સાંજનો ટાઈમ હતો, અંધારૂ થઈ ચુકયુ હતુ. શિયાળા અને ચોમાસા વચ્ચેનો સમય હતો. રાત જાણે કે દિવસનો પૂરેપરો નાશ કરીને પોતાનુ સામ્રાજ્ય ફેલાવવુ હોય એમ આગળ વધતી હતી. એક સુમસાન રસ્તા ઉપર એક મારુતિ ગાડી મધ્યમ ગતિએ જઈ રહી હતી. ગાડી ઉપર આગળ ડૉક્ટરનું ચિન્હ હતું અને અંદર એક યુવતી ગાડી ચલાવી રહી હતી. કદાચ એ યુવતી ડૉક્ટર હતી.
થોડે સુધી બધુ સામાન્ય હતું. અચાનક એક પુરપાટ જતી ગાડી ઓવરટેક કરીને આગળ ગઈ , જેવી થોડી આગળ ગઈ એમાંથી બે વ્યક્તિઓને ફીલ્મી સ્ટાઈલમાં રહીને ઊભા બીજી એક ગાડીને રસ્તા વચ્ચે રોકીને એ ગાડીના ચાલક પર તૂટી પડ્યા.
તેને જોઈને ડોક્ટરે પોતાની ગાડી બ્રેક મારી. ચાલકને મારતા જોઈને ડોક્ટરનું લોહી ઊકળી ગયુ. ગાડીમાંથી ઊતરી તે બુમ પાડી જોરથી ,
" છોડી દો એમને ...!"
પણ તે લોકો કઈ જ સાંભળવાના મૂડમાં ન હતા. તેઓ ગાડી ચાલકને સતત મારતા હતા અને કઈક પૂછી રહ્યા હતા, એમાં જ એ મશગુલ હતા. એટલામાં જ પેલી ડૉક્ટર યુવતી નજીક આવીને એક જણ ને જોરથી મુક્કો માર્યો. પેલો યુવક સમસમી ગયો. એ યુવકના ચહેરા પર નકાબ હતું.
" ચલ હટ , જા તારું કામ કર` .. " યુવકે ડૉક્ટર યુવતીને જોર થી ધક્કો માર્યો.
"છોડી દે નહીતર પોલીસને બોલાવીશ." ડોક્ટર યુવતી બોલી.
"જા બોલાવ તારી પોલીસને અમે એના પણ બાપ છીએ, જા તારો રસ્તો પકડ નહીતર મરી જઈશ." યુવતીને ધક્કો મારીને દુર હટાવી.
" સાલ્લા બદમાશ ....." ડોક્ટર યુવતીએ નજીક આવીને ફરીથી યુવકને ધક્કો માર્યો. એ દુર જઈને પડ્યો. બીજા યુવકને પણ ધક્કો માર્યો. એ પણ દુર જઈને પડ્યો. એનો લાભ ઉઠાવીને પેલો ગાડી વાળો ભાગી ગયો એ પણ ગાડી સાથે.
પેલો યુવક જે દુર હટાવતો હતો યુવતીને તેણે ઉભા થઈને બે તમાચા માર્યા, પેલી યુવતી બેહોશ જેવી થઇ ગઈ.
"ડોક્ટર છે તો ડોક્ટર બની જ રહો, પોલીસવાળી ન બન " એને પાછળ થી બીજા યુવકે બેહોશ કરવા માટે માથામાં ઘા કર્યો અને એ યુવતી બેહોશ થઇ ગઈ.
" આકાશ ચલ ....." મોના કાર લઈને આવી ગઈ.
" લેટ્સ ગો યાર લીવ ઇટ....."જોરથી એ યુવક ને કારમાં બેસાડ્યો. ડોક્ટર યુવતીને એની કારમાં નાખી.
****************************************************************
આ વાતને થોડો સમય વીતી ગયો. એ ડોક્ટરનું નામ સેજલ હતુ, તે મનોચિકિત્સક હતા. એ હમણાં જ અમેરિકાથી આવ્યા હતા.એમના કીલીનીક પર બે યુવક અને એક યુવતી એક નાનકડા છોકરાને લઈને આવ્યા હતા.લગભગ ૮ વરસનો હતો એ નાનકડો છોકરો. ન તો કઈ બોલતો હતો ન તો કઈ કરતો હતો ન તો રમતો હતો જીવતી લાશ જેવો હતો એ છોકરો.
“તમારું નામ?” ડોકટરે તપાસ કરતા પૂછ્યું.
“તરૂણ , આ છે અવિનાશ અને વીણા, આ છે મેહુલ, આમનો સન, એકસીડન્ટ પછી આ..હાલતમાં થઈ ગયો છે જીવતી જાગતી લાશ.”
“એવુ તો શું જોઈ લીધું એણે? કંઈ આઈડીયા છે?”ડોકટરે પૂછતા કહ્યું.
“એક્ચુઅલી, અમને પણ ખબર નથી, એ સ્કૂલથી આવતા રસ્તામાં બેહોશ પડયો હતો. અમને પોલીસે જાણ કરીને કહ્યું, તેના પછી આ આમ જ છે. પોલીસે કહેલું કે કોઈ એક્સીડન્ટ જોયું છે"તરુણ બોલ્યો.
ડો. સેજલ ને કંઇક શંકા ગઇ, કેમકે એવું અવિનાંશ અને વીણા કહેવાતા મા-બાપ ચહેરા પરથી એકદમ યંગ હતા, લાગતુ ન હતુ કે એ મા-બાપ હશે, અને બધા સવાલોના જવાબ આજ યુવક તરૂણ જ આપતો હતો, અમને બોલવા પણ દેતો નહોતો, પછી ડો. સેજલે વિચારીને કહ્યું
“ તમે ઘટના વિશે કંઇક કહી શકો?”
“ના-“
“જો પોલીસ ઇન્સ્પેકટર જોડે મારી મુલાકાત કરાવો તો?”
“ડો. તમારે ઈલાજ કરવાનો છે ધટનાથી શું લેવા દેવા છે?” તરૂણ સવાલોથી અકળાયો.
“જુઓ જ્યાં સુધી તમે માંરા સવાલોના યોગ્ય જવાબ નહી આપો તો હું દવા નહી કરી શકુ, અને આમ પણ તમે ત્રણેય આના માં બાપ જેવા જરાય નથી લાગતા, so, Tell me truth, નહીંતર, હું પોલીસને બોલાવુ છુ” ડોકટરે કહ્યું.
“શેનુ Truth, અને શેની પોલીસ " યુવતી બોલી,” આ મારો દીકરો છે”
“મને તો કોઈ એંગલથી નથી લાગતું” ડોક્ટર શાંતિથી બોલ્યા.
તરુણે સટાક દઈને તમાચો લગાવી દીધો.
“ તું દવા નહી કરે એટલે, બીજા ડોક્ટર નહી મળે એમ પોતાની જાતને મહાન સમજે છે. તારા જેવી તો કંઇક જોઈ..” તરૂણ ઊભો થઈ ગયો.
“ચલ અહીથી, તું” અવિનાશ એને પકડીને લઈ ગયો,
“Get lost” સેજલે બૂમ પાડી,
ત્રણેય ગાડીમાં બેસીને જતા રહ્યા.
" આકાશ તે જાતે જ કહ્યું હતું કે કોઈ ગુસ્સો નહી કરે અને તું ..? કેટલી મુશ્કેલીથી સારી ડોક્ટર શોધી હતી. તે બાજી ફેરવી નાખી." યુવતી બોલી.
“તો શું કરું બક – બક કરતી હતી, હું સાંભળી લઉં? પોતાને ગમે તેમ બોલી ગઇ એતો ઠીક એને આની પર શક રાહુલ પર શક કર્યો “ અને આકાશ ગુસ્સાથી તપતપતો હતો.
“આકાશ, અવિનાશ, એક વાત કઊ..? મોના બોલી.”
“હા બોલ!”
આ એજ ડૉક્ટર છે જેમણે એ રાત્રે ચંદનગુરુને ભગાડ્યો હતો, તમને બંનેને ધક્કો માર્યો હતો. પેલી મારુતિં 800 વાળી ડો. યુવતી, મે એની ગાડી એની ક્લિનિક જોઈ હતી, કદાચ આપણનને જોઈ ઓળખી લીધા હોય ?”મોના બોલી.
“કદાચ ...” અવિનાશ બોલ્યો.
“તો પછી બીજો દાવ આજમાવવો પડશે, આનો..”. ગન કાઢતા આકાશ બોલ્યો..
આ બાજુ સેજલ સમસમી ગઈ પણ એને તરૂણનો અવાજ તે રાતે વ્યક્તિઓના અવાજ જેવો જ લાગ્યો,એ વિચારમાં ડૂબી ગઇ આવ્યું કે
“શું એ લોકો ખરેખર એ છોકરાઓે ઈલાજ માટે આવ્યા હશે? કે પછી તે દિવસે હું એમને જોઈ ગઇ એટલે મને ઓળખવા અને કદાચ મારવા.. ઘટના વિશે છાપવામાં વાચ્યું હતું અને એ પછી ચંદનના ગુમ થવાના સમાચાર પણ સાંભળ્યા હતા. .એ ઊંડા વિચારમાં ડૂબી ગઇ...એને થોડોક ડર પણ લાગ્યો.
***************************************************************************
એક મકાન માં ત્રણેય જણાય રહેતા હતા, અવિનાશ, મોના આકાશ નાનકડો રાહુલ કે જેનું બીજું નામ મેહુલ હતું.
એ નાનકડો છોકરો જીવતી લાશ જેવો હતો , એની એ લાશ જીદગી પાછળ ખજાના જેવું રહ્યું હતું, જેને પામવા માટે આ ત્રણેય પોતાની જીવ જોખમમાં મૂક્યો હતો.
થોડા દિવસો પછી મોનાએ કહ્યું
“આ રાહુલની હાલત ખરાબ થતી જાય છે, અને તાવ ઉતરતો નથી, હવે તો ખાવાનું પણ ઓછું કરી દીધું છે...”
“હા આકાશ, આ બીજી દોડધામમાં તો આનું ધ્યાન નથી રાખતું યાર કઇક તો કરવું પડશે...” અવિનાશ બોલ્યો.
“આપણું એક કામ કરીએ તો, ફરીવાર ડોક્ટરને મળીયે તો...?” આકાશ બોલ્યો.
“હા, પણ ક્લિનિક પર નહિ, બીજી કોઈ જગ્યાએ .” – ‘’અવિનાશ બોલ્યો.
“હા, આકાશ.. સાચી વાત છે..” મોનાએ બોલી.
“OK, મારે મારી માહિતી મુજબ, તે રોજ શિવજી ગાર્ડનમા જાય છે સાંજના ટાઈમમાં , તમે બન્ને મળજો , વાત કરજો જો ના માટે તો......... આપણે બીજી દાવ હું અજમાવીશ , પણ તમે બન્ને શાંતિ થી વાત કરવાનો પ્રયત્ન કરજો...Ok..” – આકાશ બોલ્યો.
“Okay….બોસ ” બન્ને બોલીને નીકળી ગયા.
********************************************************
સાંજના સુમારે જ્યારે શિવાજી ગાર્ડનમાં ડૉ.સેજલ હતા ત્યારે અવિનાશ અને મોના એમની પાસે ગયા. ઘણી બધી વાત કરી, માફી માંગી, વિનતી કરી, પરંતુ ડૉ. એકની બે ન થઈ એ ન જ થઈ . આ વાત આકાશ રાહુલ સાથે દૂર થી જોતો હતો. પછી તે નજીક આવ્યો. રાહુલને મોના પાસે મુક્યો , અને એણે ગન કાઢીને સામે મૂકી અને બીજી બાજુ કોરો ચેક મૂક્યો.
“ડૉ. ઇલાજ કરવાના જેટલા રૂપિયા થશે એ બધા હું આપીશ, નહી કરો તો આ ગન છે...”
“આવી ગયો ને હલકટા પર....., મને ખબર જ હતી, તારા જેવા નીચ માણસ આજ કરે.. ચુપચાપ અહીથી જતા જ રહો નહિતર પોલીસ ને જ બધું કંઈ દઈશ. કંઈ દઈશ કે તમે એક મૂંગા છોકરાનું અપહરણ કર્યું છે...” સેજલ ગુસ્સામાં બોલી..
“આકાશ ચલ.....” અવિનાશ બોલ્યો એટલામાં જ ગોળીઓ વરસાવા લાગી, આકાશ અવિનાશ એને મોના મહામુસીબતે ગાડી સુધી ગયા રાહુલને લઈને, આકાશે પેલી ડો. સેજલને પણ ગાડી સુધી પહોંચાડી, એવા દ્રશ્ર્યો જોઈ ચૂપચાપ ગાડી માં બેસી ગાડી ભગાડી મૂકી.
આ ઘટનાના એક બે દિવસ પછી , રવિવાર નો ટાઇમ હતો, સુમસાન દરિયાકિનારે ડો.સેજલ ફરવા આવી હતી. એ રેતીમાં નીચે બેઠી ત્યાં કોઈ એની જોડે આવ્યું અને બોલ્યું.
“Good evening madam,”
– “કોણ " સેજલે નજર કરી ”તમે,__તું..? ” સેજલના મો પર ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો.
“હા, Don’t worry – મારે ફકત બે મિનિટ જ કામ છે..." આકાશ બોલ્યો.
“મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. sp PLEASE મને એકલી મૂકી દો જાવ અહીંથી...”ડો.સેજલ ગુસ્સામાં બોલી.
“Plz, એક વાર મારી વાત સાંભળો..........” આકાશના અવાજમાં શાલીનતા અને નમ્રતા હતી.
“મને ખબર નથી તમે કોણ છો ? શું છો ? પણ એક વાત ખબર છે કે તમે બહું જ ખરાબ વ્યક્તી છો. તમે એ જ છો ને જેને ચંદન ગુરુને રાત્રે મારતા હતા અને એ જ છો ને તમે જેને મારા માથા પર ફટકો માર્યો અને મને લાફો માર્યો.. ???? .” સેજલ હજુ ગુસ્સામાં હતી.
“હા હું એજ છું, પણ એ બધું કેમ કરું છું, શું કરું છું એ IMP નથી , IMP એ છે કે રાહુલ પેલા નાનકડા છોકરો.... PLZ…..” આકાશ શાંતિથી વાત કરી રહ્યો હતો.
“તમે જ્યાં સુધી આવું નહી કહો, ત્યાં સુધી હું દવા નહી કરું, That’s Final….” સેજલ મક્કમતાથી બોલી.
“એ મરી જાય તો પણ નહી.....? જો મરી જશે તો અમારી બધી જ આશાઓ પર પાણી ફરી વળશે, plz….. ….. જો મરી જશે તો હું કોઇ દિવસ મરી જાતને માફ નહી કરી શકું, Plz….” આકાશ ની આંખમાં આસુ આવી ગયા હતાં, પ્રથમ વખત એ વ્યક્તિની આંખમાં આંસુ જોયા હતા. દર વખતે એની આંખમાં ખુન્નસ અંને ગુસ્સો જોતી હતી.
“ok, હું કરીશ તમારી Help પણ તમારે બધું j સાચું કેહવુ પડશે....” સેજલ આંસુ જોઇને ઠંડી પડી.
“હા, મને વચન આપો કે તમે કોઈને કંઈ જ કહેશો નહીં., હા મારા વિશે તમને નહી કહું, માત્ર રાહુલ વિશે બધું સાચું કહીશ. Okay મંજૂર...? " આકાશ બોલ્યો.
“Okay, મંજૂર છે..” સેંજલને દવા રાહુલ ની કરવાની હતી તો આકાશ કે બીજા કોઈ થી મતલબ ન હતો. પછી આકાશે રાહુલ વિશે તમામ વાતો કહી.
" ઓકે તમે એ ઘટનાં જોઈ હતી ?? "
" ના પણ રાહુલે એ ઘટના જોઈ છે અને હત્યારો કોણ છે એ પણ જોયું હતું. એટલે જ તો એને લઈને નાસતા ફરીએ છીએ."
“Ok, તે દિવસે ગોળીબાર કર્યો એ કોણ હતા.......?”
“એ બીજા હતા....”
“Ok, તો આકાશ, તો અત્યારે રાહુલ ક્યાં છે.....?”
“ઘરે છે,”
“Ok, તો ચાલો ચેક કરી લઉં...”
“Ok… પણ મરી જોડે કોઈ ગાડી નથી, ટેક્સી માં જવું પડશે...”
“Ok Don’t worry…”
બંને ઘરે પહોંચ્યા. ઘર આકાશ કરતા બધું રહસ્યમય હતું, અંદર કોઈ ખાલી સામાન હતો નઈ..!
“શું થયું, ડૉ...? "
" હાલની સ્થિતિ અગાઉ કરતાં વધુ ગંભીર બની ગઈ છે. આઘાત વધી ગયો છે અને બીક પણ. તમારે એક કામ કરવું પડશે ”
“શું...ડૉ..?”
" પ્રથમ તો એની આગળ કોઈપણ પ્રકારની ગન કે મારામારીની વાતો ન કરો અને એને ઘર જેવું વાતાવરણ આપો. જેમકે તમે તેના પપ્પા છો, તે તમારી જોડે સેફ છે એવું. બીજી વાત જો તમેં શક્ય હોય તો એ બધી વસ્તુ થી દુર રહો અને બીજું કે કાલે એને CT SCAN કરાવવું પડશે, મારા ક્લિનિક પર લઈ આવજો, સવારે વહેલા આવજો, હા, તમે એડ્ડ્રસ પર આવ્યા હતા તેજ એડ્રેસ પર આવજો....Ok”
“OK……..”
“તો હું રજા લઉં..”
“OK….”
પછી, ડૉ. ગયા પછી વિચારતી હતી કે , ખરેખર આ સાચું હશે ? પણ આકાશ ની આખો ઘણું બઘુ કહી જતી હતી.
*********************************************************
બીજે દિવસે, આકાશ રાહુલને લઈને ડો.ના કલીનિક પર ગયો,. પણ ત્યાં, ડૉ. જરૂરી તપાસ ક૨તા હતા, આખો દિવસ એમાં વીતી ગયો,
“આકાશ, તમે આને લઈ જઈ શકો છો.” ડોકટરે ચેકઅપ પછી કહ્યું.
“પણ આ સારો તો થઇ જશેને...?” આકાશની આંખમાં નિરાશામાં હતી.
“હા, માંરી જવાબદારી છે, પણ મે કહ્યું હતું, એટલું તો કરવું જ પડશે. અને આગળ પણ રાહુલ માટે હું જે કહું તે કરવું પડશે, બસ....અને થોડી ધીરજ રાખવી પડશે....” ડો.એ આકાશની આંખમાં નિરાશા જોઈ.
“Okay, મને મંજૂર છે, પણ ફિસ...?” આકાશને થોડી આશા જાગી.
“એ હું દવા પૂરી થયા પછી કહીશ હમણાં નહી. હા, તમારે અહી રોજ આવવાની જરૂર નથી, હું જાતે જ આવીને ચેક અપ કરો જઈશ, okay..” ડો. થોડી વધારે આશા આપી.
“Okay, પણ હમણાં મે રૂમ ચેન્જ કરી છે તેથી આવતા પહેલા મને જણાવી આપજો...”
“કહી વાંધો નહિ, હમણાં ચાલો આમેય હું દૂર જાઉં છું, ત્યાંથી રૂમ પર થઈને જઈશ..”
“Okay…”
પછી ડૉ. અને આકાશ ત્રણેય નીચે આવ્યા
“તમે ગાડી ચલાઓ હું અને રાહુલ બેસીએ છીએ..” ડૉ. કહ્યું.
"પણ--"
"Don't worry, Plz- Sorry ..... મેં તમને કહ્યું હતું કે ......."
"Sorry. ...."
સામે રસ્તે રાહુલ ડૉ. સાથે એકદમ શાંત હતો, કદાચ અને આરામ લાગતો હતો. આકાશે ગાડી એક અપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરી. ત્રણેય અંદર ગયા, પછી સેજલે જમાવાનુ બનાવનાર રામુકાકાને જરૂરી સૂચના આપી, રૂમને એમની મરજી પ્રમાણે કરાવો, રાહુંલને પોતાના હાથે ખવડાવવું, અને સુવડાવ્યો.
"આકાશ, હું રજા લઇશ..."
"OK, હા, thanks, ચાલો હું, નીચે સુધી મૂકી જાઉં..."
"ચાલશે...”
"ના, ચાલો, તમે મારી જવાબદારી છો .." પછી, "આકાશ, ડૉ, ને નીચે ગાડી સુધી મુકી ગયો.
ડૉ. સેજલનો રોજનો ક્રમ થઈ ગયો, સવારે વહેલા આવવું, 9 વાગ્યા સુધી રાહુલ જોડે સમય વિતાવવો , દવા આપવી અને જુદીજુદી ટ્રીટમેન્ટ , અને પાછા સાંજે પાછા આવવું, રાતે 9 વાગ્યા સુધી બેસવું. આકાશે પણ સર્પૂણ કામગીરી અવિનાશ,મોના પર છોડી દીધી હતી , મોના અને અવિનાશ પણ આકાશ જોડે ટાઈમ વિતાવતા, પણ ખાસ ધ્યાન રાખતો એની આગળ કે ઘરમાં વાત ન થાય.બધા રાહુલ પાછળ લાગી ગયા.
એક દિવસ ટેબલ પર પડેલો કાગળ ડો.સેજલના હાથમાં આવી ગયો, તેમાં લખેલું હતું.
"મિશન પૂરું કરો." સાંજે જ્યારે રોજના ક્રમ મુજબ સેજલને મુકવા નીચે ગાડી સુધી ગયો ત્યારે ડો.સેજલે લેટર આપતા કહ્યું, "આકાશને, આ તમારો લેટર, સોરી મેં વાંચ્યો હતો, બહુ ખાસ નથી બે જ શબ્દો લખ્યા છે, અને તમારો ફોન પર રાત્રે વાત સાંભળી હતી. તમે શું કામ કરો છો એ તો ખબર નથી મને, પણ i think તમે આત્યારે મૂશ્કેલીમા છો, તેથી એટલું જ કહીશ કે રાહુલની ચિંતા માંરા પર છોડી દો, તમે તમારા કામ પર ધ્યાન આપો.."
"Thanks for it..."
"It's okay, Good night...." એમદમ સ્મિત સાથે કહ્યું.
" Good Night " આકાશ ક્યાય સુધી તેને જોતો રહ્યો...
*************************************************************
"આકાશ બોસનો ફોન હતો કે આ વાત જેમ બને એમ જલ્દી પતાવી પડશે, રાહુલની ટ્રીટમેન્ટ થાય ત્યાં સુધી પેલી વાત પતાવી દેવી પડશે... .. " મોના બોલી,
"હા, આકાશ મોનાની વાત સાચી છે." અવિનાશ બોલ્યો, ધડીકભર આકાશ એ બન્ને સામે જોઈ રહ્યો, અને કહ્યું,"તો લોકોએ અત્યાર સુધી શું કર્યું? મે તમને બન્નેને અવની મર્ડર કેસનું કહ્યું હતું ને ? , અને રાહુલને તો હું સંભાળી રહ્યો છું ને..?તમારે તો ફકત એની તપાસ જ કરવાની છે ને ? , અને એ માટે તમને, બન્ને જે જોઈએ બધું જ આપ્યું છે, અલગ ફ્લેટ, ગાડી, તમામ સગવડો છતાંય તમે..."
"આકાશ આપને ત્રણેય ટીમ છીએ એકબીજા વગર કામ કરવું મુશ્કેલ છે.." મોના વચ્ચે બોલી,
"મોના, એ તો તમારુ બહાનું છે, હકીકત તો એ છે છેલ્લા એક મહિનામાં તમારે બને જણે ઈશ્ક ફરમાવ્યા સિવાય કંઈ જ કર્યું નથી..." આકાશ ગુસ્સામાં બોલ્યો..
"સ્ટોપ ઇટ, આકાશ એ વાત સાચી છે કે We Love But અમે કામ પણ કરીએ છીએને.." અવિનાશ બોલ્યો,
"કામ શું કામ કર્યું. છે ...?? " આકાશ ફરી ગુસ્સામાં બોલ્યો.
“આકાશ તુ શક કરે છે?” અવિનાશ બોલ્યો.....
“શક નથી, સાચી વાત કહું છું, મને મોના સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. મહિના પહેલા હજુ જ્યાં હતા, ત્યાંના ત્યાં જ છીએ.” આકાશના આવજમાં હજુ ગુસ્સો હતો.
“મને એમ કે ને હું મોનાને પ્રેમ કરું છું.. તને ગમતું નથી એના વગર.....” અવિનાશ હવે ગુસ્સામાં બોલ્યો..
“જસ સ્ટોપ...નહિતર...” આકાશે ગુસ્સામાં ગન કાઢી.
“ગન માંરી જોડે પણ છે...” અવિનાશે પણ ગન કાઢી..
“ડ્રોપ યોર ગન....” પાછળથી અવિનાશને ગન બતાવતા મોના બોલી.
“મોના... તું .” અવિનાશ આશ્ચર્ય સાથે બોલ્યો.
“ મિશન પહેલા, પ્રેમ પછી, ગન મુકી દે, અહી આકાશ ચિફ છે, અને બોલવાનો હક છે. તો ગન મુકી દે...” મોનાએ ગન અવિનાશ પર મૂકતા કહયું.
