નમસ્કાર મિત્રો આજનો ટોપિક છે ""ગામડાનું ઘર"" મિત્રો વર્ષો જૂની યાદો મનમાં તાજી થઈ જાય ને અચાનક નજર સમક્ષ એ જ હસતું ખેલતું બાળપણ ગુમવા લાગે.. જેને જોઈને જ મન આનંદથી ઝૂમી ઉઠે.. અને એને નિરખ્યા જ કરવાનું મન થાય.. બહુ બધી સ્મૃતિઓ સાથે સંકડાયેલું આપણું ગામડાનું ઘર આજે એકદમ શાંત અને ખંડેર બની ગયું છે.. મિત્રો પરદેશ માં રહેતા દરેક દીકરા દીકરીઓ ને કહું છું કે ચાહે તમે પૈસો કમાવવા માટે પરદેશ ગયા હોવ કે પછી અભ્યાસ માટે ગયા હોવ.. સમય સંજોગ એવા બને કે તમે ખુબ કમાણી કરી ને શહેર માં મકાન પણ લઇ લીધું.. તમારી ફેમિલી ને પણ તમારી પાસે બોલાવી દીધી.. પછી સમય કાઢીને એ જ ગામડાનું ઘર કે જેની સાથે તમારી યાદો સંકળાયેલ છે, તમારું બાળપણ વીતેલું છે.. એ ઘરે જરૂર જજો.. મિત્રો એ ઘર ની ખુબ સાફસફાઈ કરજો... કેમકે તમને સારી નોકરી, સારો ધંધો, સારુ મકાન કે સારી કન્યા અપાવવા પાછળ એ ભૂમિનો હાથ છે.. એ જમીન ના ચરણસ્પર્શ જરૂર કરજો મિત્રો.. મિત્રો આજની પેઢી ના ઘણા યુવાનો ને હું પૂછું કે તમારું ગામ કયું..? તો એ લોકો એટલું જ જણાવે છે કે વર્ષો થી શહેરમાં રહીએ છીએ તો ગામ જોયું નથી કે કોઈને ઓળખતા પણ નથી.... મિત્રો તમારા સંતાનો ને તમારા ગામની નાનામાં નાની વાતો થી માહિતગાર કરજો.. મિત્રો શું તમને જુના દિવસો યાદ નથી આવતાં..,?? ક્યારેક નવરાં બેસો તો શાંત મને યાદ કરજો.. કોઈ વાર-તહેવારે ગામડે જજો.. ને સંતાનો ને જરૂર કહેજો... કે અમારે ગામડે અમુલ ગોલ્ડ ની થેલી નહીં પણ ડેરી માં થી તાજી ભેંસનું તાજું દૂધ ખાવા મળે... અમારા ગામડે મીઠાઈની દુકાનો નહીં પણ ચોખ્ખા ઘી ની મીઠાઈ પાડવામાં આવે ને અમુક રકમથી સમસ્ત ગ્રામજનો ને આપવામાં આવે.. અમારા ગામમાં શાકમાર્કેટ નહીં પણ ખેતરમાં આંટો મારવા જઈએ ને તાજી શાકભાજી ખેતરના માલિક પાસેથી વ્યાજબી ભાવે લઈએ... અમારે ગામડે કેરી, રાસજાંબુ, ચીકુ કે લીંબુ લેવા બજારમાં નહીં પણ આંબાવાડીયા માં કે પછી લીંબુની વાળીમાં કે ચીકુ ની વાળી માં જવાય... અમારે ત્યાં સાંજ પડે ને છોકરાઓ ભેગા થઈ રામજી મંદિર પાસે રમતો રમીએ.. શિયાળા ની ઠંડી માં વહેલી સવારે ખેતરમાં જઈએ એટલે સૂરજ ના કિરણો પડે ને વિટામિન ડી મળે.. ને એ મીઠો તડકો ક્યારેક યાદ આવી જાય છે.. અમારે ગામડે તમારા જેમ ફ્લેટમાં બે રજાઈ ઓઢી ના સુવાય. પણ બહાર ઓટલા ઉપર ખાટલો લઇ મીઠો તડકો ખાતાં ક્યારે આંખ મીંચાય એની ખબર જ ના પડે...