Talash 3 - 56 in Gujarati Thriller by Bhayani Alkesh books and stories PDF | તલાશ 3 - ભાગ 56

Featured Books
Categories
Share

તલાશ 3 - ભાગ 56


ડિસ્ક્લેમર : આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે.   

શેરાએ ધ્રુજતા હાથે એક કોથળાનું મોં ખોલ્યું. ક્ષણભર માટે ઝરણાંની ભીનાશ ભરી ઠંડી હવા સ્થિર થઈ ગઈ. પછી એ આંખો સામે ફાટી નીકળ્યો. ચમકારા નો ઝબકારો.

કોથળાની અંદર ગૂંથેલા મખમલ જેવી કાળા કાપડની થેલી માં મુકાયેલા હતા શ્રીનાથજીના પ્રાચીન આભૂષણો. નાનકડા કુંડલથી લઈ રાજમુકુટ સુધી. હીરા-માણેકથી જડિત બધું જ ત્યાં હતું. બે સદીઓ જૂના, ધૂળિયા કોથળામાં, અંધારી ગુફામાં છુપાયેલા છતાં એનો તેજ એટલું જીવંત કે શેરાની આંખો ઝાંખી થઈ ગઈ.

બીજો કોથળો ખોલતા સોનાની મોહરા નો વરસાદ છલકાયો. એ મોહરો પણ બે સદી પહેલાંના. મધ્યમાં કોતરાયેલા રાજવી મુહર અને આજુબાજુ લખાયેલા શ્લોક સ્પષ્ટ દેખાતા હતા. દરેક મોહર નો ભાર શેરાને ખજાનાની ઊંડાઈ સમજાવતો ગયો.

ગણતરી કરતા અંદાજે વીસ જેટલા મોટા ગુણી બેગો એક પછી એક પડેલા હતા. ક્યાંક શુદ્ધ સોનું, ક્યાંક રત્નજડિત હાર-કંકણ, ક્યાંક પ્રાચીન મૂર્તિ, તો ક્યાંક કાચા હીરાના ટુકડાં. દરેક કોથળો પોતાની અંદર એક યુગ ને જીવતો રાખતો હતો.

“ઠાઠાઠાં…!” અચાનક ગોળી નો અવાજ ગર્ભગૃહની દિવાલોમાં ગુંજી ઉઠ્યો. પથ્થર વચ્ચે ચિંગારી ઉડીને અંધારા ખડક પર નાચી ગઈ. ઝાટકા થી ઊભેલા ધૂળના ઘેરા વાદળે ક્ષણિક અંધારું ઘેરી લીધું. એક ગોળી નજીકની ખડકને અથડાઈ, તૂટેલા કાંકરીના ટુકડાં શેરા ના ચહેરા પર ખંજરી ગયા.

એ જ પળે પાછળથી કઠણ પગલાંનો પડઘો. ભીનાશ ભરેલા દરવાજા પાછળથી શંકર રાવ પોતાની ટીમ સાથે અંદર ઘૂસ્યો. ફુલચંદ અને ત્રણ પોલીસ કોન્સ્ટેબલ, સાથે માંગી રામ અને એના બે સાથી. એમના હાથમાં રહેલી મોટી ટોર્ચ લાઈટ નો ગાઢ ઝબકારો ખજાના પર પડતા જ બધાના શ્વાસ અટકી ગયા.

“આ છે એ ખજાનો!” શંકર રાવની આંખોમાં શિકારી તેજ ચમકી ઉઠ્યું.

