આજના સમયમાં આ જે જુની ઈમારતો જેવા ઘર ઊભા છે ને એ પોતાનામાં કઈ કેટલી યાદો ,અવસરો અને જુની પુરાની કઈ કેટલી અવસ્થા ,વ્યવસ્થા સાચવીને ઉભું હોય છે, આપણી સામે.બસ, એ ઈમારતો પથ્થર છે એટલે બોલી નથી શકતી ,
આસ્થાને તેના ગામની આજ જુની ગલીઓ માંથી નિકળવાનુ થયું જ્યાં તે પહેલા રહેતા હતા અને જ્યાં તેનુ બાળપણ વિત્યુ હતું. એમ કહૌ ને કે જાણે જૂના પાડોશમાં પહોચી ગયાં.આસ્થા જેવી ત્યાંથી પસાર થઈ અચાનક એક તેની અદર જૂની યાદોના ફૂવારા ફુટ્યા,એકદમ ખૂશ થઈ ગઈ અને બોલી ઉઠી આ તો મારા બાળપણની ગલિઓ..અહીંના એકેએક,ઈટ પથ્થર , થાંભલા, બારી દરવાજા જાણે મને આજેય ઓળખે છે.પોતાના જૂના ઘરની સામે આમ વટ્ટથી ઊભી અને ઊચી નજર કરીને જોયુ તો ત્રણ માળીયું ઘર અને તેના ઘરનો ભલેને જૂનો પણ આજેય જાજરમાન લાગે એવો મોટો ઘરનો ડેલો જોઈ બધી જુની ઘટના તેનુ બાળપણ તેની નજર સામે તરવરવા લાગ્યું અને એક રિવાઈન્ડ સ્ટૌરી તેની આખ સામે પ્લે થવા લાગી હોય એવો અહેસાસ થવા લાગ્યો ,આસ્થાના મોં પર મોટુ સ્મિત આવી ગયું, મારું... ઘર ... કહીં જુના ઘરના ડેલાના દરવાજાને ધક્કો માર્યો, અને જાણે ફરી બાળપણમાં પહોચી ગઈ હોય.ઘરની અઁદર દાખલ થતા વેત આસ્થા ઘરના એકેએક ખૂણાને નીરખીને જોવા લાગી.મોટુ બધું ફળીયું , દિવસે અહીં રમવાનુ ને રાત્રે ખાટલા નાખી અહીં સૂઈ જવાનુ .અહીથી રાતે દેખાતા આ તારા અને ચાંદો પણ પોતીકા લાગતા.રાત્તના આકાશની ચાંદનીને ધણી વખત આઁખે આઁજી છે, એની શિતળતા આજેય આ આઁખુને ટાઢક આપે છે.
ઘરમાં હવે કોઈ રહેતુ નથી, પંખીના બચ્ચા જયારે ઉડતા શીખી લે, પછી માળામાં થોડા બેઠા રહે, આ આખુય આકાશ રાહ જોતુ હોય એ પંખીડાવની, એમ જ જેમ જેમ આ ધરના બાળકો મોટા થતા ગયા તેમ તેમ અલગ અલગ જગ્યાએ અલગ આલગ સીટીમાં નોકરી અર્થૈ નિકળવા લાગ્યા,
હા, મારા બાપુજી એ એમના બાળકોને ઉડવા માટે પાંખ આપી છે, પગમાં જંજીર બાંધવાની કૌશીશ ક્યારેય નથી કરી.
હા, એ કટાક્ષમાં કહેતા કે જોઈએ તો ખરી મારું આ પંખીડુ અહીથી ઉડીને ક્યાં સુધી પહોંચે છે,!અને જ્યારે જ્યારે તેના બાળકો સફળતાને વરતા ને ત્યારે તેના મોં પર ખૂશીની એક અલગ જ ચમક આવી જતી.
અરે, કાવ્યા અહીં આવ, આસ્થા પોતાની યુવાન થઈ ગયેલી દિકરીને પોતાની બાળપણની અને યુવાનીની વાતો અને ઘટનાઓ,આ ઘરની દરૈક જગ્યા ખૂબ ઉત્સાહથી બતાવે છે અને જગ્યા સાથે જોડાયેલી એ નાનપણની વાતો સંભાળે પણ છે. અહી બેસી હું દરરોજ જમતી, એમ કહીં એ ચોકડી દોરેલી જગ્યા બતાવી, જો કાવ્યા આ બારી....આ બારીના સળીયા પકડીને રોજ મારા બાપુજીના આવવાની રાહ જોતી....અને જો પે...લુ ...ફળીયું દેખાય છે?ત્યાં અમે પકકડ દાવ રમતા,તમને લોકોને તો એવી રમતો જ ક્યાં રમતા આવડે છે!! અને અહીં આવ જો આ ઓટલો જોવે છે, અહીં અમે અમારી બેનપણીયો સાથે બેસી કોણ શું વિચારશે એની ચિંતા કર્યા વગર વાતોના ખૂબ ગપાટા મારતા...હા, એટલે જ ત્યારે કૌઈને ડીપ્રેશન ન થતું. આજે કૌઈને કોઈ સાથે કે સામે પોતાની જાતને ખોલવી જ નથી કે રજૂ નથી થવું. આ પગથિયાં જુએ છે. કાવ્યા...આ પગથિયા જ્યારે બન્યા ને ત્યારે મારા બાપુજીએ સૌથી પહેલા મારા જ પગલાં પડાવ્યાં હતાં કહે તું મારા નસીબની લક્ષ્મી બનીને જન્મી છે, તું આ પગથીયા ચડીશ એમ મારું નસીબ સૂરજની માફક ચડશે...અને હું એ પગથિયાં સરસરાટ ચડી ગઈ. મારા બાપુજીએ લીધેલા પગલા આજે પણ એ સિમેન્ટની તક્તી પર જડાવીને રાખ્યા છે જો....અહીં આવ...તને મારા બાળપણની પગલીઓ બતાવુ તને.મારા બાપુજી.....ત્યારે પપ્પા....પપ્પા એવુ કઈ હતુ જ નહીં...ને...અમે તો પ્રેમથી બાપુ કે બાપુજી જ કહેતા.અને આ પોતીકાપણાથી જ આ ઘરની દિવાલો ને ઘર બનાવતી.
આ ઘર જે આજે આમ, ભેકાર ઉભુ છે ને એમાં ઉદાસી કે સન્નાટો નથી સંભળાતા ,કારણ આ ઘરની દિવાલો ત્રૃપ્ત છે,એના બાળકોની કિલકારીયુથી અને મને મારા બાળપણની કીલકારીયુ અહી આજેય સંભળાય છે.
હૂંફ અને લાગણીથી સિંચાયેલુ હતુ ,મારું આ જુનુ ઘર.....મને આજેય બહુ જ યાદ આવે,