આમ તો માનવ પોતે જ કુદરતની એક અજાયબી છે અને એ હકીકત છે કે તે ભલે અવકાશના છેડા સુધી પહોંચી શકે તેવી વસ્તુઓનું નિર્માણ કરી શક્યો છે તેના યાન આજે મંગળની ધરતીને ખુંદી રહ્યાં છે અને સાગરની પેટાળની સૃષ્ટિના રહસ્યો ઉકેલવા માટે પણ તે પ્રયાસરત છે.ધરતીનાં પેટાળમાં રહેલી કુદરતી અજાયબીઓ તે જોઇ રહ્યો છે પણ તેને પોતાના વિશે હજી એટલી જાણકારી નથી કુદરતે ઘડેલી અદ્ભૂત શરીર રચના અને મગજ વિશે તે હજીય પુરેપુરૂ જાણી શક્યો નથી.પણ તેમ છતાં આ મગજના જોરે તેણે એક સમયે માત્ર કલ્પના લાગતી બાબતોને વાસ્તવિકતાનું રૂપ આપ્યું છે તેણે રોબોટનું સર્જન કર્યુ છે તેણે કોમ્પ્યુટરનું સંશોધન કર્યુ છે. તેણે રણને લીલુછમ બનાવ્યું છે.એ એક રીતે અજાયબીથી કમ નથી ત્યારે આજે આપણે કુદરતની અજાયબીઓ અને માનવ સર્જિત અજાયબીઓ અંગે વિચાર કરીશું.ચિલીમાં મળી આવતા આ જીવોની માત્ર આકૃતિ જ પત્થર જેવી નથી પરંતુ ગુણ પણ પત્થર જેવા છે. જે લોકો આ જીવ વિશે જાણતા નથી તેમને તોે એવુ જ લાગે છે કે પત્થરમાંથી લોહી કેવી રીતે નીકળે છે. તેની આ ખાસિયતને કારણે દુનિયામાં લિવિંગ રોક એટલે કે જીવિત પત્થર પણ કહેવામા આવે છે. તમે વિચાર કરતા હશો કે કોઇ જીવની આકૃતિ પત્થર જેવી હોય તેમાં આટલુ બધું આશ્ચર્ય કરવાની શી જરૂર છે. આ જીવની બીજી વિશેષતા એ છે કે પત્થરોની જેમ એક જ જગ્યાએ સ્થિર રહે છે તેમાં કોઇ હલનચલન જોવા મળતુ નથી. જયારે કોઇ તેમને કાપે છે ત્યારે પણ હલનચલન જોવા મળતુ નથી માત્ર લોહી અને બીજો ચિકણો પદાર્થ બહાર નીકળે છે. લિવિંગ રોક જન્મ સમયે નર હોય છે પરંતુ જેમ જેમ તેમનો વિકાસ થાય છે તેમ તેમ તે ઉભયલિંગી બને છે. તે પાણીની આસપાસ હાજર રહેલ શુક્રાણુઓે અને ઇંડાની મદદથી પ્રજનન પ્રક્રિયા સંપન્ન કરે છે. તેની આસપાસ શુક્રાણુઓે ના મળે તોે પણ તેનામાં એટલી ક્ષમતા હોય છે કે તે સ્વનિષચન દ્રારા પ્રજનન કરી શકે. પ્યૂરા નામના આ જીવો સામાન્ય રીતે ચિલી અને પેરુ નામના સમુદ્ર તટે જોવા મળે છે. સમુદ્ર જીવોને ખાઇને પોતાનું પેટ ભરતા હોય છે. તેમની લોહી સ્વચ્છ હોય છે જે રહસ્યમય રીતે વેનેડિયમ નામનું તત્ત્વ સ્રવિત કરે છે. ચિલીના તટ પર લિવિંગ રોકનો શિકાર કરવામા આવે છે. પ્યૂરા ચિલિનસિસને કાપીને માછીમારો તેમાંથી સાઇફન કાઢે છે. તેનું માંસ સ્ટિપ્સમાં વેચવામાં આવે છે પરંતુ તેને ડબ્બામાં બંધ કરીને રાખવામા આવે તોે પણ ખરાબ થતુ નથી. ૨૦૦૭થી સ્વીડનમાં પણ આયાત કરવામા આવે છે. તેના માંસનોે સ્વાદ સારો હોવાથી ત્યાંના લોકો કાંચુ માંસ ખાવાનું પસંદ કરે છે. તેના સ્વાદની સરખામણી આયોડિન સાથે કરવામા આવે છે થોડુંક કડવુ અને સાબુ જેવુ લાગે છે. તેના નાના ટુકડા કરીને ડુંગળી, ટામેટાં અને ધાણા નાંખીને ખાવામા આવે છે.