“મોના બસ, રીલેક્સ.....” આકાશે શાંતિ પડતા કહ્યું.
“આકાશ, વાત એમ નથી કે અમેં કામ નથી કરતા, પણ વાત પેલા ટેક્સી વાળાથી આગળ વધતી જ નથી....” મોનાએ કહ્યુ,
“આના મગજમાં કંઈ નહી ઊતરે રેવા દે. એતો ચીફ છે. આપણે તો નોકર છીએ. પેલી ડોકટરે કહ્યું કે વાત બંધ કરો તો આણે કરી દીધી, ગન ....મૂકી દો તો ગન મૂકી દીધી ...વાહ ........” અવિનાશ ગુસ્સાથી બોલ્યો.
“તું ચુંપ રહીશ..... “ મોનાએ કહ્યું.
“એમાં ડોક્ટરને કેમ વચ્ચે લાવે છે ? એમણે રાહુલ માટે સારૂ જે કર્યું છે એ સારું જ કર્યું છે ... હું તમને મદદ તો કરું છુ ને હું ક્યાં બેસી રહ્યુ છું...” આકાશ વાત શાંત પડતા બોલ્યો...
“ હા , તું તો રાજા હરિશ્ચંદ્ર છે ....ને .....” અવિનાશ ગુસ્સામાં બોલ્યો.
“OK, રિલેક્સ પ્લાન ફરીથી ગોઠવીએ ....” આકાશ બોલ્યો.
આ વાતો ચાલતી હતી એટલામાં રામુકાકા નો ફોન આવ્યો, કે ડૉ.મેડમ આવ્યાં છે.
“આકાશ તારા સમાચાર આવી ગયા...” અવિનાશ બોલ્યો
“OK, By Guys, હું આવું થોડીવારમાં..” પછી ઊઠીને એના ફ્લેટમાં ગયો.
રાબેતા મુજબ ડો. રાહુલની રૂમમાં હતા. રાહુલ રોજ કરતા મોડો સુતો હતો, આકાશે ઘડિયાળમાં જોયા તો 10:30 વાગ્યા હતા.
“ચાલો, તો હું હવે રજા લવ” ડો.સેજલે સ્મિતસહ કહ્યું.
“Ok ચાલો હું નીચે સુધી મૂકી જાવ”
“રોજ રોજ એવી તકલીફની કોઈ જ જરૂર નથી હું જતી રહીશ..”
“ના તમે અહીં આવો છો, તો તમને સાચવવાની જવાબદારી મારી છે...તમે ધારો છો એવું બધું સરળ નથી”
“હા, એ તો મને ખબર જ છે પણ છતાંયે ...”
“Relax ... ચાલો...”
“તમે નહીં માનો એમને ....?”
“ના હું જીદ્દી છું અહીંનો બોસ પણ..”
“Ok બોસ..”પાછી ડો હસ્યા, આકાશને એ સ્મિત વધારે ગમી ગયુ પછી એ બંને નીચે આવ્યા.
“આજે ગાડી નથી લાવ્યા?” ગાડી ન જોતા આકાશે પૂછ્યું.
“ના ગાડી ગેરેજમાં છે બપોરે ખરાબ થઈ ગઈ હતી...”
“Ok, તો ચાલો આગળથી Texi મળી જશે”
“ના હવે હું જતી રહીશ..”
“ચાલોને, આગળ મારે પણ થોડું કામ છે થઈ જશે..”
“તો તો સરસ, બાકી મારી સાથે આવવાની અને તકલીફ કરવાની કોઈ જ જરૂર નથી..”
“એવું કંઈ નથી.... રાહુલ વિશે શું કહી શકશો ? કે એ ક્યારે સારો થશે ? અને એ આઘાત માંથી ક્યારે બહાર આવશે?”
“રાહુલને મારી મહિનાની ટ્રીટમેન્ટથી થોડો ફેર પડ્યો છે, તમને મેં જે કઈ કહ્યું અને કર્યું એમાં એની રિકવરી પણ વધી છે, બસ જો આમ જ, ચાલુ રહ્યું તો ૨મહિનામાં સારું થઈ જશે,.. Don’t Worry,…”
“તમે છો એટલે મને એની ચિંતા નથી....” આકાશ બોલ્યો,
“Thanks, એક વાત પૂછું ? “
“હા, પૂછો ને....?
“તમને હું ઘણા દિવસથી રિમાર્ક કરું છું કે તમે કંઈક ટેન્શનમાં છો...?”
“હા,થોડું ઘણું છે...”
“જો પર્સનલ ન હોય તો મને કહી શકો છો, જો હું કદાચ હેલ્પ કરી શકું... તમારા કામનું કે કેસનું કઈ ટેન્શન છે...?? ”
“કેસનું ... ” એ શબ્દ સાંભળી આકાશ બોલ્યો અને સામે જોયું.
“સોરી, મેં આ વાત તમારી અને તમારા ફ્રેન્ડની થોડીગણી વાતો સાંભળી હતી. અને કાલે ફોન પર વાતો કરતા હતા, એ પર થી લાગ્યું કે....” આકાશની નજર જોઇને થોડીક ડોક્ટર ગભરાઇં.
“હા, એનું ટેન્શન છે...” આકાશે એની સામે જોઈને કહ્યું.
“શું.....?”
“જયારથી મેં રાહુલ તરફ ધ્યાન આપવાનું શરૂ કરયુ છું,, તો હું કામમાં ધ્યાન નથી આપી શક્યો... મને એનાથી કામનો ભાર માર મિત્રો પર છે....એટલે ...અને બીજું કે, લગભગ મહિનાથી, મારું કામ લગભગ ઠપ્પ થઈ ગયું છે. વાત ક્યાય આગળ વધતી જ નથી.... એટલે જો રાહુલ થઇ જાય તો, હું કામમાં વધારે ધ્યાન આપી શકુ... અને પાછું ઉપરથી પ્રેશર પણ વધારે છે, કામ જવાબદારી જલ્દીથી પૂર્ણ કરવાનું...”
“એટલે મને પેલો લેટર...”
“હા ...”
“તમે એક કામ કરો રાહુલની જવાબદારીને મારા અને રામુકાકા પર છોડી દો, તમે તમારો કેસ પર ધ્યાન આપો. જુઓ હું તમને વધારે તો નથી જાણતી પણ મને લાગે છે કે તમે જે કંઈ કરી રહ્યા છો તે સારું અને યોગ્ય છે, I Hope કે હું ખોટી નથી “
“Thanx…ઘણા દિવસો દરમ્યાન કોઈને સારું કહ્યું, નહીતર અહી તો ગાળો સિવાય કઈક જ નથી મળતું...” આકાશ ફિક્કું હસ્યો..
“મને તમે લોકો જોડે મહિનો થયો છે, તો એટલુ તો હું ડૉ. તરીકે ઓળખી શકું ને...?”
“હા, પણ આપણે વાતોમાં ક્યાંય સુધી આવી ગયા...”
“ અરે ... હા....આ તો મારી સોસાયટી પણ નજીક આવી ગઇ....”
“That’s Good… “
“Sorry તમારે આટલું બધું ચાલવું પડ્યું...”
“It’s ok, આમેય પોતાનાંની જોડે ચાલતા હોઈએ તોં ખબર ન પડે કે રસ્તો ક્યાં પૂરો થાય , પછી રોડ હોય કે લાઈફ .....”
“આ તમારું ઘર, હવે હુ જઈશ...”
“ઘરે નથી આવવું..?”
“સોર્રી મિશનમાં ઓળખાણની મનાઈ છે...”
“Sorry, Good night, take care”
Ok same to you”
પછી આકાશ, ત્યાં જ ઊભો રહીને સેજલને ગેટ માં પ્રવેશતાં જોઈ રહ્યો, અને વળી ગયો. સેજલને આકાશને જોઈ લાગ્યુ કે આકાશની આંખોમાં અને દિલમાં કોઈક ઊંડા ધા છે, પહેલી જ વારમાં આકાશ તરફી લાગણી ઊભી થઈ.
**********************************************************
આ ઘટના પછી આકાશ નિશ્ચિત થઈને એના મર્ડર કેસમાં ધ્યાન બોલી શક્યો, અન સેજલ પણ વાયદા મુજબ રાહુંલનુ સંપૂણ ધ્યાન રાખતી હતી, અને એની તબિયતમાં સુધાર થઈ રહ્યો હતો .આકાશ અને અવિનાશ બંને અવિનાશના રૂમ પર બેઠા હતા, ત્યાં મોના આવી,
“આકાશ , બે મહિના પછી અવિનાશ મર્ડર પાછળ કોણ છે , એ કદાચ ખબર પડે એમ છે.....”
“શું વાત કરે છે, મોના.... That’s Good news…”
“હા પણ એક bad news પણ છે....”
“એ શું ? તું વિસ્તારથી વાત કર યાર ...”
“તમને યાદ છે એક સાંજે આપણે રોહીત ભટનાગર ઉર્ફે ચંદન ગુરુને માર્યો હતો, અને ડૉ. સેજલે આવીને આપણા રંગમાં ભંગ પાડ્યો હતો..” મોના બોલી
“હા, યાર પણ એનું અત્યારે શું છે..? આકાશ નિરાશા સાથે બોલ્યો
“ અને એ પછી રોહીત ભટનાગર નું ટેકસી વાળામે મર્ડર કર્યું હતુ?” મોના ફરી બોલી
“હા એમાં ટેકસીવાળો પણ મરી ગયો હતો. “ આકાશ ફરી નિરાશા સાથે બોલ્યો.
“મોના કશેક નવુ બોલ.. ” અવિનાશ પણ નિરાશા સાથે બોલ્યો...
“તો એ ટેક્સી વાળાએ જ ચાંદનીની હત્યા કરી હતી, અને માંરી માહિતી મુજબ એ “સ્વરૂપ હોસ્પિટલનું કોઈક રહસ્ય જાણતી હતી, એ તમાંમ વાતો એણે એની કોઈક સહેલીને કહ્યું હતું, પણ એ પછી ચાંદનીનું મર્ડર થઈ ગયું અને મેઈન વાત તો એ છે કે ચાંદનીની સહેલી બીજું કોઈ નહી પણ ડૉ.સેજલ જ છે....” મોના ખુશ થતા બોલી.
“Oh That’s Good..” આકાશ બોલ્યો....
“શું Good, જો સેજલ આ વાત જાણે છે તો એ આપણને શું કામ કહેશે? જો કહેશે તો પણ આપણને પૂછશે નહી કે તમે લોકો કોણ છો.....તો આપણો ભાંડો તો એમને એમ ફૂટી નહિ જાય ? ...” અવિનાશ બોલ્યો..
“અવિનાશ, તારો ડર સાચો છે. પણ સેજલને ખબર છે કે ભટનાગર પર હુમલો આપણે કર્યો હતો છતાં એણે હજુ કઈ જ બોલી નથી.....”
"તમને કયાંથી ખબર કે એને ખબર છે...?"
"એની આંખો કહી આપતી હતી ..."
"તુ યાર તારી આંખો વાળી ફિલોસોફી બંધ કર," "અવિનાશને કહ્યુ.
"આકાશ , I Think she help પણ તારે એની જોડે વાત કરવી પડશે. બીજી વાત એ કે રાહુલના પપ્પા IG અર્જુનનો મર્ડર કેસ, અવની મર્ડર, ચાંદની મર્ડર, સ્વરૂપા હોસપિટલના ગોરખ ધંધા અને વિજય ચૌધરી અને મેમણના સ્મગલિંગ કેસ, આ બધું એકબીજાની સાથે કડીમાં ગુ્થાયેલું છે...આ કડીઓ આપણે જોડવી જ પડશે અને જો આ કડી પણ જોડાયેલી હશે તો.......? મોના બોલી.
"હા, મને પણ એવુ જ લાગે છે... “ આકાશ બોલ્યો....
"પણ એક વાત તો છે કે આપણા હેડક્વાટરમાં કોઈક તો ફૂટેલું છે, નહીતર ચાંદની વિશે ખબર પડી તો એનું મર્ડર થાય ગયું ભટનાગરમાં પણ એવું થયું.... હવે તે કરવું હોય ધ્યાન રાખીને કરવું પડશે. કદાચ તે દિવસ ગાર્ડનમાં થયેલો ગોળીબાર ડૉ. સેજલને મારવા પણ હોય શકે છે.. So, આકાશ હવે ચેતવું પડશે...." અવિનાશ બોલ્યો
"હા, અવિનાશ, You are right..." મોના બોલી.
"હવે આગળ શુ કરીશુ..? એ વિચાર થી પ્રશ્ર્ન છે.."આકાશ બોલ્યો.
"હા પણ, એક વાત થઇ શકે છે, હું અને અવીનાશ મેમણ પર અને વિજય ચૌધરી પર નજર રાખીએ અને અનુરાગને હેડક્વાટરમાં ગોઠવી દઈએ, તું અહી ધ્યાન રાખ શું કહો છો..?" મોના એ કહ્યું.
“ વાહ , તારું દિમાગ બહુ તેજ ચાલે છે તને મુબઈનું પાણી અનુકુળ આવ્યું લાગે છે... “ અવિનાશ બોલ્યો.
"હા, તારા પ્રેમનો કમાલ છે....તો તમે લોકો ગુજરાત જવાની તૈયારી કરો." આકાશ બોલ્યો
"OK Bosss......" બન્ને એકસાથે બોલ્યા..
****************************************************************
અવિનાશ અને મોના બન્નેના ગુજરાત ગયા પછી, આ બધી જવાબદારી આકાશ પર આવી હતી. એટલે એ રાહુલ પર ધ્યાન આપી શકતો ન હતો અને ઉપરથી કેસ આગળ વધતો નહોતો. પરંતુ, એક દિવસની વાત છે.....રાત્રે મોડો ટેકસીમાં આાવતો હતો. ત્યાં ડો.સેજલને ચાલતાં આવતાં જોયા એ પણ, એકલાં.
“ડ્રાઈવર, ગાડી રોકો તો –” આકાશે ગાડી ઉભી રખાવતા કહ્યું.
“હા, પણ સાહેબ, તમારે તો ....”
“ બે મિનિટ તો ઉભી રાખો ,,,, ”
“ના સાહેબ, તમે ભાડું આપી દો મને ટાઇમ નથી, મારે બીજે જવું છે..... તમને બીજી ટેકસી મળી જશે.”
“Ok, લો ....” આકાશને ત્યારે એકલાં જતા ડૉ. સેજલને જોડે જવું વધારે અનુકૂળ લાગ્યું ડ્રાઈવર જોડે મગજમારી કરવા કરતા. પછી એ રસ્તો ઓળંગીને સામે ગયો, ત્યાં, ડૉ સેજલ જોડે
“હેલો...ડો.....!” આકાશ બોલ્યો...
“અરે તમે અહી....?”
હા, હું ટેકસીમાં જતો હતો અને તમને જોયા , પણ તમે અહીં ? એકલા ..? આટલી રાતે ? ગાડી ક્યાં છે તમારી ?. તમને ખબર છે કે આટલી મોડી રાતે એકલાં જવું ખતરનાક છે?” આકાશ થોડો ગુસ્સામાં ચિંતામાં હતો..
“એકચ્યુલી આજે કામમાં મોડું થઈ ગયું અને તમારા ઘરે પણ જવા ન મળ્યું, માંરી ગાડી રસ્તામાં બગડી ગઈ એટલે ડ્રાઈવરને કહ્યું, તમે લેતા આવજો હું ટેક્ષી પકડી લઈશ પણ ટેક્ષી ના મળી.... એટલે ચાલતી પકડી પણ તમે.. અહી .... ? “
“મારું કામ તો તમને જ ખબર છે.... ચલો હું તમને મૂકી જાઉં..?”
“ ના હું જતી રહીશ તમે શું કામ તકલીફ લેશો ....” ડો.સેજલ બોલ્યા...
“તમને ખબર નથી કે તમે રાહુલની જવાબદારી જે લીધી છે, એ કેટલી ખતરનાક છે.” આકાશ ચિંતા સાથે બોલ્યો..
“હા, ખબર છે. એનો પરચો તો પહેલા દિવસે જ મળ્યો હતો, એક કામ કરીશુ આપણે ચા પિશું...? મે ચા જ નથી પીધી...આજે ...”
“હા, પણ અહીં તો કહી, લારી સિવાય કંઈ જ નથી, તમને આ......” આકાશે ખચકાતા કહ્યું.
“OF COURSE, મને કોઈ પ્રોબ્લમ નથી. મને ફાવશે....એવું કેમ વિચારો છો કે મને નહી ફાવે.? I Don’t mind...” સેજલ સહજતાથી બોલી...
“Ok, Sorry, મને એમ કે....”
“જવા દો એ બધુ, ચા પિશું...?”
“Sure… પછી આ બંને જાણે ચા પીધી અને આગળ વધ્યા.
“તમે ખોટી તક્લીફ લો છો, હુ જતી રઈશ...”
“તમે મારી જવાબદારી છો, અને તમને કહ્બ્ર નથી કે તમે એવા સમુદ્રની ભૂલ ભુલૈયાનો હિસ્સો બન્યા છો કે જેનો અંત આવ્યા વગર અહીથી નીકળવું મુશ્કેલ છે, So, Be Careful,…”
“તમારી વાતોમાં એટલી ઊંડી ફિલોસોફી મારા સમજ બહારની છે.”
“હું તમને સિધુ કંઈ કહી શકતો નથી, એટલે બધુ આ રીતે ગોળ ગોળ કહું છુ.......”
“તો બધું કહી દો , ને કદાચ હું તમારી મદદ કરી શકું...?
“કહીશ પણ સમય આવવા દો ....” એટલામાં સુમસામ સોસાયટીના રસ્તા ઉપર એટલાં માં એક મારૂતિ બે આંટા માર્યા. આકાશની નજર એની પર પડી...
“ડૉ. તમારા ઘર તરફ જવાનો કોઈ શોર્ટકટ છે..?”
“કેમ શું થયુ..?”
“આ ગાડી હમણાં ગઈ એ જોઈ? એ જ્યારથી આપણે ચાની લારી પર ચા પીધી ત્યારની આંટા મારે છે, Something doubt full .... ”
“હા, પણ મે કઈ ખાસ ધ્યાન આપ્યું નથી. અહીથી થોડે આગળ ગલીમાંથી જઈ શકશે...”
“OK, ... “આકાશે ગન જોઈ.....એટલા માં મારુતિ પાછી આવી....અને આ વખતે એ મારુતિ ઊભી રહી....
“ભાગો, ડૉ.....” એક પણ સેકન્ડ નો વિલંબ કર્યા વગર ડૉ. નો હાથ પકડી ને ગલી તરફ ભાગ્યા,
“પકડ સલ્લાને.....આજે જીવતો ન જવો જોઈએ.....” એને બે – ત્રણ ફાયર કર્યા અને બે-ત્રણ આકાશ તરફ ફાયર કર્યા. “પકડ સાલ્લાને ,. ” આ, બાજુ બને એકબીજા નો હાથ પકડીને સજ્જડ રીત ભાગ્યા.
“આકાશ, આ બાજુ નદી, આ બાજુ.....”
“OK…..ડો, આ બાજુ, અહી સંતાવવાની જગ્યા મળી રહેશે..” આકાશે જોઇને કહ્યું,,
“OK,” ત્યાં, એક ખાચામાં નાનકડી જ્યાં સંતવવાની જગ્યા હતી, પણ માંડ એક જણ આવી શકે એવી જગ્યા હતી...
“ડો, આમે સંતાઈ જઈએ... એ બોલે જોઈ નહી શકે....”
“પણ.....?” ડો. સેજલ જોઇને જરાક અસહજ થયા કેમકે જગ્યા બધું નાની હતી..
“સોરી, પણ અત્યારે એકમાત્ર આશરો છે. એક કામ કરો, તમે આમાં સંતાઈ જાવ હું ...”
“અત્યારે વિચારવાનો ટાઈમ નથી, આકાશ, પાછળ જો.....” સેજલે એકદમ આકાશનો હાથ ખેંચ્યો, આકાશ એની તરફ ખેંચાયો રીતસર નો, બન્ને એકબીજાની બાહોમાં હતા....સાંકડી જગ્યામાં ......
“શોધ સાલ્લાને અહી જ હશે જો, એય રામલા, આ બાજુ જા... જલ્દી .” ફટાફટ ઓર્ડર છુટતા હતા.
લગભગ, ઘણીવાર સુધી બંને એમ જ રહ્યા.
“ લાગે છે કે, એ લોકો જતાં રહ્યા...” આકાશ ધીરે થી બોલ્યો, “હાં...એક મિનિટ, તમે અહીં જ રહો, હું જોતો આવું....” આકાશે તેનો હાથ છોડ્યો, બહાર નીકળ્યો. પણ એના શર્ટના બટન માં સેજલનો હાર ફસાઈ ગયો. બહુ મુશ્કેલીથી એને કાઢ્યો, સેજલ બોલી “આકાશ, હું પણ આવું છું....”
“ના સેજલ, તમે અહીં જ રહો,”
“ના.....” એણે હાથ પકડ્યો,
“પણ.....”
“Plz…”
“Okay….” આખા સમય દરમિયાન પહેલી જ વાર સેજલ કોઈની આ રીતે નજીક આવી હતી, એણે પહેલી જ વાર આકાશને આટલી નજીકથી જોયો હતો એને કંઈ અલગ જ અનુંભવ થયો હતો.
“એ જતા રહ્યા છે....” આકાશે, રસ્તો ક્લિયર છે એ જોઇને કહ્યું ..” ચાલો...”
“હા પણ આ બાજુથી નહિ ,, અહીંથી બીજો રસ્તો, છે...” સેજલ બોલી. છેક ઘરે પહોંચ્યા ત્યાં સુધી સેજલ નો હાંથ આકાશના હાથમાં હતો.
“ગુડ નાઇટ તમારી મંઝિલ આવી ગઈ....” આકાશ ઘર આવતા બોલ્યો. અને ધીમેથી એનો હાથ મૂક્યો,
હા, “ગુડ નાઇટ, તમે અંદર નહિ આવી શકો, પપ્પા હસે..?”
“ના બસ, હુ જઇશ....”
“હા પણ Thanks, અને પહોચીને ફોન કરજો, હા, અહીંથી જ રિક્ષામાં જતો રહેજો. Plz. કોઈ જોખમ ન લેતા ... ” સેજલની અવાજ માં કંઈક અલગ જ અંદાજ હતો. જે આકાશથી છુપો રહી નહિ,
“OK, “
“હા, પણ promise કરો, કે સામેથી ટેક્ષી લઈને જ જશો ... “
“હા હવે, sure…”
“તો અહી જ જોઈ રહી છુ...”
“ પણ તમે જાવ રાત બહુ થઇ ગઈ છે ....”
“હુ તો પહોંચી ગઈ છું, તમારે જવાનુ બાકી છે, so…”
“ ઓકે મેડમજી ગૂડ નાઈટ અને તમે કહેશો એમ જ થશે ... બસ .. “
“ok that’s gud, ”
“ok thanks આજના માટે અને ગુડ નાઈટ.”
“ok પણ એ મારી ફરજ છે –”
“ok હા પણ ફોન .... ” સેજલના ચહેરા પર આછું સ્મિત રેલાઈ ગયું... ..પછી, ડૉ. સેજલની વાત માનીને એક ટેકસીમાં ગયો, અને જઈને થોડા સમયમાં ફોન પણ કર્યો..
“થેન્ક્સ, સર, તમે ફોન કર્યો, હાં કંઈ થયું તો નથી ને રસ્તામાં..?”
“ના, મેડમ, હવે, તમે સૂઈ જાવ, હવે હું જમીને સૂઈ જઈશ .”
“ઓકે, ગુડનાઈટ.”
“ગુડ નાઇટ. “ ફોન મુક્તા જ સેજલને એ ક્ષણ યાદ આવી ગઈ કે એ રાતે સામનો કરવાને બદલે તેનો હાથ સજજડ રીતે પકડીને આકાશે રીતસર દોડ મૂકી હતી, એ વખતે એ પણ સમજી શકે આકાશે દોડ કેમ લગાવી હતી, એ ઓછી, ગલીમાં લગાવેલી દોડ, એ મકાનની ખાલી જગ્યામાં ઘુસ્વું, અને બાહોમાં લેવું એની આંખોમાં આંખો મળવી, એના હાથની સ્પર્શ, એ બધું જ, સેજલને પહેલી વાર જ અનોખો એહસાસ કરવી ગયું.
*******
આ બાજુ આકાશ ઘરમાં આવ્યા ત્યારે, એણે એના કપડા કાઢતી વખતે, એના શર્ટના બટનની અંદર બાજુમાં સેજલની કાનની કડી હતી, અને કાનની અને વાળની પિન હતી, એ તો હકબક રહી ગયો ત્યાર પછી તેને યાદ આવ્યું કે જ્યારે સેજલની સાથે સંતાયા હતા ત્યારે ઘણી વસ્તુઓ એના હાથમાં આવી ગઈ હતી. એ ફિક્કું હસ્યો અને એકબાજુ પર ટેબલ પર મૂકી દીધું, ખિસ્સામાં રૂમાલ પણ હતો. તેને યાદ આવ્યુ.
“આકાશ, તમારી જોડે રાખજો, ઘડિયાળ અને રૂમાલ બંને મરી પ્રિય છે, plz ખોવાય નહી...”
“ન ખોવાય, ડોન્ટ વરી, Self ડિપોઝિટ કૉમ lokar છે...”
