મહાન વૈજ્ઞાનિકોએ માનવજાત પર ઘણાં ઉપકાર કરેલા છે અને તેમની એ કામગિરી બદલ તેમને સર્વોચ્ચ માન સન્માન પણ મળે છે પણ એ પણ વાસ્તવિકતા છે કે તેઓ પણ આપણાં જેવા જ સામાન્ય માનવીઓ હતા અને તે કારણે તેમણે પણ ઘણી ભૂલો કરી હતી જેને આજે આપણે નજરઅંદાજ કરી ચુક્યા છે પણ તેમણે કરેલી એ ભૂલો અંગે આપણને જાણ હોવી પણ જરૂરી છે.
નિકોલા ટેસ્લા માનવજાતના ઇતિહાસમાં સૌથી બુદ્ધિશાળી માનવ ગણાવી શકાય તેટલા જિનિયસ હતા જેમની શોધોએ આધુનિક જગતને ઘણી સુવિધાઓ આપી છે.જો કે તેઓ પણ સનકી હતા.ખાસ કરીને તેમના જીવનનાં પાછલા વર્ષોમાં તેમણે ઘણાં સનકી કામો કર્યા હતા.તેમણે ધરતીકંપ મશીન અને ડેથ રે બનાવવાનો પ્રયાસ કર્યો હતો.જો કે તેઓ નાના હતા ત્યારથી જ તેમને પ્રયોગો કરવાનો શોખ હતો.તેઓ નાના હતા ત્યારે તેમને ગુરૂત્વાકર્ષણને માત આપવાનો ખ્યાલ આવ્યો હતો અને તે છત્રી લઇને પોતાના ઘરનાં છાપરા પર ચડી ગયા હતા અને ત્યાંથી નીચે છલાંગ લગાવી હતી છત્રી ખુલ્લી હતી પણ તે જોરદાર રીતે નીચે પછડાયા હતા અને બેભાન થઇ ગયા હતા.તેમની માતા તેમને ઘરમાં લઇ આવી હતી અને તેમને થોડા અઠવાડિયા પથારીમાં જ વિતાવવા પડ્યા હતા.૧૮૭૭માં થોમસ એડિસનને લોંગ આઇલેન્ડ નજીક બ્લેક સેન્ડ મળી હતી અને તેમણે થોડા વર્ષો લગી તેમાંથી આયર્ન ઓર કાઢવાની રીત શોધવામાં પસાર કર્યા હતા.તેમણે તેમની નવી ટેકનિક અંગે લખ્યું હતું અને કેટલીક પેટન્ટ પણ નોંધાવી હતી જો કે તેમનો આઇડિયા તમામને પ્રભાવિત કરી શક્યો ન હતો જો કે એડિસનને તેમનો આઇડિયા જોરદાર લાગ્યો હતો અને તેમના પર લોકોને ખોટા ઠેરવવાનું ભૂત સવાર થયું અને તેમણે જાતે તેના પર નાણાંનું રોકાણ કરવાનો નિર્ણય લીધો હતો.જો કે તેમનો પ્રયોગ ભયંકર રીતે નિષ્ફળ ગયો હતો કારણકે તેમની રીત જુની રીતનાં મુકાબલે ઘણી મોંઘી હતી અને તે ધુળને કારણે મશીનો ખોટકાઇ ગયા હતા તે વધારેની મુસીબત હતી.ઇમારત તુટી પડવાને કારણે કેટલાક કામદારો માર્યા પણ ગયા હતા.તેમણે આ ઉપરાંત કોન્ક્રીટ હાઉસ પર પણ ખાસ્સો સમય લગાવ્યો હતો.તેઓ સસ્તા મકાન બનાવવાની દિશામાં પ્રયાસ કરી રહ્યાં હતા અને તેમણે એક બિઝનેશમેનને પણ પૈસાનું રોકાણ કરવા મનાવી લીધા હતા.તેમણે તેમની રીત વડે અગિયાર મકાન બનાવ્યા હતા પણ તેમાંથી એક પણ વેચાયું ન હતું.
