Sambandho na Taanavana - 2 in Gujarati Love Stories by kanvi books and stories PDF | સબંધો ના તાણાવાણા... - 2

The Author
Featured Books
Categories
Share

સબંધો ના તાણાવાણા... - 2

સવારે એલાર્મ વગાડે એ પહેલા જ આંખો ખુલી ગઈ હતી. બારણાંની બાજુથી ભીના કપડાંના હલકા છાંટા આવ્યા, અને બાલકનીમાંથી વહેલી સૂર્યકિરણો છૂટી પડતી હતી. પણ એની અંદર અજવાળું નહોતું. તકલીફ હતી – આંખ ખોલી ને ફરી ઘરની ‘લિસ્ટ’ યાદ કરતી એ કુદરતી રેકશન બની ગયું હતું.


પ્રેરણા ઘરમાંથી મળતી નાનાં-મોટાં સૂચનો વચ્ચે જીવતી હતી.
"મમ્મી, લંચ મા રોટલી કરતા પરાઠા વઘારજે ને!"
"બાવા માટે બ્રેડ નહિ, થેપલા લેવા યાદ રાખજે!"
"અમે ભાઈભાઈ વચ્ચે શું વાત કરીએ એ તને પૂછવાની જરૂર નથી!" –
આ બધું એ સાંભળતી હતી, ભળતી નહોતી. પોતે કેટલીવાર 'હા' પાડી હતી, તેની ગણતરી પણ ભૂલી ગઈ હતી.

દિવસ દરમ્યાન અનેક નાની-મોટી ફરજીઓ, દરેકના માટે સમર્થ રહેવાની જવાબદારી, અને પોતાનું અંતર દફનાવતી જીંદગી. કોઈએ પૂછ્યું નહિ કે – "તારી આજના દિવસે તું શું ઇચ્છે છે?"

એક દિવસ સવારે એ પતિ પ્રવિણ સાથે નાસ્તો કરતા અચાનક પૂછે છે:
"તમે ક્યારેય વિચાર્યું છે કે મને શું ગમે છે?"

પ્રવિણ, અંગત મોબાઈલમાં વ્યસ્ત, ઘૂંટ ભરીને કહ્યું:
"મને ખબર છે તને શું ગમે છે… તને બધાને ખુશ રાખવું ગમે છે."

પ્રેરણાને એ જવાબ કાંટા ની જેમ લાગ્યો.
એમને શું ખબર કે એ ‘ખુશ’ રાખતી નથી – ‘ખુશ દેખાવા મજબૂર છે’.

ઘરમાં પ્રેમ હતો, પણ એ પ્રેમ ક્યારેય પૂછતો નહિ કે તું ખુશ છે કે નહિ. એ પ્રેમ ફરજ અને આધુનિક સંબંધોના પાયે ઊભેલો પથ્થર જેવો હતો – અવાજ વગરનું ભારણ.

દીકરીનું સ્કૂલ પ્રોજેક્ટ હતું – "મારું રોલ મોડેલ કોણ?"
પ્રેરણાએ વિચાર્યું કે એ લખશે “મમ્મી”.
પણ બાળકી લખી આવ્યું –
"મારું રોલ મોડેલ પપ્પા છે, કેમકે એ રોજ ઓફિસ જાય છે અને બધાને ખુશ રાખે છે."

એ પળે જે પ્રેરણાની અંદર કંઈક તૂટી ગયું.
એ જાણતી હતી કે દીકરીએ ખોટું નથી લખ્યું… પણ કદાચ એને એ ક્યારેય દેખાયું જ નહોતું કે મમ્મી આખો દિવસ ચાલે છે, વાંધા વગર, ફરિયાદ વગર…

એણે તરત ડાયરીમાં લખી નાખ્યું:
"સંબંધોની વચ્ચે, રોજ મારી જાતને ગુમાવું છું… અને દરેકને સાચવવામાં હું ખાલી થઈ રહી છું."

