New world.. in Gujarati Moral Stories by orlins christain books and stories PDF | નવી દુનિયા..

Featured Books
  • കോഡ് ഓഫ് മർഡർ - 12 - Last part

    മുഖംമൂടിക്കുള്ളിലെ ആളെ കണ്ടു അവർ ഇരുവരും ഞെട്ടലോടെ നിന്നു.ഒര...

  • കോഡ് ഓഫ് മർഡർ - 11

    "എന്താ നിങ്ങൾ പറഞ്ഞത് അയാൾ എന്റെ ചേട്ടൻ ആണെന്നോ "സൂര്യ ഞെട്ട...

  • താലി - 7

             ഭാഗം 7വീട്ടിൽ എത്തിയപ്പോൾ അമ്മു ബ്രേക്ഫാസ്റ്റ് എല്ല...

  • കോഡ് ഓഫ് മർഡർ - 10

    "എന്താണ് സൂര്യ ഡെത്ത് കോഡ്. അയാൾ എന്ത് ക്ലൂ ആണ് നമുക്ക് നൽകി...

  • കോഡ് ഓഫ് മർഡർ - 9

      ഏതാനും മണിക്കൂറുകൾക്ക് ശേഷം ******************************...

Categories
Share

નવી દુનિયા..

વરસ ૨૦૫૦નું  છે. સ્થળ ભારતનુ કોઈ શહેર. અહી તમામ વાહનો સ્વયમસંચાલિત છે. બધા વાહનો એકબીજા સાથે વાતચીત કરી શકે છે. એ તમામ મોર્ડન આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સથી સજ્જ છે. એમાં કેટલાક જુના સાદા વાહનો પણ છે. શહેર કોઈ મોટું નથી. એ તો ભારતનાં  ખૂણાના છેડે આવેલું નાનો તાલુકો છે. એ મોર્ડન અને જુનવાણી બન્નેનો અનોખો સંગમ છે. એ ઘણા ગાંઠ્યા શહેરમાનું છે કે જેમાં હજુ સાદા વાહનો છે. એ આઈ  હજુ શરૂઆતના સ્ટેજમાં છે. હજુ એવા માણસો છે જેમને એ આઈ ટેક નથી ગમતી કે ઓછી ગમે છે. એમાં એવા જ માણસો હતા સીટી હોસ્પીટલમાં એમાં એમ્બ્યુલેન્સ એ આઈ સંચાલિત છે. દર્દીને લઈને આવે છે એમાં રોબોટ છે એ દર્દીને પ્રાથમિક સારવાર કરે છે. અહી હોસ્પીટલ ઈમેર્જેન્સી આગળ ઉતારે છે એને ટ્રેઈન સ્ટાફ દર્દી ચેક કરે છે અને તેને યોગ્ય સારવાર મળી છે કે નહિ એ ચેક કરે છે અને એને જરૂરી ચેક ડોક્યુમેન્ટ કરીને એને ડીપાર્ટમેન્ટમાં મોકલી દે છે. એમાં કામ કરે છે એક કાયમી રોબોટ અને બે નર્સ સ્ટાફ એમાં એક છે ઈશિતા જે ૧૦ વરસ થી કામ કરે છે અને બીજો છે અલ્પેશ જે ૨૦ વરસ થી કામ કરે છે બન્ને સુપર ઇન્ટેલ  છે રોબોટ કરતા પણ ફાસ્ટ છે કામમાં. એ રોબોટની પણ ભૂલ કાઢી લે છે. આ હોસ્પીટલ અર્ધ સરકારી છે સરકારી મુજબ સરકારીમાં આર એન્ડ ડી ને કોઈ સ્થાન ન જ હોય પણ આ બન્ને નું અલગ જ હતું બન્ને ૧૦ વરસ થી જોડે કામ કરતા કરતા બન્ને એ આઈની ભૂલો કાઢવા લાગ્યા હતા. 