આલ્બર્ટ આઇનસ્ટાઇનને આપણાં સમયના મહાન વૈજ્ઞાનિક ગણવામાં આવે છે અને તેમનું યોગદાન મહત્વપુર્ણ પણ છે.જો કે તેમના તમામ આઇડિયા ક્રાંતિકારી હતા તેમ કહી શકાય તેમ નથી.તેઓ માનતા હતા કે બ્રહ્માંડ અમર છે.તેમના જીવનકાળ દરમિયાન જ બિગબેંગની થિયરીએ ચર્ચા જગાવી હતી.તેમના સમય દરમિયાન તેઓ આ થિયરીને સમર્થન આપનાર વ્યક્તિને મળ્યા હતા.બેલ્જિયન પ્રીસ્ટ અને ખગોળવેત્તા જર્યોજિસ લેમેત્રેએ જ્યારે તેમની થિયરી રજુ કરી ત્યારે આઇનસ્ટાઇને તેને રદિયો આપ્યો હતો અને તેમણે તેનો વિકલ્પ આપવાનો પ્રયાસ કર્યો હતો.હાલમાં તેમના પર સંશોધન કરનારાઓને ૧૯૩૧ની કેટલીક ગુમ થયેલી હસ્તપ્રતો મળી હતી જેમાં સ્થિર બ્રહ્માંડની તેમની થિયરીને દર્શાવતા લખાણો હતા જેના આધારે ત્યારબાદ ઘણાંએ બિગબેંગની થિયરીનો વિરોધ કર્યો હતો.
આલ્બર્ટ આઇનસ્ટાઇનની જેમ જ ફ્રેડ હોયલ પણ તેમની કેટલીક વિચારસરણીને કારણે ચર્ચાસ્પદ બન્યા હતા.આમ તો તેમની તારાઓમાં મળતા ભારે તત્વો અંગેની તેમની શોધ ખુબ જ અમુલ્ય છે પણ તેઓ પણ સ્થિર બ્રહ્માંડની થિયરીના પુરસ્કર્તા હતા અને ત્યારે તેમની આ વિચારસરણીને સમર્થન આપનારો મોટો વર્ગ અસ્તિત્વ ધરાવતો હતો.તે સમયે હોયલ અને જર્યોજ ગેમોવનો જમાનો હતો અને તેમની વિચારસરણી તરફ લોકોને ખેંચવામાં હોયલ સફળ રહ્યાં હતા.તેઓ સારા વક્તા હતા આ ઉપરાંત તેઓ તેમના સમયમાં મીડિયામાં પોતાની વાત મુકવામાં સફળ રહેનાર વ્યક્તિ હતા.જો કે તેમ છતાં બિગ બેંગની થિયરીને વધારે સ્વીકૃત્તિ મળી હતી અને આજે પણ તે થિયરીને સ્વીકારનારો મોટો વર્ગ છે.
બેન્જામિન ફ્રેંકલિનને વીજળીમાં વધારે રસ હતો.જો કે તેમના પ્રાણીઓ પરના અને ઇલેકટ્રીસિટી અંગેના પ્રયોગો અંગે લોકો ઘણું ઓછુ જાણે છે.તેઓ પોતાના ઘરના પછવાડે પ્રાણીઓ પર વિજળીની અસર અંગે પ્રયોગો કરતા રહેતા હતા અને તે અંગે ચિત્રો પણ દોરતા હતા.દા.ત.તેમનો ઇલેક્ટ્રીક સ્પાયડરનો પ્રયોગ એ દર્શાવવાનો પ્રયાસ હતો કે કેવી રીતે વિદ્યુતથી મૃત પ્રાણીને હાલતો ચાલતો કરી શકાય છે.તેમણે ત્યારબાદ વીજળીનો ઉપયોગ રાંધવામાં કેવી રીતે કરી શકાય તે પણ પ્રયોગ કર્યા હતા.તેમણે ત્યારબાદ એક પાર્ટી આપી હતી જેમાં વીજળીથી રાંધેલ ટર્કી મહેમાનોને પીરસી હતી.તેમણે તેમના ભાઇ જહોનને એક પત્ર લખ્યો હતો જેમાં ૧૭૫૦માં આપેલી એક પાર્ટીનું વર્ણન કર્યુ હતું જે યોગ્ય રીતે સફળ રહી ન હતી.ત્યારે તેમણે મહેમાનો સમક્ષ લાઇવ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો બધી તૈયારીઓ થઇ ગઇ હતી અને એક ચમકારો થયો જેમાં તેઓ બેભાન થઇને જમીન પર ગબડી પડ્યા હતા જો કે સદ્ભાગ્યે તેમને તેની ગંભીર અસર થઇ ન હતી જો કે તેમના ઇગોને ગંભીર ઠેસ પહોંચી હતી જો કે પેલી ટર્કી સહીસલામત રહી શકી હતી.
