tu pachho kyare aavish in Gujarati Short Stories by ketan motla raghuvanshi books and stories PDF | તું પાછો ક્યારે આવીશ ?

Featured Books
Categories
Share

તું પાછો ક્યારે આવીશ ?

લે. કેતન મોટલા ‘રઘુવંશી’

 

‘ અભિનંદન મનોજભાઈ,  તમારા દીકરાનો ધોરણ 10 બોર્ડમાં આખા રાજ્યમાં ચોથો નંબર આવ્યો.  જુઓ આજે છાપામાં ફોટો આવ્યો છે  પેંડાની પાર્ટીતો આપવી પડશે હો !’ માર્કેટિંગ યાર્ડના વેપારી  સંજયભાઈ અભિનંદન આપતા બોલ્યા.  

 ‘ખૂબ ખૂબ આભાર સંજયભાઈ,  ચોક્કસ પાર્ટી તો મારે આપવી જ પડે !’ મનોજકુમાર ઉત્સાહ સાથે બોલ્યા।

સૌરાષ્ટ્રના મધ્યમ કક્ષાના શહેરના માર્કેટિંગ યાર્ડમાં અનાજ કરિયાણાની દલાલીનું કામ કરતા મનોજકુમારના તેજસ્વી પુત્ર વિવાનની સફળતાથી ઘરના સૌ ખુશ હતા. પત્ની કવિતાબેન તો આડોસ પાડોશમાં ઉત્સાહથી પેંડા વેચી પણ આવ્યા હતા. ઘરમાં આનંદનું વાતાવરણ છવાયેલું હતું ન્યુઝ ચેનલ અને સ્થાનિક અખબારવાળા ઘરે વિવાનનો ઇન્ટરવ્યૂ લેવા પહોંચી ગયા હતા.  

‘બેટા,  ધોરણ 10 ની સફળતા માટે કોંગ્રેચ્યુલેશન્સ !  અને આ સફળતા માટેનું રહસ્ય શું છે ? ‘ વિવાનને એક મહિલા પત્રકારે પૂછ્યું.

‘મારી સફળતા માટે સૌપ્રથમ મારા મમ્મી પપ્પાની મહેનત અને તેમનો સંઘર્ષ તથા મારા ક્લાસના ટીચર્સ આદરણીય ગુરુજનો એને જે ગાઈડન્સ આપી તેના કારણે મને સફળતા મળી છે વળી દરરોજ સાત થી આઠ કલાકનું રેગ્યુલર રીડિંગ અને મોબાઈલ સ્ક્રીનથી દૂરી આ બધી બાબતને કારણે આ રીઝલ્ટ આવ્યું છે.’ વિવાને આત્મવિશ્વાસ સાથે ઉત્તર આપ્યો.  

‘વેરી ગુડ  બેટા !’  હવે આગળ શું કરવું છે ?’  

‘મારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવું છે.’ વિવાને આત્મવિશ્વાસથી ઉત્તર આપ્યો.  

‘થેન્ક્યુ એન્ડ વન્સ અગેઇન  કોન્ગ્રેચ્યુલેશન્સ..’

‘થેન્ક્યુ’

‘પપ્પા,  તમને એક વાત કહું ? મારે હવે બોમ્બે એજ્યુકેશન લેવું છે.  મારો ફ્રેન્ડ આરોહ પણ ત્યાં જાય છે અમે બંને સાથે કોલેજ કરીશું.’  

‘સારું બેટા,  આપણે એમ જ કરીશું. તારે મુંબઈ ભણવું છે ને તો તને મુંબઈમાં એડમિશન લઈ આપીશું.’ મનોજભાઇ વિવાનની સફળતાથી ખુશ થતાં બોલ્યા.  

અને વિવાનના પિતાએ મુંબઈની સારામાં સારી કોલેજમાં એડમિશન અપાવ્યું અને સીએના સારા ક્લાસીસ પણ જોઈન કરાવ્યા.  પાંચ વર્ષમાં વિવાને સફળતાપૂર્વક ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું અને સીએના ફાઇનલ યર બાકી હતું.  

‘ કેમ તમે આજે ટેન્શનમાં છો ?  શું કંઈ પ્રોબ્લેમ છે ? ‘   એક સાંજે કવિતાબેને તેમના પતિનો ચિંતાગ્રસ્ત ચહેરો જોઈ પૂછ્યું.  

‘ના હવે કંઈ નથી.’

‘હાસ્તો,  તમે ભલે ના કહો પણ તમારા ચહેરા ઉપરથી એવું લાગે છે કે તમને કંઈક ચિંતા છો છે જ બે દાયકાથી તમારી સાથે રહું છું તમારી ધર્મ પત્ની છુ મને કંઈ ખબર ન પડે એવું થોડું બને !’

