Accidental discoveries changed human life in Gujarati Science by Anwar Diwan books and stories PDF | અક્સ્માતે થયેલી શોધોએ માનવજીવન બદલી નાંખ્યું....

Featured Books
Categories
Share

અક્સ્માતે થયેલી શોધોએ માનવજીવન બદલી નાંખ્યું....

જ્યારથી માનવી બે પગો થયો ત્યારથી સતત શોધ અને સંશોધન ચાલુ છે.તેણે અગ્નિ જોયો હતો તેણે દાવાનળની વિનાશકતાનો અનુભવ કર્યો હતો પણ ચકમકનાં બે પથ્થર સાથે ઘસવાથી ચિંગારી પેદા થાય છે તેનો તેને અકસ્માતે બોધ થયો હતો.આ આપણી કદાચ પહેલી અકસ્માતે થયેલી શોધ હતી.ત્યારબાદ તો માનવીની બુદ્ધિએ માનવજાતને અવકાશમાં અને પૃથ્વીનાં પેટાળમાં પહોંચાડી છે એક સમયે જેને આપણે ચમત્કાર ગણતા હતા તે આજે આપણા માટે વાસ્તવિકતા છે.જેનો શ્રેય આપણી સંશોધનવૃત્તિને જાય છે.કેટલીક શોધો એવી છે જેના માટે પહેલેથી નક્કી કરીને પદ્ધતિસર કામ કરાય છે અને તેનો વિકાસ કરવામાં આવે છે.જ્યારે કેટલીક શોધ એવી છે જે અન્ય શોધ કરતી વખતે અકસ્માતે થઇ છે.તેમાંય આવી અકસ્માતે થયેલી શોધોએ ઘણી વખત માનવજાતની કાયાપલટ કરવાનું કામ કર્યુ છે.જો તે શોધ ન થઇ હોત તો કદાચ માનવજાત માટે આટલી સુવિધા ઉભી થઇ ન હોત.સેક્સ એ માનવીની જરૂરિયાતોમાંની એક બાબત છે.આમ તો તેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રજોત્પત્તિ છે.દરેક જીવ પોતાના વંશને આગળ વધારવા માટે આ કાર્ય કરે છે પણ માનવી માટે તે આનંદની બાબત પણ છે અને તેને આ આનંદ પરમાનંદ લાગે છે અને તેનો ગાળો વધે તે માટે તે સતત પ્રયત્નશીલ રહેતો હોય છે.આ કાર્યમાં હાલમાં વાયેગ્રાનો ઉપયોગ થાય છે.આ ડ્રગની શોધ માર્થેયર ટીડફિલે ૧૯૯૨માં કરી હતી જે ત્યારે એન્જિના ડ્રગ પર કામ કરતાં હતા.ટોલ હાઉસ ઇનનાં માલિક શ્રીમતિ વેકફિલ્ડ આમ તો ચોકલેટ કુકીઝ બનાવવાનું કામ કરતા હતા અને એક વખત આખા ચોકલેટનાં બદલે તેમણે નાના ટુકડાઓ જોવા મળ્યા ત્યારે તેમણે તેને લોટની લુદ્દીમાં નાંખી દીધા તેમને લાગ્યું કે તે ઓગળી જશે પણ તેમ બન્યું નહી અને આમ ચોકલેટ ચીપ કુકીઝનો જન્મ થયો હતો.વેકફિલ્ડે નેસ્લેને આ રેસિપિ આજીવન તેની કુકીઝનાં સપ્લાયની શરતે વેચી દીધી.આઇસક્રીમનો ઉપયોગ તો સદીઓથી થઇ રહ્યો છે અને તેને અલગ અલગ રીતે લોકો પોતાની રીતે વાપરતા હોય છે.આપણે લાકડાની સ્ટીક સાથે તેનો ઉપયોગ કરીએ છીએ તેનું સંશોધન ૧૯૦૫માં થયું હતું.