Savki Maa - 3 in Gujarati Women Focused by Nirali Ahir books and stories PDF | સાવકી માં - 3

Featured Books
Categories
Share

સાવકી માં - 3

વીણા ની વાતો સાંભળી ગીતા બેન શાંત થઈ જતા પરંતુ અંદર ના વમળો ને શાંત ના કરી શકતા.

     અમન જે ઓફિસમાં કામ કરતો એજ ઓફિસ માં એનો એક મિત્ર દેવ પણ કામ કરતો બન્ને વચ્ચે સારી એવી મિત્રતા હતી.

     દેવ ની પત્ની એક વર્ષ પહેલા મૃત્યુ પામી હતી અને એને એક ચાર વર્ષ ની દીકરી હતી,પત્ની ના ગયા પછી દેવ સાવ એકલો થઈ ગયો હતો અને દીકરી ની તમામ જીમ્મેદારી એના ઉપર આવી ગઈ હતી.

    એ આખો દિવસ ઓફિસ માં રહે તો એની દીકરી આખો દિવસ ઘરે એકલી રહી જાય એટલા માટે દેવ એ પાર્ટ ટાઈમ જોબ માટે એના બોસ ને મનાવવા અપીલ કરી એના હાલાત જોતા બોસ માની ગયા.

    હવે દેવ અડધો દિવસ ઓફિસ માં અને અડધો દિવસ ઘર માં દીકરી સાથે વિતાવતો,સવારે ઉઠતાં જ ખુદ ઓફિસ માટે તૈયાર થતો અને દીકરી રુહી ને જગાડી નાસ્તો કરાવી અને ઓફિસ જતો બપોરે નોકરાણી રસોઈ બનાવી જતી રહેતી ત્યાર પછી નું બધું કામ દેવ પોતે કરતો.

     એકવાર બન્ને મિત્રો અમન અને દેવ એ ઓફિસ પછી અમન ના ઘરે એકસાથે બેસી ડિનર કરવાનું નક્કી કર્યું પણ દેવ એ કહ્યું તારા ઘરે ઘણી વાર ડિનર અને લંચ કર્યું આજે મારા ઘરે કરીશું, દેવ ની પરિસ્થિતિ સમજતા અમન ને ના પાડી પણ દેવ એક નો બે ના થયો અને અમન ને આખરે હા પાડવી પડી.

      સાંજે અમન દેવ ના ઘરે પહોંચ્યો તો દેવ એ ડિનર તૈયાર કરી રાખ્યું હતું,અને ઘર પણ ઠીક ઠાક હાલત માં હતું. અમન ને જોતા જ રુહી એની પાસે દોડી આવી અને એના ખોળા માં બેસી રમવા લાગી.

     ડિનર કરતા કરતાં અમને કહ્યું દેવ તારી ઉંમર હજી નાની છે સારો એવો હેન્ડસમ પણ છે તો બીજા લગ્ન કેમ નથી કરી લેતો?જો એમ કરીશ તો તારી આ બધી પ્રોબ્લેમ્સ ઓછી થઈ જશે અને રુહી ને પણ માં મળી જશે.

     આ સાંભળી દેવ એ અમન સામે જોયું અને પછી રુહી ના માથા પર હાથ ફેરવતા કહ્યું રુહી માટે જ તો નથી કરતો,મને પત્ની તો મળી જશે પણ એ વાત ની શું ખાતરી કે મારી રુહી ને માં પણ મળશે?

     પોતાની વાત આગળ વધારતા દેવ એ કહ્યું તને ખબર છે અમન અત્યાર ના સમય માં કોઈ છોકરી બીજા ના બાળક ને ના પાળી પોષી શકે,મારે પત્ની નો પ્રેમ નથી જોઈતો મારે તો મારી રુહી માટે એક સારી માં જોઈએ છે.જો કોઈ એવી છોકરી મળે જે મારી રુહી ને ચાહે એને ગળે લગાડી ને પ્રેમ કરે એક માં ની મમતા આપે તો હું જરૂર લગ્ન કરી લઇશ.
     
     આ સાંભળી અમન બોલ્યો હું પ્રાર્થના કરું છું કે તારી ઈચ્છા જલ્દી પૂરી થાય.

    ડિનર પછી અમન ઘરે જવા નીકળ્યો પણ એના કાન માં દેવ ના કહેલા એકે એક શબ્દ ગુંજતા હતા એ બધું એ વિચારતો હતો એટલા માં એને વીણા નો વિચાર આવ્યો કે દેવ અને વીણા ની પરિસ્થિતિ સમાન છે જો એ બન્ને........પણ એક ઝટકા માં અમન એ વિચાર ખંખેરી નાખ્યો અને વિચાર્યું મારી લાડકવાયી બહેન વિશે હું આવું વિચારી પણ કેમ શકુ?

     આ બધા વિચારો ખંખેરી એ ઘરે પહોંચ્યો,ઘરે પહોંચી ને જોયું તો બધા હોલ માં બેઠેલા હતા એ પણ ત્યાં જઈને બેસી ગયો.

    બધા વાતો કરવા કરતા હતા પણ અમન ની નજર વીણા પર અટકી ગઈ હતી એ હસતી હસતી વાતો કરતી હતી પણ અમન ને એ હંસી માં વીણા ની ઉલ્જન,એનું દર્દ દેખાઈ આવ્યું, એ ત્યાં થી ઊભો થઈ ને એના રૂમ માં જતો રહ્યો.

     રાત ઘણી વીતી ગઈ પણ અમન ની આંખો માં ઊંઘ નું કોઈ નામો નિશાન હતું નઈ એ દેવ,રુહી અને વીણા ના વિચારો ના વમળ માં ફસાયો હતો,કેમેય કરી ને એ વીણા ની આંખો નું ખાલીપણું,દેવ નો નિશ્ચલ અને સ્નેહી સ્વભાવ અને રુહી ના જીવન માં મમતા ની ખોટ ના વિચારો અટકાવી નથી શકતો.

     રૂમ માં ગભરાટ થતા એ બહાર બાલ્કની માં આવ્યો ત્યાં થોડી વાર ઊભો રહી વળી પાછો રૂમ માં આવ્યો અને પછી રૂમ ની બહાર નીકળ્યો થોડી વાર આમ થી તેમ આંટા મારી બહાર મૂકેલા ટેબલ પર જઈ બેસી ગયો.

     રમણ ભાઈ પોતાના રૂમ માંથી પાણી પીવા બહાર આવેલા પણ અમન ને આમ અંત મારતો જોઈ દરવાજા પાસે ઊભા રહી જોવા લાગ્યા અમન બેસી ગયો પછી રમણ ભાઈ એની પાસે ગયા અને બોલ્યા શું થયું બેટા?કેમ અત્યારે આમ આવી રીતે આંટા મારે છે?

     પહેલા તો અમન એ વાત ટાળવાની કોશિશ કરી પણ છેલ્લે એણે એના પપ્પા ને બધી વાત કરી આ સાંભળી રમણ ભાઈ થોડી વાર ચૂપ રહ્યા અને પછી બોલ્યા તું અત્યારે શું જા આપણે સવારે બધા સાથે વાત કરીશું .

     રમણ ભાઈ ની વાત સાંભળી અમન ઠીક છે પપ્પા કહી રૂમ માં જતો રહ્યો.