અર્જૂન કપૂર ની કોલેજ લાઇફ શાંતિ થી ચાલુ થઈ. તે લોકોની નજરોમાં આવ્યા વિના તેના લેક્ચર અટેન્ડ કરતો, લાંબા સમય સુધી લાઇબ્રેરી મા બેસી ને વાંચ્યા કરતો, અને બિનજરૂરી વાતો થી દુર રહેતો હતો. પરંતુ તેનો આખો કાળો પોશાક, આઈબ્રો પર બનેલું નિશાન અને સીનીયર સાથે થયેલા ઝગડા ના કારણે મળેલા નામ - લાયનહાર્ટ ના કારણે તેને અવગણવો લોકો માટે અશક્ય હતો.
અર્જૂનને લોકો ધ્યાન આપે કે ન આપે તેનાથી કોઈ ફરક પડતો નહિ .તે કોલેજના બગીચામાં અથવા કૅન્ટીનના સૌથી દૂરના ખૂણામાં શાંતિ શોધતો. તે લોકોની નજરમાં આકર્ષિત થયા વગર જીવવા માંગતો હતો. પરંતુ કિંગ્સ્ટન કોલેજે તેને ચર્ચાના કેન્દ્ર માં રાખવાનું નક્કી કર્યું હોય એમ લાગતું હતું.
એક દિવસ બપોરના સમયે અર્જૂન લાઇબ્રેરી માં બેસી વાંચતો હતો એટલામાં તેની સામેની ખુરશી જમીન સાથે ઘસાણી. "તો લાયનહાર્ટ" ખિલખિલાટ સાથે એક અવાજ આવ્યો. "તારું સાચું નામ કહીશ કે પછી હું તને લાયનહાર્ટ કહીને જ બોલવું?"
આ રિયા હતી- હોંશિયાર, સોશિયલ અને હંમેશા નવું જાણવા આતુર. અર્જૂન એ પોતાની બુક માંથી ઉપર જોઇ ને કહ્યું "અર્જૂન"
"અર્જૂન" તેને રીપિટ કર્યું, જાણે તે કોઈ સ્વાદિષ્ટ શબ્દ હોય. "સરસ, પણ તું અર્જૂન જેવો લાગતો નથી. એકદમ ગંભીર"
અર્જુને શાંતિથી નિસાસો નાખ્યો અને પુસ્તક બંધ કર્યું. "અને હું કેવો દેખાઉં છું?"
"રહસ્યમય,” તેણીએ સ્મિત સાથે કહ્યું. "રહસ્યો વાળો કોઈ વ્યક્તિ"
તેના શબ્દોએ તેની કલ્પના કરતા પણ વધુ ગાઢ અસર કરી. અર્જુન કોઈ પ્રતિસાદ આપ્યા વગર થોડી વાર સુધી તેને જોઈ રહ્યો અને પછી ઉઠીને જતો રહ્યો. તેણીની જિજ્ઞાસુ આંખો તેને પાછળથી જોતી રહી. તે ખોટી નહોતી—તેની પાસે ખરેખર એવા રહસ્યો હતા જે તેનું આ નવું નાજુક જીવન તોડી શકે છે, જે તે રચવાનો પ્રયાસ કરી રહ્યો છે.
દરમ્યાન અર્જૂન બીજા લોકોથી દૂર રહેવાનું ચાલું રાખ્યું. પરંતુ એક સાંજે, જયારે તે લાંબા દિવસ બાદ પોતાના રૂમ પર પરત ફર્યો, તેનો ભૂતકાળ તેની પાસે પહોંચી ગયો હતો..
પોતાનું બેગ બેડ પર મૂકી ને રૂમની બારી પાસે રહેલી ખુરશીમાં બેસી, રૂમની બહાર જોવા લાગ્યો. ઢળતા સૂરજના સોનેરી કિરણોથી રૂમ ભરેલો હતો. એક પળ માટે અર્જુને પોતાની જાતને શાંતિ અનુભવવા મંજૂરી આપી. પરંતુ તેની આ પળ ખૂબ જ નાની સાબિત થઈ.