હોસ્પીટલમાં એક એમ્બ્યુલેન્સ પ્રવેશી. એમાં એક રોબો હતો જે ગાડી જોડે વાતચિત કરી શકતો હતો. 

  " અરે કેટલા વાગ્યા છે ?  " રોબોએ  દર્દીને ઇન્જેક્શન આપતા અને લોહી ચેક કરતા ગાડીને પૂછ્યું. 

  " અરે ૯ વાગ્યા છે રાતના ...." 

 " ઓહ નો ....? " 

" કેમ શું થયું ? " 

" અરે , આજે પેલા બે નાલાયક ની ડ્યુટી હશે કાલે જ મને મેમો અપાવ્યો છે. આજે મેમો મળ્યો તો હું કોલ ઓફ થઈશ. " 

" અરે માણસ જ છેને ....એ ને ઉલ્લુ બનાવો સહેલો છે યાર ....ચીલ ....ઓય ગેટ ખુલી જા આજે મારો ભાઈ નહિ ઉતરે ગેટ  ઓટોમેટીક હતો. ..." 

" ના ઓટો બંધ છે ......ઉતર ......" ગેટ બોલ્યું 

" ના હવે ખુલ ને ........મોડું થાય છે ..." ગાડી છેક ગેટ સુધી પોહચી ગઈ. 

" ખુલી જા .....આજે તોડી નાખીસ " રોબો એ રાડ નાખી. 

" મને ખબર છે હતું કઈ કરીશ તો બહાર નહિ જઈ શકે ...... " 

" હા તો ખૂલ્લ હવે ...." રોબો બોલ્યો 

" તું ગયો ....." ગેટ ખુલતા ખુલતા  બોલ્યું. 

"ચલ જા જા ..........." ગાડી જોરથી અંદર ગઈ . ગેટમાંથી મેસેજ અંદર રૂમમાં ગયો

"મીસબીહેવ ...." 

"અરે યાર ..આજે ફરી ૦૦૩ મીસબીહેવ કરી છે ...આ ને શું કરીશું ...? "ઈશિતા નર્સ હતી પણ એન્ટ્રી પોઈન્ટ પર હતા એટલે એમને વધારાનું આઈટી નું પણ કામ કરવાનું હતું સરકારી હતું ને. 

" તો બ્લોકમાં નાખી દે ....." અલ્પેશ બોલ્યો. 

  " આ પ્રાઈવેટ છે જેવો બ્લોક કરીશું ઉપર થી ફોન આવી જશે ...." ઈશિતા બોલી. 

 "તું કરને ...બાકી જોયું જશે.  એક મિનીટ એને રેડમાં નાખ પોલીસ કરશે તું ચિંતા ન કર ઓકે ...." અલ્પેશ બોલ્યો. નિયમ એવો હતો કે હોસ્પીટલના એ આઈ વ્હીકલનું ધ્યાન હોસ્પીટલે જ રાખવું પડતું  હતું. ત્રણ ભૂલો પછી એને બ્લોક કરીને સરકારી લેબમાં મોકલી દેવાતું અને રેડને પોલીસ પકડીને લેબમાં મોકલી દેતી.  ગેટ ખુલી ગયો અને એમ્યુલેન્સ  અંદર પ્રવેશી. ઈશિતા એ જોયું. 

 " અલ્પેશભાઈ મને કઈક ગડબડ લાગે છે ? " ..ઈશિતા બહાર નીકળતા બોલી. દર્દીને લીધા પછી રોબોની બૂકમાં ચુપચાપ સહી કરી દીધી. એમ્બ્યુલેન્સ નીકળી ગઈ. ઈશિતા એ પોલીસમાં  જાણ કરી દીધી. બન્ને દર્દીને ચેક કરીને આગળ મોકલવાની કાર્યવાહીમાં પડી ગયા. 

***********************************************************************************************************

આ બાજુ  રોજ બસમાં અપ ડાઉન કરતો એક છોકરો જે કોલેજમાં હતો એ રોજ બસમાં જતો હતો એ એક પ્રોજેક્ટ ઉપર કામ કરતો હતો. એ પ્રોજેક્ટ એ આઈ ઉપર હતો એમની અલગ અલગ ફ્રિકવન્સી પર એમને ટેસ્ટ કરવાના હતા. એનો પ્રોજેક્ટના  લગભગ બધા સાધનો તૈયાર હતા. એને આજે ચેક કરવા લઇ જઈ  રહ્યો હતો. એને શું થયું એને તમામ સાધનો બહાર કાઢ્યા ફ્રિકવન્સી પર સેટ કર્યા. અને ચેક કરવા લાગ્યો. એને કઈ જોવા સંભાળવા મળ્યું નહિ છતાં પણ એ અવાજ એને રેકોર્ડ કર્યો. એને લેબમાં જઈને એને અમસ્તા જ અવાજમાં કન્વર્ટ કર્યો. એમાં એની બસ બાજુની બસ જોડે કઈક અલગ જ અવાજમાં વાતો કરતા જોવા મળ્યા. 

 " યાર આજે બહુ જ ટ્રાફિક છે .....નહિ ...." એની બસ બાજુ વાળી બીજી બસ જોડે વાત કરતી હતી. 

" હા યાર , બહુ જ આ રીક્ષા બંદ થઇ ગઈ હતી આ રીક્ષા પાછી આવી ઐર ટેક્સી બની ને ....બહુ જ નડે છે  " 

" હા યાર ,આ જો એકદમ બોગસ સીસ્ટમ છે ...." 

એ છોકરાને પેહલા  તો નવાઈ લાગી. પણ એને મઝા પડી. એ રોજ હવે વાતચિત સાંભળવા માંડ્યો. એનું નામ જીતું હતું. 

*********************************************************************************************************

પોલીસ જોડે એક વિચિત્ર કેસ આવ્યો. કોઇપણ કારણ વગર એકદમ ભરોસાપાત્ર ગાડી જે ગણાતી હતી એ હવામાંથી એકદમ વિના કારણે નીચે આવી અને એમાં બેઠેલા બે વ્યક્તિ મૃત્યુ પામ્યા. એની તપાસ કરી રહ્યા હતા ઇન્સ્પેકટર રેગન એ એન્જીનીયર હતા. એમણે લેબની મદદ લીધી ડેટા કાઢ્યો. એને બહુ જ વિચિત્ર ફ્રિકવન્સી જોવા મળી જે કોઈ દિવસ વાપરવામાં આવેલી જ નહતી. એમની ટીમ બહુજ આશ્ચર્યમાં મુકાઈ ગઈ. 

******************************************************************************************************--

આ બાજુ  તમામ બસ ડેપોમાં હતી. તમામ બસો ડ્રાયવરલેસ હતી. 

" શું આટલી ગંદી છે ? ગંદામાં બહુ જતી લાગે છે ? " એક રીચ એરિયામાં જતી બસ બોલી. 

" કેમ તારો વારો આવ્યો નથી એટલેને ...? હજુ નવી નવી છો ને એટલે .....જૂની થવા દે પછી જોજે ..." 

" હા નવી બધીનો પ્રોબ્લેમ જ એ છે કે એ બહુ સ્માર્ટ સમજે છે હજુ માણસો ને ઓળખતી નથી ...." એક બીજી બોલી 

" હા માણસ ને આવડે છે જ શું ,,,,? બહુ આપણ મશીન જોડે તો કરાવે છે ...." હજુ ત્રીજી બોલી. 

 " હા હવે ચલ ચલ બસ હવે બંદ હવે ભાષણ બાજી બહુ થઇ ...હું જાવ મારો સમય થઇ ગયો ...." પ્રથમ બોલી 

" હા ચલ હવે જા ...."  બીજી બોલી ...

