(ગામ : જેસંગવાડ તારીખ : ૨૫/૭/૨૦૧૬, સમય: રાત્રિ ૨:૦૦ વાગ્યે.. નાગ દેવ ધામ, જંગલ માં..)
રાજી : આ બાપજી સિદ્ધ પુરુષ છે, દીકરા વિનય.. તારી બધી આશા પૂરી થશે.. આ કરમેં ફૂટેલી વહુ સાવિ ના ગર્ભ માં આ વખતે દીકરો ન થાય તો મારું નામ રાજી નહી..
વિનય : માં... તમે કહો એ ઠીક
સાવિ : મને પણ આ બાપજી પર ખૂબ ભરોસો છે.. જીવા ના બાપુ... બહુ લોકો ના દર્દ દૂર કર્યા છે એમને..
( ઝૂંપડી માં પ્રવેશતા ની સાથે જ.... ત્રણેય બાપજી ના ચરણો માં દંડવત કરે છે..)
બાપજી : આવો,... આજે તમારું જ કામ થશે.. મંગળ અને ગુરુ નો સિંહ રાશિ માં અદભૂત સંયોગ છે.. આજે સાસુ અને વહુ બન્ને ના ઓરતા પૂરા થશે.. એક પુત્ર ની કામના છે ને?...
રાજી : હા,બાપજી.. આ મારી કરમ ફૂટેલી વહુ ને ત્રણ ત્રણ દીકરી છે.. બહુ અરમાન સાથે તમારી પાસે આવી સુ.. મને ચોથો કુળદીપક જોઈએ છે.. જો આ ફેરી દીકરી થઈ તો તમારા ચરણો માં માથું પટકી ને હું મારી નાખીશ મારી જાતને.. ( રડે છે..)
બાપજી : રડ નહી... હું જોઈ રહ્યો છું.. આ વિનય ના બાપુ ના બાપુ એ આજથી ૭૫ વર્ષ પહેલા એક બ્રાહ્મણ ના દીકરા ને આડવાનું અને તેના કુવા માંથી પાણી પીવાનું પાપ કર્યું હતું.. એક પવિત્ર બ્રાહ્મણ નો ધર્મ ભ્રષ્ટ થવાથી તેને આ વિનય પછી ની પેઢી માં દીકરો નહી થાય એવું કહ્યું હતું..એ શાપ સત્ય થયો છે..
રાજી : બાપજી.. કાંઈ પણ કરો.. તમે તો પિતર એવા નાગ લોક ની સિદ્ધિ મેળવી છે. કાંઈક સમાધાન લાવી આપો..
બાપજી : હમણાં જ ... આ કામ થશે... પણ તારી ત્રણ દીકરી માંથી જે મોટી દીકરી છે.. એણે મને અર્પણ કર.. મારી સેવા માં મૂક.. બોલ વચન છે?.. તો હમણાં એ બ્રાહ્મણ ની આત્મા ને બોલાવું.. વચન આપ..
રાજી : સાવિ .. આજે તો તારી દીકરી ના ભાગ ખુલ્યા.. સ્વયં બાપજી તેને માંગી રહ્યા છે.. બોલ શું કહે છે... વિનય..
વિનય : માં.. જો દીકરા નું મોં જોવા મળે અને દિકરી નું ભાગ્ય ખુલે તો કાંઈ જ ખોટું નથી..
સાવિ : મહારાજ આપ્યું.. વચન..
બાપજી : ધન્ય છે... તારે અને તારી સાસુએ બન્ને એ આજે અહીંયા રોકાવાનું છે.. દીકરા વિનય.. તું ઘરે જા.. તારી દીકરી ને કાલે સવારે તારા હાથે થી સુખડી બનાવી ને ખવરાવજે અને પછી બપોર ના વાળા વખતે અહીંયા લઈ આવજે.. આવતા વખતે ઘર ની બકરી ને પણ જોડે લઈ આવજે.. બકરી અને દિકરી નું જોડાણ છે.. એ જ્યાં સુધી નહી જાય ત્યાં સુધી ઋણ રહેશે.. જા.. જલ્દી જા..
