મારો મોકલેલો મેસેજ વંશિકાએ તરત જોઈ લીધો.
વંશિકા :- બસ હો કાઈ પણ બોલો છો. તમે ફ્લર્ટિંગ શીખી રહ્યા છો હવે મિ. ઓથોર.
હું :- અચ્છા તમે આને ફ્લર્ટિંગ કહો છો એમ.
વંશિકા :- હા, બાય ધ વે તમે રસ્તો ભૂલી રહ્યા છો અને હવે બીજા ટોપિક પર જઈ રહ્યા છો. આપડે કોઈક અલગ ટોપિક પર વાત કરતા હતા.
હું :- અચ્છા ક્યાં ટોપિક પર વાત કરતા હતા ?
વંશિકા :- આપડે શિખાની બર્થડે પાર્ટી વિશે વાત કરી રહ્યા હતા.
હું :- અચ્છા હા તો બોલો આગળ શું ?
વંશિકા :- શું આગળ મને એમ કહો કે તમે મને પિક કઈ રીતે કરશો ?
હું :- કેવી રીતે એટલે તું કહેતી હોય તો તને ઘરે આવીને પિક કરી જઈશ?
વંશિકા :- અચ્છા તમે ઘરે પણ આવશો એમ ?
હું :- હા તમને કોઈ વાંધો ના હોય તો આવીશ.
વંશિકા :- ના, મને કોઈ પ્રોબ્લેમ નથી તમે આવી શકો પણ હાલ નહીં. સમય આવશે ત્યારે ચોક્કસ આવજો પણ અત્યારે નહીં.
હું :- કેમ અત્યારે નહીં ?
વંશિકા :- કારણકે તમે મને છેક ઘર સુધી લેવામાટે આવશો તો બહુ મોડું થઈ જશે. આપણે જોબ પર જવાનું છે અને પાછા ઘરે પણ આવવાનું છે. તમારે પણ રેડી થવું પડશે અને મારે પણ રેડી થવું પડશે અને પછી આપણે શિખાને ત્યાં જવા માટે નીકળીશું.
હું :- અચ્છા એવું ?
વંશિકા :- હા, હવે સમજણ પડી તમને કેમ મે તમને મારા ઘરે આવવાની ના પાડી અત્યારે.
હું :- હા સમજી ગયો મેડમ. તો પછી તું શિખા ઘરે કઈ રીતે આવીશ ?
વંશિકા :- કોઈ પણ જગ્યાએથી મને પિક કરી શકો છો તમે. આઈ મીન કોઈ સારો એવો એરિયા જાણવો જ્યાં તમને પણ લેવા આવાનું ફાવે અને હું પણ પહોંચી શકું. ત્યાંથી આપણે સાથે જઈશું.
હું :- અચ્છા. તારો વિચાર પણ યોગ્ય છે. આપણે કોઈ એવી જગ્યાએ મળીશું જ્યાંથી તને પણ સેટ થઈ જાય.
વંશિકા :- અચ્છા તો આપણે કઈ જગ્યાએ મળીશું ?
હું :- એ તો અત્યારે ના કહી શકું પણ હું તને શનિવારના દિવસે જણાવી દઇશ.
વંશિકા :- પાકું ને ?
હું :- હા બસ પાકું.
વંશિકા :- સારું ચાલો હવે અલવિદા કહેવાનો સમય થઈ ગયો છે અને સૂવાનો પણ ટાઇમ થઈ ગયો છે.
હું :- સારું બાય, ગુડ નાઇટ.
વંશિકા :- બાય, ગુડ નાઇટ.
