("માં" શબ્દ કાન માં પડતા જ આપણી અંદર એક ખુશી ની લહેર દોડી જાય છે,એક મમતા ભર્યો અહેસાસ યાદ આવી જાય છે. માં કોને વ્હાલી ના હોઈ માં વિના તો આ દુનિયા ખાલી ખાલી લાગે.માનો હેત ભર્યો સ્પર્શ તમામ દુઃખ દર્દ ભૂલવા માટે કાફી હોય છે.માં વિશે જેટલું કહીએ એટલું ઓછું છે.
આવી જ એક સાવકી માં ની વાત તમારા આગળ રજૂ કરું છું આશા કરું છું તમને પસંદ આવશે.)
વીણા હવે કેટલી વાર છે મોડું થાય છે ? બહાર થી અવાજ આવ્યો.
સમજો પહોંચી ગઈ કહેતીક વીણા રૂમ માંથી દોડતી દાદરા ઉતારવા લાગી.
રમણ ભાઈ અને ગીતા બેન માં ત્રણ સંતાનો માં વીણા મોટી હતી. મોટી દીકરી ની સાથે સાથે સંસ્કારી અને સુશીલ પણ હતી. વીણા થી નાના બે ભાઈ હતા.
ઘર માં સુખ સમૃદ્ધિ હતી,પ્રેમ હતો કોઈ વાત ની ચિંતા ના હતી પણ કહે છે ને કે ભગવાન બધા ને બધુંયે નથી અપાતો એક વાત ની ખોટ તો રાખે જ છે.
વીણા બધી વાતે સુઘડ હતી,સુંદર હતી અને વળી સંસ્કારી પણ હતી,ભગવાને બધું જ આપ્યું હતું પણ એક એક્સિડન્ટ માં વીણા પાસે થી માં બનવાની ક્ષમતા છીનવી લીધી.બધી વાતે પૂરી પણ તો એ અધૂરી.
વીણા હવે ઉમર લાયક થઈ ગઈ વીસ વર્ષ પૂરા થયા અને એકવીસ મુ વર્ષ બેઠું માં - બાપ ના મન માં ચિંતા ઘર કરવ લાગી કે આપણી દીકરી નું આગલું જીવન કેવું જશે?કોણ લઈ જશે આવી ખોટ વાળી દીકરી ને ?
વીણા ના મન માં એ ઘણી ઘણી વાર વિચારો ના વમળો ઊઠતા કે મેં એવું તો શું પાપ કરી કર્યું કે મને આવડી મોટી સજા મળી છે?પણ પાછી મન વાળી લેતી કે જેવી ભગવાન ની ઈચ્છા.
વીણા ની ઉમર જેમ જેમ વધતી જતી એમ એમ રમણ અને ગીતા ની ચિંતા માં વધારો થતો જતો પણ કરી પણ શું શકે?
વીણા વિચારો ના વમળ માં પોતાના બેડ પર બેઠી હતી એટલા માં ગીતા બેન નો અવાજ સંભળાયો વીણા નીચે આવ માહી આવી છે જો.
એ આવી મમ્મી કહેતા વીણા રૂમ માંથી નીચે હોલ માં આવી એની ફ્રેન્ડ માહી એને મળવા આવી હતી બંને એ હગ કર્યું અને એકબીજાના સમાચાર પૂછ્યા.
લાંબા વખતે તને મારી યાદ આવી ક્યાં હતી તું અત્યાર સુધી? સોફા પર બેસતા વાણી એ સવાલ કર્યો.
તને તો ખબર જ છે મને સમય જ નથી મળતો કામ માંથી નવરી જ નથી થતી માહી એ જવાબ આપતા કહ્યું.
તો વળી આજે ક્યાંથી સમય મળી ગયો?વીણા એ મજાક કરતા કહ્યું.
માહી એ કહ્યું તારા માટે એક છોકરા ની વાત લઈ ને આવી છું હું તો સાસરે જતી રહી હવે તારો વારો છે.
માહી ની વાત સાંભળી વીણા ના ચહેરા નો રંગ બદલાઈ ગયો અને તે એના મમ્મી સામે જોવા લાગી અને ગીતા બેન પણ કશું બોલ્યા વિના વાણી ની સામે જોઈ રહ્યા.
બંને ની સામે જોઈ માહી બોલી કેમ આન્ટી કાઈ ભૂલ કરી છે મેં વાત કરીને?
