હવે જો વિકેટ પડશે તો સીધો મારો નંબર આવશે .
બીટ્ટુ ને રમવા બોલાયો પણ જેમ દશેરા ના દિવસે જ ઘોડો ના દોડે એમ બિટ્ટુ ને પણ એવું થયું . આમ તો મેચ જીતવાથી મતલબ છે અને મને કોઇના થી જલન પણ નથી , પણ ક્રિકેટમાં એવું ના થાય . ક્રિકેટમાં જેને તમારાં બદલે મોકલવામાં આયો હોય અને જો એ સારું ના રમે તો ગારો નીકળે .
બીટ્ટુ કરતાં તો પકો સારું રમતો હતો . છેક પાંચમી ઓવર ના ચોથા બોલે આખી ટીમ એ પેલી સિક્સ જોઈ . પેલાં લોકોએ તો મારી જ હતી પણ અમારા ટીમની તો પેલી હતી . સિક્સની એક અલગ મજા છે. સિક્સ વાગ્યા પછી ખિલાડીમાં અલગ જ એનર્જી આવી જાય. સિક્સ વાળો દડો એકલો બાઉન્ડ્રી બારના જાય એના જોડે બે થી ત્રણ ગારો ભી જાય . સિક્સ વાગ્યા પછી બધું જ કંટ્રોલમાં હોય એવું લાગે .
એના પછી ગાડી ધીમી પડી ગઈ . સાત ઓવર પુરી થઇ અને 54 રન હતાં . હવે બધાંએ આશા મૂકી દિધી , પણ આપડે તો મહેન્દ્ર સિંહ ધોની ના ફેન ફિનિશર ! ગમે ત્યારે ગેમ બદલી નાખીએ. હવે આઠમી ઓવર ચાલુ થી એટલે જીત પડતી મૂકી અને બધાંને દાવ મળે એવું કંઈક કરો એવું વિચારવા માં આવ્યું એવાંમાં આઠમી ઓવરના બીજા દડાએ બીટ્ટુ આઉટ અને હવે ! આપડો વારો .
છેલ્લી ઓવરો છે એટલે ઉઠાવવાની જ વાત હોય પણ જ્યાં સુધી ગ્રાઉન્ડમાં આવીને પેલો દડો ના રમો ત્યાં સુધી દિલ કી ધડકને સંભાલ કર રખની પડતી હૈ. મારે ભી એવું થયું . આયો ઊભો થઇ ગયો . જોયુ તો સામે થી વેસ્ટ ઇન્ડિઝ નો ખિલાડી બોલીંગ નાખતો હતો . હું ઊભો થઈ ગયો અને પેલો જ દડો ખાલી . જેમ બુલેટ ટ્રેન નીકળતી હોય એમ દડો નિકળી ગયો .
ખાલી જાય એની પ્રોબ્લેમ નહીં ! જો પેલાં જ દડાએ આઉટ થઈ જઈએ તો ? તો એનો મતલબ આપડું કરિયર ખત્મ , આબરૂ ના કાંકરા થઈ જાય . પેલો દડો નિકળી ગયો હવે કોઈ ચિંતા નથી. બીજો દડો આયો એ પાછળ થી નિકળી ગયો પણ થોડુ મને અડતા અડતા રહી ગયું . ક્રિકેટમાં ગમે ત્યારે ગમે તે થઈ જાય દડો વાગી ભી જાય . કેચ કરતા અથવા તો રમતા અથવા તો રન આઉટ માટે થ્રો માર્યો હોય ત્યારે . તો ક્રિકેટ સુવાળા લોકોની ગેમ નથી .
ત્રીજો દડો રમ્યો એ બેટ ઉપર અડ્યો અને એક રન આયો. આપડે પેલી પાર . હવે પુરું ધ્યાન ક્રિકેટમાં છે . ઉપરથી મેનકા ભી આવે તો ભી એ બાજુ ના જોવું. લાસ્ટ બોલ પર પકા એ સિક્સ મારી અને નવમી ઓવરમાં એના બદલે બીજા આયા કેમ કે બધાંને બેટિંગ મળે ને , પણ ઓવર બદલાઈ એટલે એ ભાઇ આ બાજુ આપડે રમવા વાળી બાજુ . આને કેવાય bad luck . પેલાંને ગુસ્સો આવે તો ભી કઈ કરી ના શકે .