વિનય : સારું બાપજી..
( વિનય બાપજી ના ચરણો માં દંડવત કરી ને જાય છે..)
બાપજી : રાજી.. અને સાવિ.. તમે બન્ને આંખો બંધ કરી નાગ બાપજી નું ધ્યાન ધરો... ત્યાં સુધી હું નાગ દેવ યોનિ માં પિતર બનેલા પવિત્ર બ્રાહ્મણ આત્મા નું ધ્યાન કરું છું. મારા આદેશ થી આ જ મારા શરીર માં તમને અંધ બ્રાહ્મણ ના દર્શન થશે.. તેની ક્ષમા માંગજો.. એ પ્રસન્ન થયો તો એક એક પેંડો આપશે.. એ આરોગતા જ તમને બન્ને ને પરમ સુખ ની પ્રાપ્તિ થશે.. શરીર હળવું અને મન પ્રસન્ન થશે.. જો એવું થયું તો પુત્ર પ્રાપ્તિ અવશ્ય થશે..
રાજી : ભલે બાપજી..
( રાજી અને સાવિ બન્ને નાગ દેવ નું ધ્યાન કરે છે..)
( અચાનક જોર થી કોઈ નો અવાજ સાંભળતા બન્ને ની આંખ ખુલે છે.. )
બાપજી : બોલ... હું અંધ બ્રાહ્મણ સુ... રાંડ સુ કેસ.. બોલ..મારી પાસે વખત નથી.. બાપજી ના પરચા થી અહીં આવ્યો સુ.. બોલ...
રાજી : હે ભૂદેવ.. અમારા પિતર થી તમારી અભદ્છળ થઈ છે.. અમે તમારી માફી માંગીએ છીએ.. કગરીએ છીએ.. અમારા ઘર ને પુત્ર રત્ન નું આશિષ આપો બાપ..
બાપજી ( બ્રાહ્મણ) : તારા પિતર પાપી હતા.. મારો ધરમ ભ્રષ્ટ કરેલ છે..હું શ્રીજી ચરણ ચૂકી નાગ લોક ભોગુ સુ.. મારી અવગતિ કરી તારે કુળ તારવું સે..? રાંડ .. ભાગ અહીંથી.. જતી રહે.. જા..
સાવિ : ભૂદેવ .. હું મારો ખોળો પાથરી ને ભીખ માંગુ સુ... મારા માવતર ની આશ પૂરી કરો..
બાપજી (બ્રાહ્મણ) : આ તારું પુણ્ય .. મારા કોપ ને ઠારે છે.. જા આ પેંડા લઈ જા.. એક આ તારી માવતર ને ખવરાવજે.. તારા મનોરથ પૂરા થશે.. આ બાપજી ના ચરણો માં માંગે એ મૂકજો.
બાપજી : ( સ્વસ્થ થઈ ને) : ભૂદેવ ખુશ થઈ ને ગયા ... હવે પેંડો આરોગો..
( બાપજી...બાજુ ની થાળી માંથી ભભૂત લઈ ને રાજી અને સાવિ ના ચેહરા પર લગાવે છે.. અને તેમના કપાળે લગાવે છે.. બન્ને પેંડો ખાય છે.)
બાપજી : આનંદ થાય છે ને... પ્રેમ થી આરોગો..
રાજી અને સાવિ : હા.. બાપજી..
( થોડી વાર માં રાજી અને સાવિ બન્ને ભાન ભૂલી જાય છે.. બાપજી બન્ને સાથે રાત્રિ પર્યંત અશ્લીલ સંભોગ કરે છે અને પોતાની ઈચ્છા પૂરી થતા ચારેય ત્યાં જ સૂઈ જાય છે...)
( સવારે)
----------------------------------------------------------
પોલીસ: પકડી લો... આ ઢોંગી બાબાને..
