ankho ugadnari manavta in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | આંખો ઉગાડનારી માનવતા

Featured Books
Categories
Share

આંખો ઉગાડનારી માનવતા

આંખો ઉગાડનારી માનવતા

परोपकाराय फलन्ति वृक्षाः, परोपकाराय वहन्ति नद्यः।
परोपकाराय वहन्ति गावः, परोपकारार्थमिदं शरीरम्॥

પરોપકાર માટે જ વૃક્ષો ફળ આપે છે,

પરોપકાર માટે જ નદીઓ વહે છે।

પરોપકાર માટે જ ગાયો દૂધ આપે છે,

અને આ શરીર પણ પરોપકાર (બીજાના ભલા) માટે જ છે॥

 કેટલાય દિવસ પહેલાંની આ વાત છે. સ્કૂલની બસોની હડતાલ ચાલતી હતી. મારા પતિ તેમના વ્યવસાયની અગત્યની મીટિંગમાં વ્યસ્ત હતા. તેથી મારા પાંચ વર્ષના નિહારને સ્કૂલમાંથી લેવા માટે મારે ટુ-વ્હીલર લઈને જવું પડ્યું. જ્યારે હું નિહારને લઈને ઘર તરફ પાછી આવી રહી હતી, ત્યારે અચાનક રસ્તામાં મારું બેલેન્સ બગડી ગયું. હું અને મારો નિહાર – બંને ગાડી સાથે જમીન પર પટકાઈ ગયાં. મારા શરીર પર અનેક ખરોચો પડી ગયાં, લોહી વહેવા લાગ્યું, પરંતુ પ્રભુની અપાર કૃપાથી મારા નિહારને ક્યાંય એક પણ ખરોચ ન આવી.

 

આ અકસ્માત જોતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા. તેમના મોં પર સહાનુભૂતિના ભાવ હતા, પરંતુ કોઈ મદદ નું પગલું ભરતું નહોતું. ત્યારે જ મારી ઘરની નોકરાણી માલતીબહેનને મેં દૂરથી જોઈ. તે દોડતી આવી. તેના પગમાં જાણે પાંખો હોય તેમ તે મારી પાસે આવી ગઈ. તેણે મને કાંધે સહારો આપીને ઊભી કરી. પોતાના એક પરિચિતને કહીને મારી ગાડીને નજીકની દુકાને પાર્ક કરાવી દીધી. પછી તે મને ઘરે લઈ ગઈ – તેનું નાનકડું, સાદું પણ સ્વચ્છ ઘર, જે મારા ઘરથી માત્ર થોડા પગલાં દૂર હતું.

 

જેવા જ અમે ઘરમાં પ્રવેશ્યાં, તેના બે બાળકો – વિનોદ અને સુમન – દોડીને અમારી પાસે આવ્યાં. માલતીબહેનના પલ્લામાં બંધાયેલી પચાસની નોટ કાઢી અને વિનોદને દૂધ, બેન્ડેજ તથા એન્ટિસેપ્ટિક ક્રીમ લાવવા મોકલ્યો. સુમનને ગરમ પાણી કરવાનું કહ્યું. મને ખુરશી પર બેસાડીને તેણે મટકાનું ઠંડું પાણી પીવડાવ્યું. પાણી ગરમ થઈ ગયું હતું. તેણે મને બાથરૂમમાં લઈ જઈને મારા તમામ ઘા ગરમ પાણીથી ધોઈને સાફ કર્યા. પછી તે બહાર ગઈ અને એક નવું ટુવાલ તથા નવું ગાઉન લઈ આવી. તેણે ટુવાલથી મારું આખું શરીર લૂછી નાખ્યું, જરૂરી જગ્યાએ બેન્ડેજ લગાવ્યા અને એન્ટિસેપ્ટિક ક્રીમ લગાવી. હવે મને થોડી રાહત થઈ ગઈ હતી.

