Great cultural creations saved from destruction in Gujarati Magazine by Anwar Diwan books and stories PDF | મહાન સાંસ્કૃતિક રચનાઓ નષ્ટ થવાથી બચી ગઇ

Featured Books
Categories
Share

મહાન સાંસ્કૃતિક રચનાઓ નષ્ટ થવાથી બચી ગઇ

માનવ પ્રજાતિ તરીકે જ્યારથી આપણે પૃથ્વી પર કબજો જમાવ્યો છે ત્યારથી અનેક વસ્તુઓ નષ્ટ પામી છે.આપણે ઘણાં ખજાના ગુમાવી દીધા છે, મુલ્યવાન કલાકૃત્તિઓ ગુમાવી દીધી છે કયારેક તો આખે આખા શહેર પણ ગુમ થઇ ગયા છે જો કે કેટલીક એવી વસ્તુઓ છે જે નષ્ટ થવાને આરે પહોંચી ગઇ હતી પણ તેને આપણે બચાવી શકયા છે.
એ કલ્પના કરવા જેવી છે કે આપણને પ્રાચીન હસ્તપ્રતમાં એપોલો મુન લેન્ડરની ડિઝાઇન મળી જાય.૨૦૧૧માં ગણિતજ્ઞોને આ જ પ્રકારનો અનુભવ ત્યારે થયો હતો જ્યારે તેમને આર્કિમિડીઝનું કાર્ય મળી આવ્યું હતું.તેરમી સદીની એક પ્રાર્થનાની પુસ્તકનો એક્સરે દ્વારા વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો ત્યારે તેમને એ કાગળ પર કેટલાક લખાણ મળી આવ્યા હતા.કહેવાય છે કે એ લખાણ આર્કિમિડીઝનાં હતા.જો કે એ પુસ્તકનાં સમયગાળા અંગે વધારે ખ્યાલ નથી પણ તેમાં અમરત્વ અંગેના તેમના વિચારો નોંધાયેલા હતા.આજથી બે હજાર વર્ષ પહેલા આ અંગેની વિભાવનાનો પણ કોઇ વિચાર કરી શકે તેમ ન હતું ત્યારે તેમણે આ વિચારોને કાગળ પર ઉતાર્યા હતા જે પ્રારંભિક સમયનાં વૈજ્ઞાનિક કાર્યનો પણ નમુનો હતો.પ્રોબેબિલિટીનાં પાયાના વિચાર તેમાં હતા.ગણિતનાં વિશ્વમાં આ મહાન શોધ ગણાવી શકાય તેમ છે.જો કે આપણાં તેરમી સદીનાં પુર્વજોએ તેને ભૂંસી નાંખવાનો પ્રયાસ કર્યો હતો તે વિચિત્રતા જ ગણાવી શકાય.
એમિલિ ડિક્સનને અમેરિકાના ઇતિહાસનાં મહત્વપુર્ણ કવિ ગણાવાય છે.જો કે એ પણ મહત્વની વાત છે કે તેમનો કાવ્ય વારસો એક સમયે ગુમ થવાનાં આરે પહોંચી ગયો હતો.તેમના મૃત્યુ બાદ તેમનું લખાણ તેમના બહેન લેવિનિયાની પાસે વારસા તરીકે પહોંચ્યુ હતું જો કે તેમને કદાચ તેમના બહેનની કાવ્યકલાની એટલી કદર ન હતી આથી તેમણે તેમના કાવ્યોને બાળી નાંખવાનો પ્રયાસ કર્યો હતો.આ ઉપરાંત તેમના પત્રો, હસ્તપ્રતો અને જે પણ કાગળો હતા તે તમામને તેમણે આગને હવાલે કરી દીધા હતા.જો કે ત્યારબાદ તેમને થોડી ગ્લાનિ થઇ હતી અને તેમણે કેટલાક કાગળોનો અભ્યાસ કર્યો અને તે લખાણને બાળવાનું માંડી વાળ્યું હતું જે કારણે અમેરિકાને તેમના મહાન કાવ્યોનો વારસો મળી શક્યો હતો.