“થેન્ક્સ.”
આકાશ ફિક્કું હસ્યો અને લાઈટ બંધ કરીને વિચારવા લાગ્યો કે આખરે તે લોકો કોણ છે? એનુ મગજ કેમ ન ચાલ્યું, કે એમનો સામનો કરીને પકડે એમને...?
*******
એણે કડી જોડવાની શરૂ કરી, પરંતુ કંઈ જ મેળ પડ્યો નહિ. એને આપેલો સમય વીતતો જતો હતો. એ ગુમસુમ બેઠો હતો...
“રામુંકાકા, સાહેબ નથી આવ્યાં..?”
“છે ને સેજલબેન, પાછળ એમના રૂમમાં બેઠા છે ગુમસુમ..”
“કેમ ? શું થયું ? હુ એમના માટે, ગુડ ન્યુઝ લાવી, હું અને એ...”
“ગુડ ન્યૂઝ...?”
“હા, રાહુલે બીજું સ્ટેજ પૂર્ણ કરી લીધો છે.”
“એટલે?”
“એટલે એમ કે છેલ્લા એક અઠવાડિયાથી સરખા સવાલોના જવાબ આપે છે માથું હલાવીને અને એટલું જ નહીં, ચિત્રો પણ દોરે છે.”
“આ તો આનંદના સમાચાર છે.”
“હા, તમારા સાહેબ.”
“એમની રૂમમાં...”
“Ok..”
પછી સેજલ એની રૂમમાં ગઈ ત્યાં દરવાજો થોડો અડધો ખુલ્લો હતો. એ અંદર ગઈ તો આકાશની આંખમાં આંસું હતા અને એ દ્રશ્ય જોઈને સેજલ અવાચક જ રહી ગઈ.
“આકાશ......”
“અરે, ડૉ. તમે...?Sorry…..”
આવો “એણે આસું લુછી કાઢયાં?”
“તમે કોઈ ટેન્શનમાં છો?”
“ના બસ આતો એમ જ.... બેસો સોરી અહી નહી ચાલો બહાર બેસીએ”
“ના, અહી બરાબર છે. પહેલા એ કહો કે તમારી આંખના ખુણા કેમ ભીના છે..? કોઈ ટેન્શન છે..”
“ના ડૉ. સાહેબ એવું કંઈ નથી..”
“તમે જાણો છો કે હું મનોચિકિતસક છું...”
“હા, જવા દો એ બધું, તમે કોઈ કહેવા આવ્યા ને .....”
“ પહેલા મારા સવાલનો જવાબ આપો ....”
“હુ જરૂરી નથી સમજતો અને આમેય આપણી વચ્ચે ખાલી પ્રોફેશનલ સંબંધ છે. અને એ સંબધ એટલે સુધી જ રહે એ જરુરી છે...”
“પણ...” સેજલના અવાજમાં નરમાશ હતી.
“Plz, ડૉ નાઉ સ્ટોપ ઈટ ઓલ એન્ડ કમ ટુ ધ પોઇન્ટ..” આકાશના અવાજમાં કડકાઈ હતી..
“ઓકે, હુ તો એ કહેવા જ આવી હતી. રાહુલના આ વખત ફીઝીક્લ અને મેન્ટલ રિપોર્ટ પ્રોગ્રેસિવ છે. એણે પોતાની દૈનિક ક્રિયાઓ પોતે કરવાનું શરૂ કરી દીધું છે અને એણે વાતોના જવાબ આપવાનું શરૂ કર્યું છે. કદાચ અને પેઇન્ટિંગ પણ કરવાનું શરૂ કર્યું છે. કદાચ એ બોલતો પણ થઈ જશે અને હસતો રમતો પણ ...”
“શુ ? ”
“હા, હવે...” હુ જાવ છું, ગુડ બાય અને ગુડ નાઇટ.” એમ કહીને એ નિકળી ગઈ અને આકાશના શબ્દો પહેલી વાર જ દિલમાં વાગ્યા હતા.કેમકે જે દિવસથી આકાશે સેજલનો જીવ બચાવ્યો હતો એ દિવસથી આકાશ એને માટે ખાસ હતો. આકાશનું ખાસ ધ્યાન રાખતી હતી. આકાશના રૂમની એની ચીજવસ્તુની તમામ ધ્યાન એ પોતે જ રાખતી હતી. આજે આકાશે ખાસ ગણવાને બદલે એક ડોક્ટર કહી હતી.
“ શું થયું મેડમ ....” સેજલની આંખ ભીની જોઇને રામુકાકાએ પૂછ્યું.
“ કઈ નહિ રામુકાકા મને મારી સત્યતાનું ભાન થયું છે ...”
“ પણ મેડમ .....”
“ આવજો કાકા ગુડ નાઈટ ....”
“ જી મેડમ ...”
“ સાહેબને જમાડી દેજો .....”
“ જી મેડમ સાહેબ હમણાં બહુ જ ટેન્સનમાં છે રાહુલબાબાના અને કામના પણ ...એટલે કઈ પણ બોલી જાય તો ખોટું ન લગાડતા....”
“ જી .....” સેજલના ગયા પછી રમુકાકા આકાશના રૂમમાં ગયા.
“ સાહેબ આ જમવાનું ..” રામુ કાકાએ જમવાનું મૂકતાં કહ્યું..
“ જી ,,,,રામુ કાકા ..” આકાશે માંડ જવાબ આપ્યો .....
“ તમે મેડમને કઈ બોલ્યા ?? એ બહુ ઉદાસ અને રડતા રડતા અહીંથી ગયા ,,એટલે ...” રામુકાકાએ થોડાક ડરતા ડરતા કહ્યું.
“ કઈ નહિ બસ એમ જ ....” આકાશે વાતને ટાળવાનો પ્રયત્ન કર્યો.. .
“ સાહેબ , એક વાત કહું , હું તમને ઘણા સમયથી ઓળખું છું ...અને એ પણ કહું કે મેડમ તમારું બહુ જ ધ્યાન રાખે છે. એ તમારી રસોઇ તમારા રૂમની અને તમારી દરેક નાની નાની વાતની કાળજી રાખે છે .કોઈ આટલું બધુ ધ્યાન રાખતું હોય તો એમને આમ ગમે તેમ બોલો એ સારું નહીં આકાશભાઈ..”
“ પણ ..”
“ પણ ને બણ સાહેબ તમારી અત્યારની મુશ્કેલ ઘડીમાં સાથ તો આપે છે અને આમેય તમે જો એમના માટે વિચારો તો ખોટું શું છે ..? “
“ રામુ કાકા એ જ તો વિચારવા નથી માંગતો , હું એની આંખોમાં વાંચી શકું છું. હું અત્યારે ઘણી મુશ્કેલીમાં છું અને અને હું અત્યારના આ સમયમાં એનો હાથ કઈ રીતે પકડું. ? શું કઈશ
એને ..? “
“ બેટા સંબધોને આગળ વધાર એ છોકરી સારી છે . આગળ શું થશે એની ચિંતા ના કર અને એક વાત યાદ રાખ કે મુશ્કેલીમાં જ સંબધોની ખરી પરીક્ષા થાય છે . તમારે નામ ના આપવું હોય તો કાઇ જ નહીં તમે ફક્ત એની પર ભરોશો તો મૂકી જુઓ ..તમારા દરેક સવાલોણઆ જવાબ આપોઆપ મળી જશે ..”
“ પણ ..”
“ પણ ને બણ કઈ વિચારો નહીં હવે જમી લો બહુ મોડું થઈ ગયું છે ..”:
“ હા કાકા તમે જમ્યા ..”
“ હા ..”
*******************************************************
થોડા દિવસ પછી આકાશે સેજલને ફોન કરીને મળવા બોલાવી,
“બોલો, સાહેબ, આમ અહિ આવી સુમસાન દરિયાકિનારે બોલાવવાનું કારણ..” ડો. સેજલ ટોનમાં બોલ્યા.
“હજુ ગુસ્સે છો..?”
“ના રે ના હુ ક્યા ગુસ્સે છું ? તમે મારા પેશન્ટના રીલેટિવ છો, અને હુ ડૉ. તમે મને આ રીતે ન બોલાવી , શકો છતાં હું, આવી છું.... બોલો હવે..” હજુ આવાજમાં ટોણો માર્યો..
“OK, Sorry, એક દિવસ માટે હુ ટેન્શનમાં હતો..” આકાશે શાંતિથી કહ્યું.
“Sorry તો મારે કેહવુ જોઇએ, હુ વધારે પડતું વિચારી ગઇ એટલે...”
“મારી લો તમારે જેટલા મેણાં ટોણાં મારવા હોય એટલા મારો , આ તમારા કાનની કડી અને તમારી ઘડિયાળ રૂમાલ, અને તે દિવસે માંરી જોડે રહી ગઈ હતી, લો...”
“આટલા દિવસ પછી કેમ..?”
“બસ આજે યાદ આવ્યું એટલે..”
“કે પછી મારી યાદ માં રાખી મૂક્યું હતું..?
“તમારે જે સમજવું હોય એ સમજો...”
“Ok, તો લો તમારા હાથે ફેરવી દો...” સેજલે મનમાં હસીને કહ્યું, અને દાવ ખેલ્યો.
“એ મારૂ કામ નથી...”
“હા, એ તો મને ખબર છે, પરંતુ વસ્તુઓને તકિયાની નીચે મુકીને ઊંઘી જવું જોડે રાખવી એ તમારું કામ છે; બાકી બધુ પ્રોફેશનલ બરાબર .. ”
“એ.. એ ... તો ભૂલથી મુકાઈ ગયાં હશે.” વાત નાના છોકરાની છુપાવનો પ્રયત્ન કર્યો.
“ભૂલ એ દિવસની હોય બે દિવસની હોય, ચાર પાંચ દિવસની હોય, રોજની નહી, Ok .”
આકાશને રામુંકાકા એ કરેલી વાત યાદ આવી, કે “ મેડમ, તમારો રૂૂમ જાતે જ સરખોં કરે છે.”
“કેમ બોલતી બંધ થઈ ગઈ..... સેજલ સમુદ્રની રેતીમાં આકાશની બાજુમાં બેઠી,
“આકાશ, કેટલી વાતો મોઢેથી સૌથી છુંપાવી શકાય એટલે કે જીભ પર ભલે ન આવે પણ વર્તન કહી આપે છે....”
“ ના , એવું કંઈ નથી....”
“OK, let’s go it…”
“સોરી રિયલિ મને આ વસ્તુ યાદ ના હતી...”
“ને ખબર છે, sorry કેહવાની કંઈ જ જરૂર નથી, ok..”
“okay… “આકાશે ઊંડો નિસાસો નાખ્યો..
“શું વાત છે? કોઈ મુશ્કેલી છે?”
“હા, મારી તો લાઇફ મૂશકેલીમાં શરૂ થઈ છે. કદાચ એમાં જ પૂરી થઈ જશે. કોઈ રસ્તા મળતા નથી. કદાચ હું પણ એમાં જ હું પૂરો થઈ જઈશ...”
“આજે કેમ, આવી વાતો કેમ કરો છો?”
“તો શું કરું યાર મરી જોડે ટાઇમ જ નથી, અને...”
“મને કહો, હું તમારી મદદ કરી શકું .... “
“ હું મારી જાતને હોપલેસ અને હેલપલેસ ફિલ કરું છું ..”
“ એક વાત યાદ રાખો કે ઈશ્વર એક રસ્તો બંદ કરે છે તો બીજા હજાર રસ્તા ખોલી દે છે.. અને હા તમે છેલ્લા કેટલાય દિવસ થી સ્વરૂપ હોસ્પિટલમાં હોવ છો .. કઈ ખાસ કારણ ..”
“હા, એે માંરી ડ્યુટી નો જ ભાગ છે...”
“ત્યાં વળી એવું શુ છે...”
“OK, તો તમને કહિશ, પૂછીશ, બધું જ પણ એ પહેલા તમારે મને વચન આપવું પડશે, કે તમે એ વાત કોઈને નહી કહો અને મારા પર વિશ્વાસ રાખવો પડશે...”
“ચોક્કસ, આકાશ....” એણે આકાશનો હાથ એના હાથમાં લઈ લીધો.
“Okay,” પણ હું મારા વિશે કંઈ જ નહિ કહ્યુ, અને જે કહીશ એ માત્ર અર્ધ સત્ય હશે...”
“Okay….”
“હું અને મારા ફ્રેન્ડ્સ અવિનાશ અને મોના અહી, રાહુલની સારવાર અને તેના પપ્પા IG બત્રાનું મર્ડર કોણે કર્યું એ શોધવા આવી ગયા છીએ. અમે કોઈ ઓફિસિયલ યા સરકારી નથી. અમે ખાનગી રીતે શોધવા આવ્યા છીએ. અહી આવીને અમારું પહેલું કામ રાહુલને સાજો કરવાનું હતું કેમ કે એ ઘટનાનો એક માત્ર સાક્ષી છે. એ સાજો થાય તો જ ખબર પડે કે મર્ડર કોણે કર્યું. પણ એથી વિશેષ અમને જે કડીઓ મળી એમાંથી અમે એની પાછળ-પાછળ અમે અહી સુધી પહોંચ્યા અને તમને એ તો ખબર હશેનવ એક અંધારી રાત્રે એક જ વ્યક્તિને ત્રણ જણ મારી રહ્યા હતા...? ”
“હા, અને એમાંથી એક જણે મને તમાચો માર્યો હતો... ”
“એ હુ જ હતો, સોરી ફોર ધેટ .., અમારી માહિતી એ મુખ્ય કડી હતો કેમકે હથિયાર એ માણસે મોકલ્યા હતા અને અમારી શંકા મુજબ એ મીટીંગમાં પણ હતો .”
“તો પછી એકદિવસે એનુ મર્ડર તમે....?”
“ ના, તમે સામનો કર્યો, અને તે તકનો લાભ ઉઠાવીને ભાગી ગયો, એ જ રાતે એનું પણ મર્ડર થયું...અમારી સમજ બહાર છે કે એનું મર્ડર કેમ થયું. ? ”
“કદાચ જે લોકોએ જેણે IG બત્રાનું મર્ડર કર્યું હોય. .. ”
“હા, અને કદાચ અમારામાંથી કોઈ ફુટેલું હોય અને એણે IG બત્રા નું મર્ડર કરાવ્યું હોય...!”
“હા, તે પણ શક્ય છે. પણ એનો સ્વરૂપ હોસ્પિટલ સાથે શું સંબધ છે?”
“એનુ, કારણ કે ભટનગર એ સ્વરૂપ Hospitals નો અનઑફિસીયલ મેમ્બર હતો. અનઓફિસિયલ એટલા માટે કે તેની પત્ની ત્યાં કામ કરતી હતી. અને ભટનાગર અને હોસ્પિટલના સંચાલકો વચ્ચે સારા સબંધો હતા, અને અવનીનું જે મર્ડર થયું એમાં ભટ્ટનાગરનો હાથ હતો...”
“WHAT.. ”
“હાં, કેમકે, એ વખતે મારા માણસોની જાણકારી મુજબ એ ત્યાં જોવામાં આવ્યો હતો...”
“પણ અવનીનો તો આત્મહત્યા કરી હતી...”
“ના મર્ડર છે. કોઈ માણસ છત પરથી કુદે તો, કંઇક રીતે પડે અને આપણે ફેંકી દઈએ તો કંઈ રીતે એ તમને ખબર છે, અવની કોઈક વાતનો ખુલાસો કરવાની હતી, એ પહેલાં જ એનું મર્ડર થયુ અને પોલીસનું પણ મો બંધ કરવામાં આવ્યુ સ્વરૂપ હોસ્પિટલમાંથી શું ગોરખધંધા થાય છે એ મને ખબર છે, કિડનીની લે વેચ, અને નકલી દવાઓની હેરાફેરી એમાં એક વ્યક્તિ સંક્યાયેલી છે.. મી. રઘુનંદન અને આખું મેનેજમેન્ટ....”
“રઘુનંદન....? એ મારા પપ્પા છે. પણ આવું ન કરે....અને એમને અને વળી, IG બત્રાના મર્ડર સાથે શું સંબંધ હોય ? શુ મનઘડત વાતો કરો છો ..”
“ના મેડમ, મારી પાસે પુરાવા પણ છે, કેમકે સ્વરૂપ હોપીટલની અન્ય શાખા જે ગુજરાતમાં છે, ત્યાંથી આ બધા ગોરખ ધંધા થતાં હતા, એ વખતે તમારાં પૂજ્ય પિતાશ્રી ત્યાના એમડી હતા . એમની રહેમંનજર નીચે એ બધું થતું હતું. એટલું જ નહીં પણ તે હોસ્પિટલમાંથી જ સમગ્લિંગ અને ડ્રગ વગેરેની પણ હેરા ફેરી થતી હતી. “
“શું વાત કહો છો તમે.....”
“હાં, કમનસીબે મારી જોડે માહિતી છે. પુરાવા નહીં.....”
“હુ નથી માનતી....”
“માનવું પડશે.....જો એવું હોય તો, એક કામ કર..,તારા પપ્પા ને કહે કે, રાહુલ બત્રા નામનો છોકરો છે... પછી , જો..... ચમત્કાર તારા પપ્પા તને ના પાડે છે કે નહીં મારી જોડે કામ કરવાની ...”
“હા, જયારે એમને જાણ્યું કે હું આવા છોકરા માટે કામ કરું છું..તો એ મને સખત રીતે બોલ્યા હતા.... એમણે પહેલી જ વાર મારી પ્રોફેશન માં દખલ આપી ,હા તમને જોઈને તો ભડક્યા હતા રીત સરના...”
“THAT’S POINT… તું એક કામ કર સ્વરૂપ હોસ્પિટલના લોકરમાં અવનિની ડાયરી છે, એમાં બધું છે, હા, મરતા પહેલા તારી કોઈ વાત થઈ હતી અવની જોડે ...?”
“ના, પણ એ મને કહેતી હતી કે અહીંયા કામ કરવુ એ ઠીક નથી, બસ એટલું કહ્યું કે તારે કડવા ઘૂંટ પીવા પડશે, બસ એથી વિશેષ કંઈ નહીં. હુ એ વખતે, એ વાત સમજી ન શકી પણ આજે સમજુ છું....”
“શુ....?”
“એ જ સ્વરુપ માં હોસ્પિટલની તમામ પ્રવુતિઓની લીસ્ટ પુરાવા પેલી ડાયરી જેના page રેડ એમાં છે, અને બીજું તારા પપ્પા સુધી ખબર પહોચાડ કે એ છોકરો ig બત્રાનો છે. પછી જો ચમત્કાર..“
“જો તમારી વાત ખોટી નિકળી તો...?”
“તો આ ગન અને આ મારું માથું...”
“ ફરી તો નહીં જાવ ને ..”
“ના....”
“ઓકે....” સેજલને પહેલી જ વાર એવી વાત સાંભળી હતી જે સાંભળીને એની પગ તળેની જમીન ગરમ થઈ ગઈ હતી......
***********************************************************************
આકાશને ખબર નહતી કે આ દાવ સફળ થશે કે નહીં, પણ એને સેજલના મોઢા પરથી લાગતું હતું કે કદાચ સફળ પણ, એણે કદાચ એની કિંમત ચૂકવવી પડે.
આ બાજુુ સેજલને આ વાત આઘાત સમી લાગી હતી, અને હવે રાહુલની ખાસ ચિંતા ન હતી, કેમકે સાજો થઈ રહ્યો હતો. ધીમે ધીમે બોલવાનું શરૂ કર્યું, પણ આકાશે જે વાત કરી હતી, એ પછી આકાશ માટે અનેક મુંજવણ હતી.
એ પછી સેજલે બે – ત્રણ દિવસ અને બીજા કેટલાય દિવસના વર્ક પછી આકાશના માર્ગદર્શન હેઠળ સ્વરૂપા હોસ્પિટલના બધા જ ગોરખધંધા શોધ્યા, પુરવા, પણ ભેગા કર્યા. એને એ રેડ ડાયરીમાં એના પપ્પા રઘુનંદનનું નામ મુખ્ય હતું...અને ભટનાગર મર્ડર કેસ ig બત્રા મર્ડર કેસ એમની રાહબરી નીચે જ થયા છે એ સાબિત થતું હતું.
*******
બન્ને દરિયા કિનારે બેઠા હતા.
“આકાશ..., મારી સાથે જ કેમ આવું થાય છે..?”
“ કેમ એવું બોલે છે એમ તારો કાઇ વાંક જ નથી ..”
“પણ આટલું બધું......?” સેજલ રડી રહી હતી.
“બસ યાર, રડવાનું બંધ કર...”
“પણ એ જોર જોરથી આકાશના ખભા પર માથું મૂકીને અને રડી પડી.... કેટલાંક સમય સુધી આકાશની બાહોમાં રડતી રહી....”
“બસ, હવે ઘરે જઇશુ...! રડ નહીં....”
“Okay…પણ રાહુલ ક્યાં છે?”
“એ તો ઘેરે છે, રામુકાકા જોડે..”
“આકાશ તમને ખબર છે ને? કેટલું ખતરનાક છે.”
“છતાં પણ, તમે...”
“પણ રામુકાકા છે ને?”
“પણ તમે તો નથી ને...ત્યાં, Let’s Go… ચાલો યાર ...”
“પણ”
“પણ ને બણ મુક ચાલો, ચાલો હવે...”
“Okay, ..”
સેજલે ગાડી ભગાવી અને એ જ્યારે ઘેર પહોચ્યા, ત્યાં કેટલાક ગુંડા સાથે અવિનાશ એકલો લડી રહ્યો હતો...મોનાની હાથામાં રાહુલ હતો. જેના ઘામાથી લોહી વહેતું હતું, અને રાહુલ જોર જોરથી રડતો હતો. આકાશ અને સેજલ આ જોઈને આવચક રહી ગયા.આકાશ અને અવિનાશ મળીને એમને ભગાવ્યા...
“આકાશ, તું આટલી બધી લાપરવાહી કઈ રીતે રાખી શકે છે..? આ જો રામુકાકાને કેટલું વાગ્યું છે....? રાહુલની હાલત તો જો, Are You Mad..?”
“પણ મારી વાત તો સાંભળ...”
“મારે કંઈ નથી સાંભળવું, તારા માં મગજ જેવું કંઈ છે...” સેજલને ગુસ્સાનો પાર ન હતો .. એક બાજુ દવા કરતી હતી અને એક બાજુ બોલતી જતી હતી...
“હાં, પણ...”
“શું, હાં, અને તમે બન્ને શું હસો છો..?” મોના અવિનાશને હસતા જોઈને કહ્યું...”
“તો શું કરીએ તો , તમે બોલો છો જ એટલું, એમા આકાશનો કોઈ જ વાંક નથી, એમને ખબર હતી કે અમે આવવાના છીએ એટલે એ આવ્યા હતા...”
“ઓકે.....”
“ઓકે, હવે ખબર પડી,” આકાશ કહે છે.
*******
પછી આકાશ રોજની જેમ મુકવા ગયો. આ બાજુ સેજલના પપ્પાને પડી ગઈ કે, સેજલે એની જ હોસ્પિટલમાં રેકી કરી છે...આ બધા પુરાવાઓ એણે જ ભેગા કર્યા છે... એ અવાચક જ રહી ગયા, જે રાઝ બધાથી છુપાવ્યું હતું. એ એની બેટિયે જ ખોલી નાખ્યું. એટલે જ એમણે ઘણીવાર મારવાનો પ્રયાસ કર્યો હતો.આકાશને પણ એ નિષ્ફલ રહ્યા હતા.
હવે, એમણે તખતો ઘડી કાઢ્યો હતો કે , “ હવે શું કરવું? “
*******
“સેજલ કેમ આટલી મોડી...?”
“મોડું થઈ ગયું કેમ? એમાં કાઇ નવું થોડું છે?”
“કેમ આમ જવાબ આપે છે...?”
“તો કેમ આપું? જેમને જેમ જવાબ આપવો જોઈએ એમ જ આપું છું, એમાં નવું શું છે?”
“બહુ ચઢી ગઇ છે તું નહી, જ્યારથી પેલા આકાશ જોડે કામ કરે છે..”
“હા, કેમ ? તમારી જેમ દાણચોરી અને મર્ડર અને દેશદ્રોહીનું કામ નથી ફાવતું...શરમ આવે છે મને તમને બાપ કહેતા....”
“Ok, Good આ બધું એણે જ કીધું હશે. ને .”
“ના, મેં મારી નજરે જોયું છે. અને અવની મર્ડરમાં તમારો હાથ હતો, મને ખબર છે. પુરાવા પણ છે માંરી જોડે..”
“એ પહેલા એ જોઈ લે કે આકાશની અસલિયત શુ છે...? “
“એ મને કહેવાની કઈ જ જરૂર નથી, મને ખબર છે, એ શુ છે, શું નહી...? “
“ઓકે ગુડ, પહેલા જો આ ન્યૂઝપેપરની હેડલાઈન...એમાં લખ્યું છે કે શું IG બત્રાના મર્ડરમાં એમના જ માનીતા, ઘરના ગણાતા આકાશનો અને એના મિત્રોનો હાથ...? જોઈ લીધું – બીજી વાત એ કે, એ લોકો એ જ બત્રાના ભાઈ સાથે મળીને બત્રાસાહેબનું ખૂન કર્યું કેમ કે એની ગેરકાનુની કામ કારતૂતોનો પર્દાફાશ થયો હતો. અને આટલું જ નહીં, એ આગડ ગેંગ અને ઇસમાઇલ ગેંગ સાથે કામ કરે છે.આ રહી તસવીરો છે જો મને આ ટેપ સંભાળ “ .. ઈસ્માઈલ ભાઈ, મારુ કામ થવું જોઈએ અને પાર્ટનરશિપ 50-50% OK… .” હવે ખબર પડી ગઇ ને બે આ પેપરો વાંચ આ બધું.....”