" પોતાનાં જ ઠેકાણા નથી બીજાને કહે છે .." બધી હસવા લાગી. આ બધી સેમી ફલાયિંગ બસ હતી બહુ ઉડતી નહતી પણ બહુ ટ્રાફિક કે ઈમેર્જંસીમાં એને ઉડાડી શકાતી હતી. એ પણ કન્ટ્રોલ રૂમ માંથી ખાસ મંજુરી થી. 

શહેરમાં બહુ જ ટ્રાફિક જામ હતો. આવું ઇન્ટેલ સીસ્ટમ લાગ્યા પછી પહેલી વાર થયું હતું. 

 " ખબર નથી પડતી શું છે આ બધું ? " એક ક્યુટ ગાડી બોલી .

" પહેલી વાર જમીન પર ઉતરી લાગે છે ...." એક ટ્રક બોલ્યો. 

" હા તારી જેમ નહિ આતો ઉપરની મનાઈ છે એટલે નીચે આવવું પડ્યું તારી જેમ નહિ ....." વટથી કાર બોલી. 

" ઓહ તો નીચે ઉતર હવે તને શુ કોઈને પણ ઉડવાની મનાઈ છે ...." બસ બોલી. 

" ઓય હવે તમે મોટા બધા ખસો જગ્યા આપો.." એક નાનકડું સ્કુટર અંદર ઘૂસ્યું. 

" હવે તું કોણ છે ..? ક્યાંથી ઘુસ્યો બંદ છે બેસ છાનો માનો ...." ટ્રક બોલ્યો. 

" અરે યાર તમે મોટા બધા મારા થી હેરાન થયા છો ...?  વાહ મારાથી કોઈક હેરાન પણ થાય છે ...વાહ ...." 

" તારા થી કોઈ હેરાન નથી અહી આખું સીટી બંદ પડ્યું છે ....." એક સમજદાર જીપ  બોલી. 

" હા ..હવે પણ ખબર નથી પડતી કે થયું છે શું મારે તો ગેરેજમાંજવાનો સમય પણ થઇ ગયો છે જુઓને કેટલી ગંદી થઇ ગઈ છું. "

" હા વાસ પણ મારે છે ....ગંધાય છે ..." એક બીજી સુંદર ચમચાતી કાર બોલી. 

" યાર , કંટાળો આવી ગયો છે. " બસ બોલી. 

" તું કાર છે તને ખાલી ઘર અને ઘર થી ઓફીસ જ હોય. અમારે તો આખા સીટીમાં ફરવું પડે ...." બસ બોલી. 

" તમે લોકો તો ખાલી સીટીમાં જ ફરો છો હું તો ગામેગામ ફરૂ છું. તમે બધા નવી જનરેશનના છો હું જૂની નવી મિક્સ જનરેશનનો ......" ટ્રક બોલ્યો 

" સરસ જો આ એમ્બ્યુલેન્સને જવા મળે ગમે તે હોય ...કાશ આપણે એમ્બ્યુલેન્સ હોત ...." એ જીપ બોલી. 

" હા યાર ..ખબર નહિ આજે શું થયું છે ....? " કાર બોલી 

" હા યાર ..." 

" બસ બધી ચુપ હવે ચુપચાપ આગળ વધો. " એક ઉડતી કાર આવીને કમાંડ આપ્યો.

" શું હમણાં આગળ કઈ રીતે ??? " એક કાર બોલી.. 

" ના યાર , આમ ના જવાય , એ ખોટું છે ..." ટ્રક બોલ્યો. 

" ના કમાંડ છે ફોલો કરવાનો છે જ " ફરી ઉડતી કાર માંથી કમાંડ આપ્યો. 

