વ્યસનમુક્તિ નાટક
મૂગીડોશી: અરે આ શું થયી ગયું ... મારો દીકરો કરણ બે ભાન થયી ગયો
સુરેખા : બા એમના મોઢામાં થી લોહી નીકળે છે.
વીણા: અરે હું હાલ જ ડોક્ટર ને ફોન કરું..
હેલો ડોક્ટર હાલ અમારે બાજુમાં રમણભાઈ બે ભાન થયા છે તો આવજો.
ડોક્ટર : અરે હાલ આવું છું.
ડોક્ટર અવે છે.તપાસે છે. અને કહે છે.કે મૂંગી માં આમને તો લીવર બગડી ગયું છે.એમને લીવરનું કેન્સર છે.એમને કોઈ વ્યસન હતું.
સુરેખા : સાહેબ , આખો દિવસ દારૂ પી ને પડ્યા રહે છે.અને મારી મજૂરી ના બધા પૈસા વાપરી નાખે છે.આ મારી મુન્ની અને લાલો બિચારા ભણવા જાય છે.પણ એમને નોટ કે પેન્સિલ પણ લાવી નથી આપતા.
વીણા: ડોક્ટર સાહેબ મારા ઘરવાળા પણ તમાકુ ,મસાલા અને સિગારેટ ખૂબ પિતા હતા એટલે નાની ઉંમરમાં કેન્સર થયું અને ભગવાન ના ધામમાં પહોંચી ગયા.મારા બે નાના બાળકો નું પણ એમને વિચાર્યું નહીં.
મૂંગી ડોશી: હવે તો આ કરણ ભાનમાં આવે એટલી વાર,જો દારૂ ન છોડવું તો મારું નામ મૂગી ડોશી નહીં.
ડોક્ટર : માજી તમે પહેલેથી ધ્યાન આપ્યું હોય તો આ દિવસ ન આવે.
એટલામાં કરણ ભાનમાં આવે છે.ઊભો થઈ ડોક્ટર ને પગે લાગે અને કહે સાહેબ મને લીવરનું કેન્સર સાજુ કરી આપો આજ પછીહું ક્યારે દારૂ નહીં પીવું.
વીણા અને સુરેખા : સાહેબ અહીં અમારો આખો વાસ વ્યસન કરે છે.તમે સભા ભરી સમજાવો તો સારું.
ડોક્ટર સારુ તમે બધાને ભેગા કરો
બધા ભેગા થઈ જાય છે.
ડોક્ટર: જુઓ ભાઈઓ અને બહેનો આજના જમાનામાં બધા ખૂબ વ્યસન કરી રહ્યા છે.જેમકે તમાકુ,સિગારેટ,ગુટખા,દારૂ ...અફીણ ,ગાંજો ઘણું બધું વ્યસન નાની ઉંમરથી ચાલુ થઈ જાય છે.અને તમે નાની ઉંમરમાં જ મોટી બીમારી જેમકે જડબાનું કેન્સર.લીવર કેન્સર,ટીબી,ઘણી બધી બીમારીનો ભોગ બની જાવ છો.તમે તમારા બાળકોનું વિચારો ,એમની ભણવાની ઉંમરમાં તમારી બીમારી ને લીધે નિયમિત શાળાએ નથી આવતા.ઘણી વખત પતિ,પત્નીના ઝગડામાં પત્ની રીસાઈ ને જતી રહે ત્યારે બાળક બિચારું મુરઝાઇ જાય છે.તો વ્યસન તમને પૈસાથી.શરીરથી નષ્ટ કરે છે.અને સમાજથી પણ દૂર કરે છે.માટે આજથી કેટલા વ્યસન છોડી દેશો.
ઘણા એવા ઘર મેં જોયા છે કે તેમની પાસે દવા કરાવવાના પણ પૈસા હોતા નથી વ્યસન કરવામાં ઘર, બાર જમીન, ઘરેણા બધું જ સમાપ્ત થઈ ગયું હોય છે બાળકો માટે પણ ભણાવવાના પૈસા હોતા નથી ઘણી વખત બાળક હોશિયાર હોય તો પણ પૈસાને અભાવે ભણી શકતો નથી વ્યસનને કારણે પોતે પોતાનું શરીર તો બગાડી શકે છે, પરંતુ સાથે સાથે પરિવારનો પણ બરબાદ કરી નાખે છે વ્યસન એવી ચીજ છે કે તમે જેટલો દારૂ પીવો કે સિગારેટ કે અફીણ વધારે જ પીવાનું મન થાય છે તેને છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ અને કદાચ ન છૂટે તો પણ સરકાર દ્વારા ઘણા
અભિયાન ચલાવી રહ્યા છે દવાખાના પણ વ્યસન મુક્તિ માટેના શરૂ થયા છે તો આપણે આજુબાજુમાં જોવા મળતા કોઈપણ વ્યસન ન છોડી શકતા હોય તો તેને માટે દવાખાનાનો આશરો લેવાની જરૂર પડે તો પણ લેવો જોઈએ કારણકે વ્યસન એવી જ છે કે તમારા સાથે સાથે તમારા પરિવારનો પણ જીવ લઈને જ રહે છે કારણ કે વ્યસન એક ખરાબ સમાજનું દુષણ છે સમાજમાંથી પોતાનું સ્થાન તો ગુમાવે છે પરંતુ સાથે સાથે પરિવારને પણ હોમી દેતું હોય છે વ્યસન ક્યારે પણ કરવું જોઈએ નહીં અને આજુબાજુ કોઈ કરતું હોય તો તેને પણ તમારે સમજાવવા જોઈએ
કરણ: સાહેબ આજથી અમારો વાસ હવે ક્યારેય વ્યસન કરશે નહીં.અને બાળકોનું પૂરું ધ્યાન રાખશે.બોલો ભાઈઓ અને બહેનો હવે તૈયાર કે જગ્યા ત્યારથી સવાર
બધા સાથે મળીને કહે છે..અમે વ્યસન મુક્તિ અભિયાન ચલાવીશું.