ભાષાશાસ્ત્રને આમ તો મોટાભાગે શુષ્ક વિષય ગણવામાં આવતો હોય છે પણ તેની કામગિરી ખરેખર રસપ્રદ હોય છે.ખાસ કરીને આપણે રોજબરોજનાં જીવનમાં કોમ્યુનિકેશન માટે જ્યારે શબ્દોનો ઉપયોગ કરતા હોઇએ છીએ ત્યારે આપણને તે શબ્દોનો ઇતિહાસ ખબર હોતી નથી આજે આપણે જે અર્થમાં અમુક શબ્દોનો ઉપયોગ કરીએ છીએ તેનો મુળ અર્થ અને ઉપયોગ કંઇક અલગ જ હતો અને તે સમય જતા બદલાઇને અલગ જ રૂપ ધારણ કરી રહેતો હોવાનું માલુમ પડ્યું છે.અંગ્રેજી આમ તો વિશ્વમાં સૌથી વધારે વપરાતી ભાષા ગણાવી શકાય.અમેરિકા અને બ્રિટનને કારણે આ ભાષા વિશ્વનાં અન્ય દેશોમાં પહોચી હતી ખાસ કરીને અંગ્રેજી શાસન દરમિયાન આ ભાષા તેના દ્વારા શાસિત ઘણાં દેશોમાં સ્થાન પામી હતી અને તેમણે એ દેશને છોડ્યા બાદ પણ તે ભાષા ત્યા મહત્વપુર્ણ બની રહી હતી.ભારતમાં આમ તો ઘણું ભાષા વૈવિધ્ય છે અને બાર ગાઉએ બોલી બદલાય તેમ કહેવાય છે.ઉત્તર અને દક્ષિણના રાજ્યોની ભાષા તો તદ્દન અલગ જ છે તેમ છતાં મહત્વની વાત એ છે કે અહી અંગ્રેજી વહીવટની ભાષા છે કોર્ટોના ચુકાદા અંગ્રેજીમાં અપાય છે અને માતૃભાષાની સાથોસાથ અંગ્રેજીના શિક્ષણ પર ભાર અપાય છે.તેવામાં અંગ્રેજી વિશે જાણવું મહત્વપુર્ણ છે.તે બાબત મહત્વની છે કે અંગ્રેજી પણ અનેક ભાષાઓની અસર ધરાવે છે તેમાં અનેક શબ્દો અન્ય ભાષાનાં છે તેના વિશેષણો, અલંકારો, રૂઢિપ્રયોગો પર બીજી ભાષાની અસર જોવા મળે છે.કેટલાક શબ્દોની ઉત્પત્તિનો વિચાર કરીએ તો જણાય છે કે તે શબ્દોનું મુળ ઘણુ વિચિત્ર છે.
બ્લાટન્ટ શબ્દનો આજે આપણે જે અર્થ કરીએ છીએ તે છે લાજ શરમ વિનાનું , ઉઘાડુ જુઠ્ઠાણુ, તીવ્ર અવાજ વગેરે પણ આ શબ્દ જ્યારે પ્રચલનમાં આવ્યો ત્યારે તે હજાર જીભ ધરાવતા દાનવનાં અર્થમાં વપરાતો હતો.૧૬૦૦માં બ્રિટીશરોએ આ શબ્દનો ઉપયોગ એવી વ્યક્તિઓ માટે કરવો શરૂ કર્યો જે અસંસ્કૃત અસભ્ય હતી.આમ તો આજે પણ આ શબ્દનો એ જ અર્થમાં ઉપયોગ થાય છે પણ ૧૫૯૬ પહેલા આ પ્રકારનો કોઇ શબ્દ જ ન હતો.આ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ એડમંડ સ્પેન્સરે પોતાની ફેન્ટસી સ્ટોરી ધ ફેરી ક્વીનમાં કર્યો હતો.જેણાં નર્કમાંથી આવેલા એક દાનવનું નામ તેણે બ્લેટન્ટ આપ્યું હતું જે હજાર જિહ્વા ધરાવતો હતો.જો કે સ્પેન્સરની આ વાર્તાએ ત્યારબાદ સોળમી સદીમાં બ્રિટીશ સમાજ પર ખાસ્સી અસર પાડી હતી અને તેનું દરેક પાત્ર એક પ્રતિક બની ગયું હતું.કવીન એલિઝાબેથ પહેલીને ફેરી કવીન ગણાવાઇ હતી જ્યારે બ્લેટન્ટ બીસ્ટ એ બુરાઇનું પ્રતિક બની ગયો હતો.આ વાર્તા ત્યારે ખુબ લોકપ્રિય બની ગઇ હતી અને લોકોએ બ્લેટન્ટ બીસ્ટ શબ્દનો ઉપયોગ એ પ્રકારનાં લોકો માટે કરવો શરૂ કર્યો હતો જે પ્રમાણમાં અસભ્ય મનાતા હતા.આજે આ પ્રકારનાં લોકો માટે સ્પોન્ઝબોબ શબ્દનો ઉપયોગ થાય છે.જો કે બ્લેટન્ટ શબ્દમાં વલ્ગારિટીનો જે અર્થ હતો તે સમય જતા ગુમ થઇ ગયો હતો અને તે હવે એક સમાનાર્થી શબ્દ બની ગયો છે.
