આગળ ના ભાગમાં આપણે જોયું કે આરવ વ્યાના ના વિચારો માં ગૂમ થઈ જાય છે કંઈક તો એવી વસ્તુ હતી જે વ્યાના ને બધી છોકરીઓ થી અલગ પાડતી હતી અને એ જ આરવ ને સ્પર્શી ગઈ હતી ...
આરવ અને ભાર્ગવ પણ સૂઈ જાય છે અને આપણા સપનાં ના રાજકુમારી તો સપનાંઓ માં ખોવાયેલા છે આરવ પણ ઊંઘ તો આવતી નથી પણ પછી એ પણ ક્યારેય વિચારો માં ખોવાઈ જઈ ને સૂઈ જાય એ ખ્યાલ જ રહેતો નથી..
આવું ને આવું થોડાં દિવસ ચાલ્યું જ્યાર થી વ્યાના ઇન્ટરવ્યુ આપી ને ગઈ હતી ત્યાર થી આરવ એ બીજી કોઈ છોકરી ની સામે જોયું ન હતું કે ન કોઈ ને ઘરે લઈ ને આવ્યો હતો અને પાર્ટી માં પણ જવા નું ટાળતો હતો ..
ભાર્ગવ ને નવાઈ લાગતી હતી કે જે માણસ એક કલાક પણ સરખો ઘરે નહિ રહેતો એ ઘરે થી કશે બહાર જતો નથી આ કેમ નું હોય શકે ...
ભાર્ગવ અને આરવ બંને અગાસી ઉપર ખુલ્લાં વાતવરણ માં બેઠા બેઠા ચા ની ચુસકી લઈ રહ્યા હતા ,
ભાર્ગવ થી રહેવાયું નહીં એટલે એણે આખરે પૂછી લીધું...
શું વાત છે ભાઈ હમણાં ઘરે જ હોય છે ન કોઈ નૈના n કોઈ સુનિધિ કઈ દુનિયા માં ગૂમ થઈ ગયો ક્યાંક કોઈ ના થી પ્રેમ તો નહીં થઈ ગયો ને અમને પણ કહેજો ઘર ના જ છીએ ... ભાર્ગવ હસતાં હસતાં કહે છે અને બંને હસવા લાગે છે ...
આરવ :- ભાઈ પ્રેમ અને મને તું આવી મજાક કરીશ એ ખબર નહોતી હો.....
બંને હસવા માંડે છે આમ જ મજાક મસ્તી કરતા બંને સૂઈ જાય છે અને સવારે રૂટિન મુજબ પોતપોતાના કામ માં લાગી જાય છે ..
આજે આરવ અને ભાર્ગવ બંને ને બહુ કામ હોવા થી બંને સવાર થી બોપર સુધી થોડાં ભી ફ્રી ન થઈ શક્યા અને આજે આરવ પૂરે પૂરો થાકી ગયો હતો તે મીટીંગ માંથી આવી અને શાંતિ થી પોતાની ઑફિસ માં જઈ ને માથું નમાવી ને બેઠો ત્યાં જ તેના ફોન ની રિંગ વાગી જોયું તો ભાર્ગવ હતો .
ભાઈ તું આવી ગયો મીટીંગ માંથી બહુ ભૂખ લાગી છે તું આવી ગયો હોય તો ચાલ ફાટફાટ કંઈક ખાવા નું મગાવ હું પાગલ થઈ જઈશ ભૂખ માં ભાર્ગવ કહે છે ..
ભાઈ તું આવી જા મારી કેબિન માં તને કશું થવા નહીં દવ એટલું ખવડાવી દઉં આરવ કહે છે ...
ભાર્ગવ આવતો હોય છે ત્યાં તેને કોઈ અજાણ્યા નંબર પર થી ફોન આવે છે એ ઉઠાવે છે સામે થી એક છોકરો એક દમ પ્રેમ થી હલ્લો કહે છે...
Hello સર હું વ્યાના વાત કરું છું હમણાં થોડા દિવસ પહેલાં ઈન્ટરવ્યુ માં સિલેક્ટ થઈ હતી એ સર હું કાલ થી જોઇન કરી શકું ? વ્યાના કહે છે ..
હા હા સ્યોર આવી જજો કાલ થી જરૂરી ડોક્યુમેન્ટ સાથે લઈ ને આવજો ભાર્ગવ કહે છે ...
વાત પત્યા પછી ભાર્ગવ આરવ ની કેબિન માં જાય છે જમવા નું આવી ગયું હોવા થી બંને જમી લે છે ત્યાં ભાર્ગવ ને યાદ આવે છે વ્યાના નો કોલ હતો...
ભાઈ કાલે પેલી છોકરી ઓફિસ જોઈન કરશે ભાર્ગવ કહે છે .. કોણ ભાર્ગવ આરવ પૂછે છે , જેનું તે ઇન્ટરવ્યુ લીધું હતું એ આરવ ની આંખો એકદમ ચમકી ઊઠે અરે વ્યાના ની વાત કરે છે તું આરવ થી ઉતાવળ માં બોલાઈ જાય છે ...
તને નામ પણ યાદ છે વાહ અત્યાર સુધીમાં કોઈ એમ્પ્લોય ના નામ તને યાદ રહ્યા નથી દાળ માં કઇક તો છે નહીં ભાર્ગવ બોલે છે ...
જોઈએ હવે આગળ શું થઈ છે વ્યાના અને ભાર્ગવ ના જીવનમાં શું નવા નવા મોડ આવે છે ...
Thanks for reading 💖
:- ધૃતિબા રાજપૂત