Hu Taari Yaad ma 2 -25 in Gujarati Love Stories by Anand Gajjar books and stories PDF | હું તારી યાદમાં 2 - (ભાગ-૨૫)

Featured Books
Categories
Share

હું તારી યાદમાં 2 - (ભાગ-૨૫)

સવારે એલાર્મ વાગતા હું ઊઠી ગયો. આજે એલાર્મ મે અડધી કલાક વહેલો સેટ કરી દીધો હતો કારણકે સવારે પહેલાતો મારે ગાડી શો રૂમમાં મૂકવા માટે જવાનું હતું અને ત્યાંથી બસમાં ધક્કા ખાતા ખાતા ઓફિસ જવાનું હતું. સવારમાં નાસ્તો કરીને આજે વંશિકા સાથે મેં શિખાને પણ એક મેસેજ કર્યો જેમાં મેં લખ્યું હતું કે આજે મારે ઓફિસ આવવામાં થોડું મોડું થશે. જયંતસરને પણ જણાવવું જરૂરી હતું પણ તે હું ફોન કરીને જણાવવું વધુ જરૂરી સમજતો હતો. મેં કારની ચાવી હાથમાં લીધી અને મારી બેગ લઈને પાર્કિગમાં પહોંચ્યો. સૌથી પહેલા મે કારના ગ્લાસ સાફ કર્યા અને પછી કારનો સેલ માર્યો પણ ઘણા સમયથી બંધ હોવાના કારણે એક પ્રયત્નમાં મને સફળતા ના મળી. મેં ફરીવાર સેલ માર્યો આમ ત્રણથી ચાર વાર પ્રયત્ન કરતા કાર સ્ટાર્ટ થઈ ગઈ. હું સીધો ઇન્કમટેક્સ પાસે પહોંચ્યો જ્યાં અમે રેગ્યુલર સર્વિસ કરાવતા હતા. ત્યાં મે કારની કી હેન્ડઓવર કરી અને ત્યાંથી ઓફિસ જવા માટે નીકળ્યો. રસ્તામાં નીકળતા નીકળતા મે જયંતસરને ફોન કર્યો અને મારુ મોડું આવવાનું કારણ તેમણે જણાવી દીધું. આજે જ્યારે ઓફિસ પહોંચ્યો ત્યારે વંશિકાની એક્ટિવા મારા પહેલા પહોંચી ગઈ હતી. હું લિફ્ટ લઈને સીધો મારી ઓફિસ પર ગયો જ્યાં શિખા પહેલાથી પોતાની જગ્યાએ કામ કરી રહી હતી. જયંતસર સાથે વાત કરીને હું મારી ઓફિસમાં ગયો અને આગળનું કામ સ્ટાર્ટ કર્યું. થોડીવારમાં શિખા મારી પાસે આવી અને એણે મને મોડું આવવાનું કારણ પૂછ્યું.
શિખા :- કેમ સર આજે તમે મોડા આવ્યા કોઈ પ્રોબ્લેમ હતો ?
હું :- ના શિખા, આજે કાર સર્વિસમાં આપવાની હતી એટલે કાર લઈને નીકળ્યો હતો. ઇન્કમટેક્સ પાસે સર્વિસમાં આપી અને ત્યાંથી બસમાં આવ્યો.
શિખા :- શું યાર તમે પણ. તમારે મને ફોન કરી દેવો જોઈએ હું તમને ત્યાંથી લેતી આવેત. ખોટા બસમાં ધક્કા ખાઈને આવ્યા.
હું :- મને ખબર છે પણ મારો ટાઈમ ફિક્સ નહોતો. મારા કારણે તારે પણ મોડું થઈ જાત ઓફિસ આવવામાં એટલે મેં તને ફોન ના કર્યો.
શિખા :- અચ્છા વાંધો નહીં હવે સાંજે હું તમને ઘરે ડ્રોપ કરી જઈશ બસમાં ના જતા.
હું :- તારે ઘર સુધી તકલીફ લેવાની જરૂર નથી તું ખાલી મને ઇન્કમટેક્સ સુધી ડ્રોપ કરી દેજે સાંજ સુધીમાં કાર સર્વિસ થઈ જશે એટલે હું ત્યાંથી ઘરે કાર લઈને જતો રહીશ.
શિખા :- સારું આપણે એવું કરીશું.
હું :- હા પણ આપણે અડધી કલાક વહેલા નીકળવું પડશે ઓકે.
શિખા :- સારું કોઈ પ્રોબ્લેમ નથી આમ પણ આપણે ઘણો ઓવરટાઇમ પણ કરેલો છે.