‘કવિતા,  હમણાં હમણાં ધંધામાં બહુ મંદી ચાલે છે અને આ વખતે એરંડામાં ખાસુ નુકસાન થયું.’  

‘ એ તો ચાલ્યા કરે ! ધંધો હોય તો તેજી મંદી આવ્યા કરે.’  કવિતાબેન ધીરજ આપતા બોલ્યા.  

‘એમ નહીં પણ આ વખતે જરા વધારે મંદી છે હમણાં લાલ મરચામાં પણ થોડું વધારે નુકસાન થયું અને કાલે વિવાનના ફોન હતો એને એક લાખ મોકલવાના છે.’  મનોજભાઈ ચિંતિત થઈ બોલ્યા.

‘તમે કહો તો મારા મોટાભાઈ ને વાત કરું ?’

‘ના.. ના  સગા પાસે બને ત્યાં સુધી પૈસા ન મગાય હું કંઈક વ્યવસ્થા કરું છું.’

 

‘હેલ્લો  પપ્પા,  કેમ છો ?  મમ્મીને  કેમ છે ?’

‘હા બેટા મજામાં હો ,  તારી મમ્મી પણ મજામાં છે.’  

‘પપ્પા મારે કાલે લાસ્ટ ડેટ છે ફીની. ફી નહીં ભરાય તો રજીસ્ટ્રેશન નહીં થાય. ‘ વિવાન ચિંતિત થઈ બોલ્યો

‘તું ચિંતા નકર દીકરા,  કાલે તને પૈસા મળી જશે.’

‘શેઠ,  એક લાખના પાંચ ટકા લઈશ અને દુકાનના છાપા ગીરવે મુકવા પડશે જોરૂભા મૂછ પર હાથ ફેરવતા બોલ્યા.’  

‘ભલે બાપુ, પણ હું તો વહેલા ચૂકવી દઈશ.’

અનેક તકલીફો વેઠીને મનોજભાઈ અને કવિતાબેને પોતાના દીકરા વિવાનને સારામાં સારો અભ્યાસ કરાવ્યો અને તેના કારણે પુત્ર વિવાન ચાર્ટર્ડએકાઉન્ટમાં સફળ થઈ મુંબઈની મલ્ટીનેશનલ કંપનીમાં એકાઉન્ટ મેનેજરની સવા લાખ પગારની નોકરી મળી . દીકરો સીએ બની જતા મુંબઈની ધૈર્યા સાથે સગાઈ થઈ અને માત્ર ત્રણ મહિનામાં જ ત્યાં જ લગ્ન પણ થઈ ગયા.

‘સાંભળ્યું? મને તો હજી સપના જેવું લાગે છે આપણો વિવાન મુંબઈમાં મોટી કંપનીમાં નોકરી પણ લાગી ગયો અને પરણી પણ ગયો.’  કવિતાબેને મનોજભાઈને કહ્યું.

‘એ તો બધી ઈશ્વરની કૃપા છે.’

‘હાલો દીકરા વિવાન,  તારા પપ્પા હમણાં હમણાં બહુ બીમાર રહે છે અહીંથી બે ત્રણ વાર દવા લીધી પણ સારું નથી થતું અને ડોક્ટરે કીધું કે તેને રિપોર્ટ કરાવવા અમદાવાદ લઈ જવા પડશે તું આવી જા ને બેટા.  મારાથી પણ હવે બહુ કામ થતું નથી.’  કવિતાબેને વિવાનને ચિંતિત થઈ કહ્યું।

‘મમ્મી આ મહિનો તો મારે ઓડિટ ચાલે છે હું બિલકુલ નીકળી નહી શકું. આવતા મહિને કંઈક ગોઠવીએ.’  

 

‘ પણ બેટા તારા પપ્પાને બહુ તકલીફ છે.’  

‘તું ચિંતા નહી કર,  ને હા સાંભળ,  તારા એકાઉન્ટમાં પચાસ હજાર મોકલું છું ને રમેશકાકાને હું ફોન કરી દઉં છું તે પપ્પાને અમદાવાદ લઈ જશે અને રિપોર્ટ કરાવી મને કેજો અને હા વધારે પૈસા જોતા હોય તો કેજે ! ચાલો હું જરા કામમાં છું પછી વાત કરું.’   તેમ કહી વિવાને ફોન મૂકી દીધો.  

‘ શું કીધું વિવાને ?  એ આવવાનો છે ?’