 

તેણે મને નવું ગાઉન પહેરવા આપ્યું અને કહ્યું, “બહેન, આ ગાઉન મેં કેટલાક દિવસ પહેલાં જ ખરીદ્યું હતું, પરંતુ અત્યાર સુધી પહેર્યું નથી. તમે આ જ પહેરી લો અને થોડી વાર આરામ કરો.” મારા કપડાં ગંદા થઈ ગયાં હતાં, તેથી તે કહે, “અમે આને ધોઈને સુકાવી દઈશું, પછી તમે બદલી લેજો.” મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. મેં ગાઉન પહેરીને બહાર આવી. ત્યાં તે અલમારીમાંથી એક નવી ચાદર કાઢીને પલંગ પર વિછાવી દીધી અને બોલી, “બહેન, અહીં થોડી વાર આરામ કરો.”

 

આ તરફ સુમને દૂધ ગરમ કરી દીધું હતું. માલતીબહેને દૂધમાં બે ચમચી હળદર નાખીને મને પીવડાવી અને બહુ વિશ્વાસથી કહ્યું, “બહેન, આ દૂધ પી લો, તમારા બધા ઘા ભરાઈ જશે.” પરંતુ મારું ધ્યાન શરીર પર નહોતું, મારા મન પર હતું. મારા મનના ઘા એક-એક કરીને હરિયાળા થઈ રહ્યા હતા.

 

 “परोपकारः पुण्याय पापाय परपीडनम्।” 

 

પરના હિત માટે કરેલો ઉપકાર પુણ્ય છે અને પરની પીડા આપવી પાપ છે.

परोपकाराय फलन्ति वृक्षाः परोपकाराय वहन्ति नद्यः।
परोपकाराय दुहन्ति गावः परोपकारार्थमिदं शरीरम्॥

વૃક્ષો પરોપકાર (બીજાઓના ભલા) માટે ફળ આપે છે, નદીઓ પરોપકાર માટે જ પાણી વહાવે છે, ગાયો પરોપકાર માટે દૂધ આપે છે — એટલે કે આ શરીર પણ પરોપકાર (સેવા અને બીજાઓના હિત) માટે જ છે.

 

 

મેં વિચાર્યું – “ક્યાં હું અને ક્યાં આ માલતી!” જે માલતીને હું ફાટેલાં જૂનાં કપડાં આપતી હતી, તેણે આજે મને નવું ટુવાલ, નવું ગાઉન અને નવી ચાદર આપી.

ત્યારે માલતી ગરમ-ગરમ રોટલી અને બતાતાનું શાક બનાવી રહી હતી. તેણે થાળી સજાવીને લાવી અને કહ્યું, “બહેન, તમે અને નિહાર બંને ખાઈ લો.” તેને ખબર હતી કે નિહારને બતાતાનું શક  અને ગરમ રોટલી જ ગમે છે. સુમન બહુ પ્યારથી નિહારને ખવડાવી રહી હતી. અને હું અહીં પ્રાયશ્ચિતની આગમાં સળગી રહી હતી. મને યાદ આવ્યું કે જ્યારે માલતી  દીકરો વિનોદ મારા ઘરે આવતો ત્યારે હું તેને એક ખૂણે બેસાડી દેતી, તેને નફરતથી જોતી.

 

મારું મન આત્મગ્લાનિથી ભરાઈ ગયું. ત્યારે જ મારી નજર વિનોદના પગ પર પડી. તે લંગડાતો ચાલતો હતો. મેં પૂછ્યું, “માલતી, આના પગને શું થયું? તેનું સારવાર કરાવી નથી?” તેણે દુઃખભર્યા સ્વરે કહ્યું, “બહેન, તેના પગનું ઓપરેશન કરાવવાનું છે. ખર્ચ લગભગ દસ હજાર રૂપિયા. અમે રાત-દિવસ મહેનત કરીને પાંચ હજાર જોડ્યા છે. બીજા પાંચ હજારની જરૂર છે. અમે ઘણી કોશિશ કરી, પરંતુ મળ્યા નહીં. ભગવાનનો ભરોસો છે, જ્યારે આવશે ત્યારે થશે.”

 

ત્યારે મને યાદ આવ્યું કે એક વાર માલતીએ મારી પાસે પાંચ હજારની અગાઉની માગણી કરી હતી અને મેં બહાનું કરીને ના પાડી દીધી હતી. આજે તે જ માલતી પોતાના પલ્લામાં બંધાયેલા બધા પૈસા અમારા પર ખર્ચ કરીને ખુશ હતી. મારી આંખોમાં આંસુ આવી ગયાં. મેં તરત જ નિર્ણય લીધો.