અમારા બંનેની વાતચીત અહીંયા પૂરી થઈ. આજે વંશિકા કંઈક અલગ જ મૂડમાં હતી એવું મને લાગ્યું. તેને પોતાની તારીફ સાંભળવી હતી અને પોતાના મનમાં શું છે તે પણ જાણવું હતું. કદાચ તે હજી અમારા રિલેશનશિપને હજુ સુધી યોગ્ય રીતે એક બંધનમાં બાંધવા માટે રેડી નહોતી તેવું તેને લાગતું હતું. કદાચ એટલે તેણે ટોપિક બદલી નાખ્યો અને મને આગળ બોલતા ત્યાજ અટકાવી દીધો. વંશિકા હજુ થોડો વધુ સમય લેવા માટે માંગતી હતી અમારી રિલેશનશિપને આગળ વધારવા માટે એવું મને લાગ્યું અને તે કદાચ પોતાની જગ્યાએ સાચી હતી. હું પણ તેની સાથે સંમત હતો. દરેક સંબંધ શરૂ થવા માટે એક યોગ્ય સમય માગે છે જે સમયે બંને પક્ષને એવું લાગે કે તેઓ હવે એકબીજા સાથે આગળ વધવા માટે અને એકબીજાની સાથે રહેવા માટે લાયક થઈ ગયા છે ત્યારે તે સંબંધ વધુ લાંબા સમય સુધી ટકી રહે છે. કદાચ આવા સંબંધોને જન્મો-જન્મનો સાથ કહેવાય છે. ખરેખર વંશિકા ઉમરમાં મારાથી નાની હતી પણ આ ઉંમરમાં તે ખૂબ મેચ્યોરિટી ધરાવતી હતી.
સવારે ઉઠીને હું મારા રૂટિન સમયે ઓફિસે પહોંચ્યો અને જયંતસર સાથે રૂટિન મિટિંગ કરીને મારી ઓફિસમાં ગયો. હું મારું કામ કરતો હતો એટલામાં શિખા પોતાનું લેપટૉપ લઈને મારી ઓફિસમાં આવી.
શિખા :- ગુડ મોર્નિંગ સર.
હું :- ગુડ મોર્નિંગ શિખા. હાઉ કેન આઈ હેલ્પ યુ ?
શિખા :- હું કોઈ હેલ્પ માગવા માટે નથી આવી.
હું :- તો પછી ક્યાં કામથી આવી છે ?
શિખા :- આપણા નવા પ્રોજેક્ટમાં જે ડિઝાઇન છે લોગોની તે મેં બનાવી છે. તમે એકવાર જોઈ લેશો ?
હું :- હા સ્યોર દેખાડ મને.
શિખાએ તેનો બનાવેલો લોગો મને દેખાડ્યો. એપ્લિકેશનનો લોગો અને અમુક કોડિંગનું કામ શીખનો હતું જેથી આવા બધા કામ શિખા કરી લેતી અને બીજા બધા કામ બીજા લોકો કરી લેતા હતા. મે શીખે બનાવેલો લોગો જોયો. શિખાની એકવાત સારી હતી કે તેણે કોડિંગ અને ઓટોકેડનું નોલેજ ખૂબ સારું હતું એટલે એના કામમાં મને વિશ્વાસ રહેતો હતો. મને એને બનાવેલો લોગો ખૂબ સારો લાગ્યો અને મેં તેને ડન કરવા માટે કહ્યું. તેને પોતાનું કામ ડન કરી દીધું અને પછી ફરીવાર મને સવાલ પૂછ્યો.
શિખા :- રુદ્ર, તમે શું વિચાર્યું છે હવે ?
હું :- ગુડ જોબ શિખા આવી રીતે કામ કરતી રહેજે.
શિખા :- હું તમને કંઈક બીજું કહી રહી છું. હું તમને એવું પૂછી રહી છું કે તમે શું વિચાર્યું છે ભાભીને તમે કઈ રીતે લઈને આવશો મારા ઘરે ?
હું :- એને મને ઘરેથી પિક કરવાની ના પાડી છે અત્યારે કારણકે અમારે લેટ થશે એટલે તેણે બહારથી પિક કરવા માટે જણાવ્યું છે.
શિખા :- અચ્છા, કઈ જગ્યાએથી તમે પિક કરશો ?
હું :- એવું મે હજુ સુધી નક્કી નથી કર્યું પણ મે તેણે એવું જણાવ્યું છે કે શનિવારે હું તને જણાવી દઇશ.
શિખા :- અચ્છા, નો પ્રોબ્લેમ પણ તમે લોકો બહુ મોડું ન કરતા. ૦૮:૦૦ વાગ્યા સુધીમાં મારા ઘરે આવી જજો.
હું :- હા વાંધો નહીં અમે બંને એટલું જલ્દી આવી જઈશું તારા ઘરે.
શિખા :- હા, હું પણ ભાભીને મેસેજ કરી દઈશ કે આઠ વાગ્યા સુધીમાં આવી જજો.
હું :- હા વાંધો નહીં તું પણ કહી દેજે.