હવે નવમી ઓવર ચાલુ , પેલો જ દડો એક ટપ્પી સીધી બેટ ઉપર અને દડો બાઉન્ડ્રી બાર . એક સિકસ કેટલો સંતોષ આપે એતો રમવા વાળાને જ ખબર છે આના માટે શબ્દો બન્યા નથી નઈ તો સમજાવી દેત જેણે સિકસ મારી છે એમણે તો ખબર જ હશે . સિક્સ માર્યા પછી બોલર સામે એટિટ્યૂડ થી જોવાની મજા અલગ છે . હું ભી જોયુ પણ બોલર ને તો કોઈ ફેર ના પડ્યો કેમ કે એને ખબર છે કે આપડે જ જીતવાના છીએ. એક સિક્સ વાગી અને છેલ્લી ઓવરો માં ઉઠાવો નઈ તો ક્યાં થી મેર પડે એટલે બીજી પણ લગાઈ પણ બાઉન્ડ્રી પર કેચ . એક જ સેકન્ડમાં બે દિવસનો ઉમંગ જતો રહ્યો . થોડી નિરાશા અને બચાવ પક્ષ તૈયાર કરીને બાર આયો .
આવી નઈ બરોબર નઈ તો સિકસ જાત . બધાં કહે કઈ નઈ આમ ભી જીતવાના નતા તો આમ જ રમાય . બસ હવે વાંધો નથી , પણ દુખ તો થાય હારી જશું એનુ . હવે બધાં પોતાની એક યાદ થાય અથવા તો આવેલું વસૂલ થાય એ રીતે રમવા માંડ્યા . છેવટે 10 ઓવર પછી 78 રન કર્યા અને અમે 16 રનથી હારી ગયા .
જેમ ટીવીમાં મેચ પછી ફોર્થ એમ્પાયર આવે ભૂલો કાઢવા માટે કે કોની ભુલ હતી કેમ હાર્યા એમ અમારે ભી ટીમ બેસી. શરૂ થી શરૂ કર્યુ તો કેન્ટિન વાળાની ભુલ આયી પછી તડકામાં રમ્યા અને રોજ નઈ રમતાં એટલે સારું ભી ના જ રમાય , પછી ફિલ્ડીંગ પેલી નતી લેવાની એ વાત થઈ પછી બોલીંગ સારી કર્યા જેવી હતી . હવે આ બધાંમાં અમૂક ગુસ્સે ભી થાય પણ કઈ ફાયદો નઈ દરેકની ભુલ ગણાય એટલે . આ વાતો વચ્ચે એક ને thums up ની બોટલ લેવા મોકલવામાં આવે બધાને શાંત પાડવા માટે . બોટલ આવે ત્યાં સુધી બધી વાતો થાય અને પછી બધાં thums up પી ને બધું ભૂલી જાય . જેમ રાત ગયી બાત ગયી એમ દિવસ ગયો અને દાજ ગઈ .
અને છેલ્લે એ વાત પર વાત પૂરી થાય કે આતો બસ એન્જોય માટે રમીએ છીએ . સિરિયસલી થોડું રમવા આયા હતા. બધાં ભેગા થઈને એન્જોય કરવા આયા હતા . એવું નકકી ભી થાય કે હવે દર રવિવારે એક વાર રમશું એટલે શરીર માટે ભી સારું રાય . આ બધી વાતો બચાવ પક્ષ માટે હતી .
દર રવિવારે રમશું એ વાત ને આજ ત્રણ મહિના ઉપર થયું પણ હજુ સુધી એક વાર ભી રમવા નઈ ગયા . કારણ નોકરી ગણો , સમય ગણો કે પછી મજબૂરી ગણો બસ નથી જવાતું . હું એને નથી ભૂલ્યો પણ એને એની યાદ અપાવા માટે મારા સામે થી નીકળવું પડે છે . કદાચ મજબૂરી એને જ કેવાય કે જે તમારે કરવુ છે તો ભી તમે એને કરી નઈ શકતાં . હું ભૂલી નથી ગયો પણ ધીરે ધીરે ભૂલતો જઉં છું . આજ ખબર પડી કે મોટા લોકો કેમ ખાલી એક દડો રમવા દો એવું કહેતા હતા .
નોકરી જતા અથવા તો ફિલ્ડ માં જતા અથવા તો નોકરી થી ઘરે જતા જો કોઈ ને ક્રિકેટ રમતાં જોઈએ એટલે એમ જ થાય કે કાશ . હું ઘેર જતાં જતાં ક્રિકેટ ગ્રાઉન્ડને એક નિસાસો નાંખતી નજર થી જોઈ રહું છું . મને નથી ખબર કે દુખ દુર કરવા શું કરવું પડશે પણ સુખ ભેગું કરવા ! " તો મારે થોડું રમવું પડશે " .