ગીક શબ્દનો અર્થ આજે અનફેશનેબલ કે સમાજથી દુર રહેનાર કે સનકી વ્યક્તિ કરવામાં આવે છે.કોમ્પ્યુટર ગીક જેવો શબ્દ આપણને રોજબરોજ સાંભળવા મળતો હોય છે.પણ મુળે આ શબ્દ સર્કસ સાથે સંકળાયેલો છે.આજે આપણે સનકી લોકો માટે આ શબ્દનો ઉપયોગ કરતા હોઇએ છીએ પણ આ શબ્દનો જ્યારે ઉપયોગ શરૂ થયો ત્યારે ૧૯૦૦નાં પ્રારંભિક સમયગાળા દરમિયાન એકથી બીજા સ્થળે ફરીને શો કરતા સર્કસ માટે તેનો ઉપયોગ થતો હતો.ત્યારે તેના માટે ગીક શોઝ શબ્દ વપરાતો હતો.તેમાંય સર્કસમાં પ્રદર્શિત કરાતા વિચિત્ર લોકો માટે તે શબ્દ વપરાતો હતો.જો કે ગીક શબ્દનું મુળ જર્મન ભાષામાં છે જ્યાં ગેક શબ્દનો ઉપયોગ મુર્ખ વ્યક્તિ માટે કરાય છે.
હેઝાર્ડ શબ્દનો અર્થ આજે જોખમનાં રૂપમાં કરવામાં આવતો હોય છે પણ આ શબ્દ ચૌદમી સદીમાં પાસા સાથે રમાતા જુગાર માટે વપરાતો હતો.જયોફ્રી ચોસરે ધ કેન્ટરબરી ટેલ્સ લખી હતી જેના એક ભાગમાં તેમણે પાસા સાથે રમાતા જુગારને હેઝાર્ડ તરીકે ઓળખાવી હતી.કદાચ તે સમયે ફ્રાંસમાં આ રમત બહુ લોકપ્રિય હશે.જો કે આ રમત રમનાર માટે જોખમ સમાન હતી કારણકે તેમાં હારવાના ચાન્સ વધારે રહેતા હતા આથી ત્યારબાદ આ પ્રકારની મોટાભાગની રમતોને હેઝાર્ડ તરીકે ઓળખાવાની શરૂઆત થઇ હતી.બસ્સો વર્ષ બાદ આ શબ્દને જોખમનો પર્યાય ગણાવાયો હતો.
ઓસ્ટ્રેસાઇઝ શબ્દનો ઉપયોગ આજે સામાજિક રીતે બહિષ્કૃત કરાયેલ વ્યક્તિ માટે કરવામાં આવે છે.આ શબ્દનો મુળે તો એથેન્સમાં કરાતો હતો જેમાં એથેન્સમાંથી દસ વર્ષ માટે કોઇને તડીપાર કરવામાં આવતો હતો.એથેન્સનું લોકતંત્ર ઇ.સ.પુ. ૫૫૦થી ૩૨૦ની આસપાસ અસ્તિત્વ ધરાવતું હોવાનું મનાય છે.આ શહેરનાં લોકતાંત્રિક માળખાનું અનુસરણ કરીને ત્યારે ગ્રીસમાં અનેક શહેરોમાં આ પ્રકારની પ્રણાલિ લાગુ કરાઇ હતી.ત્યારે જે કેટલીક પ્રથાઓ અમલમાં હતી આજે પણ તેનો ઉપયોગ થાય છે જેમાંથી એક છે ઓસ્ટ્રેસિઝમ. ત્યારે એથેન્સવાસીઓને દરવર્ષે એ અધિકાર આપવામાં આવતો હતો કે તેઓ દસ વર્ષ માટે કોઇને તડીપાર કરવા માટે મતદાન કરે.આ કામગિરીમાં લગભગ ૬૦૦૦ જેટલા નાગરિકો મતદાન કરતા હતા.જે વ્યક્તિનાં નામે સૌથી વધારે મતદાન થયું હોય તેને દસ વર્ષ માટે દેશનિકાલો આપવામાં આવતો હતો અને તે ગાળા દરમિયાન જો તે પાછો ફરે તો તેને મૃત્યુદંડ અપાતો હતો.જો કે તેની સંપત્તિને તેના નામે જ જાળવી રાખવામાં આવતી હતી અને જ્યારે તે સમય પુરો થાય ત્યારે પાછો ફરતો ત્યારે તેને તેનો જુનો દરજ્જો પણ પાછો અપાતો હતો.પુરાતત્વશાસ્ત્રીઓને આ અંગે કેટલાક પુરાવાઓ પણ પ્રાપ્ત થયા છે જેમાં તેમણે મેગેકલેસ નામની વ્યક્તિને દેશનિકાલો આપવા માટે મતદાન કર્યુ હતું.
ટોકસીસ શબ્દનો ઉપયોગ આજે ઝેરીનાં અર્થમાં કરવામાં આવે છે પણ એક સમયે તેનો ઉપયોગ ગ્રીસમાં તીરંદાજી સાથે થતો હતો.ગ્રીકમાં ટોકસોનનો અર્થ ધનુષ્ય થાય છે.જો કે ત્યારબાદ તીર પર લગાડાતા ઝેર માટે તેમણે ટોકસીકસ શબ્દનો ઉપયોગ કરવો શરૂ કર્યો હતો.આમ તો આ શબ્દ મુળે લેટિનનો છે ત્યારબાદ તે ફ્રેન્ચમાં આવ્યો અને ત્યારબાદ તેનો સ્વીકાર અંગ્રેજીએ કર્યો હતો.આ શબ્દનો ઉપયોગ હર્કયુલસમાં થયો હતો.જેમાં તે બાર પડકારોનો સામનો કરે છે જેમાં બીજો પડકાર હતો હાઇડ્રાનો સામનો કરવાનો.હાઇડ્રા એક ખતરનાક સર્પ હતી જેના નવ માથા હતા અને તેનું લોહી બહુ ઝેરી હતું.તેનું એક માથુ કાપવામાં આવે તો ત્યાં બે માથા ઉગી જતા હતા.જો કે હર્કયુલસ તેનો નાશ કરે છે અને તેનું આખરી માથુ કાપીને તેના તીરને તેના ઝેરી લોહીમાં ડુબાડે છે ત્યારે આ શબ્દ ટોકસોન્સનો ઉપયોગ કરાયો હતો.
