સફારી !!
જંગલ સફારી મેં કરી હતી મારા જંગલી મિત્રો સાથે👭👬2016માં જ્યારે અમે બધા મિત્રો jim corbett ગયા હતા. અમે Jim Corbett પહોંચ્યા તો અંધારું થઇ ચુક્યું હતું. આજુબાજુનો માહોલ ખુબ ડરામણો લાગી રહ્યો હતો.😨 જંગલમાં સામસામે બે હોટલ🏨 અને બે-ચાર છૂટા-છવાયા ઘર🏚️🏚️ હતા. રાત્રે હોટલમાં જમ્યા 🍱પછી હોટલના બગીચામાં બોનફાયર 🔥માટે બેઠા હતા. અને ત્યાં મોટું પ્રોજેક્ટર 🖼️પણ લગાવેલું હતું. તેમાં જીમ કોર્બેટના જંગલના વાઘો🐅 નો ઇતિહાસ બતાવી રહ્યા હતા.જેને જોઈને already અમે થોડા ડરેલા😧 હતા.બીજે દિવસે વહેલી સવારે 🌄તૈયાર 🤠😎થઈને અમે જંગલ સફારી માટે નીકળ્યા. જેવા જંગલ સફારીના ગેટ પર પહોંચ્યા તો અમારુ I card વગેરેની થોડીક કાર્યવાહી કરી જંગલના instruction કાર્ડ આપીને જંગલમાં જવા દીધા..જંગલમાં ત્રણ ચાર કલાકનો 🕒🕓રસ્તો હતો. ખૂબ બધા ફોટા📸 પાડીને વિડીયો🎥 ઉતારીને સાંજે જંગલની બહાર આવ્યા. વાઘ🐅 જોવા માટે જંગલમાં ગયા હતા પણ ક્યાય🐍 સાપોલીયું પણ જોવા ન મળ્યું. જંગલની બહાર નીકળ્યા તો ત્યાં બહાર feedback board લગાવેલું હતું. કયા કયા 🐅🐆🦍🦊 પ્રાણીઓ જોયા તે લખવાનું ✍️હતું. અમે લોકો આવા ઈમોજી ☹️😒😏😔 દોરી નીકળી ગયા.
હવે ત્યાંથી અમારી હોટેલ 🏨સુધીનો ત્રણેક કલાકનો🕒 રસ્તો હતો. રસ્તામાં એક નાનકડું શહેરી ગામ હતું. ત્યાં બજાર વિસ્તારમાંથી નીકળ્યા તો liquor shop બે ચાર હતી. પણ તે લોકો પાસે વધુ brand ન હતી. કારણકે તેની આજુબાજુનો area 🚫🚭dry area છે. પણ tourist લોકોનો વધારે આવરો-જાવરો હોવાથી એ shop વાળા licence લઈને પોતાનો ધંધો કરતા હોય છે. હવે " ના મામા કરતાં કાણા મામા સારા " , તેમ કરીને Bacardi Breezer 🍾🍾જે મળી તે લઈને નીકળી ગયા.
હવે બિલકુલ સાંજનો સમય હતો. Open jeep હતી. ઠંડી ☃️પણ થોડી વધી રહી હતી. સૂમસાન રસ્તો હતો. અને પાસે બોટલો 🍾હતી પછી શું જોઈએ. 👍બધાએ એક બે ગટકાવી દીધી☺️🤭.હવે હલકો હલકો નશો 😌હતો. open jeep માં હું ઉભી થઈને બે હાથ ફેલાવીને ઠંડા ઠંડા🌬️ પવનને શ્વાસમાં ભરી રહી હતી. એટલી મજા આવી રહી હતી કે ન પૂછો વાત.. ત્યાં ડ્રાઇવર ગાડીની ડીપર લાઈટ મારવા લાગ્યા. ત્યાં આગળ રસ્તા પર બિલાડી 🐱જેવું કઇક ફરતુ હોય તેવું દેખાઈ રહ્યું હતું. ધીરે-ધીરે બિલાડી મોટી 🐈થવા લાગી અને નજીક પહોંચી ને જોયું તો ખબર પડી કે વાઘ 🐅છે. અરે, યાર.. પીધેલી તો ચઢતાં પહેલાં જ ઉતરી ગઈ.😵 આખો દિવસ ફર્યા ત્યારે ક્યાંય જંગલી જાનવર ના મળ્યું. પણ હોટલથી નજીક આવ્યા ત્યાં જ વાઘ🐅 દેખાયો. હોટલ સુધી પહોંચી ગયા પછી ગાડીમાંથી ઉતરીને અડધો કિલોમીટર ચાલીને હોટલ સુધી પહોંચવાનું હતું. સાંકડી 🛤️ ગલી જેવો રસ્તો હતો અંદર ગાડી જઈ શકે તેમ નહોતું. આજુબાજુમાં ક્યાંક ક્યાંક ઊંચી ઊંચી ઝાડીઓ🌵🌵 હતી. ક્યાંક વળી એકાદુ ઘર 🏚️હતું સાલું ક્યાય લાઈટ 💡💡પણ ન હતી. મોબાઈલની બેટરી 📲 ચાલુ કરીને ચાલી રહ્યા હતા.રસ્તામાં કઇક ટાયર જેવું પડ્યું હોય તેવું લાગી રહ્યું હતું.થોડી હિંમત ભેગી કરી અને નજીક જઈને જોયું😱 તો.. યાર.... અજગર જ હતો..🐉🐍 હવે જવું ક્યાં અને અવાજ પણ કરી શકાય તેમ ન હતું. આજુબાજુમાં કોઈ રસ્તો પણ દેખાતો ન હતો બરોબર. થોડીક વાર અમે લોકો તો statue બનીને ઉભા રહ્યા. એટલામાં જ અમારી પાસેથી એક થોડીક ઉંમર વાળા કાકા નીકળી રહ્યા હતા. તેમના એક હાથમાં એક લાંબી બંદૂક🔫 હતી. બીજા હાથમાં ઢોલચા જેવો લેમ્પ હતો. અરે પેલું શું કહેવાય ? ફાનસ.. કાકા તો સરસર કરીને નીકળી ગયા. અમે તેમને જોતા જ રહ્યા... અને ત્યાં જ કાકા બોલ્યા..
" निकल जाओ निकल जाओ कुछ नही करेगा ये तो यही पे रहेता हे जाडीओ में । "
પછી અમે લોકો ધીમે રહીને અજગર 🐍આગળથી નીકળ્યા થોડાક આગળ જઈને તો શું ઊભી પૂંછડીએ દોટ મૂકીને ભાગ્યા 🏃♂️🏃♀️છીએ અમે લોકો સીધા હોટલ પર પહોંચી ગયા. અને finally અમારી જંગલ સફારી 🏕️⛰️પતી. આ તો ઠીક છે યાર અજગર🐍 હતો પણ જો એની જગ્યાએ વાઘ🐅 હોત તો, 😱વાઘ 🐅તો કશું કરે ન કરે તે પહેલાં અમારા બધાના ડરના કારણે હાલ એવા હોત કે😵 જાણે કાળજુ ઉછળીને મોઢામાંથી બહાર 🤮આવી જાત..ભલે તે વખતે ડરના કારણે હાલત ખરાબ 😱થઇ ગઇ હતી. પણ આ incident યાદ કરીને અમે મિત્રો આજે પણ હસીએ 😄😄 છીએ ખરેખર આતો ખૂબ યાદગાર જંગલ 🐅🐈🐍સફારી હતી...
અમી...