અરે નઈ નઈ માહી બેટા આ સગાઈ ની વાત સાંભળી હું જરા વિચાર માં પડી ગઈ હતી ગીતા બેન એ વાત સાંભળતા કહ્યું. તમે બન્ને બેસો હું કોફી બનાવી ને આવું છું. કહેતા ગીતા બેન ઝડપ થી રસોડા તરફ જતા રહ્યા.
વાણી એ માહોલ હળવો કરવા સ્કૂલ કોલેજ ની વાતો શરૂ કરી,થોડી વાર માં ગીતા બેન કોફી અને નાસ્તો લે ને આવ્યા.
થોડી વાર પછી માહી એ ફરી કહ્યું આન્ટી હું એ લોકો ને શું કવ? ચિંતા ના કરો એ મારો દિયર જ છે છોકરો બહુ સારો છે અને મને પણ થયું કે વાણી જેવી દેરાણી મળે તો એના જેવું બીજું શું?
ગીતા બેન એ થોડી ચૂપી બાદ માહી ને એ લોકો ને એકવાર ઘરે મળવા આવવા કહ્યું.
માહી ના ગયા પછી વીણા ગીતા બેન પાસે ગઈ અને બોલી મમ્મી તને તો ખબર જ છે તો પછી શુકામ........
ગીતા બેન બોલ્યા બેટા આખી જિંદગી તો તને ઘર માં નહીં બેસાડી શકાય!જો એ લોકો સારા હોઇ અને આપણી પરિસ્થિતિ સમજે તો તારું પણ ઘર બંધાઈ જાય,જો એવું થાય તો તને શું વાંધો છે?
ના કાઈ નહીં કહેતા વીણા પોતાના રૂમ માં જતી રહી.
વીણા ની જતી જોઈ ગીતા બેન ના મન માં અનેક ચિંતાઓ ઘેરી વળી.
સાંજે રમણ ભાઈ ના આવ્યા પછી ગીતા બેન એ બધી વાત કરી,થોડી વાર રમણ ભાઈ શું કરવું એ વિચાર માં પડી ગયા પણ પછી કહ્યું વીણા ને એક વાર પૂછી લેવું જોઈએ એ શું ઇચ્છે છે.
ગીતા બેન એ પણ હામી ભરી અને બન્ને વીણા ના રૂમ તરફ ગયા,વીણા સ્ટડી ટેબલ પર બેસી લેપટોપ પર કંઈક કામ કરતી હતી મમ્મી પપ્પા ને જોઈ ને બોલી શું વાત છે મમ્મી પપ્પા તમે અત્યારે અહીં ? કઈ કહેવું છે?
રમણ ભાઈ અંદર આવતા બોલ્યા હા બેટા એક બહુ જરૂરી વાત છે તારી મમ્મી એ મને માહી વાળી વાત કરી તો વિચાર્યું કે આમાં તારી મંજૂરી મહત્વ ની છે આ તારી જિંદગી નો સવાલ છે.
પપ્પા ની વાત સાંભળી વીણા ના મોઢા પર થોડી ઉદાસી ની રેખાઓ ઉભરી આવી અને બોલી પપ્પા હું તો આમાં કશું નથી કહેતી પણ જો મમ્મી કહે છે તો એક વાર જોઈએ શું થાય છે એ. આમ પણ વાત કરી જોઈએ તો જ ખબર પડે ને.
તો બોલાવી લેવા છે કાલે ? ગીતા બેન એ જરાક અંચકાતા વીણા ને પૂછ્યું.
હા વાંધો નઈ બોલાવી લો.આટલું કહી વીણા ફરી એના કામ માં વ્યસ્ત થાય ગઈ અને રમણ ભાઈ અને ગીતા બેન પોતાના રૂમ તરફ જતા રહ્યા.
અમન અને વિનય વીણા ના બંને ભાઈ ઓ જે વીણા થી નાના હતા પણ વીણા ને ખૂબ જ પ્રેમ કરતા એને એ વાત સાંભળી અને અમન એગીતા બેન ને કહ્યું મમ્મી જો દીદી એક વાર પણ ના પડશે તો અમે પછી તમારું કઈ નઈ સાંભળીએ.
તરત જ વિનય બોલી ઊઠ્યો હા મમ્મી ભાઈ સાચું કહે છે દીદી ની ખુશી એજ અમારી ખુશી એમાં અમે બિલકુલ નઈ ચલાવી લઈએ.
ના બેટા એવું કાંઈ નઈ થાઈ આતો ખાલી વાત કરવા જ બોલાવવા છે ફેસલો વીણા ને કરવાનો છે,ચાલો હવે સૂઈ જાવ બહુ રાત થઈ ગઈ છે. આમ કહી રમણ ભાઈ બેડ પર લાંબા થયા.