Earnings - This article is not for dreaming, but for enjoying dreams. in Gujarati Human Science by Shailesh Joshi books and stories PDF | કમાણી - આ લેખ સપનાઓ જોવા માટે નહીં, પરંતુ સપનાઓને માણવા માટે છે.

Featured Books
Categories
Share

કમાણી - આ લેખ સપનાઓ જોવા માટે નહીં, પરંતુ સપનાઓને માણવા માટે છે.

આ લેખ સપનાઓ જોવાવાળા લોકો માટે નથી, પરંતુ સપનાઓ માણવા માંગતા લોકો, અને ત્યાં સુધી પહોંચવા માંગતા લોકો માટે છે. 

સમજવા જેવી, 

જીવનમાં ઉતારવા જેવી,

અને

ખૂબજ મીઠું ફળ આપે એવી વાત કે, 

આપણા અને આપણી આસપાસ રહેતા, તેમજ આપણે જેટલા પરિવારોથી પરિચિત છીએ, એ તમામે તમામ પરિવારોમાં મોટેભાગે આપણને જોવા મળતી સામ્યતા એટલે કે, 

જે તે પરિવારમાં જે કમાય છે 

તેઓ એટલું વાપરતા નથી 

અને 

જે વાપરે છે 

તેઓ કમાતા નથી, કે પછી એટલું નથી કમાતા, જેટલું તેઓ વાપરે છે, કે પછી ખર્ચ કરે છે. 

કારણ...

એના પણ વ્યાજબી, અને ગેર વ્યાજબી અનેક કારણો હોય છે, જેમકે...

ક્રમ નંબર એક કે, 

સંતાનમાં દીકરો હોય, કે દીકરી પરંતુ હજી એ નાની ઉંમરનાં છે, અને એ 

1 - હજી ભણે છે એટલે કે, એમની કમાવાની ઉંમર નથી એટલે એ નથી કમાતા. 

-----------------------

બીજા ક્રમે 

ઘરમાં મોટી ઉંમરમાં જો કોઈ સ્ત્રી હોય, પછી એ આપણી માતા હોય, કે આપણી પત્ની, તેઓ એમની એક ગૃહિણી તરીકેની ભૂમિકાને કારણે, 

2 - રોજબરોજના ઘરકામની તમામ જવાબદારી એમના માથે હોય છે, કે પછી એમણે ઉપાડી હોય છે, અને એ આવશ્યક પણ છે, ને વ્યાજબી પણ છે, એટલે આર્થિક ઉપજ માટે એમનો સમય બચતો નથી.  

અપવાદ- ઘણા બધા પરિવારોમાં પત્ની, કે માતા તેમની આવડત અને મહેનતને કારણે, અલગ અલગ નોકરી ધંધા કે વ્યવસાય ક્ષેત્રે, આર્થિક રીતે સાધારણ, મધ્યમ કે પછી ખૂબજ સધ્ધર, અને મજબૂત હોય છે.

-----------------------

ક્રમ નંબર ત્રણ 

અમુક પરિવારોમાં માતા-પિતામાં જોવા મળતી વિચારસરણી એટલે કે...

3 - ભગવાનની દયાથી ઘણું છે, એટલે અમારા બાળકોને કમાવાની જરૂર નથી. 

-----------------------

ક્રમ નંબર 4 

એની સામે અમુક સંતાનોમાં આનાથી વિપરીત અસર જોવા મળે છે, જેમકે...

4 - અમારા મા-બાપ ઘણું કમાય છે એટલે 

હું, કે અમે નહીં કમાઈ એ તો ચાલે એમ છે.

-----------------------

ક્રમ નંબર 5 

જ્યારે અમુક પરિવારના સંતાનોને પૈસો કમાવાની ધગશ ખૂબ હોય છે, પરંતુ એમની પૈસો કમાવા કંઈક અલગ જ "વિચારધારા" હોય છે,

જેમકે...

5 - મારે પૈસો કમાવો છે પણ વિદેશ જઈને 

----------------------- 

ક્રમ નંબર 6 

નંબર 5 જેવી બીજી એક વિચારધારા ધરાવતા લોકો 

મારે પૈસો કમાવો છે પરંતુ... 

હું જે ઈચ્છું છું, એજ નોકરી, કે ધંધામાં 

હમણાંનાં સમયનાં પરિવારોમાં મુખ્યત્વે આ 5 અને 6 નંબરમાં જે કહ્યું એ પ્રકારનાં વ્યક્તિઓ વધારે જોવા મળે છે. 