‘ એણે ખાતામાં પૈસા મોકલ્યા ને કીધું કે કાકાને વાત કરી દઉં,  એ તમને લઈ જશે.’  

‘ક્યાંય નથી જવું મારે ! જુવાન દીકરો હોય તો બાપને કે’ દી કામ આવે ?  અને એ એવો તો કેવો મોટો માણસ થઈ ગયો કે મા બાપને મળવા પણ ન આવે ?  મને તો લગ્ન વખતે પણ એ જ્યારે અહીં આવ્યો અને ગેસ્ટહાઉસમાં રોકાયો ત્યારે મને ખૂબ જ ગુસ્સો આવ્યો પણ નવી વહુ હતી એટલે એને કંઈ કીધું નહીં.’  મનોજભાઈ આક્રમક થઈ બોલ્યા.

‘હવે છોકરા છે  એને કામ હશે ! તમે છોડો ને વાત જવા દો ને !’  કવિતાબેન શાંત પાડતા બોલ્યા.  

‘ સોરી ! તમે બહુ લેટ આવ્યા છો.  વડીલને કેન્સર આખા શરીરમાં પ્રસરી ગયું છે લાસ્ટ સ્ટેજ છે હવે માત્ર જે સેવા થાય તે કરો.’  ડોક્ટર શાહ ગંભીર થઈ બોલ્યા.  

‘કવિતા આપણો વિવાન કેદી આવશે ?  મારે એનું મોઢું જોવું છે મારે બીજું કંઈ નથી જોઈતું બસ મારા દીકરા વિવાનનું એકવાર મોઢુ જોવું છે.’  મનોજભાઈ કેન્સરથી પીડાતા દુઃખી થઈ રડતા રડતા બોલ્યા.  

‘ભાઈ વિવાન , રમેશકાકા બોલું છું તું ક્યારે આવે છે તારા પપ્પા હવે.. ‘.

‘સમજી ગયો કાકા,  હવે બસ માત્ર બે જ દિવસ આ શનિવારે ફ્લાઈટની ટિકિટ લઉં છું મારે બે જ દિવસ કામ બાકી છે.’  

‘પણ બેટા મોટાભાઈ તને મળવાની બહુ જીદ કરે છે કોઈનું માનતા જ નથી.’

 

‘તમને કહ્યુંને કે બે દિવસમાં આવું છું આમ મારી સામે વેવલા વેળા કરવાના નહીં અને ઓફિસમાં મારે બીજું કામ હોય કે નહીં રાખો ફોન ‘એમ કહી વિવાહને ગુસ્સામાં ફોન મૂકી દીધો.  

.’ભાઈ રમેશ તને એક સલાહ દઉં છું તારા દીકરાને એટલો મોટો માણસ ના બનાવતો કે એના માટે એના મા બાપ નાના લાગવા માંડે.  ને શેરની ભીડભાડની જિંદગીમાં ગામડાની માટીને સાવ ભૂલી જ જાય. હે પ્રભુ મારા વિવાનનું ભલું કરજે ! ને એને જગતનું બધું સુખ દેજે..!.    અંતિમ ઘડીએ મનોજભાઈ હે... રામ હે... રામ ને બદલે ‘હે.... વિવાન હે..... વિવાન એમ બોલી પુત્ર વિયોગમાં આંખો મીચી દીધી...

ભાઈ વિવાન રમેશકાકા બોલું છુ તારા પિતાનો કાલે રાત્રે સ્વર્ગવાસ થયો છે તને કેટલા ફોન કર્યા ? તને ખબર ના હોય તો કહી દઉં અને જે એશો આરામની નોકરી મળી છે તેમાં મારાભાઈએ વ્યાજે પૈસા લઈ તારી ફી ભરી છે’. ખેર એબધું જવાદે ! સાંભળ, આજે સાંજે પાંચ વાગ્યે સ્મશાન યાત્રા છે ભાઈ અમારાપર એક ઉપકાર કરજે તારા હાથે મનોજભાઇ ને અગ્નિદાહ મળશે તો એના આત્માને શાંતિ મળશે.  

‘પપ્પા......, આઈ એમ સોરી...! મને માફ કરીદો... મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ,. મમ્મી... વિવાન મમ્મીને ભેટી રડી પડ્યો.. મમ્મી હવે તને મૂકીને ક્યાય નહીં જાઉં અહિજ રહીશ આ ઘરમાં તારી પાસે......’ પપ્પા.., હવે હું પાછો આવી ગયો છુ.’’’ વિવાન રડતાં રડતાં પિતાને ગંગાજળ આપતા બોલ્યો.

 

                                                ***********