તેના મગજમાં તેની બાળપણ ની એક ધૂંધળી યાદ તાજી થઇ ગઇ જયારે તે દસ વર્ષનો હતો. તેના પિતાના સ્ટડી રૂમ ની હવામાં એક ભારે ટેન્શન અનુભવાતું હતું. અર્જૂન નુ તે રૂમ માં કોઈ કામ ન હતું, પરંતુ જીજ્ઞાશા અને બાળકની જીદ તેને તે રૂમમાં ખેંચી લાવી હતી. તે બને એટલું ઝુકીને તે નરમ ચમચમતા સોફાની પાછળ છૂપાયો હતો. તે સોફાની આગળ બની રહેલી ઘટનાને જોવા સોફાની કિનારી પકડી ને હળવેકથી ઉચો થતો હતો.
અર્જુનના પિતા, વિક્રમ કપૂર નું ઊંચા બાંધા વાળું શરીર રૂમ માં રહેલી મીણબત્તીના અજવાળાં માં સ્પષ્ટ દેખાતું હતું. તેની સામે એક પાતળો વ્યક્તિ ઊભો હતો જે જાણે કોઈ ડર ના લીધે કાંપતો હતો. તે વ્યક્તિ ઊંચા અવાજમા બોલી રહ્યો હતો પરંતુ તેમાં ભય સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.
"તે મને પ્રોટેક્ટ કરવાનું વચન આપ્યું હતું, વિક્રમ," તે માણસ ડરતા ડરતા બોલ્યો. "મેં તે કીધેલું બધું કર્યું. હવે તું મને એકલા કંઈ રીતે મૂકી શકે?!"
વિક્રમ શાંત રહ્યો, તેની હાજરી ના લીધે સમગ્ર રૂમ માં શાંતિ છવાઈ ગઈ. તેનો અવાજ સ્થિર હતો, પણ તીખો હતો "પ્રોટેક્શન મફતમાં નથી મળતું . તને જે કામ કહ્યું હતું, તેમાં તું નિષ્ફળ ગયો, અને હવે મારી પાસે તારી ભૂલો સુધારવાની આશા રાખે છે? આ રીતે દુનિયા નથી ચાલતી."
તે માણસ આગળ વધ્યો. તેનો ડર હવે ગુસ્સા માં બદલી ગયો. "હું તારો નોકર નથી વિક્રમ. તું મને આવી રીતે ટ્રીટ માં કરી શકે!"
અર્જુનના ધબકારા વધી ગયા. તે ભલે ફક્ત 10 વર્ષ નો હતો, પરંતુ તેને તેનાં પિતાના સ્વભાવ ની ખબર હતી. તે જાણતો હતો કે તે માણસ એ મોટી ભૂલ કરી દીધી છે. રૂમમાં એક ભયાનક શાંતિ છવાઈ ગઈ હતી. વિક્રમે પોતાના ડ્રોવર માંથી એક બ્લેક રિવોલ્વર કાઢી. અર્જૂન જેમ હતો તેમ જ ફ્રીઝ થઈ ગયો. તે ઈચ્છા હોવા છતાં ત્યાંથી ખસી ના શક્યો.
તે માણસનો ગુસ્સો ફરી પાછો ડર માં બદલી ગયો. તે પાછળ ખસ્યો અને પોતાના હાથ જોડી આજીજી કરવા લાગ્યો "પ્લીઝ વિક્રમ, હું...."
પરંતુ વિક્રમ જાણે શિકાર કરતો હોય એક એકદમ ધીરે અને સ્થિરતા થી આગળ વધ્યો. તેના ચહેરા પર કોઈ હાવભાવ ન હતા.
"વ્યક્તિ ને પાવર આપવામાં નથી આવતો, તેને લેવો પડે છે." વિક્રમ એ એકદમ સ્મુથ અવાજ માં કહ્યું. "અને તું એ સાબિત કરવામાં નિષ્ફળ ગયો કે તું આ પાવર ને લાયક છે.".
રિવોલ્વર ના અવાજે રૂમમાં રહેલી શાંતિને તોડી નાખી. તે વ્યક્તિ જમીન પર ઢળી પડ્યો, બિલકુલ હલનચલન વગર, તેનું લોહી રૂમ ના પોલિશ કરેલા લાકડાના ફ્લોર પર ફેલાય ગયું. અર્જૂન એ ચીસ ના પડાય જાય એ માટે પોતાના હોઠ ને દાંત વચ્ચે દબાવી લીધા. તેને પોતાની જાતને અંધારા માં છૂપાવી લીધો એ આશામાં કે તે કોઈ ને દેખાય નહી.
