Aekant - 85 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 85

Featured Books
Categories
Share

એકાંત - 85

પ્રવિણના સમજાવટથી રાજે નાછુટકે બેન્કમાં વોચમેનની નોકરી કરવા માટે માની ગયો હતો. દસ હજારની નોકરીમાં રાજને થોડા દિવસ પછી બેન્કમાં એક મોટી ઘટના બની.

રાજ બેન્કની બહાર ખુરશી પર બેઠાં બેઠાં બેન્કની અંદર આવતા જતા લોકો પર નજર રાખી રહ્યો હતો. કોઈ ચાલીસ વર્ષનો યુવાન રાજ પાસે આવીને બોલ્યો.

"ભાઈ સા'બ, હું તમને એક થેલો આપીને મારા કામ માટે અહીં આગળની ગલ્લામાં ગયો હતો. મેં તમને એ થેલો સાચવવા આપ્યો હતો એ હવે તમે થેલો પાછો આપી દો."

એ વ્યક્તિના આમ કહેવાથી રાજ ચોંકી ઊઠ્યો. જે થેલાની એ વાત કરતો હતો એવો કોઈ થેલો એ આપીને ગયા ન હતા. વાસ્તવમાં રાજે એ વ્યક્તિને જ પહેલી વાર જોયો હતો. પૂરાં દિવસે એ વ્યક્તિ શું પણ કોઈ પણ એને થેલો સાચવવા આપીને ગયું ન હતું. રાજને આ સાંભળીને કપાળ પર પ્રસ્વેદ આવી ગયા.

"તમને હું ઓળખતો પણ નથી. તમે મારી પાસે ક્યા થેલાની વાત કરો છો ?" રાજ મુંઝાઈ ગયો. 

"જુઓ, હમણાં અડધી કલાક પહેલાં જ મેં તમને કાળા કલરનો થેલો આપ્યો હતો. એ થેલામાં મારા પાંચ લાખ રૂપિયા હતા. પૂરાં વર્ષની એમાં કમાણી હતી. પૈસા જોઈને સૌ કોઈની નિયત બગડી શકે છે. તમારે મારો થેલો પાછો આપવો છે કે હમણાં પોલીસને કોલ કરુ ?"

એ વ્યક્તિ ગભરાઈ ગયો. રાજને પોલીસની ધમકી આપીને જેલમાં લઈ જવાની વાત કરી. રાજ પોલીસનું નામ સાંભળીને ડરી ગયો હતો. મનમાં સોમનાથ દાદાનું નામ લઈને એણે એનો ડર એની અંદર રાખીને એ વ્યક્તિને જણાવી દીધું.

"મેં તમને પહેલાં પણ કહ્યું કે તમે મને કોઈ થેલો આપીને ગયા નથી. મારા માતા - પિતાએ એવાં નીચ સંસ્કાર આપેલાં નથી કે થોડા રુપિયા માટે ચોરી કરું. હું સાચો છું તો કોઈથી ડરુ એવો નથી. તમારે જેને બોલાવવા હોય એમને બોલાવી શકો છો." રાજે આવી પરિસ્થિતિમાં હિમ્મતથી કામ લીધું.

એ વ્યક્તિ રાજ ઉપર ખૂબ ઘુરાયો. એ રાજ સાથે દલીલબાજી કરવા લાગ્યો. રસ્તામાં ચાલતા માણસોનું ટોળું એકત્ર થઈને રાજ અને પહેલાં માણસની વાતો સાંભળવા લાગ્યાં. 

કાચની બહાર ટોળાને એકત્ર જોઈને બેન્કની અંદર કામ કરતા એક એમ્પ્લોયનું ધ્યાન તેઓ પર ગયું. એણે બીજાં એમ્પલોયને કહ્યું.સૌ કોઈ પોતાના કામ મૂકીને બહાર શું ધમાલ મચી છે ? એ જોવા બેન્કની બહાર રાજ પાસે આવી ગયાં.

બેન્કની અંદર રહેલ મેનેજરની કેબીનમાં કોઈએ ટોળા વિશે જાણ કરી તો મેનેજર બહાર જોવા આવી પહોચ્યાં. 

