કાશી રાજ્ય કહેવાતું એ વખતની વાત છે. રાજા અગ્રસેન રાજ કરી રહ્યા હતા. પ્રજા માટે એમનો પ્રેમ અતૂટ હતો અને એટલેજ એ લોકપ્રિય હતા. મહારાજ અગ્રસેનનો એક પ્રધાન હતો. નામ એનું વામન.મહારાજની જેમ એની વફાદારી પણ લોકપ્રિય હતી અને એથી વિશેષ હતી એ બંનેની મિત્રતા. મહારાજ અગ્રસેન દેશાટન જાય કે શિકાર કરવા જાય કે દૈવીસ્થાને જાય પણ વામન વિના એમને પેટ પાણી નાં ઉતરે.
એક વખતની વાત છે. મહારાજ અગ્રસેન પાસે એમના કુલગુરું આવ્યા. રાજા પાસે સૈનિક સંદેશો લઇને આવ્યો કે કુલગુરુ મકાંદી પધાર્યા છે. રાજાએ વાજતે ગાજતે એમનું સામૈયું કર્યુ અને જાતજાતના ભોજન બનાવ્યાં . પોતાનાં ઓરડામાં એમની સૂવાની વ્યવસ્થા કરાવી. અને રાત્રે એમની પાસે જ્ઞાનની વાતો ગ્રહણ કરી . જેમાં ગુરુ મકાંદી બોલ્યાં કે વત્સ અગ્રસેન આ સંસારમાં જે થવાનું છે કે જે થઈ રહ્યું છે એ નક્કી જ હોય છે પણ સારી વાત એ છે કે ઈશ્વર જે કરે છે એ સારા માટે કરે છે.
આ વાત અગ્રસેનને હજમ નાં થઈ. એ વળી કેવી રીતે શકય છે ગુરુદેવ કે જે થાય છે એ સારા માટે થાય છે? એ તો નિયતી છે જેને આપડે સારું અને ખરાબ કહીએ છે . રાજાની વાત ગુરુદેવ અને પ્રધાન વામન સાંભળી રહ્યા હતાં. આજ પ્રશ્ન વામનનાં મનમાં પણ હતો છતાં ગુરુદેવ કંઈજ નાં બોલ્યાં. જો દીકરાઓ સમય રહેતા આનો જવાબ તમને મળી જશે. હું અહીજ છૂં ને તમે પણ અહિયાં જ છો. જવાબ પણ અહીજ મળશે ખાલી બે દિવસ રહી જાઓ પણ મનમાં વિચાર એટલો રાખીને ચાલજો કે જે થયું એ ઠીક થઈ રહ્યું છે ને થશે એ સારું જ થશે.
બીજા દિવસે રાજા વિહાર કરવા નીકળવાની તૈયારી કરી રહ્યા હતા. વળી રાજાને શિકાર કરવાનો શોખ એટલે જતાં જતાં થયું કે થોડો શસ્ત્ર અભ્યાસ પણ કરતા જઈએ. રાજાએ ધારદાર શમશેર હાથમાં લીધી અને પોતાના પ્રધાન વામન સાથે અભ્યાસ શરૂ કર્યો. અભ્યાસ કરતા કરતાં રાજાની આંગળી તલવારથી થોડી કપાઈ ગઈ. લોહી દળ દળ વહેવા લાગ્યું. એજ સમયે પ્રધાનને ગુરુદેવ વાળી વાત યાદ આવી. પ્રધાને કહ્યું મહારાજ ચિંતા નાં કરશો. જે થયું એ સારું થયું. આટલું સાંભળતા રાજા ક્રોધે ભરાઈ ગયો. સાલા બે બદામના પ્રધાન તું સમઝે છે શું તારા મનમાં. રાજાએ સૈનિકોને આદેશ આપ્યો અને પ્રધાનને કારાવાસ મોકલી દીધો. ત્યારે પ્રધાન ફરી બોલ્યો હે મહારાજ મને કારાવાસ થયો એ પણ સારું જ થયું. રાજા અગ્રસેન શિકાર કરવા નિકળી પડ્યા. જંગલમાં વધારે ઊંડા જવાથી પોતાનાં કાફલાથી રાજા વિખૂટા પડી ગયા. એજ વખતે એમનો ભેટો ત્યાંના આદિવાસીઓ સાથે થયો. રાજા ખૂબ લડ્યા પણ થાક અને ઘાયલ હોવાથી અંતે હારી ગયા.
આદિવાસીઓ રાજાને બંધક બનાવી પોતાનાં ઇષ્ટદેવ પાસે લઈ ગયા. ત્યાં રાજાની બલી આપવાનું નક્કી થયું જેથી એમના ઇષ્ટદેવ પ્રસન્ન થાય. રાજાને ફૂલનો હાર અને અબીલ ગુલાલ છાંટવામાં આવ્યા. એવામાં એમના મુખી બોલ્યા કે ઇષ્ટદેવને બલી આપતા પહેલા ચકાસી લો કે આ મનુષ્ય ક્યાંયથી ખંડિત તો નથીને કારણ કે છત્રીસ લક્ષણ પુર્ણ નાં હોય તો બલી અધૂરી કહેવાય. રાજાને ચકાસવામાં આવ્યા. આંગળી કપાયેલી જોઈ એટલે રાજાને માન સન્માન સાથે છોડી દેવામાં આવ્યા.
રાજાને ભાન થઇ ગયું કે આજે આંગળી નાં કપાઈ હોત તો હું બલી ચઢી ગયો હોત. રાજા પોતાનાં દેશ પરત ફર્યા અને ગુરુદેવને બધી વાત કહી. ગુરુદેવ કહ્યું કે દીકરા ઈશ્વર જે કરે છે સારું જ કરે છે. સમજ્યો? હા ગુરુદેવ સમજ્યો પણ મને એ નાં સમજાયું કે મે પ્રધાનને કારાવાસ મોકલ્યો ત્યારે એ બોલ્યો હતો કે આ પણ સારું થયું. તો એ કેવી રીતે સારું થયું કહેવાય?
જો દીકરા તારી આંગળી કપાઈ ગઇ એટલે તારી બલી નાં ચઢી પણ પ્રધાન કારાવાસ હતો એટલે તારી સાથે નાં આવ્યો નહી તો તને છોડી એની બલી ચઢી ગઈ હોત માટે ઈશ્વર જે કરે છે એને શંકાથી નાં જોવી જોઇએ.
રાજાને આ વાત સમજાઈ ગઈ.