શિખા પોતાનું કામ પતાવીને ત્યાંથી જતી રહી. મેં સવારે જયંતસર સાથે મિટિંગમાં જણાવી દીધું હતું કે આજે હું અડધી કલાક વહેલો નીકળવાનો હતો. ભલે મારા હાથ નીચે ઘણા બધા લોકો કામ કરતા હતા અને હું એમનો બોસ હતો પણ મારા ઉપર પણ મારા એક બોસ હતા જેમણે મારી નાની મોટી વાતો પણ રિપોર્ટિંગ કરવી પડતી હતી જે મારી રેપ્યુટેશન માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ હતું. બપોરે અમારું લંચ પતાવીને હું અને શિખા તથા બીજા બધા કલીગ ફરીવાર અમારા કામમાં વ્યસ્ત થઈ ગયા હતા. સાંજના ૫:૦૦ વાગ્યે હું મારી ઓફિસમાંથી બહાર આવ્યો અને મેં શિખાને ઈશારો કર્યો. શિખા જાણે મારા હુકમની રાહ જોઈ રહી હોય એવી રીતે તૈયાર થઈને બેઠી હતી અને અમે બંને પાર્કિગમાં પહોંચ્યા. પાર્કિગમાં વંશિકાનું એક્ટિવા દેખાતું નહોતું. મને લાગ્યું કે કદાચ તે આજે અમારા કરતા પણ વહેલી નીકળી ગઈ હશે. આજે મારે વંશિકા સાથે કોઈ વાત થઈ નહોતી ફક્ત એકબીજાના ગુડમોર્નિંગના મેસેજના જવાબોને રિપ્લાય થયો હતો એટલે મને એના શિડ્યુલ વિશે ખાસ કોઈ જાણકારી નહોતી. હું અને શિખા તેની એક્ટિવા પર નીકળી પડ્યા અને શિખા મને શોરૂમ પર ડ્રોપ કરીને પોતાના ઘરે નીકળી ગઈ. હું શોરૂમ પર પહોંચીને બિલ પેમેન્ટ કરવા ગયો અને ત્યાંથી તેઓએ મને મારી કારની ચાવી હેન્ડઓવર કરી. કાર લઈને હું સીધો મારા ઘરે જવા નીકળી પડ્યો હતો. મારા વહેલા નીકળવાનો વધુ કોઈ ફર્ક નહોતો પડ્યો કારણકે ટ્રાફિકના લીધે હું મારા રેગ્યુલર સમય પર ઘરે પહોંચ્યો હતો. હું નાહીને ફ્રેશ થયો એટલીવારમાં મારા બંને મિત્રો પણ ઘરે આવી ચુક્યા હતા. આજે તેઓ પોતાની સાથે અમારું જમવાનું પાર્સલ લઈ આવ્યા હતા એટલે મારે લાવવાની જરૂર નહોતી પડી. આજે સવારે હું કાર લઈને ગયો હતો અને સર્વિસ પણ કરાવી હતી તે વાતથી અવિ અને વિકી હજી અજાણ હતા એટલે મેં તે વાત જણાવી દીધી અને તેઓ બંને માર કામ માટે સહમત થયા. અમે લોકો જમીને ફ્રી થયા અને મેં મારો મોબાઈલ ડેટા ઓન કર્યો અને એમાં વંશિકાનો મેસેજ જોયો. વંશિકાએ મને કોઈ ફોટા મોકલ્યા હતા. થોડીવાર માટે મને વિચાર આવ્યો કે તેને શું ફોટા મોકલ્યા હશે પછી મારા મગજની લાઇટ ઝબકી અને મને યાદ આવ્યું કે તે ગિફ્ટ લાવવાની હતી અને કદાચ તેણે એના ફોટા મોકલ્યા હોય. મેં ચેટ ઓપન કરી અને ફોટા ડાઉનલોડ કર્યા. મેં જોયું આ તો સેન્ડલના ફોટો હતા. અને આવા સેન્ડલ મે ક્યાંક જોયેલા હતા. મને યાદ આવ્યું હું અને વંશિકા આ સેન્ડલ ખરીદવા માટે તો આલ્ફવન મોલમાં ગયા હતા. મેં થોડું વધુ ધ્યાનથી જોયું ડિઝાઇન એજ હતી પણ કલર થોડો અલગ હતો. મેં તરત વંશિકાને મેસેજ કર્યો. આ સેન્ડલ આપડે આલ્ફવન મોલમાં લેવા માટે ગયા હતા તે જ છે ને ! એક કલાક જેવા સમય પછી વંશિકાનો મેસેજ આવ્યો.
વંશિકા :- તમે ધ્યાનથી જોયું ?