xxx   

લથડતા પગલે શો રૂમની પાછળની સાઈડમાં પાર્ક કરેલી પોતાની કારમાં ઘૂસતી નાઝનું મગજ બહેર મારી ગયું હતું. શું થઇ રહ્યું છે. એ કઈ જ એને સમજમાં આવતું ન હતું. 'અરે માત્ર 2 મિનિટ પહેલા તો આખી બાજી એના હાથમાં હતી. સોનલ અને મોહિની બન્ને એના કબ્જામાં હતી. અને બેકઅપમાં એક સાથે 8-10 જણાને પણ ભારી પડે એવા એના બે સાથી બે પતિ, અઝહર અને શાહિદ એની સામે જ હતા. અને પોતે પાર્ક કરેલી કાર  માંડ 10 ડગલાં દૂર હતી. એકવાર બન્ને છોકરી કારમાં ગોઠવાય જાય પછી બન્ને ને બેહોશ કરીને સીધી ઝીલવાળા લઈ જવાનો પ્લાન હતો પણ ત્યાં અચાનક ઓલો હરામખોર ચતુર ક્યાંથી પોતાની બાજી બગાડવા પહોંચી ગયો. એ તો આવ્યો પણ સાથે કોઈ રાક્ષસ ને પણ લઈને આવ્યો હતો. એવો રાક્ષસ કે જેની સામે દુનિયાભરમાં બેસ્ટ ટ્રેનિંગ પામેલા એવા અઝહર અને શાહિદ તણખલા સાબિત થયા હતા. માત્ર એક જ મિનિટમાં એ બન્ને વિખેરાઈ ગયા હતા. અને ઓલી ચિબાવલી સોનલ એણે ધાર્યું હતું એ કરતા વધુ હોશિયાર સાબિત થઇ હતી. જેવી મોહિનીનો પગ લપસ્યો કે તરત જ એણે  જોરદાર મુક્કો માર્યો અને પોતે બેલેન્સ ગુમાવી બેઠી. અને ઓલી મોહિની... મોહિની ને તો મેં સાવ ભલી  ભોળી ધારી હતી. એની એક જોરદાર ની કરાટેની ચોપ થી એનો હાથ ખભા માંથી ઉતરી પડ્યો હતો અને જે લીલીપુટ ના  જોરે એ બન્ને છોકરી ને કબજે કરી હતી એ પડી ગઈ હતી. આતો નસીબ થી મેં એ બન્ને છોકરી ને કાબુમાં લેવા એને બેહોશ કરવા મારે બેહોશ કરવાની સ્પ્રે બોટલ હાથમાં રાખી હતી એનાથી સ્પ્રે કર્યું અને ચતુરને એક જોરદાર લાત મારી એ ઉથલોને બન્ને છોકરી પર પડ્યો એમાં ભાગવાનો મોકો મળી ગયો નહીંતર હું પણ ફસાઈ જાત. હવે હું આઝાદ છું તો અઝહર અને શાહિદને બચાવવાનો કૈક રસ્તો શોધીશ.; મનમાં એમ વિચરતા જ એણે  કાર ને જોશભેર રિવર્સમાં લીધી અને શોરૂમની લાકડાની બાઉન્ડરી તોડતી કારને રોડ પર ભગાવી મૂકી. 

xxx

"ભીમ ભાઈ એ ભીમ ભાઈ, એ લોકો ને પડતા એ બેમાંથી કોઈ હવે ઉઠી નહિ શકે અહીં આવો આ બંને મેડમ બેહોશ થઇ ગઈ છે. એમને અહીંથી લઇ ને આપણે નીકળી જઈએ." માંડ માંડ ઉભા થવા મથતા ચતુરે રાડ નાખી ને કહ્યું. અને ગુસ્સાથી લાલઘૂમ થયેલ ભીમ સિંહ જરા હોશમાં આવ્યો. જે પૃથ્વીએ એને નવું જીવતદાન આપ્યું હતું, એનો તૂટેલો સંસાર ફરીથી વસાવ્યો હતો. અને જે જીતુભા એને મોટાભાઈ જેમ સન્માનિત કર્યો હતો. અને આવડી મોટી પોસ્ટ પર હોવા છતાં. હંમેશા માનપૂર્વક વર્તન કર્યું હતું. એમની બહેન, એમની પત્નીને હાથ લગાવનાર ના ટુકડે ટુકડા કરવાની ભીમસિંહ ની ઈચ્છા હતી. પણ પૃથ્વીની સમજાવટથી એ પરિસ્થિતિ પ્રમાણે વર્તવાનું શીખ્યો હતો. એણે શાહિદ અને અઝહરને પડતા મુખ્ય અને ઝડપભેર ચતુર તરફ ભાગ્યો. એને જોયું કે સોનલ અને મોહિની સ્પ્રેની અસરને કારણે લગભગ બેહોશી ની હાલતમાં હતા. એણે  આજુબાજુમાં મદદ માટે નજર દોડાવી. અને પોતે કૈં લઈને ન આવ્યાનો પસ્તાવો કરતો હતો ત્યાં પાસેની તાળાબંધ ઓરડીમાંથી કૈક વિચિત્ર  અવાજ ભીમસિંહ ને સંભળાય. 