રાજ અને એ વ્યક્તિ વચ્ચે તું તું મેં મેં ચાલુ જ હતી. મેનેજર સૌની વચ્ચેથી નીકળીને રાજ પાસે હકીકત જાણવાની વાત કરી.

"સર, આ માણસ ક્યારના મારા પર આરોપ મૂકે છે કે, હું તને પૈસા ભરેલો થેલો આપીને ગયો તો હવે એ થેલો મારો પાછો આપ. સાચું તો એ છે કે મેં આ માણસને પહેલી વાર જોઉં છું. મને કોઈએ થેલો આપ્યો નથી." રાજ ડરના સ્વરે કહ્યું.

"તું રાજ સાચું કહે છે ? તને આ માણસે કોઈ બેગ આપેલો નથી ?" મેનેજરે ઈન્કવાયરી કરતા સવાલ કર્યો.

"તમે કહો તો હું સમ ખાવા તૈયાર છું. આ માણસ આવું કેમ બોલે છે એ મને પણ ખબર નથી પડતી."

રાજના ખુલાસા પછી મેનેજરે એ માણસની સામે જોયું. એ માણસ શુટ પહેરેલા મેનેજરની સામે જોઈને ગભરાતા કહ્યું," સાહેબ, આટલું મોટું ખોટું હું બોલી જ ના શકું. એ કાળા કલરનો થેલો હતો એમાં મેં પાંચ લાખ રૂપિયા ભરેલા હતા."

એ વ્યક્તિ પાસેથી પાંચ લાખની રકમ સાંભળીને ટોળાઓ વચ્ચે વાતચીત ચાલુ થઈ ગઈ. શાંત જળમાં કંકર નાખતા વમળ પેદા થાય એમ નિરવ વાતાવરણમાં લોકો ગુપચુપ કરવા લાગ્યા.

પબ્લીકના ટોળામાંથી કોઈક બોલ્યું, "બેન્ક આટલા વર્ષોથી અહી છે, પણ આવો બનાવ કોઈ દિવસ જોવા મળ્યો નથી. એ નવા ચોકીદારને હજી સાત દિવસ થયા નથી અને આવો બનાવ બન્યો. આ સંજોગ તો કહેવાય નહીં.

વળી એક સ્ત્રી ટોળાની અંદરથી બોલી, "નક્કી આ ચોકીદારની રમત હોવી જોઈએ. આ માણસને કોઈ પર ખોટો આરોપ મુકવાથી કોઈ ફાયદો થવાનો નથી."

ટોળાની અંદરની ગુપચુપ સાંભળીને રાજને પરસેવા વળી ગયા. એણે ખિસ્સામાંથી રુમાલ કાઢીને ચહેરા અને ગરદન પર આવેલ પરસેવાને લૂંછવા લાગ્યો.

"મેનેજર સર, મારી વાતનો વિશ્વાસ કરો. આ માણસને મેં પહેલી વાર જોયો છે, તો એ માણસ મને થેલો સાચવવા ક્યાંથી આપે ?"

રાજ બોલતાની સાથે રડવા લાગ્યો. મેનેજર દ્વિધામાં ફસાઈ ગયા. કોનો વિશ્વાસ કરવો અને કોનો નહીં ? 

"સાહેબ, આ ચોકીદારને કહો કે મારો થેલો પાછો આપે નહિતર હું કેશ કરીશ."

"તમે આમ કેશની વાત ના કરો. શાંત થઈને વાત કરો." મેનેજરે એ વ્યક્તિને સમજાવ્યો.

"મારા આખા વર્ષની એમાં કમાણી હતી. હું શાંત થઈને બેસી ના શકું. એ જો થેલો ના આપવા માંગતો હોય તો એને કહો કે મને એક લાખ રુપિયા આપે. હું એમ સમજીશ કે મેં એક વર્ષમાં એટલી કમાણી કરી છે." એ વ્યક્તિ ગળગળા અવાજે કહ્યું. 

"અરે પણ મને નોકરી ચાલુ થઈ એને એક અઠવાડિયું પણ નથી થયું. મારી પાસે આટલી રકમ ક્યાંથી હોય ?"રાજ ચિંતાતુર થઈ ગયો. 