(હવાલદાર બાપજી ને પકડી લે છે.. મહિલા પોલીસ અધિકારી ઓ રાજી અને સાવિ ને જગાડે છે.. તેમના વસ્ત્રો ઢાંકે છે..)
અવિનાશ (પત્રકારો ને).. : અમે અંધવિશ્વાસ નિર્મૂલન સંઘ માંથી આવીએ છીએ.. હું આ સમિતિ નો ૫ વર્ષ થી કાર્યકર્તા છું. જેસંગવાડ નાગ દેવ ધામ ના બાપજી કહેવાતા આ ઢોંગી અને ધુતારા શખ્સ એ ગામ ની આ બે ભોળી બેનો ને પુત્ર પ્રાપ્તિ ની લાલસા પૂરી કરાવવાના બહાને શારીરિક સંબંધ બાંધીને છેતરી છે. એમની પુત્રી જીવા ના એક જાગૃત શિક્ષક ભારત પટેલે જીવા ના બાપ વિનય .. તેની માં સાવિ અને તેના દાદી રાજી વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી છે. પુત્ર પ્રાપ્તિ ના બદલે આ લોકો જીવા ને પણ આ બાપજી ને સોંપવાના હતા.. જેની ખાતરી કરતો વિડિયો જે કાલ રાતનો છે.. એ સ્વયં માસ્ટર સાહેબ અને જીવા એ રેકોર્ડ કરી ને સમિતિ ને મોકલેલ છે. માસ્ટર ભારત પટેલ અને જીવા બન્ને એ આ ત્રણેય જણા નો પીછો કરી આ પુરાવો રેકોર્ડ કરેલ છે.. અમારી સમિતિ આ પ્રકાર ના બાપજીઓ ની, તેમના વિધિ વિધાન ની અને વિધિ વિધાન ના નામે વ્યભિચાર કરવાની પ્રવૃતિ ની નિંદા કરે છે અને અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદા ૨૦૨૪ હેઠળ બાપજી સહિત રાજી, સાવિ અને વિનય પર કડક પગલા લેવા ની માંગ કરે છે.
પત્રકાર: બાપજી નાગદેવ તમારે શું કહેવું છે.
બાપજી : હું પોતે આ લોકો ને અહીંયા લાવ્યો નથી.. એ સ્વયં આવ્યા છે.. મારી પાસે પુત્ર ની માંગણી કરેલ છે. હું ફક્ત નિમિત્ત માત્ર સુ.. આ બન્ને માંથી કોઈ એક અવશ્ય પુત્રવતી થશે.. હર.. હર.. મહાદેવ
અવિનાશ : ચૂપ...તમારા જેવા ઠગ સમાજ માટે એક શ્રાપ છે.. અને તમે સાવિ.. એક માં થઈને દીકરી ને સોંપવા તૈયાર કંઇ રીતે થયા??..
( રાજી.. અને સાવિ.. બન્ને રડે છે.. .)
મિત્રો... ૨૦૨૪ માં ગુજરાત સરકારે અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદા મુજબ વિધિ વિધાન ના નામે છેડતી, વ્યભિચાર, પશુબલિ ,હત્યા,શોષણ અને ચમત્કાર ના નામે થતા ઉપચારો વિરુદ્ધ કાયદાકીય રક્ષણ આપેલ છે.. શ્રદ્ધા રાખવી ગુનો નથી.. શ્રદ્ધા ના ચોલા હેઠળ ગુનાહિત પ્રવૃત્તિ ઓ કરવી હવે અપરાધ છે.જેની નોંધ લેવી.. અને સમાજ તેમ જ કાયદાની આ દિશા માં સહાય પણ કરવી..
ભુવા.. તાંત્રિક.. મંત્રીક વગેરે પાસે જવાનું એક નવા જમાના ના જાગૃત વ્યક્તિ એ ટાળવું રહ્યું..