લોહીનું રક્ષા બંધન
એક હતો અમન, નાનકડા શહેરનો નવો રહેવાશી. તેની વહુ કોમલ, સાત માસના ગર્ભ સાથે. દિલમાં સપનાંઓનો સોનાનો મહેલ હતો. પણ વિધાતાને કંઈક બીજું જ વિચાર્યું. સવારે સાડા સાત માસે કોમલને પ્રસવ-વેદના થઈ. હોસ્પિટલના આઈ.સી.યુ.માં દીકરીનો જન્મ તો થયો, પણ ઓપરેશનમાં નસ ફાટી અને લોહીની નદી વહેવા લાગી. ડોક્ટરે કહ્યું, “અમન ભાઈ, એક કલાકમાં O- લોહી ન મળે તો તારી પત્ની ને બચાવવું અશક્ય બની જશે.!”
અમનના માથે આભ ફાટી પડ્યું. દૃજતા હાથમાં ફોનલઇ , દરેક નંબર ફેરવ્યા પણ ક્યાંય લોહી ન મળ્યું.
અમનને મનમાં થતું હતું. આજે મારી પાસે કરોડો રૂપિયા છે. ભગવાને આપેલી બધી કૃપા મારી પાસે છે..પણ આજે હું લાચાર છુ.
આ બાજુ બહાર તેનો પાંચ વર્ષનો નાનકડો ક્ષિતિજ બેઠો બેઠો વાતો કરતો હતો એક અજાણ્યા માણસ સાથે. “અંકલ, તમે રાખડી કેમ ના બાંધી? જુઓ ને મેં કેટલી બાંધી છે! આજે ભગવાને મને નાની બહેનની ભેટ આપી છે!”
અજાણ્યાએ દુઃખભર્યું સ્મિત કર્યું, કહ્યું “બેટા, મારી બહેન તો ભગવાન પાસે ચાલી ગઈ છે. હવે મને કોણ રાખડી બાંધે.?”
ત્યાં જ અમન અત્યંત દુખ સાથે બહાર આવ્યો.. તે રડતો રડતો ગાળામાં ડૂમો ભરાયેલા સ્વરે ધીરે ધીરે કહ્યું.“મારી કોમલ… હે પ્રભુ … મરણના દરવાજે ઊભી છે! બચાવી લે પ્રભુ.”
परोपकाराय फलन्ति वृक्षाः परोपकाराय वहन्ति नद्यः ।
परोपकाराय दुहन्ति गावः परोपकारार्थमिदं शरीरम् ॥
વૃક્ષો પોતાનાં માટે નહીં પરંતુ બીજાના કલ્યાણ માટે ફળ આપે છે।
નદીઓ પોતાનાં માટે નહીં પરંતુ બીજાના ઉપયોગ માટે વહે છે।
ગાયો પોતાનાં માટે નહીં પરંતુ બીજાને આપવા માટે દૂધ આપે છે।
એ જ રીતે માનવનું આ શરીર પણ પરોપકાર એટલે કે બીજાની સેવા માટે બનાવેલું છે।
પેલા અજાણ્યા માણસે તેના ખભા પર હાથ મૂક્યો. શું થયું ભાઈ, ભાઈ, શું તકલીફ છે?” અમને આંસુઓ વચ્ચે વાત કહી. તેની પત્નીને “ઓ” ગ્રુપ ના લોહી ની જરૂર છે અને તે ક્યાય મળતું નથી. જો સમય સર નહિ મળે તો અનર્થ થઇ જશે. અજાણ્યાએ તરત પૂછ્યું, “તારી પત્ની નું લોહી કયું?” “ઓ-.” જ જોઈએ ને ?”
“હા” અમને કહ્યું
“મારું બ્લડ ગ્રુપ ‘ઓ’ જ છે.ચાલો, ડોક્ટરને કહો, મારું લોહી લઈ લે.”
અમને આશ્ચર્યથી કહ્યું, “પણ તમે તો ....હું તમને ઓળખતો પણ નથી. !”