આજે વિલન શબ્દનો ઉપયોગ ખલનાયક તરીકે કરાય છે જો કે એક સમયે તે શબ્દનો ઉપયોગ ખેડુત માટે થતો હતો પણ બેટમેન સિરીઝની ફિલ્મોમાં વિલન શબ્દનો ઉપયોગ ખલનાયક તરીકે કરાયો હતો.જો કે ચૌદમી સદીમાં વિલન શબ્દનો ઉપયોગ ખેતી સાથે સંકળાયેલી વ્યક્તિ માટે થતો હતો.આમ તો વિલન શબ્દ મુળે ફ્રેન્ચનો છે જે વિલા તરીકે વપરાતો હતો.લેટિનમાં તેને ઘરનાં અર્થમાં કરાયો હતો જો કે ત્યારબાદ તેનું સ્વરૂપ બદલાયું હતું.ખેતરોમાં કામ કરનારી વ્યક્તિઓ મોટાભાગે ગરીબ હોય અને તે વ્યક્તિઓ ગુનાખોરી તરફ વહેલી ઝુકતી હોય છે અને આ પ્રકારની વ્યક્તિઓ માટે વિલન શબ્દનો ઉપયોગ થવો શરૂ થયો હતો જો કે આજે તેનો ઉપયોગ ખલનાયક તરીકે થાય છે.પુપ શબ્દનો અર્થ તો બધાને ખબર છે.જો કે આ શબ્દ મુળે તો સંગીતનાં સાધન સાથે સંકળાયેલો હતો.જો કે આજે જે અર્થમાં તેનો ઉપયોગ થાય છે તેનો આરંભ ૧૭૦૦ની આસપાસ થવો શરૂ થયો હતો બાકી ૧૫૦૦ની આસપાસ આ શબ્દનો ઉપયોગ સંગીત કે બહુ તીવ્ર અવાજ માટે થતો હતો.૧૭૦૦માં આ શબ્દનો ઉપયોગ પાઇપ્સમાંથી પસાર થતા ગેસનાં અવાજ માટે થવો શરૂ થયો હતો.મોટાભાગે તો બાળકો આ શબ્દનો ઉપયોગ કરતા હતા જે શૌચ સાથે જોડાયેલો છે અને ત્યારબાદ તેનો ઉપયોગ બધાએ કરવો શરૂ કર્યો હતો.કવેરલ શબ્દનો અર્થ આજે કંકાસ કે ઝઘડો કરાય છે.જો કે મુળે તે શબ્દનો ઉપયોગ તીર માટે કરાતો હતો.આજે આમ તો આ જે અર્થમાં કવેરલ શબ્દ વપરાતો હતો તેના માટે આર્ગ્યુમેન્ટ શબ્દનો વધારે ઉપયોગ થાય છે.
કવેરલનો અર્થ આમ તો મોટેથી બોલાતા શબ્દ તરીકે કરાતો હતો.જે ધીમે ધીમે બે લોકો વચ્ચે થતા ઝઘડા માટે ઉપયોગમાં લેવાતો થયો હતો.આ અર્થ પંદરમી સદીથી સ્વીકૃત થયો હતો પણ તેરમી સદીમાં આ શબ્દનો ઉપયોગ તીરની આગળની વિશેષ રીતે તૈયાર થતી અણી માટે કરાતો હતો.આ શબ્દ લેટિનનાં કવાર્ડસ સાથે સંકળાયેલો હતો અને લેટિનમાં પણ ચોરસ આકારનાં કાચ માટે તેનો ઉપયોગ થતો હતો.આ માટે લેટિનમાં ફોર શબ્દનો પણ ઉપયોગ થાય છે.જો કે તીરની અણી માટે ઉપયોગમાં લેવાતા કવેરલનો અર્થ ઝઘડા માટે કેવી રીતે થતો થયો તે સમજમાં આવતું નથી.જો કે મધ્યયુગમાં બે વ્યક્તિઓ વચ્ચેનો વિખવાદ તીરંદાજીનાં મુકાબલા વડે થતો હતો તેના કારણે આ શબ્દનો ઉપયોગ લડાઇ કે દ્વંદ માટે થતો થયો હશે.
સ્વસ્તિકનો અર્થ આજે તો નાઝી પક્ષનાં સિમ્બોલ રૂપે કરાય છે પણ તેનો મુળ અર્થ તો શુભ સાથે સંકળાયેલો છે.જો કે ૧૯૩૨માં જર્મનીમાં હિટલરે તેના દરેક ધ્વજ પર સ્વસ્તિકનું ચિહ્ન વાપરવાની શરૂઆત કરી હતી જો કે આ પ્રતિક તો ત્રણ હજાર વર્ષથી અસ્તિત્વ ધરાવતું હતું.આ ચિહ્નનો ઉપયોગ ઇસ.પુ. ૧૦૦૦ની આસપાસ પ્રાચિન નગર ટ્રોયમાં કરાતો હતો અને તેની સાથે સંકળાયેલ માટીનાં પાત્રો પણ મળી આવ્યા છે.આ શબ્દ આમ તો મુળે સંસ્કૃતનો છે અને તેનો ઉપયોગ હિન્દુ ધર્મમાં કરાતો હતો.જો કે હિટલરે તો તેનો ઉપયોગ પોતાની વિચારધારાને મજબૂત કરવા માટે કર્યો હતો અને તે પણ વિશ્વમાં આર્ય રકતની મજબૂતી સ્થાપવા માંગતો હતો.
સેબોટેઝ શબ્દનો આજે વિનાશનાં અર્થમાં થાય છે પણ એક સમયે તેનો ઉપયોગ લાકડાના જુતાનાં અવાજ માટે કરાતો હતો.તેરમી સદીમાં ફ્રાંસમાં લાકડાના જુતા અનફેશનેબલ હતા.ત્યારે લાકડાનાં જુતા માટે સેબોટસ શબ્દ વપરાતો હતો જે મોટાભાગે તો ગરીબ વર્ગનાં લોકો પહેરતા હતા જે ત્યારે ચામડાનાં જુતા ખરીદી શકતા ન હતા.જો કે લાકડાનાં જુતા બહુ અવાજ કરતા હતા.ફ્રેન્ચમાં આ પ્રકારનાં અવાજ માટે સેબોટર શબ્દનો ઉપયોગ કરાતો હતો.જો કે આજે સેબોટેજને વિનાશ સાથે સાંકળવામાં આવે છે આ અર્થ તેની સાથે કેવી રીતે જોડાયો તેની પણ કથા રસપ્રદ છે.જ્યારે ફ્રાંસમાં કામદારો હડતાલ પર જતા ત્યારે પોતાના લાકડાનાં જુતા વડે મશીનોને ભારે નુકસાન પહોંચાડતા હતા જેને રિપેર કરવા અશકય બની જતા હતા.આ કારણોસર તે જુતાને વિનાશ સાથે સાંકળવામાં આવ્યા હતા.જો કે ૧૯૧૦માં આ શબ્દ વ્યાપક રીતે વિનાશ શબ્દ સાથે સાંકળવામાં આવ્યો હતો અને આજે તેનો ઉપયોગ તે રીતે જ થાય છે.
લેસ્બિયન શબ્દ બે મહિલાઓ એકબીજા સાથે સંબંધ ધરાવે તે માટે વપરાય છે.પણ આ શબ્દ ગ્રીક આઇલેન્ડ લેસ્બોસ પરથી ઉતર્યો છે.ઇસપુ. ૬૦૦માં સાફો નામના કવિ આ ટાપુ પર રહેતા હતા.હાલ તો તેમની કવિતાઓ મળતી નથી પણ અન્ય લેખકોએ તેમની કવિતાઓનાં સંદર્ભો પોતાના લખાણોમાં આપ્યા હતા તેના પરથી તેમની સાહિત્યિક ગુણવત્તા અંગે જાણી શકાય છે.તેમનાં કાવ્યોનો મુખ્ય વિષય મહિલાઓ હતી અને તેમની રચનાઓમાં પ્રેમ અંગે સૌથી વધારે કહેવાયું છે.તેમની રચનાઓને આધારે એવું તારણ કાઢવામાં આવે છે કે તેઓ હોમોસેક્સ્યુઅલ હતા.કેટલાક લખાણોનાં આધારે એવું કહેવાય છે કે તેઓ પરણિત હતા અને તેમને એક પુત્રી પણ હતી.તેમની આ પુત્રીનું નામ સ્લીસ હોવાનું કહેવાય છે.પણ કેટલાક કહે છે કે તે ખરેખર તો તેમની પ્રેમિકાનુ નામ છે.તેમના પતિનું નામ કર્કેલિસ હતું અને તે એન્ડ્રોસ ટાપુનાં હતા.આમ તો કર્કેલિસનું સામ્ય પેનિસ શબ્દ સાથે છે અને એન્ડ્રોસ એ મેન સાથે સંકળાયેલો શબ્દ છે.ભાડુતી હત્યારા માટે અંગ્રેજીમાં અસાસિન શબ્દ વપરાય છે.આ શબ્દ આમ તો ક્રુસેડ સાથે સંકળાયેલો છે.તે સમયે લેબનોનમાં એક સમુદાય રહેતો હતો જે નિઝારી ઇસ્માઇલી તરીકે ઓળખાતો હતો.આ સમુદાય તેમના હરીફોને મોતને ઘાટ ઉતારવા માટે કુખ્યાત હતો.આ લોકો હશીશનો નશો કરતા હતા અને તે કારણે તેમને હત્યા કરવામાં કોઇ ખચકાટ થતો ન હતો.આ કારણે તેમને હશીશન તરીકે ઓળખવામાં આવતા હતા આ શબ્દ ત્યારબાદ અંગ્રેજીનો ભાગ બન્યો હતો અને તે અસાસિન બની ગયો છે.
જે આર આર ટોકીનને આમ તો લોર્ડ ઓફ ધ રિંગ્સના લેખક તરીકે ખાસ્સી પ્રખ્યાતિ સાંપડી છે પણ તે પહેલા તેઓ ઓક્સફોર્ડ ઇંગ્લિશ ડિક્ષનરી માટે કામ કરતા હતા અને તેમની ફરજના ભાગરૂપે તેઓ શબ્દોનો ઇતિહાસ શોધતા હતા અને તેમણે ડબલ્યુ શબ્દથી આરંભાતા શબ્દોનો ઇતિહાસ શોધવાનો આરંભ કર્યો હતો જેમાં એક શબ્દ તેમના ભાગે આવ્યો હતો વોલરસ.આ સામાન્ય જણાતા શબ્દનો ઇતિહાસ ઘણો રસપ્રદ હોવાનું તેમની શોધ દરમિયાન જણાયું હતું.તેમના અંદાજા મુજબ આ શબ્દ આમ તો રોસવેલિર પરથી આવ્યો હશે જેનો અનુવાદ હોર્સ વ્હેલ તેવો થાય છે.વ્હેલ તેની વિશાળતાને કારણે પ્રખ્યાત છે અને વોલરસ પણ કદાવર પ્રાણી છે પણ હોર્સ શબ્દ થોડો મુંઝવણમાં મુકનાર છે.પણ ટોકીને હોર્સ વ્હેલ શબ્દને વોલરસ તરીકે ઉપયોગમાં લીધો હતો.જો કે તેમણે આ શબ્દનાં ઇતિહાસનાં છ જેટલા વર્ઝનનો ઉલ્લેખ કર્યો છે જે આજે પણ ઓકસફોર્ડ ઇંગ્લિશ ડિક્ષનરીની આર્કાઇવ્ઝમાં જોવા મળે છે.
