Personal life troubles in Gujarati Health by yeash shah books and stories PDF | અંગત જીવન ના આટાપાટા

Featured Books
  • दरवाजा: काली हवेली का श्राप - 5

    एपिसोड 5 — “जिसने श्राप दिया… वो तुम ही थी”हवा… थम गई थी।पूर...

  • Bayaan - Part 17

    Part 17 "अगले चार महीने..."ये चार महीने मेरी ज़िंदगी के सबसे...

  • Sirf Tumhara - 5

    **Sirf Tumhara**  **Part 5**अंश का दिल ज़ोर-ज़ोर से धड़क रहा...

  • Conversations With Myself - 2

    शाम धीरे-धीरे ढल रही थी।पूरा दिन जैसे आँसुओं में भीगकर निकल...

  • Mafia King - 6

    जगह कोई आम ठिकाना नहीं, बल्कि 'रॉयल फिटनेस होटल' था।...

Categories
Share

અંગત જીવન ના આટાપાટા

(૧) પિનલ :" હું પણ માણસ છું, રિશુ... મને આ રીતે ખૂબ દુઃખાવો થાય છે.. શું આપણે થોડો સમય ફોરપ્લે માં આપી શકીએ તો ... " ( આંખમાં આંસુ સાથે)

રિષભ : ફોરપ્લે...? પહેલા તારું મોઢું જો.. પછી વાત કરજે.. મેં તને પહેલા પણ કીધું છે.. આ લગ્ન મારી મરજી થી થયા નથી.. મારી પસંદ અને પ્રેમ જેલેના થીમ્સ છે.. પણ એના અમેરિકન મૂળ ના કારણે અમારા લગ્ન શક્ય ન થયા.. કારણ કે હું હિન્દુ છું... અને એ ખ્રિસ્તી.. મને તું પસંદ નથી... આપણે જે કરતા આવ્યા છે... એ જ રીતે તારી સાથે થશે.. મમ્મીને ૪ મહિના માં પ્રેગ્નન્સીની ખુશખબર આપવી જ પડશે.. આ પાછું દબાણ અલગ છે.. હવે ચૂપ ... ચાલ ફટાફટ પૂરું કર.. મારે ૧૦ મિનિટમાં  રાજેશ ના ઘરે નીકળવું છે.."


              આ સંવાદ વાંચ્યો..? લગ્ન જીવન સમાજ માટે આશીર્વાદ રૂપ હોઈ શકે પણ દરેક કપલ માટે સહજ અને સુંદર હોતું નથી.. અને પિનલ જેવી છોકરીઓ ના અવાજ બેડરૂમ માં જ દબાઈ જાય છે.  વાત અહીંયા સેક્સ એડ્યુકેશન ની નથી. અહીંયા બન્ને ને ખબર છે.. કે સુગમ સમાગમ માટે યોગ્ય પ્રમાણ માં ફોરપ્લે તેમ જ આફ્ટર પ્લે અનિવાર્ય છે. સમાગમ પ્રેમથી પૂર્ણ હોય તો તેનો સંતોષ અલગ જ હોય છે. અહીંયા વાત છે એક બીજા ને ,એક બીજા માટે દરેક રીતે અનુકૂળ થવાની.. ગુજરાતી માં કહેવત છે " રાજાને ગમે તે રાણી અને રાણી ને ગમે તે રાજા"... પણ ઘણા લગ્ન સંબંધો માં આવું હોતું નથી.. પરિવાર ,સમાજ કે અન્ય મજબૂરીઓ ના કારણે ઘણા કપલ્સ લગ્ન કરી લેતા હોય છે.. પણ આજીવન શારીરિક,માનસિક અને આત્મિક સંતોષ માટે તડપતા રહે છે.. મજબૂરી માં એક બીજા ને વેઠતા હોય છે.

                    આવા સંજોગો માં બાળક નો જન્મ થવો એ મહિલાઓ માટે વિટંબણા બની રહે છે.. પછી પોતાના બાળક ને બધી રીતે સાચવવાં માટે સ્ત્રી; સ્ત્રી મટી ને કેવળ માતા બની જાય છે. સમાજ .. પરિવાર અને બાળકો માટે બાહ્ય રીતે આ કપલ ખૂબ સુખી દેખાય છે... પણ અસલ માં આવું હોતું નથી. લગ્ન જીવન તૂટવાના કારણો માં આ પણ એક મોટો મુદ્દો છે..

        જાતીય જીવન માં આત્મીયતા ત્યારે જ આવે છે જ્યારે કપલ્સ એક બીજા ને બધી રીતે સ્વીકારી શકે. મજબૂરી દરેક રીતે હાનિકારક છે.. જાતીય જીવન માં આવી મજબૂરીઓ ઘણીવાર શારીરિક તેમ જ માનસિક રીતે આઘાત દાયક બની શકે છે. 

        સુંદર, મોહક તેમ જ મનગમતા પાર્ટનર ની ચાહ લગભગ દરેક વ્યક્તિ માં હોય છે.. સુંદરતા જોનાર ની આંખો માં હોય છે.. પણ આવી સમજ દરેક વ્યક્તિ પાસે હોતી નથી.  ઘણી વાર કોઈ અન્ય વ્યક્તિ ગમે તેટલી મોહક હોય તો પણ કોઈ બીજા પાર્ટનર ની ચાહ લગ્ન જીવન માં અસંતોષ ઊભો કરે છે.

             થોડી સમજદારી.. અને  કાઉન્સિલિંગથી આવી સમસ્યાઓ ઉકેલી શકાય છે. ઘણી વાર કપલ્સ વચ્ચે સમજણ નો સેતુ બાંધવામાં ત્રીજા વ્યક્તિ ની મદદ લેવી જરૂરી બને છે.. કારણ કે પારિવારિક અને સામાજિક મજબૂરીઓ ના કારણે આવી વાતો વડીલો સાથે શેર કરવી ક્ઠીન બની જાય છે. માટે યોગ્ય કાઉન્સેલિંગ કરવું જરૂરી છે. શરીર અને અસ્મત બન્ને અમૂલ્ય છે. એની પર પડતા આઘાતો જીવનને  અંધકાર માં ધકેલી દે એની પહેલા જાણીતા સાયકોલોજિસ્ટ તેમ જ મેરેજ કાઉન્સેલર સાથે વાત કરવી.

હમેશા યાદ રાખો; કોઈ તમારા જાતિય જીવન નો પાર્ટનર પછી છે... સૌથી પહેલા એ એક વ્યક્તિ છે.. માણસ છે.. પોતાના સ્વાર્થ માટે તેને પીડા આપવાનો તમારો અધિકાર નથી.