બાળકો ને જણાવજો કે અમે જયારે સ્કૂલ માં જતા ને હોમવર્ક ના લઇ જઈએ તો હાથ આગળ ધરી ફૂટપટ્ટી પડતી.. ને ક્લાસની બહાર અંગુઠા પકડતા ને ટીચર કમર ઉપર ચોક નો ટુકડો મૂકે જો ચોક પડી જાય તો ફરીથી ફૂટપટ્ટી પડે... જયારે અત્યારે તો વાલી ની બીક થી ટીચર બાળકોને શિક્ષા પણ કરતાં નથી.. અમારા બાપા તો સ્કૂલમાં જઈ કહી આવતાં કે ના આવડે તો બરાબર મારજો સાલાને.... તમે અત્યારે 10 રૂપિયાની નોટ જે એક જ ઝાટકે વાપરી નાખો છો.. અમે આઠઆના અને 1 રૂપિયા માટે મમ્મી પપ્પા ને કાલાવાલા કરતાં.... દાદા દાદી જોડે જૂની ઐતિહાસિક વાર્તાઓ સાંભળતા.. સાઇકલ લઈને એક ગામથી બીજા ગામની મુસાફરી કરતાં.. મિત્રો ખરેખર એ જ ઘર તમે વર્ષો પછી જોજો... ત્યાં જજો ખંડેર જેવું બની ગયું.. ઉંદરો આમથી તેમ દોડવા લાગે... પણ તમારા કાનમાં અવાજ સંભળાય... કે તારે ખાવુ હોય તો ખા નહિતર શાક તો તીખું જ બનશે... આ વાક્ય તમારી નાનકડી બેન બોલે છે.. જે આજે પોતાના ઘરે છે... થોડી વારે બીજો અવાજ સંભળાય.. આમ ક્યાં સુધી રખડ્યા ને ભટક્યા કરે ભાઈબંધો જોડે.. હવે તું મોટો થયો કંઈક કામધંધો કર.. કાલે બૈરી આવશે, છોકરા થશે તો શું ખવડાવીશ એમને..? મિત્રો આ વાક્ય મમ્મી બોલે છે.. આજે પણ એ શબ્દો કાનમાં ગુંજે છે.. લીમડાની ઉપર માળો બાંધી રહેતી ચકલી તેમના બચ્ચાઓ ને વાતો કરે કે વર્ષો પહેલાં આ ઘરમાં એક હર્યોભર્યો પરિવાર રહેતો... રોજ અમને દાણા નાંખે, રોજ અમને પાણી પીવા મળે.. આજે અહીંયા કોઈ નથી તો સૂનું સૂનું લાગે છે.. એ જ પક્ષીઓ નો કિલ્લોલ, એ ગાયો નું જુથ એકસાથે ઘરના આંગણે થી નીકળે.. મિત્રો બરફ ની લારીવાડા કાકા આવે એટલે પડાપડી થાય.. છોકરા એક રૂપિયા માટે રોવે... બાવળીયા ની ઝાંઝરી માં ગુંદ વીણવા જતા.. ને ગુંદ આવે એટલે એને વેચીને 1રૂપિયાની પેપ્સી ખાતાં.. એરંડાનું ખેતર ભેડાયું હોય.. તો મિત્રો સાંજે ભેગા થઈ ઘરના આંગણે તાપણી કરીએ ને નક્કી કરીએ કે યાર બહુ દિવસ થયા વઘારેલી ખીચડી ખાવી છે... તો પડતર જમીનમાં આયોજન કરીએ.. ને સવારે બધા ભેડાયેલા એરંડાના ખેતર માં એરંડા વીણવા જઈએ.. પછી એને ફોલીને વેચીએ ને જે પૈસા આવે એના ચોખા ને મસાલા ને તેલ લાવીને પડતર જમીનમાં વઘારેલી ખીચડી બનાવી બધા સાથે બેસી જમીએ.. મિત્રો વર્ષો ના વર્ષો વીત્યા પણ આજે ભાગ્યે જ કોઈને પોતાના બાળપણ ની યાદો તાજી હશે... બોર્ડની પરીક્ષા આવવાની હોય એટલે તો આખી આખી રાતો મિત્રો ભેગા બેસી વાંચીએ..