પ્રકરણ ૫: આકાશનું પહેરું અને અંતિમ વિદાય
સમય: ઉલ્કા ટકરાવાના ૬ મહિના પહેલા.
સ્થળ: શ્રીહરિકોટા લોન્ચિંગ પેડ અને પૃથ્વીની ભ્રમણકક્ષા.
પૃથ્વીની સપાટી પર અત્યારે ઉનાળો આકરો હતો, પણ વૈજ્ઞાનિકો માટે આ 'વિનાશનો તાપ' હતો. 'પ્રોજેક્ટ સેફ ગાર્ડ' તેના સૌથી નિર્ણાયક તબક્કામાં પહોંચ્યો હતો. આકાશમાં એક વિશાળ સ્પેસ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું હતું — 'ગ્રીન-ઝોન'. આ સ્ટેશન પૃથ્વી પર ટકરાનાર ઉલ્કાની ક્ષણે-ક્ષણની વિગતો અને બંકરોના સંચાલન પર નજર રાખવા માટેનું મુખ્ય મથક હતું.
આર્યન અત્યારે લોન્ચિંગ પેડ પર ઉભો હતો. તેની સામે એક વિશાળ રોકેટ 'એટલસ-૯' ઉભું હતું, જે તેને અને અન્ય ૧૦૦ શ્રેષ્ઠ વૈજ્ઞાનિકોને અવકાશમાં લઈ જવાનું હતું.
"સર, બધું તૈયાર છે," માયાએ આવીને કહ્યું. તેના અવાજમાં ધ્રુજારી હતી. તેની આંખો સૂજી ગઈ હતી, કદાચ તે આખી રાત રડી હતી. તેના માતા-પિતાને બીટા-બંકરના વેઇટિંગ લિસ્ટમાં માંડ જગ્યા મળી હતી.
"માયા, આ આપણી છેલ્લી મુલાકાત નથી," આર્યને તેને આશ્વાસન આપતા કહ્યું, પણ તે પોતે જાણતો હતો કે ઉપર ગયા પછી નીચેની દુનિયા કેવી હશે, તે કોઈ કહી શકતું નહોતું.
લોન્ચિંગ થયું અને રોકેટની ગર્જનાથી આખું શ્રીહરિકોટા ધ્રૂજી ઉઠ્યું. આર્યન જ્યારે વાતાવરણની બહાર પહોંચ્યો અને તેણે સ્પેસ સ્ટેશનની બારીમાંથી પૃથ્વીને જોઈ, ત્યારે તેનું હૃદય ભરાઈ આવ્યું. વાદળી અને લીલી દેખાતી આ સુંદર પૃથ્વી હવે છ મહિના પછી આવી નહીં રહે, કદાચ પૃથ્વીનો આ નજારો તેના માટે છેલ્લો હતો અને થોડા સમય બાદ સામાન્ય માણસો માટે પણ આ છેલ્લો રહેશે.
ગ્રીન-ઝોન સ્ટેશનની અંદરનું વાતાવરણ તંગ તથા સ્થિર હતું,
સ્પેસ સ્ટેશન અત્યાધુનિક લેબોરેટરી અને AI સિસ્ટમથી સજ્જ હતું. અહીંથી પૃથ્વીના દરેક બંકરનો કંટ્રોલ જોઈ શકાતો હતો. ખરેખર આ અવકાશમાં દુનિયા ની ઉપર એક દુનિયા ઊભી કરવા માટે હતું અને ત્યાંથી દુનિયાના તમામ બંધ કરો સાથેનું જોડાણ તેના સંદેશા વ્યવહાર અને તેની દરેક ઈચ્છા પર નજર રાખનાર હતુ.
આર્યને સ્ટેશન પર પહોંચતા જ મોનિટર ચાલુ કર્યું. "ઈવા, બંકરોની તાજી સ્થિતિ શું છે?"
ઈવા નો અવાજ સ્પીકર્સમાં ગુંજ્યો: "આર્યન, ૯૦% આલ્ફા બંકરો સીલ થવાની તૈયારીમાં છે. સબ-બંકરોમાં લોકોનું સ્થળાંતર શરૂ કરી દેવામાં આવ્યું છે. પણ એક સમસ્યા છે..."
"શું સમસ્યા છે?" આર્યન ચોંક્યો.
"વિક્ટર સ્ટીલે તેના પર્સનલ 'ઝીરો બંકર' માં આખા વિશ્વના સેટેલાઈટ નેટવર્કનો ૫૦% ડેટા ડાયવર્ટ કરી દીધો છે. જો તે ઈચ્છે, તો તે સ્પેસ સ્ટેશનનો સંપર્ક પૃથ્વી પરના સામાન્ય બંકરો સાથે કાપી શકે છે."
આર્યનનો પરસેવો છૂટી ગયો. તેને સમજાઈ ગયું કે વિક્ટર માત્ર બચવા નથી માંગતો, તે ઉપરથી પૃથ્વી પર શાસન કરવા માંગે છે. જ્યારે સામાન્ય લોકો બંકરોમાં અંધારામાં અને મર્યાદિત ખોરાકમાં જીવતા હશે, ત્યારે વિક્ટર તેના 'ઝીરો બંકર' માંથી આખી દુનિયાના સંસાધનો પર કબજો જમાવી લેશે.
પૃથ્વી પરના દ્રશ્યો હાલ ખૂબ જ અરજકતા ભર્યા હતા
આખી પૃથ્વી પર, પસંદ કરાયેલા લાખો લોકોને 'સ્પેશિયલ ટ્રેનો' દ્વારા બંકરો તરફ લઈ જવામાં આવી રહ્યા હતા. સામાન્ય જનતાને હજુ પણ એમ જ હતું કે આ એક 'મોક ડ્રીલ' (તાલીમ) છે. પણ રસ્તાઓ પર લશ્કરી ટેન્કો અને બંદૂકધારી સૈનિકો જોઈને લોકોમાં ફફડાટ વધી રહ્યો હતો.
આકાશમાં 'કાયામત' ઉલ્કા હવે રાત્રે ચંદ્ર જેટલી મોટી અને લાલ દેખાવા લાગી હતી. પૃથ્વીના વાતાવરણમાં ફેરફાર શરૂ થયા હતા. ક્યાંક કમોસમી વરસાદ તો ક્યાંક ભયાનક ગરમી. પૃથ્વી જાણે ફફડી રહી હતી.
આર્યને અવકાશમાંથી પૃથ્વી તરફ જોયું અને મનોમન પ્રતિજ્ઞા લીધી: "જો હું જીવતો રહીશ, તો આ ધરતીને વિક્ટર જેવા રાક્ષસોના હાથમાં નહીં જવા દઉં."
આગળ શું થશે?
શું વિક્ટરનો પ્લાન સફળ થશે? ઉલ્કા ટકરાવાના થોડા કલાકો પહેલા પૃથ્વી પર કેવી અરાજકતા ફેલાશે?