“પેપરમાં લખેલી વાત નકલી અથવા ખોટી પણ હોઈ શકે છે. તમારા માટે એ સાવ સહેલું છે. ટેપ નકલી પણ બનાવી શકાય છે. તસવીરો પણ નકલી બનાવી શકાય છે. આ બધા પરથી તમે સાચા સાબિત નથી થતાં .....” હજુ સેજલને વિશ્વાસ ન હતો..
“હા, પણ, મને એ કેસમાં ફસાવવામાં આવ્યો છે, અને હુ એમડી છું એટલે મારું નામ જોડી દીધું છે. હકીકતે એનો પાર્ટનર ભટનગર છે. અને ભટનગરને મે મારા ગુજરાતની બ્રાંચમાં પકડ્યો અને એટલે, એ પોલીસ સામે બધું કહેવા તૈયાર થયો એટલે જ તો મેં તેને અહીંયા ધકેલાયો અને પોલીસ જોડે લઈ જવાના હતા, એણે ભટનગરનું ખૂન કર્યું. અવનીનું ખૂન ભટનગરે કર્યું એ તારા આકાશે જ કરાવ્યું છે. અને રાહુલને તેની સાથે એટલા માટે લાવ્યો કે રાહુલને બધી સંપત્તિ મળવાની હતી. અને બત્રાની પ્રોપર્ટી છે, એ 50 લાખમાં હતી. અને બાપદાદાના એકલો વારસ છે, જો રાહુલને કશું થાય તો, બધી પ્રોપર્ટીનો ટ્રસ્ટી તરીકે એનું નામ છે, એટલે હકીકતમાં, એટલે જ એમની નજર 50 લાખ છે. અને જો આ બધું ખોટું હોય તો, તેના પપ્પાએ એને કેમ કાઢી મુક્યો...?” પછી તું માંરી જોડે આવજે તું okay..” આ બધા સવાલોનો સેજલ પાસે કોઈ જ જવાબ ન હતો, રૂમમાં જઈને રડી પડી, રૂમ બંધ કરીને. એ સિવાય બીજું કશું જ ન કરી શકી...”
*******
બીજા દિવસે સેજલ રાહુલને મળીને અને ચેક કરીને જતી રહી. આકાશને મળી પણ નહી. ના વાત કરી લગભગ અઠવાડિયા સુધી એ ક્રમ ચાલ્યો. આકાશને નવાઈ લાગી, તેણે ફોન કર્યો તો સેજલે વાત પણ ન કરી, આકાશે અવિનાશને વાત કરી. અવિનાશે એટલું જ કહ્યું કે
“આકાશ, I think તું એને મળીને જ વાત કર...”
“હા આકાશ, અવિનાશની વાત સાચી છે. તારે એમની જોડે વાત કરવી જોઈએ ને I think અત્યારે એ એમના ફેવરેટ બગીચામાં હશે....” મોના બોલી,
ઓકે... તો હું જાઉં. ત્યાં અત્યારે કદાચ તે જ મળે...”
“ઓકે... જા.”
*******
પછી આકાશ સેજલ ને મળવા તેનાં ફેવરિટ બગીચામાં મળવા ગયો. સદનસીબે એ ત્યાં જ હતી. એ અડધી ઉદાસ , અડધી ગુસ્સામાં , એ રડી રહી હતી. એના દીલને ધક્કો લાગ્યો હતો વિશ્વાસઘાત થયો હતો. સેજલને અચાનક જોઈને, તેની આંખોમાં જોઈને, આકાશને લાગ્યું કે તે રડી રહી હતી તે ઉદાસ હતી.
“સેજલ,.....કેમ છે?”
“ઓહ તમે.......” આસું લૂછ્યા અને પોતાને સરખી કરી, ગુસ્સામાં કહ્યુ....
“કેમ ગુસ્સામાં છો..? કઈ થયું છે? તમે અચાનક આ રીતે....?”
“હાં, તો કેમ...? જરુરી છે તમને મળવું ,,, “ વાત વચ્ચે કાપતા કહ્યુ.
“આકાશ તમે આટલી બધી વાતો કેમ છૂપાવી મારાથી....?”
સેજલ રડતા રડતા તમામ વાતો કહી, એમાં આખી વાત સાંભળીને આકાશે, સ્વસ્થતાથી કહ્યું, કે “એમાં, રડવા જેવું કંઈ નથી, એ તમને પેહલા કહ્યુ હતુ કે, હુ મારા વિશે કાઇ જ નહીં કહી શકું પણ તમે જે સાંભળ્યું છે એમાં 50 % સાચું છે. પણ હું કોણ છું એ વિશે હુ હમણાં તમને નહી કહું “ આકાશના અવાજમાં અલગ સ્વસ્થતા હતી.
“આકાશ , તને I mean તમને બધુ સામન્ય લાગે છે ....?” સેજલના અવાજમાં રડવાનો અવાજ હતો અને ગુસ્સો પણ હતો.
હા.......”
“તો પછી એ વાત સાચી છે કે, તમે જ IG બત્રા નું મર્ડર કર્યું હતું અને તું જ રાહુલને 18 વર્ષ સુધી બચાવિશ, એ પછી એને મારી નાખીશ કેમ કે તું ટ્રસ્ટ નો ચેરમેન છે, અને એ પછી 50 લાખ તારા છે...અને તું જ દેશદ્રોહની પ્રવુતિ કરે છે અને મારા પપ્પાને ફસવવા માટે તે મારો ઉપયોગ કર્યો અને પ્રેમનું નાટક કર્યું ..,.”
“ પહેલી વાત મને કોઈ પ્રોપર્ટી મળવાની નથી. અને મને 50 લાખમાં મને કોઈ જ રસ નથી, હા બીજી વાત કે હું અત્યારે જે કાઇ કરું છું એ માત્ર રાહુલને બચાવવા માટે કરું છું. અને હું એક દેશદ્રોહી નથી અને હવે તું જ વિચાર કે, જો તારા પાપા મારા વિશે જાણતા હોય તો, અને હું એમની દેશદ્રોહની પ્રવૃત્તિમાં સંકળાયેલ હોવ તો, હું એમને સીધાજ મારી નાખું, મારે તને ફસાવવાની શી જરૂર છે? અને રાહુલના મરવાથી જો મને પ્રોપર્ટી મળતી હોત, તો હું તમારી પાસે લાવીને સાજો કરવાની માથાકૂટ કરવાની શી જરૂર છે? તમે ડૉક્ટર છો, તમે મારી કરતા વધુ ભણેલા છો. તમારે સમજવું જોઈએ. એક વાત સાચી છે કે, હું આગડ ગેંગ જોડે છું, પણ હું તમે જે સમજો છો એ નથી. રહિવાત પ્રેમના નાટક ની, I Think મારા ખ્યાલ મુજબ એવી કોઈ વાત જ થઈ જ નથી આપણી બન્ને વચ્ચે.... Okay I’m Right…? “ સેજલની સામે જોઈને કહ્યું. સેજલની પાસે કોઈ જ જવાબ ન હતો. સેજલને પણ લાગ્યું કે “ ક્યાંયક ને ક્યાંયક એ સાચો છે. જ્યારે શંકાની સોય એના પપ્પા તરફ વધારે હતી. બંને તરફ શાંતિ છવાઈ ગઈ.
“Sorry “ સેજલે કહ્યું.
“It’s okay….. bye……”
“એક મિનિટ હુ આવું છું, તમને મૂકી જઈશ...”
“ના, આંભાર હુ જતો રહીશ.....”
“Plz…….”
“Okay…. “સેજલની સામે આકાશનું કઈ ન આવ્યું...”
બંને ગાડીમાં બેઠા. ગાડીએ તેની મંઝિલ શોધવા માંડી. “તે મને પ્રેમમાં ફસાવી છે,” આ શબ્દો હજુ પણ તેના કાનમાં ગૂંજતા હતા. સેજલના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાતો અને ઉદાસ રડમસ ચહેરો હતો. સેજલ પણ આંછી ત્રાંસી નજર નાખી દેતી હતી. તેના મગજમાં હજુ પણ કંઈ જ બેસતું ન હતું આકાશનું મગજ સંપૂર્ણ રીતે દોડી રહ્યુ હતું, એને લગભગ બધી કડી મળી ગઇ હતી.
“આવવુ નથી અંદર રાહુલને મળવા...”
“ના...” ગાડીમાંથી ઉતરતા જ આકાશે પૂછ્યું પણ સેજલે ગુસ્સામાં નકાર માં જવાબ આપ્યો..
“મારી ખાતર નહીં રાહુલ માટે કહું છું હું તારો ગુનેગાર છું ને રાહુલ તો ગુનેગાર નથી ને .. પ્લીઝ ..” આકાશની આજીજીનો સેજલ ઇનકાર ન કરી શકી, એ પણ ઉતરી.
**********************************************************
અંદર જતા જ રાહુલ બહાર ફરવા જવાની જીદ પકડી , સેજલે એને સમજાવીને માંડ માંડ જમાંડ્યો.
“ આકાશ શું થયું ....? “ મોનાએ આકાશના ચહેરા પર બદલાતા ભાવ જોઇને કહ્યું.
“ કઈ નહિ પણ આ રાહુલને શું થયું છે ?? “ આકાશે પૂછ્યું.
ખબર નહિ એ ક્યારનોય જીદ પકડીને બેઠો છે કે મારે બહાર ફરવા જવું છે બસ મારે બહાર ફરવા જવું છે ફરવા જવું છે..... બસ.......” મોના એ કહ્યું
“ તો લઈ જઈએ બીજું શું?” આકાશ બોલ્યો,
“પણ આ સ્થિતિમાં ? અત્યારે રાહુલ માટે જોખમી છે,” અવિનાશ બોલ્યો.
“એને બહાર લઈ જવો એટલા માટે જ જરૂરી છે ...” સેજલ રાહુલના રૂમની બહાર આવતા બોલી “ કેમ કે, આ સમય રાહુલની રિકવરીનો છે, બહુ જ ઝડપથી રિકવરી આવી રહી છે . અને જો આમ ને આમ જ રોકતા નહી રહીશું તો સારું નથી. અને હા રાહુલે કેટલીક પેઇન્ટિંગ પણ બનાવી છે, જે કદાચ તમારા માટે વધુ ઉપયોગી છે . “ એણે લાલ રંગવાળું પેઇન્ટિંગ ના કાગળો ટેબલ પર મુક્યા.
“Okay, પણ આમાં એવું ખાસ શુ છે...? મોના બોલી,
“ એણે બધા ચિત્રોમાં બે જ રંગ અને એક જ વસ્તુ બનાવી છે. આ જુઓ, કોઈ ચેઈન જેવું છે એનો રંગ છે લાલ ,એ પણ જેવી તેવી રીતે નાખ્યો નથી ગોઠવ્યો છે . અને આ લીલો રંગ અને ખેતરનું ચિત્ર.....” સેજલે ચિત્ર બતાવતા કહ્યું, “અને હા, એકમાં ડિઝાઇનવાળી લાકડી બનાવી છે....”
ત્રણેય જણે સાથે ચિત્રો જોયા.
“ડૉ. આનો અર્થ શું હોઇ શકે...” મોનાએ પૂછ્યું.
“ એ જ કે કદાચ એણે ખુન થતાં જોયું હોય , અથવા એવું કઈક જોયું છે જે કદાચ ખુનીના હોય આ લાકડી, ચેઇન, પટ્ટો, આ ગાડીનું ચિત્ર, ખેતર એ જગ્યા હોય જેમાં મિ.બત્રા નું ખુન થયું હોય “ સેજલ બોલી,
‘પણ એ જરૂરી નથી કે આ બધું એ જ વ્યક્તિનું હોય ? “ અવિનાશ બોલ્યો.
“હા ....... ડૉ, , એ કઈ રીતે ખબર પડે છે કે આ ચિંત્ર એક જ વ્યક્તિની છે કે અલગ અલગ...? આકાશ બોલ્યો,
“ મને લાગે છે કે કદાચ આ ચેઇન અને કાર એક જ વ્યક્તિની છે, પરંતુ બાકી લાકડી, પટ્ટો, અલગ કેમ કે એ અલગ કાગળ છે .” સેજલ બોલી,
“હા, પણ એ જરુરી નથી કે આ બધું બત્રા સાહેબ ના ખૂનના સંદર્ભમાં જ હોય ? એવું પણ હોય કે એના મનમા જે આવે તે દોર્યું હોય ....” અવિનાશ બોલ્યો.
“અવીનાશ મને પણ પેહલા એ જ થયું હતું. પણ, મેં તેને આ ચિત્રો વારંવાર દોરતા જોયો છે. એ દોરયા પછી એકદમ ડરી જાય છે અને એના શરીર પર પરસેવો વળી જાય છે અને તાપમાન પણ વધી જાય છે. ધબકારા પણ, અને મોના એની સાક્ષી છે, કેમ મોના...?’” સેજલે કહ્યું..
“હા, સર, અને અમે આ ચિત્ર નિષ્ણાતને બતાવ્યા છે, એમનું કેહવું એમ જ આ ચિત્રો જે દોરયા છે એ કોઈ ધટનાનું વિવરણ છે .” મોના બોલી...
“પણ એક વાતને માટે સોરી બે દિવસથી રાહુલે પેન્ટિંગ બંધ કર્યું છે અને દવા લેવામાં પણ જીદ્દી થઈ ગયો છે. એનું કારણ છે એ બંધરિયા વાતાવરણ છે એ ઘૂંટાય છે......અને બહાર લઈ જવો જ પડશે “ ... ડૉ. સેજલ ભારપૂર્વક બોલ્યા.
“ ઓકે તો પછી તમે કહો એમ . તમે અને મોના લઇ જાવ ” આકાશે સંમતિ આપી,
“ ના એ તમારી જોડે જ આવવા જીદ કરે છે “ મોના બોલી.
“ તમે અને ડો રાહુલને લઇ જાવ હું અને મોના તમારી પાછળ પડછાયાની જેમ હોઈશું ....” અવિનાશ બોલ્યો.
“ ઓકે ...” આકાશે મુક સંમતી આપી.
“ અને હા એને ફન વર્લ્ડમાં લઇ જઈશું અને બીજું, ગન લાવજો, પણ એ નજરમાં ન આવવી જોઈએ.” સેજલ બોલી,
“ઓકે...”
*****************************************************************
“પછી, આકાશ, રાહુલ અને સેજલ ત્રણેયે ફનવર્લ્ડમાં ખુબ જ ફર્યા મોડી રાત સુધી , ખુબ જ અનાદ કર્યો. મોડી રાતે પાછા ફર્યા. આ લગભગ રોજનો ક્રમ થઇ ગયો હતો. ક્યારેક ફરવા જવાને બહાને ક્યારેક જમવાના બહાને એ રાહુલ બહાર જવાની બહુ જ જીદ કરતો અને લઇ જ જવો પડતો.
બે દિવસ પછી રાતે પાછા આવી રહ્યા હતા ત્યારે એક સર્કલ પર કેટલાક ગુંડાઓએ ત્રણેયને મારવાનો પ્રયાસ કર્યો ધમાસાણ ગોળીબાર થયો બન્ને બાજુ થી. અને આકાશ અને અવિનાશનાં ગોળીબારમાં એક જણ વિન્ધાયો. એ રાહુલે નજરે જોયું. એના મોમાંથી ચીસ નીકળી ગઈ અને રાહુલ બેહોશ થઇ ગયો.
**************************************************************
આ જોઇને ડો.સેજલ લગભગ ડરી જ ગઈ. અને એને ગુસ્સો પણ બહુ જ આવ્યો. બધા એને રૂમ પર લઇ આવ્યા.
“ આ કામ કોનું હશે? “ મોના બોલી.
“ કોનું હોય આપણી ગેંગ આગડ ગેંગ અને કદાચ રઘુનદનજી નું પણ હોઈ શકે ...” આકાશ બોલ્યો.
“ એનો અર્થ એ કે આપણી ઉપર બધું ફૂટેલું જ છે એમને .......” અવિનાશ બોલ્યો.
“ હા અવિનાશ જુગાર સાચો પડ્યો ..... “ આકાશ બોલ્યો.
“તમે લોકો શું વાત કરો છો ... ?’” સેજલ કંટાળીને બોલી.”
“કંઈ નહીં, ખૂટતા પાના પુરા થઇ ગયા....” આકાશ બોલ્યો.
“ આકાશ રાહુલ ઊંઘમાં તમારૂ નામ બોલે છે. ....” રામુકાકા બહાર આવતા બોલ્યા.
“ આકાશ તમારે થોડીવાર તો એની જોડે બેસવું જ પડશે ...” સેજલ બોલી.
“ હા ............” પછી આકાશ અને સેજલ બન્ને રાહુલ જોડે બેઠા. એક બાજુ સેજલ અને એક બાજુ આકાશ બનેના હાથ પકડીને રાહુલ આરામથી ઊંઘી ગયો. બંનેના હાથ એટલા સજ્જડ રીતે ભેગા કર્યા હતા કે તે બન્નેને ત્યાં બેડ પર બેઠા અથવા ઊંઘવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. મોડી રાત સુધી બંને માંડ સુતા રહ્યા. બનેની એકબીજાની આંખમાં આંખ નાખવાની હિંમત પણ ન હતી , છતાં આછા પ્રકાશમાં બંને જોડે હતા.બનેને સૂઝતું ન હતું કે શું કરવું ? આકાશે મોડી રાતે રાહુલનો હાથ છોડાવ્યો. પણ એ વખતે સેજલનો હાથ પણ એના હાથમાં સજજડ હતો, એને માંડ છોડાવ્યો. ઊઠીને બંનેને ઓઢાડ્યું અને એ બહાર આવ્યો.
“શું થયું, આકાશ...?” અવિનાશ આકાશ ના પગરવ સંભાળીને ઉઠી ગયો.
“કહી નહી, મારા મગજ માં આખો કેસ કલિયર થઇ ગયો છે, ....”
“એ કંઈ રીતે....?”
“સાંભળ, પહેલા તો એ લોકોએ આ ig બત્રાનું અપહરણ કર્યું હશે, એના ફાર્મ હાઉસ પર જ લાવ્યા હશે ત્યાં જ એમનું ખૂન કર્યું, પણ એમના કમનસીબે રાહુલ ત્યાં એ ખૂન જોઈ ગયો, અને આ ખૂન માં, રઘુનંદન સીધી રીતે નહિ આડકતરી રીતે સામેલ છે. હથિયારો માણસો, પૈસા એના , આપણા હેડ ક્વાટરમાંથી વિજય ચૌધરી અને મેંમણે, બત્રા સાહેબ વીશેની રજે રજ ની વિગતો પૂરી પાડી અને અપરહણ માં એમણે જ મદદ કરી અને હત્યા માં પણ ,,,,, અને પછી એ કેસ રફેદફે કર્યો.....?
“પણ, આકાશ બે વાતો મારા મગજમાં સતત ખટકતી રહે છે. એક રાહુલ હત્યાના સ્થળે કઈરીતે આવ્યો કેમકે હત્યા તો અપહરણ કર્યા પછી થઇ હતી. બીજું અપહરણ કરીને એમના ગામડાનું જ ફાર્મહાઉસ કેમ પસંદ કર્યું? અને ત્રીજી વાત આપણે ત્રણેયને હત્યા સ્થળે મોકલવાનું કામ આરઝુ જોડે કોણે કરાવ્યું ? ચોથું કે પોલીસને આ માહિતી કોણે આપી કે હત્યા, આપણે કરી છે...?” મોના બોલી.
“હા, આકાશ બીજું બધું તો ઠીક આરઝુ આપણો બાતમીદાર છે એ આપણા ત્રણેય અને બત્રાસર સિવાય કોઈ હતું જ નહતું જાણતું . બીજુકે બત્રા સાહેબનો બોડીગાર્ડ અને ડ્રાઈવર બન્ને ex army man છે … એમને માંરવા કે પટાવવા સહેલા નથી, તે અમને અપહરણ વખતે ખસેડ્યા કોણે..? “ અવિનાશ બોલ્યો.
“હા, કદાચ આ કામ માત્ર એજ કરી શકે છે જે એમની નજીક છે. આ પ્રશ્નનો જવાબ ત્યાં પહોંચ્યા વિના નહિ મળે, અથવા તો રાહુલના બોલ્યા પછી જ કંઈ ખબર પડશે... “ આકાશ બોલ્યો.
“આકાશ, આપણે કેવી રીતે જઈશું..? આપણે માટે તો શૂટ એટ સાઈટ ના ઓર્ડર છે, અને હા બીજું કે આપણાં ત્રણેયની ગન ત્યાં ગઈ કેવી રીતે હતી?” અવિનાશ બોલ્યો,
“હા, આકાશ,...”
“એનો બંદોબસ્ત પણ થઈ ગયો છે. મેં DGP સાહેબના આત્મસમર્પણ માટેનો કાગળ આપી દીધો છે.અને સાથે આપણી માહિતી સાથે હું એમને મળી પણ આવ્યો છું, બસ, એમણે પાછલા બારણાં ગુજરાત જવાની પરમીશન આપ દીધી છે. પણ શરત એ છે કે એ પહેલા પુરાવા સહિત, ખુંનીઓની લીસ્ટ સહીત આખી ફાઈલ આપવી પડશે અને બે દિવસ પછી એ ડેડલાઈન પૂરી થશે....પણ હજુ ફાઈલ તૈયાર થઈ નથી, એનું ટેન્શન છે.....”
“હા, હજુ નક્કર પુરાવો તો, રાહુલ છે એ જ્યા સુધી એે બોલતો નહી થાય ત્યાં સુધી બધું નકામું છે....” મોના બોલી,
આ બાજૂ ઊંઘમાંથી ઉઠેલી સેજલ આ બધું સંભાળીને એના તો હોશ જ ઉડી ગયા, કે શુટ એન્ડ સાઈટ ના ઓર્ડર છે, પણ CIDની વ્યક્તીઓ છે , એ સાંભળીને એના દિલમાં ઠંડક વળી.
***********************************************************************
બીજા દિવસે સવારે આખી રાતના ઉજાગરા છતાયે આકાશ જાગતો હતો રિપોર્ટ તૈયાર કરવા માટે, અને રૂમમાં ગયો ત્યાં, સેજલ શાંતિથી સૂતી હતી, કદાચ એને ઘણા દીવસે ઊંઘ આવી હતી, આકાશની સિક્રેટ વાતોથી . આકાશ રૂમમાં ગયો તો ખરો પણ મૂંઝવણમાં હતો કે કઈ રીતે ઉઠાડાવી સેજલને. છતાં હિંમત કરીને એના ખભાને હળવો સ્પર્શ કરીને ઉઠાડી.
“સેજલ....?” સેજલ....”
“હા....” એ અચાનક જ ઉઠી ગઈ.
“ઉઠો ને, તૈયાર, થઇ જાવ, 8 વાગી ગયા છે, હું તમને ઘરે મૂકી જઉં..,,”
“ઓકે. ” પછી તૈયાર થઈને બહાર નીકળ્યાં રોજિંદા ક્રમ મુજબ જ આકાશ એને મુકવા ગયો, એ રસ્તામાં ખુલાસો કરવા માંગતી હતી પણ આખા રસ્તે કઈ જ ન બોલી શકી, છેલ્લે એના ઘરે પહોંચ્યા પછી....
“સોરી, આકાશ, મે તમને ન કહેવાનું કહ્યું.., એના માટે....સોરી .. ”
“એ તો sorry, કહેવાની કંઇ જ જરૂર નથી હુ જે છું એ જ છું.....”
“તમે શું છો, અને શું નથી, મને તમારી કાલ રાતની વાતો પરથી ખબર પડી ગઇ છે, અને કાલે તમે રાહુલની જુબાની લઈ શકશો. “
“ઓકે, થેન્ક્સ , પણ જરા ધ્યાનથી કે કોઈને...”
“ડોન્ટ વરી , કોઈને કઈ જ નહિ પડે ... હા, આ ગાડી તમે લઈ જાવ...”
“પણ ”
“Arguments નહિ..”
“Okay…. હુ સાંજે મળીશ....”
“Bye…..Byee …. “ આકાશે ગાડી, ભગાડી મુકી હતી.
*****************************************************************
એ પછી સેજલ અંદર થઈ ગઈ . આ બધું એના પપ્પાએ જોયું, અને એમનો ગુસ્સો ભડકી ઉઠ્યો.
“તારી હિંમત કઈ રીતે થઈ, આમ આ રીતે તારા બાપના દુશ્મન સાથે આખી રાત વિતાવીને આવવાની , અને મારી ગાડી આપવાની...” અને ધડામ દઇને બે તમાચા ચોડી દીધા...
“હુ તમારા ફાલતુ સવાલોના ફાલતુ જવાબો આપવા બંધાયેલી નથી okay… ” એ દોડીને રૂમમાં જતી રહી, અને રડી પડી.... આ આખી વાત માં, સેજલને હજુ સુધી એક વાત ન હતી સમજાઈ કે આકાશનો પરિવાર શુ છે ? એ કયાંનો છે ? એને ત્યાં જવાની ઈચ્છા નહી થતી હોય...?