 

થોડી વારમાં હું થોડી ઠીક થઈ ગઈ. મેં મારા કપડાં બદલ્યાં, પરંતુ તે ગાઉન મેં પોતાની પાસે રાખ્યું અને માલતીને કહ્યું, “આ ગાઉન હું તને ક્યારેય નહીં આપું. આ મારા જીવનનો સૌથી અમૂલ્ય તોહફો છે.” માલતી હસીને બોલી, “બહેન, આ તો બહુ સાદી રેન્જનું છે.” મારી પાસે કોઈ જવાબ નહોતો.

 

ઘરે આવીને રાતભર મને ઊંઘ ન આવી. મેં મારી સહેલીના પતિ – હાડકાના ડોક્ટર – પાસે વિનોદ માટે બીજા દિવસનો અપોઇન્ટમેન્ટ લીધો. મારી કિટ્ટી પાર્ટી પણ હતી, પરંતુ મેં તે કેન્સલ કરી દીધી. મેં માલતીના ઘરની તમામ જરૂરિયાતોની યાદી તૈયાર કરી, સામાન ખરીદ્યો અને તે લઈને માલતીના ઘરે પહોંચી ગઈ.

 

માલતી સમજી જ નહોતી શકતી કે આટલો બધો સામાન કેમ લાવી. મેં તેને પાસે બેસાડીને કહ્યું, “માલતી, મને મેડમ ન કહે. મને તારી બહેન સમજ. આ સામાન હું તારા બંને પ્યારા બાળકો માટે લાવી છું. અને હા, વિનોદ માટે ડોક્ટરનો અપોઇન્ટમેન્ટ પણ લીધો છે. સાંજે સાત વાગ્યે તેને દેખાડવા જઈશું. ઓપરેશન જલ્દી કરાવી લઈશું અને વિનોદ પણ સારી રીતે દોડવા લાગશે.”

 

માલતી આ સાંભળીને ખુશીથી રડી પડી. તે કહેતી રહી, “બહેન, આ બધું તમે કેમ કરો છો? અમે તો નાના માણસો છીએ, અમારે આ બધું ચાલતું રહે છે. વળી આટલા બધા પૈસા ક્યારે હું વાળી સકીશ? ” તે મારા પગમાં પડી ગઈ. મેં તેને બંને હાથે ઊંચી કરીને ગળે લગાવી દીધી અને કહ્યું, “બહેન, રડવાની જરૂર નથી. હવે આ ઘરની સંપૂર્ણ જવાબદારી મારી છે.”

 

 

માનવતાનું ફૂલ વિરાજે હૃદયના આંગણે, 

આપવામાં જ છે સાચું સુખનું સાગર ઊભરાતું, 

નાનું હૃદય મહાન કામ કરે જ્યારે પ્રેમથી, 

ત્યારે જ ઈશ્વરનું આશીર્વાદ વરસે અમરતા સાથે.

 

अयं निजः परो वेति गणना लघुचेतसाम्।

उदारचरितानां तु वसुधैव कुटुम्बकम्॥

(महोपनिषद् - अध्याय ६, मंत्र ७१)

“આ મારો છે અને તે પરાયો છે” એવી ગણતરી નાના હૃદયવાળા લોકો કરે છે. ઉદાર સ્વભાવવાળા મહાન વ્યક્તિઓ માટે તો આખી પૃથ્વી જ એક કુટુંબ છે.

 

આજે મને સમજાયું કે હું કેટલી નાની છું અને માલતી કેટલી મહાન છે. મારી પાસે બધું હોવા છતાં હું સંતોષનો અનુભવ ક્યારેય નહોતી કરી. પરંતુ આજે મેં જાણ્યું કે અસલી સુખ આપવામાં છે, પ્રાપ્ત કરવામાં નહીં. મેં પરમાત્માને અનેક વાર ધન્યવાદ આપ્યા કે તેમણે મારી આંખો ખોલી દીધી. મારી પાસે જે કંઈ હતું તે ઘણું હતું. તે માટે હું પરમાત્માનો ઉપકાર માનું છું અને આ ધનને જરૂરિયાતમંદો વચ્ચે વાપરવાનો પાક્કો નિર્ણય કર્યો છે.