હું :- હા ધ્યાનથી જોયું પણ કલર થોડો અલગ લાગે છે.
વંશિકા :- યુ આર રાઇટ મિ. આ એવાજ સેન્ડલ છે પણ અલગ કલરના છે. 
હું :- તારે આ સેન્ડલ લેવાના હતા તો પછી મને કહ્યું હોતતો હું પણ જઈને લઈ આવેત. મારા ઘરેથી નજીક તો છે. પણ તું આ સેન્ડલ ક્યાંથી લાવી ?
વંશિકા :- આલ્ફવન મોલમાંથી લઈને આવી. આજે થોડી વહેલી નીકળી ગઈ હતી ઓફિસથી એટલે જઈને લઈ આવી.
હું :- પણ તે શું કામ ધક્કો ખાધો અહીંયા સુધી. મને કહેવું જોઈએને ?
વંશિકા :- બસ મારે તમને નહોતું કહેવું એટલે જાતે જઈને લઈ આવી.
હું :- એવું કેમ મને સમજાવીશ હવે ?
વંશિકા :- અમારી છોકરીઓની વસ્તુઓમાં તમને ના ખબર પડે. 
હું :- અચ્છા એવું પણ હોય !
વંશિકા :- હા, એટલે હું જાતે જઈને લઈ આવી. અચ્છા પણ હવે મને જણાવો ચાલો તમે શું નક્કી કર્યું છે આવતીકાલના પ્રોગ્રામનું ?
હું :- કયો પ્રોગ્રામ ?
વંશિકા :- અરે યાર ભૂલી ગયા કે શું. આવતીકાલે આપણે શિખાને ત્યાં જવાનું છે તો તમે મને કઈ જગ્યાએથી પિક કરશો ?
હું :- અચ્છા હા, એક કામ કરજે કાલે તું સાંજે કેટલા વાગ્યા સુધીમાં રેડી થઈ જઈશ ?
વંશિકા :- રુદ્ર અમારી છોકરીઓનો તૈયાર થવાનો ફિક્સ ટાઈમ નથી હોતો.
હું :- અચ્છા પણ પહોચવું પડશે આપણે ત્યાં કારણકે શિખાએ આપણને આઠ વાગ્યા પહેલા પહોંચવાનું કહ્યું છે.
વંશિકા :- ઠીક છે તો હું સાત વાગ્યા સુધીમાં તૈયાર થઈ જઈશ. ચાલશે ને તમને ?
હું :- હા ચાલશે, તો પછી તમે સાત વાગ્યા સુધીમાં પાલડી ક્રોસ રોડ પર આવી જજો. આપણે ત્યાં મળીશું અને હું તને ત્યાંથીજ પિક કરી લઈશ. તું એડજેસ્ટ કરી લઈશને ટાઈમ ?
વંશિકા :- હા મને કોઈ વાંધો નથી. હું ટાઈમ પર પહોંચી જઈશ. અચ્છા એક વાત પૂછું ?
હું :- હા પૂછી શકો છો.
વંશિકા :- કાલે તમે કેવા આઉટફિટ પહેરશો ? આઈ મીન જીન્સ કે પછી ફોર્મલ ?
હું :- એમ તો ફિક્સ ના કહી શકાય પણ ફેમિલી ફંક્શન ટાઈપ છે એટલે હું ફોર્મલ પહેરવાનું વધુ પસંદ કરીશ. હવે તું જણાવ તે શું પહેરવાનું નક્કી કર્યું છે ?
વંશિકા :- હું અત્યારે તમને ફિક્સ ના કહી શકું પણ એવું જરૂર પહેરીશ જે મારી પર્સનાલિટી પર શૂટ કરે. કાલે જોઈ લેજો તમે.
હું :- અચ્છા એટલે તમારે જણાવવું નથી મને એમને ?
વંશિકા :- અરે ના એવું કાંઈ નથી પણ ખરેખર મેં હજી કાઈ નક્કી નથી કર્યું. 
હું :- અચ્છા નો પ્રોબ્લેમ કાલે જોઈ લઈશું.
વંશિકા :- હા, બાયધ વે મેં સરસ ગિફ્ટ પેક કરીને રાખ્યું છે. (તેણે મને બીજો એક ફોટો મોકલ્યો જેમાં સરસ રીતે ગિફ્ટ પેક કર્યું હતું અને એમાં લખ્યું હતું વિથ લવ રુદ્ર એન્ડ વંશિકા. વાહ, કેટલું સરસ લાગતું હતું અમારા બંનેનું નામ એકસાથે લખેલું. આવી રીતે અમારા બંનેનું સાથે નામ હું અમારા લગ્નની કંકોત્રીમાં લખવાના ખ્યાલમાં ખોવાઈ રહ્યો હતો.)