"ચતુર આ ઓરડામાં કોઈક છે. લાગે છે કે એ હરામખોરોએ અહીંના સ્ટાફને અહીં પુરી દીધો છે." કહીને ભીમ સિંહે જોરથી ખભો એ ઓરડીના બારણાં સાથે અફડાવ્યો. પણ લાકડું મજબૂત હતું. ભીમસ યહ જરાક પાછળ ગયો અને દોડીને જોરથી લાત બારણાં પર મારી. અને બારણાં ન મિજાગરા સહેજ હ્ચમચાયા. 2-3 પ્રયાસ પહહી આખરે બારણું તૂટ્યું અને અંદરથી બે છોકરી અને 2 સેલ્સ મેન સાથે  . એ  નાનકડી ઓરડીમાં અર્ધો કલાક કરતા વધુ સમયથી ફસાયા હતા, અને  બહાર આવતા જ ઊંડા શ્વાશ લઇ રહ્યા હતા. 

"તમે લોકો કોણ છો? અને પેલા ગુંડાઓ ક્યાં?" બે ત્રણ મિનિટે  માલીકે સહેજ સ્વસ્થ થઈને પૂછ્યું.  ભીમસિંહે એમને ઝડપથી  સમજાવ્યું અને તરત એમ્બ્યુલન્સ અને પોલીસને ઇન્ફોર્મ કરવા કહ્યું. દરમિયાનમાં સોનલ અને મોહિનીને સ્વસ્થ કરવા એમના મોં પર  પાણી છાંટીને એમને ભાનમાં  લાવવાનો પ્રયાસ થવા લાગ્યો. કેટલીક વારે પોલીસ અને એમ્બ્યુલન્સ આવી પણ એ લોકોને ભીમસેન અને ચતુર પર શકે હતો કેમ કે અઝહરની પાછળ જ શાહિદ પણ ભાગી છૂટ્યો હતો. છેવટે સોનલ અને મોહિનીને નજીકની પ્રાઇવેટ  હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી દરમિયાન ભીમ સિંહે ગુલાબચંદ ગુપ્તાને બધી  સમજાવી. અને શો રૂમના માલિકે પણ સાહેદ આપી કે આ લોકો તો અમારો જીવ બચાવ્યો છે, ગુલાબચંદ ગુપ્તા સુરેન્દ્ર સિંહ સાથે એ કમિશનરને મળીને બધી વાત કરી અને ગુલાબચંદ અને અનોપચંદની કંપનીની આબરૂ અને શોરૂમ માં થયેલ તોડફોડ ના આધારે ભીમ સિંહ અને ચતુરને છોડવામાં આવ્યા જયારે 3 અજાણ્યા લોકો પર હુમલો- લૂંટફાટ અને કીડનેપીંગ ના પ્રયાસનો ગુનો લગાવી અને શોધખોળ ચાલુ થઇ.  

આખો દિવસ સતત ઉપરનું પ્રેશર અનુભવતા અને અર્ધો કલાક પહેલા વિક્રમ જે ધમકી આપીને ગયો હતો એનાથી. મુઝાયેલ કમિશનરના માથે આ નવી મુશીબત આવી હતી. પણ છેવટે એમને રાહતના સમાચાર મળ્યા કે. દશેરી બાજુથી જંગલમાં સર્ચ કરવા ગયેલ ટીમને પૂજા મેડમની ભાળ મળી છે અને એ નાનીમોટી સામાન્ય ઇજા છોડીને શી સલામત છે. એક ભારે શ્વાસ છોડીને એણે વિક્રમને આ ખબર આપવા ફોન લગાવ્યો. એક મોટો ભાર એમના માથેથી ઉતર્યો હતો

xxx


શંકર રાવે ગુફાનો અંધારો કાપતાં ખજાના પર નજર ફેરવી. એની આંખોમાં કાયદાનું તેજ નહોતું—પરંતુ શિકારીની ઝળહળતી લાલચ જ્વાળાની જેમ પ્રગટતી હતી. પિસ્તોલની બેરલ ટોર્ચ લાઈટ ના ઝબકારામાં ચમકી રહી હતી.