રીંછમા આપણે જાણતા ના હોઇએ તેવી અજબની ક્ષમતાઓ છે. રીંછ ભારે શરીર હોવા છતાં પણ દોડવામાં ઝડપી છે. આપણ બુદ્ધિચાર્તુયની વાત કરીએ કે બળની બંનેમાં તેની ક્ષમતાઓમાં તેે અન્ય વન્યજીવો કરતા છે. વૃક્ષ પર સીધું ચઢાણ કરવાનુ હોય કે ઊંધા માથે લટકવાનું બંનેમાં તેને કોઇ મુશ્કેલ પડતી નથી. તે પોતાનો શિકાર પકડવા માટે વૃક્ષ પર ચડી જાય છે. સ્તનધારી શ્રુંખલાનું આ જીવ દુનિયામાં દરેક જગ્યાએ જોવા મળે છે. રીંછની મુખ્ય ૮ પ્રજાતિઓ હોય છે. રીંછ સંપૂર્ણ એશિયા, અમેરિકા, મધ્ય અમેરિકા, દક્ષિણ અમેરિકામાં વિશેષ જોવા મળે છે. કોઇ જગ્યાએ તની સંખ્યા નહિવત્ છે તો કયારેક વધારે છે. તેનું શરીર ભારે તો હોય છે સાથે સાથે શરીર પર કાળા ઘાટ્ટા વાળનો જથ્થો હોય છે. રીંછ સામાન્ય રીતે શાકાહારી ભોજન પસંદ કરે છે પરંતુ કેટલીક રીંછની પ્રજાતિઓ માંસ-માછલી પણ ખાય છે. શાકાહારી રીંછ પોતાના ભોજનમાં વૃક્ષના પાન,ફળ, ફુલ અને છાલ ખાય છે. રીંછને વાંસના પાન ખૂબ જ પસંદ હોય છે. રીંછ હંમેશા એકલવાયુ જીવન જીવવાનું પસંદ કરે છે તેથી તે કયારેય સમૂહમાં રહેવાનુ પસંદ કરતા નથી. રીંછ જમીનમાં ખાડો ખોદીને બેસે છે અને કોઇ ગુફાને આરામદાયક જગ્યા બનાવીને રહે છે. રીંછ સામાન્ય રીતે દિવસે જ ફરતા હોય છે પરંતુ કયારેક ભોજનની શોધ માટે રાત્રે પણ ફરતા હોય છે. રીંછમાં સૂંધવાની અને વિચારવાની શક્તિ સારી હોવાથી તે શિકારીની જાળમાં સહેલાઇથી ફસાઇ જતા નથી. તેને માણસ આસપાસ હોય તો તરત જ ગંધ આવી જાય છે. અને તે જગ્યા છોડીને ઝડપથી ચાલ્યુ જાય છે. ઠંડીની ઋતુ શરૂ થતા જ રીંછ પોતાના ઘરમાં રહીને ઊંઘવાનુ પસંદ કરે છે. ખોરાકની શોધ માટે જ તે બહાર નીકળે છે જયારે ખોરાક મળે છે ત્યારે ખાઇને પાછા પોતાની જગ્યાએ સૂઇ જાય છે. રીંછ ખૂબ જ ઝડપી દોડતા હોય છે. ૬૦ થી ૬૫ કિલોમીટરની ઝડપે દોડવું તેમની માટે સામાન્ય વાત બની જાય છે. પોતાના પર હુમલો થાય ત્યારે અને શિકાર પકડવા માટે ૬૦ની ઝડપ કરતા પણ વધારે ઝડપી દોડી શકે છે. રીંછ પાણીમાં તરવાની ક્ષમતા ધરાવે છે. રીંછનીં ઉંમર તેના વાળ અને દાંતના આધારે જાણી શકાય છે. રીંછની ચામડીમાં બે પડ હોય છે. ઉપરનું નાનુ ં પડ ગરમીથી રક્ષણ આપે છે તો મોટી ચામડી તેને પાણીથી રક્ષણ આપે છે. જંગલમાં સ્વચ્છંદ આચરણ કરનાર રીંછનું