હું :- સરસ પેકિંગ કરેલું છે.
વંશિકા :- થૅન્ક યુ.
અહીંયા સુધી વાત કરીને અમે બંને પોતપોતાની વાતોને વિરામ આપ્યો. આવતીકાલે કઈ રીતે જવાનું હતું તે વાત અમારા વચ્ચે નક્કી થઈ ગઈ હતી એટલે હવે તે પણ નક્કી હતું કે હું અને વંશિકા ફરી ઘણા સમય પાછી એકબીજા સાથે સમય ગાળી શકવાના હતા. હું ખુશ હતો કે ઘણા સમય પછી વંશિકા સાથે સારો એવો સમય ગાળવાનો મોકો મળશે. હું એની સાથે બેસીને વાત કરી શકીશ અને તેને મન ભરીને જોઈ પણ શકીશ. સવારે ઊઠતા સાથે હું મારા રૂટિન સમયે પર ઓફિસે પહોંચ્યો. ત્યાં જઈને મેં શિખાને હેપી બર્થડે વિશ કર્યું અને શિખા પણ ખુશીથી મને ભેટી પડી. થોડીવારમાં અમારો કલીગ શ્રેય શિખા માટે લાવેલી બર્થડે કેક લઈને આવ્યો. શિખાના બર્થડે વિશે ઘણાબધા લોકોને ખ્યાલ હતો કારણકે અમારા સ્ટાફના બધા લોકોની બર્થડે રજિસ્ટર્ડ હતી અને જેનો પણ બર્થડે હોય તેના માટેનો વિશિંગ મેસેજ બધાના ઇમેઇલ પર આવી જતો હતો જેના કારણે કોઈ પોતાનો બર્થડે છુપાવી શકતું નહોતું અને પાર્ટી આપવાથી બચી શકતું નહોતું એટલે સ્વભાવિક છે કે તેનો બર્થડે ઓફિસમાં ઉજવવાનો હતો. અમારું સ્ટાફ ગ્રુપ બધા કલીગનો જન્મદિવસ અમારા ઓફિસમાં સેલિબ્રેટ કરતા હતા. ટેબલ પર કેક રાખવામાં આવી જેના પર હેપી બર્થડે શિખા લખ્યું હતું. 
શિખા બધાની વચ્ચે ઊભી હતી અને અમે બધા શિખા માટે બર્થડે વિશ પર નારા લગાવી રહ્યા હતા. હું અને જયંતસર પણ ત્યાં પાછળ ઊભા હતા. શિખાએ ફૂંક મારીને કેન્ડલ ઓલવી અને પછી કેક કટીંગ કરી. સૌથી પહેલા શિખાએ જયંતસરને કેક ખવડાવી અને જયંતસરે શિખાને બર્થડે વિશ કરવાની સાથે એક નાનું એવું ગિફ્ટ આપ્યું. અમારા સ્ટાફના કોઈનો પણ બર્થડે હોય તે દિવસે જયંતસર તરફથી તેમને ગિફ્ટ મળવાનું ફિક્સ હતું. હવે શિખાએ મને ઈશારો કર્યો અને પોતાની પાસે આવવા કહ્યું. શિખાએ ફરીવાર કેક કાપી અને મને ખવડાવી અને મેં શિખાને કેક ખવડાવી. મારે સાંજે શિખાના ઘરે જવાનું હતું એટલે મારા માટે ગિફ્ટ લઈને આવવાની કોઈ ખાસ જરૂર નહોતી. શ્રેયે શિખાને કેક તો ખવડાવી પણ સાથે સાથે તેના ફેસ પર થોડી લગાવી આપી. શ્રેયની શરૂઆતથી હવે બીજા બધા લોકો પણ શિખાને કેક ખવડાવી રહ્યા હતા અને સાથેસાથે શિખાના ફેસ પર લગાવી રહ્યા હતા. ફાઇનલી કેક કટીંગ પ્રોગ્રામ પૂરો થયો અને શ્રેય શિખાને બોલ્યો.
શ્રેય :- શિખા હવે પાર્ટીનું શું છે ?
શિખા :- (થોડી હસી મજાકમાં) પાર્ટીની વાત કરે છે શ્રેય ?
શ્રેય :- શિખા મજાક ના કરીશ હવે અમારે પાર્ટી જોઈએ.
