સમય જાણે થંભી ગયો.
રિયા ડરના માર્યા જેમ હતી તેમ જ ઊભી રહી. કબીરનું ચપ્પુ તેની ગરદનથી ફક્ત એક ઇંચ જ દૂર હતું. અર્જુન પોતાના દરેક ધબકારાને તોફાનના ગડગડાટ જેવા અનુભવતો હતો.
"કબીર..... આ તું ન હોય શકે." અર્જુને ધીમા અવાજ માં કહ્યું. "તેને જવા દે."
કબીર અટ્ટહાસ્ય સાથે બોલ્યો. "તને શું લાગે છે કે તું મને જાણે છે એમ? એ દિવસથી જ્યારે તે મને આખી કોલેજ સામે માર્યું હતું ત્યાર થી તું એ તાજ પહેરી ને ફરતો હતો જે મારો હતો." તેનો અવાજ ભારે થઈ ગયો. "તે મારું બધું જ છીનવી લીધું, લાયનહાર્ટ."
"મેં ક્યારેય આ બધું નથી માગ્યું." અર્જુને જવાબ આપતા કહ્યું. "અને હું ક્યારેય તારી સામે લડવા નહતો માંગતો."
"પણ તું લડ્યો. અને તે મારો મજાક બનાવી ને રાખી દીધો." કબીર ની આંખો ગુસ્સામાં ચમકતી હતી. "એ દિવસ પછી કોઈ પણ મારી સામે પહેલાની જેમ ઇજ્જત થી નથી જોતું. મારે મારી ઇજ્જત પાછી જોઈતી હતી. અને તેણે" - કબીરે જમીન પર પડેલા માફિયા સામે ઈશારો કર્યો -"મને રસ્તો બતાવ્યો."
"અર્જુન ની હથેળીઓ આપોઆપ મુઠ્ઠી માં બદલાય ગઈ. "એટલે તે મને હરાવવા માટે તેની મદદ કરી."
"મે તારો પીછો કર્યો. તારા દરેક રસ્તાઓને ટ્રેક કર્યા. તેને બધી જ માહિતી આપી અને મેં તારા મિત્રો ને પણ..." તે થોડો અર્જુન ન મિત્રો તરફ વળ્યો જેથી તેઓ પણ બધું જ ક્લીઅર સાંભળી શકે. "તેઓને કહ્યું કે અર્જુન કપૂર ખરેખર છે કોણ. વિક્રમ કપૂર ના દીકરો."
વાતાવરણ માં એકદમ જ શાંતિ છવાઈ ગઈ.
અમન મુશ્કેલ થી સંભળાય એમ બોલ્યો. "શું આ... સાચું છે?"
અર્જુનનો શ્વાસ રાંધવા લાગ્યો. "હું તમને લોકો ને મારા ભૂતકાળ સાથે જોડાવા નહતો માંગતો."
કબીર હસ્યો. "તેના માટે બહુ મોડું થઈ ગયું. હવે ચૂપચાપ તારું ચપ્પુ નીચે મૂકી દે."
રિયાની આખો અર્જુનની આંખ માં મળી - જાણે કરગરી રહી હોય.
ધીરેથી અર્જુને પોતાનું ચપ્પુ જમીન પર મૂક્યું.
પરંતુ જેવી કબીર એ પોતાની નજર અર્જુન પર થી હટાવી ને ચપ્પુ પર કરી, આ મોકા ની રાહ જ જોઈ રહ્યો હતો અર્જુન.
તે એકદમ જ ઝડપ થી કબીર તરફ વળ્યો.
એક જ પળ માં તેને કબીર ને કમર પર થી પકડી ને રિયા થી દૂર ખેંચી લીધો. રિયાને ઠોકર વાગી, પરંતુ સાંભળી લીધું.
કબીર ગુસ્સામાં બૂમો પાડવા લાગ્યો અને આંધળા જેમ ચપ્પુ ફેરવવા લાગ્યો.
તેનું ચપ્પુ અર્જુન ની ગરદન થી એક ઇંચ જેવું દૂર રહી ગયું.
અર્જુને ચપળતા દેખાડી.