મિત્રો ક્યારેક યાદ કરજો એ દિવસોને... જે મુશ્કેલીનો સામનો કરી તમે ભણ્યા એવી મુશ્કેલીનો સામનો એમને નથી કરવો પડતો તે સારુ છે.. ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ નું નામ જ હમણાં સાંભળ્યું જયારે અત્યારે બાળકોને લોકો એમાં જ ભણાવે છે... મિત્રો હું સમજી શકું છું કે તમે અત્યારે ફેમિલી સાથે શહેર માં સેટ થયા, સારુ કમાતા થયા ને ખુશી થી જીવન જીવો એ વાત નો આનંદ છે.. પણ જીવનમાં ક્યારેક... ક્યારેક સમય મળે જેમકે રજાનો દિવસ હોય કે પછી ફ્રી હોવ ત્યારે એ ગામડાના ઘરે ચોક્કસ જજો.. એ ઘર ની ઉપર ચડેલો શેપટ સાફ કરજો... એ મંદિર કે તમે રોજ સ્કૂલે જતા પગે લાગી કહેતા કે હે ભગવાન આજે હોમવર્ક નથી કર્યું તો ટીચરની મારથી બચાવજે.. એ મંદિર ની સાફસફાઈ કરજો... કેમકે એ તૂટેલું ફુટેલુ ખંડેર જેવું મકાન નહીં પણ તમારા પૂરખો ની નિશાની છે.. જે તમારા અસ્તિત્વ સાથે જોડાયેલી છે.. એનું માન સન્માન તમારે રાખવું જ પડે.... સાંજ પડે ને આજુબાજુ ની ડોશીઓ વટાણા ફોલે સાથે બેસીને ને સુખદુઃખ ની વાતો કરતી જાય ને તુવેરના દાણા ફોલાતા જાય.. મિત્રો રવિવારે સાંજે દૂરદર્શન ઉપર આવતું ગુજરાતી ચિત્રપટ જોવા માટે તો ઘરડી ડોશીઓ પણ આતુર થઈને બેસી હોય.. અને એમાં યે રમેશમહેતા જેવો ગુજરાતી કોમેડીયન ઓહોહોહોહો.... કરીને બધાના મુખ પર હાસ્યનું મોજું લહેરાવી દે... ચેનલ કે gtpl શું કહેવાય કે વાઇફાઇ શું કહેવાય એની કોઈને ખબર પડતી નહીં.. મિત્રો તહેવાર આવે એટલે ગામડાના લોકોના મુખ પર એક અનેરો ઉત્સાહ જોવા મળતો.. ધાબા ઉપર બેસી ઉતારણ ના દિવસે જમવાનું જમવાની મજા જ ઓર છે મિત્રો... હોળી નો તહેવાર હોય એટલે દાદા લાકડા માં થી ખાંડી બનાવી આપતાં અને એનાથી હોળી માં જઈ હોડાયું ઘરે લાવતા ને આખા ઘરમાં ફેરવતાં.. ને એક અઠવાડિયા સુધી એ હોડાયા નો ચાંલ્લો કરી સ્કૂલે જતા... હોળી આવવાની થોડા દિવસ વાર હોય ને બાળકો તપેલી લઇ છાણ ગોતવા નીકળે.. તમને છાણ શાયદ ગંદુ લાગતું હશે.. પણ બાળકો તપેલી ભરી છાણ લાવી મમ્મી એના હોડાયા બનાવી આપે.... અને ધુડેટી તો રંગો ની નહીં પણ છાણ, કાદવ ને કીચડ ની જ રમતા.. મિત્રો