એડવિન હબલે અવકાશ વિજ્ઞાનમાં જે યોગદાન આપ્યું છે તે અમુલ્ય છે કારણકે તેમના પહેલા બ્રહ્માંડ અંગેનું આપણું જ્ઞાન નહિવત હતું.જો કે તેમણે તેમના જીવનકાળ દરમિયાન એક અન્ય બાબત પર ઘણો સમય પસાર કર્યો હતો અને તે વાત હતી બ્રહ્માંડની ઉંમર.૧૯૨૯માં તેમણે બ્રહ્માંડનાં વિસ્તરણનો દર નક્કી કર્યો હતો જે ગણતરીને હબલ કોન્સ્ટન્ટ નામ આપ્યું હતું.તેમના અનુસાર બ્રહ્માંડની વય બે અબજ વર્ષ છે જો કે તેમનું આ તારણ ત્યારે જ લોકોએ નકારી કાઢ્યું હતું.૧૯૩૦માં પૃથ્વીની ઉંમર ત્રણથી પાંચ અબજ હોવાનું જાહેર થયું હતું.આપણી પૃથ્વી બ્રહ્માંડ પહેલા જન્મી ન હતી આથી કોઇકતો ખોટુ હતું અને સમયે હબલને ખોટા ઠેરવ્યા હતા.
બાયોલોજી અને કેમેસ્ટ્રીનાં ક્ષેત્રમાં લિનસ પોલિંગ વિખ્યાત નામ છે.તેઓ એેકમાત્ર વૈજ્ઞાનિક છે જેમણે એકલપંડે બે નોબલ પ્રાઇઝ પ્રાપ્ત કર્યા હતા.૧૯૫૦માં તેમણે ડીએનએના સ્ટ્રકચર પર કામ કરવાનો આરંભ કર્યો હતો.આ દરમિયાન ફ્રાંસિસ ક્રીક અને જેમ્સ વોટસન પણ ડીએનએ પર કામગિરી કરતા હતા.તેમને તેમના ડબલ હેલિક્સની શોધ માટે નોબલ પ્રાઇઝ મળ્યો હતો.જો કે લિનસ થ્રી હેલિક્સની થિયરી ધરાવતા હતા જે સ્વીકૃત્તિ પામી ન હતી.તેમણે પાયાની ગણતરીમાં જ ભૂલ કરી હતી તેમણે તેમના મોડેલમાં ન્યુક્લિક એસિડનો ઉલ્લેખ કર્યો હતો જે વાસ્તવમાં એસિડ ન હતું.