તેણે કબીરનો હાથ પકડી ને મરોડ્યો, પરંતુ કબીર તેનો પૂરેપૂરો વિરોધ કરી રહ્યો હતો. આ સમયમાં કબીરના હાથમાંથી ચપ્પુ છૂટી ગયું.
અને તે જ સમયે અર્જુને પકડી લીધું અને બીજી જ સેકન્ડે .
તે કબીરની છાતી માં ઊંડું ઊતરી ગયેલું હતું.
કબીરની આંખો પહોળી થઇ ગઇ. નફરત આઘાત માં બદલી ગઈ અને વાતાવરણ શાંત થઈ ગયું.
કબીરની આંખો પહોળી જ હતી, ચપ્પુ છાતીમાં ઊંડું ઊતરી ગયું હતું. એક અસ્થિર શ્વાસ તેના મુખમાંથી નીકળ્યો જાણે તેની નફરત પણ જે થયું તેનાથી આશ્ચર્યચકિત થઇ ગઈ.
તે લડથડ્યો અને અર્જુનના ખોળામાં ઢળી પડ્યો.
એક ક્ષણ માટે બધું શાંત થઈ ગયું હતું... સિવાય કે વૃક્ષોમાંથી આવતો પવન નો અવાજ અને દૂર ક્યાંક ભોંકતા કૂતરાના અવાજ. જાણે સમય થંભી ગયો.
કબીરની આંખો ધીરે રહી ને બંધ થઈ ગઈ....... હંમેશા માટે.
અર્જુને તેને ધીમે રહી ને જમીન પર સુવડાવી દીધો, તેના હારી ગયેલા શત્રુ ની બાજુમાં ગોઠણીયા ભેર બેસી ગયો.
તેણે લોહીથી ખરડાયેલા પોતાના હાથ તરફ જોયું. મેં આ શું કર્યું?
તેના મિત્રો હજુ પણ તેમ જ ઊભા હતા. અમન જાણે આગળ આવવા માટે પગ ઉપાડ્યો ... પણ ફરી પાછો નીચે મૂકી દીધો. રિયા ધ્રૂજી રહી હતી.
"કંઈક બોલો...." અર્જુનનો અવાજ તૂટી રહ્યો હતો, જાણે ગણગણતો હોય તેમ. "કોઈ .. પ્લીઝ..."
રિયા આગળ વધી, તેની આંસુ ભરેલી આંખો સાથે, " તે.... તે કહ્યું હતું કે તું એ દુનિયા છોડવા માંગે છે... પરંતુ તું તારી આંખે જ જોઈ લે."
"પરંતુ મેં તેને એટલે નથી માર્યો કારણ કે હું તેને મારવા માંગતો હતો." અર્જુનથી રાડ નખાઈ ગઈ, જાણે દુઃખ તેની છાતી ફાડી ને બહાર આવવા માંગતું હોય. "તેણે મારી પાસે કોઈ રસ્તો છોડ્યો ન હતો.
"પરંતુ આ બધું હંમેશા આવી રીતે જ પૂરું થાય છે, નહીં?" તેણી એ કહ્યું. "મારામારી... લોહી... સિક્રેટ..... ખૂન-ખરાબા..."
તેણે રિયા તરફ જોયું, હતાશા સાથે... "રિયા.."
તેણે પોતાનું માથું હલાવ્યું "તે મને કીધું કે તું તે દુનિયાથી આઝાદ છે. પરંતુ તું ફક્ત છુપાવી રહ્યો હતો."
અર્જુને કંઈક બોલવા માટે પોતાનું મોઢું ખોલ્યું... પરંતુ કોઈ શબ્દ બહાર ન આવી શક્યા.
તે પાછળ ફરી, અર્જુનથી દૂર ચાલવા લાગી.
તેની પાછળ જ અર્જુનના મિત્રો કે પછી જે એક સમયે કહેવાતા હતા, તે પણ ચાલ્યા ગયા..
પાછળ છોડી ગઈ એક શાંત પાર્ક કે જેમાં અર્જુન ગોઠણીયા ભેર બેઠો હતો, બાજુમાં કબીરની બોડી પડી હતી.
ફક્ત એક સ્ટ્રીટલાઈટ ઝબુકતી હતી, લાંબો તૂટી ગયેલો પડછાયો પાથરતી......
ક્રમશઃ