આયુષ્ય ૩૦ વર્ષનું હોય છે. રીંછને બંદી બનાવીને રાખવામા આવે તો તેનુ આયુષ્ય ૪૦ થી ૪૫ વર્ષ હોય છે. રીંછને પકડીને મદારી લોકો બાળકોને મનોરંજન કરાવે છે. અન્ય વન્યજીવોની જેમ રીંછને પણ સંરક્ષણ અને સુરક્ષા આપવી જોઇએ કે કારણ કે રીંછની પ્રજાતિ પણ હવે ઓછી થઇ રહી છે. આ તો કુદરતની અજાયબીઓની વાત થઇ પણ માનવે પણ પોતાના બુદ્ધિબળથી કેટલીક અજાયબીઓનું નિર્માણ ર્ક્યુ છે ખાસ કરીને ટેકનોલોજીનાં ક્ષેત્રે તે ખાસ્સુ વિસ્તૃત કહી શકાય તેવું ખેડાણ કરી ચુક્યો છે તેનો પરિપાક નેનો ટેકનોલોજી કહી શકાય.નેનો ટેકનોલોજી ગ્રીક ભાષાનો શબ્દ છે. જેનો અર્થ થાય છે નાનો અથવા બૌના. આપણા વાળની લંબાઇ નેનો મીટરના આધારે માપીએ તો આપણે કહી શકીએ કે વાળની લંબાઇ ૮૦,૦૦૦ હજાર નૈનોમીટર છે જયારે ફાઇલના કાગળ પર લગાવેલ પિનનો વ્યાસ ૧૦,૦૦,૦૦૦ નૈનોમીટર છે. આ ઉદાહરણને આધારે ્આપણે નૈનો લાંબી છે કે ટૂંકી તેનો અંદાજ લગાવી શકીએ છીએ. વાસ્તવમાં એક નૈનોમીટર સામાન્ય મીટરનો સૌ કરોડની હિસ્સો માનવામાં આવે છે.
નૈનો ટેકનોલોજી આણવિક માપનના કાર્યવ્યવસ્થાનું અભિયાંત્રિકી છે. તેના વિશે આપણે એવુ પણ કહી શકીએ છીએ કે - કોઇ વસ્તુના અંતિમ સૂક્ષ્મકણોને નૈનો કહેવાય છે અને આ અંતિમ સૂક્ષ્મકણો સાથે જોડાયેલ નિર્માણ ટેકનોલોજીને નૈનો ટેકનોલોજી અને નૈનો અભિયાંત્રિકી કહેવાય છે. આ ટેકનોલોજીનો અત્યારે ભરપૂર ઉપયોગ કરવામા આવે છે. નૈનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેલ્શિયમ ફોસ્ફેટના સૂક્ષ્મ કણોથી એવા કૃત્રિમ હાડકાંનુ નિર્માણ કરવામા આવે છે જેની ગુણવત્તા થોડા વત્તા અંશે કુદરતી હાડકાં જેવી હોય છે. પરંતુ મજબૂતીમા સ્ટીનલેસ સ્ટીલ કરતા પણ આગળ છે. ટંગસ્ટન ઓકસાઇડના નૈનોકણોને સારી ગુણવત્તાવાળા એક્સ રે ચિત્રો માટે ઉપયોગમાં લેવાય છે. નૈનોે રોબોટ્સ અને નૈનો બોટ્સ જે વાસ્તવમાં ખૂબ જ નાના લગભગ ૦.૫ થી ૩ માઇક્રોમીટર સુધીના કણ હોય છે તેને શરીરની અંદર રક્તવાહિઓમાં સહેલાઇથી મોકલી શકાય છે જે શરીરમાં રહેલા કીટાણુઓથી મુક્તિ આપે છે. તે પણ કોઇ એન્ટીબાયોટિકના ઉપયોગ કર્યા વિના. આટલું જ નહીં પરંત ુ આ રોબોટ્રસની મદદથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય છે. શરીરમાં કોઇ ખરાબ બેકટેરિયા આવી જાય તો તેનો તરત જ નાશ કરે છે. નૈનો ટેકનોલોજીથી ખૂબ જ નાના કોમ્પ્યૂટર અસ્તિત્વમાં અવનાર છે જેના ઉપયોગથી મગજનો યોગ્ય વિકાસ થાય છે. ગણિતના અધરા કોયડાનો ઉકેલ પણ નૈનો ટેકનોલોજી દ્રારા શોધી શકાય