***********************************************************
બીજે દિવસે રાત્રે બધા હતા ત્યારે પહેલી જ વાર રાહુલે બધા જોડે વાત કરી, થોડો ડરેલો હતો, થોડો ખુશ અને થોડો ગમગીન પણ હતો, એ બધાને ભેટીને ખુબ જ રડયો અને સેજલ ને કહ્યું,
“ આન્ટી , તમે મને છોડીને તો ક્યારે ક્યાય નહી જાવ ને...?”
“ના , બેટા.....કેમ?” એને ગોદમાં ઊંચકતાં કહ્યું
” જેમ તમે પપ્પા મને છોડી ગયા , મમ્મી ગયા એમ....?મને બહુ બીક લાગે છે.... plz તમે મને છોડીને ન જતાં....એ લોકો મને મારી નાખશે ...” એ જોરથી વળગી પડ્યો,
“કોણ બેય ...? કોણ મારશે તને...?” વાત બોલાવવા સેજલે પૂછ્યું.
“એ જ જેણે પપ્પાને માર્યા...” એણે જોરથી પકડતા અને રડતા કહ્યું.
“કોઈ નહી મારે તને.... અમે છીએ ને...” આકાશે સેજલ કંઈ પૂછે એ પહેલા જ સેજલને ઈશારાથી ના પાડી, એ નહતો ઈચ્છતો હતો કે એ આ રીતે રડે....
“જા, જઈને સુઈ જા....જા...” આકાશ..” જાવ આને સુવડાવી દો,, “ સેજલને કહ્યું, એ એને લઈને અંદર ગઈ,
“આકાશ , સેજલને કેમ અટકાવી..?” મોનાએ કહ્યું.
“હા, આકાશ, એ આખી વાત ખેલાવી દેત...” અવિનાશ બોલ્યો.
“ Sorry પણ હું નહતો ઈચ્છતો કે એ રડે અને એની વાચા ઘણા દિવસે પાછી આવી છે, અને યાદશકિત પણ , તો, એ આ રીતે દુઃખી થાય અને અમેય એના નાનકડા મગજે સહનશક્તિની તમાંમ હદ વટાવી દીધી છે. એ માંડ સેજલ જોડે રડીને બધુ દિલના એક બાજુ રૂમ ભાગમાં બધ કરી શક્યો છે. થોડા દિવસ જવા એમાંય આપણે હવે ગૂજરાત તો જવાનું જ છે....” આકાશની આંખમાં આંસું આવી ગયા,
“આકાશ થોડા ટાઇમ માટે રાહ જોઈ હોત તો , હુ વાત તો ઉકેલાવી દેત....” સેજલ બહાર આવતા બોલી,
“હુ નથી ઈચ્છતો બે – ત્રણ દિવસ રહેવા દે એને આમેય એ કાલની ઘટનાથી.....”
“ના, કાલની ધટના એ જ તો એના મનની વાચા ખોલી છે....” સેજલે અટકાવતા કહ્યું
“Oh Thanks, great” અવિનાશ...
“આકાશ આપણે ધીમેધીમે એની જોડે વાત ખોલાવવાનો પ્રયાસ કરીશું.... એ કેમ રહેશે ?” મોના બોલી.....
“હા,” એ તો એમ કરો, પણ તમને કોઈ....” સેજલ બોલી...
“ના નહી, થાય....,” આકાશે વાત વચ્ચે કાપતાં કહ્યું.
“Okay, Good, હુ જાઉં છું, બહુ મોટું થઈ ગયું છે.... okay…” સેજલ બોલી,
“Okay….”
“Bye, friends ..…”
“Byee “ પછી, સેજલ એના ઘરે ગઈ
**************************************************
ધીમે ધીમે અઠવાડીયાની અંદર આકાશ, સેજલ, અવિનાશે, મોનાએ રાહુલ જોડે બધી વાતો ખોલાવી, તેના માટે પ્રથમ તો, એને મુંબઈમાં અને એની આજુબાજુ ફેરવ્યો એને મનથી, દિલથી બધી જ રીતે ટેન્શન મુક્ત કર્યો. એની જોડે બધી વાતો ખોલાવી , ઘણી વાતો ચિત્રો દ્વારા અને વાતોથી , એ વાતોથી એ લોકોને તમામ વાતોનો છેડો મળી ગયો. આખી વાત ક્યાંથી શરૂ થઈ અને ક્યા પુરું થાય છે. હત્યાના મૂળ કારણનું પણ . એ જ વાતો એમના બોસને કહેવા જતા હતા એમાં સેજલ પણ જોડે હતી અવિનાશ મોના પણ હતા , પણ રસ્તામાં પોલીસની નાકાબંદી હતી. પોલીસના ચોપડે તો એ બધા મોસ્ટ વોન્ટેડ ગુનેગાર હતા. આકાશે મોના અને અવિનાશને તો ઉતારીને ભગાડી દીધા પણ આકાશ અને સેજલ ફસાઈ ગયા કેમ કે પોલીસની નજર એમની પર પડી ગઈ.
“વાહ, શુ વાત છે, મૂર્ગો પોતાની જાતે જ ફસાઈ ગયો......ચલ બહાર નીકળ...” એક પોલીસ વાળા એ કહ્યું.
“સર, એક છોકરી પણ છે, જોડે...” એક બીજો પોલીસ વાળો બોલ્યો.
“એય બહાર નીકળ....” બીજો કોન્સ્ટેબલ આવ્યો એ જોરથી બોલ્યો. બન્ને બહાર આવ્યા, ઈન્સપેકટર પૂરેપૂરો, ખાઉધરો લુંચ્ચો ખરાબ હતો.
“વાહ, શુ વાત છે ! કેટલી સરસ રૂપવતી છે.....! ક્યાંથી ઉપાડી આવ્યો...? “ એણે સેજલ પર નજર ફેરવી બહુ જ ખરાબ રીતે, આકાશ અમસમી ગયો, પણ ચુપ રહ્યો.
“એવા સાલ્લા, ક્યા હતો અત્યાર સુધી સાલ્લા અને તારા બીજા નાલાયકો ક્યા છે..? બોલ...નાલાયક ” પેલા પોલીસ ઇન્સ્પેકટરે બે-ચાર લાફા માર્યા આકાશને. આકાશ કંઈ જ ન બોલ્યો, તો ફરીવાર એણે ફટકારી.
“બોલ તારા યારને ક્યાં છે એના બીજા ચમચા.....”એ સેજલની નજીક ગયો અને આંખના અશ્લીલ ઈશારા કર્યા.
“તારે જે વાત કરવી હોય થી હોય એ મારી જોડે કર....”આકાશ એની હરકત જોઈને બોલ્યો.
‘વાહ....તારો જીવ તો અંહીયા છે......” એણે સેજલ નો હાથ પકડયો ખરાબ રીતે દબાવ્યો, અને ફરી કહ્યું, “ બોલ, છોકરી, તને હું આના કરતાં, વધારે ખુશ કરીશ, આમેય આના કરતા વધારે પૈસા આપીશ, બોલ ... તેને હું કઈ નંહિ થવા દઉં......” એણે એવી રીતે સેજલના શરીર પર હાથ ફેરવ્યો અને નજીક જઈને એ રીતે કર્યુ કે આકાશનું મગજ છટક્યું, આકાશે જોરથી ઇન્સ્પેકટરને પકડીને એને બે- ત્રણ લાફા લગાવી દીધા.
“તારી હિમત કેવી થઈ.....? મારી ખામોશીને મારી નબળાઈ સમજે છે, તારી હિમત કઈ રીતે થઇ સેજલને આ રીતે ........? “ એને જોર થી પકડ્યો અને બે – ચાર બીજા લાફા લગાવી દીધા. એટલામાં ચાર પાંચ કોન્ટેબલ આવી ગયા અને આકાશને પકડ્યો
“પકડો સાલ્લા ને ....” કોન્સ્ટેબલ ભેગા થઈને આકાશને પકડ્યો.
આકાશના આવા વર્તનથી સેજલ પણ ડધાઈ ગઈ, એને પણ શું બોલવું એ સુઝ્યું નહી.
“તારી હિંમત......” એમાં ઇન્સ્પેકટરે ઉભા થઈને ગાળો ભાંડી.
“ લાગે છે કે મારે તને તારી હેસિયત બતાવી જ પડશે જ ,,,,” આકાશ બોલ્યો.
“તું મને મારી હેસિયત બતાવીશ....? નાખ આને સાલ્લાને ગાડીમાં અને આ છમકછલ્લોને પણ નાખ ....”
એ ઇન્સ્પેકટર બન્ને પોલીસ સ્ટેશનમાં લઈ ગયો.
“હુ તને અહી ઊડાવી દઈશ ને તો કોઈને કંઈ ખબર પણ નઈ પડે, અને તારી છમકછલ્લોને તો હુ મારી બનાવીશ ....” એણે સેજલને શરીરથી જોરથી પકડી.
“છોડ એને.....”
“બહુ દુઃખે છે....? દુખ થાય છે...?. ઓહ્હો હોં ,,,,,,,,,,,,,,,, હો......” ફરીથી ઇન્સ્પેકટરએ સેજલને પકડી.
“છોડ.....” એને જોરથી બન્ને કોન્ટેબલના હાથ છોડાવીને બન્ને જોરથી બે – ચાર ફેંટ માંરી અને ઇન્સ્પેકટરને મારીને જોરથી એક બાજુ ફેંકી દીધો.
“એકલા, હુ તારો બાપનો પણ બાપ છું....” જો, આ , તારા બાપનું I – CARD…..”
એણે ખિસ્સામાંથી I-card કાઢીને બતાવ્યું,Special cell of police, CID, ગુજરાત, direct from central gov. Delhi. હાજર રહેલા તમામના હોશકોશ ઊડી ગયા, આકાશે ઇન્સ્પેકટરને પકડીને બીજા બે ચાર તમાચા માર્યા,
“Sorry, Sorry sir…. પણ તમારું નામ તો, Sorry sorry ma’am…” ઇન્સ્પેકટર અને કોન્સ્ટેબલને બિલકુલ ખબર ન પડી કે શું કહેવું અને શું કરવું ? એકદમ શોક રહી ગયા.
“You, are dismissed, okay , અને અમારું ગુનેગાર હોવું , એે અમારા મીશનનો હીસ્સો છે. તારો રિપોર્ટ કરી દઉ છું અને કોન્સટેબલ DIGને ફોન લગાવ.... સેજલ આ કાગળ પર સહી કર “
“કેમ? “ એ સેજલ આકાશનુ સ્વરૂપ જોઇને લગભગ ડઘાઈ જ ગઇ, અને આશ્ચર્યમા મુકાઈ ગઈ એ અલગ... સેજલને એ વખતે કંઈ જ સૂઝ્યું નહી શુ કરવું એ બહું જ આશ્ચર્યમાં મુકાઈ ગઈ.
***************************************************************
આ બાજુ મોના અને અવિનાશ બને જઇ પહોચ્યા એમના બોસ ના ઘરે , એ વખતે રાતના 10 વાગયા હતા. એમણે જઈને બધી જ વાત સરને શરૂઆતથી અંત સુધી કરી.
“સર, અત્યારે આકાશ મુશ્કેલીમાં છે, તમારે અત્યારે જ આવવું પડશે....”
“હા, પણ, તમે લોકો તો આ બધુ પતાવીને પાછા ન’તા જતા રહ્યા?”
“હા, સર એ અફવા અમે જ ફેલાવી હતી, એનું કારણ એ છે કે આપણી જ ઓફિસના માંણસો ફુટેલા છે, પહેલાં, તો એમનાથી છુટકારો મેળવવો પડશે.......”
“OK એ બધુ પછી કરીશુ પેલા પોલિસ સ્ટેશન જઈશુ?” સર બોલ્યા.
“હા....” પછી ત્રણેય પોલીસ સ્ટેશન પહોચ્યા , ત્યા આકાશ ગુસ્સામાં લાલચોળ હતો,
“આકાશ સ્ટોપ ઈટ ઓલ ...., “ અંદર પ્રવેશતાં જ ઓફિસર બોલ્યા..”
“સર...., “ આકાશે, સલામ ભરતા કહ્યું, એમણે i-card બતાવ્યું, આઇ કે મિશ્રા IB chief
“ Sorry સર, અમને ખબર ન હતી કે....”
“વાહ હુ જો ઓફીસર ન હોત તો, કોઈ સામાંન્ય માણસ હોત તો તે મારૂ .....” આકાશ ગુસ્સામાં બોલ્યો,
“બસ, આકાશ, ઇન્સ્પેકટર , આ કઈ સારી વાત નથી, તારો સૌથી મોટો ગુનો એ છે કે તે સેજલ સાથે ખરાબ વર્તન કર્યું અને એના માંટે તને માફી નહી મળે ....” મિશ્રાસર બોલ્યા,
“સર, DIG સર, લાઈન પર છે, કોન્સ્ટેબલ ફોન આપતા બોલ્યો,
“એમને ફોન કોણે લગાવ્યો...?” એમણે ફૉન દબાવતા પૂછ્યું.
“આ, સરે..... “ આકાશ સામે જોઇને કહ્યુ.
“OK, લાવ....”
“Hello, સર મિશ્રા બોલું છું,...”
“મિશ્રાજી આજે અચાનક મારી યાદ કંઈ રીતે આવી...?
“આ તમાંરા પોલીસ સ્ટેશનમાંથી બોલુ છું, માંરી એક રિલેટીવની છોકરી અને ડો. સેજલ જોડે તમારા એક પોલીસ સ્ટેશનના ઈન્સ, અને કોન્સ્ટેબલે ખરાબ વર્તન કર્યું છે, બોલો શું કરશો એને....?” ચતુરતાથી આકાશ નું નામ લીધા વગર કહ્યું .
“એને ફોન આપો..” ફોનમાં બરાબર ઝાટકણી કાઢી અને તાત્કાલિક પદ છોડવા કહ્યું. અને મિશ્રાની માફી માંગી,
“આકાશ, ચાલો ઘરે જઈશું,”
“Ok sir…” પછી બધા બહાર આવ્યા.
“સર, જો તમને વાંધો ન હોય તો હુ આકાશ જોડે ઘરે જવા માંગુ છું, ખૂબ જ અપસેટ છું ...” સેજલ બોલી,
“ઓકે આઈ ડોન્ટ માઈન્ડ ,,,,,, આકાશ તમે જાવ, આપણે કાલે મળીશું , અત્યારે હુ અને અવિનાશ મોના પ્લાનિંગ કરીશું , આપણે બંને કાલે મળીશું અને હા, રાહુલ વિષે એકદમ રિલેક્સ રહેજે, એ મારા ઘરે છે....”
“OK, સર....”
બને ગાડીમાં ગોઠવાયા ,ગાડી સફર પર નીકળી પડી. બન્નેને શુ બોલવું એ કંઈ જ ખબર પડી નહી,
“તને ક્યાં છોડું ઘર પર..? “ આકાશએ મૌન તોડ્યું.
“ના, અત્યારે ઘરે જવાનો કોઈ જ મૂડ નથી , આમેય પપ્પા તને જોઇને ભડકશે, તમારા ઘરે ...? “ સામે રોડ પર જ સેજલની નજર હતી આકાશ સામે જોવાનું મન ન હતું.
“Okay, as You Wish.. જેવી તમારી ઈચ્છા, પણ અત્યારે , એના કરતાં બીચ પર જઈએ , દરિયા કિનારે....?”
“અત્યારે....?” સેજલ આશ્ચર્ય સાથે બોલી.
“જો તમારી હા, હોય તો...?” આકાશે સેજલ તરફ જોયું હજુ એ નજર નહતી મેળવતી.
“Ok….” સેજલે માંથુ સીટ પર માથું મુકતા કહ્યું.
ગાડી બીચ તરફ દોડવા માંડી. એક છેડે જઈને ગાડી ઉભી રહી. રાતનો નિર્જન સન્નાટો હતો, અંધારું હતું સુસવાટા બંધ પવન સન્નાટાને તોડી રહ્યો હતો અને સમુદ્રના મોજા ઉછળીને એ સન્નાટાને તોડવા માંથી રહ્યા હતા. ચાંદની પ્રકાશ અંધારાને તોડીને અને શહેરની કુત્રિમ સુંદરતા વચ્ચે પોતાની કુદરતી સુંદરતા વધારવા મથી રહ્યો હતો. બને ગાડીમાંથી, નીચે ઊતર્યા, બંને ગાડીના ટેકે જ ઊભા રહ્યા,
“ચાલ, ત્યાં જઈને રેતીમાં જઈને બેસીએ.....” ફરી આકાશે મૌન તોડવાની કોશિશ કરી.
“ઓકે …….” બન્ને દરિયાકિનારે રેતીમાં જઈને બેઠા, બન્ને શાંત હતા, ઊદાસ હતા, સેજલ સૌથી વધુ ટેન્શનમાં હતી, અને વિસ્મય.. પણ પામેલી હતી. થોડીવાર બન્ને શાંત રહ્યા.
સેજલ મૌન તોડતા બોલી, “ આકાશ શું વાત છે ? હજુ કેમ ઉદાસ છે ? અને હા, sorry, મે તમને પહેલા જે બધું કહ્યું અને જે તમને એને માટે.....”
“એની કઈ જ જરૂર નથી, તમારી જગ્યાએ હુ હોત તો પણ મે એ જ વિચારું હોત જે તમે વિચાર્યું.”
“હા પણ, મે જરા....”
“બસ એ વાત યાદ કરવાની કોઈ જ જરૂર નથી....” આકાશ સેજલને અટકાવતા બોલ્યો.
“Okay…..” ફરીવાર બંને વચ્ચે શાંતિ છવાઈ ગઈ. સેજલ ઘડીક દરિયા સામે જોતી તો ઘડીક આકાશના ચહેરા સામે, જાણ એ ચંહેરામાં કંઈક દર્દ હતુ કંઇક છુંપાયેલુ દર્દ હતુ....”
“આકાશ, તમને એક વાત પૂછું....”
“હા, પૂછો......”
“ખોટુ ન લગાડતા ......”
“આમાં આટલું બધું કહેવાની કોઈ જ જરૂર નથી, જે પૂછ્યું હોય. એ બેધડક પૂછ...”
“Ok,…. તમે કોઈ ટેન્શન માં છો...?
“ના કેમ...?
“છો, હુ તમને અને તમારા ચહેરા જોઇને કહી શકું છું કે તમે કોઈ ટેનશનમાં છો. તમે માનો યા ન માનો, તમે લાખ છુપાવવાનો પ્રયાસ કરો, પણ તમારો ચહેરો કહી આપે છે. જો મને કંઈક માનતા હોવ તો કહો.... PIZ…..” આકાંશના હાથ પર હાથ મુકતાં કહ્યું .
“એવું કંઈ નથી....” આકાશે ચહેરા પરના ભાવ છુપાવવાનો પ્રયાસ કર્યો.
“મારાથી કેમ છુંપાવો છો ? તમે આજ સુધી મારી દરેક વાત માની છે, અને દરેક વખતે મને અંગત ગણી છે, તો તમારી પર્સનલ ટેન્શનમા મને કેમ ભાગીદાર નથી બનાવતા ?”
“એવુ નથી પણ......” આકાશ થોડો અકળાયો.
“એવું જ છે, એક વખતે મારી સામે જોઇને મારી આંખમાં આંખ નાખીને કહો કે, તમને કોઈ જ તકલીફ નથી,....સેજલ એની તરફ ફરી. આકાશ એની સામે જોઇને કઈ ન બોલી શકયો, એનીં નજર જુકી ગઈ, સેજલ ની સામે જોતા જ.
“હવે, બોલો....Plz…. કહેવાથી દુઃખ ઓછુ થઈ જાય છે, કદાચ હું તમારી મદદ કરી શકુ” સેજલે એેની સામે જોઈને હાથમાં હાથ મૂક્યો.
આકાશે સેજલના હાથ પર હાથ મુક્યો અને હસીને કહ્યું “ ડૉ, સાહેબ પેન્શટનો રોલેટીવ જ છું અને આપણા વચ્ચે એ જ રીલેશન છે....”
“સાલ્લા, મારી સામે નજર મિલાવીને સાચુ બોલવાની તો તાકાત નથી અને મને રિલેશન સમજાવે છે......ચલ બોલ હવે.....” સેજલે આકાશને ધક્કો માર્યો,
“કંઈ નથી, યાર, સાચે જ.....”
“તને ખબર છે ને , તો શુ કામ...મોટી મગજમારી કરે છે ચુપચાપ બોલ....”
“બસ કંઈ નહી,આ તો ઘરથી દૂર છું ને એટલે..બસ .”એટલું બોલતા આકાશની આંખમાં પાણી આવી ગયા.
“ના, તમને તમારા ઘરવાળાએ રિલેશન તોડી નાખ્યા છે એ પ્રોબ્લેમ છે ને...?”
“તને કોણે કીધું....?”
“પહેલા એ કહો કે એ સાચુ છે કે ખોટું..?”
“હા....” આકાશની આં રીતસરના આસું આવી ગયા.
“તો, Plz, આખી વાત કહો મારા સમ છે, આર્ગ્યુંમેન્ટ કર્યું તો.....”પછી આકાશે આખી વાત શાંતિથી શરૂઆતથી અંત સુધી કરી.
“મે આ વાત રામુકાકાના મોઢે સાંભળી હતી, પણ હું તારી મોટી સાંભળવાં માંગતી હતી, sorry એટલે તને પૂછ્યું.....”
“It’s ok…”
“હવે, હજુ એક વાત માનીશ...? “
“હા બોલો....”
“તમારા ઘરે એકવાર ફોનથી વાત કરી જુઓ....”
“એ શકય જ નથી, મારા પપ્પા ક્યારેય મને નહિ માને.....”
“એવું કંઈ નહી થાય તમે એકવાર કરી જુઓ...... “
“પણ....”
“પણ ને બણ મારી વાત માંનો અને ફોન કરી જુઓ....”
“OK, હવે જઈશુ....?”
“કેમ ? બેસીયે હજુ થોડીવાર.....”
“ રાતના બે વાગ્યા છે....”
“તો શું થયું...?”
“કોઈ તમને મારી જોડે આ રીતે જોશે તો....?
“તો શું? મારા બાપને જઈને કહેશે એમજ ને મને કોઈ જ પરવા નથી.... જેને જે કહેવું હોય એ કહે... પણ આ કેસમાં ધડપકડ ક્યારે શરૂ થશે ? “
“હજુ કંઈ કહેવુ વહેલું ગણાશે. પહેલા તો ગુજરાત જઈને નારાયણ શાસ્ત્રી જે IG સાહેબ ના ભાઈ છે વિરૂદ્ધ પુરાવા એકઠા કરવાના છે, બીજું કે એમને પોતાને બેગુનાહ સાબિત કરવાનો પણ પડકાર છે, એટલે પ્રથમ પુરાવા ભેગા કરીને કોર્ટમાં હાજર થવું પડશે...”
“પણ એમના માટે રાહુલ ની જુબાની પૂરવી નથી....”
“ના નારાયણ શાસ્ત્રી જેવી વ્યક્તિ માટે નથી....”
“હા, તો એ કામ બહુ સાવધાની થી કરવું પડશે કેમકે હજુ નયુઝપેપરમાં IG બત્રા, મર્ડર કેસ ચમકે છે....”
“હા...કંઈક વિચારીશુ ચાલો હવે....”
“ક્યા..?”
“તમને ઘરે મુકી દઊ..... તમારા પપ્પા રાહ જોતા જ હશે...”
“એ બાપ થોડો છે એ જલ્લાદ છે...”
“બસ જે છે એ તમારા પપ્પા છે “
“તુ ભાષણબાજી કરીને મારો મૂડ ન બગાડ, ok….”
“ok dear but now we have to go….”
“હા, હવે તું મને મોકલીને જ રહીશને તો ચાલ, હા આ ગાડી તું જ લઈ જા અને લઇ આવજે અને મને સવારે લેવા આવી જજે....”
“Okay…..”આકાશ મનમાં હસ્યો, પછી બંને ગાડીમાં ગોઠવાયા. ગાડી સેજલના ઘર તરફ દોડવા લાગી..
“હા, આજે જે થયું તે તમારા પપ્પા જોડે વર્ણન કરવાનું કંઈ જ જરૂર નથી, ખાસ કરીને....”
“ખાસ કરીને તમે જે છો એ... ખબર છે હવે.....”
“ good thank you , તમારો આભાર ..”
“ બસ હવે નાટકવેડા ન કરીશ ....”
“ જી મેડમ ....” આકાશ હસ્યો..
“ sorry , હું તમને કયારનીય તુંકારે બોલાવું છું અને તમે ...sorry for it ....”
“ એની કોઈ જ જરૂર નથી તમને પૂરી છૂટ છે તમારે જે રીતે મને બોલાવવો હોય એ રીતે ...” આકાશ ફરી હસ્યો.
“ thanks ....ભૂલી ગયા જમણી બાજુ વાળી લો ,,,”
“ ઓહ sorry ...”
પછી આકાશ સેજલને એના ઘરે ઉતારીને સેજલની ગાડી લઈને પાછો એના ઘરે આવ્યો ...