સાંજ સુધી એ મૌન રહી. બધું સમાન હતું… ઘર, લોકો, અવાજો.
પણ એ મૌન હવે ત્રાસરૂપ લાગતું હતું.

એમણે નક્કી કર્યું –
"હું દરેકની અપેક્ષાઓમાં પૂરું ઊતરતી રહી… હવે મારા અંદરના અવાજને પણ જરા સાંભળી લઉં."

સાંજ પડી રહી હતી. આકાશના રંગમાં ધૂંધળી જાંબલી ઝાંખી ઉમટતી હતી, અને ઘરની બારી પર એકલા બેઠેલી પ્રેરણા એ જાંબલી રંગ જેવી લાગતી હતી — અજાણી, થોડી થાકેલી અને થોડી ગૂંથાયેલી. અંદરથી કંઈક ખૂંદી રહ્યું હતું, પણ શબ્દો તરીકે બહાર આવતું નહોતું.

આજે બે દાયકા પછી એમના ઇનબોક્સમાં ફરી એકવાર એ નામ દેખાયું હતું…
"મયંક."

પ્રેરણાનું હૃદય ઝબક્યું. સમય એક ક્ષણ માટે સ્થિર થઈ ગયો.
આ એ જ મયંક હતો… એક કસૂંબી રંગની યાદ જે તેણે વર્ષો પહેલા ગોઠવી દીધી હતી — પણ ભુલાવેલી નહોતી.


---

⏳ પહેલાની વાત…

પ્રેરણા માટે મયંક માત્ર પ્રેમ નહોતો. એ એક મિત્ર, એક સાથી, અને એક એવો માણસ હતો, જેની સાથે તેણે પોતાનું અસ્તિત્વ ખુલ્લું રાખ્યું હતું.
કૉલેજના દિવસોમાં બંનેની ઓળખ પ્રોજેક્ટથી શરૂ થઈ હતી. લાઈબ્રેરીના શાંત ખૂણામાં બેઠા એ બે લોકો વચ્ચે જીવનનાં અનેક પડછાયાઓ વહેતી હતી. સમયની સાથે એ એક બીજાની ભાષા સમજી ગયા હતા. પ્રેમ કદી ઇઝહાર થયો નહોતો… પણ લાગણીઓ ઓપન સીક્રેટ હતી.

એક દિવસ એમણે સાથે વરસાદમાં ઊભા રહીને ચાહ પી હતી. એ પળમાં મયંક એ પૂછ્યું હતું:
"શું આપણે સાથ રહી શકીશું?"

પ્રેરણાએ હસીને કહ્યું હતું:
"હું તને ગુમાવવાની હિંમત નથી…"
અને એ જવાબ બંને માટે અર્થસભર હતો.

પણ પિતાની સાથે થયેલી કોઈ વાતચીત, ઘરની અંદરના સંસ્કારના સંઘર્ષ અને જીવનની અનિશ્ચિતતાઓ વચ્ચે, એ સંબંધ કહ્યા વિના તૂટી ગયો. મયંક વિદેશ ગયો… અને એ પત્રલેખન, પછી ઈમેલ, પછી મૌન. અંતે લાગણીઓ વાંચી ન શકાતી એવી ડિજિટલ ધૂંધમા છૂપી ગઈ.


---

📩 આજનું સંદેશ…

"હાય… હું ફરી પાછો ભારત આવ્યો છું. એ ટ્રેન સ્ટેશન પર છેલ્લી વાર મળ્યા હતા એ યાદ છે? મને ખબર છે તું હવે બીજું જીવન જીવી રહી છે. પણ તું આજે પણ મારું સૌથી સાચું સંબંધ છે.
એકવાર મળી શકાય એવું લાગે છે…"
– મયંક.

