મારી સાથી ..મારી અર્ધાંગિની
એ મારા સુખ ની સાથી અને દુઃખ ની સંગાથી છે. મારા ગૃહસ્થ જીવન નો સ્નેહભર્યો સંગાથ છે. એનો સંગાથ સ્નેહ ભર્યો એટલે છે કે દરેક આફત સામે સસ્મિત લડી છે એ.
મારા જીવન માં સૌથી અગત્ય જો કોઈ નું યોગદાન હોય તો તે મારી ધર્મપત્નિ કામિની નું છે.એ મારા સુખ ની સાથી અને દુઃખ ની સંગાથી છે.જીવન ના રસ્તા પર આવતી મુશ્કેલીઓની સ્નેહભર્યો સંગાથછે
હું એવા ચાર તબક્કા ની વાત કરીશ જેમાં તમને મારી પત્નીની આવડત,તાકાત, સહનશક્તિ અને વ્યવહાર કુશળતા ના દર્શન થશે.
2001 માં લગ્ન પછી નાનું એક રૂમ ના ઘર માં ૬ વ્યક્તિનો સમાવેશ થોડો મુશ્કેલ હતો.અમે રાજી ખુશી થી ઘર માંથી માત્ર ઈષ્ટદેવ ને સાથે લઈ ને અલગ નિકળ્યા. તે સમયે મારું પગાર ધોરણ હતું માત્ર ૨૦૦૦રૂપિયા હતું.તેમાંથી ઘર ચલાવવું અને ઘર ભાડું ૯૦૦/રૂપિયા આપવું.લાઇટબીલ,ગેસ સિલિન્ડર ચાર્જ, આ બધું ચૂકવતા હાથ પર કશું બચતું નહોતું.છતાં તેને કોઈ પણ ફરિયાદ વગર ધીમે ધીમે ઘર ની ચીજવસ્તુ વસાવી અને દર મહિને 300 રૂપિયા બચાવા લાગી.હું ખાનગી ઓફિસ માં કામ કરતો એટલે ત્યાં ત્રણ વરસે ૫૦૦રૂપિયા વધતા. જે મારી જરૂરિયાત અને મોઘવારી સામે નહીવત હતા.
આ સમયગાળો મારી માટે પણ કપરો હતો.ઘર ની જવાબદારી પહેલી વખત માથે પડી હતી.ધીમે ધીમે તંત્ર થોડું સુધર્યું. એ સમય માં બે બાળકો એ પરિવાર ને સંપૂર્ણ કર્યો. હવે ઘરનું કામ, અને સમયસર નાના છોકરાની બધી માવજત. શારીરિક કસોટી તો ખરી માનસિક થાક પણ તેના ચેહરા પર જણાઈ આવતો. આ સંઘર્ષ ના દિવસો માં પણ મારી સાથે અડીખમ ઊભી રહી.
કહેવાય છે કે મુશ્કેલી આવે ત્યારે બધી બાજુ થી આવે ૨૦૦૬ માં મારા પપ્પા સ્વર્ગવાસી થયા.ત્યારે મારો છોકરો માત્ર ૨૦ દિવસ નો હતો..એને પૂરતો આરામ પણ ના મળ્યો અને તેને અહીં આવી ને બધા વ્યવહાર સાચવ્યા.પપ્પા ની જે કર્મકાંડ થી સામાજિક વ્યવહાર સુધી ની બધી જવાબદારી એને ઉપાડી લીધી.તે પણ ૨૦ દિવસ ના બાળક ની સાથે.
2010 માં અમે બંને રાતે નિદ્રામાં હતા ત્યારે અમારે ઘરે ચોર ત્રાટકયા.અને એનાં મારા તમામ ઘરેણા લઈ ગયા. હવે આ પરિસ્થિતિ મારા માટે અસહ્ય હતી. ટીપે ટીપે ભેગી કરેલ મૂડી એક ઝાટકે જતી રહી.શું કરવું? સમજ નહોતી પડતી ત્યાં..મે ન્યૂઝ પેપર આપવા નું કામ શરૂ કર્યું.પછી મને ટ્યુશન નું કામ મળ્યું અને અમારી ગાડી ધીમે ધીમે ગબડવા લાગી.
2012 માં મને અચાનક ડેગ્યુ થયો અને મારી તમામ ટ્રીટમેન્ટ બાદ ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા હતા.પણ તેનો અતુટ વિશ્વાસ મને પાછો લઈ આવ્યો. એ ઠાકોરજી ની અનન્ય ભક્ત છે.જીવન માં જ્યારે મુશ્કેલી આવે એ ઠાકોરજી ને કહે સહાય કરવાનું.
ઠાકોરજી એની વાત માને છે
ધર્મ પારાયણ છે,સમજું છે, શિક્ષિત છે.આજે પણ હું હિંમત હારી જાઉં તો એ પીઠબળ આપે છે.
આજે ગામ માં બે માળ નું પાકું મકાન છે, એ સિવાય તમામ પ્રકાર ની ભૌતિક સુખ સુવિધા છે.સમાજ માં બે પૈસે થયા નું માન છે.
પત્ની જ ઘર બનાવી જાણે એ ઉક્તિ ને એને સાકાર કરી છે. શૂન્ય માંથી સર્જન કર્યું છે.એના સ્નેહ ભર્યા સંગાથ થી અમે આજે જીવન ની અડધી મજલ કાપી ચૂક્યા છે.અને બીજી એના હાથ માં હાથ થી,સ્નેહ ભર્યા સંગાથ થી,હૂફ અને વિશ્વાસ થી પૂરા કરીશું.
જે ઘરમાં સ્ત્રીઓને સન્માન મળે એજ ઘરમાં બરકત આવે. લક્ષ્મી પણ ત્યાંજ વસે જ્યાં ગૃહલક્ષ્મી પૂજાય.
હું આ લેખ દ્વારા હું એનો જેને મારા સુખદુઃખ માં સાથ આપ્યો એવી મારી પત્ની નો આભાર માનું છું.વાતો તો બીજી ઘણી છે..પણ ફરી ક્યારેક..