કોરોના કાળમાં એક શબ્દ વધારે સાંભળવા મળ્યો હતો અને તે શબ્દ હતો ક્વોરન્ટાઇન.આ શબ્દ ઇટાલિયન શબ્દ કવોરેન્ટીનો પરથી આવ્યો છે.જેનો અર્થ ચાલીસ દિવસનો સમયગાળો થાય છે.જ્યારે સમગ્ર યુરોપ પ્લેગની ચપેટમાં આવી ગયું હતું ત્યારે વેનેશિયન પોલિસીમાં કહેવાયું હતું કે અસરગ્રસ્ત દેશનાં જહાજો ચાલીસ દિવસના સમયગાળા બાદ જ બંદરગાહમાં પ્રવેશ મેળવી શકશે.આ આદેશની પાછળ પ્લેગ તેમના દેશમાં પ્રવેશ ન મેળવે તે ભાવના હતી.હાલમાં પણ કોરોનાગ્રસ્ત મુસાફરોને બે સપ્તાહ માટે કવોરન્ટાઇન કરાય છે.જો કે પ્લેગના સમયગાળાની જેમ ચાલીસ દિવસ કવોરન્ટાઇન રહેવું પડતું નથી તે સદભાગ્ય છે.આમ તો ચાલીસનો આંકડો ક્રિશ્ચિયાનિટીમાં બહુ શુકનિયાળ મનાય છે મધ્યકાળના ક્રિશ્ચિયનો માનતા હતા કે ઇસુએ રણમાં ચાલીસ દિવસ સુધી ઉપવાસ રાખ્યા હતા અને નોઆહની વાર્તામાં પણ ચાલીસ દિવસ અને રાત વરસાદ પડ્યાનો ઉલ્લેખ છે.તે સમયની ધાર્મિક માન્યતા હતી કે ચાલીસ દિવસનો ગાળો શુદ્ધિકરણ માટે પરફેક્ટ છે.મુર્ખાઓ માટે નિમરોડ શબ્દનો ઉપયોગ કરાય છે પણ તે શબ્દ મુળે બહુ અલગ અર્થ ધરાવતો હતો.
બાઇબલમાં નિમરોડનો ઉલ્લેખ નોઆહનાં પૌત્ર તરીકે કરાયો છે.તે ઘણો કુશળ શિકારી હતો.તેની સાથે મુર્ખતાનો સંબંધ તો ૧૯૮૦નાં વર્ષમાં જોડાયો હતો અને તે કેમ જોડાયો તે એક ચર્ચાનો વિષય છે.આમ તો આ અર્થનાં જોડાણનું કારણ બગ્સ બની કાર્ટુન છે જેમાં એક પાત્ર હતું એલ્મર ફુડ જે બાઘો શિકારી હોવાનો ઉલ્લેખ છે.આ પાત્રને નિમરોડ તરીકે ઓળખવામાં આવે છે.આમ બાઇબલનો કુશળ શિકારી અહી મુર્ખ બની જવા પામ્યો હતો.વિશાળ અને કદાવર લોકો માટે મસ્કયુલર શબ્દ વપરાય છે પણ તે શબ્દનું મુળ જોઇએ તો નવાઇ લાગે તેમ છે કારણકે તે શબ્દ આમ તો લેટિન શબ્દ મસ્કયુલસ પરથી આવ્યો છે જેનો અર્થ લિટલ માઉસ થાય છે.આપણાં પુર્વજોને ચામડીની નીચે રહેલા સ્નાયુઓ ઉંદર જેવા લાગતા હતા અને તેનો સંબંધ લેસર્ટસ સાથે અને તેને માઉસ સાથે નહિ પણ લિઝર્ડ સાથે છે.
જ્યોતિષની રાશિઓમાં એક રાશિ છે કેન્સર છે અને તેના પરથી કેન્સર રોગનું નામકરણ થયું છે જે આમ તો ક્રેબની સાથે સંકળાયેલો છે.આ શબ્દ લેટિનમાંથી આવ્યો છે જેનો અર્થ ક્રેબ થાય છે.ગ્રીક માયથોલોજી અનુસાર હેરાકલસે હાઇડ્રા સાથેના યુદ્ધ દરમિયાન વિશાળ ક્રેબને પોતાના પગ તળે કચડી નાંખ્યો હતો.ત્યારબાદ હેરાએ તેને આકાશમાં એક તારા તરીકે સ્થાન આપ્યું હતું.પ્રાચીન તબીબ હિપ્પોક્રેટસે પણ ક્રેબ અને કેન્સરની ગાંઠ વચ્ચે સામ્ય દર્શાવ્યુ હતું.