ફ્રાંક એપરસને પાવડર સોડા અને પાણીનું મિશ્રણ પોર્ચમાં સાફ કર્યા વિના છોડી દીધુ હતું જેની સાથે એક લાકડીનો ટુકડો પણ હતો.યોગાનુયોગ તે રાત્રે સાનફ્રાંસિસ્કોમાં રાત્રે તાપમાન અત્યંત નીચુ ચાલ્યું ગયું હતું.જ્યારે ફ્રાન્ક સવારે જાગ્યો ત્યારે તેણે પોર્ચમાં જોયું તો પેલુ મિશ્રણ લાકડાના ટુકડા સાથે જામી ગયું હતું.આમ તેણે અક્સ્માતે જ ફ્રુટ ફલેવર્ડ આઇસ્ક્રીમની શોધ કરી જે લાકડાના ટુકડા સાથે જોડાયેલી હતી પણ ફ્રાંકે અઢાર વર્ષ બાદ તેની પેટન્ટ કરાવી અને તેનું નામ એપ્સીકલથી બદલીને પોપસિકલ કર્યુ.સેકેરિન એ કુદરતી મીઠાસ ધરાવતો પદાર્થ નથી પણ તેમાં કૃત્રિમ મીઠાસ હોય છે જો કે એની શોધ અકસ્માતે જ થઇ હતી.માઇકલ સ્વેડા પોતાની લેબમાં તાવ વિરોધી દવા પર કામ કરતા હતાં.તે કામ કરતા હતાં ત્યારે તેમણે પોતાનાં મોઢામાં રહેલી સિગારેટ બેન્ચ મુકી અને થોડીવાર બાદ જ્યારે તેમણે સિગારેટ ઉઠાવીને પાછી મોઢામાં મુકી ત્યારે તેમને મીઠાસનો અનુભવ થયો હતો.જેને તેમણે સાયક્લામેટ નામ આપ્યુ.આસ્પાર્ટેમની શોધ જેમ્સ સ્લેટ્ટરે ૧૯૬૫માં કરી હતી જે જી.ડી.સર્લ એન્ડ કંપનીમાં કેમિસ્ટ તરીકે કામ કરતો હતો.જે ત્યારે લેબમાં અલ્સરની દવા પર પરિક્ષણ કરતા હતા.સેકેરિનનું પ્રથમ ઉત્પાદન ૧૮૭૮માં થયું હતુ અને તેના સંશોધકનું નામ કોન્સ્ટંટિન ફાલબર્ગ હતું જે જહોન હોપકિંસ યુનિ.ની લેબમાં કામ કરતા હતા.વાઇનનો ઉપયોગ પણ વર્ષોથી થાય છે જેમાંથી અલગ અલગ બ્રાન્ડનો જન્મ થયો જેમાં બ્રાન્ડી પણ એક છે પણ તે બનાવવાનો આઇડિયા અલગ રીતે જ કોઇનાં મગજમાં આવ્યો હતો જો કે બ્રાન્ડીનો આઇડિયા કોનો છે તે વિષે કોઇ સ્પષ્ટતા નથી પણ વાઇન ટ્રાન્સપોર્ટેશન સાથે સંકળાયેલી કોઇ વ્યક્તિને આ આઇડિયા સુઝ્‌યો હોવાનું મનાય છે.કાઇનેટિક કેમિકલમાં કામ કરતા રોયલ પ્લનકેટ્ટ નામની વ્યક્તિએ ટેફલોનની શોધ કરી હતી જે અકસ્માતે જ થઇ હતી.૧૯૩૮માં તેઓ રેફ્રિઝરેશન પર કામ કરતાં હતા અને તેમણે પર્ફ્લુરેન્થિલિન પોલિમરને સ્ટોરેજ કન્ટેનરમાં દબાણપુર્વક મુકતા હતા ત્યારે આ કેમિકલની પ્રક્રિયાને કારણે કોઇ નવી જ વસ્તુ બની હતી.જેને ટેફલોન નામ અપાયું હતું. જો કે તેનો વાસણમાં પ્રથમ ઉપયોગ ૧૯૫૪માં ફ્રેન્ચ ઇજનેર માર્ક ગ્રેગરીએ કર્યો હતો.તેમણે આ વાસણની શ્રેણીને ટેફલ નામ આપ્યું હતું.જો કે આ પ્રકારની વસ્તુ બનાવવાની પ્રેરણા તેને તેની પત્નીએ આપી હતી.