Sambandho na Taanavana - 4 in Gujarati Love Stories by kanvi books and stories PDF | સબંધો ના તાણાવાણા... - 4

The Author
Featured Books
Categories
Share

સબંધો ના તાણાવાણા... - 4


"કેટલીય વાતો સમય ચૂપચાપ લઈ જાય છે,
પણ એના પડછાયાં – હજી જીવતાં રહે છે..."

પાંખોજ એ જમવાના વેળાએ પ્લેટમાં હાથ મૂક્યો…
અને જમતાં જમતાં અચાનક પુછ્યું –
"Avni જમ્યું કે નહીં?"

પ્રેરણાએ કહ્યું – "હાં… તે પોતે લઈ ગઈ હતી થાળી."
પાંખોજ પાસે એને જવાબ આપવાનો કોઈ શબદ રહ્યો ન હતો.
એમના દિમાગમાં એકજ વાક્ય વાગતું રહ્યું –
"હવે એ મને પૂછતી નથી."

પાંખોજ એ પોતાનાં પિતાને જોયા હતા –
ઘર ચાલાવ્યું, બાળકોને ભણાવ્યાં, પરિવાર માટે પોતાનું બધું આપી દીધું.
પણ પ્રેમ શું હોય છે? એ ક્યારેય પૂછ્યું નહોતું…
ક્યારેય લાગણીઓનો ખ્યાલ કર્યો નહોતો…

પાંખોજ પણ એવું જ થવા લાગ્યો હતો.
એમને લાગતું હતું કે “બહેન દાંડી પર ટકી છે”… પણ હકીકત એ હતી કે ઘરમાં મૌન લટકતું હતું.

પ્રેરણાના મૌનને એ ભયથી નاپતો હતો.
Avni ની દૃષ્ટિ પણ હવે એની સાથે મમત્વથી નહિ, એક દુરીથી દેખાતી હતી.N nhi

પાંખોજ એ પોતે માટે સમય કાઢવો શરૂ કર્યો.
એ જિમ ગયો, થોડું લખવાનું શરૂ કર્યું.
પણ અંદરનો ખાલીપો – એ યથાવત રહ્યો…

પ્રેરણાની notebook એક દિવસ ખૂણામાં પડી ગઈ હતી.
પાંખોજ એ વાંચવાની હિંમત કરી.

> “મને લાગ્યું કે હું કોઈ સંબંધમાં નથી,
હું માત્ર એક જવાબદારીમાં છું.
જ્યાં પોતાનું હોવું કે ન હોવું કોઈ મતલબ ન રાખે.”

એ વાક્ય પાંખોજના રદયને ઝંઝોડી ગયું.
એમણે ક્યારેય પૂછ્યું જ નહોતું કે –
પ્રેરણા હવે શું અનુભવે છે?
એ કઈ રીતે તૂટી ગઈ છે, અને કેમ એને આખું થવા કોઈ તરફથી યત્ન મળતો નથી?


પાંખોજને આજે ખ્યાલ આવ્યો કે
જવાબદારી, આરામ, ઈમેજ – બધું સાથે હોય તો પણ સંબંધ જીવે નહીં, જો લાગણી ન હોય.

એ Avni ની Drawing જોવા બેઠો.
એમાં લખેલું હતું:

> “પપ્પા બધું આપે છે…
પણ પપ્પા આપતા નથી – પોતે.”

પાંખોજ એ પોતાને પૂછ્યું –
"શું હું મારા બાળક માટે મારા દિલમાંથી કંઈ આપ્યો છે?"
"શું Avni મારી સામે પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકે છે?"

એ રાતે પાંખોજએ ચાંદ જોતા જે લખ્યું –
એમના અંદરના પુરુષના હાર્દમાંથી અવાજ આવ્યો:

> “હું પત્ની માટે હમણાં પણ પ્રેમ રાખું છું…
પણ હવે એ પ્રેમ, કાંઈ જુબાન રાખતો નથી.”

“મારું બાળક હવે મને જોઈને ખુશ થતું નથી…
કારણ કે મેં એને લાગણી નહિ, ‘મર્યાદા’ આપી.”

“મારાં સપનાઓ આજે મારી કુટુંબમાં દફન થયાં છે –
પણ કુટુંબ એની ભાવનાઓમાં દફન થઈ ગયું છે.”

એ દિવસે પાંખોજ ઓફિસ ગયો નહિ.
એ એક મેસેજ મોકલ્યો:

> “Avni, આજે શાળાથી પાછી આવે તો મને call કરજે –
હું તારા માટે પણ એક surprise મૂકી રહ્યો છું.”


અને પ્રેરણા ને કહ્યું:
> “આજે હું તને મારા માટે નહીં, પણ તારા માટે સાંભળીશ.
હું જાણવા માંગુ છું – તું ક્યાં ખોવાઈ ગઈ છે?”

પ્રેરણાની આંખો ભીની થઈ ગઈ.
એમને પહેલીવાર લાગ્યું કે પાંખોજ,
જે મૌન બન્યો હતો – આજે એ સમજાવા ઈચ્છે છે.