એ કમાંડ આપ્યા પછી ગાડીઓ તૂટી પડી. સામસામે કેમ કે ચાર રસ્તા હતા મુખ્ય માર્ગ હતો. ચારેબાજુની તમામ વાહનો અથડાયા. ચારેય બાજુ હાહાકાર મચી ગયો. ઓટો એમ્બ્યુલેન્સ બંદ હતી. કોઈ ને સમજ જ નહતી પડતી કે શું થયું હતુ. ચારેય બાજુ લાશો પડી હતી ગાડી એકબીજા સાથે અથડાડતી હતી. કઈ જ ન હોય તો સામે કોઈ માણસ જોઈ જાય તો એમ નેમ અથડાઈ જતી. ચારેય બાજુ વિનાશ હતો સીટીમાં. કોઈને કઈ ખબર જ નહતી પડતી કે શું કરવું. પોલીસ કંટ્રોલ રૂમ માં ઈમેર્જેન્સી બેઠક ચાલુ થઇ. 

 " આ શું ચાલી રહ્યું છે ખબર પડે છે કઈ ...? " મુખ્ય અધિકારી બોલ્યા. 

" ના હજુ સુધી કઈ જ માહિતી નથી અમારા અધિકારીઓ કામે લાગેલા છે પણ હજુ કઈ મળતું નથી. " પોલીસ અધિકારી બોલ્યા. 

" હા સર એક કામ થાય એક પોલીસ ઓફિસર છે રેગન ને બોલવો એ એક મહીંનાથી આના પર કામ કરે છે .." 

" તો એ ક્યાં છે ? " મુખ્ય અધિકારી બોલ્યા. 

" એ ખબર નથી ....સર ...." એક અધિકારી બોલ્યા. 

" તો જાઓ બોલાવો ફાસ્ટ ...." મુખ્ય અધિકારી બોલ્યા. 

" હા સર ..."

" મને  એ ઓફિસર હાફ અવરમાં જોઈએ નાંઉ ,,," ગુસ્સામાં બોલ્યા. 

" હા સર ........." અધિકારી માત્ર એટલું જ બોલી શક્યા. 

" નાંઉ ....." વધારે ગુસ્સામાં બોલ્યા. 

 બધા ચુપચાપ બહાર નીકળી ગયા. આ બાજુ આ અકસ્માત થયા. એની જાણ રેગન ને થઇ એ પણ ત્યાં પહોચ્યા એમણે હાલત જોઇને એ આશ્ચર્યમાં  મૂકાઈ  ગયા. હાલત બહુ જ ખરાબ હતી હજુ પણ કંટ્રોલ રૂમમાં ફોન આવતા હતા અથડાવાના અને ગાડી દ્વારા ખૂનના. રેગન અને એની ટીમ આશ્ચર્યમાં મૂકાઈ ગઈ. એ બધા ટીમમાં બેઠા હતા. 

" સર , બધું જ બરાબર છે. પણ એક વાત છે સર અમે હોસ્પીટલ ગયા હતા. સીટી હોસ્પીટલ ...એમાં એમનો એન્ટ્રી સ્ટાફ છે ઈશિતા અને અલ્પેશ બન્ને ખબર હતી કે ગાડી એકબીજા સાથે વાત કરે છે ...." આરીફ બોલ્યો . 

" શું ગાડી વાત કરે છે ? " સોનમ એ ટીમનો સભ્ય હતી એ બોલી. 

" પણ એ શક્ય નથી ..કેમ કે એમાં એ કમાંડ જ નથી તો ....ગાડીમાં કોમ્યુંનીકેશન બંદ છે એ ... " રેગન બોલ્યા. 

" હા એ તો કંપની એ આપણને કહ્યું હતુ ને ...." સોનમ બોલી. 

" હા એ વાત અમે પકડી છે ..એ પણ કો ઇન્સીડેન્ટલી ...." આરીફ બોલ્યો. 

" કઈ રીતે ...? " રેગન બોલ્યા. 