"મારો થેલો તારી પાસે છે. બે કલાકમાં તને પાંચ લાખ મળી ગયા છે તો તારે નોકરી કરવાની પણ હવે જરૂર રહી નથી. મારે એક લાખ રૂપિયા જોઈએ."

"મેં તમને યાર હજાર વાર કહ્યું છે કે મેં તમારો થેલો લીધો નથી."

"સાબિત કરીને બતાવ કે તે થેલો લીધો નથી."

"મેં થેલો લીધો નથી એની હું શું સાબિતી આપુ ? મારા મહાદેવ મારી સાથે છે. સાક્ષીમાં તો એ જ છે."

"વાહ, એક તો ચોરી અને ઉપરથી ભગવાનને પણ તારા ખોટા કર્મોમાં વચ્ચે લાવે છે. તારે મને એક લાખ રૂપિયા આપવા જોશે અને એ પણ અત્યારે જ."

એ વ્યક્તિ રાજ પર ઉશ્કેરાઈ ગયો. મેનેજર ચપરાસીને કહીને ટોળાને વિખેરવાનું કામ સોંપી દીધું. શબુત વિના એ પણ સાબિત થતું નથી કે રાજ ગુનેગાર છે. એમ્પ્લોયમાંથી કોઈકને યાદ આવ્યું કે બેન્કની બહાર એક સીસીટીવી કેમેરો ગોઠવેલો છે. એ કેમેરાથી સાબિત થઈ શકે કે કોણ ગુનેગાર છે અને કોણ બેગુનાહ ? 

એણે મેનેજરની નજીક જઈને હળવેકથી કહ્યુ, "આપણે આ બધામાં એ તો ભૂલી ગયા કે આપણા બેન્કની બહાર એક સીસીટીવી કેમેરા ગોઠવેલ છે. આપણે અત્યારે ચેક કરીને જોઉં જોઈએ તો જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે છે."

આ ધમાલ નાની વાતમાં ઘણી ઉગ્ર બની ગઈ કે કોઈને સીસીટીવીની ગોઠવણ કરેલી છે એ યાદ જ ના આવ્યું. એણે એમ્પ્લોયનો આભાર માનીને એ વ્યક્તિને ઉદેશીને કહ્યું.

"જુઓ ભાઈ, તમે શાંતિ રાખો. તમને એક લાખ રૂપિયા નહીં પણ પાંચ લાખથી ભરેલો પૂરો થેલો મળી શકશે."

"તમે તો એવું બોલો છો કે હમણાં  કોઈ જાદુ થશે અને મને થેલો મળી જશે."

"જાદુ જેવુ જ સમજો. અમે અહીં બહાર કેમેરો ગોઠવ્યો છે. અત્યારે આપણે બેન્કની અંદર જઈને સીસીટીવી કેમેરા ઓપરેટ કરે છે એ ઓપરેટર પાસે સવારના ફુટેજ જોઈ લઈએ. તમે અમારા વોચમેનને થેલો સાચવવા આપ્યો હશે તો સાબિત થઈ જશે." મેનેજર કેમેરાની સામે ઈશારો કરતા બોલ્યા.


રાજને મેનેજરની વાત સાંભળીને શ્વાસમાં શ્વાસ આવ્યો. કારણ કે એણે કોઈ થેલો સાચવવા લીધો જ નથી તો કેમેરાની અંદર આવશે નહીં. આ પરથી તે નિદોર્ષ સાબિત થઈ જશે.

"સર, તમે સાચું કહો છો. આપણે હાલ જ કેમેરો ચેક કરવો જોઈએ. મેં તો તમને પહેલાં પણ કહ્યું હતું કે મને આ વ્યક્તિ ફસાવવા માંગે છે. હકીકતમાં મારી પાસે કોઈ થેલો છે જ નહીં તો કેમેરામાં આવશે નહીં." રાજને એક આશાનું કિરણ દેખાઈ ગયું. 

રાજ પૂરા વિશ્વાસથી બોલતો હતો. એની વાત પરથી એવું લાગ્યું કે કેમેરો ચેક કરવાની પણ જરૂર નથી, પણ મનને તસલ્લી આપવા માટે કેમેરો ચેક કરવો જરૂરી હતો. મેનેજરે ઈશારેથી એ વ્યક્તિને બેન્કની અંદર આવવા કહ્યું.

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"