રેથિઓન કંપનીમાં કામ કરતા પર્સી લી બેરોન સ્પેન્સરનો આખા જગતનાં રસોઇયાઓ આભાર માનતા થાકતા નથી કારણકે તેમણે અકસ્માતે એક વસ્તુનું સંશોધન કર્યુ જેમણે રસોઇયાઓને ઘણી પીડાઓમાંથી મુક્તિ અપાવી છે.તેમણે માઇક્રોવેવની શોધ કરી હતી અને આ શોધ પણ અકસ્માતે જ થઇ હતી.તેઓ જ્યારે એક વખત રડાર ટ્યુબમાંથી પસાર થયા ત્યારે તેમણે જોયું કે તેમના ખિસ્સામાં રહેલ ચોકલેટનો ટુકડો ઓગળી ગયો હતો.તેમને લાગ્યું કે તેમણે નવી શોધ કરી છે અને તેની ખાતરી કરવા માટે તેમણે પોપકોર્નને એક વાસણમાં મુકી એ ટ્યુબ સામે મુકી અને આશ્ચર્ય એ હતું કે થોડા સમયમાં જ તે ધાણીમાં પરિવર્તિત થયા અને આખા રૂમમાં તે વિખરાઇ ગયા.પોટેટો ચિપ્સનો ઉપયોગ આજે તો વિશ્વમાં અનેક વ્યક્તિઓ કરે છે.પણ તેની શોધ આજે નથી થઇ તેની શોધ ૨૪ ઓગસ્ટ ૧૮૫૩માં ન્યુયોર્ક સેરેગોટા સ્પ્રિંગ્સ નજીકનાં લેક હાઉસમાં જયોર્જ ક્રમે કરી હતી.તે આમ તો બટાકા વેચવાનું કામ કરતો હતો પણ તેના બટાકા વિશે ગ્રાહકો હંમેશા ફરિયાદ કરતા હતા અને તેને પાછા મોકલતા હતા.ક્રમે નિશ્ચય કર્યો કે તે બટાકાની કાતરી કરી નાંખશે જેથી તે કાંટા વડે ખાઇ ન શકે.પણ આશ્ચર્ય હતું કે તેની બટાકાની આ કાતરી ગ્રાહકોમાં લોકપ્રિય થઇ ગઇ.તેની લોજમાં ત્યારબાદ તો સારાગોટા ચિપ્સ તરીકે તે ઓળખાતી થઇ.જો કે આજે તે પશ્ચિમમાં સ્થુળતાની સમસ્યાનું એક મુખ્ય કારણ બની ગઇ છે.એલએસડી તરીકે ઓળખાતા દ્રવ્યની ઓળખ આમ તો ૧૯૩૮ની ૧૬મી નવેમ્બરે સ્વીસ કેમિસ્ટ ડો.આલ્બર્ટ હોફમેને કરી હતી.ત્યારે તેઓ પોતાની લેબમાં દવાનું પરિક્ષણ કરતા હતા.જો કે તેની અસરની જાણ તો ૧૪૩માં ૧૬મી એપ્રિલે થઇ જ્યારે તેમણે આ દવાનો બહુ નાના ડોઝને અકસ્માતે ચાખ્યો હતો અને તેમને તંદ્રાની સ્થિતિનો અનુભવ થયો હતો અને તેમની આંખ સામે રંગબેરંગી લિસોટાઓ પસાર થતાં હોવાનો અને ઉંઘનો અનુભવ થયો હતો. સ્કોટિસ વૈજ્ઞાનિક સર એલેકઝાંડર ફ્લેમિંગ તેમની લેબમાં સ્ટેફિલોકોકસનો અભ્યાસ કરતાં હતા જે ફુડ પોઇજનિંગ માટે જવાબદાર બેક્ટેરિયા હતો.ત્યારે અકસ્માતે જ પેનેસિલનની શોધ થઇ હતી.જો કે તેમણે ૧૯૩૧માં તેનું પરિક્ષણ બંધ કર્યુ પણ ૧૯૩૪માં તેમણે ફરી તેના ટ્રાયલ શરૂ કર્યા.જો કે તેનો દવા તરીકે ઉપયોગ કરવાનો વિચાર નોબલ વિજેતા ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક લ્યોરેટ હોવાર્ડ વોલ્ટર ફ્લોરીએ આપ્યો હતો તેમને આ શોધ બદલ સર એલેકઝાંડર ફ્લેમિંગ અને અર્ન્સ્ટ બોરિસ ચેન સાથે નોબેલ અપાયો હતો.