છે. કોમ્ય્પ્યૂટરમાં વાઇનરી ડિઝીટની જગ્યાએ ક્યૂ બિટનો પ્રયોગ કરવામા આવે છે. જે શૂન્ય અને ૧નું મિશ્રણ હોય છે. શૂન્યથી નીચા તાપમાને પરમાણુઓને ઠંડા રાખીને છોડવામા આવે છે. નૈનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને સૈન્ય ક્ષેત્રોમાં સૈનિકોના અભેધ બુલેટપ્રૂફ પોશાક અને ઉચ્ચ સ્તરીય ટેકનોલોજી ઉપકરણ બનાવામાં આવે છે. નૈનોના આધારે હલકા ભારે વાતાવરણ અનુસાર રંગ પરિવર્તન કરનાર પોશાક બનાવી શકાય છે.આમ તો માનવી કુદરત સામે હજી વામણો છે પણ જેમ કુદરતે જીવોનું સર્જન કર્યુ છે તેમ માનવીએ પણ કૃત્રિમ કહી શકાય તેવા જીવોનું સર્જન કર્યુ છે જે ઇલેક્ટ્રીકથી સંચાલિત થાય છે અને આજે તો તે ઘણાં મહત્વના કાર્યોમાં જોતરાયેલા છે.યુદ્ધનાં મોરચે પહેલા બોમ્બ વિસર્જનનું કામ માનવ સૈનિકો દ્વારા કરાતું હતું હવે તે કાર્ય કેટલાક સ્થળે રોબોટ પાસે કરાવવામાં આવે છે અને હવે તો રોબોટ સેનાનો પણ વિચાર થઇ રહ્યો છે.માનવી કેટલાક કાર્યો તેની શારિરીક મર્યાદાને કારણે સહેલાઇથી કરી શકતો નથી પણ માનવીએ શક્તિશાળી રોબોટને બનાવીને પોતાની મર્યાદાનો તોડ લાવવાનો પ્રયાસ કર્યો છે.ભારે અને વજનદાર વસ્તુઓ રોબોટ સહેલાઇથી ઉંચકી શકે છે તો યંત્રો બનાવવામાં કેટલાક ઝીણવટભર્યા કાર્યો જેમાં ભૂલ થવાની શક્યતા રહેલી હોય છે તે કાર્યો પણ હવે રોબોટ પાસે કરાવવામાં આવે છે.સર્જરીમાં પણ તેમનો ઉપયોગ થઇ રહ્યો છે.રોબોર્ટને હલનચલન કરવાનુ કામે ૧૯પ૦ના દાયકામાં થયેલી કમ્પયુટરની શોધે દૂર કરી દીધી. કમ્પ્યુટર સાથે રોબોટનો હસ્ત મેળાપ ગોઠવવાનો પહેલો વિચાર જ્યોર્જ ડેવોલ નામના અમેરિકન શોધકને આવ્યો હતો.મોટરકારની ફેકટરી ચાલતી હતી.કાર્યવાહીનું અભ્યાસું નજરે અવલોકન કરતી વખતે તેણે જોયું કે ફેકટરીના કારીગરો ઘણો ખરો સમય અહીંના સ્પેર સ્પાર્ટસને ઓજારોને તથા કાચા માલને ત્યાં મુકવામાં એટલે કે ઈધરઉધર ખસેડવામાં વીતાવે છે. આ ઘરેડમય કામ જો રોબોટના માથે નાખી દીધું હોય તો કારીગરો બીજા ઉત્પાદક કાર્ય માટે સહેજ મુક્ત રહે અને ઉત્પાદન ઝડપી બને એક ઠેકાણે પડેલી વસ્તુને રોબોટ તેને હાથ વડે ઉંચકી બીજે સ્થાને સરળતાથી મુકી શકે.રોબોટ માટેનો પિક એન્ડ પ્લેસ તરીકે ઓળખાતો કમ્પ્યુટર પ્રોગ્રામ જ્યોર્જ ડેવોલ તૈયાર કર્યો અને ૧૯પ૪માં તેના પેટન્ટ અધિકારો મેળવ્યા. એ પછી બેએક વર્ષ એવા વીત્યાં કે જ્યારે ડેવોલ પોતાની શોધ વેચવા માટે અનેક ઉત્પાદકોને મઈતો રહ્યો અને નવો અખતરો કરવા ન માંગતા ઉત્પાદકો તેને નનૈયો સંભાળાવતા રહ્યા.