મનોવિજ્ઞાન:
આ પૃથ્વી પર જીવતા તમામ જીવો માં પાંચ વૃત્તિઓ મુખ્ય જોવા મળે છે.
(૧) ભૂખ, તરસ
(૨) સુરક્ષા, જીવન રક્ષણ,ભય અને શોક
(૩) નિદ્રા
(૪) સેક્સ અને પ્રજનન
(૫) આધિપત્ય અને અધિકાર ની વૃત્તિ.
આ વૃત્તિઓ એક સ્વસ્થ અને પ્રસન્ન જીવન જીવવા માટે આવશ્યક છે. અને તે મનુષ્ય ઉપરાંત પણ બીજા જીવો માં જોવા મળે છે.વૃત્તિઓ જીવન સહજ છે.. અને વૃત્તિઓ વિવિધ કર્મો કરવાની પ્રેરણા આપે છે.
સ્વાદિષ્ટ ભોજન અને પીણું જોતા ભૂખ , તરસ જાગે છે. નિદ્રાનો સમય થતા નિદ્રા આવે છે. સંકટ ના સમય માં સુરક્ષા માટે ના પગલા લેવાય છે. સ્વજન નું મૃત્યુ અથવા કોઈ ઘૃણિત ઘટના ના કારણે ભય અને શોક જન્મે છે. વ્યક્તિ સંપતિ અને સુખી જીવન પ્રાપ્ત કરવા માટે જમીન અને મકાન પર અથવા ભૂમિ ના ભાગો પર સરહદ બાંધી ને આધિપત્ય કરે છે. જમીનો અને સંપતિ ના ભાગ પ્રાપ્ત કરવા માં ઝઘડા,ખૂન તેમ જ યુદ્ધો પણ થાય છે. પરંતુ જ્યારે સેક્સ,પોર્ન અથવા જાતીય જીવન પર વાત આવે ત્યારે મોટા ભાગના વ્યક્તિઓ શરમ,સંકોચ,ભય અને ગિલ્ટ અનુભવે છે. યાદ રાખવું કે સેક્સ અને સંભોગ કરવાની કે પ્રેમ કરવાની ઈચ્છા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. અને આ ઈચ્છા સામાન્ય છે.
મનુષ્ય માં અન્ય જીવો કરતા ત્રણ વિશેષ ક્ષમતાઓ પણ છે.
(૧) તર્ક કરવાની ક્ષમતા (logic)
(૨) સમજણ અને બોધ માં વૃદ્ધિ કરવાની ક્ષમતા (Understanding, Wisdom)
(૩)મનોરંજન કરવા કરાવવા ની ક્ષમતા (Celebration)
વૃત્તિઓ નું બળ : ઉપર જણાવેલ પાંચેય વૃત્તિઓ માનવ શરીર ની વૃદ્ધિ અને જીવનના વિકાસ માટે સહજ રીતે જરૂરી છે માનવ મગજ માં વિવિધ પ્રકાર ના કેમિકલ હોર્મોન્સ અને ન્યૂરો ટ્રાન્સમીટર આ વૃત્તિઓ ના વહન માટે યોગ્ય વાતાવરણ અને સમય મુજબ પ્રેરણા કરતા હોય છે અથવા સિગ્નલ આપતા હોય છે. દાખલા તરીકે : જમવા નો સમય થતા પાચન તંત્ર માં ભોજન પચાવવા માટે ઉપયોગી રસાયણનો સ્ત્રાવ થાય છે. અને પરિણામે ભૂખ લાગે છે. ભૂખ લાગતા જો ભોજન ન મળે તો શરીર વ્યાકુળ થાય છે. એવું જ નિદ્રા ના સમયે પણ થાય છે. સૂવાનો સમય થતા આંખો ઘેરાવા લાગે છે કારણ કે નિદ્રા માટે જરૂરી રસાયણો નું વહન થાય છે. અને વ્યક્તિ ને બગાસા આવે છે. આવું જ કોઈ પણ અસુરક્ષા અથવા ભય ના સમયે પણ થાય છે. વૃત્તિઓ સાથે જોડાયેલ રસાયણો જ્યારે પણ શરીર માં વહન કરે છે અથવા કરાવવા માં આવે છે ત્યારે શરીર તે ક્રિયા કરવા પ્રવૃત થાય છે. આ ખૂબ વૈજ્ઞાનિક અને તર્કબદ્ધ રીતે સાબિત થયેલ વાત છે. આ વાત સેક્સ માટે પણ એટલી જ સાચી છે. સેક્સ ની ઈચ્છા એટલે થાય છે કારણ કે સેક્સ અને પ્રેમ ની વૃત્તિ સાથે જોડાયેલા રસાયણો મગજ તેમ જ શરીર માં વહન કરે છે, પરિણામે ઉત્તેજના થાય છે. પ્રેમ અને મિલન ના ભાવ જાગે છે. અને આ રસાયણો ની પ્રેરણા પ્રબળ હોય છે. માટે સેક્સ બે કાન વચ્ચે,બે પગ વચ્ચે નથી.