" અમે સર એક દિવસ એક ગુનેગારનો પીછો કરતા કરતા અમે સીટી બસમાં પહોચ્યા ત્યાસ એક છોકરો કઈક રેકોર્ડ કરતો હતો સૌરભે એની જોડે વાત કરી અમને એમ કે અમને અમે કે અમને કઈ રેકોર્ડીંગ મળશે. અમને એ ખૂન નો ગુનેગાર તો ન મળ્યો પણ અમને એક આશ્ચર્યજન વાત જાણવા મળી કે ગાડી એકબીજા જોડે વાત કરે છે અમને પહેલા તો ભરોસો ન થયો એ છોકરાએ બધા રેકોર્ડીંગ સંભળાવ્યા. એ કોઈક પ્રોજેક્ટ પર કામ કરતો હતો. આ બધા રેકોર્ડીંગ. સૌરભ રેકોર્ડીંગ કાઢ ...." આરીફ બોલ્યો. 

" ઓકે બોલાવો એ છોકરાને અને એની ટીમ ને ...." રેગને કહ્યું. 

" સર હેડ ઓફીસથી ફોન છે તમને બોલાવ્યા છે ....." એક પોલીસમેંન આવીને કહ્યું 

" આરીફ સોનમ અને સૌરભ તમે આગળ તપાસ કરો હુ હમણાં આવું છું.." એમ કહીને રેગનસર નીકળીને હેડ ઓફીસ ગયા ત્યાં બધા મોટા માથા હતા. કલેકટર sp dig તમામ સ્થાનિક મંત્રી. રેગનને મીટીંગ બહુ ગમતી નહિ એટલે એમને મઝા તો ન જ આવી. 

" ઇન્સ્પેકટર રેગન , તમને ખબર જ હશે આજે શહેરમાં તબાહી ની સુનામી આવી છે. બહુ જ આઉટ ઓફ કંટ્રોલ છે. બધી જ ગાડી બધી જ ઓટો સાધનો આપણા કંટ્રોલમાં નથી. તમને કોઈક કડી મળી છે. શું વાત છે ? " 

" સર શહેરમાં કઈક થઇ રહ્યું છે એ વાત મને ખબર પડી પણ શું છે નથી ખબર .." 

" ઓકે તમારી જોડે આ સેન્ટ્રલની ટીમ છે સાનિયા અને જોય બન્ને , આજ થી તમે અને તમારી ટીમ એની જોડે કામ કરશે મને આ કેસ પર ફાસ્ટ પ્રોગ્રેસ જોઈએ જે કરવું પડે એ કરો તમામ પાવર તમારી જોડે છે. સાનિયા ઇન્સ્પેકટર રેગન છે. એમના નિવૃત થવાના માત્ર ૨ મહિના બાકી છે એ ચાર વાર સસ્પેન્ડ થઇ ચુક્યા છે મગજ હમેશા આઉટ ઓફ કંટ્રોલ છે. પણ હું તમને છૂટ આપું છું કે આ જે પણ છે એને પકડીને તમે એનો નાશ કરો. રેગન આ સાનિયા છે ips છે બે વાર ઇન્ટેલમાં જઈ ચુકી છે અને જોય કમાન્ડો છે. ઓકે " 

" સર ડોન્ટ વરી આ જે પણ હશે અમને એને ૨૪ કલાક પણ નહિ થવા દઈએ ..." રેગન બોલ્યા. 

" હા સર અમે રેગન સર વિષે ઘણું સાંભળ્યું છે આજે અમે લકી છીએ કે એની જોડે કામ કરવા મળશે..." 

" સર કોઈ માથું આવે તો શું કરવાનું ? " રેગન બોલ્યા.

" એ જ કરો જે રેગનને યોગ્ય લાગે આપણે ૬ કલાક પછી મળીશું ઓકે ..." કલેકટર બોલ્યા. 

 " ઓકે ....."

સાનિયા જોય બન્ને રેગનની જોડે એના ઓફીસ પર ગયા. ત્યાં બધું જ રેડી હતું. 

 " સોનમ શું પ્રોગ્રેસ છે ? " 

" સર હજુ ગાડીના એટેક ચાલુ છે હવે તો ઓટો લીફ્ટ અને બીજા ઓટો સાધનો પણ એટેક માં લાગી ગયા છે ..."