પરંતુ વિક્રમની તેજ આંખો એ તેને તરત જ જોઈ લીધો જાણે તે જાણતો હતો કે તેનો દીકરો ઘણા સમય થી ત્યાં જ હોય. થોડી વાર બંને એકબીજા ને જોતા રહ્યા કંઈ પણ બોલ્યા વગર. અર્જૂન એ કંઈક એવું જોયું હતું કે જે તેની સાથે જીવનભર રહેવાનું હતું.
વિક્રમ ની આંખ માં કોઈ જાતનું ગિલ્ટ ન હતું. તેના બદલે તેની આંખમાં એક આશા હતી, જાણે તે અર્જૂન ને કંઈ શીખવી રહ્યો હોય. તે અર્જૂન પાસે ગયો અને ગોઠણ પર બેસી ગયો જાણે તે અર્જૂન ની સમાન થવા માંગતો હોય.
"યાદ રાખજે અર્જૂન." તે એકદમ શાંત અને સ્થિર અવાજ મા બોલ્યો. " આ દુનિયા કાયરો ની કદર નથી કરતી. રિસ્પેક્ટ હંમેશા પાવર થી આવે છે અને પાવર હંમેશા કંઈક માંગે છે. એક દિવસ તું આ સમજી જઈશ."
વિક્રમએ બે પળ માટે પોતાના હાથ અર્જૂન ના ખભા પર મુક્યા, જાણે તે ખાતરી કરતો હોય કે અર્જૂન આ વાત ક્યારેય ના ભૂલે. ત્યારબાદ તે ઊભો થયો અને ત્યાંથી ચાલ્યો ગયો. પોતાના દીકરાને બે વસ્તુ સાથે મૂકી ને - તે મૃત માણસ ની બોડી અને એક લેસન કે જે એક બાળકે ક્યારેય ન શીખવું જોઈએ.
આ યાદ એક ઊંડો ઘા છોડી ગઇ હતી. વર્ષો સુધી અર્જૂન એજ વિચારતો રહ્યો કે તેને શું જોયું હતું. તે જાણતો હતો જે તેના પિતા આ દુનિયા માં કોઈ પણ વસ્તુ કરતા વધુ કદર પાવર ની કરતા હતા અને તે આશા રાખતા હતા કે તેનો દીકરો પણ આ જ રસ્તો અપનાવશે. પણ તેને સૌથી વધુ ડર એ વાત નો હતો કે કદાચ… તે વિક્રમ કપૂર જેવો બની જશે.
કોલેજ માં પોતાના રૂમ માં ઉભેલા અર્જુને પોતાનું માંથી હલાવ્યું અને પોતાના ભૂતકાળની યાદો માંથી વર્તમાન માં આવી ગયો. તેનો શ્વાસ ઝડપથી ચાલવા લાગ્યો હતો. તે પોતાના હાથ ને માથા માં ફેરવવા લાગ્યો જાણે તે આ યાદો ને ભૂંસી નાખવા માંગતો હોય, પરંતુ તે એક પડછાયા ની જેમ તેની સાથે જ રહેતી હતી. તે તરત જ વોશરૂમ જઈ ને પોતાનું મોં ધોયું અને ફરી રૂમમાં આવી ને પોતાનું ધ્યાન ભટકાવવા રૂમ માં આંટા મારવા લાગ્યો.
તે જ સમયે તેને કંઈક નોટિસ કર્યું, તેના દરવાજા નીચે પડેલું એક સફેદ કવર.
તરત જ તેને તે કવર ઉચક્યું અને ખોલ્યું. અંદર સફેદ પેપર પર હાથેથી લખેલું એક લખાણ હતું.
"તુ જે છે તેનાથી દૂર નહી જઈ શકે."
તેના શરીરમાં એકદમ ઠંડક પ્રસરી ગઇ. તે આજુબાજુ જોવા લાગ્યો, તે ધારતો હતો કે કોઈ તેને જોઈ રહ્યું હોય. પરંતુ તે રૂમ માં એકલો હતો.
કોણે મોકલ્યું હશે? તે કેટલું જાણતો હશે?
તેને મુઠી વળી લીધી અને પોતાને શાંત રાખવાનો પ્રયત્ન કરવા લાગ્યો. જેને પણ આ મોકલ્યું તે તેને ડરાવવા માંગે છે, પરંતુ તે આવું થવા દેશે નહી. છતાં તે પોતાના બેડ પર બેસી ને કાગળ ને જોવા લાગ્યો. લખાણ જોઈ ને તેના મન માં એક સવાલ ફરવા લાગ્યો.
તે પોતાના ભૂતકાળથી કેટલે દૂર ભાગી શકાશે?
ક્રમશઃ ...