*****************************************************************
આ બાજુ સેજલ અને આકાશની વધતી જતી મિત્રતા અને રીલેશનશીપ સેજલનાં પપ્પાને બહુ જ ખટકતી હતી. એમાં આજે રાતે ૩ વાગે આકાશ જોડે આવી અને એમને બોલ્યા વગર રૂમમાં જતી રહી એ વધારે ખટક્યું. આટલા વર્ષમાં બાપ દીકરી વચ્ચે પહેલીવાર આવું બન્યું હતું. સેજલે એના રૂમમાં જઈને પલંગ પર લંબાવ્યું. એ પછી ઇન્સ્પેકટરએ એની જોડે જે ખરાબ વર્તન કર્યું ત્યારે આકાશનું રીએક્શન અને અત્યાર સુધીનું એનું વર્તન કહી આપતું હતું કે આકાશની સેજલ પ્રત્યેની લાગણી વધી હતી , કદાચ પહેલા કરતા વધારે વધી હતી. એ બન્ને વચ્ચે ઘણી વાતો થતી કેટલીક પ્રેમથી ગુસ્સામાં બધી જ રીતે પણ જે વાતની સેજલ રાહ જોતી હતી એ વાત આકાશના મોઢેથી થતી ન હતી. કદાચ થશે કે નહિ એ પણ નક્કી નહતું.
***********************************************************************
બીજા દિવસે બધા DIG મિશ્રાના ઘરે એકઠા થયા. એમાં આકાશ મોના અનુરાગ અને સેજલ પણ હતી.
“ સર , હવે આગળ શું કરીશું ? “ આકાશ બોલ્યો.
“ આગળનું તો વિચારીશું પણ અત્યાર સુધીનો સ્ટેટસ રીપોર્ટ આપો મને ...”
“ સર અત્યાર સુધીની માહિતી મુજબ IG બત્રા સાહેબનું મર્ડર એમના ભાઈ કે એસ બત્રા અને રઘુનંદન મેમણ દ્વારા કરાવ્યું અને એમણે જ મર્ડરનો પ્લાન ઘડ્યો. રઘુનંદન આમાં એટલા માટે જોડાયા કે સાહેબે એમની ગુજરાતના દરિયાકિનારાની હોટેલો બંદ કરાવી હતી. બત્રાસાહેબે રેડ પાડીને જયારે એ IBમાં હતા એ વખતે , એ સમયે એ પુરાવા ના મળવાથી છટકી ગયા હતા, અને બીજી વાર પણ રઘુનંદન ઝડપાયા કિડની લે-વેચ માં, પણ એ વખતે એે બચી ગયા , કેમ કે એ વખતે એ અનઓફીસીયલ મેમ્બર હતા, પણ એમાં એમની પાર્ટનશીપ હતી. એમાં એમના ખાસ માણસ રાધવનાથ અને ભટનાગર હતા. એમાં ભટનાગર છટકી ગયો... રાઘવનાથ પકડાઈ ગયો પણ કોર્ટ જતો પહેલા એનુ મર્ડર થઈ ગયુ. એણે મરણોતર નીવેદનમાં ભટનાગર અને રઘુનંદનનો ઊલ્લેખ કર્યો હતો એ વાત રઘુનંદનને ખબર હતી. વળી, બત્રા સાહેબે મેમણ અને રઘુનંદનના રિલેશનનો ડાઉટ હતો.... “
“મેમણ એ મોટો સ્મગલર છે એ જગ જાહેર છે. પણ રઘુનંદન જોડે રિલેશન પ્રથમવાર ત્યારે ખુલ્લા પડયા જયારે બત્રા Transport નો ટ્રક પકડાયો દારૂ અને ડ્રગ્સમાં. એમાં એની 40% પાર્ટનરશિપની વાતની IG સાહેબને ખબર પડી. ઊપરથી એ ટ્રાન્સપોર્ટ એજેન્સી બત્રાસાહેબના ભાઈ ચલાવતા હતા.એને એ જ વખત બત્રાસાહેબે એમનાં ભાઈને કરી વાત તો એમને ના પાડી દીધી અને એ વાતના ત્રણ દિવસ પછી એમનુ ખુન થઈ ગયું, “ મોના બોલી.
“એટલે સર આ વાત એમ હતી કે, મેમણ, રઘુનંદન, અને બત્રા સાહેબના ભાઈ ના રિલેશન IG સાહેબને ખબર પડી ગઈ હતી, અને આામેય બત્રાસાહેબના ભાઈને એમના પપ્પાએ એમની કરતુતો ને લીધે જ વારસામાંથી બાદ કર્યા હતા, એ પ્રોપર્ટી હતી 50 lakhની જમીન અને 20 લાખનું ઘર અને બેંક બેલેન્સ બધું મળીને 1 crore, અને એ દાઝ હતી એમને , એમની એ દાઝ પૂરી કરવા અને પોતાનો ધધો બચાવવા અને એ જો બત્રાસાહેબ મરી જાય તો એમની ફૈમિલીમાં કોઈ રહે નહી અને એટલે જ બધી મીલકત એમની થઈ જાય, એ ડબલ હેતુથી બત્રાસાહેબનું ખુન કરાવ્યુ, એમાં એનો સાથ આપ્યો ડ્રાઈવર અનીકચંદ વિજય ચૌધરી, અને શુટર આનંદ, એમનાં ફાર્મહાઉસનો નોકર આનંદ, જેણે આકાશને ફોન કરીને બોલાવ્યો છે...”અનુરાગ બોલ્યો.
“સર, આમાં ઇસ્માઇલ ગેંગમાં જોડાઈને મે અને અનુરાગે આ સબંધોનો પડદો હટાવ્યો. એ વાત તો અમને ખબર પણ ન હતી. સર હવે , રઘુનદન, બત્રાજુનિયર, મેમણ સામે પુરાવા છે, પણ, વિજય ચોધરી, આંનંદ સામે ખાસ કઈ છે નહી.....”આકાશ બોલ્યો,
“OK, gud, હવે એના માટે ગુજરાત જવું પડશે પણ આ વેશમાં નહી, એના માટે વેશ બદલવો પડશે....”DIG સાહેબ બોલ્યા,
“હા સર, ગૂજરાત તો જવું જ પડશે પણ અહીયાના આ લોકો્ના નેટવર્કનું શુ કરીશુ...?” અવિનાશ બોલ્યો,
“અત્યારે એમને એમ જ રહેવા દઈએ , એમને એમ લગાડી એ કે તમે ત્રણેયે મરી ગયા છો એવું કરીએ તો....? “સર બોલ્યા.
“એટલે ફીલમી સ્ટાઇલ...?” મોના બોલી...
“હા....” સર બોલ્યા,
“સર એના માટે તમારે રઘુનંદન એટલે મારા પપ્પા ની સામે આવવુ પડશે. એ કાલે કોઈ ખાસ મીટીંગ માટે બાંદ્ર જવાના છે. એ બાંદ્ર જાય ત્યારે એ મેમણને મળે છે એ મને ખબર છે. તમે ત્યાં જજો....” સેજલ બોલી..
“Gud idea…. અને એનાં પછી તમે મને આકાશ રાહુલને લઈને ગુજરાત જશો , મિસિસ વર્મા બનીને. રાહુલ તમારો સન હશે. Okay….”
“પણ સર....?”
“It’s my order”
“ok…”
“OK તો તમે જાવ કાલની તૈયારી કરીયે...”
“Okay sir….” બધા લગભગ એક સાથે બોલ્યા...”
“હા, ચાલો જમી લો જમવાનું તૈયાર છે....”
“પણ એની શી જરૂર છે...?”
“ જરૂર છે ચાલો હવે ...”
પછી બધા જમ્યા અને પછી ચારેય આકાશ, સેજલ, અનુરાગ, મોના ગાડીમાં જ્વા રવાના થયા...અને સેજલ આકાશની મગજમાં એક જ સવાલ થયો કે આ નાટક ભજવશે કંઈ રીતે...?
********************************************************************
બીજા દિવસે એ જ સીન ભજવાયો. સોંપ્રથમ આકાશે રઘુનંદનના ધરેથી એનો પીછો કર્યો અને છેક બાંદ્રા સુધી ગયો. એના ફાર્મહાઉસ, સુધી ઘણીવાર પીછો કરતા કરતા જાણી જોઇને રઘુનંદનને ખબર પડે એવુ કરતો.બીજી બાજુ મેમણનો પીછો પણ અનુરાગ મોના એ કર્યો અને એમણે પણ એવુ જ કર્યું.
મિટિંગ ચાલી એ દરમિયાંન પણ હાજરી છતી થવા દીધી અને એ ખબર પડતાં જ એમના માણસો એ એમનો પીછો કર્યો, અને ગાડી ઊડાવી દીધી પણ યોજના મુજબ...એ ત્રણેય ત્યાથી એ બચીને નીકળી ગયા, પણ એ લોકોએ માની લીધુ કે આ ત્રણેય મરી ગયા છે.
પોલીસે હકીકતે એ ગાડી ચેક કરી ત્યારે એમાંથી ત્રણ ડેડબોડી મળી. એમની હાલત ખુબ જ ખરાબ હતી, કેમ કે ગાડી સંપૂર્ણ રીતે બળી ગઇ હતી અને લાશો રાખમાં ફેરવાઈ ચુકી હતી. પોલિસે એ જાહેર કર્યું કે અંદર બેઠેલી વ્યક્તિઓ રાખ થઈ ચૂકી છે, માત્ર બહાર પડેલા અડાઅવળા પુરાવા પરથી માનવું પડ્યું કે અંદર કોણ હતું .. અને છેલ્લે તપાસ કરી તો ગાડી ડૉ. સેજલની હતી, અને એણે પોલીસને એવું બયાન આપ્યું કે આકાશ, મોના, અવિનાશ નામની ત્રણેય વ્યક્તિઓ એની ક્લિનીક પર આવીને જબરજસ્તી એની પાસે એક નાનકડા છોકરાની ખોટી ટ્રીટમેન્ટ કરાવવા દબાણ કરતાં હતા, અને ઘણા દિવસોથી એ કરાવતાં હતા, એ છોકરો પણ એ વખત એ ગાડીમાં હતો, અને એ ગાડી એે લોકો જબરજસ્તીથી લઈ ગયા હતા, અને સેજલના બયાનના આધારે પોલીસે ત્રણેયને મૃત માની લીધા અને IG બત્રા મર્ડર કેસની ફાઇલ બંધ કરી દીધી.
***********************************************************************
“મને આનંદ છે, બેટા કે તે સાચો ન્યાય કર્યો, એ ત્રણ ગુંડાઓને ખુલ્લા પાડીને....”
“પપ્પા, મે હમેંશા તમને રોલમોડેલ માન્ય છે અને મને ખબર છે કે તમે કોઈ દિવસ ખોટું ના કરો...” બને જણ સેજલ અને એના પપ્પા રઘુનંદન ઘરના ડ્રોઈંગરૂમમાં બેસીને વાત કરતા હતા,
“Thanks , અને તે દિવસે માટે sorry….”
“ઓહોહો હો પપ્પા , હજુ તમે ભૂલ્યા નથી સોરી મારે કહેવું જોઈએ તમારે નહી. તમે કઈ જ ખોટુ બોલ્યા ન હતા , માનવા હુ જ તૈયાર ન હતી, માટે સોરી મારે કેહવું જોઇયે....Sorry…..’I’m extremely sorry….” સેજલની આંખમાં આસું હતા...
“અરે તારી આંખમાં આંસું ? અરે ના બેટા, ચલ અહી આવ.... મારી જોડે....”અને સેજલ ઉભી થઈને એના પપ્પા રઘુનંદનને વળગી પડી.
“બસ બસ રડ નહી, તારી માને મે વચન આપ્યું હતું કે તારી આંખમાં કોઈ દિવસ આંસું નહી આવવા દવ.... બસ રડીશ નહી....” એમને આસું લૂછતાં કહ્યું..,
“Okay..”
“હાં જો બોલ તારે કઈ ગાડી જોઈએ છે, તને અત્યારે જ લાવી આપુ....”
“તમને જે ઠીક લાગે તે..”
“નાહ, તું બોલ..”
“તમને ગમે તે પપ્પા, I love you મને ખબર છે તમે જે આપશો એ બેસ્ટ જ હશે...”
“હા પણ ...... “
“ પણ ને બણ તમને જે ગમે એ ......હું જાઉં છું ઓફીસ BYE..... “
“ bye …” રઘુનંદનએ બાય કહ્યું એ બહુ જ ખુશ હતો. બે રીતે એને ફાયદો થયો હતો એક આકાશ એનો મોટો કાંટો હતી ગયો હતો અને બીજું કે એના જવાથી સેજલને કઈ જ દુખ નથી , એટલે નક્કી આકાશ અને સેજલ વચ્ચે કઈ જ નથી.એટલે હવે એ સરળતાથી એના પાર્ટનર રોની જોડે એટલે એના જુના મિત્ર રોહન કપૂર ના પુત્ર સોની જોડે સેજલના લગ્ન કરાવી દેશે એમ કરવાથી એના બિઝનસમાં કરોડો રૂપિયાનો ફાયદો પણ થશે એવી ગણતરી એને ગોઠવી.
***********************************************************************
સેજલ આખા બે દિવસ ટેન્સનમાં રહી , એને એના બાપ સામે ખુશ રહેવાનો ડોળ કરવો પડતો એ અલગ , દિવસ અને રાત માત્ર અને માત્ર આકાશનું જ ટેન્સન હતું એને. કેમકે એની જોડે આકાશનો ન કોઈ કોન્ટેક હતો, ન તો આકાશ ના કોઈ સમાચાર હતા. એ સાંજના સુમારે ગાડીમાં જતી હતી. સાંજનો સમય હતો એટલે ટ્રાફિક પણ બહુ જ હતો. એની ગાડી એક ટ્રાફિક સિગ્નલ પર ઉભી રહી. અચાનક એક બિહામણો ગરીબ ગંદો અને અર્ધપાગલ એક આધેડ વયનો ભિખારી એની ગાડીમાં જબરજસ્તી ગોઠવાઈ ગયો.
“ ચુપચાપ હું લઇ જાવ ત્યાં ચલ ....... “ એ બુઢો મરાઠીમાં બોલ્યો.
“ પણ ..... “
“ ચાલને એકવાર કીધુ ભાન નથી પડતું ? “ ફરીવાર ભાષા બદલી. હિન્દીમાં બોલ્યો. અને મોટો છરો કાઢ્યો. “ ચાલ .....” બહુ જ જોરથી બોલ્યો.
હવે સેજલને લાગ્યું કે વાદવિવાદ કરવો યોગ્ય નથી. એ માણસે ચુપચાપ હાઇવે ૮ પર ગાડી નખાવી.
“ શું રૂપ છે ....? “ એ માણસ નજીક આવીને અડપલા કરવા લાગ્યો.
“દુર રહે નહિતર ગાડી અથડાવી દઈશ.... “ સેજલ ગુસ્સામાં બોલી.
“ શું કીધું .... ? ગાડી અથડાવી દઈશ .....એમ ...??એણે સેજલના ગાળા પર છરો મુકયો. અને ફરીથી સેજલના શરીર પર હાથ ફેરવવાનું અને અડપલાં કરવાનું શરૂ કર્યું.
“I Love You Jan, તે તો ક્યારનોય અથડાવી દીધો છે, હજુ કેટલીવાર અથડાવિશ ..?” મોં એકદમ સેજલના મોની નજીક લાવ્યો,
“Wow, What a beauty Yar….”
સેજલે હીમતથી એક ઝાપટ મારવાની કોશિશ કરી પણ થપ્પડ મારવામાં એ બુઢાની સફેદ દાઢી અને એના મો પર લગાડેલો પાવડર હાથમાં આવી ગયા એની નજર પડી,
“આકાશ.....? એણે ગાડી જોરદાર ટર્ન સાથે સાઈડ માં લીધી અને જોરથી બ્રેક મારી,
“આકાશ....તું.....?”
“Oh, sheet તું ઓળખી ગઈ...?”
“નાલાયક, તંને ભાન બાન પડે છે...? “ એણે જોરથી ગાલ પર હળવી થપ્પડ મારવાની કોશિશ કરી અને આકાશે એનો હાથ પકડી લીધો,
“હા......’
“તને ભાન પડે છે....? કેટલી ડરી ગઇ....? મગજ છે ....? તું હતો ક્યા..? તે દિવસે તને કંઈ થયુ તો નથી ને ? તુ કે કેમ છે...? શું થયું...?”
“બસ, બસ ગાડી બ્રેક કર યાર , આમ સુપર એકસપ્રેસની જેમ કેટલા સવાલ પૂછીશ...? મને તે દિવસે પણ કંઈ નથી થયુ , આજે પણ ઓકે જ છું, આમ મુંબઈ થોડુ કામ હતુ. એટલે આવ્યો....થયું કે તને સરપ્રાઈઝ આપુ...”
“મુબઈ ખરેખર કામ હતુ કે મને મળવુ હતું? એમ કે.. તો ..?”
“તને શું લાગે છે....?
“મને લાગે છે કે મારા બૂઢા ભીખારી ને એની ભિખારણ ને મળવું હતું. So He, Do this…Right…? “ સીટ બેલ્ટ ખોલીને સેજલ આંકાશને વળગી પડિ. મજબૂત રીતે આકાશને એની બાહોમાં જકડી લીધો, અને રડી પડી.....
“શું થયું યાર..?કેમ આમ રડે છે...?”
“I’m Sorry, હુ હવે તારા વિશે પપ્પા આગળ ઢોંગ કરીને થાકી ગઈ છું. તુ મને લઈ જા અહીથી.....”
“બસ હવે કેટલું રડીશ યાર , જો મારો શર્ટ પલાળી દીધો. અને લઈ જઈશ, થોડી શાંતિ રાખ.... પહેલા મને ખુની આકાશ માંથી.... cid officer આકાશ બની જવા દે, સાવ આમને આમ શુ કરીશ? મારી જોડે એમ કે જે મને...?”
“હું કઈ પણ કરીશ, પાણી પીને ચલાવી લઇશ, રોડ પર સુઈ રહીશ, પણ હવે નહીં , બહુ... જીવી આ ઢોંગી લાઈફ બનાવટી જીંદગી, હવે નથી જીવવી” સેજલ હજુ એને ભેટીને રડી રહી હતી.
“હા પણ, સેજુ, એ તો જો આપણા બેની સિવાય રાહુલ પર એક જવાબદારી છે ને? તું નથી ઈચ્છતી હુ IG સાહેબને ગુરુ દક્ષીણા આપુ ?”
“હા, “ એના અવાજમાં ભીનાશ હતી, “ sorry હુ થોડી સ્વાર્થી થઈ ગઈ....”
“ sorry કેમ કે છે ? “ હજુ સેજલ આકાશની બાહોમાં હતી આકાશએની પીઠ પર હાથ ફેરવતો હતો .
“શુ આકાશ આ શું વેશભુષા છે ? કેટલી પણ વાસ મારે છે....”
“શુ કરૂ યાર આનાથી સારી કોઇ વેશભુશા મળી નહી તને મળવા માટે.....”એ હસ્યો.
“ ડોબા ,નાલાયક, ડબ્બા જેવો છેને સાવ....”
“એ તો હું છુ જ you know that Vey well..”
“હવે શુ આગળ એતો બોલ અત્યાર સુધી હતો કયાં શુ કર્યું...? તારા મિત્રો કયાં છે?”
“હુ તો મુબઈમાં છુ જ ગયો છુ જ ક્યાં . અને એ બન્ને તો ગુજરાત જતા રહયા છે...”
“તું મુબઈમાં જ છે અને મને આજે મળે છે,..... નાલાયક....”
“Sorry, babes, પણ હુ on Duty હતો યાર, અને હા મને નિર્દોષ સાબિત કરવા માટે તમામ પુરાવા અહીથી ભેગા થઈ ગયા છે અને તારા પપ્પા માટે પુરવા ખુટે છે જે ગુજરાતમાથી મળી જશે અને Sorry for that તને હું મળીશ અને.......”
“બસ એમના કર્યો દેશદ્રોહીના છે જ એમાં શરમ શેની ? એની સજા તો મળવી જોઈએને ? પણ દુખ એ વાતનું છે એ મારા ડેડી છે બસ.....”
“બસ હવે મને એમ કે રાહુલ કેમ છે...?”
“બહુ જ સરસ છે. મજામાં છે અને હાલ દીવ છે, તારા સરની જોડે....”
“હા, એ તો મને ખબર છે.....”
“તે કર્યું શુ હમણાં સુઘી એ તો કે મને,હવે આગળ શુ કરવાનું છે. એતો કે મને....?””
“હાલ તો કઈ નથી કરવાનુ ફકત હાલ આપણે દીવ જઇશુ તારી કારમા. અને મેં ફક્ત જે પુરાવા મારી જોડે હતા એ ભેગા કર્યા કન્ફર્મ કર્યા અને ગુજરાત હાઇકોટ્માં અગોતરા જામીન માટે અરજી કરી છે...”
“Okay, તો તું આવી વેશભુશામાં જ આવીશ દીવ...”
“ના....રે તું એક કામ કર ગાડી થોડી આગળ સર્કલ પર હોટેલ છે, ત્યાં ગાડી ઊભી રાખીને,તારા પપ્પાને કહી દે કે તુ ફરવા જાય છે,તારા ફ્રેન્ડસ જોડે...”
“તું પાગલ છે....? આટલો મોટો ઓફીસર છે, બુદ્ધિ તો છે જ નહી તારામાં, એને કહીશ તો એને ડાઉટ નહી થાય કે હું ક્યાં જાવ છું, અને મારું શેડોઈગ નહી કરાવે એની શું ખાતરી...?”
“Yes, jan, તો શું કરીશ નથી કેવું?”
“હા ચાલો હુ સુંદરભાઈ ને ફોન કરીને કઈ દઊ છું, આજે મારી ફ્રેન્ડની મેરંજ પાર્ટીમાં જાવ છું...“
“સુંદર કોણ છે..?”
“ડોબા, પપ્પાનો ચમચો ઘરમાં છેને સીક્યુંરીટી કમ પપ્પાનો કામવાળો....”
“હા.......”અને એ વખતે હું કપડાં ચેજ કરી લઈશ ગાડીમાં.....okay…”
“ok Sweety”
“Okay, તો જવા દે, ગાડી હવે....”
“σκ – જોરથી ગાડી સ્ટાર્ટ કરી અને ભગાવી ફૉન કરીને દીવ તરફ......
***********************************************
ગાડી દિવ પહોંચી ગઇ બન્ને એમના સરને ત્યાં પહોચ્યા, અને રાહુલ એ બન્ને જોઈને બહુ જ ખુશ થયો. એની ખુશીની કોઈ સીમા ન હતી. અને એ આકાશ ને પછી સેજલને વળગી પડયો.
DIG મિશ્રા સરે કહ્યું,” આકાશ, તમારા લોકોના જામીન અરજી કાલની કોર્ટમાં મંજુર થઈ જશે. આપણે એ સાબિત કરવામાં સફળ રહ્યા છીએ. અને તું મોના અને અનુરાગ એ વખતે ત્યાં હતા, એ માત્ર સંયોગ હતો, અને બીજી important વાત એ કે મે હજુ રાહુલની મદદ નથી લીધી “ .
“સર, Thanks…..” બોલી પડી,
“મને thanks શું કામ કે છે...? મે તો ફકત મારું કામ જ કર્યું છે.આકાશે પોતે કર્યું છે,એમણે જાતે જ બધું કામ કર્યું છે, આંમ, પણ ડિપાર્ટમેન્ટલી જે હેલ્પ થતી હોય એ જ મેં કરી છે...”
‘’હા, પણ સર, ગાઇડન્સ તો તમારું જ હતું...ને....?આકાશ બોલ્યો.
“બસ હવે યાર , હા જો તમે બને બહાર દિવની મજા લો , હુ એટલાંમાં થોડુ પેપર વર્ક પતાવું છું...ok ,, go enjoy your self… હા આકાશ માંરી ગાડી લઈ જજે આની નહી ...”
“ Okay sir…
“ હા કાલે જામીન મળ્યા પછી તો ઘરે જઈશ ને..?, તે ઘરે વાત હજુ કરી કે નહી. હુ જયારે પણ પૂછું છું તો તુ વાત ટાળી દે છે... “
“સર, નથી કરી હજુ કઈ નક્કિ નથી.. એ વિશે સવારે વાત કરીશુ અથવા કાલે જામીન મળ્યા પછી....”
“OK, હા, જઈને પછી તારે મારી જોડે Special Helicopter માં અમદાવાદ જવાનું છે...”
“ok, Sir,”
એમ કહીને આકાશ સેજલ બહાર નાખીને જમ્યા બીચ કિનારે હોટલમાં ત્યાં સુધી બને વચ્ચે વાત ના થઈ.
“આકાશ, બીચ પર બેસીશું થોડીવાર.. ? .”
“ હા, પણ...?”
“પણ ને બણ.....ચલ કીધુને ...... “
“ ઓકે ચલ ....”
બંને બીચની રેતીમાં આવીને બેઠા. થોડીવાર સુનમુન બેસી રહ્યા , પછી સેજલ કંટાળી , એ ચૂપચાપ આકાશ લાંબા પગ કરીને બેઠો હતો એના ખોળામાં સુઈ ગઈ અને આકાશનો હાથ પકડ્યો.
“શુ વાત છે, આકાશ કેસ ઉદાસ છે ? ઘરનું નામ પડતા જ તારા હોશ કેમ ઉડી જાય છે ? મને નહી કહે કે વાત શુ છે આખી ..?આજે નહી કે તો મારા સમ .... “
“તું સમ આપીને ધર્મસંકટ માં કેમ મૂકે છે...?”