" સર , આપણે પહેલા આ એટેક રોકવા જોઈએ ...." જોય બોલ્યો. 

" હા પણ એના માટે આખા શહેર નો નેટ બંદ કરવું પડે એ શક્ય નથી ..." આરીફ બોલ્યો. 

"હા એ શક્ય તો નથી પણ કદાચ અઘરું પણ નથી ..એ આપણા હાથમાં નથી ને ..." સાનિયા બોલી. 

" એ જ કરવું પડશે ....." સૌરભ અંદર પ્રવેશ્યો. 

" કેમ શું થયું ...? " રેગન બોલ્યા. 

" હા સર , હજુ ગાડીના એટેક ચાલુ જ છે ...બધુ કોઈ કંટ્રોલ કરી રહ્યું છે .." સૌરભ બોલ્યો. 

" આ જોડે કોણ છે ? " રેગનસર બે છોકરાને જોઇને પૂછ્યું. 

" હા , આ પેલા બે છોકરાઓ છે જે પેલા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા એ ...છે " સૌરભ બોલ્યો. 

" ઓકે , એમની જોડે શું છે એ બતાવો ..." સાનિયા બોલી. 

" હા મેમ , એમની જોડે કેટલાક રેકોર્ડીંગ છે ..." સૌરભ બોલ્યો. 

એમણે એક પછી એક રેકોર્ડીંગ કાઢ્યા. બધાએ સાંભળ્યા એમાં બધા વાહનો એકબીજા જોડે વાત કરતા હતા માણસોની જેમ. બધાએ બે કલાક રેકોડીંગ સાંભળ્યા. 

" સર , આ બધામાં એક જ વાત સાબિત થાય છે આ બધા વચ્ચે કોમ્યુનીકેશન ચાલુ થઇ ગયું છે. પણ કંપની તો એમ કે છે કે એ કમ્યુનીકેશન ચાલુ નથી એ શક્ય જ નથી. આપણે નિષ્ણાત જોડે વાત કરવી પડશે. " 

" સાનિયા સૌરભ તમે લોકો કમ્પની જોડે વાત કરો. " રેગન સર બોલ્યા. 

" યસ , જોય તમે અને સોનમ સ્થળ પર જાવ અને જાતે જુઓ ખાસ પેલી ઈશિતા અને અલ્પેશની મુલકાત લેજો..."  સાનિયા એ કહ્યું. 

" આરીફ તું કંટ્રોલ રૂમ માંથી તમામ પર નજર રાખ કઈ પણ એવું લાગે તો જાણ કર ,,,," 

" ઓકે સર ,,." તમામ પોતપોતાની મંજિલ પર નીકળી ગયા. 

સાનિયા અને સૌરભ  બન્ને કંપનીમાં ગયા. ત્યાં ઘણી બધી વાત કરી. 

" મેમ , આ લોકો એ ઓપ્સન રાખ્યો છે પણ હાલ ચાલુ નથી એ તો ખબર પડી ગઈ." 

" હા , પણ કોઈકે એ ચાલુ કર્યું છે અને આ સીટીમાં એને અખતરો કર્યો છે એનો ઉપયોગ બીજે ક્યાય કરી શકે છે." 

" યસ , પણ એ કોણ હશે એ મોટી વાત છે ...." 

 આ બાજુ જોય અને સોનમ બન્ને હોસ્પીટલ ગયા. એમણે ઈશિતા ને અલ્પેશ જોડે વાત કરી. 

" મેમ , અમને છેલ્લા બે મહિના થી એમ્બ્યુલેન્સ માં કઇક વાંધા આવતા હતા. એ એવી રીતે બિહેવ કરતી હતી કે જાણે એબનોર્મલ હોય. લૂક આ વિડીઓ ..." એમણે CCTV બતાવ્યા. 

" હા અમે લોકોએ કેટલીય વાર વોર્નિંગ મોકલ્યા હતા. પણ કોઈ કાર્યવાહી નથી થઇ . " અલ્પેશ બોલ્યા. 

