આપણે જ્યારે ઇતિહાસ ઉઠાવીને જોઇએ તો તેમાં એવી વ્યક્તિઓનો ઉલ્લેખ જોવા મળે છે જેમણે ઇતિહાસને બદલવાનું ભગીરથ કાર્ય કર્યુ છે જેમાં કેટલાક તો ભૂતકાળમાં થઇ ગયા છે જેમને આજે આપણે મહાન વ્યક્તિઓ ગણાવીએ છીએ કેટલાકને પેગંબર તો કેટલાકને દેવતા ગણાવીએ છીએ કેટલાકને આપણે ભગવાનનો દરજ્જો આપ્યો છે જે તમામે પૃથ્વી પર સામાન્ય માણસ તરીકે જન્મ લીધો હતો પણ તેમનાં કાર્યોએ તેમને મહાન બનાવ્યા હતા. કેટલાક એવા ઐતિહાસ પાત્રો આપણાં વર્તમાન સમયમાં પણ થઇ ગયા છે જે આજે લોકો માટે પ્રેરણારૂપ બની રહ્યાં છે પણ એ હકીકત છે કે માનવી ક્યારેય સંપુર્ણ હોતો નથી તેની માનવસહજ નબળાઇઓ તેને સામાન્ય માનવી બનાવતી હોય છે અને આ માનવસહજ નબળાઇઓ આ મહાન વ્યક્તિઓનાં વ્યક્તિત્વનો હિસ્સો જ છે પણ તેઓ તેને વટાવીને મહાન બની શક્યા હતા.આલ્બર્ટ આઇનસ્ટાઇનને આપણે વિશ્વનાં જિનિયસ લોકોમાં ટોચે માનીએ છીએ અને તેમણે જે સિદ્ધાંતો આપ્યા છે તેણે વિશ્વને બદલવાનું કામ કર્યુ છે તેનો સ્વીકાર કરવો જ પડે તેમ છે.પણ આઇનસ્ટાઇન પણ આખરે તો એક માણસ જ હતા અને તેઓ પણ એ માનવસહજ નબળાઇ ધરાવતા હતા જે અન્ય સામાન્ય લોકો ધરાવે છે.તેઓ અમર્યાદ જાતીય ઇચ્છાઓ ધરાવતા હતા અને તેમને એક કરતા વધારે સ્ત્રીઓ સાથે સંબંધ હતા.૧૯૦૩માં તેમણે મિલેવા નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા અને તેમને સંતાન પણ થયું હતું.જો કે લગ્નનાં કેટલાક વર્ષ બાદ જ આઇનસ્ટાઇન પોતાની પત્નીથી કંટાળી ગયા હતા અને તેમણે અન્ય એક મહિલા સાથે સંબંધ વિકસાવ્યા હતા જે તેમની પિતરાઇ હતી જેણે છુટાછેડા લીધા હતા અને અગાઉનાં પતિથી તેને બે સંતાનો હતા પણ તેમ છતાં આઇનસ્ટાઇને તેની સાથે સંબંધો વિકસાવ્યા હતા.તેમની પત્નીને તેમનાં સંબંધોની જાણ થઇ ગઇ છતાં તેઓ તેનાથી વિમુખ થયા ન હતા.તે તેમની પત્ની માટે કહેતા હતા કે તે એવી કર્મચારી છે જેને તમે કાઢી શકતા નથી.આમ આઇનસ્ટાઇન વૈજ્ઞાનિક તરીકે મહાન હતા પણ એક વ્યક્તિ તરીકે તેઓ એટલા મહાન બની શક્યા ન હતા.અમેરિકાનાં ભૂતપુર્વ પ્રમુખ જર્યોજ એચ.ડબલ્યુ બુશ જ્યારે પ્રમુખ હતા ત્યારે તેમનો સંપર્ક અનેક મહિલાઓ સાથે થતો હતો અને એમાંની ઘણી મહિલાઓએ હાલમાં ચાલી રહેલા મી ટુ અભિયાનમાં એ વાત ઉજાગર કરી છે કે બુશે તેમનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો.જેમ્સ જોયસને આધુનિક સાહિત્યનાં મહાન લેખકોની યાદીમાં સ્થાન અપાય છે તેમની યુલિસિસ ક્લાસિક સર્જનમાં સ્થાન પામે છે પણ આ મહાન વ્યક્તિની કેટલીક બાબતો તેમને વિચિત્ર ઠેરવે તેવી છે તેઓ મહિલાઓ સાથે જ્યારે સંબંધ રાખતા હતા ત્યારે તેમની કેટલીક બાબતો મહિલાઓ માટે અસહ્ય બની રહેતી હતી જેણે અદ્ભૂત સાહિત્યનું સર્જન કર્યુ છે તે વ્યક્તિને મહિલાઓનાં પાદવાનો અવાજ સુરીલો લાગતો હતો અને તેના માટેની તેમની ઘેલછાએ તેમને વિચિત્ર બનાવી દીધા હતા અને તેમણે પોતાના પત્રોમાં પણ કર્યો છે.આલ્ફ્રેડ કિન્સેએ ૧૯૦૦નાં વચગાળામાં મહિલાઓ અને પુરૂષોનાં સેક્સ્યુઅલ બિહેવિયર અંગે સંશોધન કાર્ય કર્યુ હતું જે આ મામલે અત્યંત મહત્વપુર્ણ કાર્ય મનાય છે.આજે પણ તેમનાં વિચારોનો ઉપયોગ થઇ રહ્યો છે.જો કે કહેવાય છે કે સેકસ અંગે અભૂતપુર્વ સંશોધન કાર્ય કરનાર કિન્સેને એક પુરૂષ સાથે સંબંધ હતા.તેઓ પોતાનાં ઘરમાં તેની સાથે કરેલા સેકસનો વીડિયો બનાવતા હતા.મહાત્મા ગાંધીને કોણ જાણતું નથી જેમણે ભારતને આઝાદી અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું અને એટલે જ તેઓ રાષ્ટ્રપિતા તરીકે ઓળખાય છે પણ તેમની પણ કેટલીક બાબતો ઇતિહાસકારો માટે મુંઝવણનો વિષય બની રહી હતી.ખાસ કરીને તેમનાં બ્રહ્મચર્યનાં પ્રયોગોએ તેમને વિવાદાસ્પદ બનાવ્યા હતા જેમાં તેમણે પોતાનાં કરતા નાની વયની મહિલાઓ સાથે નગ્ન સુવાનો પ્રયોગ કર્યો હતો.તેમણે દેશને આઝાદ કરાવવામાં દિન રાત પ્રયાસ કર્યા હતા પણ એ હકીકત છે કે તેઓ પોતાના ઘરને યોગ્ય રીતે સંભાળી શક્યા ન હતા અને તેમનાં પુત્ર હરિલાલ ગાંધીએ તો જાહેરમાં કહ્યુ હતું કે તેઓ મહાત્મા હતા પણ યોગ્ય પિતા સાબિત થઇ શક્યા ન હતા.એમેડિયસ મોઝાર્ટ એ યુરોપનાં ઇતિહાસનાં ખ્યાતનામ સંગીતકારોમાંનાં એક છે.જો કે આ ખ્યાતનામ સંગીતકારનાં જીવન પર એમેડિયસ મોઝાર્ટ નામની એક ફિલ્મ બની છે જેમાં જણાવાયું છે કે મોઝાર્ટ અશ્લિલ અને હિંસક સ્વભાવ ધરાવતા હતા.તેમણે તેમની કઝિનને કેટલાક પત્રો લખ્યા છે જેમાં તેમનાં વ્યક્તિત્વની એક અલગ જ ઝલક જોવા મળે છે જેમાં તેઓ મળત્યાગની ક્રિયાને વિસ્તારપુર્વક વર્ણવે છે તેઓ જ્યારે નાના હતા ત્યારે બિસ્તરમાં જ કરી દેતા હતા તે વાતનો પણ તેમાં ઉલ્લેખ કરાયો છે તેમણે એક કવિતા લખી હતી જેનો અંગ્રેજીમાં અનુવાદ થાય છે લીક માય એસ.આ બાબતો તેમને વિચિત્ર ઠેરવે છે.
બેન્જામિન ફ્રેંકલિન તેમનાં સંશોધનો માટે જાણીતા છે.તેમની સામાજિક અને રાજકીય ગતિવિધિઓને કારણે પણ તે વિશ્વનાં મહાન લોકોમાં સ્થાન પામે છે.આ મહાન વ્યક્તિની પણ કેટલીક માન્યતાઓ તેમને વિચિત્ર ઠેરવે છે.તે જ્યારે સવારે ઉઠતા ત્યારે પોતાના તમામ કપડા કાઢી નાંખતા અને બારીની પાસે લગભગ અડધો કલાક એ જ અવસ્થામાં બેસી રહેતા હતા.તેઓને આધેડ વયની મહિલાઓ સાથે સંબંધ રાખવામાં વધારે રસ હતો.તેઓ બાળકો પેદા કરવામાં માનતા ન હતા.આ પ્રકારનાં વિચારોએ તેમને સનકી બનાવી દીધા હતા.
સિગ્મંડ ફ્રોઇડને પણ મહાન વ્યક્તિઓમાં સ્થાન પ્રાપ્ત છે.તેમનાં સાયકોએનાલિસિસનાં સિદ્ધાંતો ઐતિહાસિ ગણાવી શકાય તેમ છે.જો કે તેમનાં સેક્સ અંગેનાં વિચારો જરા હટકે હતાં.તેમનાં વિચારોનાં પાયામાં એક બાબત કોમન છે કે તેઓ મોટાભાગની સમસ્યાનું મુળ વ્યક્તિની બાળપણની સ્મૃતિઓ અને જાતીય અનુભવોને ગણાવતા હતા.તેઓ બાળકો અને સેક્સ અંગે વિચિત્ર કહેવાય તેવી વિચારસરણી ધરાવતા હતા જે પાછળથી તરંગી પુરવાર થઇ હતી.તેઓ પોતાના દર્દીઓ સાથે ખાસ કરીને યુવાન મહિલાઓ સાથે માસ્ટરબેશનની ફેન્ટસી કે સપનાઓ અંગે ચર્ચા કરતા જે તેમને અસહજતાનો અનુભવ કરાવનાર બાબત બની રહેતી હતી.એક વખત તો તેમણે પોતાન સમલૈંગિક પુત્રી સાથે પણ તેની સારવારનાં નામે સેશન કર્યુ હતું.
લિયો ટોલ્સટોય રશિયાનાં જ નહી વિશ્વનાં મહાન સાહિત્યકારોમાં સ્થાન ધરાવે છે.તેમની વોર એન્ડ પીસ આજે ક્લાસિકનો દરજ્જો ધરાવે છે.જો કે ટોલ્સટોય મહાન લેખક જરૂર હતાં પણ એક વ્યક્તિ તરીકે તેઓ દંભી, સ્વાર્થી અને ઢોંગી હતા.તેઓ સેકસ માટે ભયંકર એડીકશન ધરાવતા હતા અને આ બાબતે તેમને આજીવન પરેશાન રાખ્યા હતા.તેઓ જ્યારે યુવાન હતા ત્યારે વેશ્યાઓ સાથે સતત સંબંધ રાખતા હતા જો કે ત્યારબાદ તેમણે લગ્ન કર્યા હતા અને તેમને તેર જેટલા સંતાનો થયા હતા પણ તેમ છતાં તેઓ પોતાની જાતને સુખી માનતા ન હતા.તેમની આ મનોદશા તેમની કેટલીક વાર્તાઓમાં વ્યકત થાય છે તેમની પોતાનાં જીવન સાથે સમાનતા ધરાવતી વાર્તાનું નામ છે ધ ક્રુત્ઝર સોનાટા.જેમાં એક વ્યક્તિ સુંદર સ્ત્રી સાથે લગ્ન કરે છે અને સંતાનો પેદા કરે છે તમામ અર્થમાં તે આદર્શ લગ્ન સાબિત થાય છે પણ તે વ્યક્તિ તેનાથી કંટાળી જાય છે અને એવી કલ્પના કરતો થઇ જાય છે કે તેનો મિત્ર તેની પત્ની સાથે સંબંધ ધરાવે છે આ વિચારોથી પાગલ થઇને તે બંનેની હત્યા કરી નાંખે છે.ત્યારબાદ ટ્રેનમાં એક અજાણી વ્યક્તિ સાથે તે લાંબો સંવાદ કરે છે જેમાં સેકસ અંગે, મહિલાઓ અંગે વિચારો રજુ કરે છે.જેમાં મહિલાઓ અંગે તે કહે છે કે તે જ પુરૂષોનાં હૃદયમાં જાતિય ઇચ્છાઓને જન્માવે છે અને પુરૂષોની વિચારસરણી પાછળ તે જ કારણરૂપ છે.લિન્ડન બેનિસ જહોન્સન તેમની ગરીબી સામેની જંગ માટે જાણીતા છે.કેટલાક લોકો તેમને કેનેડીની હત્યા માટે જવાબદાર પણ ગણાવે છે.તેમનાં વિયેતનામ યુદ્ધ અંગેના નિર્ણયો અંગે પણ ખાસ્સી ચર્ચા થાય છે પણ આ વ્યક્તિ પણ જાતીય આવેગો માટે અલગ જ વિચાર ધરાવતા હતા.તે અમેરિકાનાં રાષ્ટ્રપતિ હતા પણ જાહેરમાં પેશાબ કરતા અનેકવાર પકડાયા હતા.તે જ્યારે ટોયલેટમાં હોય ત્યારે તેઓ પોતાના સહયોગીઓને દરવાજા પર ઉભા રાખીને નોટસ લખાવતા હતા.તેઓ હિંસક સ્વભાવ ધરાવતા હતા.તેઓ જાતિય સતામણી માટે કુખ્યાત હતા.