મચ્છરો દ્વારા મેલેરિયા ફેલાય છે અને તેના કારણે વ્યક્તિને તાવ આવે છે.તેના કારણે જ એનેમિયા અને કમળો પણ થાય છે.જો કે મેલેરિયા શબ્દનો ઇતિહાસ તપાસતા તે અલગ જ કહાની દર્શાવે છે.આપણે મેલેરિયા માટે મચ્છર જવાબદાર છે તે જાણતા થયા તે પહેલા લોકો મિયાસ્મા થિયરીને તેની સાથે જોડતા હતા જે અનુસાર સડેલા પદાર્થોમાંથી જે ઝેરી ગંધ નિકળે છે તેના કારણે મેલેરિયા અને કોલેરા ફેલાય છે.મેલેરિયા શબ્દ ઇટાલિયન શબ્દ માલારિયા એટલે કે દુર્ગંધ પરથી આવ્યો છે.આ પ્રકારના સ્થળો પર મોટાભાગે મચ્છરો પોતાના ઇંડા મુકતા હોય છે જે મચ્છરો પેદા કરે છે અને તેના કારણે જ મેલેરિયા જેવા રોગો ફેલાય છે.દુર્ભાગ્યશાળી ઘટનાઓ વિશે જ્યારે વિચાર કરીએ ત્યારે આપણને બકરાઓનો ખ્યાલ ન આવે તે સ્વાભાવિક છે.જો કે પ્રાચીન ગીકો તેમ કરતા હતા.
ટ્રેજેડી શબ્દ ગ્રીક શબ્દ ટ્રેગોસ અને ઓડિયસ પરથી આવ્યો છે જેનો અર્થ ગોટ સોંગ થાય છે.આમ તો આ શબ્દનાં મુળ અંગે ઘણી મુંઝવણો છે.આ શબ્દનો સંબંધ આમ તો નાટકો સાથે પણ જોડાયેલો છે સેટાયર આમ તો ટ્રેજેડી નાટકોમાં વપરાતું હતું.તે નાટકોમાં માનવ અને બકરા કે ઘોડાનું મિશ્રણ તરીકે રજુ થતા હતા તેઓ ગંભીર નાટકોમાં હાસ્ય પેદા કરવા માટે રજુ થતા હતા.
કેન્ડીડેટ શબ્દ આમ તો રાજકારણ સાથે સંકળાયેલો શબ્દ છે.જો કે પ્રાચીન રોમમાં તે સફેદ વસ્ત્ર સાથે સંકળાયેલ શબ્દ હતો.આ વસ્ત્ર પહેરનારને કેન્ડીડાટી તરીકે ઓળખવામાં આવતા હતા.લેટિનમાં શુદ્ધ સફેદ માટે કેન્ડિડસ શબ્દ હતો.જો કે તેનો સંબંધ અંગ્રેજી શબ્દ કેન્ડિડા સાથે પણ છે જે એક ફંગસ સાથે જોડાયેલો છે જેને દુર કરવી મુશ્કેલ મનાય છે.આ ફંગસનો રંગ પણ સફેદ છે અને તે જીભ પર જોવા મળે છે.
મેલાર્કી શબ્દ હાલમાં ઘણો વ્યાપક રીતે વપરાય છે આ શબ્દ આમ તો જો બિડેને પોતાના પ્રચારમાં ખાસ્સો ઉપયોગમાં લીધો હતો.જો કે ઓક્સફોર્ડ ઇંગ્લિશ ડિક્ષનરી અનુસાર મેલાર્કીનો અર્થ મુર્ખતાપુર્ણ વાત થાય છે.આ શબ્દ ૧૯૨૦ના સમયગાળામાં ઘણો પ્રસિદ્ધ થયો હતો.આ શબ્દની જેમ જ ફલીમ ફલેમ શબ્દ પણ રાજકારણમાં ઘણો વપરાય છે.આ શબ્દ પણ અર્થહીન વાત માટે વપરાય છે.આ શબ્દનો ઉપયોગ સોળમી સદીમાં વધારે થતો હતો.
જીગલમગનો અર્થ ચહેરા પર કુત્રિમ હાસ્ય રાખનાર વ્યક્તિ તેમ થાય છે આ શબ્દ આમ તો બ્રિટનમાં વપરાતો હતો અને ખાસ કરીને સત્તરમી સદીમાં તેનો ઉપયોગ ચહેરાના શણગાર માટે કરાતો હતો.પેટમાં થતી ગરબડ કે પેટ પર પડેલા ચાઠા માટે કોલીવોબલ્સ શબ્દ વપરાય છે અને આ શબ્દનો ઉપયોગ ૧૮૦૦થી થતો આવે છે.આમ તો આ શબ્દ કોલસા સાથે સંકળાયેલો છે અને કાળા પક્ષીઓ અને રંગ માટે આ શબ્દ વપરાતો આવ્યો છે.
પોપાયકોક શબ્દને ના તો ગાંજા સાથે કોઇ સંબંધ છે ના તો તેનો પેનિસ સાથે કોઇ સંબંધ છે આ શબ્દ અમેરિકન છે અને તેનો વપરાશ ૧૮૦૦ની આસપાસથી થતો આવ્યો છે.આ શબ્દ ડચ શરણાર્થીઓ સાથે સંકળાયેલો છે.જો કે તેનો મુળ અર્થ તો કયારનોય નષ્ઠ થયો છે અને તે મુર્ખતાપુર્ણ વાતો માટે વપરાતો થયો છે.મુર્ખ વ્યક્તિ માટે આમ તો નિનકોમ્પુપ શબ્દ પણ વપરાય છે તેને યુટયુબ કોમેન્ટર સાથે પણ સાંકળવામાં આવે છે.આ શબ્દ અંગ્રેજીમાં ૧૬૦૦માં જોવા મળે છે અને તે બાઇબલમાં પણ ઉલ્લેખિત છે.કલેપટ્રેપ શબ્દ આમ તો જે રીતે આજે વપરાય છે તેના કરતા ઘણો અલગ રીતે વપરાતો હતો.આ શબ્દનું મુળ આમ તો રંગમંચમાં છે અને જો તમે હેકર નેમ ફોરચેનનાં ફેન હોવ તો તમને ટ્રેપ શબ્દનો ખ્યાલ હશે જે ક્રોસડ્રેસર માટે વપરાય છે જે છોકરી હોવાનો આભાસ ઉત્પન્ન કરે છે.જો કે તેને નોનસેન્સ સાથે પણ સાંકળવામાં આવે છે.જો બિડેેને અન્ય એક શબ્દ જાણીતો બનાવ્યો છે અને તે શબ્દ છે વ્હીપરસ્નેપર.આમ તો તેનો અર્થ આળસુ યુવાન થાય છે.સોળમી અને પ્રારંભિક સત્તરમી સદી દરમિયાન કેટલાક યુવાનો પોતાનો સમય પસાર કરવા માટે ચાબુક વિંઝવાની રમત રમતા હતા અને તે દરમિયાન જ સ્નીપર સ્નેપર્સ શબ્દ વપરાતો થયો હતો જે સ્ટ્રીટ ચિલ્ડ્રનની સાથે સંકળાયો હતો.આ જ શબ્દ પરથી વ્હીપરસ્નેપર શબ્દ ઉતર્યો હશે.આ શબ્દ આમ તો હાલમાં બહુ ઓછો વપરાય છે.મમ્બો જમ્બો શબ્દ આમ તો અર્થહીન શબ્દ માટે વપરાય છે.આમ તો આ શબ્દનું મુળ ગાંબિયામાં ઉપયોગમાં લેવાતી મેન્ડકિનાન ભાષાનો છે.જેનો અર્થ ધાર્મિક વિધિઓ કરનાર વ્યક્તિ જેના વસ્ત્રો વિચિત્ર હોય.
