Is superstition necessary? in Gujarati Women Focused by ︎︎αʍί.. books and stories PDF | અંધશ્રદ્ધા જરૂરી છે ?

Featured Books
Categories
Share

અંધશ્રદ્ધા જરૂરી છે ?

જય શ્રીકૃષ્ણ મિત્રો..

     આજનો વિષય મેં લીધો છે અંધશ્રદ્ધા

➡️ અંધશ્રદ્ધા દરેક જણ માટે હંમેશાથી એક પહેલી જ છે .. જ્યારે કે અંધશ્રદ્ધા હોય છે તે બાબતે હજી સુધી ક્યારેય કોઈએ કોઈ પુરાવા જોયા નથી. છતાં પણ અંધશ્રદ્ધામાં માણસ ફસાય જ છે.. તો આજે મારા તમને અમુક સવાલો છે.. જેથી એક વસ્તુ સમજી શકાય કે આવી અમુક બાબતોમાં શું અંધશ્રદ્ધા હોવી જરૂરી છે..?

➡️ ધારો કે એક છોકરો અને એક છોકરી તે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે પણ તે લોકોની કુંડળી ન મળતી હોવાના કારણે તે બંનેના લગ્ન થઈ શકતા નથી અને એવા વ્યક્તિ સાથે બંનેના લગ્ન થાય છે જેની સાથે કુંડળી તો મળે છે પણ બંને ના મન ક્યારેય મળતા નથી તો શું તે વ્યાજબી છે... ?

➡️ હવે માનો કે કોઈ એવું પતિ પત્ની છે કે જેમના મન તો મળે છે પણ કુંડળી મળતી નથી હવે આ વાત જો લગ્નના વીસ-પચીસ વર્ષ પછી ખબર પડે તો તે લોકોએ શું કરવું..?

➡️ હવે સ્ત્રી ગર્ભધારણ કરે ત્યારથી માંડીને બાળકને જન્મ આપે ત્યાં સુધી ઘણી બધી અંધશ્રદ્ધાઓનો ભોગ બનતી હોય છે.. જેમ કે એક સ્ત્રીને બાળક જો ગર્ભપાત થઈ ગયું હોય તો તે સ્ત્રી બીજી સ્ત્રીની ગોદ ભરાઈ પણ ન કરી શકે..હવે જ્યારે બાળક જન્મે તે પછી પણ સ્ત્રીઓને ઘણી બધી માન્યતાઓનું પાલન કરવું પડતું હોય છે..તો શું સ્ત્રીની તે સમયની પીડાઓ કરતાં પણ વધુ માન્યતાઓ અંધશ્રદ્ધાઓ જરૂરી છે..?

➡️ માનો કે ઘરમાંથી કોઈ સારા કામ માટે બહાર જઈ રહ્યું છે અને ઘરના બીજા વ્યક્તિને શરદી થઈ ગઈ હોવાના કારણે છીંક આવી.. હવે છીંક આવવી તે એક કુદરતી પ્રક્રિયા છે..તો શું કુદરતને પણ અંધશ્રદ્ધામાં ઘસેડી દેશો..?

➡️ માનો કે આપણે ક્યાંય બહાર જઈ રહ્યા છીએ અને રસ્તામાં બિલાડી રસ્તો કાપે તો તેને પણ અંધશ્રદ્ધા સાથે જોડી દેવામાં આવે છે.. હવે દરેક જીવને ઈશ્વરે જાતે બનાવ્યા છે તો શું ઈશ્વરને પણ ખોટી અંધશ્રદ્ધામાં બાંધશો ?

➡️ જો કોઈ પુરુષ વિધુર થાય છે તો તેના માટે કોઈ બંધન નથી પણ તે સ્થાને જો કોઈ સ્ત્રી વિધવા થાય છે તો તેને અંધશ્રદ્ધાના કેટલાય બંધનથી બાંધી દેવામાં આવે છે .તો શું આવી પણ અંધશ્રદ્ધાનો બોજ નોટોપલો માત્ર સ્ત્રીઓના માથે જ ..?

