Mamra's feast in Gujarati Anything by Trupti Bhatt books and stories PDF | મમરાની મહેફિલ

Featured Books
Categories
Share

મમરાની મહેફિલ

દરેક ગુજરાતી ના ઘરમાં મમરાને એક ચોક્કસ સ્થાન મળ્યું છે એવું કોઈ ન હોય જે મમરા ને ન ઓળખતો હોય.

 મમરા નો નાસ્તો કરતી વખતે વિચાર આવ્યો કે મમરા વિશેની માહિતી મેળવીને તમને પીરસુ તો કેવું રહેશે? તો ચાલો મારી સાથે મમરા ની મહેફિલમાં.

મમરાએ એ પફડ રાઇઝ છે.અને મુખ્યત્વે કાર્બોહાઈડ્રેટ્સ નો સ્ત્રોત છે ઘણીવાર બજાર મમરા માં વિટામીન b1,b3,આર્યન જેવા પોષક તત્વો ઉમેરવામાં આવે છે.

 મમરા સામાન્ય રીતે દક્ષિણ પૂર્વ એશિયા અને દક્ષિણ એરિયાના પરંપરાગત ભોજનમાં ખાવામાં આવે છે.તેનું ઉત્પાદન 1904 થી વ્યાપારી રીતે કરવામાં આવ્યું.

 ચોખાને પફ અથવા પોપ કરવાની પરંપરાગત પદ્ધતિમાં તેલ અથવા મીઠામાં તળવાનું સમાવેશ થાય છે ફસ્ટ રાઇઝ સામાન્ય રીતે ચોખા ના દાણાથી વરાળની હાજરીમાં ઉચ્ચ દબાણ હેઠળ ગરમ કરીને બનાવવામાં આવે છે. પફડ રાઈસ ચોખાનું આકાર જાળવી રાખે છે પરંતુ તે ઘણો મોટો હોય છે.


 ચીન માં પફડ રાઈસ  નો પહેલો ઉલ્લેખ જેજિયાંગ પ્રાંત મા મળે છે.જાપાનમાં મમરાને રકામીનારી  ઓકોશી તરીકે ઓળખવામાં આવે છે. કોરિયામાં ટવિ બાપ તરીકે ઓળખાય છે. તાઈવાન માં તેને બી ફગ અથવા પો બી ફાંગ તરીકે ઓળખવા.માં આવે છે. થાઈલેન્ડમાં ક્રાયા સાત મલેશિયામાં રેડાઈ,નેપાળમાં ભૂજા તરીકે ઓળખાય છે.

 તે પ્રાચીનકાળથી salt fight નામની તકલીફથી બનાવવામાં આવે છે જય માં પહેલાથી બાફેલા ચોખા ને મીઠાથી પફ કરવામાં આવે છે એક તપેલીમાં મીઠું ગરમ કરવામાં આવે છે જ્યાં સુધી તે એટલું ગરમ ન થાય કે થોડીક સેકન્ડમાં ચોખા ઉમેરી શકાય તેવી રીતે હલાવવામાં આવે છે પફિક તરત જ શરૂ થાય છે અને એક મિનિટથી ઓછા સમયમાં પૂર્ણ થાય છે દ્વારા બહાર કાઢવામાં આવે છે.

 આધુનિક ઔદ્યોગિક પફડ રાઈસ પદ્ધતિ અમેરિકન એલેક્ઝાન્ડર પી એન્ડરસન ને આભારી છે.1904 માં તેમણે પ્રથમ પફીન્ગ મશીન રજૂ કર્યું હતું.હાલ ભારતમાં ઘણા જ પફડ રાઈસ ઉત્પાદનના  કારખાના આવેલા છે.

 મમરા એક હળવો અને સસ્તો કાબુહાઈડ્રેટ યુક્ત નાસ્તો છે. લોકો વઘારીને સેવમમરા તરીકે કે ભેળ તરીકે તો ક્યારેક મમરા ની ચીકી કે લાડુ બનાવી ને ઉપયોગ કરે છે.

 મમરા કઈ વ્યક્તિ માટે હિતકારી નથી એ જોઈએ.

 ફાઇબર કે પ્રોટીનનું પ્રમાણ ઓછું હોવાથી વજન ઉતારનાર વ્યક્તિનું વજન વધારવામાં મદદ કરે છે. આથી વજન ઘટાડનાર વ્યક્તિએ વિચારીને મમરા ખાવા જોઈએ.

 ડાયાબિટીસના રોગીઓએ મમરા નુ સેવન ન કરવું જોઈએ. મમરામાં ગ્લાયસેમિક રહેલું છે જે લોહીની શર્કરાને વધારવા માંફાળો આપે છે.

 કબજિયાતની પીડિત વ્યક્તિ મમરા નું અધિક સેવક કરે તો પેટમાં શુષ્કતા ગેસ અને વધારે કબજિયાત થઈ શકે છે.

 મમરા ખાવાના ફાયદાઓ 

 

મમરામાં થોડા પ્રમાણમાં રહેલું ફાઇબર પાચન ક્રિયાને સરળ બનાવે છે.

ઓછી કેલેરી હોવાને કારણે તે વજન ઘટાડવામાં સહાયક છે.

 મમરામાં રહેલા કેલ્શિયમ પોટેશિયમને કારણે હાડકા મજબૂત કરે છે.

 મમરામાં કાર્બોહાઇડ્રેટ હોવાથી તે શરીરને ઊર્જાવાન બનાવે છે.

 મમરાથી બનતા નાસ્તા ક્યારે ખાવા જોઈએ?

 મમરા હલકા અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોવાને કારણે તમે તેને ગમે તે સમયે ખાઈ શકો છો.

1) નાસ્તાના રૂપમાં સવારના ઉતાવળ ના સમયમાં અથવા સાંજની ચા સાથે.

2) રાત્રે સુતા પહેલા હલકા નાસ્તા તરીકે પણ શરત એ કે તે તેલ વગરના કે મીઠા વિનાના હોવા જોઈએ તો સારું રહે.

3) જ્યારે કોઈને એસીડીટી થઈ હોય ત્યારે કોરા મમરા ખાઈ લેવાથી એસીડીટીમાં રાહત થાય છે.

4) જ્યારે ઊર્જા ઓછી લાગે ત્યારે. કાર્બોહાઇડ્રેટ ભરપૂર હોવાને કારણે જ્યારે થાકનું અહેસાસ થાય ત્યારે મમરા ખાવાથી ઉર્જા મળી શકે છે કારણ કે તેમાં કાર્બોહાઈડ્રેટ વધારે હોય છે.

 મમરાની ઓછા તેલમાં વઘારીને ડુંગળી સીંગદાણા બીટ ઉમેરી સ્વાદિષ્ટ ચાટ બનાવી શકાય છે.

 ઘણીવાર ઘી ગોળ ની પાય કરી તેમાં મમરા ઉમેરીને મમરાના લાડુ અથવા ચીકી બનાવવામાં આવે છે ગુજરાતમાં ઉતરાયણ પર લોકો ખૂબ લિજજતથી તેને ખાય છે. 100 ગ્રામ મમરામાં આશરે 350 થી 400 જેટલી કેલરી હોય છે.

 આશા રાખું છું કે તમને મમરા ની મહેફિલમાં મજા આવી હશે.