શિખા :- હા, હું શનિવારે હાફ ડે લિવ લઈને ઘરે જતી રહીશ કારણકે મારે કોઈને કદાચ હેલ્પ કરવી પડે.
હું :- સારું વાંધો નહીં તું નીકળી જજે.
શિખા :- યસ, બોસ હું પણ તમને બંનેને જોડીમાં જોવા માગું છું. ફાઇનલી પરમ દિવસે મારો બર્થડે છે. આઈ એમ વેરી હેપી.
હું :- અરે હા યાર, શનિવારથી પરમ દિવસે જ છે. યાર હું તો ભૂલી ગયો કામના ચક્કરમાં આટલી મોટી વાત.
શિખા :- શું યાર, સારું છે તમને યાદ અપાવ્યું નહીં તો તમે ભૂલી જાત કે શનિવાર ક્યારે છે.
હું :- અરે મજાક કરું છું. આઈ નો શનિવાર પરમ દિવસે જ છે.
શિખા :- સાવ આવી મજાક પણ ના હોય.
હું :- તું પણ મારી બહુ મજાક કરતી હોય છે.
શિખા :- સારું ચાલો બાય, હું આગળનું કામ પૂરું કરું હવે.
શિખા તેનો બર્થડે પાર્ટીનો સમય જણાવીને ત્યાંથી જતી રહી. હું મારા કામમાં ફરીવાર લાગી ગયો. બપોરના સમયે શિખા મારા પાસે આવી હતી કોફી લઈને પણ તે સમયે અમારા વચ્ચે થોડી એવી કામને લગતી વાતચીત થઈ હતી. મારો દરરોજનું રૂટિન હવે ફિક્સ થઈ ગયું હતું. મારી સવાર વંશિકાને કરેલા ગુડમોર્નિંગના મેસેજ થી શરૂ થતી હતી જેનો તેના તરફથી થોડો મોડો જવાબ મળતો હતો. ઓફિસ જઈને જયંતસર સાથે નાની એવી મિટિંગ અને પછી આગળના કામની શરૂઆત. દિવસના સમયે મારે વંશિકા સાથે જોબ પર હોવાના કારણે કોઈ ખાસ વાત નહોતી થતી. અમારા બંને વચ્ચે ક્યારેય ફોન પર વાતો નહોતી થતી. મને પણ ક્યારેક વિચાર આવતો હતો કે હું વંશિકા સાથે ફોન પર વાત કરું પણ મને હજુ ફોન પર વાત કરવાનું યોગ્ય નહોતું લાગતું કારણકે કદાચ તેના ઘરેથી કોઈ વાતની પ્રોબ્લેમ ક્રિએટ થાય એવું મને લાગતું હતું. જો ફોન પર વાતો કરવી પોસીબલ હોય શકે તેમ હોત તો વંશિકા જરૂર મારી સાથે ફોન પર વાત કરતી હોત. આખો દિવસ કામમાં નીકળી જતો હતો અને રાતના સમયે મારી વંશિકા સાથે થોડી મેસેજમાં વાતો થતી હતી. કદાચ આના કારણે અમારો સંબંધ હજુ સુધી આગળ નહોતો વધી શક્યો. મારા દિવસો તો જાણે આવી જ રીતે વીતી રહ્યા હતા. વંશિકા સાથે વાતો કરીને મારો બધું સ્ટ્રેસ દૂર થઈ જતો હતો. વંશિકાની વાતો મારા જીવનમાં મારા શ્વાસની પ્રક્રિયા જેવું કામ કરી રહી હતી. મારા જીવનમાં જીવવા માટેની એનર્જી પૂરી પાડી રહી હતી. બસ આવી રીતે મારો સમય પસાર થઈ રહ્યો હતો.
રાત્રે જમતી વખતે મે અવિ અને વિકિની મારી વંશિકા સાથે થયેલા પ્લાનિંગની વાત કરી. મે તેમણે જણાવ્યું કે વંશિકા પણ આપણી સાથે અનાથાશ્રમની વિઝીટ કરવાની ઈચ્છા ધરાવે છે અને શનિવારનો મારો શિખાના ઘરે જવાનો પ્લાન છે વંશિકા સાથે કારણકે શિખાની બર્થડે પાર્ટી છે.
અવિ :- વાહ મહાશય, તમે ઘણા બધા આગળ વધી ગયા છો તમારી લાઇફના ચેપ્ટરમાં. પણ બહુ સમય લાગ્યો તમને આગળ વધવામાં.