દિવાળી આવે એટલે આખા ઘર ને સિરીઝો થી સજાવી દઈએ.. દીવડાઓ થી ઘર પ્રકાશિત કરીએ અને બેસતા વરસ ના દિવસે કદી બોલતા ના હોય એવા વ્યક્તિના ઘરે પણ લેટગો ની ભાવના રાખી પગે લાગવા જઈએ.. અને સાલમુબારક, જયશ્રીકૃષ્ણ કહીએ... મિત્રો નવા કપડાં પહેરી દેવીમાં ના મંદિરે દર્શન કરવા જઈએ... મિત્રો કઈ રીતે ભુલાય એ યાદોને...? કદી વિસરી વિસરાઈ ના એવી યાદો ને તમારા આધુનિક મોબાઈલ માં કેદ કરી રાખજો... કે જેથી સમય મળતા ની સાથે તમે એને જોઈ શકો.. મીઠી મીઠી રાયણો કોણે ખાધી છે...? વર્ષો થી એક જ જગ્યાએ સ્થાયી થયેલું વૃક્ષ કે જેના ઉપર ભમરા નિવાસ કરે... એ રાયણો ખાવાની મજા જ ઓર છે.. મિત્રો ભમરાને ભરોસો હોય કે અહીંયા હું સેફ છું.. એ જગ્યાએ જ એ નિવાસ કરતાં હોય છે. એમાં ખાસ તો ઊંચાઈવાળી જગ્યા... અને વૃદધો એવુ કહેતા કે ભમરો જ્યાં વાસ કરે ત્યાં દુઃખ કોઈ દિવસ આવે નહીં... મિત્રો સમય ની સાથે બધું જ બદલાઈ ગયું... માબાપ ની જવાની મટી ને કામ બંધ થયું ને વૃદ્ધવસ્થા માં પગ મુક્યો ને આપણી જવાબદારી શરૂ થઈ.. ને પરિવારની ખુશીઓ નું ધ્યાન રાખવું એ જ આપણી જવાબદારી બની ગઈ.. એ નિખાલસ બાળપણ વહી ગયું... સમય નું વહેણ એટલી સ્પીડ માં ચાલે છે કે જેને રોકવું ખુબ જ મુશ્કેલ છે... અત્યારે ડીઝીટલ જમાના પ્રમાણે માણસ પણ ડીઝીટલ બની ગયો.. ને ડીઝીટલ માણસને લાગણી, દયા, ફીલિંગ્સ, પ્રેમ એ બધું ખબર ના પડે.. એને એટલું જ ખબર પડે કે પૈસો શેમાં થી પેદા થાય..? ભાઈઓ ભેગા બેસી જમતા.. ને એકબીજા સાથે મજાક મસ્તી કરતાં.. અત્યારે કોઈ ભાઈને પોતાના ભાઈ સાથે ઉભો રહેલો પણ નહીં જોઈ શકો.. તારી ખુશી માં જ મારી ખુશી.. તું હંમેશા ખુશ રહે એવી દુવા ફક્ત ને ફક્ત તમારો પરિવાર માંગે...પણ નાનપણમાં જ એક શીખ એવી મળેલી માબાપ પાસેથી કે જીવનમાં ક્યારેય કોઈનું ખરાબ નહીં કરવું... સારુ ના કરી શકીએ તો કાંઈ નહીં પણ ખરાબ તો નહીં જ કરવાનું.. ત્યારે આપણે પૂછ્યું કે કોઈ આપણું ખરાબ કરે તો વગર વાંકગુને..? ત્યારે તેઓ કહેતા કે એને સજા ભગવાનને આપવા દયો..આપણે લેટગો ની ભાવના રાખવાની..... શાયરી :- બચપન બીત ગયા પર યાદે નહીં મેરે દોસ્ત કભી ફુરસત મિલે તો અપને ગાંવ જાકર ઉસ યાદો કો દોહરાના જરૂર.. મન પ્રસન્ન ઔર પ્રફુલ્લિત હો જાયેગા............ અસ્તુ...........🙏🙏🙏વિનયસાગર સોલંકી 🙏🙏🙏