અજાણ્યા એ હસીને જવાબ આપ્યો, “માનવતાનું નામ છે ને ભાઈ! લોહી તો એક જ છે – ભગવાને બનાવેલું. હવે જલ્દી કરો બાકી વાતો પાછી. ડોકટર....!”
ડોક્ટરે તરત લોહી લીધું. કોમલની નસોમાં જાણે જાન આવી . થોડી વારે ડોક્ટરે આવીને કહ્યું, “અમન, તારી પત્ની હવે મુશ્કેલી થી બહાર છે.!”
અમને અજાણ્યાના હાથ પકડી લીધા. “તમારું નામ?”
“તેજસ.”
“તેજસ, તું મારો દેવદૂત બનીને આવ્યો છે.! આ ઋણ તારું હું ક્યારેય ચૂકવી નહીં શકું.”
તેજસે વિનમ્રતાથી કહ્યું, “અરે ભાઈ, આ કંઈ મોટું નથી. મારો નાનો ભાઈ અત્યારે ઓપરેશનમાં મૃત્યુ સાથે લડી રહ્યો છે. છેલ્લા વર્ષે બહેન અકસ્માતમાં ગઈ. તેની સારવારમાં કાઈ બાકી ન રાખ્યું જો કંઈ આપવું હોય તો મારા ભાઈ માટે પ્રાર્થના કરજો.”
અમને વાત વાત માંખબર પડી ગઈ કે તેની બહેન ની સારવાર માં ગણા પૈસા ખર્ચી નાક્યા . પણ બહેન બચી સકી નહિ ને તેઓ હવે ખુબ સાધારણ પરિસ્થિતિ માંઆવી ગયા છે.
બીજા દિવસે અમન બે રાખીડીઓ લઈ આવ્યો. તેજસને આઈ.સી.યુ.માં લઇ ગયો કોમલના બેડ પાસે જઈ અમને કહ્યું, “કોમલ, તું હંમેશાં કહેતી હતી કે મારો કોઈ ભાઈ નથી. આજે લોહીના સંબંધે એક ભાઈ આપ્યો છે ભગવાને!”
કોમલે કાંપતા હાથે, આંખોમાં આંસુ અને કૃતજ્ઞતા ભરીને તેજસને રાખી બાંધી. આખું વાતાવરણ પ્રેમ ની ખુશ્બુ થી ભરાઈ ગયું.
“લોહીના ટીપે બાંધ્યું છે બંધન રે, અજાણ્યો ભાઈ થયો સાચો સગો રે, રાખીના દિવસે યાદ આવે એક વાત રે, માનવતા જ છે સાચો ધર્મ રે!”
જેમ ફળથી ભરેલું વૃક્ષ નમ્ર બનીને ઝૂકી જાય છે, તેમ સારો અને મહાન માણસ પણ પરોોપકાર કરીને વધુ નમ્ર બને છે।
ડોક્ટરે આવીને કહ્યું, “તેજસ, તારા ભાઈનું ઓપરેશન સફળ થયું !”
તેજસે પૂછ્યું : “ પણ ઓપરેસન ના પૈસા .....એ તો બાકી હતા ? “
“તે તો ભરાઈ ગયા છે, કોણે ભર્યા છે એ ખબર નથી.”
તેજસે તપાસ કરતા ખબર ન પડી કે કોણ ભરી ગયું.
તેને એટલી ખબર પડી કે દરેક વખતે ભગવાન જ મદદ કરે છે. મનોમન ભગવાનને કહ્યું આ વાત પ્રભુ હું જીદગી ભર નહિ ભૂલું.
તેજસે ક્ષિતિજને ખોળામાં લીધો અને બોલ્યો, “ કોણ કહે કે આ ધરતી ને આકાશ ભેટતુ નથી? જુઓ આજે ભગવાને લોહીના સંબધે એક પરિવાર જોડી દીધો છે.”
અમને બાળકીનું નામ “આશા” રાખ્યું.
અને દર વર્ષે રાખી-પૂર્ણિમાએ આ ચાર જીવ વચ્ચે એક અમર બંધન જોડાય છે – લોહીનું નહીં, માનવતાનું!
“વસુધૈવ કુટુંબકમ્” – આ આખું વિશ્વ એક જ કુટુંબ છે.