“ફુલચંદ! દરવાજા બંધ. કોઈ અંદર કે બહાર નહીં જાય,” એનો અવાજ એટલો કડક કે પથ્થર ની દીવાલો પણ ગુંજી ઉઠી.

કોન્સ્ટેબલે આજ્ઞા પાળી; બહારના માર્ગ બ્લોક થઈ ગયા. માંગી રામના સાથીઓ ગભરાઈ ગયા, પરંતુ માંગી રામની આંખોમાં અજીબ આત્મવિશ્વાસ ઝલકતો હતો—કારણ કે એ જાણતો હતો કે તેનો સાચો માલિક હવે પોતાનો ખેલ રમવા આવ્યો છે.

શંકર રાવ ધીમે આગળ વધ્યો. પથ્થરના ઠંડા ફ્લોર પર એની બૂટનો પડઘો કબર જેવી ગુંજારી ઊભી કરતો હતો.
“અરે વ્હાલા શ્રીનાથજી ના આભૂષણો… બે સદી જૂના!” એણે પોતાના માટે જ ફસફસાવ્યું.

એનો હાથ એક સોનાની મોહર પર અટક્યો. એને પકડીને હળવેથી વાળ્યો; મોહરની ઝગમગાટ એની આંખોમાં પ્રતિબિંબિત થઈ રહી હતી, જાણે એણે પોતાના ભવિષ્ય નું સોનાનું સામ્રાજ્ય જોઈ લીધું હોય.

“ફુલચંદ…” એનો અવાજ હવે ઠંડો અને ચપટી ભર્યો હતો,
“આ બધું રેકોર્ડમાં નથી જવાનું. સમજાયું? આખો ખજાનો મારો છે. હા, તને પણ બટકું રોટલો મળશે… મારા કુતરા.” 

ખજાનાની ઝગમગાટ સામે શંકર રાવને અજબ નશો ચડી ગયો હતો. એણે અવાજ ધીમો કર્યો, પરંતુ શબ્દોમાં લોખંડ જેવી કડકાઇ અને ક્રૂરતા ઘૂસેલી હતી.ફુલચંદ ને પોતાને કૂતરો કહ્યું એ જરાય પસંદ પડ્યું ન હતું. અરે, જે શંકર રાવ માટે એણે પોતાની નોકરીને દાવ પર લગાડી હતી, એ શંકર રાવ  પોતાને પોતાના જુનિયરની સામે જ કૂતરો કહી રહ્યો હતો એની ઝાળ એના મગજમાં લાગી ગઈ હતી. પરંતુ. હાલના તબક્કે એને મૌન રહેવાનું પસંદ કર્યું પણ મનમાં ગાંઠ બાંધી લીધી કે શંકર રાવને એ એવો પાઠ ભણાવશે કે એ મરતા સુધી નહિ ભૂલી શકે. 

ખજાનાના કોથળાઓ પર લખેલ વાત સાચી પડી રહી હતી કે “જે લાલચુ સ્વાર્થી આ ઝવેરાત લેશે. એનું દર્દનાક મોત નિશ્ચિત છે. ”

xxx 

"ધડામ, ધડામ" અચાનક ગ્રેનેડ ના ધમાકાથી આખી ગુફા ધ્રુજી ઉઠી. અને ધૂળના ગોટા ઉડ્યા. અને એ ગોટાની વચ્ચેથી શેરા  અને શંકરરાવ જ્યાંથી પ્રવેશ્યા હતા એની વિરુદ્ધ દિશામાંથી સજ્જન સિંહ અને માઈકલે ગુફામાં પ્રવેશ કર્યો. અચાનક  આગમનથી લખન અને શેરના બે સાથીને શંકરરાવ-ફૂલચંદના ગન પોઈન્ટથી દૂર થવાનો મોકો મળ્યો અને છલાંગ લગાવતા એ લોકો ખજાના ના કોથળા વાળા ટેકરા પર ચડી ગયા. પણ આ બધાથી જાણે સૌ નિસ્પૃહી હોય એમ શેરા  સતત મંત્ર જાપ કરતો રહ્યો. 


ક્રમશ: