Aekant - 105 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 105

Featured Books
Categories
Share

એકાંત - 105

રવિએ પ્રવિણને જણાવી દીધુ હતુ કે, એ બીજે દિવસે હેતલને મનાવીને ઘરે લઈ આવશે.રવિની વાત સાંભળીને પ્રવિણ ચિંતામુક્ત થઈ ગયો.રવિ પાસેથી રજા લઈને એ ત્યાંથી નીકળી ગયો.

રસ્તામાં એ પારુલે મંગાવેલ શાકભાજી અને બીજી ઘરની વસ્તુઓ લેવાં માટે બજાર જતો રહ્યો.એક કલાકની અંદર એણે ઘરની જરુરી દરેક વસ્તુઓ લઈને ઘરે પહોંચી ગયો.

પારુલને જાણ હતી કે,તે રવિની ઓફીસે એને મનાવવાં ગયો હતો.પ્રવિણને જોઈને પારુલ પ્રશ્નાર્થ ચહેરે એને જોવાં લાગી.

"મારી રવિ સાથે બધી વાત થઈ ગઈ છે.એ લોકો વચ્ચે નાની વાતને લીધે બોલચાલ થઈ હતી.તું ખાલી ખોટી ચિંતા કરતી હતી.એ આવતી કાલે હેતલની ઘરે જઈને તેણીને મનાવીને લઈ આવશે."પ્રવિણ પારુલનો ચહેરો જોઈને સમજી ગયો.રવિએ પ્રવિણ સાથે જે વાતો કરી એ જણાવી દીધી.

બીજે દિવસે રવિ ઓફીસે રજા રાખીને હેતલને લેવાં જવાનો હતો.જેની જાણ તેણે અગાઉ જ ઓફીસે કરી દીધી હતી.મહત્વના કામો એણે પેન્ડિગ રાખીને વત્સલ સાથે હેતલની ઘરે પહોંચી ગયો.

વત્સલ હેતલને ઘણાં સમય પછી જોઈને હરખાઈ ગયો હતો.હેતલ વત્સલને જોઈને ભેટી પડી અને ખુશીની મારી રડવાં લાગી.

હેતલને વત્સલનાં પૂરાં ચહેરાંને ચૂમીને વ્હાલ વરસાવવાં લાગી,"મારાં વસુ દીકરાં તને કેમ છે?તને મારાં વગર કોઈ તકલીફ તો પડી ન હતી !"

વત્સલને એની મમ્મીને છાની રાખતાં બોલ્યો,"મમ્મી હું તારાંથી ખૂબ નારાજ છું.આટલાં દિવસોમાં હું દિવસમાં તને દસ વાર યાદ કરતો હતો.તું જ જાણે પથ્થર દિલ બની હોય એમ તને એકવાર પણ તારાં દીકરાંની યાદ ના આવી.જા મારે તારી સાથે વાત કરવી નથી."

વત્સલ લાગણીવશ થઈને રડવા લાગ્યો.ગોઠણ્યે એની સામે બેઠી હેતલે તેણીનાં બન્ને કાનો પકડીને માફી માંગી,"મને માફ કરી દે. બસ તું એમ સમજી લે કે,તારે તારી ઈચ્છા પૂરી કરવી હોય તો કોઈ પણ પાસે ઈચ્છા પૂરી કરી શકે છે.મારે મારી ઈચ્છા પૂરી કરવી હોય તો, મારે તારા પપ્પા પાસે જ જિદ્દ કરવી પડે."

વત્સલ છાનો થઈને રવિની સામે જોઈને બોલ્યો,"પપ્પા ધીસ ઈઝ રોન્ગ.દરેકને એમની ઈચ્છા પૂરી કરવાનો હક હોય છે. મમ્મીની સાચી વાત છે.એની જે ઈચ્છા હોય એ તમારે જ પૂરી કરવી પડે.! તમે મમ્મીને અત્યારે જ કહો.હવે પછી એની દરેક ઈચ્છાઓ તમે પૂરીને આપશો."

રવિએ વત્સલના માથા પર હાથ મૂકીને કહ્યુ,"બેટા.! ઈચ્છા વ્યાજબી હોય તો પૂરી કરી શકાય.ગેરવ્યાજબી ઈચ્છાઓને કેમ પૂરી કરી શકાય."

"હુ કાંઈ સમજ્યો નહિ પપ્પા !"વત્સલ દિગ્મૂઢ એના પપ્પાની સામે જોવા લાગ્યો.

"મતલબ એમ કે મોટા દાદાએ કહેલી પક્ષીઓના માળામાં રહેતા નાના બચ્ચા જેવી જિદ્દ.બચ્ચાઓને પાંખો આવી જાય છે તો ઊડીને આકાશમાં વિહાર કરવા નીકળી પડે છે.દરેક બચ્ચાઓ જો માળામાંથી ઊડી જશે તો માળો ખાલી થઈ જશે.એ માળો ખંડેર બની જશે."

રવિએ વત્સલને સમજાવ્યો એ હેતલને જરાય ના ગમ્યું. તેણીને મન માળાની અંદર રહેવું એટલે પોતાની ઈચ્છાઓને મારી નાખવી.તેણીને માળો બંધન જેવો લાગવાં લાગ્યો હતો.

"આપણી ઈચ્છાઓથી જીવવું એ કોઈ ગુન્નો નથી ! પક્ષીના બચ્ચાને પાંખો મળેલી છે.એમને પણ ઊડીને એમના પોતાના માટે માળો બાંધવાની ઈચ્છા થાય છે.ખાસ તો હું એ કહેવાં માંગું છું કે, પક્ષીઓ અને માણસોમાં ફરક હોય છે.પક્ષીઓ એકવાર ઊડીને જતા રહે છે પછી એ એમના જુના માળામાં પાછા આવતા નથી.જોકે માણસ ઋણાનુબંધથી બંધાયેલ હોય છે.એમને તો એમના સંબંધો નિભાવવા માટે પાછુ જાઉં પડે છે.હું તમને અલગ ઘર વસાવવાનું કહું છું.એ ઘરની અંદર રહેલાં માણસો સાથે સંબંધ તોડી નાખવાનું કહેતી નથી.આપણે એમને મળવાં જઈ શકીએ છીએ."હેતલ હજું તેણીની જિદ્ પર અડકેલી હતી.

વત્સલ જાણે એની મમ્મીની વાત સમજી ગયો હોય એમ બોલ્યો,"પપ્પા ! મમ્મી આપણને દાદા અને દાદીથી અલગ રહેવાનું કહે છે?"

"હા બેટા એ જ કારણ છે, જેને લીધે તારી મમ્મી એ ઘરમાં રહેવાં આવતી નથી."

એના પપ્પાની વાત સાંભળીને વત્સલ હેતલને ઉદેશીને કહ્યું,"જો આ કારણે તું અમારી સાથે આવવાં તૈયાર નથી.! માફ કરજે પણ હુ તને જેટલો વ્હાલો છુ એટલો જ દાદા,દાદી અને મોટા દાદાને વ્હાલો છુ.અરે તારાં કરતાં તો વધુ જ એમનો વ્હાલો છું.જે કદાચ તું પણ સમજી ચૂકી હશે.તારી ખોટી જિદ્દને લીધે મારાંથી આટલા દિવસો તે કાઢી નાખ્યાં. અરે હું તો બે કલાક માટે ઘરની બહાર રમવાં નીકળી જાઉ છુ તો પાછળથી દાદા મને શોધતા આવે છે.તે મારાં વગર બે મહિના રહી શકે છે પણ દાદા મારા વિના બે કલાક રહી શકતાં નથી.કલ્પના કરો કે, આપણે એમનાંથી વિખૂટા પડશુ તો એ મને યાદ કરીને રડી રડીને આંખો લાલ કરી દેશે."

વત્સલની વાતોથી હેતલને દુઃખ લાગ્યું. જાણે તેણીને જન્મ આપનાર દિકરો વ્હાલો જ ના હોય.એ રડતાં બોલી,"વસુ તું તો મારું અંગ છે.તને મે જન્મ આપ્યો છે.સાવ ખોબા જેટલો હતો અને મે તને મોટો કર્યો.કોઈ એવો દિવસ પસાર મે નહિ કર્યો હોય જ્યાં મને તારો ખાલીપો ના લાગ્યો હોય.તારાથી દૂર રહી છુ તો એવુ ના સમજવાનુ હોય કે હું તને બીજાં લોકોથી ઓછો પ્રેમ કરું છું. આપણે અલગ રહેશુ તો આપણને આનાથી વધુ સ્વતંત્રતા મળશે આપણે આપણી મરજીથી દરેક શોખ પૂરા કરી શકશુ.આપણને કોઈ રોકટોક કરનાર નહિ હોય.તારે તારા મિત્રો સાથે જેટલો સમય રમવુ હોય એટલો સમય તુ રમી શકીશ."


"મમ્મી  ! મને માફ કરી દેજો, પણ તમે જેને રોકટોક કહો છો.એને હુ પ્રેમ કહુ છુ.પ્રેમ હોય ત્યાં જ રોકટોક થાય છે.એ આપણને કોઈ વસ્તુ માટે મનાઈ કરી રહ્યા હોય તો એ આપણા ભલા માટે કરી રહ્યા હોય છે.સાવ આપણી ખુશી ઉપર પાબંધી પણ લગાવેલી નથી.આપણને આપણા સ્વતંત્રતા આપતા નથી એનુ એ કારણ છે કે, આપણે સ્વછંદી ના બની જાય એને માટે છે.આપણે એમ ના સમજવુ જોઈએ કે એમણે આપણને બંધનમાં બાંધી રાખેલા છે."વત્સલે ખૂબ ઉમદા વાત કરી.

"જે વત્સલ સમજે છે એ હું તને સમજાવી ના શક્યો.હજું પણ તને કહું છું કે આ તારી ખોટી જિદ્દ છોડી દે અને ચાલ અમે તને લેવાં આવ્યાં છીએ.મમ્મી અને દાદા તારી ચિંતા કરતાં હતાં. હવે પપ્પાને પણ તારી ચિંતા થવાં લાગી છે.આડોશ પાડોશમાં વાતો ફેલાઈ ગઈ છે કે તું રિસામણે આવેલી છે.જો સમાજમાં આ વાત ફેલાઈ જશે તો દાદાનું ઘરની બહાર નીકળવું અઘરું પડી જશે.તારે તારી બીજી જે કોઈ ઈચ્છા મનાવવી હોય એ મનાવી લે.તું ઘરે આવવાં તૈયાર થઈ જા."

રવિની વાત સાંભળીને હેતલ થોડીક વાર માટે કશું બોલી ના શકી.તેણીએ રવિ અને વત્સલને પાણી પીવડાવ્યું.હેતલનાં ઘરમાં એ તથા એનાં મમ્મી અને પપ્પા રહેતાં હતાં.તેણીનાં મમ્મી - પપ્પા કુટુંબમાં લગ્ન પ્રસંગ હોવાથી બહાર ગામ ગયેલાં હતાં. રવિને એ લોકો સાથે વાત કરવી હતી, પણ વાત ના થઈ શકી.જેનો એને અફસોસ થઈ ગયો હતો.હેતલ રવિ અને વત્સલ માટે જમવાનું બનાવવાં જતી રહી.

વત્સલ એના પપ્પા સાથે વાતો કરવામાં સમય પસાર કરવા લાગ્યો.એવામાં એક કલાકની અંદર હેતલે રસોઈ બનાવી લીધી.સૌ હાથ ધોઈને એક સાથે જમવાં બેસી ગયાં.

બધું જમવાનું હેતલે વત્સલની પસંદગીનું બનાવેલું હતું.ભરેલાં બટેટાનું શાક અને રોટલી એની સાથે અળદના પાપડ હતાં.વત્સલ માટે ખાસ પ્રિય એનો શિરો બનાવેલો હતો.રવિને વધુ સ્વીટ ભાવતું ન હતું તો એણે ટેસ્ટ માટે બે ચમચી શિરો ચાખી લીધો હતો.

જમી કરીને રવિ અને વત્સલ આરામ કરવાં હેતલનાં રુમમાં જતાં રહ્યાં. હેતલ બાકીનાં કામો આટોપીને રુમમાં જતી રહી.રવિએ વત્સલને સુવડાવી દીધો હતો.રવિને હેતલ સાથે એકાંતમાં વાતો કરવી હતી તો એ હજું જાગી રહ્યો હતો.હેતલને જોઈને એ બેડ પરથી ઊભો થયો.

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"