ચાર્લ્સ ડાર્વિનની ઉત્ક્રાંતિની થિયરી આજે જાણીતી છે જો કે તેમની એક થિયરી આનુવંશિકતા અંગેની પણ હતી.ત્યારના સમયમાં લોકોમાં માતાપિતા તરફથી સંતાનોને ભેટમાં મળતા ગુણો અંગે ઘણી ખોટી માન્યતાઓ પ્રચલિત હતી.ઓગણીસમી સદીના મોટાભાગના બાયોલોજિસ્ટ માનતા હતા કે લોહી દ્વારા આ બાબતો સંતાનોને મળે છે.ડાર્વિન પણ આ સિદ્ધાંતમાં માનતા હતા જે ત્યારે પ્રચલિત હતો.જો કે આ સિદ્ધાંત તેમના જ નેચરલ સિલેકશનનાં સિદ્ધાંતને રદિયો આપનાર બાબત હતી.જો કે ડાર્વિનનાં સમયે જ એક અન્ય વૈજ્ઞાનિક જર્યોજ મેન્ડેલે આનુવંશિકતા અંગે સચોટ વિચાર રજુ કર્યા હતા જો કે એવું બની શકે કે ડાર્વિનને તેના વિશે વધારે ખબર ન હતી.
ગેલેલિયો ગેલેલિ તેમના સમયના વિવાદાસ્પદ વૈજ્ઞાનિક હતા જો કે તેઓ તેમનો વિરોધ થશે તે વાત જાણતા હોવા છતાં તેમની વાતને રજુ કરવામાં ખચકાટ અનુભવતા ન હતા.તેમના જીવનકાળ દરમિયાન કેથોલિક ચર્ચે તેમનો ખાસ્સો વિરોધ કર્યો હતો જો કે આજે સાડા ત્રણસો વર્ષ બાદ ચર્ચે તે સ્વીકાર કર્યો છે કે તેમણે ગેલેલિયોનો જે વિરોધ કર્યો હતો તે ખોટો હતો.જો કે ગેલેલિ એક રીતે નસીબદાર છે કારણકે તેમની ભરતી અંગેની થિયરી આજે લોકો વધારે જાણતા નથી.જો કે ભરતી અને ઉંચા મોજા અંગે તેમની ગણતરીઓ શરૂઆતથી જ ખોટી હતી આપણે જાણીએ છીએ કે ભરતી કેમ આવે છે.તેઓ ભરતી માટે પૃથ્વીના સુર્ય પરિભ્રમણને કારણરૂપ માનતા હતા તેમણે ચંદ્ર અંગે ક્યારેય વિચાર કર્યો જ ન હતો.૧૮૮૨માં જ્યારે લોર્ડ કેલ્વિને ભરતી અંગે તેમનો વિચાર રજુ કર્યો ત્યારે તેમણે આ મામલે ગેલેલિયોનો માત્ર ઉલ્લેખ કરવાનું જ મુનાસિબ માન્યું હતું.આઇજેક ન્યુટનનું ધ ફિલોસોફાઇ નેચરાલિસ પ્રિન્સિપિયા મેથેમેટિકા આજે જાણીતું વિજ્ઞાનનું પુસ્તક મનાય છે જેનો ઉપયોગ આજે પણ અનેક સંદર્ભો માટે કરાય છે.જો કે મજાની વાત એ છે કે તેમાં એક ભૂલ રહી જવા પામી હતી જે આજે પણ એ જ રીતે ચાલતી રહી છે.જ્યારે ન્યુટને ગ્રહોના દ્રવ્યનો વિચાર કર્યો ત્યારે તેમણે જે એંગલનો સમય રજુ કર્યો હતો તે ૧૦.૫ સેકન્ડનો હતો પણ તેના બદલે તે અગિયાર તરીકે પ્રચલિત થયો હતો.જો કે આ ક્ષતિ અંગે ત્યારબાદ સદીઓ સુધી કોઇએ ધ્યાન જ આપ્યું ન હતું.ન્યુટનનાં લખાણો પર તે સમયના જિનિયસ કહેવાતા લોકોએ પોતાનો મત રજુ કર્યો છે પણ કોઇએ આ ક્ષતિ તરફ ધ્યાન આપ્યું ન હતું જો કે એક ત્રેવીસ વર્ષના વિદ્યાર્થી રોબર્ટ ગેરિસ્ટોએ લોકોનું ધ્યાન આ ક્ષતિ તરફ ખેંચ્યું હતું.