બ્રિટીશ કોમેડી શો મોન્ટી પાયથોન્સ ફ્લાઇંગ સર્કસ સૌપ્રથમ ૧૯૬૯ થી ૧૯૭૪ની વચ્ચે બ્રોડકાસ્ટ કરાયું હતું.જો કે તે સિરીઝ નષ્ટ થવાને આરે પહોંચી જવા પામી હતી.૧૯૭૦માં બીબીસી પોતાની જુની ટેપને નષ્ટ કરવાની પોલિસી લાવ્યું હતું કારણકે તેમને લાગ્યું હતું કે આ જુના શોને જોવામાં કોઇને રસ રહેવાનો નથી આથી તેમણે નવાની રચના માટે જુનાને નષ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો.ડોક્ટર હુ અને બોબ ડિલનની પહેલી પ્રસ્તુતીનાં સો જેટલા એપિસોડને નષ્ટ કરાયા હતા જો કે મોન્ટી પાયથોનનાં ચાહકો માટે સારી વાત એ હતી કે ટેરી જોન્સે ફ્લાઇંગ સર્કસની ટેપ બીબીસીએ તેને નષ્ટ કરી તે પહેલા ખરીદી લીધી હતી.જો તેમણે મોડુ કર્યુ હોત તો ત્યારબાદની પેઢીને તો મોન્ટી પાયથોન અંગે કોઇ જાણકારી પણ ન મળત.
રોબર્ટ લ્યુઇસ સ્ટીવન્સનને તેમનાં ડોકટર જેકિલ અને મિસ્ટર હાઇડની રચનાને કારણે વધારે પ્રખ્યાતિ પ્રાપ્ત થઇ છે જો કે રસની વાત એ છે કે આ રચના એ રિમેક છે.૧૮૮૫માં સ્ટીવન્સને તેમની રચનાને પુર્ણ કરી હતી જો કે તેમણે ત્યારે તેમની આ રચનાને બાળી નાંખવાનો પ્રયાસ કર્યો હતો.તે સમયે સ્ટીવન્સનને ટીબી લાગ્યું પડ્યો હતો અને તે કોકેનનાં નશામાં ધુત રહેતા હતા ત્યારે તેમની પત્નીનાં હાથમાં આ રચનાની હસ્તપ્રત આવી હતી અને તેમને લાગ્યું હતું કે તે રચના સ્ટીવન્સનની ખ્યાતિને નષ્ટ કરશે અને તેમને આર્થિક રીતે પણ નુકસાન પહોંચાડશે આથી તેમણે સ્ટીવન્સનને આ કરતા પણ બહેતર રચના માટે પ્રોત્સાહન પુરૂ પાડયુ હતું.જો કે સ્ટીવન્સન નવાની રચના માટે તૈયાર ન હતા આથી તેમણે તે રચનાને જ નવેસરથી લખી હતી તેમણે તે હસ્તપ્રતને તેમની પત્નીથી છુપાવી રાખી હતી જેના કારણે આપણને એક મહાન રચના મળી હતી.
અફઘાનિસ્તાન પ્રાચીન વારસાને ધરાવનાર મહત્વપુર્ણ દેશ છે.વીસમી સદીનાં પ્રારંભિક સમયગાળાથી તેના ઘણાં કલાકારોએ મહત્વની રચનાઓ કરી હતી જો કે તાલિબાનો સત્તામાં આવ્યા ત્યારબાદ તેમણે આ પ્રાચિન કલાવારસાને નષ્ટ કરવાની કામગિરી હાથ ધરી હતી.તેઓ કોઇપણ માનવ દેહ કે ચહેરો ધરાવતી કલાકૃત્તિને બિન ઇસ્લામી ઠેરવી હતી.તેમણે સત્તા સંભાળી ત્યારબાદ કાબુલનાં નેશનલ મ્યુઝીયમની કલાકૃત્તિઓને ધુળમાં ભેળવી દીધી હતી.જો કે તેમણે મહોમ્મદ યુસુફ આસેફીની કલાકૃત્તિઓને પણ નષ્ટ કરવાની યોજના ઘડી હતી જે અંગે જ્યારે આસેફીને જાણ થઇ ત્યારે તે ખળભળી ઉઠ્યા હતા.તેમણે મ્યુઝીયમનાં મેનેજરનો સંપર્ક કર્યો ત્યારે તેઓ તે કલાકૃત્તિઓનાં રિપેર માટે તૈયાર થયા હતા.તેમણે તમામ માનવાકૃત્તિઓ ધરાવતી કલાકૃત્તિઓનાં ચહેરાને બદલી નાંખ્યા હતા.તાલિબાનો જ્યારે ત્યાં આવ્યા ત્યારે તેમણે આ કલાકૃત્તિઓને જોઇ ત્યારે તેને છોડી દીધી હતી જો કે જ્યારે તાલિબાનો સત્તામાંથી દુર થયા ત્યારે આસેફી પાછા આવ્યા હતા અને તેમણે જે કાર્ય કર્યુ હતુ તેને પેઇન્ટિંગ પરથી દુર કર્યુ હતું.