જાકુજી શબ્દ આમ તો સ્નાન સાથે સંકળાયેલો શબ્દ છે.આ શબ્દ આમ તો કેન્ડિડો જાકુજી પરથી ઉતરી આવ્યો છે તેમનો પરિવાર પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા આવી ગયો હતો.તેમનો પુત્ર રાચેલ અહી વિમાનોની ડિઝાઇનનાં કામમાં સંકળાયો હતો જેનું નામ જાકુજી જે ૭ હતું.તેમનું પ્લેન યોસ્માઇટ નજીક ક્રેશ થયું હતું.આ અકસ્માતમાં તેમના ત્રણ ભાઇઓ મોતને ભેટ્યા હતા.આ પરિવાર તેના કારણે તબાહ થઇ ગયો હતો.૧૯૨૫માં રાચેલે વોટર પમ્પમાં રોકાણ કર્યુ હતું.જો કે તે ૧૯૩૭માં હાર્ટએટેકમાં મોતને ભેટ્યો હતો તેના નાના ભાઇ કેન્ડિડોએ બિઝનેશ સંભાળ્યો હતો તેના પુત્ર કેનને ત્યારે વિચિત્ર રોગ થયો હતો જેના માટે તેણે હાઇડ્રોથેરપી લીધી હતી જેમાં ગરમ પાણીમાં સ્નાન કરવામાં આવતું હતું.આ આખી ઘટના પરથી જાકુજી શબ્દનો જન્મ થયો હતો.
કાર્ડિગન શબ્દ આમ તો વસ્ત્ર સાથે સંકળાયેલો છે અને ફ્રેડ રોજર્સ દ્વારા નિર્મિત બટનવાળું સ્વેટર તેના સમયમાં ખાસ્સુ મોંઘુ ગણાતું હતું.સર આલ્ફ્રેડ લોર્ડ ટેનિસનની એક કવિતાનું નામ હતું ધ ચાર્જ ઓફ ધ લાઇટ બ્રિગેડ હતું આ કવિતામાં તેમણે ક્રિમિયન વોરની એક ઘટનાને વણી લીધી હતી જેમ્સ બ્રુડનેલ જે કાર્ડિગનનાં સાતમા અર્લ હતા તેઓ આ યુદ્ધ સાથે જોડાયેલા હતા.જેમની ભૂલને કારણે ૬૬૬માંથી ૧૧૮ સૈનિકો મોતને ભેટ્યા હતા.આ યુદ્ધમાં તેઓ બટનવાળા સ્વેટરમાં દેખાયા હતા અને તેના પરથી જ કાર્ડિગન નામ પ્રચલિત બન્યું હતું.
ધ રિચર સ્કેલ શબ્દ આમ તો ધરતીકંપની તિવ્રતા માપવા માટે વપરાય છે પણ ચાર્લ્સ રિચરને તેની સાથે કોઇ સંબંધ ન હતો.તે સાયન્સ ફિક્સનનું પાત્ર હતા.રિચર અને તેની પત્ની નગ્નતાની તરફેણમાં તેમણે માત્ર બુટ પહેરીને દેખાવ કર્યા હતા.જો કે તે હકીકત હતી કે તેને અનેક મહિલાઓ સાથે સંબંધ ધરાવતો હતો અને તેની પત્ની પણ એવું જ ચરિત્ર ધરાવતી હતી આમ તેમને ધરતીકંપ સાથે કોઇ સંબંધ ન હતો તેમ છતાં તેનું નામ રિચર સ્કેલ સાથે સાંકળવામાં આવ્યું છે.
એલેક હોગ આમ તો સ્માર્ટ વ્યક્તિ માટે વપરાય છે પણ મજાની વાત છે કે એલેક હોગ એ ઓગણીસમી સદીમાં ન્યુયોર્કમાં એક ગુનેગાર હતો અને તેની પત્ની મેલિન્ડા દેહવ્યવસાય કરતી હતી.જો કે તે સમયે આ દંપત્તિ પકડાઇ ગયું હતું અને પોલીસે તેના માટે સ્માર્ટ એલેક એવો શબ્દ વાપર્યો હતો અને તે શબ્દ ટુંક સમયમાં જ લેક્સીકનમાં સામેલ થયો હતો.
