પ્રજા હિત પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ બરાબર ૯ વાગે એરપોર્ટ પર પોતાના પ્રાઇવેટ વિમાન દ્વારા આવવા ના હતા તેથી વહેલી સવારથી પાર્ટી ના કાર્યકર્તા ઓનો જમાવડો એરપોર્ટ પર થવા લાગ્યો હતો . એવું લગતી હતું કે રાજ્ય ની લગભગ બધી પોલીસ એરપોર્ટ પર હતી ..ડોગ સ્કોડ અને બૉમ્બ રિફ્યુઝ ટિમ પણ હાજર હતી ..મુખ્યમંત્રી અનંતરાય શિંદે એ આ બધી જવાબદારી ગૃહમંત્રી વિજય દેસાઈ ને સોંપી હતી એટલે જ ગૃહ મંત્રી એ સવારે ૪ વાગે એરપોર્ટ નો દોરો કરીને બધી વ્યવસ્થા જોઈ હતી અને પોતે સવારે ૪ વાગ્યા થી અહીં હાજર હતા પ્રદેશ અધ્યક્ષ વાસુદેવ પટેલ પણ આવી ગયા હતા અને બધી વ્યવસ્થા કરવા માં ખાડે પગે હતા
સવારે ના ૫ ૩૦ થઇ એટલે વિકાસ કેલકર અને આભા બોઝ પણ આવી ગયા હતા બંને એક જ ક|ર માં આવ્યા હતા ..ગૃહ મંત્રી વિજય દેસાઈ હાજર હોવા છતાં વિકાસ કેલકર આવ્યો એટલે વાસુદેવ પટેલ અને અન્ય કાર્યકર્તા એમની આસપાસ ફરવા લાગ્યા ...!!
" વાસુદેવ જી બધી વ્યવસ્થા બરાબર છે ને " વિકાસે પૂછ્યું.
" હા વિકાસ ગૃહ મંત્રી વિજય દેસાઈ હાજર હોય ત્યાં કોઈ પ્રોબ્લેમ ના થાય " વાસુદેવ બોલ્યા અને વિકાસ આભા અને વાસુદેવ પટેલ ત્રણેવ હસી પડ્યા ..બધા ને ખબર હતી વિજય દેસાઈ. ગૃહ મંત્રી હતા ખરા પણ હવે મુખ્યમંત્રી કોઈ પણ બને પણ વિજય દેસાઈ ગૃહમંત્રી નહીંજ બને એ નક્કી હતું કારણ કે એક તો એમની ઉમર થઇ ગઈ હતી .અને એમને વહીવટ ની કોઈ આવડત ન હતી .એમની સિનિયોરીટી ને હિસાબે એમને ૫ વર્ષ માટે ગૃમંત્રી બનાવ્યા હતા ..
સવારે ના ૬ વાગવા આવ્યા હતા રાષ્ટ્રીય અધ્યક્ષ આવવા ને હાજી ૩ કલાક ની વાર હતી ધીમે ધીમે પાર્ટી ના મોટા પદાધિકારી થી લઇ ને નિગમ ના ચેરમેન .. તાલુકા જિલ્લા અધ્યક્ષ અને નાના માં Nana કાર્યકર્તા ઓ લાતુર , રત્નાગીરી , નાગપુર , સાતારા , ધુલીયા , પુના હમેદનગર વગેરે જગ્યા એ થી આવ્યા હતા ..જોકે વિકાસ કેલકરે વ્યવસ્થા જ એવી ગોઠવી હતી કે ટ્રાફિક થી લઈને કાર્યકર્તા ઓ ના સ્થાન સુધી કોઈ જ તકલીફ ના પડે ઇલેકશન નો માહોલ હતો એટલે બધા ને વિધાન સભાની ટિકિટો જોયતી હતી તેથી આજે દરેક જાણ રાષ્ટ્રીય અધ્યક્ષ ને વ્હલા થવા આવ્યા હતા ..પણ બિચારા કાર્યકર્તા ઓ ને ક્યાં ખબર હતી કે પોતે જે પરસેવો પડી ને પાર્ટી ને પ્રચંડ બહુમતી થી જીતાડે છે એક રાષ્ટ્રીય અધ્યક્ષે પોતા ના રાજ્ય ની વિધાન સભાની સીટો નો સોદો ૪૦૦ કરોડ માં કરી દીધો છે ..!!!!
