તો હવે 10 ઓવરમાં 94 રન કરવાના છે . સૂરમાં લોકો મેદાનમાં છે અને અમારા પણ વીર યોદ્ધા મેદાનમાં છે . .
ફિલ્ડીંગ સેટ કરતાં હતાં એટલામાં અમારાં માણસો એમની જગ્યાં એ આવી ગયાં . કેન્ટીન વાળો પેલો દડો રમશે . ફિલ્ડીંગ સેટ થઇ ગઇ. હું ભી માથે રૂમાલ મુકીને લેગામાં બેસી ગયો . કલર બચાવવા માટે કરવુ પડે . લેગા રેવા માં એક જ તકલીફ પડે જો જમરોરી બેટ્સમેન આવે તો જમણી બાજુ એ અને ડાબોડી આવે તો ડાબી બાજુ . તો અહિ થી તો અને ત્યાં થી અહિ કરવું પડે .
પેલી ઓવર નાખવાની ચાલુ થઈ . પેલો દડો ખાલી ગયો , અહીં પેલો દડો ખાલી જાય તો બધા એમ સમજે કે ઉતાવળ નઈ કરવાની , બીજો ખાલી જાય તો એમ કે જોઈને રમે છે પણ જો ત્રીજો દડો ખાલી જાય એટલે તરત હાવભાવ બદલાઈ કે આવો તો દડા બગાડે છે .
ત્રણ દડા ખાલી ગયા એટલે દૂરથી જ પ્લાન કેવામાં આયો . મન માં ગમે તે હોય પણ મોઢે તો કઈ ઉતાવળ નથી એક એક રન લે . આવું જેનો જીવ પુરેપુરો ક્રિકેટમાં હોય અને ક્રિકેટને સિરિયસલી લેતો હોય એ જ કે , બાકી બધાં તો ખાલી રમવા ખાતર રમે અને અમુક મારાં જેવા હોય જીવ ભી હોય અને ફરક ભી ના પડતો હોય એટલે માટે કે જો એક ઓવર માં 36 ભી જોસે તો છ બોલ માં છ છક્કા મારે . પોતાનાં પર વિશ્વાસ હોય કે હું આયે એટલે બધું ઠીક કરી દે . હું છું ત્યાં સુધી મેચ ના જ હારી એ .
ત્રણ દડા ખાલી ગયા ત્યાં સુધી હું ભી કઈ નતો બોલતો એમ જ માનતો કે એમ નેમ બેટ ના ફેરવાય નઈ તો આઉટ થવાય અને આપડે ક્યા ઉતાવળ છે . ચોથો દડો ખાલી ગયો અને મારો મત બદલાયો . પછી અંતરઆત્મા થી ચાલું બોલવાનું . આવા ડોબાને શું કામ મોકલ્યો , કશું કરતો નથી અને દડા બગાડે છે . બધાં બઉ બોલતા હતા તો પેલાં એ છેલ્લા દડાએ રન લીધો . ઓવરની છેલ્લી બોલ પર .
ઓવરના છેલ્લા બોલ એ રન લેવો એ ગુનો છે . બઉ મોટું પાપ છે એ વખત એટલો ગુસ્સો આવે કે જો એક ખૂન કરવાની આઝાદી મળી હોત તો આવો આજ મારા હાથે મરી જાત . સામે વાળાને ગુસ્સો એટલા માટે આવે કે એક તો પેલો કશું કરતો ના હોય અને છેલ્લા બોલ પર રન લે તો ગુસ્સો આવે જ ને .
બીજી એક તકલીફ એ કે એ કઈ રીતે થાય છે કોઈને નઈ ખબર , મને ભી નઈ ખબર તમને બધાં ને ખબર હોય તો કેજો .
જે એક ભી રન ના મારતો હોય , જેને મુશ્કિલ થી બેટ પર દડો અડતો હોય એ માણસ જલ્દી આઉટ જ ના થાય અને સામે વાળા એને આઉટ ભી ના કરે . આપડે જોઈ જોઈ ને રમી એ તો ભી આઉટ થઈ જઈ એ , એવો આઉટ ના થાય . કેન્ટીન વાળો દડા બગાડે એટલે સામે વાળો ભી ગુસ્સે થાય અને બીજા ખિલાડી પણ .
કેન્ટિંન વાળાને થાકી ને ચોથી ઓવરમાં હોમડિક કરવો પડ્યો એમ કહી ને કે બીજાને ભી રમવાનો મોકો મળે . ડિક કર્યા પેહલા તો એને ઘણી બધી ગારો બોલી દિધી અને ડિક થયાં પછી એ આ લોકોને ગારો બોલે પણ બંને બાજુએ મન થી જ બોલે અને મનમાં બોલે .
હોમ ડિક થયો એટલે મને લાગ્યું કે મારો વારો આવશે એટલે હું થોડો રેડી થઈ ગયો પણ એમણે બિટ્ટુને મોકલ્યો કેમ કે બિટ્ટુ રોજ રમતો પ્લયેર છે . ચાર ઓવરમાં વીસ રન હતાં હવે બીટ્ટુ આયો એટલે જોઈ એ કેટલે જાય છે .
હવે જો વિકેટ પડશે તો સીધો મારો નંબર આવશે .