પિલાત્સ શબ્દ આમ તો કસરત સાથે સંકળાયેલો શબ્દ છે અને આ શબ્દનો ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ છે.પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટીશ સરકારે જર્મન વસાહતીઓને પકડ્યા હતા અને તેમને આઇસલ ઓફ મેન કેમ્પમાં મોકલ્યા હતા.આ કેમ્પમાં ત્યારે ૨૩૦૦૦ કેદીઓ હતા અને તેમાંથી ઘણાં કેદીઓ રોગિષ્ઠ હતા આ કેદીઓમાં એક હતો જોસેફ પિલાત્સ હતો જે યુદ્ધ પહેલા એક બોક્સર હતો અને તેણે આ કેમ્પમાં ફીટ રહેવા માટે કસરતનો આશરો લીધો હતો અને તે માટે તેણે એક મશીન બનાવ્યું હતું આ મશીન યુદ્ધ બાદ પણ લોકપ્રિય બન્યું હતું કારણકે જેણે આ મશીનનો ઉપયોગ કર્યો હતો તે કેદીઓ બચી જવા પામ્યા હતા.યુદ્ધ બાદ પિલાત્સે આખા અમેરિકાની યાત્રા કરી હતી અને વિશ્વમાં તે હેલ્થગુરૂ તરીકે પ્રસિદ્ધ થયો હતો.
મેસ્મરિઝમ શબ્દ વશીકરણ સાથે સંકળાયેલો છે અને તે શબ્દ ફ્રાન્ઝ મેસ્મરની યાદ અપાવે છે.૧૭૭૮માં કિંગ લુઇસના સમયગાળામાં ફ્રાન્ઝ મેસ્મરે લોકોમાં કેટલીક અફવાઓ ફેલાવી હતી અને તેના નકલી પ્રયોગોને કારણે લોકો તેને સાચી માનતા હતા જો કે લોકોની આ માનસિકતાને કારણે મેસ્મર ધનવાન બન્યો હતો પણ રાજાએ ત્યારબાદ બેન્જામિન ફ્રેન્કલિનને કામે રાખ્યા હતા જેણે મેસ્મરની આખી વાતનો પર્દાફાશ કર્યો હતો અને ત્યારબાદ મેસ્મર એમ્પાયર ખતમ થયું હતું.
હોલિવુડની ફિલ્મોમાં આપણે જોઇએ છીએ કે કોઇ ક્રિમિનલની ધરપકડ સમયે પોલીસ તેમને તેમના અધિકાર અંગે જણાવે છે અને વોર્નિંગ આપે છે કે તેમનું કથન તેમની વિરૂદ્ધ ઉપયોગમાં લઇ શકાય છે આ વોર્નિંગને ધ મિરિન્ડા વોર્નિંગ કહેવાય છે.તેર માર્ચ ૧૯૬૩માં અર્નેસ્ટો મિરિન્ડાએ આઠ ડોલરની ચોરી કરી હતી જો કે અદાલતમાં તે પોતાનો બચાવ કરી શકે તે માટે વકીલ રોકી શકે તેમ ન હતા અને તે કારણે જ પોલીસની પુછપરછમાં તેમણે એ ગુનો પણ કબૂલ કર્યો હતો જે તેમણે કર્યો જ ન હતો અને તે આધારે જ તેને વીસ વર્ષની સજા થઇ હતી જો કે સુપ્રીમ કોર્ટે તે સજાને રદ કરી હતી જો કે એક ગુનો સાબિત થયો હતો જે માટે તેને અગિયાર વર્ષની સજા કરાઇ હતી અને ૧૯૭૬માં તેના પર હુમલો થયો હતો અને તે ચોત્રીસ વર્ષની વયે મોતને ભેટી હતી.
ધ ડયુઇ ડેસિમલ સિસ્ટમ ઘણી વાતોમાં ઉપયોગમાં લેવાય છે.ખાસ કરીને લાયબ્રેરીમાં પુસ્તકોને યોગ્ય રીતે મુકવામાં તેનો ઉપયોગ થાય છે.જો કે જે વ્યક્તિને આ સિસ્ટમનું નામ અપાયું છે તે મેલ્વિલ ડયુઇ સેક્સ્યુઅલ એસોલ્ટર હતો અને તે લાયબ્રેરીમાં કામ કરતો હતો જ્યાં તેણે કામ માટે કેટલીક મહિલાઓને રાખી હતી અને તેમની તે ખુલ્લેઆમ જાતીય સતામણી કરતો હતો.તેની વિરૂદ્ધ ચાર મહિલાઓએ ફરિયાદ કરી હતી અને તે કારણે તેને સસ્પેન્ડ કરાયો હતો.ત્યારબાદ ઘણી મહિલાઓ આગળ આવી હતી અને ફરિયાદ કરી હતી.
એસ્પર્ગર સિન્ડ્રોમ ધરાવતી વ્યક્તિઓ સમાજમાં યોગ્ય રીતે લોકો સાથે સંપર્ક કરી શકતી નથી.આ સિન્ડ્રોમનું નામ જેના પરથી અપાયું છે તે હાન્સ એસ્પર્ગર ૧૯૩૦ થી ૪૦ના સમયગાળા દરમિયાન ઓસ્ટ્રીયાના વિયેનામાં બાળકોનાં તબીબ તરીકે કામગિરી બજાવતો હતો.તે નાઝી પાર્ટીનો સભ્ય ન હતો પણ તેની વિચારસરણી તેમના જેવી જ હતી અને યહુદીઓ માટે તેની નફરત પણ તેવી જ હતી.તેણે આઠસો કરતા વધારે બાળકોને નાઝીઓનાં કેમ્પમા મોકલ્યા હતા જ્યાંથી તેઓ પાછા ફર્યા ન હતા.