આભા , વિકાસ કેલકર અને પાર્ટી અધ્યક્ષ વાસુદેવ પટેલ એરપોર્ટ ના મુખ્ય દરવાજા પાસે વાત કરતા ઉભા હતા .. રાશરીય અધ્યક્ષ હરકિશન તિવારી ના મોટા મોટા કટ ઓઉટ્સ મુખ્ય હતા ..જુદા જુદા હોદ્દેદારો એ પોતાના શુભ સંદેશ સાથે બોર્ડ બનાવ્યા હતા એ પણ લ્લો એ ક્યાં જગ્યા મળી ત્યાં લગાડ્યા હતા ..
" શું લાગે છે પાર્ટી અધ્યક્ષ શેની જાહેરાત કરશે? ". આભાર એ અજાણ્યા થઇ ને પૂછ્યું.
" અરે આભા આ વાસુદેવ દાદા અહીં ઉભા છે એ આપણા બેવ કરતા બહુ અનુભવી છે આપડે એમને જ પુછીયે ને ?".
વાસુદેવ પટેલ આ બંને ની વાતો સાંભળી ને મરક મરક મનમાં હસતા હતા આભા અને વિકાસ બંને એમની સામે જોઈ રહ્યા .. એમને વાસુદેવ પટેલ ના ચહેરા પરથી અનુમાન લગાવી દીધું કે વાસુદેવ અત્યારે એમની મજાક કરી રહ્યા છે
" મને લાગે છે મેં ખોટો પ્રશ્ન પૂછ્યો ?" આભાર જાણે ક્ષોભિલી પડી ગઈ
" છોકરા ઓ હું મનુ છું કે તમે રાજનીતિ માં નવા છો ..પણ મારા મત મુજબ તમે બંને જણ અહીં ઉભેલા તમામ નેતાઓ અને કાર્યકર્તા ઓ ને પાણી પીવડાવો એવા છો ". વાસુદેવ મનમાં હસતા આટલું બોલ્યા બોલ્યા પછી પણ તેમના ચહેરા પર સ્મિત હતું
" દાદા એટલે તમે કહેવા શું માંગો છો ?" વિકાસે એક દીધા માં પૂછ્યું.
" જો વિકાસ તું મિનિસ્ટર છું ને હું પાર્ટી અધ્યક્ષ છું છતાં તને હું ટુંકારો કરી ને બોલવું છું એનો મતલબ એમ કે રાજનીતિ માં મારો અનુભવ તમારા બંને થી વધારે છે " વાસુદેવ ના ચહેરા પર હાજી હાસ્ય હતી
સામે આભા અને વિકાસ બંને હોશિયાર હતા એટલે મનોમન સમજી ગયા કે વાસુદેવ દાદા ને કૈક ગંધ આવી ગઈ છે . આભા અને વિકાસ ને શું બોલવું એ કઈ સમજાતી ન હતું.
" ચાલો હું જ તમને સામેથી કહું " અત્યારે વાસુદેવ નો રાજનીતિ નો અનુભવ બોલતો હતો " વાત એમ છેકે આપડો પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ હવે અનંતરાય શિંદે ને મુખ્ય મંત્રી બનાવવા માંગતા નથી ..એનો પ્લાન તૈયાર થઇ ગયો છે શું પ્લાન તૈયાર થયો છે એની મને ખબર નથી " વાસુદેવ આટલું બોલી ને અટક્યા અને આભા અને વિકાસ ના ચહેરા નું નિરીક્ષણ કરવા લાગ્યા
આભા અને વિકાસ કૈજ બોલવાનું પરિસ્થિતિ માં ન હતા બંને ને મનમાં વિચારતા હતા કે આગળ શું વાત કરવી
" ચાલો તમારે નના બોલવું હોય તો હું આગળ બોલું .. અનંતરાય શિંદે ને મુખ્યમંત્રી પદ પરથી દૂર કરી ને જગતનારાયણ ચૌહાણ ને મુખ્યમંત્રી બનાવ નો પ્લાન છે રાષ્ટ્રીય અધ્યક્ષ નો ....". વાસુદેવ મહેતા ના ચહેરા પર સ્મિત હતું અને એક ધરી નજરે એ આભા અને વિકાસ ની સામે જોતા હતા
આભા અને વિકાસ જાણે એક પથ્થર ની મૂર્તિ નાની ગયા હતા બંને ની આંખો પહોળી હતી ..કેમ કે બંને હાજી સુધી એવુજ સમજતા હતા કે આવી ગંદી રાજનીતિ ની ખબર એ બંને સિવાય બીજા કોઈ ને નથી
ક્ષરે વિકાસ ને ભાન આવ્યું તેને આજુ બાજુ જોયું કોઈ એ આ મહત્વ ની વાત સાંભળી તો નથી ને.