“કંઈ નહી હવે બોલ.....” એણે જોરથી એનો હાથ લઈને એના હથેલીમાં દાબ્યો.
“ બોલને યાર ક્યાં ખોવાઈ ગયો...?” એણે ગાલ પર ટપલી મારી....
“હા, તો સાંભળ, જો મારુ નેટીવ ગુજરાત જ છે , મારું પુરું ફેમિલી પણ અહી જ २હે છે, હુ CID Special central intel નો officer છુ, પપ્પાનુ નામ અશ્વિન ક્રિશચન અને એ એક ઈમાનદાર અર્ધ સરકારી કંપનીના કર્મચારી હતા, અને માતા હાઊસ વાઈક છે, એમની એક જ સંતાન છું, અને અમારી જોડે ફ્રેન્ડ ટીમમાં હું એન્ડ મારા કાકાનો છોકરો અરવીંદ અને એની લવર કમ ફ્રેન્ડ અને મારા પપ્પાના ફ્ર્રેન્ડની છોકરી લીઝા , અમારા ત્રણની ખાસ મિત્રતા હતી અને પણ અમે ત્રણેય એક વાતમાં અલગ પડતા હતા. મને NCC અને રમતો માં વધારે રસ હતો અને જ્યારે એ બન્ને સસ હતો. ભણવામાં અને જુદો last YEAR માં જુદી exam આપવામાં અને હું બીજી પ્રવૃતિમાં રસ રાખતો એવા બધામાં નહિ. મારે જવુ હતું આંર્મી માં અથવા બીજા કોઈપણ આર્મ્ડ ફોરર્સિસમાં અને જ્યારે પપ્પા એેમની કંપનીમાં લગાડી દેવા ઇચ્છતા હતા, જેથી મારા મેરેજ કરીને મારી જવાબદારી પુરી કરે , એ માટે બધી સેટીંગ એમણે કરી રાખી હતી, પણ માર ઈરાદા કંઈક અલગ જ હતા, હું તો, અમે મિત્રોમાં લીઝા અરવિંદ બનેં મારાથી એક વર્ષ મોટા હતા અને બને gov exam આપીને સેટ થઈ ગયા. હુ પહેલા તો NDA Exam fail ગયો, પછી બીજી આર્મડ ફોર્સિસની એકઝામ આપી એ તમામમાં નિષ્ફળ ગયો, એટલે છેલ્લા વરસમાં મારી નિરાશા વધી ગઈ હતી, પણ મે સહેજે એ મારા મોં પર દેખાવા દીઘુ નહી, અને અમારા -મિત્રોના શિડયુલમાં પણ ફેર ન પડતો એ લોકોની જોબ પહેલાં તો, રોજ કોલેજ જવુ મહિના થી 15 દિવસે બંક મારીને ફિલ્મો જોવી, પાર્ટી કરવી, પાર્ટી એટલે ખાવા જવુ ફરવા જવું બીજું કંઈ નહી. માંરી આટલી નિરાશા વચ્ચે મારૂ last yr પૂરું પણ થવા જઈ રહ્યુ હતું, ચુપચાપ પપ્પાની ઓફર સ્વીકારી લીધી જેથી એમને ખોટું ના લાગે..... અને એમની જાણ બહાર દર રવિવારે દેવળથી છુટીને હું કરાટે શીખ્યો , નિશાનેબાજી માં પણ પ્રવીણ થયો, એક NCC કેમ્પ માં માટે મારી મુલાકાત અનુરાગ જોડે થઇ. પછી અમારા બે દિવસના કેમ્પમાં અમારી મિત્રતા બહું જ ગાઢ થઈ ગઈ...એના અને મારા ઘણા વિચારો અને ઈરાદામાં સમાંનતા હતી, એ પણ રાષ્ટ્ર માટે કંઈ કરવા ઈરછતો હતો અને હુ પણ .
એણે મને કહ્યું “તું intellergence માટે કામ કરીશ..?”
“કઈરીતે યાર ? અને એ પછી આપણા ફ્યુચરનુ શું થશે ..?”
“એ જ તો સીડી છે ઈન્ટેલીજનસમાં ઘુસવાનું અને એ પછી ઓાફીસર લેવલમાં આરામથી ઘુસી શકાશે.. યાર ... કેમ્પમાંથી છુંટીને તુ મને મળજે અમદાવાદમાં આ રવિવારે.....હું તને એક ખાસ વ્યકિત જોડે મલાવિશ ..”
“Ok Sure…. પણ આ રવિવારે...?”
“dt worry યાર તું મળજે ને , તારા રહેવાનું ખાવા પીવાનું તમામ મારા ઘરે રહેશે.....”
“અરે એની એવી તકલીફની શી જરૂર છે....”
એ પછી હા અમારી મુલાકાત IG બત્રા સાહેબ જોડે થઈ અને પછી એેમના માર્ગદર્શન નીચે ઘણું કામ કર્યું ઈન્ટેલીજન્સ માટે અને એ પણ ઘરની તદન જાણ બહાર. એવામાં cidની જાહેરાતમાં મારું ને અનુરાગનું સીલેક્સન કરાવી દીધું. હજુ. Confirmation order આવવાની વાર હતી.અને અમારા રિઝલ્ટ પછી પહેલા જ મને તો વેકેશન માં જ પપ્પા એ એમની જોડેની કપનીમાં લગાવી દીધો હતો પણ હુ શિફ્ટ બદલીને , રજા પાડીને મારું ઈન્ટેલીજન્સનુ કામ કરતો રહ્યો, અને એ અમારી સીલેકશન પ્રોસેસ માંડ પૂરી થઈને , ઓર્ડર આવવાને હજુ વાર હતી,. બત્રાસાહેબની બદલી અમારા શહેરમાં થઈ, એ વખત અમારા શહેરમાં સીટી બૅન્ક માં ત્રણ કરોડની લુંટ થઈ ભર બપોરે, તેની તપાસ ig બત્રાસાહેબે મને અને અનુરાગને સોપી અને અમારી મદદ માટે ib officer મોનાને અમારી મદદ માટે આપી. એ લુંટ થઈ હતી આગડગેંગની વિરોધી ગેંગ ઈસ્માઈલી ગેંગ એન એ ઈસ્માઈલી ની ગેંગ રઘુનંદન જોડે સામેલ હતી. અમને બધી જ માહિતી આગડ ગેંગનાં એક માણસે જ આપી હતી. બદલામાં અમે આગડગેંગની પોલીસ જોડે ડીલ કરાવી હતી. બદલામાં આગડ ગેંગે અમને ઈસ્માઈલી ગેંગની બંધી જ ઈન્ફોમેશન આપીને ગુજરાતમાં ઈસ્માઈલની ગેંગની કમર જ તોડી નાખી. એમાં તારા પપ્પાની હોસ્પીટલ, દાણચોરી, હોટલનો ધંધો પણ શામેલ હતો અને આ ઘટનાથી હુ અનુરાગ મોના નજરમાં આવી ગયા, અને બત્રા સાહેબ તો હતા જ નજરમાં...... પછી એક દિવસ એવું થયું કે, લીઝા અને અરવિદે મને સરપ્રાઇઝ આપી કે એ બન્ને લગ્ન કરવા માટે તૈયાર છે, અને એના માટે, મરમી-પપ્પા પણ તૈયાર થઇ ગયા છે. મારા આશ્રર્યનો પાર ન હતો. આ એજ સમય હતો કે હું અને મોના અનુરાગ બેંક લુટની તપાસ કરતા હતા, એના માટે અમે ત્રણ થી ચાર વાર મુંબઈ પાર આવેલા. આખું ગૂજરાત ફરી વળેલા. એ સમય દરમિયાન મારી જોબ પર રજા બહુ જ પડી હતી. અને એ વાત ખંબર નહી ક્યાથી પપ્પાને ખંબર પડી ગઇ. અને લગ્નના માહોલ વચ્ચે મારી રિમાન્ડ લેવાઈ ગઈ.એ પછી એમણે મારો તાત્કાલિક uk જવાનો પ્લાન ઘડી કાઢ્યો. એટલે સુધી કે મને ખબર પણ ન પડી અને મારો પાસપોર્ટ બની ગયો. વિઝા માટે પણ એપ્લાય થઈ ગયો. એમણે એ બધુ એમના સરની મદદથી કર્યું હતું. “
“ અને તને ખબર પડી ક્યારે ? “
“કઉ છું, મેમ Wait કરને.....અને એ પછી એક લગ્નની તારીખો નજીક આવતી જતી હતી, અને મે પપ્પાને સમજાવી લીધા કે હુ UK નહી જાવ એ માટે, અને એ દિવસે લીઝા ઘરે આવી બપોરે મમ્મી ઘરની સફાઈ કરતી હતી,”
“શું કરે છે, આન્ટી...?.”
“કંઈ નહિ, આ તો જરા ઘર સાફ સફાઈ કરતી હતી...?”
“હુ હેલ્પ કરું...?”
“ના હવે, તારા સાસુ સસરા મને બોલશે....તારો મેજર પપ્પા તો.....”
“Comon aunty, મારા માટે કયાં નવુ છે....કઈ .તમારા બધાના ખોળામાં ઊછરીને મોટી થઈ છું, એક કામ કરો, હું પેલા બબુચકનો રૂમ સાફ કરું છું, તમે બીજુ બંધુ સાફ કરી દો....”
“હા હવે આમ પણ એ જ બાકી છે વાસણ તો કામવાળી પણ ધોઈ નાખશે ....આમ પણ .... “
“ તો હું એ રૂમ સાફ કરી દઉ છું ... “
“હા, પણ, સંભાળીને અને જલદી કરજે . એ પાછો બપોરે આવશે , એ મને સખત ના પાડીને ગયો છે, ખબર નહી શુ ભર્યું હશે....?”
“તમે ચિંતા ના કરો હું કરી દઈશ “
એટલામાં એને બધો રૂમ સાફ કર્યો અને છેલ્લે એણે કબાટની છેક નીચેનું ખાનુ ન ખુલ્યું. અને એણે હથોડી લઈને ખાનું તોડી નાખ્યું. આશ્ચર્યથી એની આંખો ફાટી ગઈ અને એમાં ગન હતી કારતુસ અને ગનબેલ્ટ હતો, એટલામાં જ મમ્મી અંદર આવી,
“શું થયું...? ”
“કંઈ નહિ, કંઈ નહિ, “ ગન પાછળ થી કબાટ માં મૂકી દીધી....
“શું, છૂપાવે છે તું...?”
“કંઈ નહિ, શુ બોલને....આટલી ગભરાયેલી કેમ છે....?”.
“કઈ નથી આંટી તું આટલી ચિંતા કેમ કરે છે...?”
“આ શુ છે...?” એણે એને ઊભી કરીને ગન પર નજર પડી.... “આકાશની છે..? .”
“આન્ટી, આ આમ પણ નકલી છે...”
“લાવ જો મને આપ જો , ગાંડી સમજે છે મને, હમણાં તારા અંકલને ફોન કરુ છું...”
“આન્ટી, તું રહેવા દે.....” એણે દરવાજા તરફ જતા આંટીને રોકતા કહ્યું “ તું અંકલને ના કેહતી આમ પણ હમણા એના પર ગુસ્સે છે...અને તું ગન વાળું કહીશ શુ થશે ખબર છે ને...?”
“હા પણ, આમ થોડુ ચાલે.....”
“તું શાંત થા, ઇસુબાપ ને ખાતર તું શાંત થા....”
“પણ તું એને પૂછ જે તારા અંકલ નહી પૂછે તું પૂછજે .... બસ ... એમને હુ મનાવિશ...”
“Okay, Sure….”
બપોરે મારા પપ્પા આવ્યા, બધી વાત કરી.. સાંજે હું ધરે આવ્યો . બધાની હાજરીમાં મા્રી મારી આગળ ગન મુકવામાં આવી, અન્કલ, આંટી, લીઝા, અરવિંદ બધા હતા. મમ્મી પપ્પા અને બધાએ મને ચાર કલાક રિમાન્ડ રૂમમાં પૂછપરછ કરે એમ મારી પૂછપરછ કરી. મે ખાલી એટલું જ કહ્યું કે મને શુટિંગનો શોખ છે અને એટલે જ હું લાવ્યો છું અને એની કારતુસ નકલી છે મારાં નસીબે બે ચાર નકલી કારતુસ પડી હતી. મેં એ ફાયર કરીને બતાવી તો માડ મારી વાત મનાઈ. પપ્પા અને લીઝા ને માંરા પર હજુ શંકા હતી. પપ્પા એ મને એટલું જ કીધું કે તુ લગ્ન પછી uK જઈશ એ ફાઈનલ છે. અને હવે પછી એવુ કામ ન કરતો કે જેથી મારે તને મરેલો માનવો જ પડે.”
લીઝાએ મને એટલું જ કીધું કે “ કોઈ કંઈ પણ કહે. પણ તું ખોટું બોલે છે, અને સાચી વાત કઈક અલગ જ છે, અને હજું હું કઉ છું કે સાચી વાત કઈ દે અને ભવિષ્ય માં કઈ મૂશકેલી થશે અને તે વાત કરેલી નહી હોય તો હું એ વખત તારી કોઇ જ મદદ નહી કરી શકું એ વાત તું યાદ રાખજે....”
“તને એટલો તો વિશ્વાસ છે ને, હુ જે કરીશ એ સારું જ કરીશ . કંઈ ખોટું નહી કરૂ ...?”
“ હા પણ ....”
“તો બસ એ ટકાવી રાખજે.....”
“પણ કહેવામાં શુ જાય છે તારું....?”
“સમય નથી આવ્યો હજું એનો, ....”
“ પણ ... “
“ઇસુબાપના સમ હું ખોટું નહી કરૂ એ વિશ્વાસ રાખજે......”
“OK…… બસ......”
“ ઓકે ...”
એ દિવસે તો બધું શાંત થઈ ગયુ , પછી બે દિવસ પછી, IG બત્રાની હત્યા થઈ અને એમના નોકરે મને અનુરાગ અને મોનાને બોલાવ્યા,અને અમને ફસાવ્યા, પણ અમે ત્રણેય ભાગવામાં સફળ રહ્યા.. ભાગીને બે દિવસે એ શહેરમાં જ રહ્યા અને ઘરે મળવા ગયો છુપાઈને , કોઈએ મારી વાત ના માની ,એ તો ઠીક મેજર અંકલ અને લીઝા એ પણ મારી વાત ન માની. એ પછી અમે મિશ્રા સરની મદદથી મુંબઈ આવ્યા, અને બધી વાતોનો તોડ મેળવા, જેલને ભુલીને અને દેખીતી રીતે રાજીનામું મુકીને.....”
“પણ તે તો કીધું કે Conformation order આવવાનો બાકી હતો...”
“હા, એ આવી ગયો હતો, બીજા દિવસે , એ પણ મારા સુધી પહોચ્યો. જો ઘરે પહોંચ્યો હોત તો, સારું થાત.....અને અમે આગડ ગેંગમાં ભળ્યા.અમને ખબર મળી કે આગડગેંગે અમારો ઊપયોગ કર્યો હતો. અમે અમારી એજંસી ને સમાચાર આપી આપીને આખી તોડી નાખી અને એના પછી ઈસ્માઇલી ગેંગનો વારો આવ્યો. અમારી આટલી કામગીરી થી બે વાર બોમ્બ વિસફોટ થતા બચી ગયા,ઘણા ટન RDX પકડાયો, અને સોનું અને દાણચોરીનો માલ પણ, એટલે જ તો, BCID CENTRAL ને ભરોસો બેઠો,અને અમને મદદ કરવા તૈયાર થઈ ગઇ.
“ oh that’s good ……, પણ એ તો કહે કે ઘરે તે એક પછી એક પણ વાર ફોન કર્યો હતો કે નહિ. તે મમ્મી જોડે કે પપ્પા જોડે , બીજા કોઈની જોડે વાત કરી હ્તી કે નહિ. “
“ના નથી કરી...એક વાર ફોન ઉપાડ્યો પણ હતો....... પછી નક્કી કર્યું કે જ્યાં સુધી મારી જાતને નિર્દોષ સાબિત ન કરું, ત્યા સુધી કોઈ ફોન કરવાનો... નથી ..”
“એવું કેમ વિચારે છે હા,એ લોકોએ ગુસ્સામાં તને અને તારી સાથે સંબધો તોડી નાખ્યાં હોય મો થી પણ દિલથી અને લોહીથી જે સંબધો છે એ થોડા તુટે યાર...
‘’પણ ને બણ તું આજે ફોન કરીશ જ . આમ પણ હવે તું નિર્દોષ છે, એવા પૂરતા પુરાવા છે, આખું ડિપાર્ટમેન્ટ પણ માને છે કે તું નિર્દોષ છે....”
“ હા પણ તું એક વાત ભૂલે છે કે પુરાવા હોવા અને સાબિત કરવા બન્ને અલગ અલગ બાબત છે “
“ કેમ તને વિશ્વાસ નથી ? મારા પર ? તારા પ્રેમ પર ? ઈશ્વર પર ?”
“ તું આવું કેમ બોલે છે ? એટલે તો આટલી બધી તાકાત મળી છે. ખાસ તારા આવવા થી મને નવું બળ મળ્યું છે. નવી તાકાત મળી છે અને હવે તું બોલે છે કે તને વિશ્વાસ નથી..? “
“એવું નથી યાર આપણે હજુ એકબીજાને ના તો પ્રપોઝ કર્યો છે તેમ છતાં WE BOTH KNOW WE LOVE EACHOTHER ..અને એકબીજા પર પુરેપૂરો વિશ્વાસ છે યાર તું એવું કેમ વિચારે છે કે તારા ફોન કરવાથી કોઈને નહિ ગમે ? “
“ન ગમવા નો વિચાર કે ખ્યાલ નથી પણ મારું મન ના પાડે છે ...”
“ તારું મન MY FOOT ...એ તો મારી જોડે છે ઇડીયટ સ્ટુપીડ ............” ગાલ પર તમાચો માર્યો પ્રેમથી અને જોર થી બાહોમાં પકડીને બોલી ...” કાલે તું ફોન કરીશ ઘરે અને thats MY ORDER....”
“Order આપવા વાળી તું કોણ..?”
“તારી ઘરવાળી....OK…”
“oh, કોણે કીધું? મે તને કયાં ઘરવાળી માની છે ? મે તને ક્યાં પ્રેમ કર્યો છે ?તુ મને ક્યા ગમે જ છે..?”
“oh, એમ......”
“હા,..........Yes…….”
એકવાર તારા આ દિલ પર હાથ મુકીને કે તો આ વાત....? “ આકાશ ચુપ થઈ ગયો..
“ કેમ બોલતી બંદ થઇ ગઈ ........? “
“તને ખબર છે...”
“હવે અહી જ સૂઈ રહીશ કે જવું છે...?”
“તું કહેતી હોય તો અહીયા......” એ સેજલને પડવા ગયો અને એ ઊભી થઈ ગઇ.
“ચલ હવે નાલાયક ઊભો થા....”
“કેમ ભાગી ગઈ....”
“ હું પોલીસ વાળાનો ભરોસો નથી કરતી ...”
“ માંરો પણ નહી એમ.ને ...?”
“તું પોલીસ વાળો થોડો છે....?”
“તો ..”
“તું તો મારો છે.....” એમ કહીને ગાલ પર કિસ કરી.., “I Love You”
“I love you…” “બન્ને જોરથી હસી પડ્યા.....”
પછી મિંશ્રાસર અને આકાશ અને અનુરાગ અને મોના હાજર થયા અને આખા દિવસની કોર્ટ કાર્યવાહી માં એટલુ તો સાબિંત કરાવી દીઘુ એ વખતે ને ત્યાં હાજર ન હતા, એ તમામ પુરવા અને સાક્ષી કોર્ટ માન્ય રાખ્યા , આ બાજુ તમામ ફાઈલો મિશ્રા સરે cid હસ્તગત કરાવી લીધી અને આ મોટી જીત હતી..
**********************************************************************
આજે ત્રણેય જણ અને સેજલ અને મિશ્રા મળ્યા , મિશ્રાસરનાં નિવાસ્થાને અને નાનકડી પાર્ટી જેવું કર્યું.
રાત્રે સરે આકાશને કહ્યું “ આકાશ તું સેજલ જોડે રાહુંલને લઈને તારા ઘરે જઈશ અને ત્યાં તારી નાની બહેન રિયાના મેરેજ છે તેમાં તું ભાગ લઈશ અને ઘરે કહીશ કે તે સેજલ જોડે મેરેજ કરી લીધા છે અને તુ ત્યા રહીશ અને વિજય ચૌધરી વિરુદ્ધ પુરાવા એકઠા કરીશ. મોના અને અવિનાશ તમે Central agency ને મદદ કરશો કે પુરાવા કેવા છે ,અને તેમાં શું ખૂટે છે અને Don’t wory આ કેસની તપાસ હું જાતે કરીશ. કોર્ટે મારી અરજી માન્ય રાખી છે. સો ડોન્ટ વરી .”
“ સર પણ ઘરે.... ? હુ રાહુલ અને સેજલને લઈને ઘરે જાવ અને ત્યાંથી વિજય ચૌધરી વિરુધ્ધ પુરાવામાં કઈ રીતે સર.... બધુ મેનેજ....”
“તું ત....ત...પ...પ ના કરીશ મેં સેજલને સમજવી દીધી કે છે તારે પહેલા તારા ઘરના રિલેશન સરખા કરવાના છે બસ હવે કેસ તો લગભગ પૂરો થઈ ગયો છે, અને થોડો જ બાકી છે જે કોર્ટ રૂમમાં છે...”
“ હા આકાશ તુ હવે તારા ઘરના રીલેસન વ્યવસ્થિત કરી લે ...” અવિનાશ બોલ્યો.
“પણ પપ્પા નહી માને.....”
“મને યાર , હવે તો 1 year થયું.... આમ, પણ તું દૂર રહીને પોતે એવું ધારી એ થોડુ ચાલે.” મોના બોલી,
“હા આકાશ....”આજે તુ ફોન કરીશ...You promise me_”
“Ok………”
પછી એ મુલાકાત પછી સાંજે સેજલે આકાશને કીઘુ કે “ ચલ ફોન કર....”
“રહેવા દે ને મારી હિમંત નથી ચાલતી “
“લે આ ફોન લગાવી દીધો છે ..... રીગ વાગે છે વાત કર....પણ લે કીધું ને મે.....” સેજલે હાથમાં રીસીવર પકડાવ્યું..
“Hello,……… “ સામેથી સુમધુર અવાજ આવ્યો, આકાશ અવાજ ઓળખી ગયો, એ લીઝનો અવાજ હતો, “hello…. કોણ છે ?” લીઝા ફરી બોલી.
“કોણ છે...? બેટા “ બિજો અવાજ ફોન માં સંભાળ્યો, એ અવાજ આકાશની મમ્મીનો હતો, એ અવાજ સંભાળતા જ આકાશથી ફૉન કપાઇ ગયો, આકાશ સેજલને વળગીને રડી પડ્યો.
“ શું થયું ,,,,,,? “ સેજલ બોલી પણ આકાશ કઈ બોલ્યા વગર રડતો જ રહ્યો
“બોલને શુ થયુ યાર...? બસ હવે, આટલું તો ક્યારે હુ પણ નથી રડી યાર...” સેજલે આકાશ ના આસું લૂછ્યા, “બસ યાર આકાશ.....”
“હુ નહી કરું ફોન મારી તાકાત નથી....” આકાશ હજુ સેજલને વળગીને રડી રહ્યો હતો.
“આકાશ, બસ હવે ચલ રિલેક્સ થા...હુ ફોન લગાવવુ છું, તું વાત કરજે અને હા પુર્વભુમીકા હુ તૈયાર કરી આપિશ બસ...” સેજલ બોલી.
“ પણ. ...........“
“બસ.......ચલ......” સેજલે આકાશના મો પર હાથ મૂકીને ફોન રીડાયલ કર્યો..,
“ હેલ્લો .... ફરીએ જ સુમધુર અવાજ લીઝનો આવ્યો.
“Hello, હુ સેજલ બોલુ છુ આકાશ તમારી જોડે વાત કરવા માંગે છે....”
“આકાશ....? “ લીઝા આશ્ચર્યમાં મુકાઈ
“Hello, લીઝા, આકાશ”
“આકાશ તું.....કેમ છે...? ક્યા છે..?” શું કરે છે...?”
“બસ હુ ઠીક છું, અને હા મને જામીન મળી ગયા છે, અને નિર્દોષ સાબિત થઈ જઇશ અને કોર્ટ હાજર થવાની પરમીશન આપી દીધી છે બધા કેમ છે...? તું કેમ છે..?”
“બસ ઠીક છું, શુ તારા વગર અહિ કઈ ઠીક હોય શકે છે.. એમ કેજે મને...?”
“મમ્મી, પપ્પા ભાઈ અંકલ આન્ટી બધા કેમ છે..?”
“ આજે યાદ આવી બંધાની....” લીઝાનો અવાજ રડમસ થઈ ગયો.....“આજે યાદ આવી તને બધાની કેમ...? 12 મહિના ઘરની સ્થિતિ શુ હતી અને શુ થઇ ગઈ છે તેને ખબર છે, તને કંઈ મગજ...? તને ભાન છે....?.””
“મારામાં આટલુ બધુ થયા પછી ફોન કરવાની હિંમત જ ન હતી શુ મો લઈને તમને કોન કરું...?”