ટૂંકમાં....

એક છે પૈસો કમાવવાવાળા વ્યક્તિઓ, અને બીજા છે પૈસો વાપરવાવાળા, કે ખર્ચ કરવાવાળા વ્યક્તિઓ. 

આ સર્વ વ્યાપી, કે સર્વ સામાન્ય જે ગણીએ તેવો મુદ્દો છે, 

એમાં આપણે કોઈને થોડું ઘણું સમજાવ્યા સિવાય બીજું કંઈ વિશેષ ન કરી શકીએ. 

લિમિટમાં કે લિમિટ બહાર, પરંતુ પૈસો વાપરવાનું કામ તો કોઈપણ કરી શકે છે, જ્યારે પૈસો કમાવા માટે...??? 

હવે કરીએ મુખ્ય વાત

સપનાઓ સુધી પહોંચવાની, અને ત્યાં સુધી પહોંચવા માટેના સમયને માણવાની વાત. 

● કે કોઈપણ સંજોગોમાં આપણે દર મહિને આપણી કમાણીનાં 15 થી 20 % બચત ના કરી શકતા હોય, 

તો આપણે આપણા જીવનમાં ગમે તેવા, ને 

ગમે તેટલાં સંકલ્પ લઈએ, કે પછી આપણને ગમે તેવા, 

ગમે તેટલાં સપનાઓ જોઈએ, ને એના માટે આપણે 

ગમે તેટલી મહેનત કરીએ તો પણ, 

આપણે આપણા ધાર્યા સમયે, અને 

આપણે જેટલું ફળ ધાર્યું હોય એટલું ફળ 

પ્રાપ્ત નહીં કરી શકીએ. 

● આપણે જાણીએ છીએ કે, કોઈપણ નોકરી ધંધામાં, કમાણીની એક મર્યાદા હોય છે, અને એ પણ અનિશ્ચિત, જ્યારે 

બચત

એતો આપણા જ હાથની વાત છે,

આપણે આપણી બચતને આપણા સમય, અને સંજોગો પ્રમાણે ઓછી વધુ કરી શકીએ છીએ. 

અને છેલ્લે અગત્યની વાત એટલે કે,

અહીં જે વાત થઈ રહી છે એ કરકસરની વાત છે, કંજૂસાઈની વાત બિલકુલ નથી. 

મતલબ કે,

આપણને આપણા જીવનનું સંપૂર્ણ સુખ જો દસમાં પગથિયા પર પ્રાપ્ત થતું હોય, તો આપણે પહેલા પગથિયા પર બેસીને એટલું ભેગું નથી કરવાનું કે આપણે ડાયરેકટ દસમાં પગથિયા પર જઈ શકીએ, પરંતુ

જ્યારે આપણને એવું લાગે કે, આપણે સુખના ત્રીજા કે ચોથા પગથિયા પર પહોંચી શકીએ એટલા સક્ષમ થઈ ગયા છીએ, ત્યારે

આપણે પહેલા પગથિયા પર જે જીવન ધોરણ જીવી રહ્યા હતા, એમાં થોડો વધારો કરીને, આપણે સુખના બીજા પગથિયા પર જે સુખ મળતું હોય, એ માણવાનું, 

મતલબ કે,

જેમ જેમ આપણી આર્થિક સ્થિતિ જેટલી ગતિએ સુધરે, એનાથી થોડીક જ ઓછી, પરંતુ જીવન ધોરણ, જરૂરી ખર્ચ કરવાની માત્રા વધારતા રહીએ. 

તો આપણે આપણા સપનાઓ સુધી પહોંચી પણ શકીશું,

ને ત્યાં સુધી પહોંચવા માટે લાગતા સમયને,

માણી પણ શકીશું. 

વાચક મિત્રો, જો તમને મારો આ લેખ ગમ્યો હોય તો તમારા તમામ ગ્રુપમાં સેર કરશો. 

આભાર 

શૈલેષ જોશી 

વધુમાં 

Matrubharti ની પૂરી ટીમની સાથે સાથે,

તમામ લેખક, અને વાચકોને મારા તરફથી નવું શરૂ થઈ ગયેલ વર્ષ 2026 તમામ પ્રકારે ખૂબજ સફળ નીવડે,

એવી અઢળક શુભેચ્છાઓ ને અનંત શુભકામનાઓ

 - Shailesh Joshi