હું :- હા, અને તમારો લોકોનો શું વિચાર છે વંશિકાએ અનાથાશ્રમમાં વિઝિટ કરવાનુ કહ્યું છે આપણી સાથે એનું ?
વિકી :- હા તો એમાં અમને કઈ પ્રોબ્લેમ નથી. હવે આપણે જ્યારે જઈશું ત્યારે ભાભીને પણ સાથે લઈ જઈશું અને બીજી વાત કે તે બહાને અમારી પણ ભાભી સાથે મુલાકાત થઈ જશે અને સાથે-સાથે ઓળખાણ પણ થઈ જશે.
હું :- હા, બાય ધ વે એણે તમારા વિશે ખબર છે. મે તેણે મારા જીવન વિશે બધું જણાવ્યું છે અને તે પણ જણાવ્યું છે કે હું અહીંયા તમારી સાથે રહું છું અને તમે લોકો મારા ફેમિલી મેમ્બર છો.
વિકી :- આ ખરેખર તે સાચું કર્યું છે વંશિકાને બધું જણાવીને. કોઈ પણ સંબંધ શરૂ કરતા પહેલા એકબીજાને સારીરીતે ઓળખી અને સમજી લેવું ખૂબ જરૂરી છે અને એકબીજા વિશે જાણકારી હોવી પણ ખૂબ જરૂરી છે જેથી સામેના પક્ષને પણ તમારા વિશે પોતાની વાત મૂકવાનો કોઈ મોકો મળી રહે અને તેઓ તમારી પરિસ્થિતિ સંપૂર્ણપણે વાકેફ રહે.
અવિ :- વિકિની વાત સાચી છે. તમે બંને એકબીજા વિશે બધું જાણી લો અને એકબીજાને સારી રીતે ઓળખો અને સમજો પછી આગળ વધશો તો તમારા માટે વધુ સારું રહેશે. રુદ્ર, સમયની ચિંતા ના કરતો થોડો વધુ લાગે પણ તારી જિંદગીનો નિર્ણય છે એટલે બહુ ઉતાવળ પણ ન કરતો આગળ વધવામાં.
હું :- હા મિત્રો, હું તમારી વાતો સારી રીતે સમજી ગયો. બાય ધ વે શનિવારે કદાચ મારે રાત્રે થોડું મોડું થઈ શકે એટલે તમે લોકો સૂઈ જજો.
વિકી :- ઠીક છે પણ મને જણાવ કે તું વંશિકાને પિક કરવા માટે કઈ રીતે જઈશ ?
હું :- એટલે તમે કહેવા શું માગો છો ?
વિકી :- એટલે તું હું લઈને જઈશ પિક કરવા માટે.
હું :- કદાચ મારું બાઇક છે તે લઈને જઈશ.
વિકી :- અવિ તું આને સમજાવ થોડું.
અવિ :- આજસુધી તું કોઈ છોકરી સાથે પોતાના બાઇકમાં ફર્યો છે ?
હું :- ના, ક્યારેય નહીં.
અવિ :- બકા, તો પછી જેમ તું કોઈ છોકરીને લઈને બાઇક પર નથી ફર્યો તેમ હોઈ શકે કે વંશિકા પણ કોઈ સાથે બાઇક પર ન ફરી હોય આજ સુધી.
વિકી :- સંભાળ ભાઈ, તમે બંને પહેલીવાર એકબીજા સાથે બહાર જાઓ છો તો હોય શકે વંશિકાને કદાચ થોડું નર્વસ ફિલ થઈ શકે તારા બાઇક પાછળ બેસવામાં. કારણકે તે એક છોકરી છે અને કદાચ ભલે તે તને ઓળખતી હોય પણ પહેલીવાર તારી બાઇક પાછળ બેસવામાં તેને થોડું અનકમ્ફર્ટેબલ ફિલ થઈ શકે.
હું :- હા તો હું શું કરી શકું હવે કઈ રીતે તેને પિક કરવા જાઉં યાર તમે લોકોએ મને વધુ કન્ફયુઝ કરી નાખ્યો.