આ વૃત્તિઓ ને શાંત કરવા માટે ના ત્રણ રસ્તા છે.
(૧) સ્વપ્ન સ્ખલન (Wet Dreams) - નિદ્રા સમયે સેક્સ ની વૃતિઓ જાગ્રત થતા સ્ત્રી અને પુરુષ ને ટીન એજ ( પુરુષ માં ૧૩ થી ૧૬ વર્ષ ની ઉમરે અને સ્ત્રી માં ૧૦ થી ૧૪ વર્ષ ની ઉમર)માં સેક્સી સ્વપ્ન આવે છે અને પરિણામે પુરુષને ઉત્તેજના થતા લિંગ કડક થાય છે અને વીર્યસ્ત્રાવ થાય છે. અને સ્ત્રી ના યોનિમાર્ગ માં ભીનાશ અને ઉત્તેજના અનુભવાય છે. સ્વપ્નો કુદરતી રીતે જ આવે છે. એના પર વ્યક્તિનું નિયંત્રણ હોતું નથી.
(૨) હસ્તમૈથુન (Masterbation) : આ ક્રિયા માં વ્યક્તિ પોતે જ પોતાના હાથ વડે,પોતાની જાત ને સંતોષ આપે છે. અને એકાંત માં પોતાની સેક્સ ઈચ્છા ને શાંત કરી દે છે. હસ્તમૈથુન કરતા લોકો માં સ્વપ્ન સ્ખલન નું પ્રમાણ ઓછું જોવા મળે છે. આ વિશે વધુ તમે મારી વાર્તા : "પ્રેમ લગ્ન અને કામકળા વિજ્ઞાન" માં જાણી શકો છો. અહીં એ વાતો નું પુનરાવર્તન કરતો નથી.
(૩) સંભોગ (Intercourse): જ્યારે બે વ્યક્તિ પોતાની ઈચ્છા અને મરજી થી પોતાના આવેગ ની શાંતિ અને સુખની પ્રાપ્તિ માટે પરસ્પર શારિરિક સંબંધ બાંધે છે તેને સંભોગ કહે છે. સામાજિક અને કાયદા ની દૃષ્ટિ એ સંભોગ માટે જોડાવા ની એક યોગ્ય ઉમર છે. જે પુરુષ માટે ૨૧ વર્ષ છે અને સ્ત્રી માટે ૧૮ વર્ષ છે. સંભોગ દરમિયાન અને પછી પણ જાતીય રોગ અને અનિચ્છનીય ગર્ભ ધારણ થી બચવા માટે કેટલીક સાવધાનીઓ રાખવી અનિવાર્ય છે.. જેની ચર્ચા મેં ઉપર જણાવેલ વાર્તા માં કરી છે.