સદીઓ પુર્વે જ્યારે હોમરે તેમની રચનાઓ લખી તે પહેલા કોઇ અજાણ્યા બેબિલિયોન કલાકારે ગિલગમેશ મહાકાવ્યની રચના કરી હતી.આ મહાકાવ્યના નાયક મહાન સમ્રાટ હતા જેણે આખા વિશ્વને પોતાના તાબા હેઠળ લાવવાનું અભિયાન આદર્યુ હતું.તેમણે દૈત્યો સાથે યુદ્ધ કર્યુ હતુ અને દેવીઓ સાથે પ્રણય કર્યો હતો ત્યારબાદ તે નોઆહને મળ્યા હતા.આ મહાકાવ્ય તમામ સાહિત્યની પ્રથમ માસ્ટરપીસ કૃત્તિ હતી.
જો કે આ કલાકૃત્તિ અંગે આપણને તો કદાચ જાણ પણ ન હોત કારણકે ઇસ.પુ.સાતમી સદીમાં એસેરિયન સમ્રાટ આસુરબાનિપાલે એક મહાન લાયબ્રેરીની રચના કરવાનાં આદેશ આપ્યા હતા જેમાં હજ્જારો હસ્તપ્રતો હતી જેમાં આ મહાકાવ્યનો પણ સમાવેશ થતો હતો.જ્યારે આ સામ્રાજ્યનું પતન થયું ત્યારે આ લાયબ્રેરી પણ કાળની ગર્તામાં ખોવાઇ જવા પામી હતી.તે મેસોપોટેમિયાના રણમાં સમાઇ ગઇ હતી જો કે અંગ્રેજ પુરાતત્વવિદ ઓસ્ટીન હેન્રી લેયર્ડે આ વિસ્તાર મામલે ૧૮૫૧માં રસ લેવાનો આરંભ કર્યો હતો.ત્યારે આ ટેબ્લેટ મળ્યા હતા.જો કે તે અંગે તો વીસ વર્ષ બાદ જ લોકોને ખબર પડી હતી જ્યારે તેનો અનુવાદ કરાયો હતો.જો લેયર્ડે આ વિસ્તારમાં રસ ન લીધો હોત તો આ સાહિત્યની મહાન કૃત્તિ રેતીમાં જ દટાયેલી રહેવા પામી હોત.
ડ્રેક્યુલા અંગેની ફિલ્મો આજે તો ઘણી પ્રચલિત છે તેવામાં ૧૯૨૨માં બનેલી સાયલન્ટ મુવી નોસફેરાતુ આજના સ્ટાન્ડર્ડ પ્રમાણે પણ ઘણી અસરદાર સાબિત થાય તેમ છે.રોજર એબર્ટે તેમના સમયમાં વેમ્પાયર ફિલ્મોનો પાયો નાંખ્યો હતો.જો કે ડ્રેક્યુલાનાં લેખક બ્રામ સ્ટોકરની પત્નીનાં ધ્યાને આ ફિલ્મ આવી ત્યારે તેમણે આ ફિલ્મની તમામ કોપીને નષ્ટ કરવાની કોર્ટને અપીલ કરી હતી.તે ૧૯૨૧માં કોર્ટમાં કેસ જીતી ગયા હતા જો કે સદ્‌ભાગ્યે આંતરરાષ્ટ્રીય કાયદાઓને કારણે આ ફિલ્મની એક કોપી જર્મનીમાં ફિલ્મ નિર્માતાઓએ રાખી મુકી હતી.ત્યારબાદ તેના પરથી ઘણી નકલો બનાવાઇ હતી.
