Bus ek Raat...- 3 in Gujarati Love Stories by dhruti rajput books and stories PDF | બસ એક રાત.... - 3

Featured Books
Categories
Share

બસ એક રાત.... - 3




    હેલ્લો સર અવાજ સાંભળતા આરવ એ તેની સામે જોયું તો જોતો જ રહી ગયો એકદમ પરફેક્ટ એવું કહીએ તો ચાલે એવી છોકરી એની સુંદરતા માં કોઈ પણ મોહી જાય એવી આરવ તો જાણે એમ મોહિત જ થઈ ગયો ...


     હેલ્લો friends આપણે આગળ ના ભાગમાં જોયું કે આરવ અને ભાર્ગવ ઓફીસ એ આવી ગયા ભાર્ગવ ને કોઈ important કામ હોવા થી ઇન્ટરવ્યુ આરવ લઈ રહ્યો હતો બધા ના ઇન્ટરવ્યૂ લઈ અને લાયકાત ના હિસાબે સિલેક્ટ કરતો જતો હતો.


  ત્યાં જ એક છોકરી નો અવાજ આવે છે હેલ્લો sir હવે આગળ....


  આરવ તેને આવવા માટે ની પરમિશન આપે છે આરવ તેને જોતાં જ જાણે પોતાની ભાન ભૂલી ગયો હોય છે તેને આગળ શું વાત કરવી એ પણ સૂઝતું ન હતું પછી થોડો હોશમાં આવે છે અને પ્રશ્ન પૂછવા નું ચાલુ કરે છે એના સટિક જવાબો સાંભળી અને તેના નૉલેજ ના આધારે આરવ ઇમ્પ્રેસ થઈ જાય છે અને વિચારે છે ખરેખર સુંદરતા અને નોલોજ નો ખજાનો છે આ છોકરી..


    અરે ચાલો એ છોકરી સાથે તમને મડાવું જેના રૂપ થી આરવ સંપૂર્ણપણે પાગલ થઈ ગયો હતો લાંબા વાળ શ્યામ રંગ પણ નાક નકશો જાણે હુર ની અપ્સરા જેવો એક દમ કાળી આંખો અને એમાં સહેજ એવું કાજળ રેલયેલું મોઢા ઉપર કોઈ મેક અપ નહિ બસ હોઠ ઉપર સેજ એવી લિપસ્ટિક છતાં ભપકા દુનિયા થી અલગ તરી આવતી આ નમણી કન્યા એટલે વ્યોમા..


   વ્યોમા હાલ તો હજુ સ્ટડી જ કરી રહી હતી પણ સાથે પોતાની જાત ઉપર કઈ ને કઈ રીતે કંડારવા ની આદત તેને શીખવા ની ધગશ અને સાથે નાના એવા ગામડાં માંથી શહેરમાં પગભર થવા ની ચાહ સાથે એક નવું ડગર માંડવા જઈ રહી હતી આમ તો ન ચંચળ ન નાદાન એકદમ કહેવાય ને કે સમયની સાથે ઘા પામેલી સહજ છોકરી છે..


    Congratulations 🎉 મિસ વ્યોમા તમારું સિલેક્સન થઈ ગયું છે તમે ક્યાર થી જોબ સ્ટાર્ટ કરી શકો છો આરવ એ પૂછ્યું.


સર હું અત્યારે તો જોબ સ્ટાર્ટ ન કરી શકું મારે એક્ઝામ છે એટલે સોમવાર થી હું ઓફીસ ચાલુ કરી દઈશ થેંક્યું સર.


   ઓકે મિસ વ્યોમા કોઈ પ્રોબ્લેમ નથી તમે જ્યારે રેડી હોવ ત્યારે  રીમાઇન્ડર આપી અને ઓફીસ જોઈન કરી શકો અને વ્યોમા જતી રહી.


  વ્યોમા તો જતી રહી પણ આરવ ના મનમાં જાણે આમ વસી ગઈ એ તો એની સાદગી અને સુંદરતા માં જાણે મોહાય જ ગયો વિચારવામાં વ્યસ્ત થઈ ગયો કોઈ એટલું સુંદર અને સહજ કેમ હોય શકે અને વ્યોમા ના દરેક વિચારો જાણે મૂવી ક્લિપ ની જેમ ચાલવા માંડ્યા અને એ વિચારોના સમૂહની સાથે આરવ પણ વ્યોમા માં દોરવા લાગ્યો....


  ભાઈ ચાલ મોડું નહિ થતુ આમ તો રોજ ઓફીસ નો ટાઇમ પૂરો થાય એટલે ભાગ ભાગ કરતો હોય આજ કેમ સાવ શાંતિ થી બેઠો છે ક્યાંય જવા નું નથી આજે શું ? ભાર્ગવ આરવ ને કહે છે .


   શું ભાઈ  તું પણ ગજબ પાર્ટી બાદલે તે તો કીધું હતું કે આજ ઘરે જવા નું છે મમ્મી પપ્પા ને મળવા ભૂલી ગયો ને તું બહુ ભૂલકણ થઈ ગયો બદામ ખા બદામ આરવ અને ભાર્ગવ મસ્તી કરતા કરતા ઓફીસ ની બહાર નીકળી ગયા અને જવા લાગ્યા આરવ ના ઘરે પણ આરવ આજ અલગ જ વિચારોમાં ગુમ હતો એને જોઈ ને ભાર્ગવ ને થોડું આશ્ચર્ય થયું ...


જોઈએ હવે આગળ ના ભાગમાં વ્યોમા મેડમ આરવ ના દિલ માં શું શું તબાહી મચાવે છે એ એ માટે વાચતા રહો ધારાવાહિક અને પ્રતિભાવ આપતા રહો..

Thank you for reading 💖 

:- ધૃતિબા રાજપુત