તો આ રીતે સેક્સ ની ઈચ્છા થવી એ શરીર ની પ્રાકૃતિક જરૂરિયાત છે. અને એ નોર્મલ છે. સેક્સ ની ઈચ્છા ગમે ત્યારે થઈ શકે છે.. તેનો કોઈ નિશ્ચિત સમય કે વાતાવરણ હોતું નથી. સામાન્ય રીતે પ્રિય વ્યક્તિ ને મળતા, વોશરૂમમાં, એકાંત માં ,નિદ્રા ના સમયે,સેક્સી ફિલ્મ કે પોર્ન જોવા માં આવે તો સેક્સ માટે જવાબદાર હોર્મોન્સ રિલીઝ થાય છે પરિણામે ઉત્તેજના વધે છે. આ હોર્મોન્સ અને કેમિકલ રિલીઝ થતા સેક્સ ની પ્રબળ ઇચ્છા થાય છે અને આ ઈચ્છા ને શાંત કરવા માટે , ઉપર જણાવેલ ત્રણ ક્રિયા કરવામાં આવે છે.
આ વૃત્તિઓ નું યોગ્ય મેનેજમેન્ટ કરવું એ એક સ્કીલ છે. અને આ સ્કીલ શીખી ને તમે સ્વસ્થ અને સંતુલિત જીવન જીવી શકો છો. આ સ્કીલ નીચે મુજબ છે.
(૧) શરીર માટે પોષણયુક્ત અને યોગ્ય ખોરાક લો. શરીર માટે જરૂરી પાણી ની માત્રા લો. ( ભૂખ તરસ ની વૃત્તિ)
(૨) યોગ્ય સમયે ઊંઘો અને આવશ્યક નિદ્રા લો. (નિદ્રા ની વૃત્તિ)
(૩) પોતાની સુરક્ષા માટે શરીર ને ચુસ્ત દુરસ્ત રાખી શકો એ માટે કસરત કરો,યોગ અને સૂર્ય નમસ્કાર કરો.(સુરક્ષા ની વૃત્તિ)
(૪) નિત્ય ધ્યાન,પ્રાણાયમ અને ઉત્તમ પુસ્તકો વાંચો. અનુકૂળ અને પ્રગતિશીલ વિચારો ,કર્મો અને વ્યક્તિઓ ને જીવનમાં સ્થાન આપો.( ભય અને શોક ની વૃત્તિ)
(૫) ઉપયુક્ત સમયે, યોગ્ય સાથી સાથે વિવાહ કરો, અથવા લાંબાગાળા નો સંબંધ બાંધો.વૈજ્ઞાનિક રીતે સેક્સ એડ્યુકેશન લો અને યોગ્ય પ્રમાણ માં હસ્તમૈથુન નો સહારો લો. સેક્સ ની વૃતિ ને સહજતા થી લો. સેક્સની વૃત્તિઓને વધુ પડતું તનાવકારક મહત્વ આપવાથી બચો. તેના દમન અથવા સંયમ ના નામે વિવિધ ધતિંગો કરવાથી બચી જાવ.સ્વાર્થ માટે સેક્સી અને સેક્સ માટે સ્વાર્થી બનવાનું ટાળો. (સેક્સ ની વૃત્તિ માટે)
(૬) તર્ક,બોધ, વિધ્યા અને મનોરંજન માટે તેમ જ પોતાના વ્યક્તિગત વિકાસ માટે સમય ફાળવો.(ક્ષમતાઓ ના વિકાસ માટે).
મૂંઝવણ:
(૧) સેક્સ ની વૃત્તિ નોર્મલ છે, તો પોર્ન જોવાની ઈચ્છા કેમ થાય છે? અને પોર્ન જોવાની અને રોજ બે થી ૩ વાર હસ્તમૈથુન કરવાની ઈચ્છા કેમ થાય છે?