ઇસપુ. પહેલી સદીમાં વર્જિલે એનિડની રચના કરી હતી જેના કારણે આપણે રોમન અંગે ઘણી માહિતી ધરાવીએ છીએ.જો કે આ માસ્ટરપીસની રચના કરનાર વર્જિલે જ્યારે તેઓ મરણ પથારીએ હતા ત્યારે તેમણે આ રચનાને નષ્ટ કરવાનો આગ્રહ કર્યો હતો.જો કે સમ્રાટ ઓગસ્ટસે જાતે આગમાંથી આ કાવ્યની હસ્તપ્રત કાઢી હતી.જો કે આ વાત સત્ય છે કે નહિ તેની જાણ નથી પણ કોઇકે તો આ માસ્ટરપીસને બચાવ્યું હતું.
જ્યારે ઇસ્લામિક અંતિમવાદીઓએ ૨૦૧૨માં ટિમ્બકટુ શહેર પર કબજો જમાવ્યો ત્યારે તેમણે આખા વિસ્તારને નેસ્તોનાબૂદ કરવાનું અભિયાન આદર્યુ હતું તેમણે કલાકારોને પકડી પકડીને મોતને ઘાટ ઉતાર્યા હતા, સંગીત પર પ્રતિબંધ લગાવ્યો હતો, સાહિત્ય અને સંસ્કૃતિને નષ્ટ કરવામાં આવી હતી.
જો કે એક વર્ષ બાદ ફ્રેન્ચ અને માલિયન સૈનાએ ફરીથી તેના પર કબજો જમાવ્યો હતો ત્યારે મેયરે એ જાણ કરી હતી કે શહેરમાં રહેલા એક હજાર વર્ષ જુના હસ્તપ્રતોનાં ખજાનાને નષ્ટ કરાયો હતો.જો કે એ લાયબ્રેરીનાં લાયબ્રેરીયન આબેલ હૈદરાએ ઘણી હસ્તપ્રતોને તેમનાથી સંતાડી રાખી હતી અને તે કલાકૃત્તિઓને તેઓ ગુપ્ત સ્થાને સંતાડવામાં સફળ રહ્યા હતા.જો કે તેમ છતાં ત્રણ હજાર જેટલી હસ્તપ્રતોને અંતિમવાદીઓએ આગને હવાલે કરી હતી પણ હૈદરા અને તેના સાથીઓને કારણે ઘણી રચનાઓ બચી જવા પામી હતી.
જોર્ગ લુઇ બોર્ગ્સ, ગાબ્રેયિલ ગાર્સિયા માર્કવેઝ, ઇટાલો કેલ્વીનો, સલમાન રશ્દી, હારુકી મુરાકામી, મિલાન કુંદેરા, જોસ સારામાંગો અને ડબલ્યુ જી સેબાલ્ડ વગેરેમાં સમાનતા શું છે તેવો કોઇ પ્રશ્ન કરે તો ખ્યાલ આવે છે કે જો ફ્રાંઝ કાફકા ન હોત તો કદાચ આ લેખકો અંગે કોઇએ કશું સાંભળ્યુ જ ન હોત.વીસમી સદીનાં જે મહાનતમ લેખકો છે તેમાં કાફકાનો સમાવેશ કરાય છે કારણકે તેમનો જ પ્રભાવ ત્યારબાદ મોટાભાગના પશ્ચિમી લેખકો પર પડ્યો છે.જો કે મજાની વાત એ છે કે કાફકાએ પોતાના મોત બાદ તેમની તમામ રચનાઓને નષ્ટ કરવાનો આગ્રહ કર્યો હતો.કાફકાએ તેમના મિત્ર મેક્સ બ્રોડને એ આગ્રહ કર્યો હતો.જો કે બ્રોડે તેમની ઇચ્છાને માન આપ્યું ન હતું અને તેમની તમામ રચનાઓને પ્રકાશિત કરવાનું કામ કર્યુ હતું.આમ આજે જેને મહાનતમ રચનાઓ ગણવામાં આવે છે તે નષ્ટ થવાથી બચી જવા પામી હતી.