“કેમ અમે બધા પારકાં છીએે..? એમ કે તો.. તારા પોતાના નથી એમ કે જે જરા..”
“છે ને ...., sorry પણ....શું કરુ ?, પરિસ્થીતી એવી નિર્માણ થઈ હતી કે તમને લોકોને ફોન કરવાની હિમત જ નહતી થતી.” આકાશનો અવાજ રડસમ હતો.
“બીજુ કંઈ નહી પૂછે...?તે તો અમને પારકાં બનાવી દીધા છેં..અને મમ્મી , પપ્પા આખો દિવસ રડ્યા કરે છે અને મમ્મીને એના લીધે હાર્ટ્ની તકલીફ ઊભી થઇ દે... બન્ને દવા અને ગોળી પર જીવે છે અને તારા ભાઈ જીવે છે...ખાલી... , બાકી એમના જીવનની ખુશી જતી રહી છે..અને તારી બેને ગાવાનું બંધ કરી દીધું છે. અને last x-mas Song Competition માં ભાગ જ નથી લીધો અને કવાયરમાં પણ નથી ગાતી , ડાન્સ તો બંધ જ છે.. હા બાકી ખુશ છે, આનંદ છે..પણ તદ્દન ફિક્કો બધા ડોળ કરે છે ખુશ હોવાનો.....”
“ મમ્મી છે ....? એ વાત કરશે ? “”
“હમણાં એ ગઈ સુવા , હું કાલે બપોરે કરાવીશ ફોન , હા હમણાં તારા ભાઈ આવશે , તારો નંબર આપ હું ફોન કરાવીશ , હા આ છોકરી કોણ છે..?”
“હા, આપુ અને આ ફ્રેન્ડ છે અને ડૉ. છે....”
“ક્યારે પટાવી એમ કે જે , કે લગ્ન કરી લીધા...? અમે તો પારકાને , અમને ક્યાંથી કહીશ...? ”
“મેહણા માંરે છે....? મારી લે એક તો તને શું બોલવું અ ખબર નથી પડતી અને તું.....” આકાશના હરખ અને શોકના બન્ને આંસુ ભેગા થઇ ગયા આકાશે ફોન નબંર લખાવીને ફોન મૂકી દીધો. આકાશ સેજલને વળગીને રડી પડ્યો...સેજલને આ સમયે શુ કહેવુ કઇ ખબર ના પડી એણે રડવા દીધો.
થોડીવાર ......રડવા દીધા પછી .. ....
“બસ હવે કેટલું રડીશ.....? બસ હવે શું વાત થઇ ? કોની જોડે વાત થઈ હતી..? મમ્મી મળ્યા ફોન પર...”
“ના એણે કદાચ લીધો નહી ફોન. મેં નંબર આપ્યો છે લીઝાનેં , એ ભાઈ આવશે એટલે ફોન કરાવશે...”
“Ok, મમ્મી એ ફોન લીધો કે એ હતા નહી..?”
“એ હતી પહેલો ફોન કપાયો એ વખતે , પછી જતી રહી હતી કદાચ ગુસ્સામાં , કદાચ દુઃખથી ખબર નઈ.....”
“બસ એકવાર તો વાત થઈ ને કાલે બપોરે ફરી કરજે ફોન, બસ...” આકાશ હજુ અને વળગી રહ્યો હતો સેજલે એના પીઠ પર હાથ ફેરવતી હતી,
“એક વાત કઉ આકાશ , મે અને રામુકાકા એ આ પહેલા બે વાર વાત કરી છે અને મિશ્રાસર મારા જ કહેવાથી એકવાર પપ્પાને મળી આવ્યા છે અને હા આપણા બનેના પ્રેમની વાત ખાલી લીઝા અને રીયાબેન જાણે છે બસ . એ બંને જોડે મે વાત કરેલી છે , નિયમિત weak માં એકવાર થાય છે. અને Sorry લગભગ 1 મહિનાથી થાય છે....”
“તું હમણાં કે છે મને..?”
“મે તને એટલા માટે ના કીધું છે કે તું already ટેન્શન માં હતો અને હુ તને આ વાતને લઈને તારું ટેન્સન વધારવા નતી માંગતી, so, મે તને કિધા વગર આ કામ કર્યું જો હું તને કહીને તો તુ ઘરનુ અને તારૂ લક્ષ બે વચ્ચે તારું ધ્યાન વહેચાઈ જાત એટલે, SORRY..”
“ બહુ જબરી છે એક તો નાં તે મને પ્રપોઝ કર્યો છે ના મેં તને , ઉપરથી મેં તને રખડાવી છે , તારો પ્રેમ પણ જલ્દી સ્વીકાર્યો નથી છતાં તું મારા માટે કેટલું બધું કરી ગઈ છે ,,,, શું કહેવું તને તો કેટલા ઉપકાર કરીશ ...મારી પર ..? “
“ઉપકાર , એમ....? હું પારકી છુ ? કેમ તારી નથી હુ..? તારી પ્રેમિકા નથી ? તારી ઘરવાળી નથી એમ કે જે ...? અને કે જે તારું છે એ બધું મારું નથી એમ કે જે મને.....? ના હોય તો નાં પાડી દે મને ” ગુસ્સામાં આકાશનો હાથ અને બાહોમાંથી છોડવવાની કોશિશ કરી, પણ આકાશે એને મજબૂત રીતે પકડીને કહ્યું
“Sory “ હવે, એવું નથી તને ખબર છે....”
“એવું નથી તો કેવું છે એમ કે જે મને....?
“Sorry….”
“Ideat…Stupid, નાલાયક, હુ ઉપકાર કરું છું...? ઉપકાર તે મારી પર કર્યો છે મારો પ્રેમ સ્વિકારીને...”
“માર ખાઈશ...”
એટલા માં રૂમનો દરવાજો ખખડયો ,”આકાશ.......” મિશ્રાસર હતા,
“સર....”બંને થોડા શરમાયા અને ઊભા થયા,
“ડો. મે તમને આકાશનાં ઘરે ફોન કરવા માટે અહી ભેગા બેસવાની પરમીશન આપી છે અને તમે બન્ને અંહિ રોમાન્સ કરો છો..Very good…..”
“Sorry, sir….” આકાશે શરમાતાં કહ્યું.
“સર, Hubby-wife તરીકે એટલો હક તો છે. કેમ અમે બેસી ના શકીયે...? ડૉ. સેજલ બોલી..
“હા, પણ કાનુનને પુરાવો જોઈએ ને અને હકીકત એ છે કે તમે બન્ને હજુ ઑફિસિયલ Hubbywife નથી... so…let it go મને એમ કે, તમે ઘરે વાત કરી...”
“હા, કરી સર, પણ લીઝા જોડે જ કરી છે, મમ્મી અને પપ્પા જોડે નથી કરી...” આકાશ બોલ્યો,.
“સર, કાલે એમની જોડે હું કરાવીશ મે તમને પ્રોમીસ કર્યું છે ને કે એ કામ મારું છે થઈ જશે સર” સેજલ બોલી .
“I Know…….But આકાશ હવે ચાલો તમે તમારા રૂમમાં....”
“ok sir….”
“Ok Good Night…”
“gud nite…..” એણે સરને કહ્યું અને થોડી રોષ અને થોડો ભાવુકતા અને થોડો વિસમ્યતા થી જોઈને રૂમ તરફ આકાશ જતો રહ્યો.
એ જોઈને સર હસ્યા, “હવે તુ મે પણ સુઇ જાવ ડૉ.સેજલ.....okay good night...”
“હા સર ગુડ નાઈટ....”
**********************************************************************
બીજે દિવસે સવારે....
“આકાશ, તારો ફોન છે... ઉઠ.....” સેજલે ઊઠાડતાં કહ્યું સવારે.
“કોણ……. કોણ છે...?” અચાનક ભરઊંઘમાંથી આકાશ ઉઠી ગયો..
“મોટાભાઈ છે....” સેજલ બોલી
“ હમણાં, ..............” આકાશ હજુ ઊંઘમાં હતો
“લે વાત કર.....”
“Hello….”
“Hello, Good Morning, કેમ છો સાહેબ યાદ આવી ખરી એમ....?”
“Sorry, મારામાં એટલી....”
“બસ, એક પણ શબ્દ આગળ બોલ્યો છે તો,.. “ વાત વચ્ચેથી કાપી નાખતાં અરવિંદનો અવાજ એકદમ રુંધાઈ ગયો, આકાશની આંખમાંથી આંસુ આવી ગયાં, આ જોઈને સેજલ એની બાજુમાં બેઠિ અને એણે આકાશનો એકદમ હાથમાં લીધો અને ઈશારાથી શાંત રહેવા જણાવ્યું.
“હું નિર્દોષ સાબિત થઈ ગયો છું....અને હુ ધરે આવી રહ્યો છું.... “ સેજલના જોડે બેસવાથી એનામાં. થોડી હિમંત આવી ..
“એે તો બહુ સરસ ક્યારે આવે છે ? અને તું કેમ છે..?”
“એ કંઈ નકિક નથી..... હુ કઈશ ....” પણ એેટલામાં સામેથી ફોન કપાઈ ગયો,
“મે તને કેટલી વાર કીઘુ કે એને ફોન નહિ કરવાનો અને એ માણસ મારા માંટે મરી ગયો છે, એ મારે આ ઘરમાં ના જોઇએ ..” ગુસ્સામાં, આકાશના પપ્પા બોલ્યા, ” મે તને ના પાડી છેને.... “ ગુસ્સામાં અરવીંદ સામે જોયુ અને બોલ્યા .... અરવિંદને ઘડિક શુ બોલવું એ ....સહેજ પણ સમજ ના પડી એ પ્રથમ લીઝા સામે અને પચી મમ્મી સામે જોયુ , લીઝાએ અરવિંદને આંખથી સાંત્વના આપી. એ મમ્મી જોડે ઊભી હતી.
“પપ્પા મિશ્રાસર આવ્યા , એ વખતે તો તમે સામેથી....” લિઝા માંડ આટલુ બોંલી, એટલામાં જ આકાશની મમમી બોલી,
“ તમે એક વાત કહો કે એ તમાંરે માટે એ મરી ગયો હોય તો રાત દિવસ એના ફોનની કે ટપાલની રાહ કેમ જુઓ છો..? શુ કામ મિશ્રા સરને તે દિવસે બહુ વિનંતી કરતા હતા, મને જરા કહેશો..?”
“હા, અંકલ વાત સાચી છે કે, એણે ભૂલ કરી છે પણ ભૂલ કરીને પણ એણે એ એની સજા ભોગવી રહ્યો છે...”
“તમે કેમ છુપાવો છો..? શું કામ પોતાની જાત સાથે છેતરપીડી કરો છો ?” આકાશની બોલી , અને રદી પડી બોલતાં બોલતા, વિનાયક ભાઈ અશ્વિનભાઈ ના ભાઈ બોલ્યા, “તને ખબર પણ છેે કે તુ અને હુ આપને આપણી ફરજ ચુકયા છીએ અને તે એકપન વાર એની વાત સાંભળી તે કે શુ કહેવા માંગે છે. એકવાર પણ તે એ દિવસે કે સાંભળી હતી ખરા એમ કે જે...”
“તમે રહેવા દો હવે તમારે સફાઈ આપીને અશ્વિનભાઈને જવાબદાર ઠેરવો નહી તમે એટલા ચૌખ્ખા નથી તમે એ દિવસે કયાં છે. આજે, આટલી સફાઈ આપો છતા આટલા દિવસમાં એકપણ વાર અશ્વીનભાઈને સમજાવવાની પ્રયન્ત કર્યો છે. એકવાર પણ આકાશને શોધવાનો સપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે. ખરો...? અવનિબેનનો અવાજ સામભાળીને સન્નાટો છવાઈ ગયો,
“મમ્મી બસ હવે,.......” લીઝા એ એમને શાન્ત પાડવાનો પ્રયાસ કરતા કર્યુ.
“આજે કોઈ વચ્ચે કોઈ નહિ બોલે....આની સામે જોવુ છે કોઈ દિવસ તમે લોકોએ આ તરીકે આના દિલ પર શું વીતતી હશે એનો વિચાર કર્યો છે...?.....કદાચ અશ્વિનભાઈ તો હતા, ગુસ્સે હતા કે પણ તમે તો શાંત મગજ વિચારો. અને લીઝા અરવીંદ, રીયા...તમે લોકો પણ...? મે કેટલી વાર કહ્યું, લીઝા ને તને કેટલી વાર કહ્યુ હતુ કે નહી....?”
“અહીયા બેઠેલી દરેક વ્યક્તિ જવાબદાર છે, એક પરીવાર તરીકે એક ખ્રિસ્તી પરીવાર તરીકે. આપણે આ સમયને ઈશ્વર યદોવાલાપના હાથમાં સોપીને આકાશતી જોડે ઊભા રહીને શાંતિથી પરિસ્થતિમાંથી બહાર લાવવાની જરૂર હતી.But we…..” fail……” totally…. Fail….. અવનીબેનની આંખો છલકાઈ ગઈ.
“ જવાબદાર....તો સૌથી વધારે હુ છું મા તરીકે મેં એના પર ભરોસો ના કર્યો.... એકવાર આ પછી મારે એને પુછવાની જરૂર હતી, પણ હું તદ્દન....” જોરથી હુસ્કુ મુકાઈ ગયુ અને રડી પડયા.... આ જોઈને લીઝા, અરવિંદ રીયા, બધાની આંખો છલકાઈ ગઈ.
“મમ્મી આમ ભુતકાળ યાદ કરીને રડવાની કોઈ જ જરૂર નથી, એક વાત કે હુ અને લીઝા છેલ્લા કેટલાય સમયથી મિશ્રાસરના સંપર્ક માં હતા,.....”અરવિંદ બોલ્યો,
“ મમ્મી, આંન્ટી આ અરવિંદના પ્રયન્તને લીધે જ મિશ્રાસરને સંપર્ક થઈ શક્યો છે.....”
“અને એ થયું રીયા અને પપ્પાજીના પ્રયત્નથી , એમને વિશ્વાસ હતો કે આકાશ એવું ના કરે so , અને મમ્મી એકલા , પપ્પા કે તું કે કોઈ એક વ્યકિત જવાબદાર નથી. આપણે આપણી ફરજ ચૂકયાં છીએ. હવે યાદ કરીને દુઃખી થવાનો કોઈ અર્થ નથી સરતો અને આ બધું થયા પછી એકવાત ઘરમાં ભુલાઈ ગઇ છે એ રોજ સાંજની સામુહિક પ્રાર્થના અને એ આજ સાંજથી શરુ થશે. સૌપ્રથમ એ કે આકાશનો કોઈ ફોન આવે તો રિસિવ કરજો અને વાત કરજો. તો હવે હુ જાઉ છુ. “ એમ કહીને અરવિંદ બધાની રજા લઈને નીકળી ગયો.
અરવિંદના હાવભાવ અને બોલવાની રીત જ કહી આપતી હતી કે, એનો ઓફિસનો સમય ન તો થયો પણ એને ૧ યરની બધી વાતો અને પહેલાનો સમય અને એ દિવસો યાદ આવ્યા અને એ સહન ના કરી શક્યો અને એનુ હૈયું ભરાઇ આવ્યું અને આકાશની આજીજી યાદ છે કે,
” અરવિંદ તુ તો વિશ્વાસ કર કે મે એવુ કંઇ નથી કર્યુ.” એની આંખો છલકાઇ ગઈ.
“અરવિંદ, મારે આજે શાળાએ વહેલુ જવાનુ છે મને મુકી દઈશ?” પાછળથી લીઝાએ એના ખભા પર હાથ મુક્યો, બાઇક આગળ અરવિંદ ઉભો હતો.
“હા... હા ચલ...” એણે આંખના ખુણા લુછ્યા.
“શુ થયુ ? આકાશ વિશે વિચારીને?” લીઝાએ વાક્ય અધુરુ છોડ્યું,
“હા, કેટલુ મોટુ પાપ થયુ છે… આપણાથી? ખાસ મારાથી હુ એને સમજવામાં તદ્દન નિષ્ફળ ગયો છુ.. ભાઇ તરીકેની મારી ફરજ ચુકી ગયો છુ.”
“બસ અરવિંદ , આમ હવે દોષ દેવાથી જે જતુ રહ્યુ છે એ પાછુ તો આવવાનુ નથી. અને આકાશની બાબતમાં જે કંઇ થયુ એમાં યહોવા બાપની અને આકાશની માફી માંગવા સિવાય અને એને પાછો આ ઘરમાં પાછો લાવીને અને એનુ સ્થાન પાછુ આપીને પ્રયાચિત કરી શકીએ છીએ એ તક બાકી છે બસ, આમ રડીને કંઇ ફાયદો થવાનો છે? હવે રડવાનુ રહેવા દઇને એને ઘરે પાછો લાવીને નિર્દોષ સાબિત કરવામાં એની મદદ કરીએ બસ.“
“હા તારી વાત સાચી છે, મને આકાશનો કોંટેક નંબર આપ હુ ઓફિસમાથી એની જોડે વાત કરીશ, સોરી સાંજે ગુસ્સામાં મે એની જોડે વાત ના કરી.”
“its ok મને ખબર છે. તમારે વાત કરવી હતી પણ હિંમત ન હતી ચાલતી આકાશનો સામનો કરવાની એટલે જ તો મે તમને રાત્રે કંઇ કીધુ નહતુ, now smile, office જઈને આકાશ જોડે વાત કરજે હુ સ્કુલમા જઈને પ્રયત્ન કરીશ ઓકે.”
“હા sure, હુ આજે જ કરીશ જ એ પણ હમણાંજ કરીશ. ઓકે ચલ જઈશુ?”
“હા sure, ચલ અને તુ કેટલા વાગે આવીશ તને લેવા માટે?”
“ના હુ આવી જઇશ એનુ ટેંશન ના લઇશ.. ઓકે ચલ હવે.”
“OK, મેમ ચલો.”
“OK, સરજી”
અરવિંદે બાઇક ઉપાડી અને હાઇવે પર સડસડાટ કરતી બાઇક દોડવા લાગી.
*******
જેમ બાઇક ઉપાડી એમ અરવિંદના વિચારો પણ દોડવા લાગ્યા. અરવિંદને તે દિવસની યાદ આવી ગઈ, એ દિવસે આકાશે બહુ જ આજીજી કરી હતી , છેક છેલ્લે સુધી પણ અરવિંદે એની કોઇ જ વાત માની ન હતી, લીઝા, આકાશ, અરવિંદ રીયા ચારેય ખાસ હતા. એમાં પણ લિઝા રીયા, અરવિંદ ત્રણેય એક જ ક્લાસમાં હતા, નાનપણથી એક જ સ્કુલમા ભણ્યા હતા, છેક કોલેજ સુધી. એમાં પણ લિઝા જોડે આકાશની ખાસ બનતી હતી. આકાશ એ ત્રણેયની પાછળના ક્લાસમાં હતો. છતાયે કોઇએ આકાશની વાત ના માની, અને ખાસ તો લીઝા કે અરવિંદ બંનેમાથી કોઇયે આકાશને સંભાળવવાનો પણ પ્રયત્ન ના કર્યો.આકાશે છેલ્લે સુધી લીઝા અને અરવિંદને સમજાવવાના પ્રયત્ન કર્યા હતા.
જ્યારે આકાશની ગન પકડાઇ ઘરેથી એના બીજા દિવસે સાંજે એમની મુલાકાતની જગ્યા પર ચારેય મળ્યા હતા, ત્યાં ત્રણેય આકાશને જ દોષીત ઠરાવ્યો હતો. છેવટે આકાશે એ વાત ત્યાં કબુલી હતી કે એ જે કામ કરે છે એ સારુ કામ કરે છે એ સમાજ કે કુટુંબનુ નામ બોળે એવા કામ નહી કરે, ત્યારે થોડો વિશ્વાસ કર્યો હતો.એના બીજા જ દિવસે ig બત્રાનુ મર્ડર થયુ એમા સીધી રીતે આકાશ અને એના મિત્રોનુ નામ ખુલ્યુ, જગજાહેર નામ ખુલ્યુ, એ પછી ઘરમાં પોલિસની રેડ અને લાંબી લાંબી પોલિસની પુછપરછ અને કઠીન અને અઘરા સવાલો , સમાજમાં પણ લોકોના હજાર સવાલો અને એ સવાલોના આ લોકો જોડે કોઇ જ જવાબ હતા નહી , એક જ જવાબ હતો અમને કંઇ જ ખબર નથી. લિઝાના પપ્પા કર્નલ સાહેબની ઓળખાણથી બહુ હેરાન ના કર્યા પોલિસે પણ છોડ્યા પણ નહી, છેવટ સુધી આકાશે લિઝા રિયા અને અરવિંદને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ એ ત્રણેયમાંથી કોઇએ આકાશને સાંભળવાની તસ્દી ના લીધી, આ બધી વાત અરવિંદના મગજમાં ફરવા લાગી, આખો દિવસ ઓફિસમાં પણ એ જ વાત, એના મગજમાં ફરતી હતી. છેવટે સાંજે એણે રીયાને ફોન કર્યો ઓફિસના ફોન પરથી,
“હેલો રિયા..”
“હા, અરવિંદ બોલ.”
“શુ કરે છે?”
“બસ કંઇ નહિ, શુ થયુ આજે લેટ આવવાનો છે? કે શુ?”
“ના બસ થોડુ અડધો કલાક જેટલુ મોડુ થશે, ખાસ નહિ રુટીન....”
“ઓકે, ભાભીનુ કામ છે? એને આપુ?”
“ના, આકાશનો ફોન આવ્યો હતો કે નહિ?”
“ના નથી આવ્યો, ઘરમાં કોઇની હિંમત નથી ચાલતી કે એને આપેલા નંબર પર સામેથી કરીયે, મારી પણ નહી.”
“મને એ નંબર આપતો...”
“તારી લિઝા જોડે છે?”
“ભાભી કે ડોબી કોઈ સાંભળી જશે તો માર ખઈશ.”
“ઓકે, પણ સીધી રીતે એમ કે ને તારે માન અપાવવું છે.”
“હા, તો એમ સમજ.”
“ઓકે ચલ, તારી સોરી મારી ભાભીને બોલાવુ છુ.” એણે જોરથી બુમ પાડી,” ભાભી... ભાભીજી...”
“શુ છે? કોનો ફોન છે?”
“તમારા એ નો છે?”
“એવુ છે એમ, હા તો જા તુ રસોડામાં મે ખીચડી મુકી છે જોઇ લે.”
“ઓકે”
“બોલો સાહેબ, શું હતુ કેમ આમ આવવાના સમયે ફોન કર્યો? રાતવાસો ત્યાં જ કરવાનો છે કે શુ?”
“હા ઇરાદો તો કંઇક એવો જ હતો પણ ઓફિસવાળા એ ના પાડી અને અડધો કલાક જ રહે એક કીધુ છે.”
“મને નમ્બર આપ હુ તમારા સાહેબને કઉ કે આમને જરા રાતવાસો કરવા દેસો.”
“હા આપુ હમણા એક્શ્ટેંશન કરી આપુ પહેલા મને તારા ex-bf નો નંબર આપ.”
“કોણ? શુ કે છે મગજ છે.”
“આકાશનો ઇડિયટ”
“તો એમ કે ને.... Wait કેમ અચાનક?”
“કેમ મારો ભાઇ છે વાત ના કરુ?”
“હા, સાચી વાત છે પણ આટલા વર્ષે કેમ વહાલ ઉભરાયુ ભાઇ પર અત્યાર સુધી ક્યાં હતા?”
“હા મારી ભુલ છે આજે પસ્તાવો થાય પણ તુ ક્યાં હતી એ કઈશ મને?” બંનેનો અવાજ ભારે હતો, બંને છેડે ખામોશી છવાઇ ગઈ.
“નમ્બર આપ ચલ...”
“હા, બસ ૨૮૪૬૭૯, આગળ કોડ નાખજે.”
“OK ચલ.”
“OK.”
આકાશે ફોન મુક્યો અને છેવટ સુધી હિંમત ના ચાલી ફોન કરવાની, અને છેવટે છુટીને બાઇક પરથી નીકળતા ફોન કર્યો, STD માંથી, આકાશ જોડે માંડ બેત્રણ મિનિટ વાત કરી શક્યો.
***********************************************************************
એ પછી ઘણા દિવસો સુધી લગભગ એક અઠવાડિયા સુધી આકાશ અને મમ્મી પપ્પા, અરવિંદ લિઝા ને રીયા વાત કરતા રહ્યા, આકાશે આડકતરી રીતે સેજલ જોડે મેરેજ કરી લીધા હોવાનુ કબુલી લીધુ, અને કદાચ ઘરના એ એ વાત સ્વીકારી લીધી, અને બંનેને ઘરે આવવા જવા આમંત્રણ આપ્યું. અને રીયાના લગ્નની તારીખો નજીક આવતી જતી હતી, છેવટે આકાશનુ બધુ નક્કી થઈ ગયુ, આકાશે અને DGP સાહેબ બધાજ પુરાવા ભેગા કરી લીધા અને ત્યારે આકાશને ઘરે જવા લીલીઝંડી આપી, એ પહેલા મોના અને અવિનાશે ત્યાં પહોચીને બધુજ વ્યવસ્થીત કરી લીધુ અને પછી આકાશ અને સેજલને આવવા મજુંરી આપી, અને રાહુલની DGP સાહેબ જોડે વ્યવસ્થા કરી.
*******