(જ.) આપણા મગજ માંથી રિલીઝ થતા સેક્સ માટે જવાબદાર કેમિકલ્સ આકર્ષણ અને સુખ ની લાગણી જન્માવે છે. અને આ પ્રમાણે ન્યૂરો ટ્રાન્સમીટર વિવિધ સંદેશાઓ નું વહન કરે છે. અને એક કે તેથી વધારે વાર થતા સરખા પ્રકાર ના અનુભવો માટે બ્રેન કનેક્શન ન્યૂરોન્સ નું નિર્માણ કરે છે કારણ કે સેક્સની ક્રિયા સુખ અને આનંદ માટે છે. હવે પોર્ન ફિલ્મો તેમ જ સેક્સ સ્ટોરીઓ ફિલ્ટર્સ અને એડિટ્સ વડે વધુ પ્રમાણ માં આકર્ષક અને આક્રામક બનાવવા માં આવે છે.. જેને જોવાથી અને સાંભળવાથી બ્રેન ના કેમિકલ હોર્મોન્સ સામાન્ય કરતા વધુ ઝડપી અને ત્વરિત રિલીઝ થાય છે. પોર્ન ફિલ્મ બનાવનાર લોકો અથવા કંપનીઓ નો હેતુ તમારી સહજ સેક્સની વૃત્તિઓ ને ટાર્ગેટ કરી ને પોતાની વ્યૂઅરશિપ વધારવાનો હોય છે. કારણ કે આ પ્રકારે વધારે માં વધારે પ્રમાણ માં વધતા વ્યૂઝ.. કંપની,કલાકારો અને સ્ટાફ ને વધુ પૈસા અપાવે છે. અને પોર્ન ઇન્ડસ્ટ્રી સૌથી વધુ કમાણી કરે છે. ઓટીટી માધ્યમો પણ સેક્સ દૃશ્યો બતાવી ને કમાણી ભેગી કરે છે.
એક મનોવૈજ્ઞાનિક કારણ પણ છે..સહજ વૃત્તિઓ સામે માણસની સમજ અથવા બોધ એક લિમિટ સુધી જ એની સહાયતા કરે છે. માટે જો ઉપવાસ હોય તો ભોજન ની ઈચ્છા વધુ થાય છે.. કારણ કે વૃત્તિ અનુસાર નું ભોજન જોતા મગજ માં ભોજન પચાવવા માટે જરૂરી રસાયણો નું વહન થાય છે.. આ જ રીતે આ પ્રકારનું કન્ટેન્ટ જોયા પછી સેક્સ ની વૃત્તિ અને ઇચ્છાઓ માં આક્રામક રીતે વૃદ્ધિ થાય છે. અને આ પ્રકાર નું કન્ટેન્ટ જોઈ ને સુખ મેળવવા ની ઈચ્છા વધે છે. ઉત્તેજના વધતા તેને શાંત કરવા ની ઈચ્છા પણ થાય છે, પરિણામે રોજ વધુ વખત હસ્તમૈથુન કરવાની અથવા મલ્ટિપલ પાર્ટનર્સ રાખવાની ઇચ્છા માં વૃદ્ધિ થાય છે. શરીર ની એક બાયોલોજીકલ ઘડિયાળ હોય છે.. અને રોજિંદા સમય મુજબ એ વિવિધ સંદેશાઓ નું વહન કરતી હોય છે. દાખલા તરીકે જો તમે એકાંત માં પોર્ન જોઈને હસ્તમૈથુન કર્યું હશે તો એ પ્રકાર નું એકાંત ફરીવાર મળતા એ પ્રકાર ના વિચારો ફરી વાર આવશે અને ફરીથી બ્રેન સરખા પ્રકાર ના હોર્મોન રિલીઝ કરશે. જેનાથી તમે દબાણપૂર્વક ફરી પોર્ન સાઇટ પર જશો. આ પ્રકાર ની આદત બનતા બનતા એક વ્યક્તિ કેટલીક તકલીફો નો ભોગ પણ બનતો હોય છે. જે મનોવૈજ્ઞાનિક ડોક્ટર દૂર કરી શકે છે.
(૨) બળાત્કાર અને શારીરિક શોષણ પણ વૃત્તિઓ નું પરિણામ છે ?
(જ.) સેક્સ અથવા સંભોગ માટે મનુષ્ય સમાજ ના કેટલાક નિયમો છે. જે સમજણ પૂર્વક અને ઉમર પ્રમાણે સમાજ ,કાયદા તેમ જ વ્યવસ્થાએ બનાવેલ છે. આ નિયમો અન્ય પશુ અથવા પક્ષી સમાજ માં ઓછા અથવા નહિવત છે. આ નિયમો કેમ બનાવવા માં આવ્યા છે?.. કારણકે મનુષ્ય માં તર્ક કરવાની ,સમજવાની,વિચાર કરવાની અને બોધ મેળવવા ની ક્ષમતા છે.