" ઓકે એના લાવ ...." જોય અને સોનમ બન્નેએ લેટર જોયા. 

" જોય ,આપણે વોર્નિંગ સ્ટેસન જવું જોઈએ ..." સોનમે કહ્યું. 

" હા ..."જોય અને બન્ને પોલીસ સ્ટેસન ગયા. ત્યાં રેકોર્ડ ભેગો કર્યો. 

 સૌરભ અને સાનિયા બધા પોલીસ સ્ટેસન ભેગા થયા ત્યાં ઘણું બધું જાણવા મળ્યું જેનાથી શરુઆત થઇ હતી અને જે થયું હતું એ તમામ ગાડી એક જ  કંપનીની હતી. 

" સર , જો આ જ કંપની હોય તો એની મેટ્રો પણ ચાલે છે ....." સાનિયા બોલી. 

" હા સર , એનો હેડ રોકી એ આઈટી એન્જીનીયર છે ..." સૌરભ બોલ્યો. 

" ઓહ એ જ આ બધું કરાવે છે ફાઈનલ છે ..." સોનમ બોલી 

" મને લાગે છે કે સૌરભ ની વાત સાચી છે કે પહેલા નેટ બંદ કરવું જોઈએ ...બધું જ મેનુઅલ થવું જોઈએ ...." જોય બોલ્યો. 

" હું સર ને વાત કરું છું ..." સાનિયા એ ફોન જોડ્યો. 

રેગનસર મીટીંગ માં જ હતા. 

'" સર હમણાં ને હમણાં બ્લેક આઉટ જાહેર કરો નહિતર્ અનર્થ થશે... તમામ ઓટો ગાડી સાધન બંદ કરો ...નાંઉ ...." 

" એ શક્ય નથી ઉપર થી મંજુરી મળશે જ નહિ. " કલેકટર બોલ્યા. 

" સર , એ નહિ થાય તો બધા જ મરી જશે કોઈ નહિ બચે .." રેગન બોલ્યા. 

" અમે વાત કરીએ છીએ પણ જોઈએ ...પેલો માણસ  પકડાયો કે નહી ..." 

" ના પણ અમારી ટીમ જાય છે ..." 

" તો એ કરો બાકી બધું આમારી પર છોડો ....તમે જઈ શકો છો ..." 

" ઓકે સર , " 

ટીમ ગઈ એ માણસને પકડવા પણ એને પોતાની જાત ને ઉડાડી દીધી. 

" સર બેડ ન્યુઝ છે પેલા માણસે પોતાને ઉડાડી દીધી છે ...." સાનિયા એ સ્થળ પરથી કહ્યું. 

" ઓકે એના સ્થળ પરથી કઈ મળ્યું ...? " 

" ના  સર કઈ જ નહિ પણ એતળી ખબર પડી કે પરીસ્થીતી બહુ જ ખરાબ થવાની છે એમ ....બ્લેક આઉટ કરવું જ પડશે ... " 

" સોનમ , જોય પાવર રૂમ ઉડાડી દો ...." 

" સર બહુ જ રિસ્કી થશે ...." સાનિયા બોલી 

"ભલે થાય કોઈના જીવ બચાવવા ખોટું કરવું પડે તો ભલે ...." 

" પણ સર ..ચાર છે ચચારેય ......." સૌરભ બોલ્યો. 

 " ટ્રેન ઉપડવાને ૧૦ મિનીટ છે જો એકવાત ટ્રેન ઉપડી ગઈ તો કોઈ નહિ રોકી શકે ખબર છેને ...." 

" હા સર ...." 

" હા તો કરો ......." 

 

રેગન અને એમની ટીમે ચાર સબ સ્ટેશન ઉડાવીને પાવર બંદ કર્યો તમામ બેક અપ બંદ કર્યા. સીટી ટોટલી બ્લેક આઉટ કરીને તમામ કનેક્શન કાપ્યા. ત્યારે શહેરમાં  શાંતિ થઇ.