“પ્રેમને બોલવું ન પડે… એ જીવવું પડે.”

પાંખોજે એ દિવસ ઓફિસ જવાનું રદ કર્યું હતું. આખા ઘરમાં શાંતિ હતી, પણ એ શાંતિ ભારરૂપ ન હતી – એમાં એક નવી શરૂઆતનો સંકેત હતો.
પ્રેરણા રસોડામાં કામ કરી રહી હતી, જ્યારે પાંખોજ દરવાજા પાસે ઊભો રહીને બોલ્યો:

“શું તું થોડું બેસી શકીશ?”

પ્રેરણાએ નજર ઉંચી કરી. ઘણા દિવસો પછી એને એની આંખોમાં earnestness દેખાઈ.
એ silently ચા લઈને બેસી ગઈ.


પાંખોજ:
“મને લાગે છે, હું વર્ષોથી તને સાંભળતો જ નથી રહ્યો.
મારી પાસે કામ, જવાબદારી, Avni… બધું હતું.
પણ તું… તું ક્યાંક ખોવાઈ ગઈ હતી અને મને ખબર નહોતી પડી.”

પ્રેરણા:
“હું પણ પોતાને ખોવાવામાં વ્યસ્ત રહી…
સંબંધ એવાં છે કે ક્યારેક આપણે બીજાને સાચવતા સાચવતા પોતાનું સ્વરૂપ ભૂલી જઈએ છીએ.”

પાંખોજ એ હળવી હાસ્ય સાથે કહ્યું:
“હું તારી સાથે ફરીથી ‘અપણે’ બનવા ઈચ્છું છું.
તારા મનની વાત સાંભળવા માંગુ છું.”

પ્રેરણાની આંખોમાં કાચી લાગણીઓ ઝળકી –
એવા શબ્દો એ ઘણા સમયથી સાંભળ્યા નહોતા.

બાળકો ઘણી વાર બધું જોઈ લે છે.
Avni સ્કૂલથી આવી ત્યારે પાંખોજે એની સામે જઈને પૂછ્યું:
“આજે તું ખુશ છે?”

Avni હસી પડી:
“હું તો છું… પણ તમે બંને છો?”

એના નિર્દોષ પ્રશ્ને બંનેને ચકિત કરી દીધા.
Avni એ પછી મમ્મીને ઝપટી પકડતાં કહ્યું:
“તમે બંને વાત કરો… હું મારું હોમવર્ક પોતે કરી લઈશ.”

પ્રેરણા ને પાંખોજે પહેલીવાર સમજાયું કે બાળક માત્ર માતાપિતા વચ્ચેના પ્રેમથી સુરક્ષિત લાગે છે, જવાબદારીથી નહીં.

સાંજનો સમય હતો.
પાંખોજે કફી બનાવી – પહેલીવાર વર્ષોમાં એણે પ્રેરણાને કફી આપી.
“આ તારા માટે છે… ફક્ત તારા માટે. આજની સાંજ તારી સાંજ.”

એમણે સાથે બેસીને વાતો કરી –
એના સપના, એના જૂના દિવસો, કઈ રીતે Avni એ એમને શીખવી દીધું કે પરિવાર માટે લાગણીઓ વધારે જરૂરી છે, વસ્તુઓ નહીં.

પ્રેરણાએ શાંત અવાજે કહ્યું:
“ક્યારેક હું તારી સાથે વાત કરવા ડરતી હતી… કારણ કે મને લાગતું હતું તું મને સાંભળવા નથી ઈચ્છતો.”

પાંખોજે એને રોકતાં કહ્યું:
“હવે નહિ. હું તને સાંભળવા આવ્યો છું – રોજ સાંભળવા તૈયાર છું.”

તે રાત્રે Avniએ પોતાની ડાયરીમાં લખ્યું:

> “આજે મમ્મી હસી.
પપ્પા એને કફી આપી.
મને લાગ્યું,
ઘરમાં શાંતિ નથી – જીવંત અવાજ છે.

કદાચ હવે બધું સારું થશે…”

પ્રેરણા એ Avni ની notebook વાંચી – અને સમજાયું કે Avniના શબ્દો એ ઘરમાં ફરી પ્રાણ નાખી રહ્યા છે.


દિવસ પૂરો થતો હતો.
પ્રેરણા અને પાંખોજ બાલ્કનીમાં બેઠા હતા.
સૂર્યાસ્તની લાલ છાંટ એના દિલમાં આશાની લાલીમા ભરી રહી હતી.

“કેટલું બધું આપણે ચૂકી ગયા…” પ્રેરણાએ કહ્યું.
“હા… પણ આપણે હજી બચાવી શકીએ છીએ,” પાંખોજે જવાબ આપ્યો.

એ પળે, વર્ષો બાદ પહેલીવાર, પાંખોજે પ્રેરણાનો હાથ પકડ્યો.
એ પકડમાં કોઈ ફરજ નહોતી –
એમાં માત્ર પ્રેમ અને સ્વીકાર હતો.