મેરેજ અથવા લગ્ન આ પ્રકારની એક સામાજિક વ્યવસ્થા છે. કાયદા પ્રમાણે હવે સમલૈંગિક સંબંધો અને લિવ ઇન માં રહેવું પણ સ્વીકારવા માં આવ્યું છે..તો પછી બળાત્કાર અને શારીરિક શોષણ ની ઘટનાઓ ના શિકાર સ્ત્રી અને પુરુષ.. બાળક/ બાળકી ,યુવાન/ યુવતીઓ.. વૃદ્ધો/વૃદ્ધાઓ કેમ બને છે? આ એક સ્વાભાવિક પ્રશ્ન છે.
મારા વિચાર મુજબ એનો જવાબ આ પ્રમાણે છે... અને એ છે.. "વૃત્તિઓ નું મેનેજમેન્ટ."
જે વ્યક્તિ પોતાની સહજ સેક્સ વૃત્તિઓ નું દમન કરશે અથવા કોઈ પણ પ્રકારે હોર્મોન્સ ના પ્રવાહ ને યોગ્ય પ્રતિક્રિયા આપવામાં વિફળ જશે .. તેની વ્યાકુળતા વધશે અને મન માં એક પ્રકાર નો તનાવ ઉત્પન્ન થશે. વધુ પ્રમાણ માં અશ્લીલ અને શોષણ દર્શાવનાર કન્ટેન્ટ જોવાની આદત અને શારિરિક વૃત્તિઓ ના બળ સમક્ષ પોતાની જાતને સાચવી અને વાળી ન શકનાર વ્યક્તિ ના જીવન માં સેક્સ ની વૃત્તિ થી મળતા આનંદ અને સુખ નું મહત્વ તનાવકારી રીતે ખૂબ જ વધી જાય છે. અને પોતાના કામ સંતોષ માટે એને કોઈ પણ ભોગે પાર્ટનર મેળવવાની લાલસા વધે છે.. એટલે સામે વાળી વ્યક્તિ ની મરજી ની પરવાહ કર્યા વગર ,તેને ઇજા પહોંચાડી ,તેના જીવ ના ભોગે પણ આ વ્યક્તિ પોતાની ક્ષણિક લાલસા પૂરી કરે છે.. ઘણીવાર એક વ્યક્તિ નહીં ,પરંતુ મિત્રોનું ગ્રુપ પણ સહિયારી રીતે આ પ્રકારની માનસિકતા ધરાવતી હોવાથી.. સામૂહિક બલાત્કાર ની ઘટનાઓ બને છે. જે વ્યક્તિમાં બીજા વ્યક્તિના શોષણ ના ભોગે પણ આનંદ અથવા સુખ મેળવવાની વૃત્તિ છે.. એ સ્વાભાવિક રીતે હોર્મોન્સને અથવા વૃત્તિઓ ને મેનેજ કરી શકતી નથી. આવી વ્યક્તિ સેક્સ માટે વધુ પડતી સ્વાર્થી, વિભત્સ અને વિનાશકારી બને છે.
(૩) બલાત્કાર ,શોષણ, સેક્સ માટે અતિશયોક્તિ ભર્યા પગલા લેવા,અવૈધ સંબંધો આ બધું ઘટાડવા નો કોઈ ઉપાય છે?
(જ.) મારા વિચાર મુજબ ઉપાયો છે.. અને વ્યક્તિગત રીતે, સામાજિક રીતે અને કાયદાકીય રીતે આ શક્ય પણ છે.
પહેલા સામાજિક અને કાયદાકીય ઉપાયો ની વાત કરીએ..
(૧) મેં પેહલા કહ્યું તેમ સમાજ અને કાયદાએ સ્ત્રી પુરુષ ના સંબંધ માટે એક ઉંમર નક્કી કરી છે, તેનું પાલન કરવામાં આવે.
(૨) કાયદા ની દૃષ્ટિ એ પોર્ન અથવા અશ્લીલ કન્ટેન્ટ પબ્લિકલી બતાવવું ,શેર કરવું ,MMS બનાવી સાઇટ પર અપલોડ કરવા એ ગુનો છે.જેની જાણકારી શાળા ,કોલેજો માં આપવા માં આવે.