હા સાચી વાત છે શિખા પાર્ટી આપવી પડશે હવે તારે. વી વોન્ટ પાર્ટી...વી વોન્ટ પાર્ટી....બધા લોકોએ પાર્ટીના નારા લગાવવાના શરૂ કરી દીધા. અત્યારે માહોલ એવો બની ગયો હતો જાણે અમે લાલદરવાજા પહોંચી ગયા હોય અને જાણે આ માર્કેટ હોય તેમ બધા લોકો પાર્ટી માટે નારા લગાવી રહ્યા હોય.
શિખા :- અચ્છા બસ હવે બધા શાંત થઈ જાઓ યાર. હું આપવાની છું પાર્ટી તમને લોકોને.
શ્રેય :- ઠીક છે પછી નાસ્તો મગાવી દઈએ અમે લોકો.
શિખા :- હા મગાવી દો હું પેમેન્ટ કરી આપીશ.
અમારી ઓફિસમાં પાર્ટીનો નિયમ ફિક્સ હતો. બર્થડે પાટી હોય, કોઈની એનીવર્સરી હોય અથવા કોઈ ગુડ ન્યૂઝ હોય એટલે પાર્ટી આપવાની એટલે ઘણીવાર આવી પાર્ટી થતી રહેતી. પાર્ટીનો મતલબ અહીંયા સમોસા અને દાસના ખમણ. દાસના ખમણ અહીંયા ખૂબ પ્રખ્યાત હતા. ઓફિસમાંથી કોઈ એક વ્યક્તિ બહાર જઈને બધા માટે મોટું પાર્સલ લઈ આવતું હતું અને પછી બધા લોકો સાથે મળીને નાસ્તો કરતા જેને અમે પાર્ટી તરીકે ઓળખતા હતા. ફાઇનલી શિખાએ પેમેન્ટ કર્યું અને આજે શ્રેય પાર્સલ લેવા માટે ગયો. આજે નાસ્તો કરવાનો હતો એટલે સ્વભાવિક છે કે જમવાનો પ્લાન આજે લેટ થવાનો હતો અથવા ઘણા લોકો આજે જમવાના પણ નહોતા. હું પણ આજે ખોટું ટિફિન લઈને આવ્યો હતો કારણકે શિખા આજે હાફ ડે લઈને ઘરે જતી રહેવાની હતી એટલે હું આજે જમવામાં એકલો હતો. 
બહારથી નાસ્તો આવી ગયો અને બધા લોકો ટેબલ પાસે બેસી ગયા અને જયંતસર થોડા વ્યસ્ત હતા એટલે એમના માટે અમે થોડું પાર્સલ એમની ઓફિસમાં આપી દીધું હતું. અમે લોકોએ નાસ્તો સ્ટાર્ટ કર્યો. નાસ્તો કર્યા પછી શિખા મારી પાસે ઓફિસમાં આવી.
શિખા :- સર, હું હવે જાઉં છું ઘરે. તમે સાંજે કેટલા વાગ્યે આવશો ભાભી સાથે ?
હું :- અમે આઠ વાગ્યા પહેલા જ પહોંચી જઈશું. હું સાંજે વંશિકાને પાલડીથી પિક કરી લઈશ અને અમે ત્યાંથી સાથે આવીશું.
શિખા :- સારું તમારી અને ભાભીનું ધ્યાન રાખજો અને શાંતિથી આવજો. ચાલો બાય.
હું :- ઓકે બાય.
શિખા મને ગુડબાય કહીને ઘરે જવા માટે નીકળી ગઈ અને હું ફરીવાર મારા કામમાં લાગી ગયો. આજે હું એકલો હતો એટલે કામમાં કોઈ ડિસ્ટર્બ કરવાવાળું પણ નહોતું એટલે આરામથી હું વધુ કામ કરી શકવાનો હતો. મારી જમવાની કોઈ ખાસ ઈચ્છા નહોતી પણ ટિફિન ફિનિશ પણ કરવું પડે તેમ હતું. મારા વ્યસ્ત કામમાં મને ૨:૦૦ વાગી ગયા એની ખબર ના રહી. લંચ ટાઈમ થઈ ગયો હતો એટલે મને જેટલી ઈચ્છા થઈ એટલું ફિનિશ કર્યું. વંશિકાને માટે યાદ કરાવવું જોઈએ આજના સાંજના પ્લાન વિશે એટલે મેં તેને ફરીવાર એક રીમાઇન્ડર મેસેજ કરી દીધો. "હાઈ વંશિકા, હું સાંજે ૭:૦૦ વાગ્યે પાલડી પહોંચી જઈશ તો તૈયાર થઈને ત્યાં રહેજે."
મારો મોબાઈલ મૂકીને હું ફરીવાર કામમાં લાગી ગયો.