The need for a satisfying personal relationship in Gujarati Health by yeash shah books and stories PDF | સંતોષપૂર્ણ અંગત સંબંધ ની આવશ્યકતા

Featured Books
  • Her Silent Secret - 15

    शहर में उस रहस्यमय साइको किलर का नाम पिछले चार सालों से लोगो...

  • पुराने मित्र

    पुराने मित्र लेखक: विजय शर्मा एरी (Vijay Sharma Erry)समय बीत...

  • पिंकू की परी - 3

    अम्मा की तोरई और स्पेसशिप का गियर'सूं-सूं... खटर-पटर...&...

  • सावन

    सावन की दोपहर लगभग आधी खत्म हो चुकी थी और ढलते सूरज की सुन्ह...

  • पवित्र प्रेम या अभिशाप Season 2 - 22

    शाम का समय था। चौहान हवेली का मुख्य दरवाज़ा खुला।शादी से लौट...

Categories
Share

સંતોષપૂર્ણ અંગત સંબંધ ની આવશ્યકતા

પ્રશ્ન : તમે સંભોગ ની વાત કરો છો, પણ એ વાત પણ તમારી વાર્તાઓ અને લેખો માં વંચાય છે કે સ્ત્રી જ કહી શકે છે કે એને ઓર્ગેઝમ નો અનુભવ થયો કે નહી... તો શું પુરુષને એવી રીતે શિક્ષિત ન કરી શકાય કે એ પણ સમાગમ સમયે સ્ત્રી ના સંતોષ ને પણ એટલું જ મહત્વ આપે જેટલું પોતાના સંતોષ ને મહત્વ આપે છે?


ઉત્તર: તમારો પ્રશ્ન વ્યાજબી છે.. મારા લખેલા લેખો અને વાર્તાઓ સ્ત્રી અને પુરુષ બન્ને દ્વારા વંચાય છે અને સ્ત્રીઓ દ્વારા વધુ વંચાય છે.. ઘણી છોકરીઓ જે ૧૮ થી ૨૫ વર્ષની વચ્ચે છે.. એમને મને ખૂબ સારો પ્રતિભાવ આપતા મેસેજ કર્યા છે.. અને મને ખૂબ સંતોષ થાય છે.. કારણ કે સ્ત્રી જ્યારે પોતાના સુખ ,શાંતિ અને આનંદ વિશે જાણકાર થાય છે તો તેના કારણે તેનો પરિવાર પણ જાગૃત થાય છે.

 તમારા પ્રશ્ન નો ઉત્તર " સંભોગ" શબ્દ માં જ સમાયેલ છે. " સંભોગ" નો અર્થ છે "એક સરખો અને એક સાથે ભોગ" .

        એનો અર્થ કે જો સ્ત્રી અને પુરુષ એક જ આફૂસ કેરી ના બે કકડા કરીને ખાય તો જેટલી મીઠાશ પુરુષ ને આવે છે એટલી જ મીઠાશ સ્ત્રી ને પણ આવી ઘટે.. જો આવું ન થાય તો સમજી લેવું કે કેરી નો એક ભાગ ખાટો છે.

તમારી વાત સાચી છે કે પુરુષો ને એ રીતે શિક્ષિત કરવા એ જરૂરી પણ છે.. અને ઇચ્છનીય પણ છે કે એ સ્ત્રી ના સંતોષ નું પણ ધ્યાન રાખે. પ્રખ્યાત સોશિયલ સાયકોલોજી એક્સપર્ટ ગ્રૅઝ વેટઝેલ એ પોતાની નાનકડી ટેડ એક્સ ટોક માં આ મુદ્દો ઉઠાવ્યો અને તેની પર સારું એવું વક્તવ્ય આપ્યું હતું. તેના પ્રમાણે "પુરુષો સ્ત્રીઓ ના સંતોષ ની બહુ પરવા કરતા નથી, તેના બે મહત્વપૂર્ણ કારણો છે. (૧) કુદરતી રીતે પુરુષ પરાકાષ્ઠા એ પહોંચી ને વીર્ય સ્ખલન પામે છે જે દેખીતી રીતે જોઈ શકાય છે. (૨) સામાજિક રીતે સ્ત્રીઓ ને એવી રીતે પ્રશિક્ષિત કરવા માં આવી છે કે તે હમેશા પથારી માં પુરુષ નું વર્ચસ્વ અને અહમ સાચવે .. અને પોતાની ઇચ્છાઓ ને અવગણે.. તેના કહ્યા મુજબ "જો સારી રીતે સેક્સ કરવા માં આવે તો સ્ત્રી ને પણ ઓર્ગેઝમ નો એટલા જ સમય માં અનુભવ થઈ શકે છે જેટલા સમય માં પુરુષ ને થાય છે  એટલે કે ૨ થી ૪ મિનિટ માં ( આ આંકડો વધુ પણ હોઈ શકે) પણ અહીંયા વાત છે સ્ત્રીઓ એ પોતાની જરૂરિયાત અને અનુભવ વિશે ખુલા દિલ થી પોતાના પાર્ટનર ને વાત કરવાની.. જરૂર પડે હસ્તમૈથુન, ઓરલ સેક્સ ની છોછ વગર મદદ લેવાની.. "

             ઘણા કપલ્સ ફોરપ્લેમાં પૂરતો સમય આપે અને રોમાન્સ દરમ્યાન સ્ત્રીને લાગણીઓ વ્યક્ત કરવાની  પ્રાથમિકતા આપે.. સ્ત્રીને એની સેક્સ્યુઅલ મોમેન્ટ ડ્રાઇવ કરવા દે.. અથવા સ્ત્રીને વધુ સમય ડોમિનેટ કરવા મળે તો પણ સંતોષ ની આ સમસ્યા હલ થઈ શકે. સ્ત્રી એ સંભોગ ની બાબતે પણ બરાબર ની સાથી છે આવી લાગણી એને થાય એવું વાતાવરણ એક સમજદાર પુરુષ આપી શકે છે.

    હું પહેલા પણ લખી ચૂક્યો છું કે સ્ત્રી ની રચના કુદરત દ્વારા એ રીતે થઈ છે કે એ એક વાર ઓર્ગેઝમ મેળવ્યા પછી ફરી વખત ઓર્ગેઝમ માટે તુરંત તૈયાર થઈ શકે છે.. એટલે જો પ્રથમ પુરુષ રોમાન્સ , ફોરપ્લે અને સ્ત્રી ના સંતોષ ને પ્રાથમિકતા આપે અને ત્યાર બાદ પોતાના સંતોષ માટે સંભોગ કરે તો એ પણ સંતોષપૂર્ણ અંગત સંબંધ માટે યોગ્ય છે.


એક જોક યાદ આવ્યો

એક યુગલ સેક્સ ની ક્ષણો માં ખોવાયેલ હતું

સ્ત્રી : બેબી, શુડ આઈ ગો વિથ યોર ઇનર એનિમલ ?

પુરુષ : Yes બેબી " ભાઉ... ભાઉ... " 

( સમજાય એને ફરી વાર વાંચવું...😀😀)