઈલ કે ટીવી ને.જ્યારે ક્યાંય ફરો કોઈ સ્થાનને આંખોથી માણો,એ ધ્વનિને ઝીલો..જેમ દિવસના અલગ અલગ પ્રહાર છે તેમ એ પળ માં પણ ખૂબ વિવિધતા છે..કળાશોખને સંપૂર્ણ રીતે એન્જોય કરો એ જ સંપૂર્ણ જીવન છે.

 પપ્પાજી ની વાર્ષિક શ્રદ્ધાંજલિ કુમુદ ને જીવનના પ્રત્યેક પણ નહીં પ્રત્યેક રંગની માણવાની મુક સલાહ આપી ગઈ.એ દેવચકલીએ આવીને એટલો સંદેશો અચૂક આપ્યો કે મારા સંતાન આમ કરશે અને તેમ કરશે એવી અપેક્ષાથી મુક્ત થઈ જેટલા શ્વાસ છે એટલું જીવી લ્યો ભરપૂર જીવી લો.


@@@@@@@@@@@@@@@@@@@@@@

આ સુપર ફાસ્ટ ડિજિટલ યુગમાં વડીલો ની મૃત્યુ તારીખ કે તિથિ યાદ ન રહે, એવા જડ સમયમાં આપણે જીવી રહ્યા છીએ. પણ આપણા વડીલો જેટલું આપણું સ્વજન ગુગલ માં સર્ચ કરશું તો પણ નહીં મળે... ખરું ને?