ફૂલો ની કલીઓ જેવી નાજુક અને નમણી હતી એની મુસ્કાન, સુરજ ના તેજ ની જેમ ચમકતી હતી એની નશીલી આંખો,બધાની જોડે સાકર ની જેમ એ હળીભળી જતી, જયારે એ હસતી તો આકાશ માં થી તારલાઓ ટમટમ કરતાં નીચે આવતા એની હસી જોવા માટે,ભગવાન પર રાખેલી અતૂટ શ્રદ્ધા જેવું હતું એનું મન, કોયલ ના ટહુકાઓ થી વાતાવરણ ગુંજી ઉઠે એવો હતો એનો અવાજ, ભમરાઓ ગુંજન કરે એમ એ હંમેશા મુખ ની અંદર ભગવાનની ધૂન ગાતી, તીખા તમતમતા મરચા જેવો હતો એનો ગુસ્સો, સવારથી માંડીને સાંજ સુધી ઓછા માં ઓછા 10 માણસ રોજ મળે છતાં કેમ છો? બધું ઠીક છે ને? એવું બોલીને લોકોની સંભાળ લેતી હતી એ,મા પોતાના છોકરાને પ્રેમ કરે એવુ વાત્સલ્ય એ ગાય-ભેંસ અને કુતરા ના નાના બચ્ચાઓ પ્રત્યે ધરાવતી હતી એ, બાળક જોડે બાળક બની જતી અને વડીલો ને હંમેશા માન આપતી, ભોળપણ છલકતું હતું એનાં સ્વભાવ માં, એ જયારે વાત કરતી તો સાંભળવાને બદલે એને જોયા જ કરવાની મન ની એક તલપ જે વ્યસન કરતાં પણ વધારે જિદ્દી હોય છે, ગુલાબની નાની પાંખડીઓ જેવા એનાં હોઠ, લીમડા ના લીલા પાંદડાઓ ની વચ્ચે રહી લીંબુડી જેવા એના બંને હોઠો વચ્ચે નું સ્મિત, દિવસ રાત મહેનત કરી સપનાઓ પુરા કરવાની એની આદત, ભગવાન ના મંદિર માં હંમેશા તુલસી ને રોજ તાંબા ના કળશ થી પાણી ચડાવી એની પૂજા એ કરતી,નયન ને ગમી જાય એવુ સુંદર એનું રૂપ, માટી માં થી ભગવાન ની સુંદર મૂર્તિઓ બનાવવાનો એનો શોખ, જરાય પણ કડવાશ નહી એવી એની વાતો, ભગવાનને પણ નીચે આવીને એની સાથે વાત કરવાનું મન થાય એવો એનો સ્વભાવ,ફૂલોની પાંદડીઓ ની જેમ હંમેશા હસતું ખેલતું એનું મન, કોઈના પણ બહેકાવવા માં ના આવે અને મનને ગમે એ જ કરવાનું એવુ એનું કામ, એક પણ દાગ નહી એવુ એનું ચરિત્ર, હંમેશા પરિવાર ની ફિકર કરતી એ, કોઈ ના ઠેસ પહોંચે એવા શબ્દો થી મસ્તક નીચે કરી દેતી એને જવાબ મારો ભગવાન આપશે એવુ કહેતી એ, એવી હતી એ મારા સપનાઓ ની પરિ જે હંમેશા યાદ રહી જાય, કદી ભુલાય નહી એવી યાદો ની જેમ હતી અને એને જોઈએ તો બસ જોયા જ કરવાનું મન થાય...આંખો ને ઠંડક અને દિલને મનમોહક કરતી એની અદાઓ એ દિલ જીતી લીધું... મન કહે મન ભરીને એની સાથે બસ વાતો જ કરવી છે... સ્મૃતિઓ અને સંસ્મરણો માં આંખ બંધ કરીએ ને સતત એ જ હસતો ચહેરો નજરસમક્ષ આવે.. મંદિરમાં ભગવાનના દર્શન કરવા જઇએ ને દુપટ્ટા નો પાલવ ઓઢી બે હાથ જોડી સાચા મનથી ભગવાનના દર્શન કરતો એ ચહેરો જોઈને એવુ થાય કે ભગવાનને કહીએ કે હે ભગવાન મારું જે થવું હોય એ થાય. પણ આ વ્યક્તિ ના જીવનમાં ક્યારેય પણ તું દુઃખો ના વાદળ નસ આવવા દેતો... આ ચહેરાની કરચલીઓ ને ક્યારેય પણ તું નમ ના પડવા દેતો... એ જયારે હાસ્ય કરી સખીઓ જોડે વાત કરતી હોય તો બધું જ ભૂલીને મંત્રમુગ્ધ બનીને બસ એને સતત જોયા જ કરવાનું મન થાય આવા વ્યક્તિ કિસ્મત થી મળે છે.. મિત્રો ફક્ત સુંદરતા જ નહીં પણ ગુણ અને સંસ્કારનો પણ અદ્દભુત સમન્વય જોવા મળે એ ચહેરામાં... અચાનક મન એને જોઈને જ સપનાઓ ની દુનિયામાં ખોવાઈ જઈને વિચારે કે હે પ્રભુ.. કાશ... આને તે મારા માટે જ બનાવીને પૃથ્વી પર મોકલી હશે...........................કાલ્પનિક પાત્ર છે................. અસ્તુ..... વિનયસાગર સોલંકી... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