" આજુબાજુ ના જોઇ વિકાસ કોઈ આટલી મહત્વની વાત સાંભળે એ રીતે હું ના જ બોલું ".
" પણ દાદા ..તમે ..આઈ મીન તમને .. આ બધી .." આભા જાણે હાજી મૂર્છિત અવસ્થા માં થી બહાર જ નથી આવી.
" જુવો છોકરાઓ હું પાર્ટી નો પ્રાંત અધ્યક્ષ છું અને તમારે એક અધ્યક્ષ તારી કે સારી કામગીરી કરવી હોય તો તમારે આંખો ને કામ ખુલ્લા રાખવા પડે ..અને મને એ પણ ખબર છે કે આ સેકન્ડ સુધી તમે બંને એમ માનતા હતા કે આ વાતની કોઈ ને કાઢી ખબર નથી ". વાસુદેવ ના ચહેરા પર હજી સ્મિત હતું.
" તો પછી દાદા આગળ ....".
વાસુદેવ વિકાસ ને બોલતા અટકાવ્યો
" આગળ ની ચર્ચા અહીં કરવી સારી નથી ..એટલું યાદ રાખજો હું તમારો સાથે છું ". વાસુદેવ પટેલ આટલું બોલ્યા અને આભા અને વિકાસ ના ચહેરા પર આનંદ આવ્યો.
" સર તમે તો બધું જાણો છો " વિકસે ક્ષણિક ખુશ થતા કહ્યું
" હું એ પણ જાણું છું કે તમે જગતનારાય ચૌહાણ કરતા પણ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે અને મને વિશ્વાસ છે તમે એને સફળ નહિ થવા દો " વાસુદેવ મહેતા જાણે એ બંને નું મગજ વાંચી ને બોલતા હતા
' દાદા આ વાત તો હાજી અમે બેજ જાણીયે છીએ " આભા એ આશ્ચર્ય સહ પૂછ્યું
"મેં જે છેલ્લે કહ્યું એ ફક્ત મારુ અનુમાન અને વિશ્વાસ છે . જે હોય એ હું તમારી સાથે જ છું હવે આપણે અધ્યસક્ષ ને આવકારવાની તૈયારી કરીયે ". એમ કહી વાસુદેવ અંદર તરફ ગયા ..વિકાસે અને આભા એ એક બીજા સામે જોયું અને યંત્રવત તેમની પાછળ ગયા
આ વાત ચિત ચાલતી હતી તે સમયે એરપોર્ટ થી ૧૫ કિલોમીટર દૂર એક મોટો ગાડી નો કાફલો એરપોર્ટ તરફ આવી રહ્યો હતો જેમાં પહેલી ગાડી મર્સીડીઝ હતી તેમાં જગતનારાયણ ચૌહાણ , સુદીપ ચૌહાણ બેઠા હતા . સૂર્ય સીંગ ની ગાડી તેમની પાછળ હતી અને જે લોકો જગતનારાયણ ના પાક્કા કાર્યકર્તા હતા એ લોકો ની ગાડી ઓ તેમની પાછળ હતી
" બાપુજી બજાજે એવું કહ્યું હતું કે પૈસા લેવા તમારા માણસ ને મોકલજો પણ મેં પ્લાન જુદો બનાવતી હતો ..બજાજ ના જુહુ વાળા બંગલે થી માનવતા વિધવા આશ્રમ સુધી જેટલી ચેક પોસ્ટ આવતી હતી એ બધી ચેક પોસ્ટ માં કહ્યું હતું કે જે વ્યક્તિ ના મોબાઈલ માં મારો અને એ વ્યક્તિ નો ફોટો હોય એને ચેકીંગ વગર જવા દેજો અને બજાજ નો પેલો ખાશ માણસ અંશુમાન પૈસા લઈને નક્કી કરેલી જગ્યા એ પહોંચાડી ગયો છે " સુદીપે જલ્દી થી કહ્યું
" એ જે થયું એ પૈસા સમયસર પહોંચી ગયા એટલું સારું છે " જગતનારાયને એટલો જવાબ આપ્યો ત્યાં જ ગાડીઓ એરપોર્ટ માં પ્રવેશી