અવિ :- અરે પાગલ, અમારું કહેવાનું એમ છે કે પાર્કિગમાં જે કાર પડી છે તે ખાલી દેખાડવા માટે નથી રાખી. તેનો થોડો ઉપયોગ કર. વંશિકાને પિક કરવા માટે તું કાર લઈને જજે એટલે તેણે કારમાં અનકમ્ફર્ટેબલ પણ ફિલ નહીં થાય અને તારી ઇમ્પ્રેશન પણ એના પર એક જેન્ટલમેન જેવી પડશે.
હું :- હા યાર, તમારો આઇડિયા ખૂબ સારો છે. તમારો આભાર આટલો સરસ આઇડિયા આપવા માટે. હવે હું કાર લઈને જઈશ.
વિકી :- વેરી ગુડ.
અવિ અને વિકીએ મને ખૂબ સારો આઇડિયા આપ્યો હતો જેના પરથી મને તેમણે કહેલી વાત યોગ્ય લાગી. તેઓ બંને મારા શુભચિંતક હતા. અમારી પાસે કાર હતી જેનો ભાગ્યેજ ક્યારેક ઉપયોગ થતો હતો. લગભગ ઘણા સમયથી અમે તેનો ઉપયોગ નહોતો કર્યો એટલે પડી પડી ધૂળ ખાઈ રહી હતી એટલે મને લાગતું હતું કે કારને નહાવાની જરૂર છે. મેં વિચાર્યું કે આવતી કાલે હવે બાઈકની જગ્યાએ કાર લઈને નીકળીશ અને શોરૂમમાં કારને સર્વિસ માટે આપી દઈશ એટલે તેની સાફ સફાઈ પણ થઈ જાય અને સર્વિસ પણ થઈ જાય. મને વિચાર આવ્યો કે કાલે બસમાં ધક્કા ખાઈને જવું પડશે પણ એક દિવસ ચલાવી લેવું પડશે.
જમીને હું મારા બેડ પર સૂતો હતો અને વંશિકાને મેં હમણાં જ મેસેજ કરેલો જેના જવાબની હું રાહ જોઈ રહ્યો હતો. થોડીવાર થઈ અને મને મારા સવાલનો જવાબ મળી ગયો.
"હા મે જમી લીધું અને તમે જમ્યા ?" વંશિકાએ જવાબ આપ્યો.
હું :- હા મે પણ જમી લીધું.
વંશિકા :- ગુડ શું કરો છો ?
હું :- દરરોજના રૂટિન પ્રમાણે સૂતો છું. તમે શું કરો છો મેડમ ?
વંશિકા :- દરરોજના રૂટિન પ્રમાણે હમણાં નવરી પડી અને તમારી સાથે વાત કરું છું.
હું :- અચ્છા, મારો ડાયલોગ મારા પર એમ !
વંશિકા :- હા સર, અચ્છા સાંભળો કાલે હું શિખા માટે સરસ ગિફ્ટ લઈ રહી છું.
હું :- શું ગિફ્ટ લઈ રહ્યા છો મેડમ ?
વંશિકા :- ઘીસ ઈઝ નન ઓફ યોર બિઝનેસ. તમને પછી ખબર પડી જશે.
હું :- આવું કેવું યાર મને કાઈ કહેવાનું નહીં.
વંશિકા :- તમે શરત મંજૂર કરી હતી મારી એટલે હવે તમારે ભોગવવું પડશે.
હું :- સારું વાંધો નહીં મેડમ જોઈ લઈશ તને.
વંશિકા :- તમે ઓલરેડી મને જોઈ છે હવે શું જોવાના ફરીવાર.
હું :- બહુ સારું.
વંશિકા :- અચ્છા સાંભળો, આજે હું વાત નહીં કરી શકું મારે થોડું કામ છે. શિખામાટે ગિફ્ટ રિલેટેડ છે એટલે બાય.
હું :- આવું કેવું ?
વંશિકા :- સોરી યાર, પણ તમે જમ્યા કે નહીં તે પૂછવા જ મે મેસેજ કરેલો. પ્લીઝ આપડે કાલે વાત કરીશું.
હું :- સારું, વાંધો નહીં. બાય ગુડ નાઇટ.
બસ આજની વાતો અહીંયા પુરી થઈ ગઈ હવે તમે તમારા શરીરને આરામ આપો અને સૂઈ જાવ આવું મને મારા દિલ અને વંશિકાના મેસેજે કહી દીધું અને મે મારા મોબાઈલમાં એક નવો એલાર્મ સેટ કરી દીધો.