પ્રેરણાની ઘૂંટ ચા ઠંડી થઈ ગઈ. એ ખબર હતી કે જવાબ આપવો તટસ્થ હોઈ શકે છે… પણ અંદરથી તરંગો જેવી લાગણીઓ ઊભી થવા લાગી. સંબંધ તૂટી ગયા હોય, પણ લાગણીઓ ક્યાંય ક્યાંય ફરી જીવતી થઈ જાય… ખાસ કરીને જ્યારે એ કદી પૂરતી રીતે સમાપ્ત ન થઈ હોય.


---

🏠 ઘરમાં મૌનનો તોફાન

એ દિવસ પતિ પ્રવિણ ઊંડા વિચારમાં લાગેલા હતા. પ્રેરણાએ જોયું કે પ્રવિણ પોતાનાં જીવનમાં પણ એક અનકહેલી થાક લાવી બેઠા છે. બંને એકબીજાની સાથે હતા, પણ કદાચ ઘણા વર્ષોથી એકબીજાને ‘જોઈ’ શકતા નહોતા.

પ્રવિણના કંદના પર હાથ રાખી પૂછ્યું:
"તું ખુશ છે?"
પ્રવિણ અચાનક ચોકી ગયા.
"હા... કેમ એવું પૂછે છે?"

પ્રેરણાએ નિરુપદ્રવી રીતે કહ્યું:
"ક્યારેક લાગે છે કે આપણે બંને એક એવા ઘરમાં રહીએ છીએ જે એકબીજાથી બહુ દૂર છે…"

એમણે વાત બહુ ન ખેંચી. પણ એ વાત પછી એમને સમજાઈ ગયું કે હવે એનાં જીવનના કેટલીક પડછાયાઓ સામે ઊભા થવાનો સમય આવી ગયો છે.


---

📞 મયંક સાથે ફરી સંવાદ

પ્રેરણાએ આખરે મેસેજ મોકલ્યો:
"તને મળી શકાય છે. પણ માત્ર વાત માટે. હું એ સ્ત્રી નથી જે તું ત્યારે ઓળખતો હતો – પણ એની અંદર હજી પણ હું છું…"

એમણે મળવાનું નક્કી કર્યું એ કાફેમાં, જ્યાં પહેલા રોજિંદી મળાપાટીઓ થતા. લગભગ ૧૭ વર્ષ પછી.

મયંક એ દેખાતા જ, બંને વચ્ચે કોઈ શંકા કે દુરાવ નહોતો. લાગણીઓ વહેતી રહી. મયંક એ કહ્યું:
"તને જોઈને એવું લાગે છે કે સમય આગળ ગયો પણ તું હજુ પણ સાચી રહી…"

પ્રેરણાએ શાંતિથી જોયું અને કહ્યું:
"હું બદલાઈ છું મયંક… પણ એ બદલાવ એટલો આવશ્યક હતો કે હવે હું કોઈની છબી નથી… હું હું છું."

બંને ઘણું બોલ્યા નહીં. પણ એક વાક્યમાં ઘણું બોલાઈ ગયું.

"શું તને ક્યારેય અફસોસ થયો?"
"એટલો નહિ કે ફરી લખવું મન થાય… પણ એટલો જરૂર કે પોતાને ભુલાવું નહિ."


---

💭 રાત્રે... પોતાને મળવાનું શરૂઆત

એ રાત્રે સંવાદ શાંત હતો. ઘરમાં પણ અને દિલમાં પણ. પણ એ મૌનમાં શાંતિ હતી.

પ્રેરણાએ પોતાની જૂની ડાયરીનો એક પાનું ઉલાળ્યું… એ પાનું, જ્યાં લખેલું હતું:
"પ્રેમ હોય કે સંબંધ… બંને તૂટે એ પીડા છે. પણ જે તૂટી ન શકે એ પોતાનું સ્વરૂપ છે."

એ જાણતી હતી કે મયંક સાથે મળી એવું લાગ્યું કે જીવતી વાતો ફરીથી જગાઈ…
પણ હવે એ ચાહતી હતી એવી જગ્યા જ્યાં એ પોતાની સાથે સાચી રહી શકે – ભૂતકાળના ગીતો હવે નવા શબ્દો માગતા હતા.