➡️ માણસ જો કોઇ કારણોસર દુઃખી હોય તો તેને પણ અંધશ્રદ્ધા સાથે જોડે છે કે તેને પોતાના પૂર્વજો હેરાન કરે છે.. પણ તમે જ વિચારો કે માતા-પિતા કુટુંબના વડીલો જે હવે આ દુનિયામાં પણ નથી. શું તે પોતાના સંતાનોને હેરાન કરી શકે ?

➡️ હવે એક અંધશ્રદ્ધા તો એવી છે જે એટલી ખરાબ રીતે પ્રસરેલી છે હમેશાથી કે જેને નાબૂદ કરવી પણ જાણે નામુમકિન જેવી છે અને તેના કારણે થઈને નાની નાની બાળાઓની પણ ફૂલ જેવી કોમળ મનઃસ્થિતિ પર અસર થતી હોય છે.હા હું માસિક ધર્મને લઈને વાત કરી રહી છું ...આજના સમયમાં ખાણીપીણીના કારણે 10 થી 12 વર્ષની બાળા માસિક ધર્મ  { periods, menses menstruation } માં બેસી જતી હોય છે..હવે તે બાળાઓના પાંચ દિવસ માટે દરેક ધાર્મિક કાર્યક્રમોથી બાકાત કરવામાં આવતી હોય છે..ઘણા ઘરોમાં તો હજી પણ રસોડામાં પણ જવાની મનાઈ હોય છે. તેમજ આ વાતને લઈને ઘણી બધી અંધશ્રદ્ધા હોય છે..આવા સમયમાં તે બાળાને ખૂબ જ પ્રેમ અને હૂંફની જરૂર હોય છે એ જગ્યાએ તેને અંધશ્રદ્ધામાં બાંધે.જેને લઇને કોમળ મન પર ધણી અસર થતી હોય છે..તમે જાતે જ વિચારો કે માસિક ધર્મમાં બેસવું તે માત્ર એક કુદરતી પ્રક્રિયા છે તેને અંધશ્રદ્ધાને અને ધર્મને કોઈ જ લેવા દેવા નથી.. છતાં આ કારણે ઘણીવાર સ્ત્રીઓને શરમનો અનુભવ કરવો પડતો હોય છે.. કોઈ એક વસ્તુ કેમ નથી વિચારતું કે જે સ્ત્રી માસિક ધર્મમાં ના આવી શકતી તો તેને પત્ની બનાવવા માટે તૈયાર થાતું હોય છે..? સ્ત્રી અને તેને માસિક ધર્મના કારણે જ તો પૂરી દુનિયા બીજા જીવને જન્મ આપી શકે છે શું તે પણ કોઈ અંધશ્રદ્ધાને આભારી છે ?

➡️ આપ સૌને કદાચ ખ્યાલ હોય તો આસામના રાજધાની ગુવાહાટી પાસે એક મંદિર છે જે મંદિરનું નામ કામખ્યા દેવી મંદિર છે.. ત્યાં કામખ્યા દેવી આજ પણ દર મહિને માસિક ધર્મમાં બેસે છે.. તો આ બાબતેને હવે અંધશ્રદ્ધા સાથે કેવી રીતે જોડી શકશો..?

➡️ અને આ અંધશ્રદ્ધાઓની બીમારીએ તો નદીઓને પણ છોડી નથી.. પોતાની શ્રદ્ધા આસ્થા અને પૂજાના નામ પર પ્રકૃતિનું પણ ભારે નુકસાન કરી રહ્યા છે. શું નદીઓ અને નહેરોને ખરાબ કર્યા વગર પૂજા કે આસ્થા સફળ ના કરી શકાય ?

➡️ ટૂંકમાં કહેવા જઈએ તો આપણો સમાજ ગમે તેટલો આધુનિક થઈ જાય પણ હજી આંધળી શ્રદ્ધાની માનસિકતાથી ઘેરાયેલું જ છે ..અને દરેક જગ્યાની કંઈકને કંઈક અલગ અલગ અંધશ્રદ્ધાઓ હોય છે....                                            અમી...