(૩) કાયદાની દૃષ્ટિએ ચાઇલ્ડ પોર્નોગ્રાફી અથવા એ રીત ના કોઈપણ કન્ટેન્ટ જોવા ,સાચવવા અને શેર કરવા ગુનો છે. જેની બાબત માં લોકો ને જાગૃત કરવા.
(૪) ટીનએજ માં જ કોન્ડોમ અને સુરક્ષા તેમ જ સલામતી ના અન્ય વિકલ્પો ની જાણકારી આપતી સંસ્થાઓ તેમ જ સેક્સોલોજી વિષય ના નિષ્ણાંત પ્રોફેશનલ ડોક્ટરને માં શાળા કોલેજ માં બોલાવી પદ્ધતિસર બાળકોને મનોવૈજ્ઞાનિક રીતે સેક્સ એડ્યુકેશન આપવું. અને તેમના પ્રશ્નો નું સમાધાન કરવું.
(૫) તંત્ર,મંત્ર,વિધિ,વિધાન વગેરે ના આધારે ધાર્મિકતાની છત્ર છાયા હેઠળ શારીરિક શોષણ કરવું એ હવે ગુજરાત માં કાયદાની દૃષ્ટિએ અપરાધ છે.. જેની જાણકારી આપવી. અંધવિશ્વાસ નિર્મૂલન વિશે સમજ આપવી.
હવે કેટલાક વ્યક્તિગત ઉપાયો ની વાત કરીએ..
(૧) માતા - પિતા અને વડીલો દ્વારા બાળક ના પ્રશ્નો નું બાળપણ થી જ યોગ્ય ભાષામાં વૈજ્ઞાનિક રીતે નિવારણ કરવામાં આવે તથા સંકોચ વગર પોતાની અંગત વાતો રજૂ કરવાની સ્વતંત્રતા આપવા માં આવે. ઘરનું વાતાવરણ આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
(૨) યુવાન/યુવતીઓને સાયકોલોજી,હોર્મોન્સ,બેઝિક ઇન્સ્ટિંક એટલે કે ઉપર દર્શાવેલ મૂળ વૃત્તિઓ વિશે માહિતી આપવામાં આવે.. અને તેમને વૃત્તિઓ નું મેનેજમેન્ટ શીખવવા માં આવે.
(૩)પોર્ન ફિલ્મ અને સેક્સ વિશે ના વાહિયાત તેમ જ અશ્લીલ કન્ટેન્ટ બાબતે છોછ વગર વાત થાય અને યુવાન યુવતીને એક બીજા સાથે બેસવા,મૈત્રી કરવા અને એક બીજાને સમજવા તેમ જ એક બીજા ની સ્વતંત્રતા અને મરજીનું સમ્માન થાય માટે પ્રયત્નો અને વાતાવરણ પૂરૂ પાડવા માં આવે. સ્વસ્થ રીતે હસ્તમૈથુન તેમ જ સેફ સેક્સ પર ભાર મૂકવામાં આવે.
(૪) બાળક કંઇ રીતે જન્મે છે? બીજા ક્યાં વિકલ્પો છે.. શું લગ્ન કરવા કે પાર્ટનર મળવો/મળવી જ જોઈએ એવું ફરજિયાત છે.. કે અંતરંગ સંબધો માં વ્યક્તિ ની પોતાની ફ્રી વિલ પણ છે.. આ બાબતે ચર્ચા કરવી. સ્ત્રી પુરુષ બને ને સેલ્ફ પ્રોટેક્શન માટે શારીરિક અને માનસિક રીતે મજબૂત કરવા.
આ ઉપાયો કરવાથી બલાત્કાર અને બીજી ઘૃણિત ઘટનાઓ નું જોખમ ઘટાડી શકાય છે.. પણ તેના માટે મુક્ત વાર્તાલાપ અને શિક્ષા તેમ જ પ્રશ્ન પૂછવા ની સ્વતંત્રતા આવશ્યક છે.